SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. ..... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અ૫-કાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે.” શ્રીમદ્ સંપ્રાપ્ત વ્યવહારોને નિર્લેપ ભાવે અદા કરતા હતા. સંસાર-વ્યવહારમાં તેઓ બેદરકાર રહ્યા ન હતા, છતાં પોતાને કયા લક્ષ ઉપર પહોંચવાનું છે એની તીવ્ર સજાગતા તેમને હતી. શ્રીમન્ના આદર્શરૂપે શ્રી જનકવિદેહી નહીં પણ શ્રી જિનભગવાન હતા. સર્વ સંબંધનું બંધન છેદીને બાહ્યાંતર નિર્ગથપણે વિચારવાની તેમને નિરંતર અભિલાષા રહેતી હોવા છતાં માત્ર તત્કાળ ઉદયાધીન પ્રતિબંધક સંજોગોના કારણે તેમ બની શક્યું ન હતું. અંતરમાં ઉચ્ચ કોટિની અધ્યાત્મદશા હોવા છતાં બહારના વ્યવસાયમાં જે કંઈ ઉપયોગ દેવો પડતો હતો તે શ્રીમન્ને પોષાતું ન હતું, તેથી વ્યવસાયની ઉપાધિથી છૂટવાની ઇચ્છા વારંવાર તેમને થઈ આવતી હતી. ઉપાધિયોગને ભયના હેતુરૂપ જાણી, તેથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ તેઓ નિરંતર કરતા હતા. ઉદયભાવને પોતાની શિથિલતા જ સમજીને અને જો શિથિલતા વધુ સમય લંબાઈ જાય તો તેમાં અશ્રેયપણાનું જોખમ રહેલું છે એમ જાણીને શીધ્ર નિવૃત્ત થવાય તેવા પ્રયત્નમાં તેઓ અપ્રમાદપણે વર્તતા હતા. નિવૃત્તિ લેવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૨ (પત્રાંક-પ૬૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy