Book Title: Yugpurush Chitrabhanuji
Author(s): Dilip V Shah
Publisher: Navbharat Sahitya Mandir
Catalog link: https://jainqq.org/explore/032677/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યુગપુરુષ યિામાનુજી દિલીપ વ. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ યુગપુરુષો ચિત્રભાનુજી દિલીપ વ. શાહ પ્રાપ્તિસ્થાન અશોક પ્રકાશન મંદિર પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. . e-mail : hareshshah42@yahoo.co.in apmbooks42@yahoo.co.in નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. e-mail : nsmmum@yahoo.co.in નવભારત સાહિત્ય મંદિર બુકશેલ્ફ જૈન દેરાસર પાસે | ૨૦૨, પેલિકન હાઉસ ૧૬, સિટી સેન્ટર, ગાંધી રોડ, અમદાવાદ - ૧, આશ્રમ રોડ, અમદાવાદ - ૯ી સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ - ૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ Yugpurush Chitrabhanuji Written in English by Dilip V. Shah Translated in Gujarati by Chirantana Bhatt Published by : Navbharat Sahitya Mandir, Mumbai - 400 002, Ahmedabad - 380 001 e-mail : nsmmum@yahoo.co.in ISBN : 978-93-88116-21-3 © દિલીપ વ. શાહ પ્રથમ આવૃત્તિ : ૨૦૧૯ | કિંમત રૂ. ૩૨૫ પ્રકાશક અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ e-mail : nsmmum@yahoo.co.in ટાઇપસેટિંગ સ્ટાઇલસ ગ્રાફિક્સ અમદાવાદ મુદ્રક જયંત પ્રિન્ટરી મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ વિગન ભાઈ-બહેનોને વિશ્વમાં અહિંસાનો સંદેશ ફેલાવે તે આશા સાથે Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન શ્રી ગુરુદેવ ચિત્રભાનુજીનાં જીવનને શબ્દોમાં ગુંથવાનાં મહત્ત્વનાં કાર્યને પાર પાડવા બદલ હું શ્રી દિલીપભાઈ શાહને અભિનંદન પાઠવું છું. શ્રી ગુરુદેવ ચિત્રભાનુજીની સિદ્ધિઓ અને સફળતાઓની ઝાંખી આપવી ખુદમાં જ એક બહુ મોટો પડકાર છે. જૈન સમુદાયમાં દિલીપભાઈ એવી પહેલી વ્યક્તિ છે જેમણે આવું પુસ્તક લખવાની પહેલ કરી. તેમના પ્રયત્નોને પગલે આપણાં જૈન સમુદાયનાં તથા અન્ય લોકોને પણ આ મહાન આત્મા વિષે વધુ જાણવા અને શીખવા મળશે. જૈન ધર્મના સંદેશનો પડઘો હવે વધુ દૂર સુધી પ્રસરી શકશે. મારા આશીર્વાદ અને શુભેચ્છા દિલીપભાઈ સાથે છે તથા ભવિષ્યનાં તેમનાં દરેક સાહસ અને પ્રયાસમાં તેમની સાથે રહેશે. આચાર્ય ચંદનાજી વિરાયતન રાજગીર, બિહાર Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ આમુખ કુમારપાળ દેસાઈ મૈત્રીભાવનું વહેતું ઝરણું, જેન ધર્મમાં વહ્યા કરે પૂજ્ય શ્રી ચિત્રભાનુજીની જીવનકથા વિશે વિચારતાં મારી નજરની સામે અહિંસાની ભાવનાથી મઘમઘતા એક ઉત્કૃષ્ટ અને પારદર્શક જીવનની કેટલીય છબીઓ પસાર થઈ જાય છે. લગભગ દસેક વર્ષની ઉંમરથી પૂ. શ્રી ચિત્રભાનુજીને મળવાનું અને એમનાં પ્રેરક પ્રવચનોનું શ્રવણ કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. મારા પિતાશ્રી “જયભિખ્ખ સાથે એમનો ગાઢ સ્નેહસંબંધ હતો અને એ સમયે પૂ. શ્રી ચિત્રભાનુજીના સૌરભ' અને “મોતીની ખેતી' જેવાં કેટલાંક પુસ્તકો જયભિખ્ખએ સ્નેહપૂર્વક સુંદર સજાવટ સાથે “શ્રી જીવનમણિ સર્વાચન શ્રેણીમાં પ્રગટ કર્યા હતાં. એ સમયે ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષરો ધૂમકેતુ, મનુભાઈ જોધાણી, ધીરુભાઈ ઠાકર વગેરેની સાથે પૂ.શ્રી ચિત્રભાનુજીને ઘરોબો હતો. જયભિખ્ખું ષષ્ઠિપૂર્તિની ઉજવણી પ્રસંગે ૧૯૬૮માં મુંબઈના રોક્સી થિયેટરમાં પૂ. શ્રી ચિત્રભાનુજીએ વિશાળ સભાને સંબોધી હતી અને એ સમયે જૈન અને જૈનેતર તમામ લોકો પર એમનાં વાણી અને વિચાર – બંનેનો પ્રભાવ જોવા મળતો હતો. આચાર્ય રજનીશ અને પૂ. ચિત્રભાનુજીની વ્યાખ્યાનશૈલી અને વિચારવૈભવ વિશે સામાન્ય જનસમૂહમાં રસપ્રદ તુલનાત્મક ચર્ચાઓ ચાલતી હતી. પૂ. ચિત્રભાનુજીને જયભિખ્ખનો નિર્ભયતાનો ગુણ ખૂબ પસંદ હતો અને તેઓ જ્યારે જ્યારે મને મળતા ત્યારે જયભિખ્ખની મસ્તી, જિંદાદિલી અને નિર્ભયતાની વાત કરતા. ત્યારબાદ મુંબઈ, સિંગાપોર અને અમેરિકામાં એમને વખતોવખત મળવાનું બન્યું. સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવ ધરાવતાં પૂ. પ્રમોદાબહેન સાથે પણ કૌટુંબિક ઓળખાણ હોવાથી એ સંબંધ વધુ દઢ બન્યો અને ધીરે ધીરે પૂ. શ્રી ચિત્રભાનુજીની જીવનશૈલી, ચિંતનદષ્ટિ અને ધર્મભાવનાનો નિકટથી અનુભવ થતો ગયો. જૈન ધર્મ વિશેની એમની લગની અને દઢતા બંને બેમિસાલ છે. એમણે મહાત્મા ગાંધીજીના પ્રભાવે અહિંસા, સાદાઈ અને સત્યનિષ્ઠા અપનાવ્યાં અને ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતને માત્ર પ્રવચનોથી નહીં, બલ્બ જીવંત આચરણથી Page #9 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં ઉજાગર કર્યા. અહિંસાની સાથે અનિવાર્ય એવી આત્મખુમારીનો અનુભવ એમના જીવનમાંથી પદેપદે થતો રહ્યો. બીજી બાજુ ધર્મને નામે ચાલતી દાંભિકતા, જડતા અને પોકળતાનો એમણે સ્પષ્ટ વિરોધ કર્યો. દંભ, આડંબર, બાહ્ય પ્રદર્શન અને ગતાનુગતિકતા જેવી બાબતોમાં ધર્મ ખૂંપી ગયો હતો, ધર્મને નામે કેટલાંય ખોટાં આચરણો થતાં હતાં. આ બધાની સામે પૂ. શ્રી ચિત્રભાનુજીએ અવાજ ઉઠાવ્યો અને હૃદયની સચ્ચાઈથી ધર્મના શાશ્વત સત્યનો અહાલેક પોકાર્યો. જુદા જુદા પંથો, ગચ્છો અને સંપ્રદાયના ફાંટાઓમાં વિખરાઈને જીર્ણશીર્ણ થઈ ગયેલી ધર્મભાવનાઓને અળગી કરીને એમણે સહુને ભગવાન મહાવીરની છત્રછાયા હેઠળ ધર્મપાલન કરવાનું આવાહન કર્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સમયમાં એમને અનુસરનારા લાખો અનુયાયીઓ હતા છતાં એમણે કોઈ નવો પંથ સ્થાપ્યો નહીં એવી જ રીતે પૂ. શ્રી ચિત્રભાનુજીએ પણ કોઈ પંથ કે સંસ્થા સાથે બંધાઈ જવાને બદલે પોતાની મુક્ત અને વૈશ્વિક વિચારધારાથી ભગવાન મહાવીરનો માનવને સાચો માનવ બનાવતો સંદેશો સર્વત્ર ફેલાવ્યો. અમેરિકામાં જૈના સંસ્થા અને બીજી ઘણી સંસ્થાઓ માટે એમણે પ્રેરણા આપી, પણ ક્યારેય એ સંસ્થાના સંચાલનમાં રહ્યા નહીં. તેઓ કહેતા કે આ સંસ્થાઓ સ્થાપીએ એટલે આપણને એની ચિંતા વળગી જાય અને મારી મુક્તિનું એ બંધન બની જાય. પૂ. શ્રી મોરારીબાપુને પૂછ્યું હતું કે “તમારો કેમ કોઈ આશ્રમ નથી ?' ત્યારે એમણે આ જ વાત કરી હતી. પૂ. શ્રી ચિત્રભાનુજીની વિદેશયાત્રાનો હૂબહૂ અહેવાલ આ ગ્રંથમાં મળે છે. પણ એમણે એ સમયે આ વિદેશયાત્રા કરી કે જ્યારે જૈન ધર્મનો કોઈ પ્રકાશ વિદેશના જૈન સમાજ પાસે નહોતો. આવા સમયે જૈન ધર્મનાં તત્ત્વો સાથે વિદેશના જૈનસમાજને સંગઠિત રાખીને ધર્મભાવનાઓ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. પૂર્વ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં મને શિકાગોના રવીન્દ્ર કોબાવાલા જેવા ઘણા મહાનુભાવો મળ્યા છે કે જેઓ કહે છે કે પૂ. શ્રી ચિત્રભાનુજીનું અમને એ સમયે માર્ગદર્શન મળ્યું ન હોત, તો અમે અમારા ધર્મથી તદ્દન વિખૂટા પડી ગયા હોત. સાવ ભુલાઈ ગયેલા જૈન ધર્મના જ્યોતિર્ધર વીરચંદ રાઘવજી ગાંધીની ઓળખ આપણને પૂ. શ્રી ચિત્રભાનુજીએ આપી છે. ૨૦૧૮ના જૂન મહિનામાં શિકાગોના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વીરચંદ ગાંધીની અમદાવાદમાં તૈયાર કરીને શિકાગોના દેરાસરમાં સ્થાપવામાં આવેલી અર્ધપ્રતિમાની પડખોપડખ પૂ. શ્રી ચિત્રભાનુજીની અર્ધપ્રતિમા જોઈ, ત્યારે આ સામ્યની જુદા પ્રકારની અનુભૂતિ થઈ. Page #10 -------------------------------------------------------------------------- ________________ એમનાં ચિંતનશીલ પુસ્તકોએ પણ લોકોને જૈન ધર્મની વ્યાપકતા અને સર્વજનસ્પર્શિતાનો અનુભવ કરાવ્યો. ગુજરાતી ભાષામાં વાચકોને આવા વિરાટ જીવનની પ્રતિભાનો પરિચય આપવાનું ઘણું મોટું કામ મારા પરમ મિત્ર શ્રી દિલીપભાઈ શાહે કર્યું છે. દિલીપભાઈ કોઈના પર વરસી પડે એવી વ્યક્તિ નથી પરંતુ જે યોગ્ય લાગે તેને યથાર્થ રીતે પુરસ્કારે છે. ચાર ચાર વર્ષની જહેમત લઈને એમણે પૂ.શ્રીના જીવનને ક્રમબદ્ધ રીતે આ પુસ્તકમાં આલેખ્યું છે. એમના જીવનમાં આવેલા હૃદયદ્રાવક પ્રસંગો, આંતર અનુભૂતિઓ, એમની લોકચાહના અને વિદેશમાં કરેલાં કાર્યોનો સુંદર આલેખ આપ્યો છે. આપણે ભલે ગુણોની અનુમોદનાની વાત કરીએ, પરંતુ આપણી પોતાની પ્રતિભાઓને પોંખવામાં આપણે ઘણા પાછા પડીએ છીએ. આવે સમયે શ્રી દિલીપભાઈ શાહે આ ગ્રંથ આપીને સમાજની ઘણી મોટી સેવા કરી છે. એમના આવા અથાગ પુરુષાર્થને ધન્યવાદ. તા. ૧૩-૦૨-૨૦૧૯ કુમારપાળ દેસાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ ધીરજ હ. શાહ | દિલીપ વ. શાહનું આ પુસ્તક, યુગપુરુષ - ચિત્રભાનુજી, ઉત્તર અમેરિકામાં પ્રસરેલા જૈન ધર્મ અંગે અઢળક માહિતી પૂરી પાડે છે તથા તે વ્યક્તિપ્રતિભા વિષે પણ વાત કરે છે જેણે સતત ૫૦ વર્ષ સુધી એ માટે અથાક પ્રયત્નો કર્યા, અનેક વિઘ્નોનો સામનો કરી તેની પાર ઉતર્યા. ગુરૂદેવ ચિત્રભાનુજી વિષે ઘણું લખાયું છે પણ આ એવો પહેલો પ્રયાસ છે જેમાં તેમની ૯૬ વર્ષની જિંદગીને વિગતવાર ઇતિહાસ સાથે દસ્તાવેજરૂપે રજૂ કરવામાં આવી છે. પુસ્તકમાં ૨૫ પ્રકરણ છે; દરેક પ્રકરણ આ યુગપુરુષની જિંદગીની મહત્ત્વની ઘટનાનો ચિતાર આપે છે. રૂપરાજેન્દ્ર (ચિત્રભાનુજી), આ કથાના નાયક શાંતિ અને અહિંસાના દૂત ગણાય છે. ૧૮૯૩માં વીરચંદ ગાંધીએ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મની ઓળખ પશ્ચિમને આપી તે પછી કોઈએ પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંત, જીવન પ્રત્યેના આદરભાવના સંદેશને વિશ્વભરમાં પ્રસરાવવામાં ગુરુદેવ ચિત્રભાનુજી જેટલો ફાળો નથી આપ્યો. આ પુસ્તકને અંગ્રેજીમાં વાંચીને મને ઘણો ફાયદો થયો. આ કારણે હું અમેરિકન સૈન્યને જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત - અહિંસા, સમજાવી શક્યો અને ધાર્મિક દ્રઢતાને પગલે જૈનોની સૈન્યમાં ફરજિયાત ભરતી અટકાવી શક્યો. તેમનાં કાર્યએ ઘણાં જૈન યુવકોને પશ્ચિમી વિશ્વમાં જૈન ધર્મનાં મશાલ ધારક બનવા પ્રેરણા આપી. જ્યારે હું તેમની સાથે ૧૯૯૮ની સાલમાં યંગ જૈન્સ ઑફ અમેરિકાનાં ઉદ્દઘાટન સંમેલનમાં હ્યુસ્ટન ગયો હતો ત્યારે આ મેં જાતે અનુભવ્યું હતું. ૧૯૭૧માં તે યુએસએ આવ્યા તે પછી ઉત્તર અમેરિકાનાં જૈન સમુદાય પ્રત્યે તેમનો ફાળો અપ્રતિમ રહ્યો છે. તેમણે ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઈન નૉર્થ અમેરિકા (JAINA)ની સ્થાપના કરવામાં મદદ કરી તથા ઉત્તર અમેરિકાનાં તમામ જૈનોને સંગઠિત કર્યા. જૈના અને જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સેન્ટર (JMIC) દ્વારા તેમણે કરેલા જૈન સિદ્ધાંતોના સંદેશનો પ્રચાર પ્રસાર અસાધારણ કાર્ય છે. પ્રાણી કુરતા નિવારણ માટેનું તેમનું કાર્ય તથા શાકાહારના ફાયદાને લોકો સુધી પહોંચતા કરવામાં તેમનો ફાળો નોંધપાત્ર છે. હજ્જારો પશ્ચિમિઓએ તેમના પ્રયત્નોનાં પગલે જ શાકાહાર અપનાવ્યો છે અથવા તો તેઓ વિગન થઈ ચૂક્યાં છે અને નિયમિત ધ્યાન પણ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ દિલીપ વી. શાહ પોતે શારીરિક તકલીફોમાંથી પસાર થતા હોવાને પગલે આ પુસ્તક લખવું તેમને માટે પણ આસાન કામ ન હતું. તેઓ જૈન સંઘ, ચેરી હીલ, ન્યુ જર્સીના પ્રવૃત્ત સભ્ય છે અને જૈનાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે ભારતમાં આવેલા જૈન ધર્મ સ્થળોની નવ વાર્ષિક તીર્થયાત્રાઓ ગોઠવી છે, જેને કારણે હજ્જારો ઉત્તર અમેરિકી જૈનોને લાભ થયો છે. ઉત્તર અમેરિકામાં જૈન ધર્મના પ્રચાર પ્રસાર ક્ષેત્રે તેમનાં યોગદાન તથા નેતૃત્વ બદલ તેમને જૈના તરફથી “જૈન રત્ન સન્માન પણ એનાયત કરાયું છે. જૈનોની આગામી પેઢીઓ માટે આ પુસ્તક એક એવો ઐતિહાસિક દસ્તાવેજ બની રહેશે જેના થકી તેઓ જાણી શકશે કે કઈ રીતે અમેરિકાની ધરતી પર જૈન ધર્મની પતાકા લહેરાઈ તથા, તેના થકી કઈ રીતે અમેરિકી ધાર્મિક ચિત્રમાં પરિવર્તન આવ્યું. ધીરજ હ. શાહ (એમ.ડી.) માજી પ્રમુખ, JAINA ડલાસ, ટેક્સસ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અને ત્રણ સ્વીકાર સાંઈઠના દાયકામાં જ્યારે હું ભારતમાં ઉછરી રહ્યો હતો ત્યારે મેં ચિત્રભાનુજીનું નામ સાંભળ્યું હતું. મેં તેમના લેખ અને તસવીરો અખબારોમાં જોયા હતા પણ ક્યારે પણ તેમને સાક્ષાત સાંભળ્યા કે જોયા ન હતા. હું તેમને સૌથી પહેલીવાર ૧૯૭૨માં ન્યુ યૉર્કમાં મળ્યો. મેં ફિલાડેલ્ફિયાથી ફોન કરીને મારા પ્રણામ પાઠવ્યા - અને તેમણે મને સૌથી પહેલી વાત જે કહી તે હતી – “તમને ખબર છે ને કે હું હવે મુનિ નથી રહ્યો?' મને એ સવાલનો શું જવાબ આપવો એ ખબર નહોતી પણ મને એમણે જ રસ્તો બતાડ્યો. તેમણે કહ્યું, ‘તમને ગમે તો તમે મને ગુરુદેવ કહી શકો છો. તેમની નિખાલસતા અને મૃદુ અવાજે મને એ પૂછવાની હિંમત બંધાવી કે શું હું તેમને મળવા આવી શકું? તેમનો જવાબ હામાં હતો. એ ફોનકોલને પગલે મેં નિયમિત ન્યુ યૉર્કની મુલાકાત લેવાનું શરૂ કર્યું અને છેલ્લાં ૪૭ વર્ષથી મને તેમનાં ઘણાં પ્રવચનો સાંભળવાની, તેમના શિષ્યોને મળવાની અને પ્રમોદા બહેનને મળવાની તક સાંપડી. ઘણાં જૈન કેન્દ્રોમાં પ્રાણ પ્રતિષ્ઠા અને વાર્ષિક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે મને તેમની સાથે મુસાફરી કરવાની તક મળી. આ વર્ષોમાં હું તેમનું અવલોકન કરીને તથા તેમની સાથેની વાતચીતમાંથી ઘણું બધું શીખ્યો. તેમને મળવા માંગતા દરેકને માટે તેઓ હંમેશા આવકાર્ય રહેતા બસ એક વાતની ખાસ તાકીદ રહેતી. રોજ તેમની બપોર તેમના અમુક કલાકોનાં મૌન માટે અલાયદી રખાતી. તેમનું સરળ જીવન, સાદું પણ પૌષ્ટિક ભોજન અને વાંચનની ચાહના એવી આદતો છે જેનાથી આપણને તમામને ફાયદો થઈ શકે છે. લોકો જ્યારે તેમને મળવા આવે ત્યારે તેઓ તેમની વાત એટલા રસથી સાંભળે કે સામી વ્યક્તિને પણ તેમની સહાનુભૂતિનો અનુભવ થાય. જરૂર પડ્યે તે સામી વ્યક્તિને એમ કહેતા ક્યારેય ન ખચકાય કે તેની સમસ્યા તેના પોતાના વિચારોથી અથવા તો જાતે જ ખડી કરેલી છે. તે વ્યક્તિને તેની વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેનામાં જ કોઈ સુધારો લાવવા સૂચવે કે પછી ક્ષમાની શક્તિથી તેનામાં પરિવર્તન આણે. તેમની સલાહ હંમેશા ઊંડા પ્રેમ અને કુમાશથી હાથમાં હાથ લઈને જ અપાય. તમે જોઈ શકો કે મુલાકાતી કઈ રીતે ગુરુદેવમાં વધુ ગાઢ વિશ્વાસ લઈને તથા પોતે જે તાણ સાથે મળવા આવ્યા હતા તેનાથી મુક્ત થઈને ગયા. ચિત્રભાનુજીએ “જૈનીઝમ' શબ્દનો ઉપયોગ નકાર્યો. તેમને માટે ISM' એટલે કે વાદ, કોઈ પ્રકારની પ્રણાલી (cult), અંધવિશ્વાસ અથવા તો સંકુચિત અભિગમનો પર્યાય છે. તેમણે જૈન ધર્મ શબ્દનો ઉપયોગ કરવાનું જ ઉચિત માન્યું. કોઈપણ જીવની ખરી પ્રકૃતિ ધર્મ છે તેમ તેમણે અનેકવાર સમજાવ્યું છે. તેમના મતે વાદ, Page #14 -------------------------------------------------------------------------- ________________ એટલે કે કોઈ પણ વિચાર કે વાતને પૃચ્છા કે જ્ઞાન વગર વળગી રહેવું. કોઈપણ પ્રકારનાં વાદનો હેતુ માત્ર અન્ય અભિગમોને અવગણવાનો જ હોય છે જે એક રીતે જાત તથા અન્યો પ્રત્યે હિંસા તરફ પ્રયાણ છે. તેમણે દરેકને કહ્યું કે આંતરિક શાંતિ તથા સુખની ચાવી દિવસ દરમિયાનની ઘટનાઓને યાદ કરી તેને સાફ કરવામાં, તેનું સ્પષ્ટ વિશ્લેષણ કરવામાં રહેલી છે. રાત્રે પથારીમાં પડ્યા પહેલાં આત્મવિશ્લેષણ કરો. તમે તે દિવસે કરેલી બધી જ પ્રવૃત્તિઓનો વિચાર કરો અને જો કંઈ ખોટું થયું હોય, અન્યની લાગણીને તમે ઠેસ પહોંચાડી હોય તો ખુદની ટીકા કરતાં ખચકાશો નહીં. ઓશીકે માથું ટેકવતાં પહેલાં તમારા આધ્યાત્મિક બેંક બૅલેન્સનો આટલો હિસાબ કરવો. આ એવો દિવસ હતો કે તમે તેમાં કંઈ ઉમેર્યું કે પછી તમે તેમાં કંઈ પડતી આણી ? તમારા જવાબ તમારા આવનારા દિવસ માટે તમારું માર્ગદર્શન બની રહેશે. ચિત્રભાનુજી અમેરિકામાં ઘણા બધા સંઘની રચનામાં કારણભૂત હતા. પરંતુ પચાસ વર્ષ પહેલાં વૅજીકૅરિયન સોસાયટીની સ્થાપના થઈ, તે એક સંસ્થા સિવાય તેમણે ક્યારેય પણ પોતે પ્રેરણા આપી હોય તેવી કોઈપણ સંસ્થામાં નેતૃત્વ કે વહીવટની દોર નથી સંભાળી. JAINA એ તેમની દ્રષ્ટિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ ખાલી હાથે અમેરિકા આવ્યા પણ બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં તેમણે પોતે વક્તવ્ય આપીને જે પણ ભંડોળ એકઠું કર્યું હતું તેમાંથી અમેરિકામાં જૈનોને પ્રાર્થના કરવાનું સર્વપ્રથમ સ્થળ સ્થાપ્યું. તેમણે પ્રવચન આપવા કે કોઈ નવા દેરાસરની શરૂઆત સમયે આવકારતા કોઈપણ જૈન સંસ્થાન પાસેથી ક્યારેક કોઈપણ આર્થિક મદદ કે વળતર ન લીધાં. ૨૦૦૫માં મેં આ પુસ્તક લખવાનો નિર્ણય લીધો. મને લાગ્યું કે તેમની જીવન કથા તો કહેવાવી જ જોઈએ. તેમણે મને ઘણીવાર પુછ્યું -‘તમે શા માટે સમય વેડફો છો? કોણ તમારું પુસ્તક વાંચશે?’ પણ હું મક્કમ હતો અને તેમણે ખચકાટ સાથે પણ મને સહકાર આપ્યો. લેખનનો આ મારો સૌથી પહેલો (અને કદાચ સૌથી છેલ્લો) પ્રૉજેક્ટ છે; મેં પહેલાં પ્રકરણનાં જ ઘણા બધા ડ્રાફ્ટ લખ્યા. મેં JMICનાં ન્યુઝ લૅટર્સ, તેમનાં પુસ્તકો અને ઑડિયો-વીડિયો ટેપ્સ એકઠા કરવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેઓ ક્યારેય પણ મુદ્દાઓ કે નોંધ ટાંકેલી હોય તેમાંથી ન વાંચતા અને તેમની પાસે પહોંચનારા દરેક સાથે સંવાદ સાધવા તે તત્પર રહેતા. આ પુસ્તકના પૂર્વાર્ધ માટે મેં તેમનાં બે જીવન ચરિત્ર પર ઘણો બધો આધાર રાખ્યો હતો. પહેલું જીવન ચરિત્ર મુંબઈનાં પ્રભાબહેન પરીખે ‘જીવન સૌરભ’નાં નામે આલેખ્યું હતું જે ૧૯૬૯માં પ્રકાશિત થયું હતું. અન્ય પુસ્તક હતું ‘ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી - અ મેન વિથ અ વિઝન’ જે ન્યુ યૉર્કનાં ક્લેર રોઝનૉલ્ડે લખ્યું હતું અને સંભવિત ૧૯૮૧માં મુંબઈની ડિવાઈન નૉલેજ સોસાયટી દ્વારા પ્રકાશિત થયું હતું. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ બંને પુસ્તકોએ મને ચિત્રભાનુજીનાં જીવનનાં શરૂઆતી વર્ષોનો ક્રમ આપ્યો જેમાં તેમના જન્મથી માંડીને તે અમેરિકા પહોંચ્યા ત્યાં સુધીની વિગતો હતી. આ પુસ્તકનાં હિસાનો ઉપયોગ કરવા બદલ હું ડિવાઈન નૉલેજ સોસાયટીનો આભારી છું કારણકે તેની મદદ વિના આ વિગતો અંગે મને મૂંઝવણ થાત. પુસ્તકનાં ઉત્તરાર્ધનાં સંશોધન માટે મેં મોટે ભાગે ગુરુદેવ, પ્રમોદાબહેન, મમતાજી, ગુરુદેવનાં ન્યુ યૉર્ક અને મિશિગનનાં અમેરિકન શિષ્યો તથા જૈન સમુદાયમાં તેમના ભક્તો સાથેની મુલાકાતો પર આધાર રાખ્યો. ચિત્રભાનુજીની અમેરિકામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે હું JAINAનાં ત્રિમાસિક સામાયિક, જૈન ડાયજેસ્ટમાંથી ઘણી બધી માહિતી મેળવી શક્યો. આખરે મારું કામ તો મેં પુસ્તક માટે એકઠી કરેલી અઢળક માહિતી અને ઢગલો સાહિત્યમાંથી અનિવાર્ય એવા થોડા અંશો ચૂંટવાનું જ રહ્યું. ચિત્રભાનુજીએ જે રીતે મને તેમની તસવીરો, પત્રવ્યવહાર અને રોજનીશી વગેરેનો છૂટથી ઉપયોગ કરવા દીધો તે માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું. પ્રમોદાબહેન અને તેમનાં ઘરનાં અન્ય સભ્યોએ મને તેમનાં મુંબઈ તથા ન્યુ યોર્કનાં ઘરમાં મુલાકાત ઉપરાંત ઘણીવાર માત્ર વાત-ચીત માટે પણ ઉમળકાભેર આવકાર્યો. દરેક મુલાકાત વખતે જે પણ તેમને મળવા આવતું અને તેમની સાથે વાતચીત કરતું તેમાંથી મને પુસ્તક માટે બહુ મુલ્યવાન સામગ્રી મળી છે. ચાર વર્ષ પહેલાં ૨૦૧પમાં ક્રમાનુસાર પુસ્તકનાં પ્રકરણ લખવાનું ખરું કામ શરૂ થયું. મુંબઈનાં દેવિના દત્ત અને શિશીર રામાવતે મને પુસ્તકનાં સંપાદન કાર્યમાં મદદ કરી. મુંબઈના નેવિલ ગ્યારા તરફથી પણ મને સંશોધનમાં ઘણી મદદ મળી જેમની પાસે ચિત્રભાનુજીએ લખેલાં પુસ્તકોનો, દેશ-વિદેશના સામાયિકો તથા અખબારોમાં તેમના વિષે લખાયેલા તમામ લેખોનો વિશાળ સંગ્રહ છે. નૈવિલ મારે માટે એવી મદદ બન્યા જે સતત આ પ્રક્રિયામાં મારી પૃચ્છાઓનો જવાબ આપવા માટે તથા હકીકતો ચકાસવા માટે હાજર હતા. યુએસએમાં પૂર્ણિમા દોશીએ મને પ્રૂફ રિડીંગમાં તથા દીપેન શાહે મારી હસ્તપ્રતને ઈ-બુકમાં ફેરવવામાં મદદ કરી. મુંબઈનાં ચિરંતના ભટ્ટ, આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કુશળ રીતે નિયત સમય મર્યાદામાં તેનો રસ અને ભાવ જાળવીને કરી આપ્યો તે બદલ હું તેમનો પણ આભારી છું. આ સાથે હું મારા બે માર્ગદર્શક – ડૉ. ધીરજ શાહ તથા પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈનો પણ આભારી છું જેમણે આ પુસ્તક માટે ભાવપૂર્વક પ્રસ્તાવના લખી છે. દિલીપ વ. શાહ ફિલાડેલ્ફિયા ૨૦૧૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકની કલમે... ગુરૂદેવ ચિત્રભાનુ ! આ પુસ્તકનો અનુવાદ કરવા અંગે મને પ્રો. અભય દોશીએ વાત કરી. સાવ સાચું કહું તો મારે માટે આ કામ એક “વ્યવસાયી’ કામથી વધારે કંઈ જ નહોતું. હું દિલીપભાઈને મળી. થોડી ઘણી વાતચીત પછી તેમણે મને અંગ્રેજી પુસ્તક હાથમાં આપ્યું. કવરપેજ પર ગુરૂદેવની તસવીર જોઈને મને એક ન વર્ણવી શકાય તેવું આકર્ષણ થયું. એ આંખોમાં કરૂણા અને સ્મિતમાં સમજણ ઘૂંટાયેલાં હતાં. દિલીપભાઈએ મને ગુરૂદેવ વિષે થોડી વધારે વાતો કરી અને મને વધારે રસ જાગ્યો. ઇતિહાસની વિદ્યાર્થી રહી છું એટલે મને પરિવર્તન, પરિવર્તનશીલ વ્યક્તિઓમાં રસ પડે છે. વળી કોઈપણ વ્યક્તિ જે વહેણથી અલગ કરે, ક્રાંતિકારી પગલાં ભરે ત્યારે એના વિષે જાણવાનું તો મને બહુ જ ગમે છે. હું બહુ દેખીતી રીતે જ ધાર્મિક નથી. મને ધર્માધતા સામે સખત વાંધો છે. મને આધ્યાત્મમાં રસ છે અને કર્મનો સિદ્ધાંત મને ગળે ઉતરે છે. મારે માટે કર્મનો સિદ્ધાંત એટલે એમ નહીં કે, “જેવું વાવો તેવું લણો’, પણ એમ કે તમારું કર્મ જ તમારી પડખે રહે છે, પછી એ સારું હોય કે નરસું હોય – પસંદગી તમારે જાતે જ કરવાની હોય છે. મને ઊર્જાસ્રોતમાં વિશ્વાસ છે, બ્રહ્માંડમાં કોઈ ઊર્જા છે, જેનો એક હિસ્સો આપણી અંદર પણ શ્વસે છે અને એ આપણને બધા જ પ્રકારનાં બળ પૂરાં પાડવા તત્પર હોય છે, બસ આપણને એની ઈચ્છા કરતાં, તેને “ચૅનલાઈઝ' કરતાં આવડવું જોઈએ. આ પુસ્તકનો અનુવાદ કરવાનું કાર્ય મારે માટે બહુ વિશેષ રહ્યું. અહીં ધર્મ નથી માત્ર માનવતા છે અને એટલે જ કોઈ ચોક્કસ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ન જીવનારી આ પ્રતિભાને જાણવી જ રહી. એક તબક્કે આ પુસ્તક કોઈ “વ્યવસાયીકામને બદલે મારે માટે રોમાંચક મુસાફરી બની રહ્યું. ગુરૂદેવ ચિત્રભાનુએ અન્યોની જિંદગી ધરમૂળથી બદલી છે અને પોતાની જિંદગીને ધાર્મિક સાંકળોમાં નથી બાંધી એ જ દર્શાવે છે કે મુક્તિથી છલોછલ જીવન કેવું હોઈ શકે! જૈન, બૌદ્ધ, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી શીખ - કોઈપણ ધર્મ ક્યારેય બાંધતો નથી – માણસ જાતે પોતાની સ્વાર્થી મહેચ્છાઓ પાર પાડવા તેને ગૂંચવી નાખે ત્યારે જ ધર્મ બોજ બને છે. કરૂણા, પરસ્પર સન્માન, દયા અને વિચારો, સંજોગો અને વ્યક્તિથી બંધિયાર ન રહેવું એ જ સાચો ધર્મ છે. ગુરૂદેવ ચિત્રભાનુ પર લખાયેલા આ પુસ્તકનો અનુવાદ કરવો મારે માટે એક આધ્યાત્મિક અનુભવ રહ્યો અને તેને કારણે આત્મામાં તેજનું એક વિશેષ ઊંજણ પૂરાયું છે, જે કાયમ પ્રકાશીને મને સંકુલ સંજોગોમાં માર્ગ બતાડશે એવી મને ખાતરી છે. ચિરંતના ભટ્ટ અનુવાદક chirantana@gmail.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીનાં પુસ્તકો લેખક ચિત્રભાનુજીએ ધર્મ વિશે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ખાસ કરીને જૈન ધર્મ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા લેખકે તેમના પુસ્તક દ્વારા વાચકને શ્રેષ્ઠ કૃતિઓ ભેટ ધરી છે. આ કૃતિઓ જૈન ધર્મની જડ મજબૂત કરવામાં મદદરૂપ બની છે. તેમનાં પુસ્તકોમાં ધર્મરત્નનાં અજવાળા, માનવતાનાં મૂલ્ય, જીવન-માંગલ્ય, મધુસંચય જેવાં ધાર્મિક પુસ્તકો દ્વારા ધર્મની જડ મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જૈન ધર્મ વિશે જાગરૂકતા, તત્ત્વો તથા ભગવાન મહાવીરના દર્શાવેલા ધર્મરાહને ઉજાગર કરતું “ધર્મરત્નનાં અજવાળાં' પુસ્તકમાં દર્શાવાયું છે. માનવતાનાં મૂલ્ય’ પુસ્તકમાં જીવનને ધર્મ અને સામાજિક જીવનને સમજવામાં મદદરૂપ થાય તેવા લેખો છે. જીવન-માંગલ્ય’ ટૂંકા લેખોની હારમાળા દ્વારા પ્રાચીન અને અર્વાચીન ધાર્મિક ગ્રંથોના માધ્યમ તથા જુદા જુદા સાહિત્યકારો રવીન્દ્રનાથ ટાગોર, બર્નાડ શૉ જેવાના વિચારો આવરી લેવાયા છે. અનેક વિષયો ઉપરના લેખો વાચકને તૃપ્તિ આપનારા મધુસંચય'માં લેખકે નાની નાની બાબતો, વિષયોના અર્થસભર હાર્દને સમજાવ્યા છે. ધર્મરનનાં અજવાળા “માનવતાનાં મૂલ્ય જીવન-માંગલ્ય મધુસંચય ધર્મરત્નનાં અજવાળાં | માનવતાની મૂલ્ય જીવનીચાંગાવ્યું રિત્રભાનું દિEામાન ચિત્રભાનું ચિત્રભાનું ૨ ૨ ૨૫ ₹300 ૨ ૨00 ૨ ૨૫૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • • • • • • • • • • • • • • • • • • • • , ......... , , , , , , , , , , , , , , O , T ............. ૧ ૨ G S , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ...... ૧ , , , , , , 1 આશીર્વચન......... આમુખ – મૈત્રીભાવનું વહેતું ઝરણું, જૈન ધર્મમાં વહ્યા કરે કુમારપાળ દેસાઈ આમુખ ધીરજ હ. શાહ ............... પ્રસ્તાવના અને ઋણસ્વીકાર............ અનુવાદકની કલમે... ........ ........................૧૫ પ્રકરણ ૧: કપરું બાળપણ ............. પ્રકરણ ૨: ઉત્તર વિનાના પ્રશ્નો ..... પ્રકરણ ૩: બળવો. ............ પ્રકરણ ૪: કૉલેજનાં વર્ષો . પ્રકરણ ૫: ફરી એક આફત .......... ........... પ્રકરણ ૬: મુક્તિ .. પ્રકરણ ૭: આધ્યાત્મિક વિકાસ.. પ્રકરણ ૮: સ્વનું સાચું સ્વરૂપ.......... પ્રકરણ ૯: લોકચાહના વધે છે.. પ્રકરણ ૧૦: બંધન અને મુક્તિ ... પ્રકરણ ૧૧: નવાં જીવનને પ્રતિબદ્ધ.. .... ૧૦૩ ............... , , - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ••••....૪૧ , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , RA , , , , , , , , , , , , , , , , , Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ...... ૧૨૯ ......... ૧૩૫ ............. ૧૪૯ ..... ૧૫૩ ૧૫૭ પ્રકરણ ૧૨: અમેરિકામાં આગમન.. પ્રકરણ ૧૩: ધ્યાન માટે નિમંત્રણ ............. પ્રકરણ ૧૪: એક અને એક અગિયાર પણ થઈ શકે ....... પ્રકરણ ૧૫: જૈન ગુરુ અને વિશ્વ............. પ્રકરણ ૧૬: ક્યારેક ઉપેક્ષા પણ થાય .......... પ્રકરણ ૧૭: અહિંસાયાત્રાનો પ્રારંભ......... પ્રકરણ ૧૮: અહિંસાની વૈશ્વિક જાગૃતિ ........... પ્રકરણ ૧૯: ઇંદિરા ગાંધી . પ્રકરણ ૨૦: લાઈટ હાઉસ સેન્ટર........... પ્રકરણ ૨૧: લાસ વેગાસમાં આત્મમંથન ... પ્રકરણ ૨૨: વિગન તરફની યાત્રા...... પ્રકરણ ૨૩: નવી ઝુંબેશ. ......... પ્રકરણ ૨૪: ઇચ્છાવિહીન પરમાનંદાવસ્થા........... પ્રકરણ ૨૫: યુ.એસ.માં હાઉસ ઑફ ઑપ્રિઝેન્ટેટિઝમાં પ્રાર્થના ઉપસંહાર ................ પરિશિષ્ટ .......... ધર્મપ્રાપ્તિના પ્રણેતાને વિનયભરી વંદના ........... •••••••..... ૧૬૩ •... ૧૬૭ ........ ૧૮૩ ૧૯૩ ૧૯૯ .... .. ૨૦૩ .......... ૨૦૯ ૨૧૩ . ૨૧૮ 1. ૨૨૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મનિર્ભરતા જો તમારે ખરેખર બંધનમાંથી મુક્તિ મેળવવી હોય તો જાતમાં વિશ્વાસ કરો. આપણી જાતમાં જ આત્મવિશ્વાસ અને મનોબળના ચમકારા ન હોય તો આખી દુનિયામાં કોઈ પણ આપણને મુક્તિની ખાતરી આપવાની ક્ષમતા નથી ધરાવતું. મુક્તિની શક્તિ આપણી અંદર જ રહેલી છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૦ કપરું બાળપણ મહાવીર સ્વામી મને એવા સ્વસ્થ બાળક માટે આશીર્વાદ આપો જે સદાચારી-ધાર્મિક પંથે આગળ ધપે. પાવન વિચારો તેનું માર્ગદર્શન કરે અને તે ભાગ્યશાળી બને...” સમી સાંજે ઉત્તર પૂર્વીય ભારતનાં રાજસ્થાનનાં નાનકડા ગામ તખતગઢમાં પોતાના ઘરે પાછા ફરી રહેલા છોગાલાલજીનાં મનમાં આ વિચારો ચાલી રહ્યા હતા. એમની આ મૂંગી વિનવણી મહાવીરને એટલે કે જૈન ધર્મના ચોવીસમા તીર્થંકરને સંબોધીને કહેવાઈ હતી. મહાવીર સ્વામીએ સમગ્ર ભારતમાં અહિંસાનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ વૈશ્વિક સંદેશો હવે આખી દુનિયામાં ફેલાયેલા તેમનાં ભક્તો-અનુયાયીઓને રોજિંદી જિંદગીમાં શાતા અને દિશાસૂચન પૂરાં પાડે છે. આમ, છોગાલાલજી જે એક પ્રામાણિક, ભલા અને ચિંતાઓથી ઘેરાયેલા વેપારી હતા, કપરા સમયમાં પોતાની આગ્રહભરી પ્રાર્થના મહાવીર સ્વામી આગળ વ્યક્ત કરી રહ્યા હતા. છોગાલાલજીનાં લગ્ન આઠ વર્ષ પહેલાં મૃદુભાષી અને નિર્મળ એવી ચુનીબાઈ સાથે થયાં હતાં. તેમણે ઘણી વિપદા વેઠી હતી. તેમના પહેલા પુત્ર સૂરજનું બાળમરણ થયું હતું. બે વર્ષ પછી તેમણે પોતાની દીકરી જાદવને માંડ એક વર્ષ જીવીને ચાલી જતાં જોઈ હતી. એટલે હવે એ ઘટનાનાં ત્રણ વર્ષ પછી જ્યારે ચુનીબાઈને ફરી ગર્ભ રહ્યો ત્યારે સ્વાભાવિક છે કે આ સમાચાર મળતાંની સાથે જ ઉત્સાહમાં ભયનો સ્પર્શ પણ તોળાઈ રહ્યો હતો. આ વખતે તેઓ ઇચ્છતા હતા માત્ર તંદુરસ્ત બાળક, જે પૂરેપૂરી અને સુખી સ્વસ્થ જિંદગી માણી શકે. - ૧ - ચિત્રભાનુજી Page #21 -------------------------------------------------------------------------- ________________ છોગાલાલ કાનાજી - ૧૯૪૦ ચિત્રભાનુજીના પિતાશ્રી યુગપુરુષ - ૨ - Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘બધું જ બરાબર પાર ઉતરવું જોઈએ. આ વખતે કંઈ પણ ખોટું ન થવું જોઈએ.’ છોગાલાલે ઉત્કટતાથી પ્રાર્થના કરી, એમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં, ‘હે પ્રભુ, મારી પત્ની સ્વસ્થ બાળકને જન્મ આપી શકે એવું કંઈક કરજે. મારા નવજાત શિશુને લાંબા આયુષ્યના આશીર્વાદ આપજે...' છોગાલાલ મૈસુર રાજ્યની દક્ષિણે આવેલાં નાનકડાં શહેર તુમકુરથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી માંડીને ઉત્તર ભારતમાં તખતગઢ સુધી અંગ્રેજોનું રાજ હતું. છોગાલાલજી અને ચુનીબાઈ સીધાં સાદાં અને શાંતિપ્રિય માણસો હતાં. તેઓ એકબીજા સાથે અને તેમનાં સમાજમાં સંપથી રહેતાં. બંને ખૂબ ધાર્મિક હતાં અને જેમ પેઢીઓથી તેમના કુટુંબે જૈન પરંપરાઓ અનુસરી હતી, તેઓ પણ અનુસરતાં. છોગાલાલજીનાં માતા-પિતા પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં, એટલે જ્યારે પણ આ દંપતી તેમના વતન જતાં ત્યારે ચુનીબાઈનાં કુટુંબ સાથે રહેતાં જે નજીકના ગામ પાવટામાં હતું. છોગાલાલજીને બેમાંથી કોઈ પણ ઘરે ગમતું, એ સ્થળે પણ જે એ પ્રદેશની નજીક હતું જેને તેમણે હંમેશાં ઘર ગણ્યું અને એ પણ જ્યાં એમના કુટુંબનો ઇતિહાસ આબાદ વણાયેલો હતો અને જ્યાં તેમને હંમેશાં પોતીકાપણું લાગતું. બન્ને ગામડાં રાજપૂતાનાનો હિસ્સો હતાં, રાજસ્થાન ત્યારે એમ જ ઓળખાતું, તેઓ વતનમાં હોવાનો અનેરો આનંદ માણી લેતાં. રાજસ્થાન એટલે કે રાજાઓનો પ્રદેશ, ભારતનું અદ્ભુત અને વિશેષ રાજ્ય છે, તેની સાથે અગણિત કિંવદંતીઓ અને લોકકથાઓ જોડાયેલી છે. તેના ભવ્ય ઇતિહાસને કારણે ત્યાં અનોખા મહેલો અને વિવિધ ધર્મોનાં મંદિરો છે. ત્યાં અરાવલીની પ્રાચીન પર્વતમાળા છે જેણે કેટકેટલાય શાસકોના ઉદય અને અસ્ત નિહાળ્યા છે. જૈન અને હિંદુ બન્ને ધર્મના લોકો માટે પવિત્ર ગણાતા રાજસ્થાને વિવિધ ધર્મના આધ્યાત્મ વાંચ્છુઓને આકર્ષ્યા છે. આ પ્રદેશમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કલિંગામાં છે તો ભેદી ભાસતું થારનું રણ પણ છે તો સાથે આબુ અને નાથદ્વારાનાં આલીશાન મંદિરો પણ છે. આ રાજ્ય આધ્યાત્મિક કવિ અને કૃષ્ણભક્ત મીરાંબાઈ, મેવાડના શૂરવીર રાજપૂત શાસક મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપનું રાજ્ય બચાવ્યું હતું તેવા દયાળુ દાતા ભામાશા, ચિત્તોડની સદ્ગુણી રાણી પદ્મિની અને આવી અન્ય મહાન પ્રતિભાઓનું જન્મસ્થળ પણ છે. છોગાલાલજી અને ચુનીબાઈ માટે રાજસ્થાન રાજ્ય, તેમની ઓળખનો અદમ્ય હિસ્સો જ નહિ પણ તેમની જાતિ અને ઇતિહાસની સમજ પણ હતું. .અને હવે તેઓ તેમના પૂર્વજોની ભૂમિ પર પાછાં ફર્યાં હતાં જ્યાં તેઓ તેમના નાનકડા, ખોળાના ખૂંદનારની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. - ૩ - ચિત્રભાનુજી Page #23 -------------------------------------------------------------------------- ________________ આખરે ૨૬મી જુલાઈ, ૧૯૨૨ના શુભ દિવસે તેમનું સપનું વાસ્તવિકતામાં ફેરવાયું. ચુનીબાઈએ એક તંદુરસ્ત પુત્રરત્નને જન્મ આપ્યો. તેમણે જેવી પોતાના પુત્ર પર નજર નાખી એમની અંદર જાણે લાગણીનું વાવાઝોડું ફૂંકાયું. વર્ણવી ન શકાય એવો આનંદ અને ઊર્મિઓ તેમના રોમ રોમમાં દોડીને તેમના થાકેલા શરીરને ચેતન બક્ષવા માંડ્યાં. એ શિશુએ તેમનું હૈયું એવા આનંદથી છલકાવી દીધું કે હર્ષથી પીડાની ટીસ ઊઠી. આ ક્ષણ ખૂબ આવેશાત્મક અને જાદુઈ હતી. પોતાના તાજા જન્મેલા બાળકને હાથમાં લઈને એ ચોધાર આંસુએ રોઈ પડ્યાં. આ દૈવી દશ્ય જોઈને એમના જન્મ જન્મના સાથીદાર ધાર્મિક અને સંવેદનશીલ છોગાલાલજી કઈ રીતે તેના પ્રભાવમાં ન આવે? પોતાના દીકરાએ પહેલાં રુદનથી પોતાના પૃથ્વી પરના આગમનની જાહેરાત કરી ત્યારે છોગાલાલજી હરખથી ભાંગી પડ્યા હતા. હે ભગવાન, હું તમારો જેટલો પાડ માનું એટલો ઓછો છે...” તેમણે મહાવીર સ્વામીને પ્રાર્થના કરતાં ઉમેર્યું, “મારા બાળકને તમારા આશીર્વાદ આપજો.” એ બાળક તરફ તરત ખેંચાણ ન અનુભવવું જાણે મુશ્કેલ હતું. એ પુત્રરત્ન દેખાવે ખૂબ સોહામણો હતો. એની ગૌર ત્વચા મુલાયમ અને નાજુક હતી. એના માથે ભરાવદાર કાળા, વાંકડિયા વાળ હતા, હોઠ ગુલાબની પાંખડી જેવા અને આંખો ચમકદાર હતી. એનું તેજ જાણે દિવસે દિવસે વધતું હતું. એના નાનકડા ચહેરા પર વહેલી સવારના સૂરજ જેવી ચમક હતી. તેનાં કૃતજ્ઞી અને આશ્ચર્યચકિત માતા-પિતાએ એટલા માટે જ તો એનું નામ રૂપરાજેન્દ્ર પાડ્યું હતું. રૂપરાજેન્દ્ર એટલે કે જેનું રૂપ કોઈ રાજા જેવું છે, એવું નામ જ તો આ વિશેષ બાળકને બરાબર શોભતું હતું. રૂપરાજેન્દ્ર, એટલે આપણી વાર્તાના આ નાયક આગળ જતાં અનેક આધ્યાત્મિક શિખરો સર કરે છે અને અસાધારણ રીતે જાગ્રત પ્રતિભા તરીકે ઊભરી આવે છે. આવનારાં વર્ષોમાં એશિયાના અગ્રણી “આધ્યાત્મિક એમ્બેસેડર તરીકે પોતાની ઓળખ ઉપસાવનારા આ નાયકને દુનિયા ચિત્રભાનુજી તરીકે ઓળખશે. પોતાની પત્ની અને બાળકને, પત્નીનાં માતા-પિતાની કાળજીમાં મૂકીને થોડાં અઠવાડિયાંમાં છોગાલાલજી તુમકુર પાછા ફર્યા. આખરે છોગાલાલે એમનાં ધમધમતા વેપારનું કામકાજ પણ જોવાનું હતું. રૂપરાજેન્દ્ર, એટલે કે રૂપ, લોકો લાડથી તેમને એમ જ બોલાવતા, તે ગામમાં સૌનો વહાલો છોકરો હતો. નવ મહિના પછી છોગાલાલજીએ ફરી એક વાર પાવટા ગામે જવાનો લાંબો પ્રવાસ ખેડ્યો અને પોતાનાં કુટુંબને સાથે તુમકુર ગામે લઈ આવ્યા. યુગપુરુષ - ૪ - Page #24 -------------------------------------------------------------------------- ________________ તુમકુર ગામ સાથે કેટકેટલીય કથાઓ જોડાયેલી હતી; સ્ત્રીદાક્ષિણ્ય, સામંતોના ગઢ અને વિશાળ કિલ્લાઓની કથાઓ. ત્રીજી સદીમાં એક જૈન સાધુ, આચાર્ય ભદ્રબાહુને જ્યારે ઉત્તર ભારતના કેટલાક હિસ્સાઓમાં ૧૨ વર્ષના દુકાળની અંતઃસ્કૂર્ણા થઈ હતી ત્યારે તે ૧૨,૦૦૦ અનુયાયીઓને દક્ષિણ ભારતમાં સલામત સ્થળે લઈ આવ્યા હતા. આમ આચાર્ય ભદ્રબાહુ તથા તેમના અનુયાયીઓ, દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રસાર-પ્રચારમાં કારણભૂત બન્યા. છોગાલાલજીના પિતા કાનજી વેપારની નવી શક્યતાઓ શોધવા માટે રાજસ્થાનથી નીકળીને કર્ણાટક સ્થાયી થયા હતા. કાનજીના ભાઈઓ નેમાજી અને રઘુનાથજી પણ એમની સાથે ત્યાં જઈને વસ્યા હતા. તેમણે કપડાંના ધંધામાં ઝંપલાવ્યું હતું અને થોડાં વર્ષોમાં વેપાર બરાબર વિકસાવી લીધો હતો. બાદમાં જ્યારે છોગાલાલજી વેપાર સંભાળવા માટે પૂરતા અનુભવી થઈ ગયા પછી એ વેપારનું સુકાન એમને સોંપાયું અને તેમણે સમયાંતરે તુમકુરમાં કપડાંની દુકાન શરૂ કરી. છોગાલાલજીએ જૈન ધર્મનાં મૂલ્યો એવાં આત્મસાત કર્યા હતાં કે તેઓ એ ધર્મના પાયાના સિદ્ધાંતોને આધારે આદર્શ જિંદગી જીવી શકતા હતા. તેઓ કંઈ નફો કમાવવા વેપાર વધારવાની તકો શોધ્યા કરનારા સામાન્ય વેપારી નહોતા. તેમણે ક્યારેય એમના માલની કિંમત વધારે પડતી મોંઘી નહોતી રાખી અને કાયમ પ્રામાણિકતાથી જ કામ કરતા. તેઓ ભગવાન મહાવીરના સિદ્ધાંતો પ્રમાણે જીવતાજરૂરી હોય એના કરતાં વધુ નફો ન મેળવવો, વધારાની કમાણી જરૂરિયાતમંદોને આપી દેવી અને એથી વધારે જરૂરી હતું કે જે મળે એમાં સંતોષ માનવો. તુમકુરના લોકોને આ પ્રામાણિક અને સીધો-સાદો માણસ બહુ પ્રિય હતો એમાં તો કોઈ નવાઈ હતી જ નહીં. લોકો તેમની પ્રામાણિકતા પર એટલો વિશ્વાસ રાખતા કે ભાગ્યે જ તેમની સાથે ભાવ-તાલ કરતા. ત્રણ વર્ષ પછી ચુનીબાઈએ મગી, રૂપની નાની બહેનને જન્મ આપ્યો. દંપતી માટે એ વધુ એક ખુશીનો અવસર હતો. માતા-પિતાના પ્રેમમાં બાળકો સરસ રીતે ઉછરતાં, ખીલતાં ગયાં. વાલીઓ માટે તો રૂપ અને મરી જ તેમનું સર્વસ્વ હતાં, એમની દુનિયાનું કેન્દ્ર. એમની જિંદગી છોકરાંઓની આસપાસ જ વણાયેલી હતી અને છતાંય આવું સાંગોપાંગ સુખ, વાસ્તવિકતા છે કે કેમ એવો વિચાર આવે. કારણ કે માણસજાત જ્યારે આવાં ક્ષણિક સુખની પૂર્ણતામાં રાચે છે અને ક્ષણિક સલામતી તરફ લલચાઈ જાય છે, ત્યારે બ્રહ્માંડની ઊર્જા અને ઈશ્વરઇચ્છા તો તેને માટે કંઈ જુદી જ યોજના કરીને બેઠા હોય છે. - ૫ - ચિત્રભાનુજી Page #25 -------------------------------------------------------------------------- ________________ ચાર જણના આ સુખી પરિવારનો આ આદર્શ આનંદ બહુ લાંબો ન ટક્યો. એક ગોઝારા દિવસે જ્યારે રૂપ માત્ર ચાર વર્ષનો હતો અને માગી માંડ એક વર્ષની હતી ત્યારે તેમની વહાલી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. તેમનું આકસ્મિક મૃત્યુ આઘાતજનક અને કંઈ સમજી ન શકાય એવું હતું. ઘરનું વાતાવરણ રાતોરાત બદલાઈ ગયું અને બિલકુલ ભેંકાર તથા ભારેખમ થઈ ગયું. મૃત્યુ પછી શોક વ્યક્ત કરવાનો સમય પૂરો થયો એના લાંબા સમય પછી પણ ઘરના માહોલમાં ગોરંભાયેલી પીડા વર્તાયા કરતી. ચુનીબાઈએ આખા કુટુંબને તેમના પ્રેમ અને હૂંફથી જકડી રાખ્યું હતું. ઘરના દરેકેદરેક ખૂણે એમનો સ્પર્શ વર્તાતો. એ બધાની બહુ કાળજી રાખતાં. પણ સાવ ગણતરીની ક્ષણોમાં એ બધું જ બદલાઈ ગયું. તેમનું શબ સ્મશાનભૂમિમાં લઈ જવાયું. લાકડાની ચિતા તૈયાર કરાઈ અને દક્ષિણે પગ રહે એમ તેમનું શબ ચિતા પર મૂકાયું. ભારે હૈયે, છોગાલાલજીએ પોતાના નાનકડા દીકરા વતી મૃત પત્નીને મુખાગ્નિ આપ્યો. ચિતાને અગ્નિદાહ અપાયો અને ગણતરીના કલાકોમાં ચુનીબાઈની હસ્તી રાખમાં ફેરવાઈ ગઈ. છોકરાઓને તો રોજ રાતે માના પડખે, એનાં કપડાંની હૂંફમાં લપેટાઈને ઊંઘવાની ટેવ હતી. પણ એ રાતે છોકરાંઓને કાકાના પલંગમાં સુવાડ્યા. નાનકડા રૂપે ઊંઘરેટા અવાજે પૂછયું, “મારી મા ક્યાં છે?” તેને આ સવાલનો કોઈ જવાબ ન મળ્યો. કાકાએ એને હળવે હાથે થાબડીને કોઈ ને કોઈ રીતે નિદ્રાના શરણે પહોંચાડ્યો. બીજે દિવસે સવારે, ઊઠીને તરત રૂપ ઘરનો ખૂણેખૂણો ફરી વળ્યો પણ તેને પોતાની માં ક્યાંય ન દેખાઈ. “મારી મા ક્યાં છે?”, એ રોઈ પડ્યો. આગલા દિવસે થયેલું બધું જ એ ભૂલી ગયો હતો, “મારે માને જોવી છે.' “બેટા રૂપ, હવે તું તારી માને ક્યારેય નહીં જોઈ શકે...” રૂપે પોતાના કાકાના હળવા અવાજમાં સાંભળ્યું. રૂ૫ ચોંકી ગયો હતો. મને મારી મા ફરી ક્યારેય નહીં જોવા મળે ? આનો વળી શું અર્થ? યુગપુરુષ - ૬ - Page #26 -------------------------------------------------------------------------- ________________ શું? એણે વૃદ્ધ વડીલ સામે માન્યામાં ન આવતું હોય એવી રીતે જોયું. “મને મારી મા પાસે લઈ જાવ. હમણાં જ.” રૂપે ઊંચા અવાજે પોતાનું દર્દ વ્યક્ત કર્યું. ના બેટા, તારી મા ભગવાનના ઘરે ગઈ છે, ઉપર, આકાશમાં...” વૃદ્ધ વડીલે આકાશ તરફ આંગળી ચીંધી હળવેથી એના વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યો. “ત્યાંથી કોઈ ક્યારેય પાછું નથી ફરતું...” આ અચાનક ખડા થયેલા સંજોગોને પગલે અંતે બાળકને ગળે સત્ય ઉતર્યું. રૂપથી એ લાંબો વખત સંખાયું નહિ. છેવટે હારીને એણે રડવાનું શરૂ કરી દીધું. વડીલે એને રોક્યો નહીં, એને રડવા દીધો. થોડી વાર પછી આંસુ અટકી ગયાં. વડીલે એ ચોધાર આંસુએ રડતા બાળકને ખોળામાં લીધો. એની આંખોમાં આંખો નાખીને ભારોભાર કરુણા સાથે એની સાથે વાત કરી. “રૂપ, મારા દીકરા, હવે મારી વાત સાંભળ. આમ જો, અહીં ઉપર જો. આકાશની વિશાળ ફલક તને દેખાય છે ને?! અત્યારે તો દિવસ છે એટલે આપણે ટમટમતા તારલા નથી જોઈ શક્તા પણ રાતે તો આપણે એ ચમતા તારા જોઈ જ શકીએ છીએ, ખરુંને ! તારી મા પણ ત્યાં જ ગઈ છે, ચમકતા સ્વર્ગના તારાઓ પાસે, ત્યાં રહેવા. કાયમ માટે.” તેમણે હળવેથી કહ્યું. વૃદ્ધ સ્વજનના શબ્દોએ બાળકને થોડા સમય માટે તો શાંત કરી દીધું. પરંતુ પછી ફરી વાર પ્રશ્નોએ એનાં નાનકડાં આહત મનમાં સળવળાટ કરવાની શરૂઆત કરી દીધી. “મારે પણ ત્યાં જવું છે...” તેણે માગણી કરી. “મા ત્યાં એકલી કેમ ગઈ? મને કેમ સાથે ન લઈ ગઈ?” “તું બહુ નાનો છે એટલે...” કાકાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “ચિંતા ન કર મારા દીકરા, એક દિવસ આપણે બધાય ત્યાં ઉપર જઈશું. જે લોકો બીજા પ્રત્યે દયાળુ હોય અને બીજાને મદદ કરતા હોય એવા લોકોને ત્યાં રહેવાની મંજૂરી મળે છે.” “ત્યાં ઉપર કેવું છે? ભગવાનનું ઘર મોટું અને સુંદર છે?” “એ બહુ મોટું અને સુંદર ઘર છે બેટા. ત્યાં કોઈ રડતું નથી. ઈશ્વરના ઘરે કોઈ દુઃખી નથી બેટા. જો તું ડાહ્યો સરસ છોકરો થઈને રહીશને તો કોઈક દિવસ તારી મા ત્યાંથી સંદેશો મોકલશે. કદાચ તું પણ એની સાથે વાત કરી શકીશ અને એ પછી કદાચ તું એને મળી પણ શકીશ !” - ૭ - ચિત્રભાનુજી Page #27 -------------------------------------------------------------------------- ________________ રૂપનાં આકળા મનને વૃદ્ધ માણસના આ શબ્દોએ આખરે ધરપત આપી. એનો શોક અને આઘાત ઘણાં ઓછા થઈ ગયાં. માતાનાં અચાનક મૃત્યુ અને અચાનક જ તે દેખાતી બંધ થઈ ગઈ એની પર આંસુ સારવાને બદલે, રૂપે વૃદ્ધ વડીલના શબ્દોથી આકર્ષાઈને તેણે પોતાના વિચારો પગલે પુનઃજન્મ અને જિંદગીના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આટલી સરસ જગ્યાએથી પાછી ફરીને મા મારી પાસે શા માટે આવે? એ ત્યાં બહુ ખુશ હશે. એને પાછાં શા માટે આવવું હશે? રૂપનાં નાનકડાં મનમાં વારંવાર ખડા થતા આ બાળસહજ સવાલોમાં તત્ત્વચિંતનનો સૂર હતો, પણ એ કોઈ ચોક્કસ જવાબ વગરના સવાલ હતા. આ સંઘર્ષ કંઈ સહેલો નહોતો. મોટા ભાગે એ ધૈર્યવાન અને શાંત રહેતો પણ ક્યારેક ક્યારેક ગુસ્સાની છાંટ દેખાઈ જતી અને અકળામણનું વાદળ એના મનને ઘેરી વળતું. ના! એ જ્યારે પાછી ફરશે ત્યારે હું તેની સામે જોઈશ પણ નહિ. હું તેની સાથે વાત નહીં કરું, એ રડશે. હું તેનાં આંસુની પણ અવગણના કરીશ. તેને દિલગીરી થવી જ જોઈએ. તેણે મને સમજાવવું જ પડશે કે એ મને છોડીને કેમ ચાલી ગઈ અને પછી જ હું તેની વાત માનીશ. હું મારા હાથ એની ફરતે વીંટાળી દઈશ અને એને એક આલિંગન આપીશ અને અમે ફરી એકદમ પાક્કાં દોસ્ત બની જઈશું. માતાનાં અચાનક મૃત્યુને સ્વીકારવાની તકલીફજનક પ્રક્રિયા ધીરે ધીરે શરૂ થઈ હતી. રૂપે મનમાં માની છબી બનાવી દીધી હતી અને તે મનમાં એની સાથે પોતાના સંવાદની કલ્પના કરતો, જેમાં મા એના વિચારો અને લાગણીઓનો પ્રતિભાવ આપતી. આ છબી એક રીતે એ માધ્યમ હતું જેના થકી સમયાંતરે તેને જીવન અને મૃત્યુની વાસ્તવિકતાઓ સમજાવવાની હતી. કદાચ આ ધીમો અને અઘરો સમય નાનકડા રૂપ માટે જીવનનો જરૂરી તબક્કો હતો. આખરે આ દરમિયાન જ તેમના મનમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાયાં. આ ઉધ્વરોહી વિચારોને કારણે રૂપનું રૂપાંતર, આગામી વર્ષોમાં ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીમાં થવાનું હતું. યુગપુરુષ - ૮ - Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશ્વાસ બીજા તમારે વિશે શું વિચારે છે તે સાથે તમારે કંઈ લેવાદેવા નથી. – ચિત્રભાનુજી પ્રકરણ ૨: ઉત્તર વિનાના પ્રશ્નો રે તેમનાં પત્ની ગુજરી ગયાં ત્યારે છોગાલાલજીની ઉંમર માંડ ૩૪ વર્ષ હતી. જીવનમાં પડેલી આટલી મોટી ખોટનો આઘાત પચાવવો તેમને માટે બહુ મુશ્કેલ હતો. ઘણી વાર એ દિવસો સુધી ઉપવાસ કરતા અને એકલતાના કોચલામાં ધસી જતા. તેઓ સતત મહાવીર સ્વામીને પ્રાર્થના કરતા. તે લાંબો સમય પછી વ્યાકુળતામાંથી બહાર આવીને જાતને સંભાળી શક્યા. એક વાર તેમનું જીવન ફરી સ્વસ્થ અને સાધારણ થઈ ગયું પછી તેમના વડીલો અને સગાંઓએ તેમને પુનઃલગ્ન કરવાની સલાહ આપી. આખરે એમની આટલી બધી કમનસીબી હોવા છતાં તે દેખાવડા હતા, સમૃદ્ધ, તંદુરસ્ત અને યૌવનના ઊર્જાસભર માણસ હતા. ઉપરાંત બે નાનકડાં છોકરાંઓને એકલા હાથે ઉછેરવા તેમને માટે સરળ નહોતું. જોકે છોગાલાલજી પર આવી સદ્ હેતુવાળી દલીલોની કોઈ અસર નહોતી થતી. એમણે ફરી લગ્ન ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમણે મનોમન બને બાળકોનાં માતા અને પિતાની ફરજ નિભાવાવનું નક્કી કરી લીધું હતું. ખરી રીતે આનો અર્થ હતો કે તે બાકીનું જીવન બ્રહ્મચર્ય પાળવાના હતા. આ નિર્ણયને પગલે તેમને પોતાની બધી જ આંતરિક ઊર્જાને બીજાઓ માટે નિઃસ્વાર્થ જીવન જીવવાના ઉચ્ચ ધ્યેય તરફ વાળવામાં મદદ મળવાની હતી. તેમનાં બાળકો અને પોતાના પ્રત્યે આ બહુ અગત્યની પ્રતિબદ્ધતા હતી. પોતાનાં પત્નીનાં અકાળ મૃત્યુને કારણે પડેલી ખોટ પુરવા માટે છોગાલાલજી કટિબદ્ધ હતા. તેઓ પોતાનાં બાળકો પ્રત્યે એટલો બધો પ્રેમ અને કાળજી દર્શાવવા માગતા હતા કે માતાની ગેરહાજરીનો વિચાર ધીરે ધીરે ચાલ્યો જાય. તેઓ પોતાનાં બાળકોનાં કલ્યાણ - ૯ - ચિત્રભાનુજી Page #29 -------------------------------------------------------------------------- ________________ માટે માતા અને પિતા એમ બમણી ભૂમિકા ભજવવાનો પડકાર પાર પાડવા તૈયાર થઈ ગયા હતા અને તેમણે બરાબર એમ જ કર્યું. હવે પોતાનાં સંતાનો જ પ્રાથમિકતા હોવાને નાતે છોગાલાલજીએ પોતાની રોજિંદી ઘટમાળમાં ફેરફાર કર્યા. સૌથી પહેલાં તો તેમણે પોતાની દુકાન ખુલ્લી રહેવાના કલાકોમાં ઘટાડો કરી દીધો. તેમાંથી જે સમય બચતો તેનો અડધો સમય સંતાનોને અને બાકીનો સમય ધ્યાનમાં પસાર કરાતો. રૂપ અને મગી તેમની સાથે કલાકો પસાર કરતાં, એમનો ખોળો ખુંદતા, એમને ભેટતા અને તેમની સાથે જાત જાતની રમતો રમતાં, તેમની સાથે બધી નાની મોટી વાતો પણ કરતાં. છોગાલાલજી પોતાનાં સંતાનોની બધી ઇચ્છા પૂરી કરતા પણ પૂરી તકેદારી રાખતા કે તેઓ લાડમાં બગડી ન જાય. છોગાલાલજીની દઢતાને પગલે બન્ને બાળકોનો ઉછેર યોગ્ય અભિગમ અને મૂલ્યો સાથે સારા માહોલમાં થઈ રહ્યો હતો; સાથે પિતાનો અઢળક પ્રેમ અને ચાંપતી નજર પણ હતાં. જો કે ક્યારેક રૂપે એવાં લક્ષણ બતાડ્યાં હતાં જ્યારે તે ખૂબ જીદ્દી થઈ ગયો હતો પણ તેના પિતાએ સમજી લીધું હતું કે આવાં વર્તનનાં ગાળાને બિલકુલ અવગણી દેવો. છોગાલાલજીએ પોતાના અંગત આઘાતની લાગણી, પોતાની પર આધાર રાખનારાં આ બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં જ વાળી દીધી હતી. રૂપને જ્યારે પોતાની જિંદગી અને તેના પડકારો પ્રત્યે આગવો અભિગમ કેળવવાનો વખત આવવાનો હતો ત્યારે પિતાની હિંમત અને નિઃસ્વાર્થ ભાવના તેને માટે બહુ મોટું પ્રેરકબળ સિદ્ધ થવાની હતી. છોગાલાલજીને તેમની નાની વિધવા બહેન ગજરાનો બહુ ટેકો રહ્યો છે તેમની સાથે જ રહેતી હતી. છોગાલાલજી જ્યારે દુકાને જાય ત્યારે ઘરે ગજરાફઈ જ બાળકોને સાચવી લેતી. તેમને તેઓ પ્રેમથી નવડાવતાં અને જમાડતાં. તેઓ શિસ્તનાં આગ્રહી હતાં અને ચોખ્ખાઈને મામલે પણ બહુ ચોક્કસ હતાં. રૂપે ચોખ્ખાઈનો ગુણ તેમની પાસેથી ગ્રહણ કર્યો હતો અને એને આખી જિંદગીની આદત બનાવી લીધો હતો. રૂપ અને મગી, બન્ને ભાઈ-બહેન વચ્ચે બહુ સુમેળ હતો. તેઓ એકબીજાનાં પાક્કા સાથીદાર હતાં. ગોરી નમણી નાનકડી બહેન મણી માટે રૂ૫ હંમેશાં રક્ષણ પૂરું પાડતો મોટો ભાઈ બની રહેતો. મગીનું બધે સાથે આવવું અને ભાઈ તેની રક્ષા કરશેની લાગણીને ઓથે ખૂબ સન્માનથી ભાઈ પ્રત્યે લાગણી રાખવી એ રૂપને બહુ ગમતું. શાળા અને અડોશપડોશમાં રૂપ તોફાની અને નટખટ તરીકે જાણીતો હતો. રૂપ હિંમેશાંથી ઊર્જાસભર-હતપતીયો અને હાજરજવાબી હતો તથા મોટાંઓનું કહ્યું સરળતાથી ન માનતો. કોઈ પણ વાત સ્વીકારી લેતાં પહેલાં એ તર્ક અને કારણ બને યુગપુરુષ - ૧૦ - Page #30 -------------------------------------------------------------------------- ________________ જાણવા પર ભાર મૂકતો. તેનામાં સ્વાભાવિક રીતે જ નેતૃત્વના ગુણ હોવાને કારણે એ પોતાની વયનાં બધાં છોકરાંઓને ભેગાં કરીને જાતભાતની રમતો રમતો રહેતો. એ બહુ બુદ્ધિશાળી અને કુશાગ્ર છોકરો હતો અને આ લક્ષણ આખી જિંદગી તેનામાં રહ્યા. શાળામાં વર્ગમાં બેઠાં હોય ત્યારે એની પૂરી એકાગ્રતા વર્ગમાં જ રહેતી. તેનાં સહપાઠીઓ ક્યારેય તેનું ધ્યાન વિચલિત કરવાની ભૂલ ન કરતાં. તેને અદભુત સ્મરણશક્તિ અને ઉત્સુકતાનું વરદાન હતું. શાળામાં શિક્ષકોએ ભણાવેલું એ બરાબર આત્મસાત કરી લેતો. શાળાની પરીક્ષાઓ રૂપ માટે ક્યારેય કોઈ મોટો પડકાર સાબિત ન થતી. તો અન્ય છોકરાંઓની માફક તેને ભણવા માટે વધારે મહેનત કેમ ન કરવી પડતી એનો તો પ્રશ્ન જ નથી. અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતા રૂપનાં મનમાં એટલા સવાલો ચાલતા રહેતા કે એ સતત પોતાનાં શિક્ષકોને સવાલો કર્યા કરતો. ઘણી વાર શિક્ષકો તેની આ કોઈ પણ વિષય અંગે ગૂઢ જ્ઞાનની ભૂખ સંતોષી ન શકતા. દેખાવડો, શરીરે મજબૂત બાંધાવાળો અને ભણવામાં હોશિયાર રૂપ, શિક્ષકોમાં ખૂબ લાડકો હતો. નાનપણમાં રૂપને દેરાસરે જવું બહુ ન ગમતું. જ્યારે ઘરમાં કોઈના આગ્રહને વશ થવું પડતું ત્યારે તે કુટુંબની આ ધાર્મિક પરંપરાને તાબે થઈને દેરાસરમાં જતો. તુમકુરમાં હિંદુઓની વસ્તી વધારે હોવાને કારણે શરૂઆતનાં વર્ષોમાં રૂપે પોતાના ધર્મમાં ઊંડો રસ લેવાને બદલે સ્વાભાવિક રીતે હિંદુ ધર્મના રીત રિવાજ સ્વીકારી લીધા હતા. બીજી આફતનો સમય પાકી ગયો હતો. ૧૯૩૩માં જ્યારે રૂપની ઉંમર અગિયાર વર્ષ હતી અને મગી આઠ વર્ષની હતી ત્યારે ગજરાફઈએ તખતગઢમાં વસતાં સગાંઓને મળવા જવાનું નક્કી કર્યું. ગજરાફઈ નાનકડી મગીને પણ સાથે લઈ ગયાં. કોણ જાણે કેમ પણ એમને આવજો કહેતી વેળા રૂપ અસાધારણ રીતે દુઃખી હતો. બદનસીબે એ નાનકડું ગામડું જ્યાં મગી, તેનાં ગજરાફઈ સાથે ગઈ હતી ત્યાં અછબડા-ઓરી ફાટી નીકળ્યા. આ કારમા રોગે ઘણાં નાનકડાં બાળકોનો ભોગ લીધો. મગી પણ તેમાંની એક હતી. આ બિમારી સામે લડવા માટે એ બહુ નાની અને કોમળ હતી. જ્યારે આ આકરા સમાચાર તુમકુર પહોંચ્યા ત્યારે રૂપ અને છોગાલાલજી બને ઊંડા આઘાતમાં સરી પડ્યા. રૂપને તો આ વાત ગળે જ નહોતી ઉતરતી. - ૧૧ - ચિત્રભાનુજી Page #31 -------------------------------------------------------------------------- ________________ મગી હવે નથી રહી? મગી? પણ એ તો કેવી રીતે બને? હજી થોડા દિવસ પહેલાં તો એ તુમકુરથી ગઈ ત્યારે આપણી નજર સામે સાજીસમી હતી. આ વ્યર્થ પ્રશ્નો મનમાં ઊઠતા બંધ થવામાં અને આ આકરી વાસ્તવિક્તા ગળે ઉતરતાં ઘણો લાંબો સમય લાગ્યો. પછી બેચેન કરનારા સંતાપનો સમય શરૂ થયો. અરે, આપણે તો એને છેલ્લી ક્ષણોમાં જોઈ પણ ન શક્યા. - જ્યારે એના કુમળા દેહને અગ્નિસંસ્કાર અપાયો ત્યારે આપણે તેની નજીક નહોતા. લાચારીની આ ભાવના અસહ્ય હતી. જ્યારે મા ગુજરી ગઈ ત્યારે એ ખોટ અને પીડાને સમજવા માટે રૂપ ઘણો નાનો હતો. ત્યારે પિતા તથા લાગણીશીલ વડીલ કાકા, ગજરાફઈ વગેરેના પ્રેમને કારણે તે આઘાતમાંથી બહાર આવી શક્યો હતો. ઉપરાંત ત્યારે મળી પણ હતી જેની પર પણ માની ગેરહાજરીની અસર થઈ હતી. પણ આ વખતે રૂપ કિશોરાવસ્થાને ઉંબરે હતો, જીવન અને મૃત્યુ અંગેની એની સમજ વિકસી ચૂકી હતી અને એ આટલા મોટા આઘાત માટે જરાય તૈયાર ન હતો. આ વખતે પહેલી વાર સચેત રહીને તેણે માનવજીવનની નિરર્થકતાનો વિચાર કરવાનું શરૂ કર્યું. આ વખતે રૂપ તેના પિતાની લાગણીઓ સાથે તાદમ્ય અનુભવી શક્યો. માતા ગુજરી ગયાં ત્યારે તે માત્ર ચાર વર્ષનો હતો. એ સમયે પિતા કેટલા પીડાદાયક તબક્કામાંથી પસાર થયા હતા તે તેણે નહોતું જોયું કઈ રીતે સતત પ્રાર્થના અને આકરા ઉપવાસ કરીને પિતાએ પોતાની આ ખોટ સામે સ્વસ્થતા કેળવી હતી. પણ આ વખતે તે પિતાનાં અને પોતાનાં બન્નેનાં દુઃખથી સજાગ હતો. તેણે જોયું કે કઈ રીતે છોગાલાલજી ત્રણ દિવસ સળંગ ઉપવાસ પર ઊતરી ગયા, તેમણે કંઈ અન્ન તો ન જ લીધું પણ પાણી પણ ન પીધું. તેમને માટે આમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ હતું. મગી તેમને માટે માત્ર દીકરી ન હતી પણ પોતાને મૂકીને બહુ વહેલી ચાલી નીકળેલી સ્વર્ગસ્થ પત્ની ચુનીબાઈની નાનકડી વહાલી લાગે તેવી છબી હતી. તેમને પોતાની દીકરીને લીધે હૈયે શાતા વળતી પણ હવે તો એ પણ નહોતી રહી. જ્યારે ચુનીબાઈ ગુજરી ગયાં ત્યારે છોગાલાલજી પોતાનાં સંતાનો પ્રત્યેની પોતાની જવાબદારીને સ્પષ્ટ રીતે નજર સામે રાખીને એ પીડામાંથી બહાર આવ્યા યુગપુરુષ - ૧ ૨ - Page #32 -------------------------------------------------------------------------- ________________ હતા. પરંતુ આ વખતે તેઓ પોતાની જાતને એકઠી ન કરી શક્યા. ઊંડે ઊંડે તેમની અંદર કંઈક તૂટી ગયું હતું અને લાગતું હતું કે જાણે તે ફરી ક્યારેય સ્વસ્થ નહીં થઈ શકે. તે વધારે ધાર્મિક અને અંતર્મુખી બની ગયા. પિતાનો મૂક શોક અને બહેનની ગેરહાજરીને કારણે રૂપને બહુ જ એકલું લાગવા માંડ્યું. એ જ્યારે નિશાળેથી ઘરે પાછો ફરતો ત્યારે પોતાની આસપાસના ખાલીપાને વેઠી ન શકતો. તેણે પણ જાણે બધી બાબતોમાંથી મન ખેંચી લીધું અને શાંત થઈ ગયો. એ હવે તરવરિયો તોફાની છોકરો નહોતો રહ્યો જે બધાને ખીજવતો રહેતો. હવે તે કુદરતમાં દિલાસો શોધવા માંડ્યો. શાળાએથી પાછા ફરતાં તે નજીકની ટેકરીએ કે જંગલમાં દોડી જતો. વાતાવરણની સ્થિરતા અને પંખીઓનો કલરવ, આ સમયે એને માટે એક માત્ર આશ્વાસન બની રહ્યાં હતાં. આ સમયે છોગાલાલજી તેને પાલીતાણા લઈ ગયા જે જૈનોનું અગત્યનું તીર્થસ્થાન છે અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં આવેલું છે. પવિત્ર પર્વત શત્રુંજય ૫૨ પ્રસરેલાં હજારો જૈન મંદિરોનું રમણીય દશ્ય જોઈને તેનું હૃદય શાંતિથી છલકાઈ ગયું. તેઓ પ્રતિષ્ઠિત જૈન સાધુ આચાર્ય શ્રી વિજય ભક્તિસુરીશ્વરજીને મળ્યા. દિવસો સુધી તેમણે આચાર્યશ્રીના સવાર અને સાંજનાં પ્રવચનો સાંભળ્યાં. આ સમયે પહેલી વાર રૂપને જૈન ધર્મના નાજુક મુદ્દાઓની ઊંડી સમજ મળી હતી. પિતા અને પુત્ર, ઘરનાં વાતાવરણમાંથી પોતાને થોડો સમય મુક્ત કરી શક્યા, જ્યાં તેમને સતત મગીની યાદ સતાવતી હતી. આ વખતે છોગાલાલજી અને રૂપ પોતાની પીડામાં એકસાથે હતા અને તેમણે પોતાના સંબંધનું નવું પાસું પણ મેળવ્યું. રૂપને પણ પિતાનાં આંતરિક લક્ષણો અને પ્રકૃતિની નાની-નાની બાબતોની જાણ થઈ, જેને કારણે તેને પિતા પ્રત્યે વધારે ને વધારે પ્રેમ અને આદરની લાગણી થઈ. રૂપને પિતાના ચારિત્રની ક્ષમતા આપમેળે સમજાઈ અને તેણે મનમાં ને મનમાં તેની