________________
૧ ૨૮
ભરપૂર એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉદ્ભવનિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા અને તે બદલ જગત તેમનું ઋણી રહેશે. શ્રીમન્ના હૃદયમાં રહેલ આત્મિક જ્ઞાનની રહસ્યભૂત વાતો પ્રગટ કરાવવામાં શ્રી સૌભાગ્યભાઈનો મુખ્ય ફાળો છે. શ્રીમના પરમ શિષ્ય, ભક્તશિરોમણિ, પરમાર્થસખા હોવાનું અનન્ય સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે એવા શ્રી સૌભાગ્યભાઈનો મુમુક્ષુગણ ઉપરનો ઉપકાર અજોડ છે. (iii) શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈ
શ્રી અંબાલાલભાઈ એક એવા મહામુમુક્ષુ હતા, જેમણે અંત પર્યત શ્રીમદ્દની અનન્ય સેવા-ભક્તિ કરી પોતાનું જીવન ધન્ય કર્યું હતું. ખંભાતના વતની શ્રી અંબાલાલભાઈનો જન્મ વિ.સં. ૧૯૨૬માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્રી મગનલાલ હતું. તેમના માતામહ શ્રી લાલચંદભાઈને પુત્ર નહીં હોવાથી તેમણે શ્રી અંબાલાલભાઈને દત્તક લીધા હતા, તેથી તેઓ શ્રી લાલચંદભાઈ પાસે ઊછર્યા હતા અને શ્રી અંબાલાલ લાલચંદના નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રીમથી બે વર્ષ નાના હતા. તેઓ પૂર્વસંસ્કારી તથા સેવાભાવી હતા. તેમના દ્વારા અનેક મુમુક્ષુઓને શ્રીમનો સમાગમલાભ પ્રાપ્ત થવાનો ધન્ય પ્રસંગ બનવા પામ્યો હતો. એકનિષ્ઠ ભક્તિ, નિષ્કામ સેવા, પ્રશંસનીય ક્ષયોપશમ, દઢ વૈરાગ્ય તથા શ્રીમદ્ભા નિકટ અને નિરંતર પરિચયથી તેમણે આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી હતી.
શ્રી અંબાલાલભાઈની જ્ઞાતિના શ્રી માણેકચંદભાઈના પુત્રો શ્રી છોટાલાલભાઈ, શ્રી સુંદરલાલભાઈ તથા શ્રી ત્રિભુવનભાઈ શ્રી અંબાલાલભાઈના મિત્રો હતા. વિ.સં. ૧૯૪૫ના વૈશાખમાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી છોટાલાલભાઈ કોઈ લગ્નપ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓ લગભગ તેમની જ વયના શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org