________________
૧૨૭
દસ ને પચાસ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કર્યો. જે સમયે શ્રી સૌભાગ્યભાઈનું અપૂર્વ સમાધિભાવે અવસાન થયું, તે જ સમયે પોતાના જ્ઞાનબળથી તેમનો દેહવિલય જાણી, મુંબઈમાં શ્રીમદે પહેરેલાં કપડે જ ઠંડા પાણીથી સ્નાન કર્યું હતું. દેહત્યાગનો તાર તો થોડા કલાક પછી મળ્યો હતો!
શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય વિષે શ્રીમદ્ લખે છે
‘જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં
સંશય નથી.
....
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
—
શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.૧
Jain Education International
શ્રીમના હૃદયમાં શ્રી સૌભાગ્યભાઈનું કેવું વિશિષ્ટ સ્થાન હતું તેનું દર્શન આ પત્રમાં થાય છે. તેઓ શ્રીમના અધ્યાત્મજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, વણાઈ ગયા હતા અને એથી ઉભયને પરસ્પર લાભ થયો હતો. શ્રી સૌભાગ્યભાઈ શ્રીમના હૃદયભાવોને સમજવાની ક્ષમતા ધરાવતા હતા, જે તેમની ઉચ્ચ ભૂમિકાનું દ્યોતક છે. શ્રીમના હૃદયપ્રતિબિંબ એવા ઉત્તમોત્તમ પરમાર્થપત્રોના તથા આધ્યાત્મિક રહસ્યોથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૬ (પત્રાંક-૭૮૨)
For Private & Personal Use Only
.....
www.jainelibrary.org