પ્રશસ્તિ પણ કરી. તેમના મનના ઘા સારી પેઠે ન રુઝાયા ત્યાં સુધી તેઓ બન્ને પાલીતાણા રહ્યા. છોગાલાલજી જિંદગીનો સામનો કરવા તૈયાર છે તેવું લાગ્યું પછી જ તેઓ બન્ને પાછા ફર્યા. છતાંય રૂપનું નાનકડું મન હજી સાજું નહોતું થયું. તેનાં મનમાં સતત પ્રશ્નો ચાલ્યા કરતા. તેણે પોતાની કાયમી સાથીદાર ગુમાવી હતી. પરંતુ તેના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો મળતો; તે બધા તેની આસપાસ ફર્યા કરતા. એ ગમે તેટલો પ્રયત્ન કરે તોય તે કોઈ સંતોષકારક નિરાકરણ પર નહોતો પહોંચી શકતો, કે ન તો એને એ ઘટનાઓનું તાર્કિક કારણ મળતું જેને પગલે એની વહાલી બહેન એની પાસેથી છીનવાઈ ગઈ હતી. મગી ક્યાં ગઈ? કેમ? એ અમારી માતાને મળવા ચાલી ગઈ? - ૧૩ - ચિત્રભાનુજી Page #33 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પાછળનો તર્ક શું છે? એનું કોઈ ચોક્કસ સમીકરણ છે? એવું તે શું છે જેને કારણે એક માણસ ચાલ્યો જાય છે અને બીજો સ્વસ્થ થઈને જિંદગી આગળ વધારી શકે છે? ચાલ્યા જવા માટે ભગીની જ પસંદગી કેમ થઈ, મારી કેમ ન થઈ ? જો મૃત્યુ જ પામવાનું હોય તો આપણે બધા કેમ જીવીએ છીએ? આ બધા અઘરા અને સતત ખૂંચતા સવાલો હતા જેને કારણે રૂપે મૃત્યુનું સંશોધન કરવાનો બીજો પ્રયાસ કર્યો. આ આત્મ-પરિક્ષણને પગલે જ સંપૂર્ણપણે ફિલસૂફીયુક્ત અને આધ્યાત્મિક ખોજનું વિસ્તરણ થયું હતું. આ આખી પ્રક્રિયા રૂપ માટે બહુ અગત્યનો પાયો બની રહેશે જે સમયાંતરે ગુરુદેવ ચિત્રભાનુજીમાં રૂપાંતર પામે છે. યુગપુરુષ - ૧૪ - Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મસુધારણા જ્યાં સુધી તમારી જાતમાં સુધારણાની એક નોંધપાત્ર સુઝ નથી કેળવાતી ત્યાં સુધી તમારું આચરણ તમારાં સંતાનોનાં અંતર સુધી નથી પહોંચી શકતું. જેઓ પોતાનાં સંતાનોને સુધારવા માંગે છે તેમણે પહેલાં જાતને બદલવી જોઈએ. મોટે ભાગે બાળકો આપણું જ પ્રતિબિંબ હોય છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૩: બળવો શ્વના ઘણાખરા મહાનુભાવોનાં જીવનચરિત્ર વાંચીએ ત્યારે એક રસપ્રદ બાબત ચોક્કસ નજરે ચઢે છે. એ તમામ મહાનુભાવો પોતાનાં ઘડતરનાં શરૂઆતનાં વર્ષોમાં, રોજિંદા જીવનમાં સમાજના નિયમાનુસાર હંમેશાંથી સદાચારી કે સુયોગ્ય વર્તણૂક નહોતા ધરાવતા. તેમણે ઘણી વાર નિયમો તોડ્યા હતા, ભૂલો કરી હતી, નિષ્ફળતા જોઈ હતી, પોતાના અનુભવો પરથી શીખ્યા હતા અને પોતે જે પરિસ્થિતિમાં હોય એમાંથી રસ્તો શોધી તેની પર કાબૂ મેળવ્યો હતો અને તેમાંથી જાતે જ બહાર આવી ઉન્નત મસ્તકે આગળ વધ્યા હતા. આ તમામનાં જીવનની ક્યાંક ને ક્યાંક એક સરખી જ ભાત છે, જાણે કે આખી પ્રક્રિયા અને વિવિધ અનુભવોના અનેક આયામો પછીનો એક ઘટનાપ્રચુર પંથ ! જે આખરે તેમની પ્રતિભા ઘડનારો સાબિત થાય. ચિત્રભાનુજીનું જીવન પણ આનાથી અપવાદજનક નહોતું. જ્યારે હજી તેમની ઉંમર કાચી હતી ત્યારે અચાનક જ વહાલી બહેનનાં મૃત્યુના પગલે કોઈ વ્યાકુળતામાં તેમણે સિગારેટ પીવાની શરૂઆત કરી દીધી હતી. તેમના ખેપાની મિત્રોને કારણે તેમને આ લત લાગી હતી. કદાચ એકલતા વેઠવામાં તેમને આ લત મદદરૂપ બની હશે. એક વાર તેમના મિત્રો તેમને એક એકાંત સ્થળે ધૂમ્રપાન કરવા લઈ ગયા. ત્યાં ઘઉં સાફ કર્યા પછીની બચેલી કુશકીનો ઢગલો પડ્યો હતો. - ૧૫ - ચિત્રભાનુજી Page #35 -------------------------------------------------------------------------- ________________ સંતાઈને સિગારેટ પીવાના આ પ્રસંગો તે બધા માટે બહુ રોમાંચક બની રહેતા. જેની બંધી હોવી જોઈએ તેવી સિગારેટના તેમણે બે કશ માર્યા અને તેમને ખાંસી આવવા માંડી. તેમની સાથેના એક મિત્રે ફરી સિગારેટ સળગાવી અને બેધ્યાનપણે દિવાસળી કુશકીના ઢગલા તરફ ફેંકી દીધી. છોકરાઓને કંઈ ખબર પડે કે એમણે ફેકેલી દિવાસળીને પગલે શું પરિણામ આવે પહેલાં તો કુશકીનો ઢગલો ભડભડ સળગવા માંડ્યો. જેમતેમ હિંમત ભેગી કરીને બધા મિત્રો ત્યાંથી નાસી ગયા. તેઓ બહુ દૂર ભાગી શકે એ પહેલાં આસપાસના લોકોની તેમની પર નજર પડી. રૂપના પિતા શહેરના અગ્રણી હોવાને કારણે લોકો માટે છોગાલાલજીના દીકરાને ઓળખવું અઘરું નહોતું. છોકરાઓને ત્યાંથી ભાગી જતા જોઈ લોકોને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેમણે બૂમ પાડી, “રૂપ... ઊભો રહે. શું થયું? આમ પાગલોની માફક કેમ દોડી રહ્યા છો? થોભો..” રૂપ ગભરાયો. અત્યાર સુધીમાં તેને ખાતરી થઈ ગઈ હતી કે તેનાથી કોઈ મોટો ગુનો થઈ ગયો છે. તેના કહેવાતા મિત્રો તેને ત્યાં એકલો મૂકીને નાઠા અને રૂપ વધારે ગભરાઈ ગયો. હે ભગવાન, હું હવે ઘરે કેવી રીતે જઈશ? મને મારા પિતા ઠપકો આપશે તો? હું તેમને શું જવાબ આપીશ? આ મૂંઝવણમાંથી જાણે એને જાતે જ સૂચન મળ્યું. તેણે નક્કી કર્યું કે પોતે પિતાનો સામનો જ ન કરવો પડે એટલે ઘરે જ નથી જવું. તેના મને કહ્યું કે પોતે જે કર્યું છે પછી કોઈ કાળે પિતાનો સામનો નહીં કરી શકે. અપરાધભાવ અને અકળામણમાં પિસાતા રૂપે આખો દિવસ વિના કારણે રખડ્યા કર્યું. સાંજે દુકાન બંધ કરીને છોગાલાલજી ઘરે પાછા ફર્યા. રૂપ ક્યાંય દેખાયો નહિ. થોડા કલાકો પસાર થયા પછી પણ રૂપની ગેરહાજરી અંગે એમને ચિંતા અને શંકા બને થવા માંડી. સામાન્ય રીતે રૂપ તેના મિત્રો સાથે ગમે એટલો વ્યસ્ત હોય એ સાંજ પડે અમુક ચોક્કસ સમયે ઘરે પહોંચી જ જતો. પરંતુ આજે રોજ જેવો દિવસ નહોતો અને છોગાલાલજીને રૂપની ચિંતા સતાવવા લાગી. તેમણે આસપાસમાં પૂછ્યું પણ કોઈને રૂપ વિશે કંઈ જ ખબર નહોતી. અંતે કોઈને યાદ આવ્યું કે તેમણે શહેરની બહાર આવેલા મંદિર પાસે રૂપને જોયો હતો. થોડા કલાકોમાં છોકરાઓનાં તોફાન વિશે પણ છોગાલાલજીને ખબર પડી. છોગાલાલજીને જાણીને સૌથી પહેલાં તો ધરપત થઈ કે તેમનો દીકરો સલામત હતો. સમજદાર અને ધીરજવાન છોગાલાલજીએ જેમ સામાન્ય રીતે બીજા વાલીઓ યુગપુરુષ - ૧૬ – Page #36 -------------------------------------------------------------------------- ________________ સજા આપવાનું વિચારે એવું કંઈ જ રૂપ વિશે ન વિચાર્યું. એ જલદી જ જૂના મંદિરે પહોંચ્યા અને ત્યાં જેવો રૂપ મળ્યો તેને ભેટી પડ્યા. પિતાનું વર્તન ધારણાથી સાવ જ જુદું જોઈને રૂપને તરત શાંતિ થઈ ગઈ. તેને ઘરે લાવતી વખતે છોગાલાલજીએ રૂપને એક અક્ષર પણ ન કહ્યો અને રૂપે નોંધ્યું કે પિતાના વહેવા૨માં ગુસ્સાની જરાય છાંટ નહોતી. વાળુ પછી છોગાલાલજી રૂપની બાજુમાં બેઠા. હેતથી તેની સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘જો બેટા તું હજી નાનો છે. આ ઉંમરે બધા જ ભૂલ કરે. જોકે આજની ઘટનામાંથી તો એ જ શીખવાનું છે કે દરેકે પોતાની ભૂલ સ્વીકારી લેવી. પોતે ભૂલ કરીએ ત્યારે ભૂલ સ્વીકારીએ એ હિંમતનું કામ છે. હિંમત રાખ બેટા. તું કોઈ પણ પરિસ્થિતિઓથી ભાગીશ તો એ હંમેશાં તારો પીછો કરશે. પહેલાં તારી જાત સાથે ખૂલીને અને પ્રામાણિકતાથી વાત કર અને પછી મારી સાથે...' છોગાલાલજીના શબ્દો એ સમયે રૂપના વિચલિત મન અને અંતરમાં ઉતર્યા તો ખરા પણ તેની અસર બહુ લાંબો સમય ન ટકી. થોડાં અઠવાડિયાંમાં રૂપે ફરી ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધું. ધૂમ્રપાન કરવાની ઇચ્છા જાણે કાબૂમાં કરી શકાય તેમ નહોતી. જ્યાં સુધીમાં રૂપ ફૂટડો કિશોર બન્યો ત્યાં સુધીમાં તો તેને સતત ધૂમ્રપાનની લત લાગી ચૂકી હતી. ઘણી વાર તો તે ધૂમ્રપાન કરતો નજરે પણ ચઢી જતો અને આમ એણે ધૂમ્રપાનની પોતાની બૂરી આદત છુપાવવાનીય પરવા નહોતી કરી અને આ કારણે તેના ભલા પિતાને ઘણી વાર નીચાજોણું થતું. સદનસીબે, સારા વિચારોની અસર થઈ અને એક દિવસ એની આંતરિક સૂઝ જાણે તેની ૫૨ વીજળીની માફક ત્રાટકી. મારામાં ખામી હશે? હું આટલું બધું ધૂમ્રપાન શા માટે કરું છું? આવી હાનિકારક આદતનો હું શા માટે ગુલામ છું? શું ધૂમ્રપાનથી મને શાંતિ અને સ્થિરતા મળે છે? જરાય નહીં. બલકે એનાથી તો હું વધારે વ્યાકુળ થઈ જાઉં છું. મારે એ લત છોડવી જ પડશે. અહીં કોણ નિયંત્રણ કરે છે? હું કે મારી આ લત ? મારી લત મારું સુકાન હાથમાં લે તેના કરતાં હું જ તેને મારા હાથમાં લઈને તેને કાબૂમાં ન લઈ શકું ? જાણે આની જ જરૂર હતી. નિર્ણય લેવાઈ ગયો હતો અને હવે તેને અમલ ક૨વાનો સમય પણ પાક્યો હતો. એક દિવસ રૂપ પચાસ સિગારેટ લઈને એકલો બેઠો. એણે જાણી જોઈને એક પછી એક બધી સિગારેટ પીવાની શરૂઆત કરી. તેણે ત્યાં ચિત્રભાનુજી - ૧૭ - Page #37 -------------------------------------------------------------------------- ________________ સુધી સિગારેટ પીધી જ્યાં સુધી તેને ધૃણા ન થવા માંડી અને તે એક તબક્કે બેહોશ ન થયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે સિગારેટ જાણે તેના તંત્રમાંથી કાયમ માટે બહાર નીકળી ચૂકી હતી. તેણે બાકીની સિગારેટ ફેંકી દીધી કારણ કે તેને ખબર હતી કે હવે તે ફરી ક્યારેય સિગારેટને હાથ નહિ લગાડે. તેણે સાવચેતીપૂર્વક એ બધા મિત્રોથી અંતર કરી લીધું જેણે ભૂતકાળમાં તેની પર નકારાત્મક પ્રભાવ પાડ્યો હતો. રૂપ હવે કોઈ પણ અવગુણનો ગુલામ ન હતો. હવે તેને સ્વતંત્રતાના સુખ અને જાતનાં મૂલ્યનો અનુભવ થયો. હા, મારી જાતને હું ધારું તે બિબામાં ઢાળી શકું છું. હો, હું મારી જાતને સંભાળી શકું છું, બીજે દોરી શકું છું અને સાચી દિશામાં આગળ વધી શકું છું. આ ખરેખર બહુ વિશેષ લાગણી હતી. તેનો આત્મવિશ્વાસ નવા શિખરે પહોંચ્યો હતો. તેને પોતાની તકલીફો અને તમામ તાણમાંથી મુક્તિ મળી હોય એવો અહેસાસ થયો. મુક્તિ...સ્વતંત્રતા ! આ તો હજી શરૂઆત હતી. એ નિયત હતું કે રૂપ આવનારા વર્ષોમાં હજી ઉચ્ચસ્તરીય અને ગુણવત્તાસભર સ્વતંત્રતા મેળવશે. રૂપે પોતાની જાતને ભૂતના ડરમાંથી પણ મુક્ત કરી દીધી. એક વાર એમ થયું કે છોગાલાલજી વેપારના કામે બેંગલોર ગયા હતા. સાંજે રૂપ પાડોશી સાથે અમસ્તા જ વાત કરી રહ્યો હતો. તને આત્માઓ વિશે તો ખબર હશે ને?' વાતચીતમાં અચાનક જ પાડોશીએ સવાલ કર્યો. આ સવાલને તેમની વાતો સાથે કોઈ સંબંધ ન હતો. આત્મા? કેવા આત્મા?, રૂપે પૂછ્યું. યુગપુરુષ – ૧૮ – Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્માઓ એટલે ભૂત! તને જરાય ખબર નથી કે આત્મા તમારા ઘરમાં પણ ફરતી હોય છે?' રૂપ હતપ્રભ થઈ ગયો. એ વિષય પર વધારે વાત કરવાને બદલે કે કિશોર રૂપની પ્રતિક્રિયા જોયા વગર પાડોશીએ તો બીજા વિષયે વાત શરૂ કરી દીધી. પરંતુ તેણે એ યુવાનના કોમળ મનમાં એ વિચાર તો રોપી જ દીધો. પછી, જ્યારે રૂપ પોતાના ઘરમાં રાતે એકલો હતો ત્યારે તેણે પથારીમાં પડ્યા પડ્યા મગીની ગેરહાજરીનો વિચાર કરતો. મગીના વિચારો સાથે ભારે હૈયે અને વ્યાકુળ મને પથારીમાં પડ્યો રહ્યો. તેને બેચેની અને ગભરાટ થવા માંડ્યા. મારા ઘરમાં આત્માઓ હશે? ઊભા થઈને મોટી લાઠી પોતાના પલંગ પાસે મૂકી દેવા માટે આ વિચારો પૂરતા હતા. રાતે બે વાગ્યે, મધરાતે રૂપ અચાનક જ ઊંઘમાંથી સફાળો બેઠો થઈ ગયો. તેણે જોયું કે બે સફેદ ઓળાઓ તેના પલંગથી વીસ ફૂટના અંતરે હલી રહ્યા હતા. તેને લાગ્યું કે એ બન્ને હવામાં તરીને પોતાની તરફ જ આવી રહ્યા હતા. રૂપ ડરને કારણે જાણે મૂઢ થઈ ગયો હતો. હે ભગવાન! આ આકારો શું કરી રહ્યા છે? આ આત્માઓ છે? હા, આ ખરેખર આત્માઓ જ છે! હવે હું શું કરું? અચાનક જ તેને પલંગ પાસે પડેલી લાઠી યાદ આવી. તેણે લાકડી ઉપાડી અને પલંગમાંથી ઊભો થયો. તેણે ધીરે ધીરે એ આકારો તરફ જવાનું શરૂ કર્યું. પછી પોતાની બધી હિંમત ભેગી કરીને તેણે આગળ વધીને એ આકારોને લાઠીથી જોરથી ફટકારવાનું શરૂ કર્યું. ધડામ ! તેણે નજર ઊંચી કરીને જોયું તો ખબર પડી કે કપડાં સૂકવેલી દોરી પડી ગઈ હતી અને ક્ષણો પહેલાં જે સફેદ ભૂતિયા આકારોને તે મારવા માગતો હતો એ જમીન પર પડેલા હતા. રૂપ ચમક્યો. પણ તરત જ તે ખડખડાટ હસી પડ્યો. તો મારા ઘરમાં આ આત્માઓ ફરતા હતા, એમ? આ આત્માઓ બીજું કંઈ નહિ પણ બે સફેદ ધોતિયાં હતાં. - ૧૯ - ચિત્રભાનુજી Page #39 -------------------------------------------------------------------------- ________________ રૂપ ઊંઘવા માટે ફરી પથારીમાં પડ્યો અને હવે એ એકદમ સ્વસ્થ હતો. બાકીની રાત એ બરાબર ઊંઘી શક્યો. પણ એ ઘટનાનું તેનાં મનમાં પુનરાવર્તન થયા કરતું હતું. મને બે સફેદ ધોતિયાંથી ડર કેવી રીતે લાગી શકે? મારે મારા ડર પર જીત મેળવવી જ પડશે. તેણે પોતાની જાત સાથે એક કરાર કર્યો. પછીના અઠવાડિયે અમાસ આવવાની હતી. હું તે રાતે સૌથી ડરામણી જગ્યાએ જઈશ - સ્મશાનમાં ! એ રાતે બહાર નીકળવાની કોઈ હિંમત ન કરતું. એમ કહેવાતું કે બધા ડરામણા આત્માઓ, ભૂત અને શેતાન સ્મશાન પાસેનાં મોટાં વડનાં ઝાડ પર રહે છે. રૂપે વિચાર્યું કે ‘મારે એ બધાને નજરે જોવા છે. મારે જોવું છે કે એ બધાનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં.’ અને કિશોર રૂપ ખરેખર અમાસની રાતે સ્મશાન પહોંચ્યો. પોતાનાં રક્ષણ માટે એણે સાથે એક નાનકડું ચપ્પુ લીધું. ચારેકોર ઘોર અંધારું હતું. પવનના થોડાઘણા સુસવાટા સિવાય કોઈ બીજો અવાજ નહોતો આવતો. રખડતા કૂતરાના અવાજો ? સિવાય નીરવ શાંતિ હતી. નિર્ણય કર્યો હોવા છતાંય રૂપ બીકને મારે પગથી માથા સુધી ફફડી રહ્યો હતો. તે અંતે ઝાડની નીચે બેઠો. અંદરથી ફફડાટ થતો હોવા છતાં પણ તેણે હિંમત રાખી. હિંમત ટકાવી રાખવા માટે એણે સતત જાતને યાદ કરાવ્યું કે પોતે આ શા માટે કરી રહ્યો છે. તેણે સતત પોતાની જાતને કહ્યું કે, ‘કંઈ પણ કે કોઈ પણ તેની આ ડરમાંથી મુક્ત થવાની ઇચ્છાને ટસથી મસ નહોતું કરી શકવાનું.’ એક કલાક પસાર થઈ ગયો. કોઈ ભૂત કે પલીત ન દેખાયા. કોઈ આત્મા પણ હવામાં ન તર્યો. બીજો કલાક પસાર થયો પણ કંઈ જ ન થયું. ત્રીજો કલાક. ચોથો કલાક. કશું પણ અજુગતું ન થયું અને ત્યાં તો મોંસુઝણું પણ થઈ ગયું. સૂર્યનાં પહેલાં કિરણે રૂપને અનેરો આનંદ આપ્યો. અમાસની રાત પસાર થઈ ગઈ હતી અને સાથે રૂપના ડરનો ઓછાયો પણ ચાલી ગયો હતો. માણસની આવી હાનિકારક અને બિનજરૂરી નબળાઈઓની પકડમાંથી તેણે પોતાની જાતને સફળતાપૂર્વક છોડાવી હતી. કોઈ આત્મા, ભૂત કે શેતાન હતા જ નહીં. એ માત્ર લોકોની કલ્પનામાં જ હતા. ત્યાં તો માત્ર એ વડનું ઝાડ હતું જેની નીચે તેણે આખી રાત પસાર કરી હતી. યુગપુરુષ ૨૦ - Page #40 -------------------------------------------------------------------------- ________________ કપરા સંજોગો અને આકરા સામના પછી જીત મેળવનારાઓને જેવો આનંદ થાય તેવો જ અનુભવ રૂપને થઈ રહ્યો હતો. એ હસીને જોરથી બોલ્યો, ‘ખરેખર જ્યાં સુધી હું મારી જાતને કોઈ ડર માનવા માટે પ્રોત્સાહન નહીં આપું ત્યાં સુધી કોઈ ડર હોવાનો જ નથી.’ પરોઢિયે તે ખુશખુશાલ ઘરે પહોંચ્યો અને પોતાના ડરમાંથી ભૂત અને આત્માઓનો વિચાર સંદંતર કાઢી નાખ્યો. વિશ્વમાં માણસનાં મન કરતાં કશું પણ વધારે શક્તિશાળી નથી. એ નાનો પણ નોંધપાત્ર પ્રયોગ હતો જેનાથી માનવમનની ક્ષમતા પારખી શકાય. આ અનુભવે ચેતનાના સ્તરે શું અસર કરી હતી તેની રૂપને જાણ ન હોવા છતાંય આ બહુ મોટું હકારાત્મક પગલું હતું. તેણે પોતાની જાતમાં નીડરતા અને આત્મસુધારણાનું આજીવન પાંગરનારું બીજ રોપ્યું હતું. રૂપે માત્ર ડર જ નહીં પરંતુ પોતાના રોષ પર પણ કાબૂ મેળવ્યો. એક દિવસ તેણે જોયું કે બે ખેપાની છોકરાઓ એક નાનકડી છોકરીની ચોટલી ખેંચી ખેંચીને એને હેરાન કરી રહ્યા હતા. બન્ને છોકરાઓ ઊંચા પૂરા, પડછંદ અને રૂપથી કદમાં બમણા હતા. એ છોકરી મદદ માટે રડી રહી હતી. તેને જોઈને રૂપને પોતાની બહેન મગી યાદ આવી અને એ પણ યાદ આવ્યું કે કઈ રીતે તે પોતાની નાની બહેનની રક્ષા કરતો. તેણે અચાનક જ એ છોકરાઓ તરફ ધસી જઈને તેમને રોક્યા. છોકરાઓએ રૂપને ધક્કો માર્યો, ‘ચલ જા અહીંથી, બીકણ ’ તેમને ખબર નહોતી કે તેમનાથી નાનો એવો આ છોકરો જ્વાળામુખીની જેમ ફાટશે. જે ક્ષણે રૂપે બીકણ શબ્દ સાંભળ્યો ત્યારે જ જાણે એનો રોષ, લાવાની માફક એની રગ રગમાં દોડવા માંડ્યો. પોતે કાબૂ ન કરી શકે તેને તેવો રોષ ચઢ્યો. છોકરાઓ તેનાથી મોટા અને મજબૂત હતા તેની પરવા કર્યા વિના રૂપે રસ્તે પડેલી એક સોટી ઉપાડી, પોતાનું બધું બળ ભેગું કરી એ છોકરાઓને ફટકારવાનું શરૂ કર્યું. બન્ને છોકરાઓ માટે આ અણધાર્યું હતું. તેમને કલ્પના જ નહોતી કે આટલો નાનો છોકરો આવા જોરદાર ફટકા મારી શકશે. ફટકાના દર્દને કારણે ઉંહકારા કરતા તેઓ ત્યાંથી ભાગ્યા. છોકરીએ રૂપનો આભાર માન્યો અને ઘરે ચાલી ગઈ. પણ એક વાર ગુસ્સો શાંત પડ્યો પછી રૂપને જ આશ્ચર્ય થયું કે આટલો બધો ગુસ્સો આખરે આવ્યો ક્યાંથી ? ચિત્રભાનુજી - ૨૧ - Page #41 -------------------------------------------------------------------------- ________________ પેલા છોકરાઓ ચોક્કસ ખોટા હોઈ શકે છે, પણ પોતે જાત પર કાબૂ કેવી રીતે ગુમાવી શકે? રૂપને પોતાના ગુસ્સાનું મૂળ તો ન જડ્યું પણ તેને એ સમજાયું કે રોષ ઊતરી જાય પછી, પોતે શાંત પડે ત્યારે પોતાને જ અકળામણ થતી હતી. હું આટલો રોષે કેમ ભરાયો ? મારી પ્રતિક્રિયા યોગ્ય હતી કે માત્ર રોષને કારણે હતી? અંદર ભરાયેલા આટલા બધા રોષને મારે કેવી રીતે સંભાળવો ? રૂપને આ સવાલોનો જવાબ તો ન મળ્યો પણ એ સમજાઈ ગયું કે પોતે પોતાના જ ગુસ્સાની તગતગતી આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો હતો. ભલે તેણે એ છોકરીને ખેપાની છોકરાઓના હાથમાંથી બચાવી પણ સાથે એને સમજાયું કે ગુસ્સો નબળાઈ છે, કોઈ તાકત નથી. જેમ તેણે પોતાના ભય પર કાબૂ કર્યો હતો એમ જ હવે તેણે પોતાના રોષ પર પણ કાબૂ કરવાનો હતો. ✩ ✩ રૂપની પ્રાથમિક માન્યતાઓ તેના પિતાની ધાર્મિક લાગણીઓ અને આચરણનું અવલોકન કરતાં આકાર પામી હતી. કોઈ પણ કિશો૨ યુવકની માફક રૂપને પણ સાધુ સંતોની જિંદગી સાથે જોડાયેલા ચમત્કારોની વાતો અને તેમના અત્યંત પ્રભાવી વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ થતું. ચમત્કાર અને જાદુ વચ્ચેની થોડી ઘણી સામ્યતાને કારણે રૂપે ઉત્સુકતા અને ઉત્સાહપૂર્વક કેટલાક લોકો પાસેથી જાદુની કેટલીક કરામતો શીખી લીધી હતી. આ કરામતોથી તે તેના મિત્રોને અચંબામાં નાખતો. રૂપ ચૌદ વર્ષનો હતો ત્યારે એક કમનસીબ ઘટના બની. તુકમુરમાં ફુટપ્પા નામનો એક ધુતારો રહેતો હતો. તેનો દેખાવ અને વર્તન તો કોઈ બાબા જેવા હતા પણ કામકાજ ભેદી હતું. એ માત્ર નામનો સાધુ હતો. રૂપને પ્રભાવિત કરવા એક વખત ફુટપ્પાએ તેને કહ્યું, ‘તારી પાસે એક સિક્કો હોય તો મને આપ, હું તને બમણો કરી બતાડીશ.' રૂપે ગજવામાંથી એક સિક્કો કાઢીને આપ્યો. ફુટપ્પાએ મુઠ્ઠી બંધ કરી, આંખો મીંચીને કોઈ મંત્રોચ્ચાર કર્યા. એક બે મિનિટ પછી એણે મુઠ્ઠી ખોલી તો એમાં ખરેખર એકને બદલે બે સિક્કા હતા. પૈસા તો સાચે જ બમણા થઈ ગયા હતા. રૂપ આશ્ચર્યચકિત થઈ ગયો. રૂપે તેને કુતૂહલથી પૂછ્યું, ‘આ તમે કેવી રીતે કર્યું? મને પણ કહો, મારે પણ જાદુની આ કરામત શીખવી છે.’ યુગપુરુષ - ૨૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ “આ જાદુ નથી બેટા, આ તો ચમત્કાર છે.” કહી ફુટપ્પાએ ભેદી સ્મિત વેર્યું. તેણે ઉમેર્યું, “આને માટે ખાસ શક્તિઓ જોઈએ, અમુક વર્ષોની સાધના પછી જ આ સિદ્ધિ મળી શકે છે. એ તને નહિ સમજાય. તું આ સિક્કા લઈ જા અને કંઈ ખરીદી લે અને મજા કર.' રૂપ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો પણ ફુટપ્પાનો આ ચમત્કાર તેના મનમાં કંડારાઈ ગયો. બીજે દિવસે રૂપ ફરી ફુટપ્પાને મળ્યો અને આ વખતે તેણે એને વધારે સિક્કા આપ્યા. ફુટપ્પાએ ફરી સિક્કા બમણા કરી આપ્યા અને રૂપ ત્યાંથી ખુશખુશાલ થઈને ચાલ્યો ગયો. તેને ખબર નહોતી કે મીઠા બોલો ફુટપ્પા તેને છેતરી રહ્યો હતો. થોડા દિવસ પછી જયારે ફુટપ્પાને ખાતરી થઈ કે રૂપ તેની જાળમાં ફસાઈ ગયો છે ત્યારે તેણે કહ્યું, “રૂપ આમ સિક્કાઓથી ક્યાં સુધી રમ્યા કરીશ? તું સોના કે હીરાના ઝવેરાત કેમ નથી લાવતો? હું તેને પણ બમણા કરી શકું છું.” રૂપે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, “એમ, તમે એને પણ બમણા કરી શકશો? એ તો મને ખબર જ નહોતી.” હવે તો ખબર છેને !' ફુટપ્પાએ લુચ્ચું હસતાં કહ્યું, “તને આ વાત ગળે નથી ઊતરી ? તું લાવ હું તને સાબિત કરી આપું. તું ઘરેથી પહેલાં કીમતી ઝવેરાત લાવ તો ખરો.” હમણાં જ !? “ના રે ના, એ જરૂરી નથી' ફુટપ્પાએ તરત જવાબ વાળ્યો અને કહ્યું, “તું જ્યારે લાવીશ ત્યારે ચાલશે. હું તને બધાં ઘરેણાં બમણાં કરી આપીશ અને પછી એ વધારાના ઝવેરાત વેચીને તને ઘણા બધા રૂપિયા મળશે. કેવી મજા પડશે, ખરુંને?' રૂપને આ વિચાર બહુ ગમી ગયો. એક સવારે પિતા સામાયિકમાં વ્યસ્ત હતા ત્યારે તેણે ઘરેથી ઝવેરાત લઈ લીધા. સામાયિક જૈન ધર્મની અગત્યની ક્રિયા છે જેમાં વ્યક્તિ અડતાળીસ મિનિટ સુધી કોઈની સાથે વાતચીત કર્યા વિના એકાંતમાં બેસી રહે. આ સમય દરમિયાન તે વ્યક્તિએ ધાર્મિક પુસ્તકો વાંચવાનાં, પૂજા પ્રાર્થના કરવાની, માળા ફેરવવાની અને ધ્યાન ધરવાનું હોય છે. પ્રામાણિક વેપારી હોવાની સાથે છોગાલાલજી વિશ્વાસુ સરાફ પણ હતા. લોકો તેમની પાસે જર-ઝવેરાત, જમીન વગેરે ગિરવી મૂકીને નાણાં લઈ જતા. - ૨૩ - ચિત્રભાનુજી Page #43 -------------------------------------------------------------------------- ________________ રૂપને બરાબર ખબર હતી કે પિતા આ ઝવેરાત ઘરમાં ક્યાં મૂકતા હતા. તેણે ગભરાતાં કબાટ ખોલ્યો અને ઝવેરાત કાઢીને એક પોટલી વાળી સાચવીને પોતાના ઓરડામાં સંતાડી દીધી. તેણે ફુટપ્પાને જાણ કરી કે પોતે ચમત્કારના બીજા તબક્કા માટે હવે તૈયાર છે. ફુટપ્પાએ તેને શહેરની બહાર આવેલા સ્મશાને આવી જવા કહ્યું. તેની સૂચના મુજબ રૂપ ઝવેરાત લઈને નિયત સ્થળે પહોંચી ગયો. ફુટપ્પાએ કહ્યું, ‘તેને હમણાં ખોલીશ નહીં. તારે મને ઘરેણાં દેખાડવાની જરૂર નથી. પેલા વડના ઝાડ નીચે નાનો ખાડો ખોદીને ત્યાં ઘરેણાં દાટી દે. હું આખો દિવસ અને રાત સાધના કરીશ અને તું કાલે સવારે અહીં આવીને ત્યાંથી ઝવેરાત ખોદી કાઢજે. તને તારું ઝવેરાત બમણું થઈને મળી જશે.” આમ કહી ફુટપ્પા ખંધુ હસ્યો. રૂપે ભોળા ભાવે એ સૂચનાનો અમલ કર્યો. તેણે ઝવેરાત દાટી દીધાં. તેને એક વાર પણ વિચાર ન આવ્યો કે આ ઝવેરાત તેને ફરી ક્યારેય જોવા નથી મળવાનું. રૂપે તો ઘરે જઈને જાણે કંઈ થયું જ નથી, એમ દિવસ પસાર કર્યો. બીજે દિવસે રૂ૫ ત્યાં પહોંચ્યો. એણે ઉત્સાહથી વડ નીચેની જમીન ખોદી કાઢી. કંઈ ન દેખાતાં તેણે થોડું ઊંડું ખોલ્યું, પણ કંઈ હાથમાં ન આવ્યું. રૂપ ચોંક્યો, “મારું ઝવેરાત ક્યાં ગયું?' ફુટપ્પા સાથે વાત કરવા રૂપ દોડતો શહેરમાં ગયો. જ્યાં જ્યાં ફુટપ્પાના હોવાની શક્યતા હતી ત્યાં બધે જ રૂપ ફરી વળ્યો પણ ફુટપ્પાની કોઈ ભાળ ન મળી. રૂપ હબકી ગયો અને હવે એને સમજ પડવા માંડી કે ધુતારા ફુટપ્પાએ તેની સાથે છેતરપિંડી કરી હતી. તે સોના અને હીરાના કીમતી ઝવેરાત લઈને રાતોરાત શહેર છોડીને નાસી ગયો હતો. રૂપ તો જાણે કાંપવા માંડ્યો. હવે શું કરવું? પિતાને આ ગોટાળા વિશે વાત કેવી રીતે કરવી? મામલો ખરેખર ગંભીર હતો. આ વખતે તો પિતાનો સામનો કરવો રૂપ માટે અશક્ય હતું. બીજો કોઈ પણ વિચાર કર્યા વિના તેણે પિતાને ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. તેણે બેંગલૉરની ટ્રેન પકડીને પોતાના પિતરાઈને ત્યાં જવાનું નક્કી કર્યું. યુગપુરુષ - ૨૪ - Page #44 -------------------------------------------------------------------------- ________________ રૂપ-રાજેન્દ્ર કૉલેજના દિવસોમાં - ૨૫ - ચિત્રભાનુજી Page #45 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં પણ જ્યારે રૂપ કોઈ મુશ્કેલીમાં ફસાવાની અણી પર હોય ત્યારે તેને હંમેશાં એવી કલ્પના થતી કે એ પોતાના રક્ષણ માટે ક્યારેક નાસીને પોતાનાં સગાંઓ પાસે જશે. આ વખતે પહેલી વાર તેને પોતાનો વિચાર અમલમાં મૂકવાનો મોકો મળ્યો. તુમકુરથી બેંગલૉર ૪૦ માઈલ દૂર હતું, પણ ફુટપ્પાની છેતરામણી પછી એ મુસાફરી રૂપને બહુ લાંબી લાગી. રૂપને કોઈ સીધો વિચાર નહોતો આવી રહ્યો. દર ક્ષણે તેનું હૃદય ડરથી જાણે હેઠે બેસી રહ્યું હતું. એક ભૂલમાંથી બચવા માટે તેણે બીજી ભૂલ કરવાની શરૂઆત કરી દીધી હતી. તે જલદી જ બેંગલોર પોતાના પિતરાઈને ત્યાં પહોંચ્યો. કુટુંબીજનોએ રૂપને ઉમળકાથી આવકારી લીધો. તેમને નવાઈ લાગી કે રૂપે પોતાના આવવાની ખબર તો નહોતી જ આપી, પણ એ તુમકુરથી કોઈ પણ વડીલ વગર જ બેંગલોર સુધી પહોંચ્યો હતો. તેમને લાગ્યું કે રૂપનાં વર્તનમાં કંઈક બરાબર નહોતું, પણ તેની આ અચાનક મુલાકાત પાછળનાં કારણની ચર્ચા કરવાનું તેમણે ટાળ્યું. તેમણે રૂપના પિતાનો સંપર્ક કર્યો. છોગાલાલજીને બહુ નવાઈ લાગી અને તેમને ચિંતા પણ પેઠી. આખરે રૂપ કોઈને કંઈ પણ જણાવ્યા વિના ઘરેથી નીકળ્યો હતો. બીજા દિવસે જ્યારે એ પોતે રૂપને મોઢામોઢ મળ્યા ત્યાં સુધી ઘરમાંથી ગાયબ થયેલ ઝવેરાત વિશે તેમને કંઈ જ ખબર નહોતી. રૂપે આખરે પિતાની સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી. છોગાલાલજીને તો આ વાત માન્યામાં જ ન આવી. આ છોકરાએ શું કર્યું? તેને ખબર પણ છે કે એ ઝવેરાત મારા પોતાના હતા પણ નહીં. એ તો કોઈની ગિરવી મૂકેલી જણસ હતી, એ તમામના માલિક તુમકુરના લોકો હતા. તેમને ભારે નિરાશા પણ થઈ અને ચિંતા પણ થવા માંડી. તેમને માટે બમણો ધક્કો હતો. ક્ષુલ્લક લાલચને વશ થઈને તેમના દીકરાએ ઘરમાંથી ઝવેરાત ચોર્યું હતું અને અધૂરામાં પૂરું ફુટપ્પા બધું લઈને નાસી ગયો હતો. છોગાલાલજીને સમજાઈ ગયું હતું કે હવે ફુટપ્પાને પકડવો અશક્ય હતું. છોગાલાલજીના માયાળુ ચહેરા પર પીડા ફરી વળી હતી. તે પોતાના દીકરા પ્રત્યે સાવ ઉદાસીન થઈ ગયા. નાની-મોટી મસ્તી તો છોગાલાલજી ચલાવી લેતા પણ આ ચોરી તો સાવ જુદા જ સ્તરની વાત હતી. કદાચ મારા દીકરામાં યોગ્ય મૂલ્યો રોપવામાં હું નિષ્ફળ ગયો છું. કદાચ હું પિતા તરીકે નિષ્ફળ ગયો છું. તેની માતા જીવતી હોત તો કદાચ સંજોગો જુદા હોત. યુગપુરુષ - ૨૬ - Page #46 -------------------------------------------------------------------------- ________________ છોગાલાલજી બહુ દુઃખી હતા. જે થયું એ માટે તેમણે જાતનો જ વાંક કાઢ્યો. તેમણે રૂપને એક અક્ષર પણ ન કહ્યો. પિતાની ચુપકીદીએ રૂપનું હૈયું ભાંગી નાખ્યું. તે પિતાના ચહેરા પરનો સંતાપ સાંખી ન શક્યો. ઘરે પાછા ફરતાં એ લોકો વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થઈ. છોગાલાલજીની પ્રાથમિકતા હતી કે કોઈ ને કોઈ રીતે ખોવાયેલા ઝવેરાતનું સાટુ વાળવું કારણ કે તેમના દીકરાના આવાં પગલાંને કારણે પોતાની વિશ્વસનીયતા પર મોટું પ્રશ્નાર્થચિહ્ન ખડું થઈ ગયું હતું. તેમણે ખોવાયેલા ઝવેરાત જેવા જ બીજા ઝવેરાત બનાવીને તેના મૂળ માલિકોને એ પાછા આપવાનો નિર્ણય કર્યો. સ્વાભાવિક છે કે ઝવેરાત તૈયાર કરવાનો ખર્ચ ઘણો મોટો થવાનો હતો. છોગાલાલજી માટે આ આર્થિક ફટકો બહુ મોટો હતો જેમાંથી બેઠા થવામાં તેમને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાનો અર્થ એમ પણ હતો કે તેમને હવે વધારે મહેનત કરવી પડશે અને કામને પણ વધારે સમય આપવો પડશે. પણ કુટુંબના સદનસીબે ઉઘરાણી કરનારા ઝવેરાત લેવા ક્યારેય આવ્યા જ નહીં. છોગાલાલે રૂપને ક્યારેય ઠપકો ન આપ્યો. તેમણે પ્રેમાળ શબ્દોમાં દીકરામાં સારી વર્તણૂકનાં બીજ રોપવાનું નક્કી કર્યું. તેમણે રૂપને શીખવ્યું કે પૈસા કમાવાનો એક માત્ર રસ્તો સખત મહેનત જ છે અને સમસ્યાથી દૂર ભાગવાથી કોઈ ઉકેલ ક્યારેય નથી મળતો. રૂપને બહુ જ તાણ અનુભવાતી હતી, હૈયે ભાર લાગતો હતો. તેણે પિતા સમક્ષ પોતાનો અપરાધભાવ પણ વ્યક્ત કર્યો. પોતે લીધેલાં પગલાંને કારણે જે સ્થિતિ થઈ હતી તેનો પણ રૂપે ભારે પસ્તાવો વ્યક્ત