Book Title: Yugpurush Chitrabhanuji
Author(s): Dilip V Shah
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 245
________________ ધર્મપ્રાપ્તિના પ્રણેતાને વિનયભરી વંદના જૈન સાસાયટી ઑફ મેટ્રોપોલિટન શિકાગોની સ્થાપના ૧૯૭૦ની સાલમાં માત્ર થોડાઘણાં કુટુંબોએ સાથે મળીને કરી હતી. ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી શરૂઆતથી જ કેન્દ્રનાં આધ્યાત્મિક માર્ગદર્શક રહ્યાં છે. એંશીનાં દાયકાનાં અંતમાં, જૈન સોસાયટીએ શિકાગોનાં બાર્ટલેટમાં દેરાસર માટે ચૌદ એકર જગ્યા ખરીદી. ચિત્રભાનુજી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં ૧૯૯૩માં દેરાસરનું ઉદ્ધાટન થયું હતું. તે પ્રસંગે ચિત્રભાનુજીએ જૈન સોસાયટીને ૧૮૯૩ની સાલમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા શિકાગો પધારેલા શ્રી વીરચંદ ગાંધીની શિકાગો મુલાકાત તથા જૈન ધર્મની પતાકા અમેરિકામાં લહેરાયાનાં પ્રસંગની ૧૦૦મી જયંતીની ઉજવણી રૂપે તેમની પ્રતિમાનું સ્થાપન કરવા પ્રેરણા આપી હતી. જૂન ૨૦૧૮માં શિકાગોનાં ૧૯00 જૈન કુટુંબોનાં સભ્યોએ દેરાસરની ૨૫મી તીથિ ઉજવી. આ પ્રસંગે દસ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન થયું હતું જ્યાં સંતો અને વિદ્વાનો આ આનંદ મહોત્સવમાં જોડાયા હતા. આ સમયે જૈન સોસાયટીએ ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીની આરસની પ્રતિમા, શ્રી વિરચંદ ગાંધીની પ્રતિમાની બાજુમાં સ્થાપિત કરીને જીવંત સ્મારકની રચના કરવાનો નિર્ણય લીધો. વયને કારણે ગુરુદેવ ચિત્રભાનુજી આ પ્રસંગે હાજર ન રહી શક્યા પણ પ્રમોદાબહેન તથા તેમના પુત્ર દર્શન ચિત્રભાનુએ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. યુગપુરુષ - ૨ ૨૬ -

Loading...

Page Navigation
1 ... 243 244 245 246