________________
૧૫૮
વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિશે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.
.....
જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્નાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી.૧
શ્રીમદ્દ્ન સમગ્ર જીવન સર્વ રીતે પ્રેરણાદાયી છે જ, પરંતુ તેમનું માત્ર બાહ્ય જીવન જાણવાથી તેમની વિલક્ષણ અત્યંતરદશાના માહાત્મ્યનો સાચો અથવા પૂરેપૂરો ખ્યાલ આવવો મુશ્કેલ છે; કારણ કે શ્રીમનું જીવન બાહ્ય દૃષ્ટિથી જોતાં એક ગૃહસ્થનું હતું, પરંતુ આંતરિક દૃષ્ટિએ તે એક ત્યાગી, વૈરાગી, બ્રહ્મનિષ્ઠ મહાત્માનું જીવન હતું અને આ સત્ય તેમનાં આધ્યાત્મિક લખાણો ઉપરથી સરળતાથી પારખી શકાય છે. શ્રીમદ્ની અત્યંતર દશાનો નિચોડ તેમનાં પ્રેરક લખાણોમાં મૂર્તસ્વરૂપ પામ્યો છે. શ્રીમદ્ની તીવ્ર જ્ઞાનદશાને વિદેહી આત્મદશાને ઓળખવા, તેમના અંતર-આશયને યથાર્થપણે સમજવા, તેમનો જીવનસંદેશ જીવનમાં ઉતારવા માટે તેમનાં લખાણોનું મનન અને અનુશીલન નિષ્ઠાપૂર્વક થવું જોઈએ.
Jain Education International
શ્રીમદ્દ્નાં વિવિધ લખાણોને ‘શ્રીમદ્ રાજચંદ્ર નામના ૮૩૩ પાનાંના એક બૃહદ્ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. શ્રીમદ્દ્ની સ્વતંત્ર કૃતિઓ, અનુવાદાત્મક-વિવેચનાત્મક કૃતિઓ, પોતાને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપે અથવા અન્ય કા૨ણે કે પ્રસંગે જિજ્ઞાસુઓને લખાયેલા પત્રો કે ઉતારાઓ અને આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય તે તથા તેમના ઉપદેશમાંથી લિપિબદ્ધ થયાં હોય તે લખાણો આ ગ્રંથમાં એકઠાં કરવામાં આવ્યાં છે.
૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી',
પૃ.૪૦
-
For Private & Personal Use Only
www.jainelibrary.org