કર્યો. પોતાની લાલચ અને મૂર્ખતાને કારણે જે થયું હતું તેની લાંબા ગાળાની અસરો સમજવા માટે રૂપની ઉંમર યોગ્ય હતી. છોગાલાલજીએ તેને પૂરા હૃદયથી માફ કરી દીધો હતો. રૂપ માટે આ બહુ મહાન અને અગત્યનો જીવનબોધ હતો. તેના પિતાએ આ આખો મુદ્દો બહુ ધીરજ, ભલાઈ, પ્રામાણિકતા, ન્યાય-નિષ્ઠા અને જવાબદારીપૂર્વક સંભાળ્યો હતો. પિતાએ આટલી કપરી પરિસ્થિતિમાં જે રીતે સંયમ જાળવ્યો હતો તે રૂપે બરાબર જોયું હતું. રૂપને ખ્યાલ આવ્યો કે પિતાના આવા જ સગુણોને તેણે પણ જીવનમાં ઉતારવાના હતા. ઠાલી સલાહ કે ઉપદેશો આપવાને બદલે રૂપના પિતાએ દષ્ટાંતરૂપી વહેવારથી સિદ્ધ કર્યું હતું કે સારા ઉછેર માટે એ જ જરૂરી હતું. - ૨૭ - ચિત્રભાનુજી Page #47 -------------------------------------------------------------------------- ________________ ભોળિયો અને ઝડપથી કોઈનીય અસરમાં આવી જાય એવો રૂપ પોતાનો માર્ગ ભૂલી ગયો હતો. લાલચથી અંધ થઈ ગયો હતો. જ્યારે ફુટપ્પાવાળી ઘટના ઘટી પછી શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેને અંધાપાનો વિશેષ અનુભવ થયો. એ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીએ આંખે પાટા બાંધીને પંદર કલાક પસાર કરવાના હતા. સવારે શાળા શરૂ થાય ત્યાંથી માંડીને રાતે પથારી ભેગા થાય ત્યાં સુધી આંખે પાટા રાખવાના હતા અને સહપાઠીઓએ એકબીજાને તેમાં સાથ આપવાનો હતો, મદદ કરવાની હતી. રૂપે જ્યારે પંદર કલાક અંધારામાં પસાર કર્યા ત્યારે તેને સમજાયું કે નેત્રહીન જિંદગી કેવી રીતે પસાર કરતા હશે. આંખેથી પાટો ઉતાર્યા પછી રૂપે જિંદગીને જુદી જ નજરે જોઈ, નવી સંવેદનાઓ અને ઊંડી સૂઝથી તેણે નવા દિવસને આવકાર્યો. આમ રૂપ વધારે અવલોકન કરનાર બન્યો અને દરેક બાબત પ્રત્યે વધારે સારી રીતે પ્રતિસાદ આપતો થયો. તે દરેક બાબતને હવે વધારે ઊંડાણ અને તાજગીથી જોતો હતો. દરેક ચહેરો, વૃક્ષનું પાંદડું અને દરેક ચીજ તેની પર વધારે અસર કરતી હતી. “ઓહ! હવે હું દુનિયા જોઉં છું. હું કેટલો નસીબદાર છું.” રૂપે ઉત્સાહ વ્યક્ત કર્યો. રૂપને દૃષ્ટિની ભેટનું મૂલ્ય સમજાયું. તેણે જીવનને ઊજવવાની શરૂઆત કરી હતી. તે રોજ રાતે પોતાની જાતને એક સવાલ અચૂક કરતો, “મેં આજે કંઈ અર્થપૂર્ણ કર્યું? મેં સમયનો યોગ્ય ઉપયોગ કર્યો કે વેડફાટ કર્યો?” શાળાના કાર્યક્રમની કિશોર રૂપ પર બીજી પણ અસર પડી. રૂપમાં કરુણાનો ગુણ રોપાયો. તે વંચિતો પ્રત્યે કરુણા દાખવતો થયો. તે ક્ષુલ્લક ઇચ્છાઓથી પર થઈ શક્યો અને અપંગ, ગરીબ અને લાચારોની વેદના પણ સમજતો થયો. તેને મદદ કરવાની પ્રેરણા પણ મળવા માંડી. આમ શરૂઆતનાં વર્ષોમાં જ રૂપનાં હૈયાંમાં કરુણાનાં બીજ રોપાયાં હતાં જે આવનારા વર્ષોમાં ઘેઘુર વૃક્ષ બનવાનું હતું. એ વૃક્ષે મીઠાં ફળ, છાંયડો અને એ તમામને આશરો આપ્યો કે તેના સાંનિધ્યમાં આવ્યાં. યુગપુરુષ - ૨૮ - Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યોની સુવાસ જો તમારી હયાતીમાં સગુણનું અત્તર હોય તો એની સુવાસની મીઠાશ અંગે તમને બીજાના અભિપ્રાયોની જરૂર નથી પડતી. તમારી હયાતીની સુવાસ થકી જ તેઓ તમારું મૂલ્ય સમજીને તેની પ્રશંસા કરશે. ફૂલોએ ક્યારેય મધમાખીઓને કહેવું પડ્યું છે કે તેની ફોરમનાં વખાણ કરે ? – ચિત્રભાનુજી પ્રકરણ ૪: કોલેજનાં વર્ષો , , ખરે નિશાળનાં વર્ષો પૂરાં થયાં. હવે રૂપે આગળ ઉચ્ચ અભ્યાસ કરવાનો હતો. તેના પિતા તેને બેંગલોરની કૉલેજમાં મોકલવા માંગતા હતા પણ રૂપને એમ કરવાની ઇચ્છા નહોતી. બેંગલૉર તુમકુરથી માંડ ૪૦ માઈલ દૂર હોવા છતાંય રૂપ તુમકુર છોડીને જવા નહોતો માગતો. જે ગામમાં તે મોટો થયો હતો એ ગામ તેને નહોતું છોડવું. તેને લાગતું કે તુમકુરમાં એ બધું જ હતું જેની કોઈને પણ જરૂર હોય. માતા અને બહેન ગુમાવ્યા પછી રૂપને પોતાના પિતા સાથે બહુ લગાવ થઈ ગયો હતો. તેને પિતા સાથે ઘરે જ રહેવું હતું. પણ છોગાલાલજીએ પણ નક્કી કરી લીધું હતું-કૉલેજનું શિક્ષણ જરૂરી હતું અને ઘરથી દૂર રહેશે તો રૂપનું વ્યક્તિત્વ ઘડાશે. રૂપે તેમની સલાહ માન્ય રાખી અને બેંગલોરમાં કૉલેજ જવાનું નક્કી છોગાલાલજીના ભાઈ બેંગલૉરમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયા હતા. તેમનું ઘર રૂપનું નવું સરનામું બની ગયું હતું. રૂપે નવી ઘટમાળ ધાર્યા કરતાં વહેલા સ્વીકારી લીધી હતી. રૂપને પણ સમજાયું હતું કે પિતાનો તેને બેંગલોર મોકલવાનો નિર્ણય બિલકુલ યોગ્ય હતો. બેંગલોર શહેરમાં ખૂબ હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય હતાં. ફૂલોથી છવાયેલા બગીચા, સરોવરો, જંગલ, પહાડો અને શાંતિવાળું આ શહેર રૂપને બહુ ગમી ગયું હતું અને તેના સંવેદનશીલ આત્માને જાણે નવી લાગણીઓનો અહેસાસ થતો હતો. તે પ્રકૃતિના ખોળે કલાકો પસાર કરતો. એમ કહી શકાય કે પ્રકૃતિની સુંદરતાને બાહ્ય રીતે ઊંડાણથી અનુભવતો રૂપ જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં - ૨૯ - ચિત્રભાનુજી Page #49 -------------------------------------------------------------------------- ________________ જ તેની અંદર રહેલા સદ્ગુણોના ખજાનાની ઝલક પણ મેળવી રહ્યો હતો. એક દિવસ રૂપે બેંગલૉરથી ૬૦ માઈલ દૂર, મૈસુરની દક્ષિણે આવેલા શ્રવણ બેલગોલાના જૈન મંદિરની મુલાકાત લીધી. દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરનારા આચાર્ય ભદ્રબાહુએ જે ટેકરી ચઢી હતી તેની પર જ રૂપ પણ ચઢ્યો. જોકે આચાર્ય ભદ્રબાહુને પોતાનો દેહ છોડ્યાને બસ્સો વર્ષ થઈ ચૂક્યાં હતાં. રૂપને વિશ્વની અજાયબીઓમાંની એક એવી બાહુબલીની ૫૬ ફુટની ગંજાવર મૂર્તિ જોવી હતી. બાહુબલી ભગવાન આદિનાથના દ્વિતીય પુત્ર. ઈ.સ. પૂર્વે ૯૮૩માં દીર્ઘદ્રષ્ટા શિલ્પી અરીસ્થાનેમી થઈ ગયા. જેમણે એક મોટામસ પથ્થરમાંથી આ મૂર્તિ કંડારી હતી. ટેકરીનાં પગથિયાં ચઢીને રૂપ શિખરે પહોંચી અને બાહુબલીના વિશાળ શિલ્પ સામે ઊભો રહ્યો. રૂપને ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું માથું માંડ એ શિલ્પના ટેરવા સુધી પહોંચતું હતું. ભગવાન આદિનાથ, ઋષભદેવ તરીકે પણ ઓળખાતા અને તે આ કાળના સર્વપ્રથમ તીર્થંકર ગણાય - તીર્થંકર એટલે એ વિભૂતિ જે તમને જન્મ અને પુનર્જન્મની ઘટમાળથી ભરેલા વિશ્વના સમુદ્રની પાર લઈ જઈ શકે. તે એક પ્રણેતા હતા. તેઓ લોકોને પથ્થર યુગમાંથી બહાર કાઢીને કૃષિ યુગ તરફ લઈ ગયા, ઉત્ક્રાંતિ થકી ઉચ્ચ સ્તરે અને જાગૃતિ તરફ લઈ ગયા. જેને કારણે લોકોને તેમની પ્રત્યે ખૂબ પૂજ્યભાવ હતો. આદિ એટલે સર્વપ્રથમ અને નાથ એટલે ઈશ્વર; ચોવીસ તીર્થંકરોમાં આદિનાથ સૌથી પહેલા હતા અને અહિંસા, પૂજ્યભાવ અને તમામ પ્રત્યે અનુરાગ રાખીને જીવન જીવવાની રીત શીખવવાની શરૂઆત કરવાનો શ્રેય તેમને જ જાય છે. તીર્થંકર એ વ્યક્તિ છે જે જીવન-મૃત્યુની ઘટમાળની પાર થઈ ચૂકી હોય છે તથા માનવજાતને સંસારથી મોક્ષ ભણી પહોંચવા માટે સેતુ પૂરો પાડે છે. તે શિલ્પની વિશાળતા અને સુંદરતાથી રૂપ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. તેને એ શિલ્પની શક્તિશાળી ઊર્જા સાથે ઐક્યની અનુભૂતિ થઈ. ભવ્ય શિલ્પ સામે નજર માંડતાં જ જાણે તેને માણસના આત્માની ક્ષમતાનો પરિચય થયો. એ મુલાકાત પછી રૂપને જ્યારે પણ કોઈ નબળી ક્ષણનો સામનો કરવો પડતો ત્યારે તે તરત એ શિલ્પનું સ્મરણ કરતો અને તેનામાં જાણે શક્તિનાં ઘોડાપુર ઊભરાઈ આવતાં. મનોવિજ્ઞાનને મુખ્ય વિષય રાખીને રૂપે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ તે બેંગલૉર છોડીને તુમકુર પિતા પાસે પાછો ફર્યો. એક સાંજે ઘરની આસપાસના બગીચામાં લાંબો સમય ચાલ્યા પછી તેને એક પગના સ્નાયુમાં સહેજ દુખાવો થયો. યુગપુરુષ - ૩૦ - Page #50 -------------------------------------------------------------------------- ________________ તેણે પોતાના માથામાં પણ સહેજ દુખાવો અનુભવ્યો. છતાં પણ પોતે સ્વસ્થ તંદુરસ્ત યુવક હોવાને કારણે તેણે આ દુખાવાને અવગણીને પોતાની રોજિંદી ક્રિયાઓ ચાલુ રાખી. પરંતુ બીજા દિવસે સવારે જ્યારે તેણે ઊઠવાનો પ્રયત્ન કર્યો ત્યારે સહેજ અમસ્તા હલન-ચલનથી પણ તેના સાંધામાં ખૂબ જ દુખાવો થતો હતો. તેને તાવ પણ હતો જે દિવસ ચઢતાં વધી રહ્યો હતો. આવનારા દિવસોમાં તેની તબિયત કથળતી ગઈ. આખરે એવો દિવસ આવીને ઊભો રહ્યો કે તે પોતાના પલંગમાંથી ખસી પણ નહોતો શકતો. કારમો દુખાવો આંગળીઓથી માંડીને ઘૂંટણ સુધી ફેલાઈ ચૂક્યો હતો. રૂપને ભારે ક્ષુબ્ધતા પણ થવા માંડી. ડૉક્ટરે તેને રૂમેટિક ફિવર એટલે કે સંધિવાના તાવનાં લક્ષણ હોવાનું જાહેર કર્યું અને તેને સંપૂર્ણ આરામ અને એકલતામાં રહેવાનો હુકમ કરાયો. રૂપને સાજો કરવા માટે પિતા છોગાલાલજી અને ફઈ ગજરા તો જાણે કોઈ ઝનૂનથી મંડી પડેલ હતાં. જોકે તબીબી સારવારની કોઈ અસર દેખાતી નહોતી. જ્યારે તેની આંગળીઓને લકવા મારી ગયો ત્યારે રૂપ સતર્ક થઈ ગયો. રૂપને સંનિપાતના હુમલા પણ આવતા હતા. આખરે તે દેખીતી મૂર્છા અવસ્થામાં પટકાયો અને સાત દિવસ એમ જ પસાર થઈ ગયા. દીકરાની હાલત જોઈને ગભરાઈ ગયેલા છોગાલાલજી પણ પરવશ હતા. રૂપની બીમારી લાંબો સમય ચાલી તો ? રૂપ સાજો નહિ થાય તો ? એની જિંદગી પર જોખમ છે કે શું? રૂપ નહિ બચે ? આ સવાલોનો કોઈ જવાબ નહોતો. તેના આત્માની કુદરતી શક્તિ એક જ આશા હતી, તેના જીવનનો પ્રાણ અને સ્રોત જ જાતે બેઠો થઈને સ્વને ફરી સ્વસ્થ કરશે. મૂર્છિત અવસ્થાના આ અઠવાડિયામાં રૂપને કેટલાંક ડરામણાં સ્વપ્ન આવ્યાં તો કેટલાક પ્રતીકાત્મક આભાસ થયા. એ તમામ તેની જિંદગીની આધ્યાત્મ ખોજ અને શુદ્ધિકરણના માર્ગે જવાનું કારણ બન્યા. ૩૧ ચિત્રભાનુજી Page #51 -------------------------------------------------------------------------- ________________ કેટલાક આભાસમાં રૂપે જાતને સોના ચાંદીથી ભરેલાં કોથળા ધરાવતા વેપારી તરીકે જોઈ. તેની સામે અભુત કારીગરી કરેલા ઝવેરાત અને સોનાની લાદીઓના ઢગલા પડ્યા હતા, પણ રૂપે તેનાથી મોં ફેરવી લીધું. તેણે રોષમાં આ તમામને લાત મારી અને આશ્ચર્યની વાત એ છે કે તેણે એ ઝવેરાતને પોતાનાથી દૂર સરી જતા ચમકદાર પીળા અનેક સાપમાં ફેરવાતા જોયું. અન્ય સ્વપ્નમાં રૂપને કકડીને ભૂખ લાગી હોય તેવો આભાસ થયો. તેણે પોતાની જાતને ખૂબ બધા ઈડલી ઢોસા ખાતા જોયો. રૂપને એવી તરસ લાગી હતી કે તેની કલ્પનામાં એક પાણીથી છલોછલ તળાવ દેખાયું પણ અંતે તો તે ઝાંઝવાનું જળ જ સાબિત થયું. તેણે મીઠું ફળ જોઈને ખાવાની કોશિશ કરી તો મોં રાખથી ભરાઈ ગયું. ઘણાં સપનાંમાં તેણે જાતને સુંવાળા કાપડ પર ચૂંટણભેર ઝૂકેલો જોયો. મનની આંખો સામેથી ધન, વૈભવ અને વિલાસની ચીજો પસાર થતી જોઈ. જાણે કોઈ તેના કાનમાં હળવેથી કહી રહ્યું હતું, “આ દુનિયાની છીછરી બાબતોથી ન લલચાતો. તું તપસ્યા કરી શકે તેમ છે. અત્યારે તું શરીર અને આત્મા શુદ્ધ કરી રહ્યો છે.' રૂપે પોતાનાં મન અને શરીર વચ્ચે ઇન્દ્રિયોની કામના તથા આધ્યાત્મિક અનુભવ અને બલિદાન વચ્ચેનું યુદ્ધ અનુભવ્યું. રૂપને આવા વિરોધાભાસી સ્વપ્નોનું મહત્ત્વ તો ખબર નહોતું પણ તેને લાગ્યું કે આ સપનાં તેને સજાગતાની અલગ જ દિશામાં લઈ જઈ રહ્યાં છે. તેની આંતરિક દુનિયામાં બહુ મોટાં પરિવર્તન આવી રહ્યાં હતાં અને ધીરે ધીરે તેને વિદ્વત્તા અને બુદ્ધિજીવી ક્ષમતાઓ પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું હતું. તેને બાહ્ય દુનિયાની ઘટમાળનો કંટાળો અને નિરર્થકતા સમજાવા માંડ્યા હતા. આંતરિક જાગૃતિને પગલે તે બાહ્ય ક્ષુલ્લક બાબતોને દૂર રાખવાની શક્તિ કેળવી રહ્યો હતો, બિલકુલ એ રીતે જાણે આપણે અણગમતા મહેમાનોને ટાળતા હોઈએ. રૂપ પણ એવી બાબતોને ટાળી રહ્યો હતો. તે જાણે પોતાની અંદર થઈ રહેલાં આ પરિવર્તનનાં મંથનનો સાક્ષી અને અવલોકનકાર હતો. એક પછી એક તે બધી જ નકારાત્મકતા, રોષ અને ઇચ્છાઓને દૂર કરી શક્યો જે તેની જાગરૂકતામાંથી બેઠી થઈ હતી અને જે બાહ્ય દુનિયાનો અવિભાજ્ય હિસ્સો હોય છે. જોકે તેના મન અને હૃદય વચ્ચેનો એ કલાઈડોસ્કોપ જેવો ખેલ રૂપ માટે સરળ ન હતો, અને તે ચાલ્યો પણ લાંબો સમય. ઘણી વાર રૂપને તરછોડાયેલા જેવી લાગણી થતી અને તે કોઈનો સાથ ઝંખતો પણ કોઈ હતું નહીં. તરવરતો યુવાન હોવા છતાં અને સંજોગો સાથે લડી શકે અને બળવાખોર તથા સ્વતંત્ર મિજાજી હોવા છતાં તે ઘણી વાર લાચારીમાં બાળકની માફક ધ્રુસકે ધ્રુસકે રોઈ પડતો. તે ઘોર નિરાશામાં રડતો. યુગપુરુષ - ૩૨ - Page #52 -------------------------------------------------------------------------- ________________ ડર અને ઇચ્છાઓ વચ્ચે ઝૂલતા રૂપને બધું જ ખતમ કરી દેવાની ઇચ્છા પણ થઈ આવતી. મદદ... મને શાંતિ જોઈએ છે. હું મરવા નથી માંગતો.' એક વાર તે પીડાથી બૂમ પાડી ઊઠ્યો. રૂપને ખબર નહોતી કે પોતે કોની સાથે વાત કરી રહ્યો હતો પણ કોઈ અજાણ્યો હાથ તેના માથે ફરી રહ્યો હતો અને એક ધીરજ બંધાવતો અવાજ તેને સંભળાયો. આંખો ખોલ બેટા... શું એ કરુણામય અને મૃદુ અવાજ તેની સ્વર્ગસ્થ માનો હતો? તેણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. બધું જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું અને તેણે કુટુંબીજનોના હસતા ચહેરા જોયા, તેને દવા લેવા અને પાણી લેવાનું કહેનારા તેના સ્વજનો તેની આસપાસ હતા. આ મારા પિતા જ હોવા છતાં પણ મને તે અલગ અને મારાથી દૂર શા માટે લાગે છે? મને કેમ એવું લાગે છે કે હું અહીંનો નથી રહ્યો? પરિચિત અવાજોની વચ્ચે તેને એક એવો વિચાર આવ્યો જેની સ્પષ્ટતા અને સટિકતા જાણે વીજળીની માફક ત્રાટકી. હા. આ મારા જ સ્વજનો છે. હા તેઓ માયાળુ અને મૃદુ છે. હા તે મને પ્રેમ કરે છે, પણ હું તો અહીં મુસાફર છું. આ માત્ર વિસામો છે. મારી યાત્રા હજી સમાપ્ત નથી થઈ. મારે એ ક્યારેય ભૂલવું ન જોઈએ. પણ પોતાનાં કુટુંબ સાથે જોડતી એ ક્ષણો રૂપના માનસમાં બહુ લાંબુ ન ટકી. થોડી જ પળોમાં રૂપ ફરી મૂર્ણિત થઈ ગયો. સપનાંઓ અને આભાસો દેખાવાનું ચાલુ રહ્યું જેમાં તેણે ફરી પોતાની જાતને ભૂખ્યો અને તરસ્યો ભાળ્યો. તેણે અમૃત ભરેલી એક બરણી જોઈ અને તેમાં ખાલી બોળીને તે પીવાનો પ્રયત્ન કર્યો, પણ હોઠ પાસે આવતાં જ તે પ્યાલી ખાલી વર્તાઈ. તેણે વારંવાર પ્રયત્ન કર્યો પણ ખાલી હોઠ પાસે આવતાં ખાલી જ થઈ જતી. તેને પોતાના આત્મામાં ફરી એ અભિભૂત કરી દેનારા અવાજના પડઘા સંભળાયા. - ૩૩ - - - ૩૩ - ચિત્રભાનુજી Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્યજી દે, મારે માટે બધું જ ત્યજી દે. ઇચ્છાઓની જાળમાં ફસાઈશ નહિ. આ વિશ્વમાં તને તારી પોતાની એક અલગ દુનિયા બનાવવા માટે મોકલવામાં આવ્યો છે. તારી મુસાફરી શરૂ કરવાનો ઝળહળતો માર્ગ શરૂ થઈ ગયો છે. આ એક નવી જાગૃતિનો દિગ્મૂઢ કરી દે તેવો સાક્ષાત્કાર હતો. આત્માની તૃષ્ણા આત્મા જ છિપાવી શકે છે. માત્ર આત્મા જ આ બદલાતાં સ્વરૂપોના વિશ્વથી આગળ વધી શકે છે. અસ્તિત્વની પીડા અને શોકથી પર પણ આત્મા જ લઈ જઈ શકે છે. આ આભાસ પછી રૂપે જોયું કે તેના હાથમાં એક માળા હતી. સુખડનાં મોતીઓ પર તેની આંગળીઓ ૨મવા માંડી. તેને નવાઈ લાગી કે જેવો તે એક મોતીને અડતો, તે દોરીમાંથી સરી જઈ તેની નીચે આવેલી ખાઈમાં ગરક થઈ જતું. હવે વાસ્તવિકતા સ્વીકારવાનો સમય આવ્યો હતો. હું કશાયનો માલિક નથી. કોઈ મારું માલિક નથી. મારે મારો રસ્તો શોધવો જ રહ્યો. જેમ જેમ તે આ જીવન પરિવર્તન તરફ આગળ વધી રહ્યો હતો તેની સાથે સાથે તે અંતઃસ્ફૂર્ણાથી આધ્યાત્મ અને તત્ત્વચિંતનના ગૂઢાર્થની સમજણ તરફ પણ આગળ વધી રહ્યો હતો. ફરી તેણે જાણે કોઈ અંતરથી એ શબ્દો સાંભળ્યા, મારી પાસે આવ, બધું ત્યજીને મારી પાસે આવ. અજાગ્રત મનના આ ભવ્ય અનુભવોની વચ્ચે તેને જાણે અચાનક લાગ્યું કે તેને ખબર હતી કે હવે તેણે શું અનુભવવાનું હતું, તેને એ પણ ખબર હતી કે તેણે શું જાણવાની જરૂર હતી. તેનું હૃદય એક પરમાનંદથી ભરાઈ ગયું, જેને કારણે તેને રોમાંચની અનુભૂતિ થઈ. તેની બાકીની જિંદગી હવે કઈ રીતે પસાર થશે તે અંગેનો આભાસ પણ હવે બિલકુલ સ્પષ્ટ હતો. તેનું મન એકદમ શાંત હતું. તેણે જાણ્યું કે જે પ્રેમને તે આ પરિવર્તનશીલ અનુભવ પહેલાં જાણતો હતો તે તો માત્ર પ્રેમનું બીજ હતું. હવે એ બીજમાં ફણગો ફૂટ્યો હતો અને તે દૈવી છોડને કૂંપળો આવી હતી. સતત વધી રહેલી જાગરૂકતાનું આ ફૂલ કોઈ સામાન્ય બાબત નહોતી. તે ખૂબ સુંદર હજારો પાંખડીઓવાળું કમળ હતું. રૂપ તેની સાથે પૂરેપૂરો હળી ગયો. સાવ સાદું છતાંય ખૂબ ગૂઢ સત્ય, જીવનના ઐક્યનું સત્ય જ જાણે કે તેની સામે યુગપુરુષ ૩૪ - Page #54 -------------------------------------------------------------------------- ________________ આપમેળે આવી ગયું હતું. તેને અપ્રતીમ સ્વતંત્રતાનો અનુભવ થયો. તેના આ અનુભવાતીત માનસમાંથી જે પણ સૂક્ષ્મ દૃષ્ટિ મળી તે સુંદર મર્મજ્ઞ હતી. તેણે જોયું કે જીવનનો અર્થ માત્ર આપવાની ક્ષમતામાં જ રહ્યો છે જે આગળ જતાં ઉચ્ચ સત્યમાં ભળી જાય છે. બધા માણસોમાં એક એવી પ્રકૃતિ છુપાયેલી હોય છે જેના કારણે સર્જનાત્મક જીવન આપનારી ગુણવત્તાઓ પ્રેમાળ આત્મા મારફતે કોઈ પણ ભેદભાવ વગર તમામ માટે પ્રકાશે છે. ગુસ્સા ભરેલી બૂમો, સમજી ન શકાય તેવા આદેશ અને વિચિત્ર સંગીત. બધું જ હતું અને પછી ધીરે ધીરે એ બધું ચાલ્યું ગયું. અંતે, એક ગૂઢ નીરવ શાંતિ સ્થપાઈ તથા રૂપ હવે ઊંડી નીંદરમાં ઊંઘી શકવા માંડ્યો. પોતાની ગાઢ ઊંઘમાં રૂપે નિર્ણય લીધો કે હું સાજો થઈ રહ્યો છું, મારે ઊઠવાનું છે અને મારા ભાગ્યને મળવાનું છે. એ સ્થિતિ તો એવી થઈ કે જાણે રૂપ પૃથ્વી પર કોઈ અજાણ્યા બ્રહ્માંડમાં થઈને પાછો ફર્યો છે. ટૂંકમાં તેનો જાણે પુનઃજન્મ થયો. જોકે હવે તેની જિંદગીમાં પહેલાં જેવી નિયમિતતા અને સામાન્યતા આવતાં સમય લાગ્યો. તેનું મૂળ કારણ હતું કે બીમારીને કારણે રૂપની યાદશક્તિ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. તેને જાણે સમયનો ખ્યાલ નહોતો રહ્યો. જીવન માટેનો આ સંઘર્ષ, તેમાંથી જાણે રૂપ અચાનક છૂટી ગયો અને એ બધું માંડ પંદર દિવસમાં જ બન્યું હતું. આ અનુભવ રૂપ માટે ખૂબ ઉત્કટ હતો. તેના આત્માનાં દૈવી આભાસ અને જાગૃતિને ગ્રહણ કરવા માટે જાણે તેના મન અને શરીર પાસે પૂરતો સમય પણ ન હતો. તેને યાદ નહોતું કે પોતે કેટલા દિવસથી પથારીવશ હતો. તે પોતાની કાળજી લેનારાં કુટુંબીજનોને પણ ન ઓળખી શક્યો. ઉષા, બસ એક જ હતી જેને રૂપ ઓળખી શક્યો. ઉષા, એક નમણી નાજુક છોકરી હતી જે તેની સાથે બેંગલોરમાં કૉલેજમાં ભણતી હતી. રૂપની માંદગી દરમિયાન ઉષા તેની પથારી પાસે સતત સ્મિત વેરતી બેસી રહી. ઉષાએ નક્કી કર્યું હતું કે તે રૂપનું જીવન વ્યવસ્થિત કરવામાં પોતે બનતી બધી જ મદદ કરશે. તેની અચાનક આવેલી આ માંદગી દરમિયાન ઉષા તેની સાથે કંઈ ને કંઈ વાત કર્યા કરતી. કેટલાય દિવસો સુધી રૂપ માંડ કંઈ અસ્પષ્ટ શબ્દો બોલતો અને ફરી વિચિત્ર મૌનમાં સરી જતો. ખરેખર તો રૂપ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. - ૩૫ - ચિત્રભાનુજી Page #55 -------------------------------------------------------------------------- ________________ આ પરિવર્તનને કારણે તેનામાં આવેલી શક્તિશાળી ઊર્જાને સ્વીકારવા માટે તેણે પોતાનાં મન અને શરીરને તૈયાર કરવાનાં હતાં અને આ માટે તેને સમયની જરૂર હતી. તે શક્તિશાળી ઊર્જા રૂપને પોતાની બીમારીને અને મૂર્શિત અવસ્થાના દિવસોમાં વિવિધ પ્રદીપકસત્ય દ્વારા મળી હતી. તેને ઉષાના સંગાથમાં શાતા મળતી. સમય પસાર થતો ગયો અને રૂપની યાદશક્તિ પણ પાછી આવી. આ આખીય પ્રક્રિયા પીડાદાયક, અઘરી અને ધીમી હતી. તે જ્યારે પોતાની યાદશક્તિ પાછી મેળવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે ઘણી વાર તે અંતિમ આભાસ પુનઃ દેખાતો જેમાં એક ખૂબ આશ્ચર્યચકિત કરી દે તેવો સંદેશ હતો. ‘ત્યજી દે, બધું મારે ખાતર ત્યજી દે. બધું જ મારે ખાતર ત્યજી દે.” ધીરે ધીરે તેણે પોતાના હાથ-પગનું હલન ચલન શરૂ કર્યું. ધીમા અવાજે બોલવાની પણ શરૂઆત કરી. આ પ્રક્રિયામાં રૂપ અને ઉષા વચ્ચેની મૈત્રી ગાઢ થઈ જે એકદમ શુદ્ધ અને નિર્દોષ સંબંધ હતી. તેમાં કોઈ જાતીય બાબત નહોતી. ઉષાના પ્રેમાળ સહકારને કારણે રૂપને પોતાનાં શરીર અને મનની સ્વસ્થતા અને આનંદ જાણે પાછાં મળ્યાં. આ એ જ સમય હતો જયારે રૂપ દુન્યવી ઇચ્છાની સાંકળોથી જાતને બંધાયેલી નહોતો અનુભવતો. આવી ઇચ્છાઓ અને તેની ચમક, દરેક પસાર થતા દિવસ સાથે જાણે રૂપ માટે ઘટી રહી હતી. જે બચ્યું તે જીવન માટેની એક તદ્દન સાચી લાગણી હતી, જેમાં પોતાની આસપાસના લોકો પ્રત્યે ભેદભાવ વગરનો પ્રેમ હતો. જેમાં ક્યાંય અંગત ગમા કે અણગમાની અસર નહોતી. સ્વાભાવિક છે કે હવે સજાગતાનો ઉચ્ચ સ્તર મેળવી લીધા પછી રૂપને લાગ્યું કે હવે એ સમય પાક્યો છે જ્યારે તેણે એ રસ્તો શોધવો રહ્યો. જ્યાં તે જીવોની અને રાષ્ટ્રની સેવા કરી શકે, સ્વતંત્રતાની લડત સાથે જોડાઈ શકે. છોગાલાલજીને રૂપની આ આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ માફક ન આવ્યો. તે પોતાના પુત્રનાં લગ્ન જોવા માંગતા હતા. તે ઇચ્છતા હતા કે રૂપનો પોતાનો પરિવાર હોય તો પોતે દીકરાની જવાબદારીમાંથી મુક્ત થઈને ધર્મને પંથે આગળ વધી શકે. આ કારણે ઉષા અને રૂપની મૈત્રીથી છોગાલાલજી બહુ ખુશ હતા. એ ખુશ હતા કે ઉષા અને રૂપ એકબીજાના આત્માને પારખે છે અને તેમની વચ્ચેની આ નિર્ભેળ મૈત્રી આ પરિચયનું સુંદર પરિણામ હતી. રૂપને ક્યાં ખબર હતી કે નજીકના ભવિષ્યમાં જ તેણે હજી એક આઘાત વેઠવાનો હતો. યુગપુરુષ - ૩૬ - Page #56 -------------------------------------------------------------------------- ________________ સુધારક બીજાને બચાવવા માટે ત્યારે જ ઝંપલાવો જ્યારે તમે પોતે તરવામાં કૌશલ્ય મેળવ્યું હોય. એમ નહીં હોય તો તમે તો ડૂબશો જ પણ ડૂબી રહેલા કમનસીબને પણ ડૂબાડશો. એ જ રીતે તમે બીજાને સુધારવા માટે તમારી જાતને આગળ કરો તે પહેલાં તમારી જાતને સુધારો નહિતર તમે તમારી જાતને તો નુકસાન કરશો જ પણ બીજાને પણ નુકસાન પહોંચાડશો. – ચિત્રભાનુજી પ્રકરણ ૫ઃ કરી એક આફત ૯૩૦ના દાયકામાં ભારતીય સ્વતંત્ર સંગ્રામ તેની ટોચે પહોંચ્યો હતો. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. સુભાષચંદ્ર બોઝ, છે ભારતીય સ્વતંત્ર સંગ્રામના ખૂબ અગ્રણી, પરિવર્તનશીલ નેતા હતા જેમણે રાજીનામાના એક જ મહિનામાં “ફોરવર્ડ બ્લૉક” નામની અંતિમવાદી પાંખ રચી હતી. જોશીલા યુવકો જેમને ઝડપી પરિણામોમાં રસ હતો તે તમામને સુભાષચંદ્ર બોઝનાં સીધાં રાજકીય પગલાં લેવાની પદ્ધતિ આકર્ષી ગઈ. રૂપ ૧૯ વર્ષનો હતો. તેનામાં યૌવનનો તરવરાટ હતો તથા કંઈક અર્થસભર કરી છૂટવાની ભાવના પણ તેનામાં છલકાતી હતી. તેણે સુભાષચંદ્ર બોઝની સાથે જોડાવાનું નક્કી કર્યું અને તે કલકત્તા પહોંચ્યો. કલકત્તા પહોંચ્યા પછી રૂ૫ ફોરવર્ડ બ્લોકનો એક અત્યંત મહત્ત્વનો અને બાહોશ યુવા સભ્ય બની ચૂક્યો હતો. રૂપને સુભાષચંદ્ર બોઝને મળવાનો મોકો મળ્યો અને સુભાષબાબુ પણ આ ઊર્જામય યુવાનથી ખૂબ પ્રેરિત થયા. કન્નડ ભાષા આવડતી હોવાને કારણે રૂપને સુભાષબાબુનાં લખાણોનો કન્નડમાં અનુવાદ કરવાની તક મળી. તે બોઝની સાથે ૨૧ દિવસ રહ્યો. પણ જલદી જ અંગ્રેજ સૈનિકોની આકરી શોધખોળને પગલે બોઝને ભૂગર્ભમાં ચાલ્યા જવું પડ્યું. એક પ્રસંગે જુવાન રૂપને એક જોખમી - ૩૭ - ચિત્રભાનુજી Page #57 -------------------------------------------------------------------------- ________________ અને ખાનગી મિશન માટે પસંદ કરાયો. રૂપને દારૂગોળાથી ભરેલા એક કોથળાને એક સંતાવાના સ્થળેથી બીજા સંતાવાના સ્થળે પહોંચાડવાનું કામ સોંપાયું. કમનસીબે સાદા કપડામાં ફરનારા બે અંગ્રેજ સૈનિકોને શંકા જતાં તેમણે રૂપને રોક્યો. રૂપ છટકી શકે તે પહેલાં તેમણે પોતાની બાયોનેન્ટ્સથી રૂપને ફટકાર્યો. સાજા થવા માટે રૂપે હૉસ્પિટલના બિછાને ૧૭ દિવસ સુધી એકલા પડ્યા રહેવું પડ્યું. રૂપ જેવો ચાલતો થયો તેમ તરત જ પોલીસની પૂછપરછ શરૂ થઈ ગઈ. રૂપે તેના જૂથ કે સાથીદારો વિશે પોલીસને કોઈ વિગતો ન આપી. તેણે સતત એક જ વાતનું રટણ કર્યું, “મને કંઈ જ ખબર નથી. મને કોઈ અજાણ્યા માણસે આ કોથળો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા કહ્યું હતું. આમાં શું ભર્યું છે તેની કોઈ જાણ નહોતી. મને માત્ર પૈસામાં જ રસ હતો, જે મને કામ પૂરું કર્યા પછી મળવાના હતા, બસ.” અધિકારીઓએ બધા જ કીમિયા અજમાવી જોયા. તેમણે રૂપને પાંચ હજાર રૂપિયા અને છોડી મૂકવાની લાલચ આપી, એ કામે ન લાગ્યું તો તેમણે રૂપને બરફની લાદી પર સૂવડાવીને સજા કરી. તેમણે રૂપને શૉક ટ્રીટમેન્ટ આપવાની ધમકી પણ આપી અને તેને દિવસો સુધી ઊંઘવા ન દીધો. છતાંય રૂપ ડગ્યો નહીં. તેણે પહેલાં કહેલી પોતાની વાત પકડી રાખી. આ ત્રાસ બહુ આકરો હતો પણ રૂપે પોતાની જાતને ટકાવી રાખી. તેને આ બધું સહન કરવાની શક્તિ અને પ્રેરણા કેવી રીતે મળ્યાં હશે? આ આંતરિક બળ અને સૂઝ રૂપને પોતાની લાંબી બીમારી દરમિયાન મળ્યાં હતાં. તેના દ્વારા રૂપને આત્માની સંભાવનાઓની પણ ઊંડી સમજ મળી. શારીરિક બળ અને નૈતિક હિંમત વચ્ચેની આ લડાઈમાં, નવા ઉજાગર થયેલા આંતરિક અવાજે તેની સાથે સ્પષ્ટતા અને સહાનુભૂતિથી વાત કરી. આત્મ મૂલ્ય, આત્મવિશ્વાસ અને નીડરતાથી સજ્જ રૂપે અંગ્રેજ સૈનિકોને આખરે પોતાને છોડી દેવા માટે મનાવી લીધા. પોતાનાં જેલવાસ દરમિયાન રૂપ એક ગુનેગારને મળ્યો જેને મોતની સજા ફટકારાઈ હતી. તે માણસે પોતાની પત્નીને પર પુરુષ સાથે જોઈને રોષે ભરાઈને તેની હત્યા કરી હતી. જોકે ગુનો આચર્યા પછી તેને એ બાબતનો બહુ અફસોસ થઈ રહ્યો હતો. રૂપે તેનો ડર, વ્યથા અને હતાશા જોયાં. રૂપે જોયું કે કઈ રીતે તેને ઘસડીને ફાંસીને માંચડે લઈ જવાયો અને ત્યારે તે માફી માટે સતત કરગરી રહ્યો હતો. આ ગુનેગારીની પીડા રૂપ માટે એવો બીજો પ્રસંગ બની રહ્યો જયારે તેને બીજી વાર મૂળ ઝળહળતા સત્યની ઝલક મળી. લોહિયાળ કપડું બીજા લોહીથી સાફ નથી થઈ શકતું. લોહિયાળ કપડાના ડાઘા સાફ કરવા માટે તમને ખૂબ બધું સાફ પાણી જોઈએ. હિંસાથી માત્ર હિંસા જ પેદા થાય છે. રૂપને હવે ખબર પડી ગઈ હતી કે તેણે હિંસાને આમંત્રણ આપ્યું હતું અને અંગ્રેજ સૈનિકોએ તેને આપેલા ઘાવ, પોતે જે હિંસાનો ભાગ બનવા જઈ રહ્યો હતો તેનું વળતું પરિણામ હતી. સ્વતંત્ર યુગપુરુષ - ૩૮ - Page #58 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામને કારણે તેણે જે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો તે પણ એક પ્રકારની હિંસા જ હતી અને માટે જ અંગ્રેજ સૈનિકોએ તેને પહોંચાડેલી ઈજા તેને પ્રતિક્રિયા તરીકે મળી હતી. રૂપે ફોરવર્ડ બ્લૉક છોડીને કલકત્તાના એક જૈન મંદિરમાં આશરો લીધો. આ નવી સમજણને પગલે રૂપ રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તરફ આકર્ષાયો, જેમને સૌ પ્રેમથી બાપુ અથવા ગાંધીજી તરીકે ઓળખતા. રૂપ, સ્થાનિક સ્વતંત્ર સંગ્રામની એક સમિતિમાં જોડાયો. આગામી દોઢ વર્ષ સુધી તેણે ગાંધીજીના નેતૃત્વ હેઠળ અસહકારની ચળવળમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. મોટા ભાગે પરોઢિયે રૂપ અને અન્ય યુવા વિદ્યાર્થીઓ શેરીઓમાં પહોંચી જતા. એક ગામેથી બીજે ગામે જઈ સભાઓ ભરી લોકો કઈ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ ભજવી શકે છે એ સમજાવતા. તેમણે ચોપાનિયાં વહેંચ્યાં અને વિદેશી વસ્તુઓ વેચતી દુકાનોનું પિકેટિંગ કર્યું. આખરે એક દિવસ આવ્યો જયારે રૂપનો ગાંધીજી સાથે મેળાપ થયો. રૂપ તેમની સાદગી અને સત્ય તથા અહિંસામય જીવન જીવવાના માર્ગને અપનાવવાની કટિબદ્ધતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. બાપુ પાસેથી વધુ ને વધુ શીખવાની ધગશને પગલે રૂપે તેમને સવાલ કર્યો, “ખાસ કરીને રાજકીય જીવનમાં અહિંસા જેવો ક્રાંતિકારી વિચાર લાગુ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો?' ગાંધીજી સાથેની આ મુલાકાતે રૂપના મન પર ઊંડી અસર કરી. ગાંધીજીની રોજિંદી જિંદગીની સાદગી અને આત્મનિર્ભરતા જોઈને રૂપ પ્રભાવિત થયો. ખાસ કરીને જેમ ગાંધીજી પોતાનાં વસ્ત્રો જાતે જ ધોઈ નાખતા. રૂપે પણ ગાંધીજી પાસેથી એ આદત ગ્રહણ કરી લીધી અને પોતે નેવુંના થયા ત્યાં સુધી તેમણે પોતાનાં કપડાં હાથે જ ધોયાં. ગાંધીજી જે રીતે જીવતા હતા એ જોઈને રૂપ અંદરથી જાણે હલી ગયો અને તેમણે ગાંધીજીની વિચારધારાને અનુસરવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ગાંધીજી હિંદુ કે મુસ્લિમ, તવંગર કે ગરીબ, ભારતીય કે અંગ્રેજ, તમામની સાથે પ્રેમ અને કરુણાસભર, એક સરખો વહેવાર રાખતા. તેમણે ગાંધીજીને પોતાના હાથે જાજરૂ સાફ કરતા જોયા. તેમણે ગાંધીજીને એવા અસ્પૃશ્યોને ગળે લગાડતા જોયા જેમને બાપુએ પ્રેમથી હરિજન નામ આપ્યું હતું. