________________
૧૮૫ શ્રી સૌભાગ્યભાઈ શ્રીમની આ કીર્તિકળશરૂપ ચિરંજીવ કૃતિના પ્રેરક નિમિત્ત હતા. વિ.સં. ૧૯૫૧માં શ્રીમના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ ઉપર “છ પદનો પત્ર' મોકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી, વારંવાર વિચારવા શ્રીમન્ની આજ્ઞા થઈ હતી. વયોવૃદ્ધ શ્રી સૌભાગ્યભાઈને આ ગદ્યપત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડી અને અન્ય મુમુક્ષુ ભાઈઓને પણ આ પત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડશે એમ તેમને લાગ્યું. વિ.સં. ૧૯૫૨માં તેમને શ્રીમનો સમાગમ ખંભાતમાં થયો ત્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતાં તેમણે કહ્યું કે “છ પદનો પત્ર' ગઘમાં હોવાથી મુખપાઠ કરવો દુષ્કર છે, સ્મરણમાં રહેતો નથી. આત્મપ્રતીતિ કરાવતા, ગદ્યમાં લખાયેલા આ પત્ર જેવો. કોઈ પદ્યગ્રંથ લખાય તો સર્વ મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થાય અને મુખપાઠ કરવામાં સરળ પડે. શ્રી સૌભાગ્યભાઈની વિનંતીના ફળરૂપે શ્રીમદ્દ્ગી અંતરંગ વિશુદ્ધિમાંથી, છ પદને કાવ્યબદ્ધ કરતું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી રૂપ અમૂલ્ય ગ્રંથરત્ન પ્રગટ થયું.
વિ.સં. ૧૯૫૨ના આસો માસમાં શ્રીમદ્ નડિયાદ પધાર્યા હતા. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ તેમની સેવામાં હતા. શરદપૂર્ણિમાના બીજા દિવસે, અર્થાત્ આસો વદ ૧ ના દિવસે શ્રીમદ્ બહાર ફરીને મુકામે પધાર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ પાસે ફાનસ મંગાવ્યું અને તેઓ લખવા બેઠા. શ્રી અંબાલાલભાઈ વિનમ્ર ભાવે પોતાના હાથમાં ફાનસ ધરીને અચળ ઊભા રહ્યા. શ્રીમની કલમ એકધારાએ ચાલી અને તેમણે એક જ બેઠકે, માત્ર દોઢ-બે કલાકમાં પડ્રદર્શનના સારરૂપ, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથાની રચના કરી.
આમ, શ્રીમની સ્વાનુભૂતિયુક્ત સહજ આત્મદશાના સુંદર પરિપાકરૂપે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું. અત્યંત પરમાર્થગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org