________________
બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે - અત્યંત દુઃખે - થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.
આમ, પરમાણુમાત્ર પણ ઉપાધિ સહન ન કરી શકે એવી શ્રીમદની અંતરંગ દશા હોવા છતાં તેઓ ઉપાધિને અખંડ સમાધિપણે વેદતા હતા. ઉપાધિયોગ તો એવો તીવ્ર હતો કે તેથી તેમને નાસી છૂટવાનો વારંવાર વિચાર આવી જતો, પરંતુ ઉપાર્જિત કર્મ અબંધપણેઅવિષમભાવે, અવ્યાકુળપણે વેદવાયોગ્ય છે એવા જ્ઞાનીના માર્ગના અવલંબને ચિત્તનું સમાધાન કરી, તેઓ તે માર્ગને અનુસરી રહ્યા હતા. ચારે તરફ ઉપાધિરૂ૫ અગ્નિની જ્વાળા પ્રજ્વલિત હતી ત્યારે આત્મસ્થિતિને અંશમાત્ર પણ આંચ ન આવે એની સાવધાની તેઓ રાખતા હતા. ઉપાધિમળે કેવળ અસંગદશા રાખવી અત્યંત કઠણ છે એ અંગે તેઓ પૂરેપૂરા સચેત હતા અને તેથી ઉપાધિના કારણે જરા જેટલું પણ અસમાધિપણું ન આવી જાય તે પ્રત્યે તેઓ જાગૃત રહેતા હતા. અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે શ્રીમદ્ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નહીં. આત્માની નિર્મળતા જળવાયેલી રહે અને વૃદ્ધિ પામે તેવી સાવધાની તેઓ રાખતા હતા, તેથી બાહ્ય ઉપાધિ શ્રીમદ્ભી આત્મસમાધિને લેશ પણ બાધક થઈ શકી ન હતી. ચોવીસ-પચ્ચીસ વર્ષની ભરયુવાન અવસ્થા હોવા છતાં અને વિલાસપૂર્ણ મોહમયી નગરીમાં સ્થિતિ હોવા છતાં, શ્રીમદ્ભી અપૂર્વ આત્મજાગૃતિના કારણે, કોઈ પણ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૭ (પત્રાંક-૩૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org