________________
તુમકુર ગામ સાથે કેટકેટલીય કથાઓ જોડાયેલી હતી; સ્ત્રીદાક્ષિણ્ય, સામંતોના ગઢ અને વિશાળ કિલ્લાઓની કથાઓ. ત્રીજી સદીમાં એક જૈન સાધુ, આચાર્ય ભદ્રબાહુને જ્યારે ઉત્તર ભારતના કેટલાક હિસ્સાઓમાં ૧૨ વર્ષના દુકાળની અંતઃસ્કૂર્ણા થઈ હતી ત્યારે તે ૧૨,૦૦૦ અનુયાયીઓને દક્ષિણ ભારતમાં સલામત સ્થળે લઈ આવ્યા હતા. આમ આચાર્ય ભદ્રબાહુ તથા તેમના અનુયાયીઓ, દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રસાર-પ્રચારમાં કારણભૂત બન્યા.
છોગાલાલજીના પિતા કાનજી વેપારની નવી શક્યતાઓ શોધવા માટે રાજસ્થાનથી નીકળીને કર્ણાટક સ્થાયી થયા હતા. કાનજીના ભાઈઓ નેમાજી અને રઘુનાથજી પણ એમની સાથે ત્યાં જઈને વસ્યા હતા. તેમણે કપડાંના ધંધામાં ઝંપલાવ્યું હતું અને થોડાં વર્ષોમાં વેપાર બરાબર વિકસાવી લીધો હતો. બાદમાં જ્યારે છોગાલાલજી વેપાર સંભાળવા માટે પૂરતા અનુભવી થઈ ગયા પછી એ વેપારનું સુકાન એમને સોંપાયું અને તેમણે સમયાંતરે તુમકુરમાં કપડાંની દુકાન શરૂ કરી.
છોગાલાલજીએ જૈન ધર્મનાં મૂલ્યો એવાં આત્મસાત કર્યા હતાં કે તેઓ એ ધર્મના પાયાના સિદ્ધાંતોને આધારે આદર્શ જિંદગી જીવી શકતા હતા. તેઓ કંઈ નફો કમાવવા વેપાર વધારવાની તકો શોધ્યા કરનારા સામાન્ય વેપારી નહોતા. તેમણે
ક્યારેય એમના માલની કિંમત વધારે પડતી મોંઘી નહોતી રાખી અને કાયમ પ્રામાણિકતાથી જ કામ કરતા. તેઓ ભગવાન મહાવીરના સિદ્ધાંતો પ્રમાણે જીવતાજરૂરી હોય એના કરતાં વધુ નફો ન મેળવવો, વધારાની કમાણી જરૂરિયાતમંદોને આપી દેવી અને એથી વધારે જરૂરી હતું કે જે મળે એમાં સંતોષ માનવો. તુમકુરના લોકોને આ પ્રામાણિક અને સીધો-સાદો માણસ બહુ પ્રિય હતો એમાં તો કોઈ નવાઈ હતી જ નહીં. લોકો તેમની પ્રામાણિકતા પર એટલો વિશ્વાસ રાખતા કે ભાગ્યે જ તેમની સાથે ભાવ-તાલ કરતા.
ત્રણ વર્ષ પછી ચુનીબાઈએ મગી, રૂપની નાની બહેનને જન્મ આપ્યો. દંપતી માટે એ વધુ એક ખુશીનો અવસર હતો. માતા-પિતાના પ્રેમમાં બાળકો સરસ રીતે ઉછરતાં, ખીલતાં ગયાં. વાલીઓ માટે તો રૂપ અને મરી જ તેમનું સર્વસ્વ હતાં, એમની દુનિયાનું કેન્દ્ર. એમની જિંદગી છોકરાંઓની આસપાસ જ વણાયેલી હતી અને છતાંય આવું સાંગોપાંગ સુખ, વાસ્તવિકતા છે કે કેમ એવો વિચાર આવે.
કારણ કે માણસજાત જ્યારે આવાં ક્ષણિક સુખની પૂર્ણતામાં રાચે છે અને ક્ષણિક સલામતી તરફ લલચાઈ જાય છે, ત્યારે બ્રહ્માંડની ઊર્જા અને ઈશ્વરઇચ્છા તો તેને માટે કંઈ જુદી જ યોજના કરીને બેઠા હોય છે.
-
૫ -
ચિત્રભાનુજી