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વૈચ્છિક રીતે કામ કરવાના એ દોઢ વર્ષમાં રૂપે હિંસા અને અહિંસા વચ્ચેનો ભેદ જાણ્યો, જે માત્ર શારીરિક નહિ પણ આધ્યાત્મિક અને બૌદ્ધિક સ્તરે પણ હતો. તે અહિંસાને સ્વીકારીને પોતાની જિંદગીમાં હંમેશાં માટે વણવાની પસંદગી કરી ચૂક્યો હતો. તેમનો આ નિર્ણય આજ સુધી યથાવત્ છે. – ૩૯ – ચિત્રભાનુજી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૧માં રૂપ ગુજરાતનાં મોટા શહેર અમદાવાદ ગયો. રૂપ ત્યાં એક સ્વતંત્ર સેનાની તરીકે ગયો હતો. ત્યાંથી તે પિતાને મળવા તુમકુર ગયો. તેને ઉષાને મળવાની પણ ખૂબ ઇચ્છા હતી. ઉષા ત્યારે બેંગલૉરમાં હતી જ્યાં તેના પિતા મેડિકલ ઑફિસર તરીકે કાર્યરત હતા. જ્યારે તે તુમકુર પહોંચ્યો ત્યારે તેને માટે ત્યાં એક અગત્યનો સંદેશો રાહ જોઈ રહ્યો હતો. ઉષા પોતાના કુટુંબ સાથે રજાઓ ગાળવા કલકત્તા ગઈ હતી જ્યાં તેને એક આકરો તાવ લાગુ પડ્યો હતો. ડૉક્ટરોને મતે ઉષા મેલેરિયાનો શિકાર બની હતી. આ જાણ્યા પછી એકેય ક્ષણ બગાડ્યા વિના રૂપ કલકત્તા પહોંચ્યો. રૂપ પથારીવશ ઉષા પાસે સમયસર પહોંચ્યો તો ખરો પણ તે ઉષાની જિંદગીનો અંતિમ દિવસ હતો. તે બોલી શકે તેમ પણ નહોતી. રૂપની હાજરીમાં દેહત્યાગ કરીને ચાલી ગયેલી ઉષા સાથેની આ મુલાકાત નિઃશબ્દ રહી. રૂપ પર જાણે ફરી વાર પસ્તાળ પડી હતી. તે ક્યાં ગઈ? શા માટે ગઈ? કેમ? રૂપે પોતાની મા અને બહેનને ગુમાવ્યા ત્યારે જે ઊંડી ખોટ અને લાચારીની લાગણીઓમાં રૂપ ડૂબી ગયો હતો તેવા જ ભાવ આ વખતે સખી ગુમાવવાની ક્ષણે તેના મનમાં ઊભરાઈ આવ્યો. પોતાની માંદગી દરમિયાનના અનુભવોને પગલે રૂપને લાગતું હતું કે પોતે ફરી જન્મ્યો હતો. માનસિક સ્તરે રૂપ એક નવી અને સાવ જુદી દુનિયામાં હોવા છતાં પ્રેમનો આ તંતુ અન્ય માણસોની જિંદગીના અલગ અલગ ભાવ અને રંગો સાથે તેને જોડી રાખતો હતો. ઉષાના મૃત્યુને પગલે પ્રેમનો એ તંતુ પણ તૂટી ગયો. શા માટે મારા પ્રિયજનો મને છોડીને ચાલ્યા જાય છે? દર વખતે કોઈ ચાલ્યું જાય ત્યારે શા માટે હું આટલી બધી પીડા અનુભવું છું? હું જો આપણે જેને આટલી બધી પ્રિય ગણતા હોઈએ તે વ્યક્તિ વહેલી કે મોડી ચાલી જ જવાની હોય તો સંબંધો બાંધવાની અને લાગણીઓ પોષવાનો શું અર્થ છ ? રૂપને વૈરાગ્યનો અનુભવ થયો. દુન્યવી બાબતોથી અલગ અને પર રહેવાની લાગણી તેનામાં શ્વસતી હતી. એ હવે એવો ચાર વર્ષનો છોકરો નહોતો જેણે આકાશના તારામાં પોતાની માને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ વખતે શોકની દુનિયામાં ફેંકાયેલા રૂપ પાસે વધારે સંકુલ અને જટિલ પ્રશ્નો હતા જેના જવાબો સરળ નહોતા. યુગપુરુષ - ૪૦ - Page #60 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ દ્વારા શ્રેષ્ઠતા જો વાણીને બદલે કર્મનો મહિમા વધુ હોય તો તે પરમ ફળ(લાભ)ની અમર્યાદ લાલસાઓ થકી દૂષિત ન હોવું જોઈએ. સાચું કર્મ ઉત્કૃષ્ટતા અને સેવાની ઈચ્છાથી પ્રેરિત હોય છે જે અંતે જીવનના હેતુને પરિપૂર્ણ કરવામાં પરિણમે છે. – ચિત્રભાનુજી પ્રકરણ : મુક્તિ Aષાના મૃત્યુની વિપદા પછી રૂપનું હોવું જ જાણે નિરર્થકતાથી ઘેરાઈ ગયું હતું. ( ૨તેનું હૃદય ભાંગી ગયું હતું અને તેને ક્યાંય શાતા નહોતી મળતી. પિતાના વેપારમાં જોડાવામાં પણ તેને નિરર્થતા જ લાગતી હતી. આ માનસિક સ્થિતિમાં તેને લાગ્યું કે તેણે પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદના આશ્રમની મુલાકાત લેવી જોઈએ. આ આશ્રમ તુમકુરથી બહુ દૂર નહોતો. તેણે તેના પિતાને જાણ કરી ને તે આશ્રમ ચાલ્યો ગયો અને એક મહિનો ત્યાં રહ્યો. કમનસીબે શરૂઆતથી જ તેને લાગ્યું કે આશ્રમમાં પોતે ગોઠવાઈ નહોતો શકતો. તેને ત્યાંનું વાતાવરણ માફક નહોતું આવતું. તેને સંવેદનાત્મક અને આધ્યાત્મક પુનરુત્થાનના અનુભવની આશા હતી. રૂપને હતું કે આશ્રમનાં માહોલને પગલે તેનો ભાંગી ચૂકેલો જુસ્સો તેને કદાચ પાછો મળશે, ઠીક થઈ જશે. પરંતુ એવું કંઈ ન થયું. તે શ્રી અરવિંદની નજીક ન જઈ શક્યો. શ્રી અરવિંદ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને વિદ્યાર્થીઓનું અભિવાદન કરતા. આ અછડતો સંવાદ રૂપ માટે પૂરતો નહોતો. તે આશ્રમમાં અર્થ, સમજ અને દિશા શોધવા આવ્યો હતો પણ આવું કંઈ જ ન મળતાં તે નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. માર્ગદર્શન શોધવામાં મળેલી નિષ્ફળતાને પગલે રૂપ વધારે બેચેન બન્યો. અરુણાચલની ટેકરીઓની તળે તિરુવન્નામલાઈના નાનકડા શહેરમાં રમણ મહર્ષિના આશ્રમમાં જઈને તેમને મળવું એમ રૂપે નક્કી કર્યું. રૂપ એ સ્થળને જાણતો હતો કારણ કે કૉલેજકાળમાં તે ત્યાં ધ્યાન ધરવા જતો. ત્યાંનું વાતાવરણ મૈત્રીપૂર્ણ અને આવકાર્ય હતું. ગુરુ તેની સામે પ્રેમથી જોતાં જ તેના વિચાર વાંચી લેતા અને એકેય શબ્દ ઉચ્ચાર્યા વિના તેની સાથે - ૪૧ – ચિત્રભાનુજી Page #61 -------------------------------------------------------------------------- ________________ આંખોથી વાત કરતા. ક્યારેક રૂપ તેમને સવાલ કરતો ત્યારે ગુરુ ક્યારેક સ્મિતથી તો ક્યારેક સંકેતથી તેને જવાબ આપતા. ગુરુ આકાશ તરફ ઈશારો કરતા અને જાણે કહેતા, ‘ઉપર જાવ, હજી ઉચ્ચ', ઘણી વાર તે હૃદય તરફ ઈશારો કરતા અને કહેતા, ‘અંદર જાવ’. શ્રી રમણ મહર્ષિ દિવસનો મોટો ભાગ મૌન રહેવાનું પસંદ કરતા. પોતાના મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓના સવાલોનો જવાબ આપવા માટે તે દિવસમાં માંડ પંદર મિનિટનો સમય ફાળવતા. છતાં પણ રૂપને તેમના સાંનિધ્યમાં શાતા અને શાંતિનો અનુભવ થતો. રૂપે તેમની સાથે થોડા વધારે દિવસો ગાળ્યા. પિતા પાસે ઘરે પાછા ફર્યા પછી રૂપને સતત એકાંતની અનિવાર્યતા લાગતી. તેણે બનારસની મુલાકાત લેવાનું નક્કી કર્યું પણ પિતાએ તેને પાલીતાણા જવાનું સૂચન કર્યું. થોડાં વર્ષો પહેલાં તેઓ ત્યાં જાત્રાએ ગયા હતા. રૂપના મનમાં આધ્યાત્મિક શાંતિ શોધવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે તે તરત પાલીતાણા જવા તૈયાર થઈ ગયો. હજારો વર્ષોથી પાલીતાણામાં આવેલા શત્રુંજયના પવિત્ર પર્વતે અનેક વાંચ્છુકો અને સંતોને આકર્ષ્યા હતા. સંસ્કૃતમાં શત્રુ શબ્દનો અર્થ છે દુશ્મન અને જય શબ્દનો અર્થ છે જીતવું, આ બેને ભેગા કરતાં શત્રુંજય શબ્દ બને જેનો અર્થ છે લાલચ અને ગુસ્સાના આંતરિક શત્રુઓ પર જીત મેળવવી. બધી જ વયના, જ્ઞાતિના, ધર્મના યાત્રાળુઓ ૨૦૦૦ ફૂટ ઊંચા શત્રુંજય પર પોતાની ગતિએ ચઢતા. જે નબળા હોય તે ટેકાની લાકડી રાખતા. રૂપે ખુલ્લા પગ, ખુલ્લાં સફેદ વસ્ત્રોમાં શત્રુંજય પર્વત ચઢવાની શરૂઆત કરી. જેમ જેમ તે ઉપર ચઢતો ગયો તેમ તેમ તેણે પિતાએ શિખવાડેલા મંત્રનો જાપ પણ ચાલુ રાખ્યો. ઓમ શ્રી શત્રુંજય આદિનાથાય નમઃ પ્રભુ આદિનાથ અને શત્રુંજયને હું નમન કરું છું. જ્યાં સુધીમાં રૂપ શત્રુંજય પહાડની ટોચે પહોંચ્યો ત્યાં સુધી તેના આત્મા પરનો બોજ જાણે ખસી ગયો હતો. લાંબા સમયથી ઊંચકી રાખેલો ભાર તેણે હળવો કરી દીધો હતો. તેણે પાલીતાણામાં પાંચ દિવસ પસાર કર્યા અને તે રોજ પહાડના શિખરે પહોંચતો. પાંચમા દિવસે તેણે ગુરુ આચાર્ય ભક્તિસુરીજીને જોયા. રૂપે તેમનું અભિવાદન કર્યું અને ગુરુએ વળતું સ્મિત આપ્યું. રૂપ તેમના સ્મિતને જોઈને અભિભૂત થઈ ગયો. તેને ખૂબ શાંતિ લાગી અને ઉષ્માભર્યા તરંગોનો તેને અનુભવ થયો. આ નાનકડી મુલાકાતને પગલે રૂપે એ ધર્મશાળામાં દોઢ મહિનો પસાર કર્યો. તે પાલીતાણામાં હતો તે દરમિયાન આચાર્ય ભક્તિસુરીજી રોજ ઉપદેશ આપતા. રૂપે ગુરુ સાથે વાત કરી, તેમની સાથે ધ્યાન ધર્યું અને માર્ગદર્શન મેળવ્યું. આચાર્યએ તેની વાત યુગપુરુષ - ૪૨ - Page #62 -------------------------------------------------------------------------- ________________ ખૂબ કરુણાપૂર્વક સાંભળી. આચાર્યને રૂપના મનની અરાજકતાભરી સ્થિતિ સમજાઈ અને ઊંડા સ્તરે આધ્યાત્મની ખોજ કરવાની આવશ્યકતા પણ સમજાઈ. આચાર્યએ તેને કહ્યું. બેટા, દૈવી પરમાનંદમાં તને દોરી શકવાનો એક જ રસ્તો છે. વિશ્વના બધાં શોક, પીડા અને ભ્રમણાઓને પાછળ છોડી દેવાં. તારે હવે દીક્ષા લેવાનો સમય થયો છે તું હવે સાધુ બની જા. આંતરિક અને બાહ્ય તમામ દખલગીરીને હવે તારે ત્યજી દેવી પડશે જેથી તું તારી ઊર્જા પર વધુ ધ્યાન આપી શકે.” 'રૂપ ચૂપ થઈ ગયો. તેને આટલું ભવ્ય સૂચન અન્ય કોઈએ નહિ પણ આચાર્યએ પોતે આપ્યું હતું. રૂપે સવાલ કર્યો, “હું તમારી માફક સાધુ કેવી રીતે બની શકું આચાર્ય? હું દીક્ષા કેવી રીતે લઈ શકું? આચાર્ય હસ્યા અને રૂપને કહ્યું કે “ઘરે જા અને દીક્ષા લેવા માટે પરિવારજનોની પરવાનગી મેળવીને પાછો આવ.” રૂપ એક નવા જ હેતુની સમજ લઈને ઘરે પાછો ફર્યો. દુનિયાનાં બધાં જ આકર્ષણોને ત્યજી દેવાની ઊંડી લાગણી તેનાં મનમાં આકાર લેવા માંડી હતી. પરંતુ તેણે જ્યારે પોતાનો વિચાર કુટુંબીજનો તરફ રજૂ કર્યો ત્યારે તમામે તેનો વિરોધ કર્યો. તેની ફઈ ખાસ કરીને હેબતાઈ ગઈ હતી. રૂપના ઈરાદા સાંભળીને તે તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ ઇચ્છતા હતા કે રૂપ લગ્ન કરે. જો રૂપ દીક્ષા લેશે તો પેઢી દર પેઢીથી ચાલતો આવતો તેના પિતાનો આ ધમધમતો વેપાર તો અટકી જ જશે પણ વંશવેલો પણ અટકી જશે. ગજરાફઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું, “રૂપ તું આટલો બધો સ્વાર્થી કઈ રીતે થઈ શકે ? તું તારી જવાબદારીઓથી માં કેવી રીતે ફેરવી શકે ? આમ સામાજિક જવાબદારીઓમાંથી કેવી રીતે છટકી શકાય? જેમણે તારી આટલાં બધાં વર્ષો દરકાર રાખી છે તેમની તું અવગણના કેવી રીતે કરી શકે ?” ગજરાફઈનાં આંસુ અટકતાં નહોતાં. તેમણે કહ્યું કે, “તું કુટુંબનો સૌથી છેલ્લો દીકરો છે અને તું દિક્ષા લઈને સાધુ બની જઈશ તો આપણા વંશનું શું થશે, આપણાં કુટુંબનું નામ કોણ આગળ વધારશે.' ગજરાફઈની વાત સાંભળીને રૂપને કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓનો વિચાર આવ્યો. હું ખરેખર ભાગેડુ કે સ્વાર્થી છું? હું મારા સ્વજનો પ્રત્યે અસંવેદનશીલ થઈ ચૂક્યો છું? - ૪૩ - ચિત્રભાનુજી Page #63 -------------------------------------------------------------------------- ________________ રૂપે પોતાની સજાગતાના એકેએક કણમાં આ સવાલોને ઊતરવા દીધા. બધું ત્યજી દેવાની પ્રબળ ઇચ્છાને જાણે તેણે રોકી. પિતા પ્રત્યેનાં માનને કારણે તેણે પોતાનો દીક્ષા લેવાનો આ નિર્ણય એક વર્ષ સુધી ટાળવાનું નક્કી કર્યું. આ દરમિયાન રૂપ પિતાના વેપારમાં જોડાયો. તેને એમાં બહુ રસ નહોતો પડતો. તેનાં મનમાં સ્થગિતતા અને કંટાળાના ભાવ વારંવાર ઊભરી આવતા હતા. વિરોધાભાસની વાત તો એ છે કે દુન્યવી જીવનની એકધારી ઘટમાળમાં જીવતાં જીવતાં જાણે રૂપને વધારે સ્પષ્ટતા મળી કે તેને જીવનમાં શું જોઈતું હતું અને શું ત્યજી દેવું હતું. તેની આધ્યાત્મિક પ્રોજને અનુસરવા માટે તેને જે મુક્તિ, જે સ્વતંત્રતા જોઈતાં હતાં તે માટેની ઇચ્છા તો વધારે પ્રબળ બનતી ગઈ. તે રવીન્દ્રનાથ ટાગોર, કાલિદાસ અને જયદેવ જેવા કવિઓ અને લેખકોનાં સર્જન વાંચતો. તેને જ્યોર્જ બર્નાર્ડ શૉનાં નાટકો, આઈન્સ્ટાઈનનાં પેપર્સ અને ટૉલ્સ્ટૉયનાં તત્ત્વચિંતન આધારિત લખાણો વાંચવાનું ગમતું. ધૂમકેતુ, મુનશી અને રમણલાલ દેસાઈનાં ગુજરાતી સર્જનો પણ રૂપને ખૂબ ગમતાં. એક દિવસ રૂપે તેના પિતા સાથે ખુલ્લા હૃદયે વાત કરી. પિતાજી મહેરબાની કરીને મને આ વાત કહેવા દો. હું તમને પ્રેમ કરું છું, મને તમારી ફિકર પણ છે અને એ તમે જાણો છો. હું કલ્પી પણ નથી શકતો કે તમારાથી વધારે પ્રેમાળ પિતા આ દુનિયામાં કોઈ હોઈ શકે. મને ખબર છે કે તમે જ મારી લાગણીને સારી પેઠે સમજી શકશો. સંન્યાસ જ એક માત્ર રસ્તો છે જેનાથી હું મારી જાતને એકઠી કરી શકીશ અને હકારાત્મક દિશામાં આગળ વધી શકીશ. હું તમને આજીજી કરું છું મહેરબાની કરીને મને રોકશો નહિ. મને તમારા આશીર્વાદ આપો.' રૂપે પોતાના પિતાને આમ ભારપૂર્વક કહ્યું. રૂપના પિતાએ એક શબ્દ ન કહ્યો અને આંખો મીંચી લીધી. પિતાના ચહેરા પર આંતરિક પીડાના ભાવ ઊપસી આવ્યા પણ થોડા સમય પછી એ ભાવ બદલાયો. તેમના ચહેરા પર દયા અને શાંતિ દેખાયાં. તેમણે આંખ ખોલી કંઈ પણ બોલતાં પહેલાં અઢળક કરુણા અને પ્રેમથી રૂપનો હાથ હાથમાં લીધો. | ‘તારે ખરેખર દીક્ષા લેવી છે? એમ જ હોય તો પ્રિય દીકરા મારા આશીર્વાદ તારી સાથે છે. મારે તારા પથમાં અવરોધ નથી બનવું. હું સમજું છું કે તારી આ એષણા સાચી છે. પણ સંન્યાસજીવન ખૂબ કઠિન છે. તું કંઈ પણ આગળ કરે તે પહેલાં તું થોડો સમય લે. તું પાવાપુરી જા, જયાં મહાવીર સ્વામીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. એ જગ્યા તને નવી જિંદગી માટે તૈયાર કરશે.” છોગાલાલજીએ દીકરાને કહ્યું. યુગપુરુષ - ૪૪ - Page #64 -------------------------------------------------------------------------- ________________ હંમેશની માફક રૂપના પિતાએ સાબિત કર્યું કે પોતે કઈ રીતે નિઃસ્વાર્થ અને સંવેદનશીલ પિતા હતા. રૂપ તેના પિતાને કૃતજ્ઞતાથી ભેટી પડ્યો. આ એ ક્ષણ હતી જ્યારે પિતાને સમજાઈ ગયું હતું કે તેમનો દીકરો પોતાના નિર્ણય જાતે લેવા જેટલો મોટો થઈ ગયો હતો. તે બન્ને એક સાથે પિતા અને પુત્રની દુન્યવી વ્યાખ્યાઓની બહાર નીકળી ગયા હતા અને તેમની જિંદગીની સૌથી અગત્યની મહાન સફરના આધ્યાત્મિક સાથીદાર બની ગયા હતા. છોગાલાલજીના ભાઈઓને કોઈને ત્યાં સંતાન નહોતું અને હવે કુટુંબનો એકમાત્ર વારસ સંન્યાસ લઈ રહ્યો હતો. તેને પગલે વંશવેલો તો અટકી જ રહ્યો હતો પણ આવનારા દિવસોમાં કુટુંબનાં નામ અને પ્રતિષ્ઠા બન્નેને પૂર્ણવિરામ લાગવાનું હતું. એકમાત્ર પુત્રરત્નના સંન્યાસ લેવાના આ નિર્ણયને કારણે પરિવારમાં બધા જ ખૂબ દુઃખી હતાં. ગજરાફઈ તો એટલાં ગુસ્સે થયાં હતાં કે તેમણે નિર્ણય લીધો હતો કે તે ફરી ક્યારેય રૂપ સાથે વાત પણ નહિ કરે. ૬ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ ૨૦ વર્ષના રૂપે દીક્ષા લીધી અને સંન્યાસી બની ગયો. રૂપનો દીક્ષા સમારોહ શ્રી આનંદસાગરજીના શિષ્ય શ્રી ચંદ્રસાગરજીની હાજરીમાં મુંબઈથી સો માઈલ દૂર આવેલાં બોરડી ગામમાં યોજાયો. પહેલાંની જિંદગીને હંમેશ માટે છોડી દેવાના પ્રતીકરૂપે, દીક્ષાની પરંપરાના ભાગ મુજબ રૂપના ગુરુએ તેને નવું નામ આપ્યું અને રૂપ મુનિ ચંદ્રપ્રભસાગર તરીકે ઓળખાયા. - ૪૫ - ચિત્રભાનુજી Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ મૌન મૌન આપણને અંદરથી ઊર્જાવાન બનાવે છે. તે કેન્દ્રમાં ઊર્જા એકઠી કરે છે. મૌન થકી વાણીનો અકથ્ય આનંદ મળે છે. મૌન દ્વારા આત્મવિશ્લેષણ સંભવે છે. જેના થકી મન આંતરિક શાંતિનાં સંગીતને અનુસરે છે અને તે પણ એવું જ છટાદાર બને છે. – ચિત્રભાનુજી પ્રકરણ : આધ્યાત્મિક વિકાસ કો-હમ અથવા હું કોણ છું ? ૨૫ જે હવે મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી બની ચૂક્યો હતો, તેણે પોતાના સાધુ જીવનના નવા અવતારનો પહેલો દિવસ ધ્યાન ધરીને મૂળભૂત પ્રશ્નોના વિચાર કરવામાં ગાળ્યો. તેણે “કો'ના સ્વરે શ્વાસ લીધો અને અહમના અવાજે ઉચ્છવાસ કાઢ્યો. આમ વારંવાર કરવાથી તે પોતાની જાતને, પોતાની ચેતનાને ઊંડે સુધી વલોવીને શુદ્ધ કરી શક્યો. આ તબક્કે તેણે પોતાની જાતને છીછરા જવાબોની સામે ઊભેલો જોયો, જે બધા જૂની આદતો, લાલચ અને ધરબાઈ રહેલા ગુસ્સાના અવશેષ હતા. પણ આ પ્રશ્નો સંબોધવા માટે તેણે નવા શબ્દનો પ્રયોગ કર્યો. નાહમ અથવા હું નહીં - તે ભૂતકાળની શીખેલી બાબતોના સ્તરોને આ રીતે પદ્ધતિસર ધીરે ધીરે ઉખાડતા શીખ્યો હતો જેથી અંતે તે સો-અહમની બિલકુલ સમક્ષ આવી શકશે. સોહમ એટલે જેને કોઈનો સ્પર્શ નથી થયો, જેમાં કોઈ ક્ષતિ નથી – તેવું જાતનું આંતરિક કેન્દ્ર. સવારના ધ્યાન પછી તે પોતાનાથી વરિષ્ઠ તેવા સાધુઓ સાથે રોજના વિહારમાં જોડાયા. હાથમાં ઓઘો અને એક વિશેષ રીતે તૈયાર કરાયેલા પાત્રને લઈને તેઓ મધ્યાહન સુધી ચાલ્યા. તેમાંથી કેટલાક ચૂપચાપ ચાલ્યા અને અન્ય મંત્રોચ્ચાર કરતા ચાલ્યા. એક ગામડે પહોંચતાં સુધીમાં તેઓ ૧૨ માઈલ જેટલું ચાલ્યા હતા. હવે ગૌચરી મેળવવા - ૪૭ - ચિત્રભાનુજી Page #67 -------------------------------------------------------------------------- ________________ માટે કેટલાંક ઘરોમાં જવાનો સમય થયો હતો. ગૌચરી શબ્દનો અર્થ થાય છે જેમ ગાય ચરે તે રીતે. ગૌચરી એક એવી પદ્ધતિ છે જેના દ્વારા જૈન સાધુઓ પોતાના સમૂહ માટે ખોરાક એકઠો કરે છે. ખોરાક એકઠો કરવામાં જૈન સાધુઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જૈન સાધુઓ પોતે ક્યારેય રાંધતા નથી. તેઓ પોતે ક્યારેય સીધું કે કરિયાણું ખરીદતા નથી (તેમની પાસે ક્યારેય નાણાં નથી હોતાં). આ બધું કરવાને બદલે તેઓ તેમના ધર્મના માનનારાઓને ઘરે જઈને ભિક્ષા મેળવે છે. આ રીતે ખોરાક મેળવે તેને ગૌચરી કહેવાય. તેઓ ભિક્ષામાં માત્ર પહેલેથી રાંધેલું હોય તેવું જ ભોજન સ્વીકારી શકે. તેમને માટે વિશેષ રીતે રંધાયેલી વસ્તુઓ તેઓ ન સ્વીકારી શકે. આ ઉપરાંત તેમણે ઓછામાં ઓછાં સાત ઘરોની મુલાકાત લેવી પડે. કારણ કે દરેક ઘરેથી તેઓએ થોડું થોડું જ સ્વીકારવાનું હોય છે, તેઓ એક કે બે વસ્તુથી વધારે ખોરાકની વસ્તુઓ એક ઘરેથી ન મેળવી શકે. બિલકુલ એ જ રીતે જે રીતે ગાય જમીનના જુદા જુદા હિસ્સાઓમાંથી થોડું થોડું ચરતી હોય છે, જમીનના કોઈ એક ચોક્કસ હિસ્સા પર ચરીને તેને ખલાસ નથી કરી દેતી. જ્યારે સાધુ ઘર પાસે પહોંચે ત્યારે રિવાજ પ્રમાણે તેણે ધર્મ-લાભની બૂમ પાડવાની હોય છે જે સાંભળીને ઘરના લોકો બહાર આવીને તેમના હાથમાં અસવજ્જાવિત્તી અથવા ખોરાક જેને તૈયાર કરવામાં કોઈ હિંસાનો ઉપયોગ નથી થયો તેવી વસ્તુ મૂકે છે. તેમણે ભેગો કરેલો ખોરાક માત્ર એક જ ભાણા પૂરતો હોય છે કારણ કે તેમને બીજી વારના ભાણાં માટેનો ખોરાક સંગ્રહ કરવાની છૂટ નથી હોતી. આ ખોરાક તેમના કાષ્ઠના પાત્રમાં મુકાય છે. સાધુઓ, તેવા જ લોકોના ઘરે જઈ શકે છે જેઓ ઇંડા, કોઈ પણ પ્રકારનું માંસ કે માછલી ન રાંધતા હોય. શાકાહાર એ અહિંસાના સંદેશા જીવનનો એક અગત્યનો હિસ્સો છે અને આમ તે દરેક જીવને સન્માને છે. મુનિશ્રીને તે સમયે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે જીવનના આગલા તબક્કામાં તેઓ શાકાહારથી પણ આગળ વધીને વિગનીઝમની એવી પદ્ધતિ અપનાવવાના છે કે તેમાં તેઓ કોઈ પણ પ્રકારની પ્રાણીજ વસ્તુઓનો ઉપયોગ નહિ કરે. તેમાં દૂધની બનાવટોનો પણ સમાવેશ થવાનો હતો. નવા મુનિને બહુ જલદી ભિક્ષા માગવાની આ રીત માફક આવી ગઈ. લોકોને ઘણી વાર આટલા સોહામણા યુવાનને સાધુ બનેલો જોઈને આશ્ચર્ય અને આઘાત થતા. તેમની બાળસહજ નિર્દોષતા, તેજ અને આગવા આકર્ષણને પગલે તે જેને પણ થોડા સમય માટે મળતા તેનું હૃદય જીતી લેતા. એક ફરતા સાધુ તરીકે તે જે પણ નિયમો અનુસરતા તે બધા પાછળ પીડાના ધાબળાને ફગાવી દઈને મૃત્યુના ડરમાંથી મુક્ત થવાનો અંગત ધ્યેય પણ રહેલો હતો. જોકે જૂની યાદો અને સંબંધોને ભૂલી જવા એટલા સરળ નહોતા. તેમનું મન અવારનવાર ભૂતકાળમાં સરી પડતું. તેમને લાગ્યું કે ધ્યાન ધરતી વખતે પોતે પૂરતું લક્ષ્ય નથી આપી શકતા. યુગપુરુષ - ૪૮ - Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમના ગુરુ પંન્યાસ શ્રી ચંદ્રસાગરજી સાથે વાત કરતા, તેમના ગુરુએ તેમને ખાતરી આપી કે નવા સાધુઓ સાથે આવું થતું જ હોય છે. આધ્યાત્મિક વિશ્વમાંથી અંદર-બહાર આવનજાવન થવી બહુ સ્વાભાવિક છે. તારા વિચારોનો સામનો કર, તેનાથી ભાગીશ નહીં. લાગણીના ઉતાર-ચઢાવના અસ્તિત્વને સ્વીકાર. તારા મિજાજમાં આવતાં પરિવર્તન અને મનની કલ્પનાઓને પણ સ્વીકાર. તારે અપરાધભાવ અનુભવવાની કે કશું પણ દબાવી રાખવાની જરૂર નથી. ધ્યાન ધરતી વખતે ઘણા વણજોઈતા વિચારો પણ આવશે. તે તમામ વિચારો પ્રત્યે માત્ર સાક્ષીભાવ રાખવો અને તેમને ગ્રહણ ન કરવા. તે બધા જ હંમેશાંની માફક પસાર થઈ જશે. તારાં લક્ષ્ય પર ધ્યાન આપીને ઊંડા શ્વાસ લે. ભૂતકાળના ડર સાથે તાદાભ્ય કેળવવાની કોઈ જરૂર નથી. તારા વિચારોને કોઈ રેલગાડી ચાલી જતી હોય તેમ જોવાનું રાખ. ગુરુએ એમ પણ સૂચન કર્યું કે ધ્યાનની સાથે તેમણે થોડો સમય શરીરને આરામ આપવા માટે પણ ગાળવો જોઈએ. શવાસન કરીને જતુ કરવાની શૈલી પણ મનને કેન્દ્રમાં લાવવા માટે ખૂબ મદદરૂપ થાય છે. મુનિશ્રીએ હિંદુ તત્ત્વચિંતનની મુખ્ય ધારાઓનો અભ્યાસ કર્યો ન્યાય, વૈશેષિકા, સાંખ્ય, મીમાંસા અને વેદાંત. તેમણે જૈન, બૌદ્ધ, આજીવિકા અને ચાર્વાક એમ અન્ય પ્રવર્તમાન ધાર્મિક માન્યતાઓનો પણ અભ્યાસ કર્યો. તેમણે જૈન સાહિત્યનો પણ અભ્યાસ કર્યો અને જાણ્યું કે ધ્યાન એ તેમનો સૌથી પ્રિય વિષય હતો. સમયાંતરે તેમણે ધ્યાન કરવા માટે પોતાનો આગવો ચાર પગલાંનો નિત્યક્રમ ઘડ્યો. hrim મંત્રથી તેઓ પુનર્જીવિત કરતા. hrimનો અર્થ બ્રહ્માંડની ચૈતસિક ઊર્જાનો પર્યાય છે. તેમણે આ મંત્ર પાંચ વાર બોલવાનું શરૂ કર્યું અને તે પછી જ તેઓ ૪૮ મિનિટનું મૌન ધ્યાન શરૂ કરતા. સાધુ બન્યાના છ મહિના પછી મુનિશ્રી અન્ય વરિષ્ઠ સાધુઓ સાથે પાલીતાણા પહોંચ્યા. આગમ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. આચાર્ય શ્રી આનંદસાગરજીએ પછીથી સૂચવ્યું કે તેમણે જાત સાથે વધુ ઊંડું ઐક્ય કેળવવા માટે મૌનવ્રત લેવું અને ગૂઢ મનની હિલચાલ અને હેતુનો પણ અભ્યાસ કરવો. મૌનવ્રતના આ વિચારે તેમને આકર્ષા અને આત્મપૃચ્છાની પ્રક્રિયા માટે આ પ્રાથમિક પગલું બન્યું. આ દરમિયાન એક અણધારી ઘટના બની. છોગાવાલજી, મુનિશ્રી ચંદ્રપ્રભના પિતાને અંતરથી આધ્યાત્મિક રસ્તે ચાલવાની ઘેરી લાગણી થઈ. તેમણે પોતાના પુત્રને પાલીતાણા જઈને મળતાં પહેલાં, પદ્ધતિસર પોતાનો વેપાર બંધ કરવાની અને અંગત મિલકત વગેરેથી છૂટા થવાની પ્રક્રિયાઓ કરી. તેમણે પોતાના પુત્રને જણાવ્યું કે તેઓ પણ દીક્ષા લઈને સાધુ બનવા માગે છે. મુનિને ખૂબ આશ્ચર્ય થયું. - ૪૯ - ચિત્રભાનુજી Page #69 -------------------------------------------------------------------------- ________________ તેમણે પૂછ્યું, ‘તમને ખાતરી છે ને કે મારા સાધુ બની જવાને કારણે તમે પ્રેરાઈને આ પગલું નથી લઈ રહ્યા?” ના મારા દીકરા, મારે દીક્ષા લેવી હોય તો એ યોગ્ય કારણ ન હોઈ શકે એ હું જાણું છું, હકીકતે મને પણ લાગે છે કે હું દુન્યવી ફરજો પૂરી કરી ચૂક્યો છું અને હવે એ સમય આવી ગયો છે કે હું મારી જાત માટે આધ્યાત્મિક રસ્તો પસંદ કરું. મારે ભગવાન મહાવીરના ઉપદેશો શીખવા છે, સમજવા છે અને તેમને મારાં અસ્તિત્વમાં ઉતારવા છે.” છોગાલાલજીએ કહ્યું. ગુરુ આ જાણીને ખૂબ ખુશ થયા અને તેમણે છોગાલાલજીને પણ દીક્ષા આપી. આ દીક્ષા સમારોહ પણ પારંપરિક રીતે યોજાયો અને ગુરુએ તેમને નામ આપ્યું, મુનિ ચંદ્રકાંત સાગરજી. આ નામનો અર્થ થાય છે કે ચંદ્રની સુંદરતાથી છલકાતો સમુદ્ર. મુનિશ્રી તેમના પિતાશ્રી સાથે એક તબક્કે મુનિ ચંદ્રપ્રભ માટે એ બહુ સરળ થઈ ગયું હતું કે તેમના પિતા સાથે તે મુક્તપણે વાત કરી શકતા. જોકે આ સ્થિતિમાં પિતા પુત્ર માટે નવો પડકાર ખડો થયો. તેઓ પોતાના લોહીના સંબંધને તો નહોતા ભૂલી શકતા અને તે જ સંબંધને પગલે તેઓ ભૂતકાળની બાબતોમાં પણ ખેંચાઈ ન શકતા. આ ખાસ કરીને એટલા માટે હતું કે હવે તે બન્ને સંસારનો ત્યાગ કરીને સાધુ બની ચૂક્યા હતા. હંમેશાં તેમને ખૂબ જ આકરો પ્રયાસ કરીને દુન્યવી સંબંધની પર જવાનો પ્રયાસ કરવો પડતો. દીક્ષા યુગપુરુષ - ૫૦ - Page #70 -------------------------------------------------------------------------- ________________ લીધી તે પહેલાંના સંબંધને પગલે આધ્યાત્મિક વિકાસમાં આવતા કોઈ પણ સંભવિત અવરોધોથી પર જવા માટે તેમણે એકબીજાની સાથે મૌન પાળવાનો નિર્ણય લીધો. જોકે તે બન્ને એકબીજાની હાજરી નવી રીતે માણતા થયા. તેમનો સંબંધ ખરેખર તો વધારે વિકસ્યો અને નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. સામાજિક કે શારીરિક રીતે તેઓ પિતા પુત્ર હોઈ શકે પણ આધ્યાત્મિક રીતે તેઓ ગુરુ શિષ્યના સંબંધે બંધાયા. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો તેમની અનોખી જોડી જોઈ આશ્ચર્ય પામતા. બીજી બધી ગણતરીઓની પાર જઈને માત્ર આધ્યાત્મિક ખોજને લક્ષ્યમાં રાખવાનાં તેમના નિર્ણયને બિરદાવતા. તેમણે એક સાથે ચોમાસાના ચાર મહિના તેમના ગુરુ ચંદ્રસાગરજીની હાજરીમાં પસાર કર્યા. ઘણી વાર મૌન પણ છેતરામણું અને ઉપરછલ્લું હોય છે. મુનિશ્રીને એ બાબત પોતાના અનુભવ પરથી ખબર પડી. એક વખત તેમના સમૂહમાં હજી એક વર્ષ પહેલાં જ દીક્ષા લઈને જોડાયેલા એક સાધુ પર મુનિશ્રીને કોઈ બાબતે ગુસ્સો આવ્યો. મુનિશ્રીને તે સાધુનો વહેવાર તોછડો લાગ્યો. લાંબો સમય સુધી તેમણે અવગણના કરવાનો પ્રયાસ કર્યો પણ તેમની જાણ બહાર તેમના હૈયે ઘણી અકળામણ અને ચીઢ ભેગાં થયાં હતાં. એક વખત તેમણે જોયું કે નવાસવા સાધુએ ગુરુની સાથે મૌનવ્રત દરમિયાન તોછડાઈથી વર્તન કર્યું. મુનિશ્રીને ધરબાઈ રહેલી લાગણીઓ જાણે લાવાની જેમ ફાટી નીકળી. ગુસ્સાએ તેમને અંધ કરી દીધા અને ગણતરીની ક્ષણોની આકરી દલીલોમાં તો તેઓ હાથાપાઈ પર ઊતરી આવ્યા. એ સાવ ભૂલી ગયા કે પોતાને મૌન પાળવાનું હતું અને એક જૈન મુનિ તરીકે તેમનું સૌથી પહેલું વચન અહિંસાનું હતું. