________________
૧૯૮
કહું' એ ભાવવાહી પંક્તિથી શરૂ થતા કાવ્યમાં પ્રભુ આગળ દીન થઈ શ્રીમદે પ્રાર્થના કરી છે. હૃદયસોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં સદ્ગુરુની ભક્તિનું રહસ્ય દર્શાવતી આ કૃતિ શ્રીમદ્દ્ની પદ્યરચનાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આ કાવ્યની રચના વખતે પહેલી પંક્તિમાં ‘હે હરિ! હે હરિ!' શબ્દો હતા, પણ પછીથી શ્રીમદે ‘હરિ'ની જગ્યાએ ‘પ્રભુ’ શબ્દ મૂક્યો હતો.૧ આત્મનિરીક્ષણથી ઓતપ્રોત આ કાવ્યમાં ૪૫ વાર ‘નથી', ‘નહીં' આદિ અભાવાત્મક શબ્દોના પ્રયોગ દ્વારા જીવના દોષોનું વર્ણન કર્યું છે.
જીવના દોષોનું સ્વરૂપ બતાવતાં શ્રીમદ્ આ કાવ્યમાં લખે છે કે તેનામાં શુદ્ધ ભાવ નથી, પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિ એકલયપણે રહેતી નથી, લઘુતા કે દીનતા નથી, ગુરુદેવની આજ્ઞા ઉરમાં અચળ કરી નથી, પ્રભુમાં દૃઢ વિશ્વાસ અને તેઓ પ્રત્યે ૫૨માદર નથી, સત્સંગ તથા સત્સેવાનો જોગ નથી, અર્પણતા નથી, સદ્ગુરુનો અનન્ય આશ્રય કર્યો નથી અથવા ચાર અનુયોગોનો આશ્રય કર્યો નથી, પોતાનું પામરપણું સમજાય તેવો વિવેક નથી, પ્રભુના ચરણનું શરણ મરણ સુધી ગ્રહી રાખે એટલી ધીરજ નથી, પ્રભુના અચિંત્ય માહાત્મ્ય પ્રત્યે પ્રફુલ્લિત ભાવ નથી, સ્નેહનો એક અંશ નથી, પરમ પ્રભાવ નથી, પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ નથી, વિરહનું દુઃખ લાગતું નથી, પ્રેમભક્તિની કથા દુર્લભ થઈ પડી છે તેનો ખેદ થતો નથી, ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી, ભજનમાં એકાગ્રતા નથી, ધર્મ અથવા કર્તવ્યની સમજણ નથી, ઉત્તમ સ્થળે સ્થિતિ થઈ શકતી નથી, કળિકાળના કારણે મર્યાદાધર્મનું એટલે કે વ્રત, નિયમ આદિનું પાલન થતું નથી, તે માટે વ્યાકુળતા પણ થતી નથી, સેવામાં પ્રતિકૂળ થાય એવાં બંધનોનો ત્યાગ થતો નથી, દેહ-ઇન્દ્રિયો વશ રહેતાં નથી, બાહ્ય પદાર્થોમાં રાગ રહ્યા ૧- ‘ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પૃ.૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org