________________
(૯) સ્વતંત્ર લેખો
શ્રીમદે કેટલાક ગદ્યલેખો લખ્યા છે, જેમાંના લગભગ બધા કાં અપૂર્ણ રહ્યા છે, કાં અપૂર્ણ મળે છે. તેમણે ‘મુનિસમાગમ', ‘જૈનમાર્ગ વિવેક', ‘મોક્ષસિદ્ધાંત' વગેરે શીર્ષક સાથેના લેખો લખ્યા છે. તથા કેટલાક શીર્ષક વિનાના લેખો પણ લખ્યા છે. આ લેખોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
‘મુનિસમાગમ’૧. એ શ્રીમ ્નો સત્તરમા વર્ષ પહેલાં લખાયેલો અપૂર્ણ ગદ્યલેખ છે, જેમાં કથાતત્ત્વ જોવા મળે છે. આ લેખમાં તેમણે કથા દ્વારા બોધ આપ્યો છે. તેમાં ઉજ્જયિની નગરીનો રાજા ચંદ્રસિંહ જૈન ધર્મ તરફ પોતે કઈ રીતે વળે છે તેનો વૃત્તાંત એક મુનિ સમક્ષ કહી બતાવે છે. તે રાજાએ એક પછી એક અનેક ધર્મોનું અવલોકન કર્યું હતું, પરંતુ કેટલાંક કારણોથી પ્રત્યેક ધર્મમાંથી તેની શ્રદ્ધા ઊડી ગઈ હતી. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ ઉપર તેનો ભાવ ચોંટ્યો ન હતો અને વિવિધ કલ્પનાતરંગોથી તે નાસ્તિક બની ગયો હતો. તેને જેમ રુચ્યું તેમ તે વર્તવા માંડ્યો હતો. અનેક પ્રકારનાં પાપકર્મ તેણે આચર્યાં હતાં. એક દિવસ તે એક હરણનો શિકાર કરવા તેની પાછળ પડ્યો હતો. ત્યાં તેનો ઘોડો લથડતાં તે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. તે એવી વિચિત્ર હાલતમાં ફસાઈ ગયો હતો કે જો તે ઘોડા ઉપર પાછો ચઢવા જાય તો તેની જ તલવાર તેને ગરદનમાં વાગે. નીચે દૃષ્ટિ કરતાં તેને એક કાળો ભયંકર નાગ દેખાયો અને સામે દૃષ્ટિ કરતાં તેને એક વિકરાળ સિંહ દેખાયો. આમ તે બધી બાજુએથી મોતના પંજામાં ફસાઈ ગયો હતો. બચવાની કોઈ તક ન જણાતાં તેને પશ્ચાત્તાપ થયો હતો અને તે પવિત્ર જૈન ધર્મના ચિંતનમાં ઊતરી પડ્યો હતો. જૈન ધર્મના અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, સુદેવભક્તિ, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨-૨૮ (આંક-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org