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરે તે સાધુને બન્ને ખભેથી ઝાલીને દીવાલ તરફ ધકેલ્યા. તેમના ગુરુ આમાં વચ્ચે ન પડ્યા. તેમણે પોતાનાં શિષ્યોને એટલો સમય આપ્યો કે તેમને સમજાય કે પોતે શું કરી રહ્યા છે. પોતાની અકળામણના આ હુમલા પછી મુનિશ્રી હેબતાઈ ગયા હતા અને પોતાનાં વર્તનથી ખૂબ શરમ અનુભવી રહ્યા હતા. બહારથી શાંત સાધુ જેવો દેખાવ કરવો અને મનમાં આટલો બધો રોષ ભરી રાખવો એ તો છેતરામણું છે. માત્ર વસ્ત્રો બદલ્યાં છે પણ મેં મારો સ્વભાવ નથી બદલ્યો. જો મારા વિચારો અને લાગણી પર મારો જ કાબૂ ન હોય તો હું બીજાને કઈ રીતે નિયંત્રિત કરી શકું. મુનિશ્રીને આ પછડાટનો બહુ આઘાત લાગ્યો હતો. આ ઘટના પછી તેઓ પોતાની નબળાઈ પર ખૂબ રડ્યા. તેમણે પોતાની માનસિક સ્વસ્થતા કેળવવા માટે મંત્રોચ્ચારનો આશરો લીધો. સમયાંતરે તે શાંત થયા. તેમને સુમતિ પણ આવી. તેમના મનમાં યોગ્ય વિચારો આવ્યા. તેમને મહાવીરના એ શબ્દો યાદ આવ્યા જે અવારનવાર તેમના ગુરુ પોતાના શિષ્યો અને અનુયાયીઓના લાભ માટે દોહરાવતા, - ૫૧ - ચિત્રભાનુજી Page #71 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે. પોતે જે સાધુ સાથે ઝઘડ્યા હતા તેની પાસે જઈને મુનિશ્રીએ માફી માગી અને પોતે પણ તેને કોઈ પણ શરત વિના માફ કર્યા. ત્યાર બાદ ગુરુએ સૂચન કર્યું કે આંતરિક શોધ ચાલુ રાખ. તારા વિચારો અને લાગણીઓ પર નજર રાખ. જ્યારે ગુસ્સો આવે ત્યારે તેનું મૂળ શોધવાનો પ્રયાસ કર. આ પ્રસંગ પછી મુનિશ્રી ફરી ક્યારેય રોષનો શિકાર ન બન્યા. તે શીખી ગયા હતા કે પોતાની શક્તિશાળી અને વિનાશકારી ઊર્જાને કઈ રીતે કાબૂમાં લેવી. ત્યાર બાદ શરીર, મન અને વિચારોને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાના હેતુથી મુનિશ્રીએ જૈન પદ્ધતિનું તપ આદર્યું. જૈન પરંપરામાં આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારનાં તપ હોય છે. સંસારીઓ બાહ્ય તપ સહેલાઈથી કરી શકે છે જ્યારે અંતરનું તપ બહારની સપાટી પર નથી જોઈ શકાતું. બાહ્ય તપની એક રીત પ્રમાણે તમારે આકરી શારીરિક મહેનતને આધ્યાત્મિક વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવાની હોય છે. મુનિશ્રી અને તેમના પિતાશ્રીએ નવ્વાણું જાત્રા તપનું પાલન કર્યું, એટલે કે શ્રી આદિનાથ દાદાનાં દર્શન કરવા માટે નવ્વાણું વખત શત્રુંજય પર્વત ચઢવો. ઉપવાસ એ અન્ય પ્રકારનું બાહ્ય તપ હતું. જૈનો દ્વારા અનુસરાતી વિવિધ ઉપવાસ પ્રથાઓમાંથી તેમને પસંદગી કરવાની રહેતી. દિવસમાં માત્ર બે વાર ખાવું, એક વાર ખાવું, જરાય ન ખાવું અને નિર્જળા એટલે કે પાણી સુદ્ધાં નહીં પીને જૈન પ્રથામાં ઉપવાસ કરાય છે. ઉપવાસ પાછળનો મૂળ હેતુ માત્ર ખોરાકથી દૂર રહેવાનો નથી પણ જાતને, મનને એવા સ્તરે લઈ જવાનો છે જ્યાં ખોરાક પ્રત્યેની કોઈ ઇચ્છા ન થાય. સાધુઓ માટે થોડા દિવસના ઉપવાસ તેમની નિર્ણયશક્તિનું માપ હોય છે. દરેક સાધુ એવો પ્રયાસ કરે કે તે સમયાંતરે એકસાથે વધારેમાં વધારે દિવસના ઉપવાસ કરી શકે. મુનિશ્રી ઉપવાસને શારીરિક જરૂરિયાતો પરનાં નિયંત્રણ તરીકે જોતા, માત્ર ખોરાકથી દૂર રહેવાની એક રીત તરીકે નહીં. ઉપવાસને કારણે વિચારોમાં પણ શુદ્ધતા આવે છે. એક દિવસના ઉપવાસથી ઘણા જીવોને અભયદાન મળે છે – એવું જીવતદાન અનાજ અને છોડના વિશ્વને એક દિવસ માટે મળે છે. તે શરીરને સાફ કરે છે અને મનની સજાગતાને ધારદાર બનાવે છે. બાહ્ય તપનું ત્રીજું રૂપ નિયત કરેલા સમય સુધી એકાંતમાં રહેવાનું હોય છે. શારીરિક દુનિયામાંથી ચોક્કસ સમય સુધી દૂર થઈ જવાથી વ્યક્તિને પોતાની જાત સાથે રહેવાનો સમય મળે છે. જ્યાં સુધી આંતરિક તપનો સવાલ છે ત્યાં સુધી જાતને ક્ષુલ્લકતા, ગુસ્સા અને ગર્વથી પર લઈ જવાની પ્રક્રિયા થાય છે, જે કોઈ પણ સાધુ માટે અગત્યનો ગુણ છે. સાથી સાધુઓની સેવા કરવી, તેમની માંદગીમાં સારવાર કરવી, તેમનાં વસ્ત્ર ધોવામાં મદદ કરવી કે તેમના માટે ગૌચરી લાવવી તે પણ આંતરિક તપનો જ એક પ્રકાર છે. યુગપુરુષ - ૫૨ - Page #72 -------------------------------------------------------------------------- ________________ મૌનને કારણે તેઓ પોતાની જાત અને બીજા પ્રત્યે અત્યંત ધીરજ કેળવતા શીખ્યા. તેમના અન્ય સાથેના ક્ષુલ્લક ભેદભાવ મટી જવા માંડ્યા. મૌન રહેવાની નિર્ણયાત્મક શક્તિને પગલે બળવો પોકારતું મન જાણે કાબૂમાં આવ્યું. છતાં પણ એવું ઘણી વાર થતું કે મુનિશ્રીને લાગતું કે પોતે એવા ઘણા નિયમો નથી અનુસરી શકતા જેને અન્ય સાધુ સંતો સૈકાઓથી અનુસરતા આવ્યા છે. આનું પહેલું દૃષ્ટાંત તેમના સાધુત્વના પહેલા વર્ષમાં જ તેમની નજર સામે આવ્યું. સાધુઓને સ્નાન કરવાની છૂટ નથી હોતી કારણ કે પાણી એ સૂક્ષ્મ જીવજંતુઓના જીવનનું માધ્યમ છે. પોતાના શરીરને સાફ કરવા માટે સાધુઓએ ભીના વસ્ત્રથી શરીરને લૂછવાનું રહે છે. યુવાન ચંદ્રપ્રભને આ પ્રથા માફક નહોતી આવતી. શરીરને સ્વસ્થ રાખવા અને નિર્મળ છબી રાખવા માટે તેમને હંમેશાં યોગ્ય સ્નાનની જરૂર વર્તાતી. સ્વચ્છતાના પાઠ તેમનાં ગજરાફઈએ તેમનામાં રોપ્યા હતા અને સ્નાનના પ્રતિબંધ કરતાં એ સ્વચ્છતા તેમને માટે વધારે અગત્યની હતી. તેઓ આ નિયમમાં બાંધછોડની વાત કરવા માટે પોતાના ગુરુ પાસે ગયા. ગુરુએ તેમની વાત ધ્યાન દઈને સાંભળી. યુવા મુનિએ કહ્યું, “મારે સ્નાન ન કરવાનો નિયમ પાળવો પડે પણ મને તો સ્નાન કર્યા વિના ઠીક નહીં જ લાગે. હું આ સાધુ જીવન ત્યજી દેવા તૈયાર છું.” ગુરુએ યુવા મનની દ્વિધા સાંભળી અને તેમને સમજાયું કે એક ડોલ પાણીને કારણે તેમના શિષ્ય વધુ અગત્યની બાબતો પર લક્ષ્ય નહોતા આપી શકતા. ગુરુએ નક્કી કર્યું કે તેમના શિષ્યને રોજ એક ડોલ જેટલું પાણી વાપરવાની છૂટ મળશે. મુનિશ્રીને પોતાના ગુરુના અનુકૂળ થવાના સ્વભાવનો પરિચય થયો. ગુરુ શ્રી આનંદસાગરજી મુનિશ્રીના વિકાસ પર નજર રાખી રહ્યા હતા અને તેઓ જે સુંદર સ્પંદન અને આંતરિક સુંદરતા દર્શાવી રહ્યા હતા તેનો પણ ગુરુને ખ્યાલ હતો. તેમણે પોતાના શિષ્યમાં હૃદયની કોમળતા, મીઠો અવાજ અને ખુશાલ પ્રતિભાના ગુણ પણ જોયા. ગુરુએ જોયું કે મુનિશ્રીનાં આત્મજ્ઞાનને પગલે ભવિષ્યમાં હજારો લોકો આત્મજ્ઞાનના પંથે ચાલવાના છે. તેમણે એ પણ જોયું કે અનેક ખોવાયેલ આત્માઓને દિશા બતાવતી મશાલ બનવાની ક્ષમતા પણ મુનિશ્રીમાં છે. ગુરુને ભવિષ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ મુનિશ્રીને પોતાને તેનો કોઈ ખ્યાલ ન હતો. આ માટે ગુરુએ નક્કી કર્યું કે અન્ય ફરજોની સાથે મુનિશ્રી વક્તવ્ય આપવાનું - ૫૩ - ચિત્રભાનુજી Page #73 -------------------------------------------------------------------------- ________________ અને લોકોના પ્રશ્નોના જવાબ આપવાનું પણ શરૂ કરશે. આ વક્તવ્ય અને પ્રવચનોથી મુનિશ્રીને પોતાને પણ ઘણો લાભ થયો. ભાષાનો યોગ્ય ઉપયોગ કરવાની તેમની આવડત વધારે તીવ્ર બની, તેમના વિચારો અને સૂઝ વધારે સ્પષ્ટ થયાં અને તેઓ શબ્દોનાં બારીક તથા ગૂઢાર્થને વધારે સારી રીતે સમજતા થયા. યુવા સાધુને જૈન મુનિની વિચરતી જિંદગીમાં અભિવ્યક્તિનો અને સંવાદ સાધવાનો નવો આનંદ પ્રાપ્ત થયો. મુનિશ્રી બનારસમાં સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ શીખ્યા. તે પછીનાં વર્ષોમાં તેમનો મોટા ભાગનો પગપાળા વિહાર તેમના પિતા અને ગુરુ સાથે પાલીતાણા અને ખંભાતનાં પ્રદેશમાં થયો હતો. ખંભાતમાં યુવાનો, મુનિશ્રીની વાતોના ખૂબ હકારાત્મક પ્રભાવમાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ તીવ્ર બન્યો હતો. મુનિશ્રીએ અમદાવાદના રોષે ભરાયેલા અને વ્યાકુળ યુવાનો સાથે વાત કરી. તેમણે હિંસા અને અહિંસાનો પોતાનો અનુભવ તેમની સાથે વહેંચ્યો. તેમણે કહ્યું, “મેં બહુ પહેલાં જ શીખી લીધું કે હિંસા કરનારાને વળતરમાં પણ હિંસા જ મળે છે. તેનાથી કિંઈ વધારે કે ઓછું નહીં. મારા ઘા એનો પુરાવો છે.” મુનિશ્રીની ઉંમરના યુવાનો પોતાની જાતને મુનિશ્રી સાથે સાંકળી શક્યા. તેમણે તેમને ધ્યાનપૂર્વક સાંભળ્યા. તેઓ ઘણી વાર તેમની વાતથી એટલા પ્રભાવિત થઈ જતા કે તેઓ પોતાનો વહેવાર અને વિચારશૈલી બદલી નાખતા. સાધુ જીવનનાં શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં મુનિશ્રીએ મૌન પાળવામાં ઘણો લાંબો સમય ગાળ્યો હતો. તેમને પાલીતાણામાં શત્રુંજયના ઢાળ પર આવેલી એક ગુફા વિશે ખબર હતી. વહેલી સવારથી મોડી સાંજ સુધી તે ગુફાની બહારના ખડકો પર પદ્માસનમાં બેસીને ધ્યાન ધરતા. રાતે તેઓ ગુફાની અંદર પોતાનું વસ્ત્ર પાથરીને યોગ નિદ્રા અને ધ્યાન એમ બન્નેમાં સમય વ્યતીત કરતા. દર બીજા દિવસે તેઓ થોડા માઈલ દૂર આવેલાં ગામમાં જઈને ગૌચરી રૂપે ખોરાક એકઠો કરીને સમય બગાડ્યા વિના પોતાની ગુફામાં પાછા ફરતા. મૌન અને એકલતાના આ લાંબા કલાકોને પગલે તેઓ આત્મજ્ઞાનના નવા સ્તરે પહોંચ્યા. દીક્ષા લીધાનાં પાંચ વર્ષ પછી તેમને સંસ્કૃત શબ્દ “મુનિ' એટલે કે આંતરિક સત્ય શોધવા માટે જેણે બાહ્ય દુનિયાને ત્યજી દીધી છે તેવી વ્યક્તિનો, અર્થ સારી પેઠે સમજાવા લાગ્યો હતો. પોતાની જાતમાં ઊંડે સુધી એક કેન્દ્રીયતા સાથે સતત પહોંચીને તે પોતાની જાતનાં મધ્યબિંદુ સુધી પહોંચી શક્યા હતા. તેમણે પોતાની જાત ખોળી યુગપુરુષ - ૫૪ - Page #74 -------------------------------------------------------------------------- ________________ હતી અને તેને કારણે તેમના જીવનને નવો જ અર્થ મળ્યો હતો. તેમની પ્રતિભામાંથી સતત શાંતિ, મૃદુતા અને શાતાના ભાવ અને સ્પંદનો પ્રતિબિંબિત થતાં. ગુરુદેવ અને તેમની શક્તિશાળી પૅન અત્યાર સુધી તેઓ પોતાના પિતા અને ગુરુ સાથે પોતાની સૂઝ અને વિચારો ખાનગીમાં વહેંચતા અને વક્તવ્ય આપતી વખતે લોકોને પણ જણાવતા. ક્યારેક તેઓ પોતાની અંગત રોજનીશીમાં પણ જાતને અભિવ્યક્ત કરતા. સમયાંતરે તેમને સમગ્ર સમાજને અપનાવી લેવાની પ્રબળ ઇચ્છા જાગી. તેમણે પોતાનાં લખાણો અખબારો અને આધ્યાત્મિક સામયિકોમાં પહોંચાડ્યાં. તેમના લેખમાં, તેમના પોતાના અનુભવોને - ૫૫ - ચિત્રભાનુજી Page #75 -------------------------------------------------------------------------- ________________ આધારે નવો જ અભિગમ વણાયેલો રહેતો અને તે બહુ ઊંડી સૂઝ ધરાવનારો હતો. ખાસ કરીને ગુજરાતી અખબાર ‘સંદેશ’નાં વાચકોએ તેમનાં લખાણને ખૂબ આવકાર્યું. જોકે તેમનાં લખાણો માટે તે પોતાનું લાંબું ધાર્મિક નામ ‘પરમ પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી ચંદ્રપ્રભસાગર મહારાજજી' ન વાપરતા. આ લાંબું નામ તેમને એ સાધુઓ સાથે સાંકળતું જેના સમૂહ સાથે અને પંથ સાથે જોડાયેલા હતા. તેમને એ તમામ મર્યાદાઓ અને ભાગલાની પાર જઈને પોતાનાં લખાણોમાં જૈન ધર્મના સિદ્ધાંતો સામાન્ય માણસની ભાષામાં વ્યક્ત કરવા હતા. તેમણે પોતાને માટે નવું નામ શોધ્યું અને અખબારોમાં તે ‘ચિત્રભાનુ’જીને નામે લખતા. ચિત્રભાનુનો અર્થ થાય છે સૂર્યનો અર્ક, દૈવી સમજાગરૂકતા. તે સત્યનું સબળ પ્રતીક છે. આમ ચંદ્રપ્રભની ચંદ્ર જેવી આંતરિક શાંતિએ મુનિશ્રીને જીવન બક્ષતાં પ્રાથમિક સ્રોત તરફ દોર્યા હતા - સૂર્ય - આમ મુનિશ્રી ‘ચિત્રભાનુજી’ની ચુંબકીય ઊર્જામાં અવતિરત થયા હતા. તેમણે ઉપનામ વા૫૨વાની શરૂઆત કરી હોવાને કારણે ઘણા મહિનાઓ સુધી આ લેખકની ઓળખ છૂપી રહી. ત્યાં સુધીમાં તેમણે પોતાને ગુરુદેવના હુલામણા નામે ઓળખતા અનેક વાચકોનાં હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. યુગપુરુષ - ૫૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનું સંગીત ધિક્કાર અને પૂર્વગ્રહથી અંધ બનેલા માણસની નજર કેટલી બધી સુંદરતા જોવાનું ચૂકી જાય છે. જો તે જાતની અંદર શાંતિપૂર્ણ સંવાદિતા શોધવાની આશાથી લાગણીનો વિસંવાદ અને ખોટા આંતરિક ઘોંઘાટને બંધ કરી શકે તો તેને મૈત્રીનું કેટલું સુંદર સંગીત અનુભવવા અને સાંભળવા મળે. - ચિત્રભાનુજી પ્રકરણ ૮: વનું સાચું સ્વરૂપ 5) વા સાધુ મુનિ ચિત્રભાનુએ મુખ્ય પ્રવાહનાં પ્રકાશનોમાં પોતાનાં લખાણો દ્વારા ખૂબ પ્રખ્યાતિ મેળવી હતી અને તેમનાં વાચકોમાં તે અત્યંત સન્માનનીય લેખક હતા, છતાં પણ હજી તે પોતાના ગુરુના ખંતીલા શિષ્ય હતા અને તેમણે સોપેલાં કાર્યો પૂર્ણ કરવા એ પોતાની પહેલી ફરજ ગણતા હતા. આ સાથે સાથે આંતરિક પરિવર્તનની પ્રક્રિયા પણ ગતિ પકડી રહી હતી. આ પ્રક્રિયાના દૃષ્ટાંત વિવિધ પ્રસંગે જોવા મળ્યા. એક દિવસ ચિત્રભાનુજી એક માણસને મળ્યા જેની પાસે સિંહને કાબૂમાં લઈ શકવાની ચમત્કારિક શક્તિ હતી. તે ગિરનારના જંગલમાં રહેતો હતો. તે એવો વિસ્તાર હતો જ્યાં ઘણાં જંગલી જાનવરો વસતાં હતાં જેમાં સિંહોનો પણ સમાવેશ થતો હતો. ચિત્રભાનુજીએ તેની સાથે થોડા દિવસ પસાર કર્યા. સિંહ સાથે આટલી બધી નીડરતાથી કામ લેનારા આ માણસના ચમત્કારનું શું રહસ્ય હતું? તે બીજું કંઈ નહિ પણ પ્રેમની શક્તિ હતી. તે માણસે એક વાર ખૂબ ખરાબ રીતે ઘાયલ થયેલા સિંહને પૂરા પ્રેમ અને નિષ્ઠાથી સાજો કર્યો હતો, તેની કાળજી લીધી હતી. આ પ્રક્રિયામાં તે બન્ને વચ્ચે એક ન જોયેલી પણ ગાઢ મૈત્રી બંધાઈ હતી. બે કે ત્રણ વર્ષ સુધી તેમણે કોઈ પણ ડર વિના પેલા ઘાયલ સિંહની કાળજી લીધી હતી. સાજા થયા પછી જંગલમાં પાછો ચાલ્યો ગયો હોવા છતાં તે સિંહ રોજ સાંજે પોતાના મિત્રને મળવા આવતો. આ સંબંધથી ચિત્રભાનુજી દ્રવી ઉઠ્યા હતા કારણ કે તે વ્યક્તિ તેમને માટે એક જીવંત દૃષ્ટાંત સાબિત થઈ હતી. જે રીતે એક પ્રાણી અને મનુષ્યએ એકબીજા પર વિશ્વાસ - ૫૭ - ચિત્રભાનુજી Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂક્યો, પરસ્પર માનની લાગણી કેળવી તેને પગલે તે બન્નેની વચ્ચે બિનશરતી પ્રેમના અસ્મલિત પ્રવાહ સિવાય બીજું કંઈ જ નહોતું. ચિત્રભાનુજીએ બિનશરતી પ્રેમના આ નિયમને જીવનમાં નજરોનજર જોયો, અનુભવ્યો અને તે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. ચિત્રભાનુજીએ પોતે જંગલમાં વિહાર કરતા હોય ત્યારે ઘણી વાર ઝેરી નાગ અને અન્ય જંગલી પશુઓનો સામનો કર્યો હતો પણ તેમને ક્યારેય કોઈ પ્રાણીએ ઈજા ન પહોંચાડી. ચિત્રભાનુજીને એ બાબતે કોઈ શંકા ન હતી કે કોઈ પણ પ્રાણીથી ક્યારેય ડરવા જેવું હોતું જ નથી. એક પ્રસંગે જ્યારે તે પોતાના પિતા અને અન્ય સાત સાધુ-સંતો સાથે ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદેથી દાહોદથી માળવા જઈ રહ્યા હતા ત્યારે ભીલ પ્રજાતિનાં લૂંટારાઓએ તેમની પર હુમલો કરી દીધો હતો. ચિત્રભાનુજીએ તેમની સાથે ખૂબ ઉષ્મા અને પ્રેમથી વાત કરી, તેમની વાત સાંભળી અને ગેરસમજ જોતજોતામાં દૂર પણ થઈ ગઈ. એ સંવાદ પછી સાધુઓ અને ભીલોની ટુકડીએ વાતો કરતાં કરતાં રસ્તો કાપ્યો. આખરે જ્યારે છૂટા પડવાનો વખત આવ્યો ત્યારે તેમનાં હૈયાં પરસ્પર આનંદ અને કરુણાથી ભરાઈ ચૂક્યાં હતાં. લુટારુનો એક બીજો પણ બનાવ બન્યો હતો. ગુજરાતના દસાડા ગામે મુલાકાતે ગયેલા ચિત્રભાનુજી કુખ્યાત ગુનેગાર જીવા રેવાળને મળ્યા. ચિત્રભાનુજીએ તેની સાથે પ્રેમથી વાત તો કરી જ પણ નાટકીય રીતે તેની જિંદગી પણ બદલી નાખી. કાયદા તોડનારો જીવો, પોતાનાં ગામમાં કાયદાનું પાલન કરાવતો થઈ ગયો. ઠેર ઠેર છુપાઈને રહેતા બીજા લૂટારાઓ જીવાથી ડરતા અને તેમણે કાયદાનું પાલન કરાવતા જીવાને પગલે પોતાનું કામ બંધ કરી દીધું. લોકોમાં ફેલાતો આતંક આમ આપમેળે જ બંધ થઈ ગયો. જીવાને લોકોએ બિરદાવ્યો અને ખૂબ પ્રેમ પણ આપ્યો. ચિત્રભાનુજી એવા ધાર્મિક અગ્રણી હતા જે કોઈ પણ સમાજના કે જાતિના લોકો સાથે વાત કરે ત્યારે તેમને સંકુચિત કે જડ પરંપરાઓ તેમની પર થોપી ન દેતા. ઘણા પ્રસંગોમાં તેમની માનવતા, વાસ્તવવાદ અને ઉદાર અભિગમનો પરિચય થાય છે. ૧૯૫૬ની સાલમાં તેમના એક વક્તવ્ય માટે તેમને ભાવનગર જવાનું થયું. વિવિધ ક્ષેત્રના લોકો ત્યાં ભેગાં થયાં હતાં . એક સમુહ ભાવસારનો હતો જે જૈન ધર્મ અનુસરતાં હતાં. પર્યુષણના આઠમા દિવસે, પહેલા સાત દિવસ ઉપવાસ ન કર્યા હોય તેવા લોકો પણ ઉપવાસ રાખીને મૌન પાળવાના હતા. બીજા દિવસે સ્વામીવાત્સલ્યની મિજબાની અંતર્ગત આ ઉપવાસનાં પારણાં થવાનાં હતા. સ્વામી વાત્સલ્ય દરેક માટે પ્રેમની ઉજવણી સમાન પ્રસંગ હતો. જ્યારે ચિત્રભાનુજીને ખબર પડી કે જૈનો અને ભાવસાર અલગ અલગ મિજબાની કરવા ઇચ્છતા હતા ત્યારે તેમણે યુગપુરુષ - ૫૮ - Page #78 -------------------------------------------------------------------------- ________________ બન્ને સમૂહોને બોલાવ્યા. ચિત્રભાનુજી ઇચ્છતા હતા કે તેઓ સમજે કે ઉજવણીનો ખરો અર્થ એકતામાં જ રહેલો છે. તેમણે સંકુચિત માનસિકતા ધરાવતા જૈનોને પોતાનો વિચાર સમજાવ્યો કે જૈનોએ તો હંમેશાંથી વર્ણ વ્યવસ્થાને એક માનસિક પ્રક્ષેપણ ગયું છે. “જાતને માણસની વાસ્તવિકતા સાથે કંઈ લેવાદેવા નથી. દરેક જીવમાં દિવ્યતાનું આગવું બીજ હોય છે. જાત અને જ્ઞાતિને કારણે જીવનમાં વિવાદ થાય છે. શું આપણે આ અલ્પકાલ્પિક અને ક્ષણિક લેબલોને કારણે આપણી જીવન પ્રત્યેની લાગણીને મર્યાદામાં બાંધી દેવી જોઈએ? દરેકને પોતાના હૈયાના અવાજનો પડઘો પાડવાની, તે સાંભળવાની પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. આપણે બધાં ભાઈ-બહેનોની જેમ રહીએ.” તેમણે કહ્યું. તેમના શબ્દોને પગલે બન્ને જૂથો વચ્ચે સંપ અને પરસ્પર કલ્યાણકારી વિચારોનો એક અદશ્ય સેતુ બંધાયો. ભક્તિપૂર્ણ ભાવસારોએ દરેકની સાથે ઉજવણી વહેંચી. તે દિવસથી લઈને આજ સુધી ભાવનગરના ભાવસાર અને જૈનો વચ્ચે પરસ્પર સન્માન અને સમજને પગલે જ તેમના સંબંધો વ્યાખ્યાતીત થયા છે. ચિત્રભાનુજીના ઘણા ભક્તોમાં એક મોટો વર્ગ હતો કુંભારોનો. કુંભારોને નિમ્ન જાતિના ગણાતા હોવા છતાં ચિત્રભાનુજી અને તેમના પિતાએ કુંભારોએ રાંધેલું અન્ન સ્વીકારવાનું આમંત્રણ માન્ય રાખ્યું હતું. તેઓ કુંભારોનાં ઘરને આશીર્વાદ આપી પવિત્ર કરવા જવા તૈયાર થયા. કુંભારોને સાધુઓ અને સામાન્ય માણસો માટે વહેલી સવારનો મોટો સમારોહ યોજવાનો લાભ પણ અપાયો જેની પછી પ્રીતિભોજન આયોજાયું હતું. આવા વિકાસશીલ નિર્ણયને પગલે સંકુચિત માનસવાળા જૈનોમાં વિખવાદ થવાની પૂરી શક્યતાઓ હતી. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે આવા પ્રસંગો મોટે ભાગે ધનવાન જૈન આશ્રયદાતાઓને ત્યાં જ યોજાતા. જોકે ચિત્રભાનુજીએ કોઈ પણ નકારાત્મકતા કે તાણ ન ખડાં થવા દીધાં. તેમણે બિનશરતી પ્રેમના વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું કે લોકોની સાચી લાગણીને માન આપો અને દૈવી બીજને પોષણ આપો, જીવનને મદદ કરવાનો આ જ તો રસ્તો છે, ખરુંને? બીજાની લાગણીની પરવા કર્યા વિના પરંપરા અનુસરવી એ તો જિંદગીને હાનિ પહોંચાડવાની રીત છે. એકબીજાના વિકાસમાં મદદ કરીને આપણે જાતનો વિકાસ કરી શકીએ છીએ.' લોકોને ચિત્રભાનુજીના આશય પાછળ રહેલો હેતુ પણ સમજાયો. તે પ્રસંગ ખૂબ સરસ રીતે પાર પડ્યો. આ વક્તવ્યો અને સંવાદોમાં ચિત્રભાનુજીએ અન્ય સાધુઓની ટીકા વેઠીને પણ વેશ્યાઓ સાથે વાત કરવાની નૈતિક હિંમત દાખવી. તેમણે આવી ઘણી સ્ત્રીઓ પર - ૫૯ - ચિત્રભાનુજી Page #79 -------------------------------------------------------------------------- ________________ પોતાનો પ્રભાવ છોડ્યો અને તેમણે ક્યારેય આ સ્ત્રીઓ સાથે વાત કરતી વખતે મનમાં લગીરેય પૂર્વગ્રહ નહોતો રાખ્યો. તેમણે આ સ્ત્રીઓને પોતાની આંતરિક શક્તિ શોધવામાં મદદ કરી જેને પગલે તેમણે પોતાની અપમાનજનક જિંદગીને ત્યજીને નવી સાર્થક જિંદગી જીવવાની શરૂઆત કરી. આ વેલી વિહાર કરતા ચિત્રભાનુજી તેમના ગુરુ અને તેમના પિતાશ્રી (ડાબે) ચિત્રભાનુજીએ બાર વર્ષથી વધારે સમય સુધી પોતાના ગુરુની સેવા કરી. તેમને માટે ગુરુ તેમની પ્રેરણા અને આંતરિક માર્ગદર્શન હતાં. તેમની સાથે સતત વિહાર કરીને એ વિચરતું જીવન પસાર કરતા. તેઓ દર વર્ષે ચોમાસાના ચાર મહિના એટલે કે ચતુર્માસ અલગ પસાર કરતા. ચિત્રભાનુજી મોટે ભાગે એકલા કાં તો તેમના પિતા સાથે ધ્યાન ધરવા ચાલી જતા. તેમણે પોતાની અંદરની છુપાયેલી શક્તિઓને ખોદી કાઢવાનું શરૂ કરી તેને આસપાસના માહોલ સાથે તેનો તંતુ જોડવાની શરૂઆત કરી હતી. લોકોને તેમની હાજરીમાં ઊંડી શાતામય ઊર્જાનો અનુભવ થતો. તેમનો અવાજ અને તેમના શબ્દો જાણે લોકો ૫૨ મલમનું કામ કરતા. એવા કેટલાય લોકો જે શરૂઆતનાં વર્ષોમાં ચિત્રભાનુજીને મળ્યા હતા તે માનતા હતા કે ચિત્રભાનુજીમાં યુગપુરુષ - ૬૦ - Page #80 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારિક શક્તિ હતી. કેટલાક પ્રસંગોને પગલે લોકોની આ માન્યતા દૃઢ થઈ હતી. તેમના ઉત્સાહી અનુયાયીઓએ તેમને ચમત્કારિક મુનિનું નામ આપ્યુ હતું પણ ચિત્રભાનુજીએ પોતે ક્યારેય આ નામને કોઈ મહત્ત્વ નહોતું આપ્યું. તેમણે પોતાને સાંભળનારા દરેકને ચમત્કારનો અર્થ સમજાવવાની કોશિશ કરી. ચમત્કાર એ બીજું કંઈ નહિ પણ આપણે જે જીવીએ છીએ એ જ છે. આપણી સામે જિવાતી જિંદગી એ જ ચમત્કાર છે. આપણી અંદરથી બહાર આવતા તરંગો જ ચમત્કાર છે. મોટે ભાગે આપણે તેની નોંધ નથી લેતા પણ જ્યારે તેની ૫૨ આપણું ધ્યાન જાય છે ત્યારે આપણે તેને ચમત્કાર કહીએ છીએ તેમ તેમણે સમજાવ્યું. ✩ ✩ એક દિવસ ચિત્રભાનુજી અને તેમના પિતા એક વ્યાપારીનાં કુટુંબનાં ઘરે નિમંત્રણને પગલે પધાર્યા હતા. મધ્યાહને ચિત્રભાનુએ કુટુંબનાં સભ્યો અને ગામનાં લોકોને વક્તવ્ય આપ્યું. આંગણામાં મોટો માંડવો બાંધવામાં આવ્યો હતો જેથી લોકો આકરા તાપમાં બચીને ત્યાં બેસીને વક્તવ્ય સાંભળી શકે. સાધુ-સંતો માટે ઘરના ત્રીજા માળે આવેલા એક ઓરડામાં વિશ્રામ કરવાનો હતો. કુટુંબનાં તેરેતેર જણ ઘરના બીજા માળે ઊંઘી રહ્યા હતા. એ કુટુંબનો વસ્ત્રોનો વેપાર હતો જેને કારણે ત્યાં પહેલા માળે હાથશાળ અને વણાટનાં સાધનો મુકાયેલાં હતાં. વહેલી સવારે અચાનક ચિત્રભાનુજીની આંખ ઊઘડી ગઈ. તેમણે આગ આગની બૂમો સાંભળી. પહેલા માળે આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી અને બીજા માળે પ્રસરી રહી હતી. ચિત્રભાનુજી જે ઓરડામાં હતા ત્યાં જ બાલ્કની હતી. કુટુંબના બે માણસો દોડીને ત્રીજા માળે પહોંચ્યા અને ડરના માર્યા દોડીને બાલ્કનીની રેલિંગ પરથી તે નીચે બાંધેલા માંડવા પર કુદ્યા જે સ્વાભાવિક રીતે જ ચિરાઈ ગયો. હજી ઘરમાં નવ સ્રીઓ અને બે બાળકો હતાં જે દોડીને ચિત્રભાનુજીના ઓરડામાં આવ્યાં. ચિંતા વધી રહી હતી. લોકોએ બહારથી બાલ્કની પાસે નિસરણી ગોઠવી તો ખરી, પણ તે ચાર-પાંચ ફૂટ નાની હતી. ચિત્રભાનુજીનાં મગજમાં ઝડપથી વિચાર આવ્યો કે જો અહીંથી નીકળાશે નહીં તો બધાં જ જીવતાં બળી મરશે. કૂદીશું તો તે પણ મોતને નોતરવા જેવું હશે. ચિત્રભાનુજીને જાણે ખબર હતી કે શું કરવાની જરૂર હતી. જૈન સાધુઓને સ્ત્રીઓને સ્પર્શવાની છૂટ નથી હોતી, પણ આ કટોકટીની ક્ષણમાં જીવન નિયમ કરતાં વધારે અગત્યનું હતું. તેમણે તાત્કાલિક દરેક સ્ત્રીને અને બાળકને એક પછી એક બાલ્કનીની રેલિંગ પરથી નિસરણીનાં પગથિયાં સુધી તેમનો પગ પહોંચી શકે તે રીતે લટકાવવાની શરૂઆત કરી. તેમણે માણસોના વજનની પરવા કર્યા વિના આ કર્યું. ચિત્રભાનુજી - ૬૧ - Page #81 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે તેમણે પોતાના પિતાને નિસરણી સુધી પહોંચાડ્યા અને પછી પોતે નિસરણી પરથી નીચે ઊતર્યા. જે ક્ષણે ચિત્રભાનુજી જમીન પર પહોંચ્યા ત્યારે જ તે બેભાન થઈ ફસડાઈ પડ્યા. તેમને ઉપાશ્રય લઈ જવાયા. તેમને હાથે અને ખભે સોજા હતા. તેમની કમરમાં આકરી પીડા થઈ રહી હતી. ખબર પડી કે તેમની કરોડરજ્જુનો એક મણકો અચાનક આવેલાં વજનને કારણે તથા વાંકાચૂંકા થવાને કારણે ખસી ચૂક્યો હતો. તેમણે ઊંચકેલી એક સ્ત્રીનું વજન તો પોતાનાં વજન કરતાં પણ બમણું હતું. છ મહિનામાં ચિત્રભાનુજીની કમર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વિના સાજી થઈ ગઈ. તેમની કરોડરજ્જુની શસ્ત્રક્રિયા કરવાનું સૂચન કરનારા ડૉક્ટર્સ અચંબિત થઈ ગયા હતા. તેમના આમ અભુત રીતે સાજા થઈ જવા પાછળ તેમણે ધીરે ધીરે કરેલા સાદા હળવા યોગનાં આસનોનું સૌથી મોટું યોગદાન હતું. જોકે ત્યારે તેમના શરીરમાં એક ખોડ રહી ગઈ જે આજ સુધી છે. ચિત્રભાનુજી જયારે પણ જમણા હાથે લખે છે ત્યારે તેમનો હાથ સહેજ ધ્રૂજે છે, તેમાં કંપારી આવે છે. ૧૯૫૬ની સાલમાં આચાર્ય આનંદ સાગરસુરીજી તેમની અનંતયાત્રાએ ચાલ્યા. આ સમાચાર મળ્યા ત્યારે ચિત્રભાનુજી, તેમના પિતા અને અન્ય શિષ્યો ભાવનગરમાં હતા. સુરતથી આવેલા આ સમાચાર મુજબ ગુરુએ છેલ્લા ત્રણ દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રવાહી ખોરાક જ સ્વીકારતા. છેલ્લા ત્રણ દિવસથી તેઓ સ્થિર પદ્માસનમાં ધ્યાન ધરીને બેઠા હતા. આ સમાચાર સાંભળીને ચિત્રભાનુજીને ઊંડો ખાલીપો તો વર્તાયો જ, પ્રાસકો પણ પડ્યો. તેમણે એ સત્ય તો સ્વીકાર્યું કે તેમના ગુરુનું વર્તમાન લક્ષ્ય પૂરું થયું હતું છતાં તેમને ઊંડી વેદના થઈ. ગુરુની આધ્યાત્મિક હાજરી સતત વર્તાતી હોવા છતાં તેમને ગુરુની શારીરિક હાજરીની ખૂબ ખોટ સાલી. સમયાંતરે આ ખાલીપાનું દર્દ ચાલ્યું ગયું. ગુરુદેવ પોતાની પહેલાંની ઘટમાળ શરૂ કરીને પોતાના દિવંગત ગુરુ સાથે શુદ્ધ આધ્યાત્મિક જોડાણનો અનુભવ કરવા માંડ્યા. ચિત્રભાનુજી હવે ખૂબ જ વ્યસ્ત રહેવા માંડ્યા હતા. તેમને ઘણી વાર લાગતું કે તેમનો ઘણોબધો સમય વક્તવ્ય આપવામાં, લખવામાં અને વિવિધ સ્થળોએ ઉપદેશાત્મક વક્તવ્ય આપવા માટે જવું પડતું તેમાં ચાલ્યો જતો. આ બધી પ્રવૃત્તિઓ યુગપુરુષ - ૬૨ - Page #82 -------------------------------------------------------------------------- ________________ તેમને ખૂબ ગમતી છતાં પણ તેમને જાત માટે પૂરતો સમય ન મળતો હોવાની લાગણી થતી. આ વિચાર સાથે તેમણે અને તેમના પિતાએ માઉન્ટ આબુ જવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજીના પિતાશ્રી દરરોજ બંને માટે ગોચરી લઈ આવેલા જેથી ચિત્રભાનુજીને ધ્યાન ધરવામાં કોઈ અવરોધ ન આવે. ૧૭ દિવસ સુધી ચિત્રભાનુજીએ એકાસણાં એટલે કે માત્ર એક વાર એક જ સ્થળે એકી બેઠકે જેટલું ખવાય તેટલું જ ખાવું તેવું તપ આદર્યું. તેમને આ સત્તર દિવસ દરમિયાન ઊંડી શાતાનો અનુભવ થયો. મહાવીર સ્વામીના શબ્દો તેમના કાનમાં પડઘાયા કરતા અને તેઓ મહાવીર સ્વામીનો અહિંસાનો સૌથી અગત્યનો એવો સંદેશ રોજિંદી જિંદગીમાં પણ લાગુ કરવા માગતા હતા. અહિંસા માત્ર સજીવો પ્રત્યે કે ખોરાકમાં જ નહિ પણ વિચારો અને કર્મમાં પણ હોવી જોઈએ. તેમણે શાંત સુધારસનું વાંચન કર્યું હોવાનું યાદ આવ્યું. શાંત સુધારસ જૈન સાધુ યશોવિજયજીએ આલેખી હતી જેમાં બાર ભાવનાઓ એટલે કે ચિંતનોની વાત હતી અને તેની સાથે ચાર પુરક ભાવનાઓની પણ વાત હતી જે આંતરિક શાંતિનો સમુદ્ર છલકાવી શકે છે. તેમણે જાણ્યું કે ચાર પુરક ભાવનાઓ જેમ કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થીને પગલે ખરી અહિંસાના પાયાનાં તત્ત્વો રોપી શકાશે. આ બધા વિચારો શરૂઆતમાં તો કોઈ પણ શાબ્દિક અનુભૂતિ વિના જ આવતા હતા. પછી કંઈક થયું જેને કારણે તેમની વિચારધારા તેમની અંદરથી, હૈયાનાં ઊંડાણમાંથી શબ્દો થકી વ્યક્ત થવા માંડી. તેમના વિચારો અને લાગણીઓએ ચોક્કસ ભાષાકીય આકાર લેવાનું શરૂ કર્યું. તેમણે મોટેથી કેટલાક શબ્દો ઉચ્ચાર્યા. કોઈ પણ દેખીતા પ્રયાસ વિના આ રીતે જ એક કાવ્ય રચાયું. તેમણે પોતાની પાસે હંમેશાં રાખતા એ પૈન અને ડાયરી ઉપાડ્યાં અને તીવ્ર સર્જનાત્મકતાની એ ક્ષણોમાં તેમણે લખવાની શરૂઆત કરી. શબ્દો ને પ્રવાહ કોઈ જાદુ કે ચમત્કારની માફક હતો. તેમણે જે શબ્દો લખ્યા તે ચિરંતન ગીત – અમર સ્તવન બની ગયાં. શરૂઆતમાં તો તેમણે હિંદીમાં લખ્યું પણ એક વાર વિચાર યોગ્ય ક્રમમાં આવ્યા પછી તેમણે આ પંક્તિઓને ગુજરાતીમાં અનુવાદિત કરી. - ૬૩ - ચિત્રભાનુજી Page #83 -------------------------------------------------------------------------- ________________ स Muni Shree Chandraprabhsagatji (Chittabhanu) of the मीबापका पवित्र झरना दिल में मेरे बला कर શુભ દી સારું વિશ્વ ખીલોળા લસી ના નિત્ય રહેगुणवानी के गुणदर्शन से सिल ये मेरा नृन्य करे इन गुणीजनके पालनसे मेरीब 4-बने फा दिल भर आ दीन कर और महीनाको देख के अशु-ब-. करुणाष्पलउईआर अश्लीगी आखों में से करुणाकार करेमाध्यस्थ - भटक पवनपथिक को भेभावको समझा सन्ति माना वाला मापको तो समता करे उपेक्षा स की भोगी समता माप घर _मंत्री रघर सुख लाये चिव भानुकी भी माना सबके दिल में । भरे पर विरोधक भापकर गीत प्रेम सावे. cant 5५६४ ६५4 Aun Mir ( 14 ६० ચિત્રભાનુજીના હસ્તાક્ષરમાં અમર ગીતની ઉત્પત્તિ યુગપુરુષ -६४ Page #84 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોનાં ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ રહે, દીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે, માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું, ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ ત્યજીને, મંગળ ગીતો સૌ ગાવે. આ ગીત સીધું જ ગુરુદેવનાં હૃદયમાંથી હૃર્યું હતું અને તે એકદમ શુદ્ધ તથા શક્તિશાળી હતું. તે સરળ છતાં તરત હોઠે ચઢી જાય તેવું હતું અને સ્વાભાવિક છે તે બહોળા વર્ગ સુધી પહોંચવાનું હતું. આ ગીત કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે ઈશ્વરનાં બંધનોથી મુક્ત હતું. તેમાં કોઈ દેવી-દેવતાઓની વાત નહોતી, બલકે તેમાં સમગ્ર માણસ જાતને સુંદર અને અસરકારક રીતે આખા વિશ્વમાં સંદેશો પહોંચાડી શકવાની ક્ષમતા હતી. ત્યાર પછી ગુરુદેવ અમદાવાદ પાછા ફર્યા. તેઓ ઘાયલ અને તરછોડાયેલા પ્રાણીઓ માટે વિશેષ સેવા અને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં વ્યસ્ત થઈ ગયા. એક દિવસ ચિત્રભાનુજી તેમનું સ્તવન, તેમનું સર્જન મોટા અવાજે ગાઈ રહ્યા હતા ત્યારે જ એક પ્રોફેસર ડો. દેસાઈ તેમને મળવા આવ્યા. તેમના કાને આ સર્જનના શબ્દો પડ્યા. તેમણે પૂછ્યું કે આ કાવ્ય ક્યાંથી આવ્યું? ચિત્રભાનુજીએ તેમને જવાબ આપતાં કહ્યું કે અરે આ ગીત (સ્તવન)... એ તો મને સૂઝયું હતું માઉન્ટ આબુમાં, આ રચના મને પ્રેરણા આપે છે. હું ઘણી વાર એ ગીત મારી જાતને જ ગાઈને સંભળાવતો હોઉં છું. ડૉ. દેસાઈએ કહ્યું કે શું તમે આ ગીત એક વાર પહેલેથી ગાશો? તેમની વિનંતી તરત જ સ્વીકારાઈ ગઈ. પ્રોફેસર આ સ્તવન સાંભળીને એટલા દ્રવી ઊઠ્યા કે તેમણે ચિત્રભાનુજીને આજીજી કરી, આગ્રહ કર્યો કે તેઓ તેમને આ ગીત પ્રકાશિત કરવાની છૂટ આપે, પરવાનગી આપે. ચિત્રભાનુજીએ તરત તેમને સંમતિ આપી. તેમને કલ્પના પણ ન હતી કે તેમનું આ નાનકડું કાવ્ય એટલું બધું પ્રચલિત થઈ જશે અને તે - ૬૫ - ચિત્રભાનુજી Page #85 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક ગાન – જૈન સ્તવન તરીકે ઓળખ મેળવશે. આ સ્તવન પણ અગણિત ઘરોમાં, સભાઓમાં અને ધાર્મિક સંસ્થાનોમાં આજે પણ ગવાય છે. એક દિવસ ચિત્રભાનુજીએ આ સ્તવનનો અનુવાદ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કર્યો. તેમના એક નિકટના શિષ્ય શ્રીમાન બાકઝાએ તેના કેટલાક શબ્દોમાં ફેરફાર કર્યો અને સ્તવનનો અર્થ ન બદલાય તે રીતે તેનું સંપાદન કર્યું. આ રીતે આ અમર સ્તવન દેશ - દેશાવર સુધી પહોંચ્યું. તેણે દેશ જ નહીં પણ વિશ્વના ખંડ પણ પાર કર્યા અને તે આખા વિશ્વમાં પ્રેમ અને શાંતિના પ્રતિનિધિ તરીકે ગુંજતું રહ્યું. * * * ભલે ને કોઈ પણ વ્યક્તિએ વર્ષોની ઉપાસના પછી આધ્યાત્મિક વયસ્કતા કે સમજણ કેળવી હોય પણ જ્યારે પણ કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એક ક્ષણે આઘાત જીરવવાની ક્ષમતા કોઈ પણ સ્તરે આવી શકતી નથી. ગુરુદેવ માટે તેમના પિતાજીને અલવિદા કહેવાનો સમય પાકી ગયો હતો. ૨૬મી જુલાઈ, ૧૯૫૮, ચિત્રભાનુજીની ૩૬મી વર્ષગાંઠની સવાર હતી. નવરંગપુરાના નવા ઉપાશ્રયમાં ઘણા બધા લોકો ચિત્રભાનુજીને પ્રેમ અને અભિવાદન આપવા ભેગા થયા હતા. ચિત્રભાનુજી અને તેમના પિતા તે જ ઉપાશ્રયમાં રહેતા હતા. નિયમ પ્રમાણે સવારે નવ વાગ્યે ઉપાશ્રયમાંથી કોઈ પણ એક સાધુને પ્રાર્થના અને પ્રવચનમાં લઈ જવામાં આવતા. તે દિવસે ગુરુદેવના પિતાએ પોતાના પુત્રના જન્મદિવસના માનમાં વક્તવ્ય આપવાનો નિર્ણય લીધો. તેમણે ભગવાન શ્રી મહાવીરની ચિરવિદાયની વાત કરી અને કઈ રીતે તેમનું જવું તેમના સૌથી નિકટના શિષ્ય ગૌતમ પર કેવી અસર છોડતું ગયું તેની પણ વાત કરી. તેમના શિષ્ય ગૌતમ તે સમયે ૮૦ વર્ષના હતા. મુનિ ચંદ્રકાંત સાગરજીએ એટલી સરસ રીતે વાત કરી કે ત્યાં બેઠેલા દરેકેદરેક વ્યક્તિનું હૃદય તેમના શબ્દોથી હલી ગયું. ખાસ કરીને તેમના પુત્ર ચિત્રભાનુજીનું. તેમને ખ્યાલ પણ ન આવ્યો કે પિતા આડકતરી રીતે પુત્રને જ વિશેષ સંદેશો આપી રહ્યા છે. મુનિ ચંદ્રકાંત સાગરજીએ હંમેશાં એક સ્વપ્ન સેવ્યું હતું. તેમને નવરંગપુરામાં એક નવું બંધાયેલું મંદિર જોવું હતું જ્યાં લોકો ધ્યાન ધરી શકે, સ્વાધ્યાય માટે આવી શકે. એ દિવસે શહેરના અગ્રણીઓ મંદિરના પ્રોજેક્ટનો પ્લાન લઈને હાજર થયા. મુનિ ચંદ્રકાંત સાગરજીને પોતાનું લાંબા સમયથી જોયેલું સપનું સાચું પડવાનું છે તે જાણીને ખૂબ આનંદ થયો. તેમનું સપનું વાસ્તવિકતામાં ફેરવાવાનું હતું. સૂર્યાસ્ત પહેલાં જ સાધુઓએ તેમનું એ દિવસનું છેલ્લું વાળું લીધું. મુનિ ચંદ્રકાંતસાગરજીએ પોતાના દીકરાને પાણીનો પ્યાલો આપ્યો. પિતાપુત્ર વચ્ચે થયેલો એ આખરી સંવાદ હતો. હળવું ભોજન લીધા પછી તેઓ શિષ્યોના જૂથ સાથે બેઠા. થોડીક ક્ષણો પછી તેમણે પોતાના પુત્રને કીધું કે તેમને થાક લાગે છે અને છાતીમાં દુખાવો થાય છે. ચિત્રભાનુજીએ પિતા મુનિ ચંદ્રકાંત સાગરજીને પોતાના યુગપુરુષ - ૬૬ - Page #86 -------------------------------------------------------------------------- ________________ ખોળામાં માથું મૂકવા કહ્યું. મુનિ ચંદ્રકાંત સાગરજી હળવેથી આડા પડ્યા અને તેમણે દીકરાના ખોળે માથું મૂક્યું. ચિત્રભાનુજી હળવે હાથે પિતાની છાતી પર હાથ પસવારતા ગયા અને સાથે સાથે નવકાર મંત્ર પણ બોલતા ગયા. પિતા પણ પુત્રની સાથે મંત્રજાપ કરવા લાગ્યા. તેમનો અવાજ ધીમો હતો. ઓમ નમો અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયરિયાણં ઓમ નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ થોડી જ ક્ષણોમાં મુનિ ચંદ્રકાંત સાગરજીનું મોં ખુલ્લું રહી ગયું અને તેઓ પોતાના પુત્રના ખોળામાં જ સ્થિર થઈ ગયા. ચિત્રભાનુજીના એક ડૉક્ટર શિષ્યએ ત્યારે તેમના પિતાની તપાસ કરીને કહ્યું કે, “તે ચાલ્યા ગયા છે.” ચિત્રભાનુજીએ તેમને સહેજ અકળાઈને પૂછ્યું કે, “આ તમે શું બોલી રહ્યા છો?” તો જવાબ મળ્યો કે “તમારા પિતા ગુજરી ગયા છે.' ચિત્રભાનુજીને તે સમયે કંઈ સમજ જ ન પડી, “ગુજરી ગયા છે એ કેવી રીતે શક્ય બને? હજી એક ક્ષણ પહેલાં તો તે જીવિત હતા. એ બસ આ ક્ષણભરમાં ચાલ્યા ગયા?” ચિત્રભાનુજીને મનમાં રોષ ભરાઈ આવ્યો. અને ખૂબ જલદી એ રોષ ઊંડી પીડામાં ફેરવાઈ ગયો. વાસ્તવિકતા ગળે ઉતારતાં તેમને ઘણા કલાકો થયા. આ જ એક વ્યક્તિ હતી જે તેમના માટે પિતા અને માતા બંને બનીને જીવી હતી. તે તેમના મિત્ર, માર્ગદર્શક અને આધ્યાત્મિક ભ્રાતા પણ હતા. તેમણે જીવનનાં - ૬૭ - ચિત્રભાનુજી Page #87 -------------------------------------------------------------------------- ________________ સૌથી આકરાં દુઃખ વહેંચ્યાં હતાં. તેમણે ચિત્રભાનુજીની મા અને નાની બહેનનાં મૃત્યુ જેવી કપરી ક્ષણોમાં પણ સાથે સમય પસાર કર્યો હતો. ચિત્રભાનુજીના પિતાજીએ તેમના બધા જ અવતારો જોયા હતા. નાનકડા તોફાની બાળકથી લઈને ટીખળ કરનારો કિશોર, જે પછીથી એક સમજુ યુવક બન્યો અને જેણે સંસાર ત્યજીને દીક્ષા લીધી. ચિત્રભાનુજીના દીક્ષા સમારંભમાં હાજર રહેનાર તેમના એકમાત્ર કુટુંબીજનમાં તેમના પિતા હતા. તેમના આધ્યાત્મિક ગુરુ પણ એક જ હતા. તેમણે ઘણી બધી તીર્થયાત્રાઓ એક સાથે કરી હતી. સાધુત્વનાં સત્તર લાંબા વર્ષોમાં તેઓ ક્યારેય જુદા ન પાડી શકાય તેવા આત્મીય સાથી હતા. તેઓ સાથે વિહાર કરતા, શીખતા અને સાથે જ શિખવાડતા અને હવે આવો સાથી ચાલ્યો ગયો હતો. પિતા સાથેના ઊંડા ઘેરા સબંધને કારણે ચિત્રભાનુજીએ સજાગ રીતે પોતાના ઘણાં બધાં ધ્યાન દરમિયાન પોતાની જાતને પિતાની ચિરવિદાય માટે તૈયાર કરી હતી, પણ જયારે ખરેખર એ ક્ષણ નજર સામે આવીને ઊભી રહી ત્યારે એમને માટે એ સત્ય સ્વીકારવું બહુ જ અઘરું હતું. અચાનક જ ચિત્રભાનુજીને પિતાએ સવારે કરેલી ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમની વાતના બધા જ શબ્દો યાદ આવવા લાગ્યા. ત્યારે તેમને સમજાયું કે પિતાએ તેમના મૃત્યુને નજીક જાણી લીધું હતું. તેમને સ્પષ્ટતાથી યાદ આવ્યું કે તેમના પિતા પોતે જયારે જુવાન હતા ત્યારે તેમને શું કહેતા. પિતા તેમને કહેતા કે જો હું ખૂબ પીડામાં કે વ્યાકુળતામાં મૃત્યુ પામું તો તને સમજાઈ જશે કે મારી આધ્યાત્મિકતાનો કોઈ અર્થ ન હતો. તેમણે આ શબ્દોનો વિચાર કરવાનું ચાલુ કર્યું. મારા પિતાના આત્માએ એમના શરીરને ખૂબ શાંતિથી ત્યજર્યું છે. કોઈ જ પ્રકારની પીડા કે હેરાનગતિ તેમણે જોઈ નથી. તેમની આધ્યાત્મિકતા એળે નથી ગઈ. તેમને ખબર હતી કે જીવન કેવી રીતે જીવવું. તે ખૂબ જ સુંદર જીવન જીવ્યા. ખૂબ ગરિમા સાથે. તેમનું જવું ખરેખર ખૂબ વિનયી અને સન્માનપૂર્ણ હતું. ખરેખર જો એક વ્યક્તિ કેવી રીતે જીવવું એ શીખી જાય તો જીવનના ચિરંતન બ્રહ્માંડમાં વિદાય લેવી ખૂબ શાંતિમય થઈ જાય છે. આવનારા દિવસોમાં ચિત્રભાનુજી લાગણીઓના ઉતાર-ચઢાવથી પર થયા. ટૂંક સમયમાં અમદાવાદના જૈનોએ નવરંગપુરા મંદિરના નામે એક નવું મંદિર ખડું કર્યું. મુનિ ચંદ્રકાંત સાગરજીનું સપનું આ રીતે હકીકતમાં ફેરવાઈ ગયું. ગુરુદેવની જિંદગીમાં હવે બાહ્ય પરિવર્તન આવ્યું હતું - જે તેમના પિતાની નિર્મળ હાજરીના ખાલીપાને ભરી રહ્યું હતું. જેને કારણે અંતરને વલોવાનો એક નવો જ તબક્કો શરૂ થયો. ચિત્રભાનુજીને એ ખ્યાલ આવી ગયો હતો કે એમનું લક્ષ્ય અમદાવાદ પૂરતું સીમિત રહેવાનું ન હતું, ન તો કોઈ ગ્રામીણ સાધુ તરીકે જીવન પસાર કરવામાં રહ્યું હતું. અત્યાર સુધી પોતાના કરતાં વધુ ચુસ્ત રીતે પરંપરાઓને અનુસરનારા પિતાની છત્રછાયા હેઠળ હોવાને કારણે તેમણે પોતાની જાત માટે નવી યુગપુરુષ - ૬૮ - Page #88 -------------------------------------------------------------------------- ________________ દિશાઓ શોધવાની તપાસ પણ શરૂ કરી ન હતી. પણ હવે તેમને એક નવી આઝાદીનો અનુભવ થયો અને કર્મ કરવા માટે એક નવી સ્ફુરણા મળી. નવા વિચારો, નવા તરંગો અને અજાણી લાગણીઓ જાણે તેમને પ્રોત્સાહિત કરીને નવી જ દિશા સૂચવી રહી હતી. તેમનું હૈયું મુંબઈ તરફ ફર્યું. ભારતનું સૌથી આધુનિક, રંગીન અને ઔદ્યોગિક અને વિશાળ દુન્યવી શહેર માયાનગરી મુંબઈ. અમદાવાદના લોકોએ તેમને ત્યાં રોકાવા માટે ખૂબ વિનંતી કરી પણ એમણે મુંબઈ જવાનું નક્કી કરી લીધું હતું. અને તે જ નોંધપાત્ર નિર્ણયે ચિત્રભાનુજીના જીવનના ભવ્ય પ્રસંગોની હારમાળા સમાન પ્રકરણોની શરૂઆત કરી. .... - ૬૯ - ચિત્રભાનુજી Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ આસક્તિનું જાળું આસક્તિ કરોળિયાનાં જાળાં જેવી છે. તે દેખાવમાં તો ખૂબ જ કલાત્મક અને સુંદર લાગે છે. પણ તેની વાસ્તવિકતા છેતરામણી હોય છે. કરોળિયો જાળું તો ગૂંથી કાઢે છે, પણ પછી પોતાની જાતને પણ એમાંથી છોડાવી શકતો નથી. તે પોતાના જ વણેલા આ જાળામાં લપેટાયેલી જાતને બહાર કાઢવા જેટલો પ્રયત્ન કરે છે એટલો જ વધારે જાળમાં ફસાતો જાય છે. સાવધાન.... તમે પણ ક્યાંક તમારા જ બનાવેલા આસક્તિના જાળામાં લપેટાઈ ન જતા. પ્રકરણ ૯ઃ લોકચાહના વધે છે – ચિત્રભાનુજી મું બઈ જતાં પહેલાં ચિત્રભાનુજીએ અમદાવાદની સાબરમતી જેલના કેદીઓને અંતિમ વક્તવ્ય સંભળાવ્યું. તેમણે કેદીઓ સાથે ખૂબ સ્નેહથી વાત કરી. તેમણે કહ્યું કે ‘હું જ્યારે આ જેલના મોટા દરવાજામાં પ્રવેશ્યો ત્યારે મને વિચાર આવ્યો કે શું આપણે બધા કોઈ ને કોઈ રીતે કેદ નથી ? કોઈ જેલના સળિયા પાછળ છે. પણ, બાકીના બધા તો પોતાની ઇચ્છાઓના જ કેદી છે. આ સળિયાના પાછળથી તો તમે ક્યારેક છૂટી શકશો પણ લાલચ અને મોહની જે સાંકળે તમને બાંધી રાખે છે તેનું શું? તમે તે તોડી શકશો? તમે રાજા હો કે ભિક્ષુક હો, સંત હો કે ગુનેગાર હો, આ સાંકળો તોડી નાખવાનું જ સૌથી અઘરું હોય છે. મહાત્મા ગાંધી પણ તો આ જ જેલમાં કેદી હતા. પણ તેમનો હેતુ જુદો હતો. તેઓ અલગ વિચારધારા ધરાવતા હતા. તેમણે જેલના સળીયાઓને ક્યારેય બંધન તરીકે ન જોયા. દુનિયાએ એમને કેદી કહ્યા પણ એ તો ખરેખર સ્વતંત્ર હતા. એ હંમેશાં કહેતા,‘હું જેલમાં નથી હું તો મહેલમાં છું.' ૭૧ - ચિત્રભાનુજી Page #91 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીના શબ્દો સાંભળીને કેટલાક કેદીઓનાં આંખમાંથી આંસુ સરી પડ્યાં. ચિત્રભાનુજીએ તેમની વાત આગળ વધારી. ‘અઢી વર્ષ પછી જ્યારે જેલના અધિકારીઓએ આવીને તેમને કહ્યું કે ગાંધીબાપુ હવે તમે મુક્ત છો, તમે જઈ શકો છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે શું? હું હમણાં ન જઈ શકું. હું જેલના કેદીઓને ખાદી કાંતતાં શીખવું છું અને એ શિક્ષણના હજી આઠ દિવસ બાકી છે. હું હમણાં નહીં જાઉં, અધિકારીઓ ગૂંચવાઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો તમારે રહેવાનું જ હોય તો અહીં રહેવા માટે તમારે ભાડું ચૂકવવું પડશે. આખરે તેમણે ગાંધીજીને આગ્રહ કરી જેલમાંથી મુક્ત કર્યા. એટલે હું તમને જે કહેવા માગું છું એ આ છે, એટલે એ તમારો અભિગમ છે, તમારો હેતુ છે, તમારો અર્થ છે. જે તમને જેલના સળિયાને સળિયા તરીકે જોવા કે પછી કોઈ હકારાત્મક કારણ માટે તમારી ઊર્જાનો ઉપયોગ કરવા પડકારતી વસ્તુ માટે જુઓ છો. ચિત્રભાનુજીનું આ પ્રવચન ત્યાર બાદ તેમના પ્રખ્યાત પુસ્તક “બૉન્ડેજ એન્ડ ફ્રીડમ” એટલે કે ‘‘બંધન અને મુક્તિ”નું મૂળ બન્યાં. ✩ ✩ ‘‘સુશિક્ષિત, વિદ્વાન, ધાર્મિક, વિદ્વાન ધર્મ ગુરુ, પ્રખર વક્તા મુનિરાજ શ્રી ચિત્રભાનુજી જેમણે પોતાના વાકપ્રવાહથી ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સ્ત્રીઓ અને પુરુષો ને આકર્ષિત કર્યાં છે તે મુંબઈ આવી રહ્યા છે. આ ફરતી પ્રતિભાએ-વિભૂતિએ અમદાવાદ છોડ્યું છે તથા તેઓ વિહાર કરી રહ્યા છે. તેઓ સાબરમતી, નડિયાદ, ભરૂચ અને સુરતમાં રોકાઈને પ્રવચન આપશે. મુંબઈ શહેરને તેમને સાંભળવાની પ્રખર તક મળશે.’’ મુંબઈના એક ગુજરાતી અખબારમાં આ જાહેરાત પ્રકાશિત થઈ અને શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. આ જાહેરાતની સવારે ગુરુદેવ અમદાવાદથી નીકળી ચૂક્યા હતા. તે મુંબઈમાં પ્રવેશીને ચાલી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમણે બાન્દ્રામાં કેટલાંક કસાઈખાનાં જોયાં. તેમણે વિચાર્યું કેઃ આ નફાની લાલચ અને જીવનના મૂલ્ય પ્રત્યેની ઘોર અવગણનાનું કારણ છે. એટલા માટે જ આજે પણ ગાય એ જમીન પર અસુરક્ષિત છે જ્યાં તેને હજારો વર્ષોથી પવિત્ર માનવામાં આવે છે. તેમને પોતાના પિતાજી પણ યાદ આવ્યા. મારા પિતાને તો ગધેડા માટે પણ લાગણી થતી. તેઓ તેને જીવંત રાખવા માટે પોતાનું ખાણું પણ આપી દેતા. આ જીવનની એક ક્યારેય ન તૂટે તેવી કડી છે. યુગપુરુષ - ૭૨ - Page #92 -------------------------------------------------------------------------- ________________ એક એવો પ્રવાહ, જે મહાન તીર્થંકરોનાં જીવનમાંથી આજ સુધી વહેતો રહ્યો છે. આશા રાખીએ કે આ પ્રવાહ મારા હૈયામાંથી ક્યારેય ન સુકાય. અને તે ચિરંતન આગળ વધે. મુંબઈમાં તેમનાં પહેલાં વર્ષ દરમિયાન મુંબઈનાં વિવિધ પરાંઓમાં વિહાર કરતા ગુરુદેવે લોકોની લાચારી, ગરીબીનું અવલોકન કર્યું. તેમને ભેદભાવ, પૂર્વગ્રહ, શોષણ તમામનો ભોગ બનેલાઓ પ્રત્યે ખૂબ કરુણા થઈ. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. ટૂંક સમયમાં એ એવી વ્યક્તિ તરીકે જાણીતા થયા જે પોતે જે ઉપદેશ આપતા તે જીવતા. એક પણ દિવસ એવો ન જતો જ્યારે તેમણે જાહેર પ્રવચન ન આપ્યું હોય. એમાંય ખાસ કરીને તેમને ઘણી ભાષાઓ આવડતી હતી. એમની માતૃભાષા મારવાડી ઉપરાંત કન્નડ, તેલુગુ, ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી આટલી બધી ભાષાઓ આવડતી હોવાથી તેઓ આ વિવિધ સંસ્કૃતિથી બનેલાં શહેરનાં માનવ મહેરામણ સાથે જોડાઈ શકતા. તેમના શ્રોતાઓમાં મિશ્ર સમૂહ રહેતો. તેમાં સામાન્ય કર્મચારી વર્ગથી માંડીને મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગૃહિણીઓ, કલાકારો, યુવાનો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને તત્ત્વચિંતકો પણ રહેતાં. ચિત્રભાનુજીનાં પ્રવચનોનું ક્યારેય નકારી ન શકાય તેવું સાર્વત્રિક આકર્ષણ હતું. વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો તેમને સાંભળવા ધસી આવતા. એ ગુજરાતીમાં બોલતા ત્યારે લોકોને ખૂબ આનંદ થતો. તેમને લાગતું કે એમના શબ્દો કાવ્યસમાં વર્તાય છે. એક વાર જાણીતા સંત, તત્ત્વચિંતક અને દાની સ્વામી રામદાસે ભાવનગરમાં ચિત્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમારા શબ્દો કરતાં પણ તમે જે રીતે બોલો છો તેના કારણે જે પ્રેમ કરે છે, તેણે મારું હૈયું સ્પર્શી લીધું છે. પારંપરિક રીતે તો સાંજ પડે પછી જૈન સાધુએ ઉપાશ્રય છોડવાનું નથી હોતું. પરંતુ ચિત્રભાનુજીએ બદલતા સમય સાથે બદલવાનું નક્કી કર્યું. તેમણે ઘણાં સાંધ્યા પ્રવચનો આપ્યાં. જેથી કામ કરનારા લોકો તેમને સાંભળી શકે. તેમના અનુયાયીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી. એમનાં પ્રવચન હોય ત્યારે ઓડિટોરિયમ, બજાર અને ખુલ્લા મેદાનો તેમને સાંભળવા ઉત્સુક લોકોથી ઝડપથી ભરાઈ જતાં. તેમણે તેમની વિચરતી-વિહાર કરતી જિંદગી ચાલુ રાખી. તે દરેક વક્તવ્યમાં ચાલતા જતા. તેઓ જૈન કેન્દ્રોમાં રાતવાસો કરતા. મુંબઈ અને તેની આસપાસ પચાસ કરતાં વધુ જૈન કેન્દ્રો હતાં. એક જૈન કેન્દ્રથી બીજા જૈન કેન્દ્ર તરફ જવાનો તેમનો વિહાર મોટે ભાગે પરેડમાં જ ફેરવાઈ જતો. તેમને શાળા, કૉલેજ અને યુનિવર્સિટીઝમાં પણ પ્રવચન આપવા આમંત્રણ મળતું. વિવિધ ધર્મના લોકો તેમને પોતાના ધર્મસ્થળે તેમના - ૭૩ - ચિત્રભાનુજી Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને નિયમો અને સિદ્ધાંતો અંગે વાત કરવા આમંત્રણ આપતા. તેમના વક્તવ્ય દ્વારા તેમણે દરેક પરંપરાઓ અને સંસ્કૃતિનાં લોકોને જિંદગી પ્રત્યેના અહોભાવની લાગણીથી એક કરવાનો પ્રયત્ન કર્યો. મુંબઈના હરિજનોએ સાંભળ્યું હતું કે કઈ રીતે ચિત્રભાનુજી અને તેમના પિતાએ ગરીબ લોકો સાથે ભાવનગરમાં કેવો ઉષ્માભર્યો સબંધ બાંધ્યો હતો. દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારની કામા હોસ્પિટલમાં પોતાની કૉલોનીમાં તેમણે ચિત્રભાનુજીને વક્તવ્ય આપવા બોલાવ્યા. અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા તેમને મદદ કરવા તેવા આ આધ્યાત્મિક ગુરુએ તરત જ તેમનું આ આમંત્રણ સ્વીકારી લીધું. તેમનું પ્રેરણાત્મક વક્તવ્ય સાંભળીને ઘણા લોકોએ શરાબ છોડી દેવાનો નિર્ણય લીધો. ઘણા લોકોએ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા બંધ કરવાનો પણ નિર્ણય લીધો. જેમ જેમ ચિત્રભાનુજીની ખ્યાતિ વધતી ગઈ તેમ તેમ તેમને સાંભળવા આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. અને તેમણે એક વધુ પ્રયોગાત્મક પગલું ભર્યું. તેમના જૂથમાં ક્યારેય કોઈ સાધુએ માઈક્રોફોનનો ઉપયોગ કરવાનું વિચાર્યું નહોતું. માઈકનો ઉપયોગ કરવો એ પરંપરાની સાથે બંધબેસતું નથી એમ મનાતું. ચિત્રભાનુજી માઈકનો ઉપયોગ કરનારા સૌપ્રથમ સાધુ બન્યા. પ્રજાસત્તાક દિનના જાહેર સમારોહમાં ચિત્રભાનુજીનો પરિચય આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી કે. કે. શાહે કહ્યું કે “તે એક વિશ્વમાનવ છે. તે આખી દુનિયાના નાગરિક છે. એટલે જ હજારો લોકો તેમને સાંભળવા માટે તત્પર હોય છે. તેમની કરુણતા દરેક સુધી પહોંચી છે. આજે એમણે આપણી સાથે પ્રિન્સેસ સ્ટ્રીટ પર પ્રજાસત્તાક દિન ઊજવવાનું નક્કી કર્યું છે. તે આપણા જાહેર જીવનને શુદ્ધ કરે છે.” ચિત્રભાનુજીને જાણનારા અને સમજનારા દરેકને કે. કે. શાહના આ શબ્દો બિલકુલ સાચા લાગ્યા. મુંબઈના મેયર અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નેતાઓ અનેક વાર એમનું પ્રવચન સાંભળવા આવતા હતા. તેમણે પોતાના મંચ પર પણ ઘણી વાર ચિત્રભાનુજીને નિમંત્રણ આપ્યું. ૧૯૬૨ અને ૧૯૬૫માં ભારતે અનુક્રમે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કર્યો. ચિત્રભાનુજીએ આ સમય દરમિયાન પોતાના વક્તવ્યમાં કહ્યું કે “યુદ્ધ રાષ્ટ્રની સરકારો દ્વારા નથી લડાતાં તે તમારા અને મારા દ્વારા લડાય છે. એ દરેક ક્ષણે જ્યારે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ કે જે આપણું નથી. આપણે આપણો વિચાર કે આદર્શની હઠ પકડીને બેસી જઈએ છીએ. ખરો શત્રુ અજાગ્રત મનની અંદર જ રહેલો છે. જે લોકો પોતાના અંદરના આ શત્રુનો સામનો યુગપુરુષ - ૭૪ - Page #94 -------------------------------------------------------------------------- ________________ નહીં કરે તે પોતાની જાતને જ ધિક્કારશે. માટે આ લોકો એ નથી કે જે યુદ્ધ શરૂ કરે છે. જેને આપણે બાહ્ય રીતે યુદ્ધ તરીકે જોઈએ છીએ તે ખરેખર તો આવા લોકોના તેમની પોતાની જાત પ્રત્યેના ધિક્કારનું જ એક સ્વરૂપ છે.” જૈન આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીજી કે જેમણે આ પહેલાં જૈનોના મોટા જૂથ શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસીને એક કરવાના પ્રયત્નો કર્યા હતા, તેમનાથી પ્રેરાઈને ચિત્રભાનુજીએ પણ મુંબઈના જૈનોને નિયમો અને પરંપરા પ્રત્યેના નાના મતભેદોને દૂર કરી એક થવા વિનંતી કરીને પ્રોત્સાહન આપ્યું. વર્ષો સુધી તેઓ ધાર્મિક તહેવારો અલગ અલગ ઊજવતા. પરંતુ ચિત્રભાનુજીના પ્રયત્નો અને આગ્રહને કારણે મુંબઈના જૈનોના ત્રણે સમૂહે બધા જ પ્રસંગોમાં સાથે મળીને ઉજવણી કરવાની શરૂઆત કરી. ચિત્રભાનુજીના અદભુત પ્રભાવ અને ચુંબકીય શક્તિને કારણે આ શક્ય બન્યું. સંકુચિત માનસવાળા જૈન સાધુઓને પણ ચિત્રભાનુજી ખૂબ જ ગમતા અને તેઓ તેમને એક ઉત્તમ વિચારક તરીકે સન્માન આપતા. ૧૯૬૩માં મહાવીર જયંતીની ઉજવણી કરવા માટે પ્રખ્યાત આઝાદ મેદાનમાં જૈન સાધુઓ અને નાગરિકોનો મેળાવડો થયો. જેમાં ધાર્યા કરતાં પણ ખૂબ મોટી સંખ્યા હતી. તે જ વર્ષે ચિત્રભાનુજીએ મહાવીર જયંતી લોકો સાથે ઊજવવા માટે એક બીજા કાર્યક્રમનું પ્રખ્યાત ચોપાટી પર આયોજન કર્યું. જે હંમેશાં યોજાતાં સ્થળો કરતાં જુદું સ્થળ હતું. આ પહેલી વાર બન્યું જ્યારે મહાવીર સ્વામીને સન્માનવા માટે બિનજૈનોનો મોટો સમુદાય એકઠો થયો. આવનારા વર્ષોમાં મહાવીર જયંતીનાં પ્રવચનોમાં આવનારાઓની સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઈ. રાજકારણીઓ અને અન્ય ધાર્મિક આગેવાનો પણ ચિત્રભાનુજી સાથે મંચ પર જોડાતા જ્યારે તે મહાવીર સ્વામીના જીવનની અને માનવ જીવનમાં અહિંસાની અગત્યતાની વાત કરતા. - ૭૫ – ચિત્રભાનુજી Page #95 -------------------------------------------------------------------------- ________________ ચોપાટી પર માનવમેદની સમક્ષ સભા સંબોધતા ચિત્રભાનુજી ચોપાટીના દરિયાકાંઠે આવા જ એક સમારોહમાં ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીત નિર્દેશક બેલડી કલ્યાણજી-આણંદજીએ ચિત્રભાનુજીનું પ્રતિષ્ઠિત સ્તવન “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું” જાહેરમાં રજૂ કર્યું અને તે પ્રતિષ્ઠિત પાર્શ્વગાયક મુકેશે ગાયું. આ કાર્યક્રમને પગલે આ અમર સ્તવન, જૈન અને બિનજૈન બન્નેમાં ખૂબ પ્રચલિત થઈ ગયું. એચએમવી કંપનીએ ૭૮ આરપીએમની રેકોર્ડ બહાર પાડી ત્યારે તે કંપનીના ઇતિહાસમાં સૌથી વધારે વેચાયેલી રેકોર્ડ બની. સ્કૂલનાં પાઠ્યપુસ્તકોમાં પણ આ કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો. ૬૦ વર્ષ પછી પણ આજે આખા વિશ્વમાં યોજાનારા કોઈ પણ જૈન સમારોહમાં આ ગીત ગવાય છે. માત્ર એક દુઃખની વાત સિવાય આ ગીત જૈનોનું ધ્રુવગીત - સૌથી લોકપ્રિય સ્તવન, બની ચૂક્યું છે. ઘણા લોકો આ ગીત ગાય ત્યારે છેલ્લી પંક્તિમાં ચિત્રભાનુજીના નામને બદલે કોઈ બીજું નામ બોલે છે. ચિત્રભાનુજીને પણ નવાઈ લાગતી હતી કે તેમની જે રચના આટલી પ્રશસ્તિ મેળવી રહી છે તેમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. યુગપુરુષ ૭૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીએ તેમના શ્રોતાઓના મન પર તેમની હકારાત્મક અસર છોડવાનું ચાલુ રાખ્યું. તેમના અનેક અનુયાયીઓએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની શરૂઆત કરી. તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ પોતે જ તેમના વિચારો અને કાર્યો માટે જવાબદાર છે. ચિત્રભાનુજીએ પોતે શીખેલા બોધપાઠ પરથી પોતાના અનુયાયીઓને શીખવ્યું કે આત્મામાં રહેલા નાનામાં નાના કણને કઈ રીતે દૂર કરીને આત્માને શુદ્ધ કરવો. જે લોકો આધ્યાત્મ પ્રત્યે ગંભીર હતા તેમણે પોતાના અભિગમમાં અને દૃષ્ટિકોણમાં તેમનાં પ્રવચનો પછી ચોક્કસ ફેરફાર જોયો. પ્રાણીઓની સુરક્ષા એ ચિત્રભાનુજીના હૃદયનો સૌથી નિકટનો પ્રશ્ન હતો. મુંબઈમાં તેમનાં ચાર-પાંચ વર્ષોમાં ૬૦ના દાયકાના પૂર્વાર્ધમાં સમાન વિચારધારા ધરાવતા ઘણા લોકો આગળ આવીને તેમની સાથે જોડાવા તૈયાર થયા જેમાં કેટલાક શહેરના કોર્પોરેટર હતા, જેમની પાસે શહેરની મ્યુનિસિપાલટીમાં મત આપવાનો અધિકાર પણ હતો. તે સમયે સરકારી નેતાઓ આવક મેળવવાના નવા રસ્તા સૂચવી રહ્યા હતા અને તેમાંના ઘણા પ્રસ્તાવોમાં પ્રાણીઓ પરની હિંસા વધે તેવી શક્યતા હતી. માંસ, ચામડું અને અન્ય પ્રાણીજન્ય ઉત્પાદનોને વિદેશમાં નિકાસ કરવાની વાત ચાલી રહી હતી. આ યોજનાનો એક હિસ્સો વધારે કતલખાનાંઓ ખડાં કરવાનો પણ હતો. ચિત્રભાનુજીએ આ વિચારો વાસ્તવિકતામાં ફેરવાય તે પહેલાં વિરોધ પ્રદર્શનો અને બેઠકોનું આયોજન કર્યું. ચિત્રભાનુજીને સમજ પડી ગઈ હતી કે આ વિચારધારાનું મૂળ જીવન અને જાત પ્રત્યેની અવગણના હતી. તેમના ઘણા શ્રોતાઓને તો ખબર પણ ન હતી કે આ કતલખાનાંઓમાં પ્રાણીઓ સાથે કેટલી આકરી હિંસા કરવામાં આવે છે. મૂંગા મોઢે પોતાના સાથીઓની કતલ થતી જોનારા આ જીવો પર શું વીતે છે તેનો પણ તેમને ખ્યાલ ન હતો. વાછરડાં, ભૂંડનાં બચ્ચાં, બકરીઓ અને મરઘીઓને કેવી પીડામાંથી પસાર થવું પડતું હતું અને જ્યારે તેમને નાનપણમાં જ તેમની માતા પાસેથી ઝૂંટવી લેવામાં આવતાં ત્યારે તે માતાઓને પણ કેટલી પીડા થતી તેનો પણ લોકોને ખ્યાલ ન હતો. ઘણા બધા લોકોએ આ આઘાત પહોંચાડનારી વિગતો પહેલી વાર સાંભળી હતી. ચિત્રભાનુજીએ કહ્યું કે કતલખાનાની એક માત્ર મુલાકાતમાં તેમને સમજાઈ ગયું કે જ્યારે તેમને પોતાની માતાઓ પાસેથી ખેંચી જવાય છે ત્યારે તેમની આંખોમાંથી દેખાતો આઘાત અને ભય આકરામાં આકરી વ્યક્તિને પણ પીગળાવી દેવા પૂરતો હોય છે. આ ક્રૂરતાથી મેળવેલી આવક કઈ રીતે કોઈ માટે આશીર્વાદ રૂપ હોઈ શકે? મહાવીર કહેતા કે તમે જે પાછું ન આપી શકો ને એ તમારે ન લેવું જોઈએ. તમે - ૭૦ - ચિત્રભાનુજી Page #97 -------------------------------------------------------------------------- ________________ કોઈને જીવન નથી આપી શકતા તો સ્વાદેન્દ્રિઓના ક્ષણિક આનંદ માટે એ લોકોનાં મૂલ્યવાન જીવનનો અંત કરવો એ યોગ્ય નથી. તે સમયે કેટલાક ખંધા રાજકારણીઓ હતા જેમણે અહિંસાના મુદ્દે ટૂંકા ગાળાના લાભ મેળવવાની તક દેખાઈ. તેમણે લાઉડ સ્પીકરમાં ગાય પવિત્ર છે નામની બૂમો શરૂ કરી દીધી. આપણે ગાયહત્યા અટકાવવી જોઈએ, ચિત્રભાનુજીને આ રાજકારણીઓનો અહિંસામાં અચાનક પડેલા રસનો હેતુ સમજાઈ ગયો. તેમણે લોકોને આવા તકસાધુઓથી સાવધાન રહેવા કહ્યું અને વાસ્તવિક પ્રશ્નો પર ધ્યાન આપવા કહ્યું. ધાર્યા પ્રમાણે રાજકારણીઓ ચૂંટણી પછી એ બોલતા બંધ થઈ ગયા. જોકે આ મુદ્દે ચિત્રભાનુજીની ચિંતાઓ ક્યારેય ભૂંસાઈ નહીં. મુંબઈમાં ૧૯૬૩ની સાલમાં મેયરના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઈશાકભાઈ બંદૂકવાલા તરફથી તેમને ટેકો મળ્યો. તે પણ દર વર્ષે એક વાર ચોપાટી પર યોજાતી મહાવીર જયંતીની ઉજવણીના પ્રમુખ બન્યા. તે પોતે શાકાહારી ન હતા પણ તે ચિત્રભાનુજીને ખૂબ માન આપતા. તેમણે જાહેરાત કરી કે જો ખાટકીઓ સંમત થશે તો તેઓ દર મહાવીર જયંતીના દિવસે કતલખાના બંધ રાખવાનો પ્રસ્તાવ સ્વીકારશે. મેયરની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં જેમાં ઈશાકભાઈ બંદૂકવાલા જીત્યા હતા. શ્રીમાન બંદૂકવાલાએ મુનિ ચિત્રભાનુજી અને કેટલાક ખાટકીઓ સાથે શહેરમાં બેઠક યોજી. ખાટકીઓ મનમાં મિશ્ર ભાવની લાગણી લઈને આવ્યા હતા. કેટલાક વિચારતા હતા કે તેઓ મહાવીર જયંતીના દિવસે ગાયની હત્યા નહીં કરે પણ તેઓ બકરી, ઘેટાં અને મરઘી જેવા નાનાં પ્રાણીઓને નહીં છોડે. અને જે ક્ષણે તેમણે મુનિ ચિત્રભાનુજીની આંખમાં જોયું તો તે બધા જ જાણે થીજી ગયા. તેમને કરુણાની શક્તિ સમજાઈ. તે બધા એક સ્વરે એ ૨૨૦૦૦ પ્રાણીઓને જતાં કરવા માટે તૈયાર થઈ ગયા જે મહાવીર જયંતીના ૨૪ કલાક પહેલાં મોતને ઘાટ ઊતરી શકે તેવાં હતાં, પણ બીજા દિવસે જ્યારે કતલખાનાં ખૂલે ત્યારે પ્રાણીઓની કતલનો આંકડો બમણો થઈ જાય. બે ખાટકીઓએ તો પોતાની રોજગારી સદંતર છોડી દેવાની તૈયારી બતાવી. શ્રીમાન બંદૂકવાલા મુંબઈના નવા ચૂંટાયેલા મેયર બન્યા અને એમણે પોતાનાં વચન પ્રમાણે પ્રસ્તાવને કાયદામાં ફેરવી લીધો. ૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૬૪ એ મહાવીરજયંતીનો દિવસ હતો જ્યારે મુંબઈમાં એક પણ પશુની કતલ નહોતી થઈ. ચોપાટીના કાંઠે તે દિવસે યોજાયેલા કાર્યક્રમે ઇતિહાસ સર્જયો. ત્યારે ત્યાં ઊભરાયેલો માનવમહેરામણ એટલો બધો હતો કે બેઠકવ્યવસ્થા પણ જાણે ખોરવાઈ ગઈ. લાખો લોકો ત્યાં ભેગા થયા. ચોપાટીના દરિયાકાંઠે ક્યારેય આટલી બધી જનમેદની એકઠી યુગપુરુષ - ૭૮ - . Page #98 -------------------------------------------------------------------------- ________________ નહોતી થઈ. ડાયસ ઉ૫૨ મુનિ ચિત્રભાનુજીની સાથે ભારતના ગૃહ મંત્રી ગુલઝારીલાલ નંદા, મેયર બંદૂકવાલા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વી.