________________
અભિનવું આલેખ
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના દેહવિલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે, દેહવિલયના સ્થળ રાજકોટના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ તરફથી, પરમસમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિના ઉપક્રમે પ્રકાશિત થતા આ ગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર - જીવન અને કવન' માટે સમિતિએ પુરોવચનરૂપે કિંચિત્ લખી આપવા માટે દર્શાવેલી ઇચ્છાને માન્ય રાખતાં મને આનંદ થાય છે. વળી જેમની કલમે આ ઉત્કૃષ્ટ ગ્રંથ લખાયો છે તે આત્માર્થી ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરી સાથેના મારા ઋણાનુબંધના નિમિત્તે આ પુરોવચન લખવાનું પ્રાપ્ત થયું છે એ પણ મારે માટે એક ધન્ય સુયોગ છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ કાળમાં થઈ ગયેલા એક વિરલ આત્મજ્ઞાની મહાત્મા છે. એમનું આધ્યાત્મિક સાહિત્ય વાંચતાં પદે પદે એમની ઉચ્ચતર આત્મદશાની ઝાંખી થાય છે. એમના મુખમાંથી સહજોગારરૂપે પ્રકાશિત થયેલી અનેક માર્મિક પંક્તિઓ ચલણી બની ગઈ છે. અનેક લોકોને તે કંઠસ્થ છે. જે કોઈ વ્યક્તિ એમના “વચનામૃત'નું મુક્ત મનથી, રસ અને ભાવપૂર્વક એક વાર વાંચન કરે છે તે એનાથી પ્રભાવિત થયા વિના રહેતી નથી. એમનાં વચનોમાં એવું અપૂર્વ બળ છે કે વાંચનાર સ્વયમેવ એના તરફ એક ગૂઢ આકર્ષણ અનુભવે છે, એ વચનોનું વારંવાર વાંચન-અનુભાવન કરવા પ્રેરાય છે અને નવો નવો અર્થપ્રકાશ પામે છે. શ્રીમદ્નાં વચનામૃત અનેકનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે અને અનેકને સન્માર્ગે વાળ્યા છે. એમનાં વચનોમાં કોઈ વાર જાણે આપણા જ આંતરમનનો પડઘો સંભળાય છે.
શ્રીમદ્ રાજચંદ્રનું પવિત્ર વ્યક્તિત્વ પણ એવું જ પ્રભાવક હતું. એમના નિકટના સંપર્કમાં જે કોઈ આવ્યા હતા તેઓ બધા જ એમની ઉચ્ચતર આત્મદશા અને આત્મસાધનાના રંગે રંગાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org