________________
મૌનને કારણે તેઓ પોતાની જાત અને બીજા પ્રત્યે અત્યંત ધીરજ કેળવતા શીખ્યા. તેમના અન્ય સાથેના ક્ષુલ્લક ભેદભાવ મટી જવા માંડ્યા. મૌન રહેવાની નિર્ણયાત્મક શક્તિને પગલે બળવો પોકારતું મન જાણે કાબૂમાં આવ્યું.
છતાં પણ એવું ઘણી વાર થતું કે મુનિશ્રીને લાગતું કે પોતે એવા ઘણા નિયમો નથી અનુસરી શકતા જેને અન્ય સાધુ સંતો સૈકાઓથી અનુસરતા આવ્યા છે. આનું પહેલું દૃષ્ટાંત તેમના સાધુત્વના પહેલા વર્ષમાં જ તેમની નજર સામે આવ્યું. સાધુઓને સ્નાન કરવાની છૂટ નથી હોતી કારણ કે પાણી એ સૂક્ષ્મ જીવજંતુઓના જીવનનું માધ્યમ છે. પોતાના શરીરને સાફ કરવા માટે સાધુઓએ ભીના વસ્ત્રથી શરીરને લૂછવાનું રહે છે. યુવાન ચંદ્રપ્રભને આ પ્રથા માફક નહોતી આવતી. શરીરને સ્વસ્થ રાખવા અને નિર્મળ છબી રાખવા માટે તેમને હંમેશાં યોગ્ય સ્નાનની જરૂર વર્તાતી. સ્વચ્છતાના પાઠ તેમનાં ગજરાફઈએ તેમનામાં રોપ્યા હતા અને સ્નાનના પ્રતિબંધ કરતાં એ સ્વચ્છતા તેમને માટે વધારે અગત્યની હતી. તેઓ આ નિયમમાં બાંધછોડની વાત કરવા માટે પોતાના ગુરુ પાસે ગયા.
ગુરુએ તેમની વાત ધ્યાન દઈને સાંભળી. યુવા મુનિએ કહ્યું, “મારે સ્નાન ન કરવાનો નિયમ પાળવો પડે પણ મને તો સ્નાન કર્યા વિના ઠીક નહીં જ લાગે. હું આ સાધુ જીવન ત્યજી દેવા તૈયાર છું.”
ગુરુએ યુવા મનની દ્વિધા સાંભળી અને તેમને સમજાયું કે એક ડોલ પાણીને કારણે તેમના શિષ્ય વધુ અગત્યની બાબતો પર લક્ષ્ય નહોતા આપી શકતા. ગુરુએ નક્કી કર્યું કે તેમના શિષ્યને રોજ એક ડોલ જેટલું પાણી વાપરવાની છૂટ મળશે. મુનિશ્રીને પોતાના ગુરુના અનુકૂળ થવાના સ્વભાવનો પરિચય થયો.
ગુરુ શ્રી આનંદસાગરજી મુનિશ્રીના વિકાસ પર નજર રાખી રહ્યા હતા અને તેઓ જે સુંદર સ્પંદન અને આંતરિક સુંદરતા દર્શાવી રહ્યા હતા તેનો પણ ગુરુને ખ્યાલ હતો. તેમણે પોતાના શિષ્યમાં હૃદયની કોમળતા, મીઠો અવાજ અને ખુશાલ પ્રતિભાના ગુણ પણ જોયા. ગુરુએ જોયું કે મુનિશ્રીનાં આત્મજ્ઞાનને પગલે ભવિષ્યમાં હજારો લોકો આત્મજ્ઞાનના પંથે ચાલવાના છે. તેમણે એ પણ જોયું કે અનેક ખોવાયેલ આત્માઓને દિશા બતાવતી મશાલ બનવાની ક્ષમતા પણ મુનિશ્રીમાં છે. ગુરુને ભવિષ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ મુનિશ્રીને પોતાને તેનો કોઈ ખ્યાલ ન હતો.
આ માટે ગુરુએ નક્કી કર્યું કે અન્ય ફરજોની સાથે મુનિશ્રી વક્તવ્ય આપવાનું
- ૫૩ -
ચિત્રભાનુજી