________________
૧૦૯ છે. ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે, હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહન ન જણાયાં. જેમજેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી, લઘુશંકા, દીર્ઘશંકા મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તોપણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.”
આમ, સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના દિવસે મંગળવારે બપોરના બે વાગ્યે રાજકોટ મધ્યે શ્રીમદે દેહત્યાગ કર્યો. શ્રીમન્ના દેહત્યાગ વખતે શ્રી નવલચંદભાઈ ત્યાં હતા. તેમણે શ્રી અંબાલાલભાઈને દેહત્યાગ સમયની શ્રીમન્ની મુદ્રા વિષે લખ્યું હતું -
“કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા',
આઠમી આવૃત્તિ, પૃ.૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org