________________
(૨) જન્મ તથા બાલ્યકાળ
“બહુરત્ના વસુંધરા' ઉક્તિને સાર્થક કરતી ભારતની ભૂમિમાં અનેક મહાત્માઓરૂપી રત્નો પાક્યાં છે. તેમાં પણ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના ફળદ્રુપ ઉદરેથી વિશ્વને કેટલાંય સંતો, યુગપ્રવર્તકો અને નરરત્નો સાંપડ્યાં છે. આવા જ એક અલૌકિક રત્નનો - શ્રીમદ્ રાજચંદ્રનો - વિક્રમની વીસમી શતાબ્દીમાં, ધન્ય ભૂમિ સૌરાષ્ટ્રના શાંત રળિયામણા બંદર વવાણિયામાં પ્રાદુર્ભાવ થયો હતો.
શ્રીમન્ના પિતામહ શ્રી પંચાણભાઈ મોરબી તાબાના માણેકવાડાના રહીશ હતા. વિ.સં. ૧૮૯૨(ઈ.સ. ૧૮૩૬)માં પોતાના ભાઈઓથી જુદા થઈ તેઓ વવાણિયા રહેવા આવ્યા હતા. તેમણે રહેઠાણ માટે જે મકાન વેચાતું લીધું હતું ત્યાં શ્રીમન્નો જન્મ થયો હતો. આમ, વવાણિયા શ્રીમન્ના દાદા શ્રી પંચાણભાઈનું વતન બનતાં તે શ્રીમદ્દનું જન્મધામ બનવાનું મહાભાગ્ય પામ્યું.
વવાણિયામાં શ્રી પંચાણભાઈએ વહાણવટાનો અને વ્યાજવટાવનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમના પુત્ર શ્રી રવજીભાઈનો જન્મ વિ.સં. ૧૯૦૨માં થયો હતો. શ્રી રવજીભાઈએ ચૌદ વર્ષની ઉંમરે વવાણિયામાં તથા ચમનપર વગેરે આજુબાજુનાં ગામોમાં વ્યાજવટાવનું કામ શરૂ કર્યું હતું. તેઓ પણ વૈષ્ણવધર્મ પાળતા હતા. તેઓ ખૂબ દયાળુ હતા તથા દીન-દુઃખીઓને ભોજન-વસ્ત્ર વગેરે આપતા અને સાધુ, સંત, ફકીરની ખૂબ સેવા-ભક્તિ કરતા. શ્રી રવજીભાઈનાં લગ્ન માળીયાના શ્રી રાઘવજીભાઈની સુપુત્રી દેવબાઈ સાથે થયાં હતાં. દેવબાઈ તેમના નામ પ્રમાણે ગુણવાળાં હતાં. સ્વભાવે સરળતાની અને ભદ્રતાની મૂર્તિ એવાં દેવબાઈ સુશીલ, વાત્સલ્યના ભંડાર અને વિનયાદિ ગુણસંપન હતાં. તેઓ જૈન કુળમાંથી આવ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org