SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ બાહ્ય કારણ તેમની આંતરિક દશાને ચલાયમાન કરવા શક્તિશાળી થયું ન હતું. અગ્નિમાં તપવાથી સુવર્ણમાં જેમ શુદ્ધતા વૃદ્ધિ પામે છે, તેમ શ્રીમન્ની વૈરાગ્યદશા ગૃહસ્થાશ્રમને આંગણે રહીને પણ વૃદ્ધિ પામતી ગઈ. શ્રીમદ્ બાહ્ય જીવનમાં હીરા-મોતીનો લાખોનો વેપાર કરતા હતા, પરંતુ સાથોસાથ તેમનું આંતર જીવન પણ વિકાસ પામતું જતું હતું. ઉદ્યોગરત જીવનમાં પણ શાંત, સ્વસ્થ ચિત્તે તેઓ જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. અપૂર્વ કર્મયોગીનું દૃષ્ટાંત જાણે પૂરું પાડવું હોય તેમ, જગતની જંજાળ તજીને વન-પહાડો આદિ નિર્જન ક્ષેત્રોમાં આત્મસાધના કરવાની શક્તિ હોવા છતાં તેઓ આત્મહિતને કેન્દ્રમાં રાખીને સંસારમાં જળકમળવત્ રહ્યા. જળમાં હોવા છતાં કમળ જળથી અલિપ્ત હોય છે, તેમ શ્રીમદ્ સંસારના ઉપાધિપ્રસંગમાં રહ્યા છતાં તેનો લેશ પણ સંગ નહીં કરતાં અસંગ જ રહ્યા. અન્ય જીવોનું ચિત્ત અનુપાધિપ્રસંગમાં પણ એવું અનાસક્ત ન રહી શકે, જેવું વિરક્ત ચિત્ત શ્રીમદ્દનું ઉપાધિપ્રસંગમાં પણ રહેતું. જેમ જનકરાજા રાજ્યધુરા વહન કરવા છતાં વિદેહી હતા અને ચક્રવર્તી ભરત છ ખંડના રાજ્યને ભોગવતા હોવા છતાં આત્મદશા સમતોલ રાખતા હતા, તેમ શ્રીમદ્ સંસારધુરા વહન કરી, ઝવેરાતનો વ્યાપાર કરવા છતાં જ્ઞાન અને વૈરાગ્યથી આત્મદશા અલિપ્ત અને સમતોલ રાખતા હતા. આવી વિદેહી દશા ગૃહવાસમાં પણ રાખવાને પરમ સમર્થ છતાં, શ્રીમદ્ જનકવિદેહીના દાખલાનું અવલંબન લઈ, કદી પણ – સ્વપ્નમાત્રમાં પણ સંસારવ્યવહારમાં રહેવાની ઇચ્છા થઈ ન હતી. એટલું જ નહીં પણ જેમ બને તેમ ત્વરાથી આ ઉપાધિરૂપ વ્યવહાર,પંચમાંથી નિવૃત્ત થઈ પરમ ત્યાગની જ નિરંતર ભાવના તેમને રહેતી હતી. વિ.સં. ૧૯૫૧ના ફાગણ વદ ૩ના દિવસે શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રમાં શ્રીમદ્ જણાવે છે – જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy