________________
૧૮૮
નાસ્તિકવાદનું ખંડન કરી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી બતાવે છે. દેહાધ્યાસના કારણે આત્મા અને દેહ અભિન્ન ભાસવારૂપ મૂળ ભૂલ બતાવી, શ્રીગુરુ મ્યાનથી ભિન્ન તલવારની જેમ દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વનું સ્થાપન કરે છે.
‘આત્મા નિત્ય છે' એ દ્વિતીય પદ સંબંધી શંકા કરતાં શિષ્ય જણાવે છે કે આત્મા દેહની સાથે ઉદ્ભવે છે અને દેહના વિલય સાથે નાશ થાય છે; અથવા દરેક વસ્તુ ક્ષણિક છે, તેથી આત્મા પણ વિનાશી છે. શ્રીગુરુ તેના ઉત્તરમાં ત્રિકાળવર્તી પદાર્થ છે તે યુક્તિઓ આદિ દ્વારા સિદ્ધ કરી આત્માની નિત્યતાનું પ્રતિપાદન કરે છે.
આત્મા
‘આત્મા કર્મનો કર્તા છે' એ ત્રીજા પદ વિષે શંકા કરતો શિષ્ય વિવિધ પ્રશ્નો કરે છે અને શ્રીગુરુ તેના સરળ ઉત્તરો આપી કહે છે કે જીવ વિભાવદશામાં પ્રવર્તે ત્યારે કર્મનો કર્તા બને છે અને પોતાના જ્ઞાનાનંદસ્વભાવમાં વર્તે ત્યારે નિજસ્વરૂપનો કર્તા બને છે.
જીવનું કર્મનું કર્તાપણું સમજાયા પછી શિષ્ય ‘આત્મા કર્મનો ભોક્તા છે' એ ચોથા પદ માટેની પોતાની શંકાઓ રજૂ કરે છે અને શ્રીગુરુ સરળ દૃષ્ટાંતો આપી, ગહન વાતોનું સંક્ષેપમાં સમાધાન આપી તેને જીવના ભોક્તાપણાનો નિશ્ચય કરાવે છે.
યથાર્થતા વિષે શંકા
‘મોક્ષ છે' એ પાંચમા પદની હોવાથી શિષ્ય તે માટે પોતાની દલીલો દર્શાવી, સર્વ કર્મથી મુક્તિ સંભવતી નથી એમ જણાવે છે અને શ્રીગુરુ તેનું સમાધાન કરી મોક્ષપદને સાબિત કરે છે.
પાંચ પદની શંકાઓનાં સંતોષકારક સમાધાન પામેલો શિષ્ય, મોક્ષનો અવિરોધ ઉપાય ન હોય તો અત્યાર સુધી જાણેલું વ્યર્થ છે એમ વિચારી, ‘મોક્ષનો ઉપાય છે' એ છઠ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org