પી. નાયક અને કલકત્તા તથા મદ્રાસના અગ્રણીઓ, વિદેશી પ્રતિનિધિઓ અને જાણીતા દાતાઓ હતા. તે દિવસથી લઈને મુંબઈમાં મહાવીર જયંતીની ઉજવણીએ જાણે પકડ જમાવી અને સમયાંતરે એક વાર્ષિક ઉજવણીનો ભાગ બની ગઈ. દરેક પસાર થતા વર્ષ સાથે તેમાં ભાગ લેતા લોકોની સંખ્યા વધતી ગઈ. આ રીતે મહાવીર જયંતી એક વાર્ષિક ઉત્સવ બન્યો. જેને કારણે મુંબઈ જેવા મોટા શહેરમાં આંતરજ્ઞાતિઓમાં પરસ્પર કલ્યાણની લાગણી વિસ્તરી. ૨૫મી ઓગસ્ટ, ૧૯૬૪નો દિવસ એ વીરચંદ રાઘવજી ગાંધીનો જન્મ શતાબ્દી દિવસ હતો. તે એક વકીલ હતા અને એક વિદ્વાન નાગરિક હતા જેમણે શિકાગોમાં ૧૮૯૩ની સાલમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ એ જ પરિષદ હતી જેમાં સ્વામી વિવેકાનંદે પણ શ્રોતાઓને ‘ભાઈઓ તથા બહેનો' કહીને પોતાનું અતિ પ્રતિષ્ઠિત પ્રખ્યાત સંબોધન ભાષણ કર્યું હતું. ખરેખર તો જૈન સાધુ આચાર્ય વિજયાનંદ સુરીજી જે આચાર્ય આત્મારામજી તરીકે પણ ઓળખાતા હતા તેમને આ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે જૈન દીક્ષા લીધેલી હોઈ તેમને દરિયો પાર કરવાની પરવાનગી ન હોવાને કા૨ણે ૨૯ વર્ષના વીરચંદ ગાંધી જે ઉગ્ર દલીલો કરી શકતા તથા તેમનું અંગ્રેજી ભાષા પર ખૂબ સારું પ્રભુત્વ હતું તેમને પોતાના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં જવાનું કહ્યું. પરિષદમાં રજૂઆત માટે તેમને તૈયાર કરવા હેતુ આચાર્ય આત્મારામજી તથા તેમના શિષ્ય વિજય વલ્લભ સુરીજીએ તેમને જૈન ધર્મના સિદ્ધાંતો અંગે ૬ મહિનાની તાલીમ આપી હતી. ન શિકાગોની પરિષદમાં વીરચંદ ગાંધી જાણે સિંહની જેમ ગર્જ્યો અને એમણે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખડા કરેલા ભારત અંગેના ઘણા બધા ખોટા ખ્યાલો ખેરવી નાખ્યા. જ્યાં ઘણા બધાએ આ પહેલાં જૈન ધર્મ અંગે નહોતું સાંભળ્યું ત્યાં એક માણસ પોતાની ભાષામાં કડકડાટ બોલતો હતો અને જેને પોતાના વારસાનો ગર્વ હતો. વીરચંદજીએ કોઈ પણ બીજા ધર્મ વિશે ઘસાતું ન કહ્યું, પણ તેમણે મિશનરીની ટીકા કરી જે ભારતની એક પણ ભાષા શીખવા માટે પણ તૈયાર ન હતા. સફેદ કાઠિયાવાડી વસ્ત્રોમાં પાઘડી પહેરીને ખડા રહેલા વીરચંદજીએ સરળ અંગ્રેજીમાં એકદમ જટિલ જૈન સિદ્ધાંતો સમજાવી નાખ્યા અને તેમણે સાથી પ્રસ્તુતકર્તાઓ તરફથી ખૂબ માન મેળવ્યું. તેમાંના ઘણાએ ભારતના પૌરાણિક ધર્મ તરીકે જૈન ધર્મ વિશે ક્યારેય નહોતું સાંભળ્યું. - ૭૯ - ચિત્રભાનુજી Page #99 -------------------------------------------------------------------------- ________________ તેમની વાક્છટાથી, સાચા અંગ્રેજીથી અને અન્ય પશ્ચિમી વિદ્વાનોને ટાંકવાની તેમની કાબેલિયતથી શ્રોતાઓ ખૂબ પ્રભાવિત થયા હતા. અખબારો તો તેમનાથી એટલાં બધાં પ્રભાવિત થયાં હતાં એ તેમણે તેમના વિષે સમગ્રતામાં છાપ્યું હતું. એ ધર્મ પરિષદમાં કદાચ સૌથી સારી રીતે તૈયારી કરી આવનાર વીરચંદ એક માત્ર વ્યક્તિ હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત વીરચંદ ગાંધીએ ભારતની સૈકાઓ જૂની પરંપરાઓનો પણ ઉગ્ર બચાવ કર્યો હતો. તે એટલા બધા તેજસ્વી વક્તા હતા કે તે પરિષદમાં બોલનારા છ વક્તાઓમાંથી માત્ર તેમને જ સુવર્ણપદક એનાયત કરાયું. પરિષદમાં તેમની આ વિજય પ્રસ્તુતિ પછી તેઓ થોડાં વર્ષ યુ.એસ.એ.માં રહ્યા અને ત્યાર બાદ એક વર્ષ યુ.કે.માં રહ્યા. આ સમય દરમિયાન તેમણે ૩૦૦થી વધુ વક્તવ્યો આપીને પશ્ચિમી શ્રોતાઓને ભારતના પૌરાણિક અને મહાન જૈન ધર્મ વિશે રસપ્રદ ઇતિહાસ સાથે માહિતી આપી. આ ઉપરાંત તેમણે ભારતને સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક લોકશાહી અને શાંતિપ્રિય દેશ બતાવીને તેનું જગતમાં શું સ્થાન હોઈ શકે એ પણ વાત કરી. પરિષદ પછી જલદી જ સ્વામી વિવેકાનંદ વિશાળ આવકાર મેળવી ભારત પાછા ફર્યા. આ પછી તેમના અનુયાયીઓએ સ્વામી વિવેકાનંદની યાદ ને તેમનાં પુસ્તકો પ્રકાશિત કરીને અને વિવિધ શહેરોમાં તેમના પૂતળાં મૂકીને તેમની સ્મૃતિ કાયમ રાખી છે. અને તેનાથી સાવ અલગ જ્યારે વીરચંદ ભારત પાછા ફર્યા ત્યારે જૈન સમુદાયોએ દરિયાપારની મુસાફરી કરવાના પાપ બદલ તેમને નાત બહાર મૂક્યા. તેમને પોતાના ગુનાનો પસ્તાવો કરવા કહેવાયું અને નકામા ઇતિહાસના ડગલામાં જાણે તેમને ફગાવી દેવાયા અને જાણે તેમને હંમેશ માટે વિસરાવી દેવાનો પ્રયાસ થયો. તેઓ ૩૭ વર્ષની વયે ૧૯૦૧ની સાલમાં દુર્બોધતામાં - અપ્રસિદ્ધ સ્થિતિમાં ગુજરી ગયા. તેના બરાબર ૭૫ વર્ષ પછી એ ચિત્રભાનુજી હતા જેમણે અદભુત નૈતિક હિંમત દાખવી અને પોતાની જાતિથી અયોગ્ય વ્યવહા૨ પામેલી એ વ્યક્તિને ફરી પ્રકાશમાં લાવવાનું અભિયાન આદર્યું. તેમણે દલીલ કરી કે જૈન સાધુઓને દરિયાપારનો પ્રવાસ કરવાની મનાઈ હોવાથી વીરચંદ જેવા વિદ્વાન નાગરિકોની ફરજ હતી કે જૈન ધર્મને વિશે વિદેશ મુસાફરી ખેડીને તેનો સંદેશ ફેલાવે. આમ કહી તેમણે વીરચંદનો બચાવ કર્યો. તેમણે જૈન અગ્રણીઓની બેઠક બોલાવી જેમાં અગ્રણી, વેપારી અને ઉદ્યોગકારો જેવા કે લાલચંદ હીરાચંદ, સી.ટી. શાહ અને રતિલાલ નાણાવટી હાજર હતા. તેમની સાથે તે આચાર્ય શ્રી સમુદ્ર સાગર જેવા જૈન સાધુ પણ હતા. આ મીટિંગ મુંબઈમાં શ્રી શાંતિનાથજી ઉપાશ્રયમાં યોજાઈ. પશ્ચિમમાં જૈન ધર્મની પતાકા લહેરાવા માટે તે દરેક વક્તાએ વીરચંદ ગાંધીની પ્રસંશા કરી. ઉદ્યોગકાર લાલચંદ-હીરાચંદજીએ વીરચંદ ગાંધીનું તૈલ ચિત્ર પ્રદર્શનાર્થે ખુલ્લું મૂક્યું. યુગપુરુષ - ૮૦ - Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરચંદ ગાંધીના તૈલ ચિત્રના અનાવરણ પ્રસંગે શ્રી લાલચંદ હીરાચંદજી કાર્યક્રમના અંતમાં ચિત્રભાનુજીએ વક્તવ્ય આપ્યું. તેમણે વીરચંદ ગાંધીની જિંદગીને ધૂપસળી સાથે સરખાવી. જે પોતાની જાતને ખલાસ કરીને સુવાસ ફેલાવે છે. તેમણે વીરચંદની બાહોશ કાયદાકીય દલીલોને બીરદાવી જેના થકી તેમણે પાલીતાણા જનારા યાત્રાળુઓ ૫૨ લદાતો કર માફ કરાવ્યો. ત્યાર બાદ બિહાર રાજ્યમાં તેમણે સમેત શિખરજીની પવિત્રતા જળવાય તે માટે પણ પ્રયત્નો કર્યા હતા. સમેત શિખરજી એ જૈનો માટેનું અગત્યનું તીર્થ સ્થળ છે. વીરચંદ ગાંધીએ તેની આસપાસ ચાલતાં કતલખાનાંઓ બંધ કરાવ્યાં હતાં. મુનિ ચિત્રભાનુજીએ એકઠા થયેલા અગ્રણીઓને યાદ કરાવ્યું કે તેમના પહેલાં કે પોતાના પહેલાં તો વીરચંદજીએ અગત્યનો ફાળો આપીને જૈનો સમક્ષ કટોકટીના પ્રશ્નો મૂક્યા હતા. તેમણે તે સમયે મૂકેલા સવાલો આજે પણ પ્રસ્તુત હતા અને વર્તમાન સમયમાં પણ તેમની પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે. શ્રોતાઓ તરફ થતા ચિત્રભાનુજીએ શ્રોતાઓને જાણે પડકાર કર્યો પશ્ચિમમાં જૈન ધર્મનો સંદેશ લઈ જનાર એ નાયકને આપણી જ્ઞાતિ કઈ રીતે ભૂલી શકે? શું ચિત્રભાનુજી ૮૧ - Page #101 -------------------------------------------------------------------------- ________________ આપણે કૃતજ્ઞ છીએ ? આપણા ધર્મને જીવિત રાખવા આપણને વીરચંદ ગાંધી જેવા અનેક વિદ્વાનોની જરૂર છે. હજી જૈન ધર્મ વિશ્વમાં એટલો જાણીતો નથી, કારણ કે આપણે વીરચંદજી જેવા દીર્ઘદ્રષ્ટાઓની સાથે દૂરવ્યવહાર કર્યો. તેમનાં કામ અને તેમની પ્રતિભાના અભ્યાસી આપણે, આજની પેઢી પ્રેરણા મેળવીને વિશ્વભરમાં જૈન ધર્મની મશાલ લઈને ફરી વળી શકે છે. આત્મનંદજી મહારાજ પ્રત્યેનું આપણું સન્માન વીરચંદ ગાંધીજીના યોગદાનની ગણતરી લીધા વગર અધૂરું છે. તે મીટિંગમાં પહેલી વાર જૈનો દ્વારા વીરચંદ ગાંધીને યાદ કરાયા અને તેમનું સન્માન કરાયું. સ્થાનિક અખબારો અને સામાયિકોએ પણ આ ખબર પ્રકાશિત કરી, જેના કારણે વીરચંદ ગાંધીનું નામ ઘરે ઘરે પહોંચ્યું. પણ ચિત્રભાનુજી માટે તે પૂરતું ન હતું. તેઓ વીરચંદજીના ધ્યેય ને લક્ષ ને પુનઃજીવિત જોવા માગતા હતા પણ એમને ખબર ન હતી કે એ કેવી રીતે કરે. ❖❖❖ તે પછીના વર્ષે મુનિજી અને તેમના ટેકેદારો એક પગલું આગળ વધ્યા. તેમણે મુંબઈમાં સ્થાનિક સ્તરે ચૂંટાયેલા લોકોને આખા વર્ષમાં કુલ આઠ દિવસ માટે કતલખાનાંઓ બંધ કરવા અરજી કરી. ગુરુદેવે સૂચવ્યું કે મહાવીર જયંતી ઉપરાંત બુદ્ધ જયંતી, કૃષ્ણ જયંતી, રામ જયંતી, ગાંધી જયંતી, શિવાજી જયંતી, સંવત્સરિ અને દિવાળીના દિવસે પણ નિર્દોષ પશુઓને જીવતદાન મળવું જોઈએ. આ ધારો અમલમાં આવે તે પહેલાં મેયર બંદૂકવાલા નિવૃત્ત થઈ ચૂક્યા હતા. સદનસીબે તેમના પછી મેયર તરીકે આવેલા બી.પી. દિગ્વી પણ એક ઉત્સાહી સહાયક હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર જીવરાજ મહેતાના સક્ષમ ટેકાને કારણે આ ધારો પણ પસાર થયો. આ ધારો પણ ૨૩મી જુલાઈ, ૧૯૬૪ના રોજ પસાર થયો. એવું હંમેશાં જોવામાં આવ્યું છે કે એક સારું કામ હકારાત્મક માહોલ, તંત્ર ખડું કરે છે જેના પગલે અનેક સારાં કાર્યો પાર પડે છે. બીએમસીના આ નર્ણયને કારણે પણ એવી જ અસર થઈ. બીએમસીનો આ નિર્ણય બીજાં ઘણાં શહેરો અને રાજ્ય સરકાર માટે પ્રેરણાત્મક બની રહ્યો. જેમ કે ગુજરાતમાં રાધનપુર શહેરમાં આઠ નહીં પરંતુ ૧૯ દિવસ માટે કતલખાનાંઓ બંધ કરવાનો ધારો પસાર થયો. સિધપુરના મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું કે આખા વર્ષ દરમિયાન ૧૨ દિવસ સુધી કતલખાનાંઓ બંધ રહેશે. આચાર્ય શ્રી વિજય સમુદ્રજીના પ્રયત્નોને કારણે પંજાબમાં ઘણાં મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું કે કતલખાનાઓ પૂરા બાર દિવસ બંધ રહેશે. યુગપુરુષ - ૮૨ - Page #102 -------------------------------------------------------------------------- ________________ મુંબઇના મેયર દ્વારા પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવા માટેનો વટહુકમ આ પછી મુનિ ચિત્રભાનુજી અને તેમના સહાયકોને વધારે આશા જાગી. તેમને આશા હતી કે તેઓ કેન્દ્ર સરકારને ભારતનાં મોટાં શહેરોમાં નવાં કતલખાનાંઓ બનતાં અટકાવવા માટે સમજાવી શકશે. તેઓ એ પણ ઇચ્છતા હતા કે ૧૯૬૪થી શરૂ થયેલા ડુક્કરોના ઉછેરના કાર્ય પર સંપૂર્ણપણે રોક લગાડાય. મુનિશ્રી અને તેમના સાથીઓને તે પણ ચિંતા હતી કે મોટા પાયે માંસ, ચામડું અને અન્ય પ્રાણીજન્ય પેદાશોની નિકાસ જે ઘટી હતી તે ૧૯૬૫ સુધીમાં સ્થાનિક સરકારોએ ફરી વિચારવાનું શરૂ કરી દીધું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૫માં મુનિશ્રી ચિત્રભાનુજીએ મુંબઈના રહેવાસીઓના પ્રતિનિધિઓ અને ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાથે એક બેઠક યોજવાનો પ્રયત્ન કર્યો. પ્રખર વિદ્વાન અને ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણન પણ દિલ્હીમાં યોજાયેલી આ બેઠકનો એક હિસ્સો હતા. આ બેઠક કોઈ પણ નક્કર નિર્ણય વિના પૂરી થઈ. ૨૫ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ચોપાટીના કાંઠે સર્વપ્રથમ સર્વધર્મ -સમભાવ સભાનું આયોજન થયું. મુનિ ચિત્રભાનુજીએ અંગત સ્તરે મુખ્ય ધર્મ અને સાંસ્કૃતિક સમૂહના અગ્રણીઓને આમંત્રણ આપ્યું. દરેક સમૂહના સભ્યએ આ મામલે પોતાના વિચારો વિવિધ જ્ઞાતિ અને સમુદાયના લોકો સામે રજૂ કર્યા. - ૮૩ - ચિત્રભાનુજી Page #103 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીના અથાગ પ્રયત્નને પગલે સર્વધર્મ અહિંસા સમિતિની રચના થઈ. આ સમિતિને વધુ એક ઘાતકી અને અન્યાયી પ્રથા વિશે સમજ પડી, જેને તકનીકના સંશોધન તરીકે જોવામાં આવતી હતી. મુંબઈના એક કતલખાનામાં ઓટોમેટિક સ્લોટરિંગ મશીન મુકાવાનું હતું. જો આ મશીન મુકાય તો ખાટકી દિવસમાં ત્રણ ગણા વધારે પ્રાણીઓને મારી શકે. વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સમક્ષ આ વાત વિરોધ સાથે રજૂ કરાઈ. તેઓ આ લાગણી સમજતા હતા અને તેઓ આ યોજનાને અટકાવવા તૈયાર હતા. કમનસીબે તેઓ ૧૧મી જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે ગુજરી ગયા. આમ કતલખાનાંઓ પહેલેથી નક્કી કરાયેલા આઠ દિવસ દરમિયાન દર વર્ષે બંધ રહેતાં હોવા છતાં મશીનરી ધરાવતાં કતલખાનાંઓને કારણે પશુઓની હત્યા સમયાંતરે વધતી ગઈ. હંમેશાં એવો સમય આવે છે કે જ્યારે માણસ જાત એક પગલું આગળ ધરે ત્યારે બે પગલાં પાછળ ભરતી હોય છે. આ દુઃખદાયી છે પણ આ જ સત્ય છે. ચિત્રભાનુજીએ ૧૯૬૫મી સાલમાં “ધ ડિવાઈન નૉલેજ સોસાયટીની સ્થાપના કરી. જેનું મુખ્ય કામ દાન અને રાહતકાર્યો કરવાનું હતું. ડિવાઈન નૉલેજ સોસાયટીનો બીજો ધ્યેય હતો ચિત્રભાનુજીનાં વક્તવ્યોને ગુજરાતી અથવા અંગ્રેજીમાં પ્રકાશિત કરવાં. અંગ્રેજીમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોને તેમના ઘણા બધા અનુયાયીઓ યુ.એસ. અને યુરોપ લઈ ગયા. ચિત્રભાનુજીએ પોતે ભારતની બહાર પગ મૂક્યો તે પહેલાં તેમના શિષ્યો દ્વારા પૅરિસ અને પ્રાગમાં ધ્યાન આશ્રમોની સ્થાપના થઈ ચૂકી હતી. ધ ડિવાઈન નૉલેજ સોસાયટીએ હર્બટ વૉરેન નામના એક બ્રિટિશ શિક્ષણવિદ ૧૯૧૨માં લખેલા પુસ્તક “જૈનીઝમ”ને પુનઃ પ્રકાશિત કર્યું. યુ.કે.માં વિરચંદ ગાંધીના વક્તવ્ય સાંભળતાં કરાયેલી નોધને આધારે આ પુસ્તક લખાયું હતું. જ્યારે પણ કોઈ ચિત્રભાનુજી સાથે સગાઓ કે મિત્રો સાથેના વ્યવહાર કે વર્તણૂક અંગેની પૃચ્છા લઈને જતું ત્યારે તે હંમેશાં પ્રતિભાવમાં પહેલાં એમ પૂછતા કે તેમને ધર્મમાં કે કર્મમાં વિશ્વાસ છે? ત્યાર પછી તેઓ મુલાકાતીને પવિત્ર નવકાર મંત્રની મદદથી ધ્યાન ધરવાનું કહેતા. તેઓ હંમેશાં બીજી વ્યક્તિને જે કરવું હોય તે કરે કે જેવો વ્યવહાર કરવો હોય તેવો કરે પણ તે દરમિયાન કઈ રીતે આંતરિક શાંતિ જાળવવી અને અનુભવવી તેની સલાહ આપતા. વાલ્વેશ્વર રોડ પર આવેલી ડિવાઈન નૉલેજ સોસાયટી ત્યાં સુધીમાં ઘણા બધા લોકો માટે મૌન, ધ્યાન અને ચિત્રભાનુજીના વક્તવ્ય સાંભળવા માટેનું સ્થળ બની ચૂક્યું હતું. તેના જીવંત વાતાવરણને કારણે ઘણા જુવાનિયાઓ પણ તેની તરફ આકર્ષાતા. યુવાનો વિવિધ વિષયો પર ચર્ચા કરતા અને પુસ્તકો કે શિષ્યવૃત્તિ જીતતા. ચિત્રભાનુજીનાં વીસ પ્રવચનોને ગુજરાતીમાં આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. તેમાંનાં કેટલાંક હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદિત કરાયાં. તેનો સૌથી પહેલો યુગપુરુષ - ૮૪ - Page #104 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી અનુવાદ “ધી ફાઉન્ટેન ઑફ ઇસ્પિરેશન” તરીકે ઓળખાયો. અન્ય અનુવાદો “રોઝરી ઑફ પલ્સ”, “ધી સિટિઝન્સ ઑફ ટુમોરો”, “લોટસ બ્લમ”, “ધી બિકન” અને “દિવ્ય દીપ” “ઈન્સપાઈરિંગ એનેકડોટ્સ” તરીકે પ્રકાશિત થયા હતા. સોસાયટી દ્વારા માસિક સામાયિક “દિવ્ય જ્ઞાન”નું પણ પ્રકાશન કરાતું હતું. તે સામાયિકમાં ચિત્રભાનુજીનાં પ્રવચનો અને અર્થપૂર્ણ સુવિચાર ઉપરાંત સૂફી, હિન્દુ, ક્રિશ્ચન, ઝેન, તાઓ, પારસી અને અન્ય ધાર્મિક વિચારધારાઓના વિદ્વાનોના લેખો પણ પ્રકાશિત કરાતા. ચિત્રભાનુજી ડિવાઈન નૉલેજ સોસાયટીના જૂજ રાચરચીલું ધરાવતા ખંડમાં રહેતા. જ્યાંથી દરિયો દેખાતો. તેઓ દિવસના ૧૬ કલાક ધ્યાનમાં, વાંચનમાં, લખવામાં, પ્રફ રીડિંગમાં, વક્તવ્યો આપવામાં અને બેઠકોમાં જવામાં પસાર કરતા. વિદ્યાર્થીઓ, પરિવારો અને વિવિધ કુટુંબો તેમના આશીર્વાદ લેવા આવતા અને તેમની હાજરી અને અંગત સ્તરે થતા સંવાદોથી પરમ આનંદ મેળવતા. બપોરે શિષ્યો તેમના માટે ભોજન લાવતા. તેમને નજીક આવેલાં હેંગિંગ ગાર્ડનમાં ચાલવા જવાનું ખૂબ જ ગમતું. તેમને બાલ્કનીમાં બેસીને દરિયા સામે જોઈ રહેવાનું પણ ગમતું. ચિત્રભાનુજીની સતત હાજરીને કારણે ડિવાઈન નૉલેજ સોસાયટીએ ઘણા બધા લોકો પર ઊંડો પ્રભાવ છોડ્યો. ચિત્રભાનુજીએ પોતાની જાતને માત્ર પ્રવચનો અને અહિંસાના પ્રચાર-પ્રસાર માટે વ્યસ્ત ન રાખ્યા, તેમણે પોતાનું કામ માનવીય રાહત કાર્યો તરફ પણ વાળ્યું. જ્યારે બિહારમાં આકરો દુકાળ પડ્યો ત્યારે તેમણે સૌથી પહેલાં રાહત ફંડની શરૂઆત કરી. ચિત્રભાનુજીના વક્તવ્યથી પ્રભાવિત થયેલા લોકોએ દિલ ખોલીને દાન કર્યું. સ્થાનિક અખબારે એવો અહેવાલ પણ છાપ્યો કે દસ મિનિટના વક્તવ્યમાં ૫૦ હજાર રૂપિયા એકઠા થઈ ગયા. સપ્તાહના અંત સુધીમાં વધારે નાણાં એકઠાં થયાં. જયપ્રકાશ નારાયણ (જે.પી.) ગાંધીજીના ખૂબ નિકટના અનુયાયી હતા. તેઓ ખૂબ જાણીતા સમાજસુધારક પણ હતા. તેમણે બિહારના લોકો માટે એકઠા કરાયેલા આ ભંડોળ વિશે સાંભળ્યું. તે મુંબઈ ચિત્રભાનુજીની સલાહ લેવા માટે આવ્યા જેથી કરીને તે ભંડોળ સારામાં સારી રીતે લોકોનાં હિતમાં વાપરી શકાય અને દુકાળમાં સપડાયેલા લોકોની હેરાનગતિ ઓછી કરવામાં તેનો ઉપયોગ થઈ શકે. ચિત્રભાનુજીએ જે.પી.ને પોતાના ૨૦ શિષ્યોની ટીમ આપવાનું કહ્યું. આ ટીમ સૂકા ધાન તથા અનાજ સાથે બિહાર જશે તથા ત્યાં મોટા રસોડા શરૂ કરશે. દરેક રસોડું ૩૦૦ લોકોને જમાડી શકશે. આમ રોજ ૫૦૦ લોકોને જમાડી શકાશે. જે.પી.એ આખી યોજનાનું નિરીક્ષણ કર્યું. - ૮૫ - ચિત્રભાનુજી Page #105 -------------------------------------------------------------------------- ________________ બિહારમાં જરૂરિયાતમંદોની સેવાની સાથે સાથે દુકાળની પરિસ્થિતિમાં પણ પ્રાણીઓની જાળવણી થતી હતી તેમનું ધ્યાન રખાતું હતું. ચિત્રભાનુજી અને જયપ્રકાશ નારાયણના સ્વયંસેવકોની ટુકડીએ સફળતાપૂર્વક ભૂખે ટળવળતા ઢોરો માટે બિહારના રાજગીરીમાં ઘાસચારાનાં આશ્રયસ્થાનો ખડા કર્યા. મિસ્ટર જે. શંકર હ્યુમેનીટેરિયન લીગના જનરલ સેક્રેટરી અને વર્લ્ડ ચૅજિટેરિયન કોંગ્રેસના વાઈસ ઍસિડેન્ટ ડિવાઈન નોલેજ સોસયટીમાં ખૂબ મોટું દાન કર્યું. ચિત્રભાનુજી રવિશંકર મહારાજ સાથે યુગપુરુષ - ૮૬ - Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૭માં ગુજરાતમાં પણ કારમો દુકાળ પડ્યો. ચિત્રભાનુજીએ ખાસ કરીને આદિવાસીઓ માટે ધરમપુર જિલ્લામાં રાહત છાવણી શરૂ કરી. આઠ દિવસ પછી ગુજરાત રાજ્યએ એ રાહત કેન્દ્ર પોતાને હસ્તગત કર્યું. રવિશંકર મહારાજ એક ખૂબ જ સન્માનનીય અને સામાજિક સુધારક હતા. તેમણે દુકાળગ્રસ્તો માટે ચિત્રભાનુજીએ એકઠાં કરેલાં ભંડોળના ઉપયોગનું નિરીક્ષણ શરૂ કર્યું. તે જ વર્ષે ચિત્રભાનુજીએ મહારાષ્ટ્રના કોઈનામાં ભૂકંપ પીડિતોને પણ મદદ કરી. ૧૯૬૮માં સૂરત નજીક રહેતા લોકો અતિવર્ષા અને પૂરનો શિકાર બન્યા. કાવસ નામનું એક ગામડું સાવ ધોવાઈ ગયું. ફરી એક વાર ડિવાઈન નૉલેજ સોસાયટીએ મળેલાં દાનનો ઉપયોગ કરીને એ ગામડું રવિશંકર મહારાજના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું. આ બધી સહાયને પગલે ખડા થયેલાં ગામને લોકોએ નામ આપ્યું “સુવાસ'. આપણે જે આપણા લોકો માટે કરીએ છીએ તે જ આપણે આપણી જાત માટે કરીએ છીએ.” ચિત્રભાનુજીએ એક વાર કહ્યું હતું કે “બીજાનું દર્દ દૂર કરીને આપણે આપણું પોતાનું દર્દ દૂર કરીએ છીએ.” જેમ કહેવાય છે કે પ્રેમ અને સુવાસ છૂપાં નથી રહી શકતાં એવી રીતે જ ચિત્રભાનુજીનો સંદેશો અને તત્ત્વચિંતન તેમનાં પુસ્તકો દ્વારા વિશ્વના અલગ અલગ ખૂણે પહોંચવા માંડ્યું. એવા લોકો જેમણે તેમના વિશે સાંભળ્યું હતું અથવા એમનાં પુસ્તકો વાંચ્યા હતાં એમના સંદેશને યુરોપ, અમૅરિકા, આફ્રિકા અને એશિયાના બીજા ભાગોમાં લઈ જઈ રહ્યાં હતાં. તેમનું પુસ્તક “ધી બિકન” કેટલીક યુનિવર્સિટીમાં ફિલોસોફીના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરાયું હતું. મેસીટ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના પ્રોફેસર હ્યુસ્ટન સ્મીથે લખ્યું કે “ધી બિકનીમાં સંસ્કૃતીઓની મેળવણીની વાત કરી છે જેની હું પ્રશંસા કરું છું અને તે માટે જ હું એને મારા વિદ્યાર્થીઓ સાથે વહેંચી રહ્યો છું.' સાથે કેટલાક વિદેશીઓ જે આત્મ શાંતિની ખોજમાં હતા તેમણે ડિવાઈન નૉલેજ સોસાયટીની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું, કારણ કે તેઓ ચિત્રભાનુજીને મળવા માગતા હતા. તેમને આવતાં પહેલાં હંમેશાં એવી અપેક્ષા રહેતી કે તે લોકો કોઈ ગંભીર વૃદ્ધ માણસને મળશે, પણ હંમેશાં ચિત્રભાનુજીમાં આકર્ષક અને બેફિકર એવા ધાર્મિક ગુરુને જોઈને તેમને ખૂબ આનંદ થતો. - ૮૭ - ચિત્રભાનુજી Page #107 -------------------------------------------------------------------------- ________________ એક સમયે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો તેમને મળવા આવ્યા હતા. તેમણે ગુરુજીની આધ્યાત્મિક અને શારીરિક શક્તિઓ વિશે સાંભળ્યું હતું અને તેઓ આ અણધાર્યા મેળને પગલે બહુ આશ્ચર્યચકિત થતા. તેમને બહુ ઉત્સુકતા હતી કે બે બાબતો એક વ્યક્તિમાં કઈ રીતે હોઈ શકે છે. તેમના મનમાં સૌથી મોટો પ્રશ્ન એક જ હતો કે કઈ રીતે ગુરુજીએ ક્યારે પણ માંસ ન ખાઈને આટલું બધું જોમ અને ઊર્જા જાળવી રાખ્યાં છે. ચિત્રભાનુજી હસ્યા અને એમણે મુલાકાતીને કુદરતનું ઉદાહરણ આપ્યું. નાનકડા બીજમાં કેટલી શક્તી રહેલી છે તે જુઓને. તે નક્કર ધરતીને ધકેલીને પોતાનો રસ્તો આગળ શોધે છે. શાકભાજી વગેરે સૂર્યની ઊર્જા મેળવે છે અને માણસોને જરૂરી બધાં જ પોષક તત્ત્વો પૂરાં પાડે છે. ક્રિકેટરોએ તેમને તેમના શાકાહાર વિશે અને સાદી જીવનશૈલી વિશે પણ ઘણા સવાલો કર્યા. ચિત્રભાનુજીએ તેમને ધીરજપૂર્વક જવાબ આપ્યા અને આ વિશે પોતાના વિચારોને સંપન્ન કરતાં કહ્યું કે મને ખબર પડી છે કે મને જેટલી ઓછી જરૂર પડે છે તેટલો જ મારે ઓછો આધાર રાખવો પડે છે અને જેટલો મારે ઓછો આધાર રાખવો પડે એટલી જ પીડા પણ ઓછી અને જેટલી પીડા ઓછી તેટલી વધારે ખુશી અને સુખ અને સુખ કે આનંદ તો વ્યક્તિના માનસિક અભિગમ પર આધાર રાખે છે. તેની પાસે શું છે તેની પર આધાર નથી રાખતો. આવું તેમણે એક તેજસ્વી સ્મિત સાથે કહ્યું. ચિત્રભાનુજીએ ક્રિકેટરોને “ધી બિકન” પુસ્તકની નકલો આપી. તેમણે નમન કરીને ગુરુજીના આશીર્વાદ લીધા. દરેકેદરેકને પરમાનંદ અને સંતોષની અનુભૂતિ થઈ તેમને મળ્યા પછી. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસના ઘણા વાંચ્છુકો ચિત્રભાનુજી પાસે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા આવતાં. મૅન્યુઅલ નામના એક સ્પેનિશ માણસે આધ્યાત્મિકતાની નિષ્ફળ શોધનાં સાત વર્ષ બાદ ચિત્રભાનુજીને શોધ્યા તે ચિત્રભાનુજીના નિર્મમ અભિગમથી પ્રભાવિત થઈ ગયો હતો. સૌથી પહેલાં તો તેમણે મેન્યુઅલને કોઈ જ તૈયાર ઉકેલ નહોતા બતાવ્યા. તેમણે મેન્યુઅલને માત્ર ધ્યાન કઈ રીતે ધરવું એ શીખવાડ્યું જેથી તેને આત્મવિશ્લેષણ કરવાની, પોતાનું મન પારખવાની સમજ પડે. ચિત્રભાનુજીએ તેને કહ્યું કે તેણે કોઈ ચોક્કસ સાધુ કે કોઈ ચોક્કસ વસ્ત્રો ધારણ કરવાની કે ધારણ કરનારી વ્યક્તિને અનુસરવાની જરૂર નથી. જેના મનમાં અર્થપૂર્ણ વિચારો હોય છે તેવી દરેક વ્યક્તિ સાધુ જ છે. વિચારોની શક્તિ ખૂબ મહાન છે. સૌથી ખરાબ સ્થિતિમાં પણ ઉત્તમ વિચારો કરો. દરેક વિચારને કાળજીથી પસંદ કરો. દરેક વિચાર તમારે માટે મૂલ્યવાન હોય છે તેને સાચવો તેને આત્મસાત કરો અને જુઓ કે એમાંથી શું ઊગી આવે છે. મૅન્યુઅલ ચિત્રભાનુજી સાથે કેટલાંક અઠવાડિયાં પસાર કર્યા. ચિત્રભાનુજી ગુજરાતીમાં બોલતા છતાં તે તેમના એક પણ વક્તવ્યમાં હાજરી આપવાનું ચૂકતો યુગપુરુષ - ૮૮ - Page #108 -------------------------------------------------------------------------- ________________ નહીં. મૈન્યુઅલ ને ભાષા તો નહોતી ખબર પડતી, પણ તેમને ચિત્રભાનુજીની હાજરીમાં જે શાંતિ અને પ્રેમનો અનુભવ થતો હતો તે ખૂબ પસંદ હતો. જ્યારે સ્પેન નીકળવાનો સમય આવ્યો ત્યારે તે ખૂબ લાગણીશીલ થઈ ગયો. તેણે ચિત્રભાનુજીના ખોળામાં પોતાનું માથું ધરી દીધું અને બાળકની જેમ રડ્યો. પછીથી ચિત્રભાનુજીએ તેને સ્પેનમાં ધી બિકન પુસ્તકની નકલ મોકલી. મેન્યુઅલે તેમને લખ્યું કે મને ખરેખર એવું લાગે છે કે આ પુસ્તક જાણે કે કોઈ દૈવી આત્મા માણસ સાથે વાત કરી રહ્યા છે. જ્યારે જ્યારે હું તેને વાંચું છું ત્યારે મારી આંખોમાંથી આંસુ રેલાય છે. તે મને સમય અને સ્થળકાળની પર લઈ જાય છે અને મને લાગે છે કે હું મારી જાત સાથે વાત કરી રહ્યો છું. ઘણી વાર હું મારી જાતને વિવિધ સ્વરૂપોમાં જોઉં છું અને એમાં એક તમે પણ હોવ છો. ક્યારેક મને લાગે છે કે મને આત્મજ્ઞાન થાય તેમાં હવે બહુ સમય બાકી નથી. આમ જેમ વધારે ને વધારે અમેરિકનો તથા યુરોપિયનો ચિત્રભાનુજીના સંદેશથી પ્રભાવિત થતા ગયા તેમ તેમને પણ લાગતું કે પોતે પણ સમૃદ્ધ થઈ રહ્યા છે. તેમને વિદેશીઓના જીવન પ્રત્યેનો પ્રેક્ટિકલ અભિગમ પસંદ આવ્યો. અને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ અને સીધી રીતે જવાબ મેળવવાનો અભિગમ પણ તેમને ખૂબ ગમતો. ચિત્રભાનુજી એ સમજ્યા કે વિદેશીઓમાં તેમની ભૌતિકવાદી જીવનશૈલી બદલીને ધ્યાન શીખવાની ઊંડી ઇચ્છા હતી. વર્ષો સુધી વિવિધ વિદેશીઓ સાથે થયેલી મુલાકાતના પ્રસંગોએ જાણે કે ચિત્રભાનુજીની ભીતર તેના પડઘાઓની શૃંખલા ઊભી કરી દીધી. આ લાક્ષણિક પરિવર્તનો આવનારા વર્ષોમાં સંપૂર્ણ પ્રભાવી સાબિત થવાનાં હતાં. - ૮૯ - ચિત્રભાનુજી Page #109 --------------------------------------------------------------------------  Page #110 -------------------------------------------------------------------------- ________________ આખરે દયા ખાવી આત્મા વગરના શબ્દ “આખરે” કારણકે તે આપણી જ ઉર્ધ્વગતિને અવરોધે છે. તકલીફ કે પ્રાસકાઓમાં ડૂબેલા હોઈએ ત્યારે જ આ હીનભાવ મોઢેથી નિસરી પડે છે તકલીફનાં ઉદાસીન વાદળોની સામે પડીને જ આપણે એમાં સંતાયેલા સુખના સૂરજને આમંત્રણ આપી શકીએ છીએ – ચિત્રભાનુજી પ્રકરણ ૧૦: બંધન અને મુક્તિ ૯૬૮ની સાલમાં ચિત્રભાનુજીને કલકત્તામાં તે વખતની જ સ્થપાયેલી “સ્પિરિચ્યુંઅલ સમિટ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. આ છે કૉન્ફરન્સની સ્થાપનાનો મૂળ વિચાર અમેરિકામાં જન્મ્યો હતો. જે સમયાંતરે “ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિગ”ના નામે ઓળખાતી થઈ હતી. તે એક નોન-પ્રોફિટ શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસી હતી. અંદાજે ૮૦ જેટલા ધર્મગુરુ, વિદ્વાન અને વિદ્યાર્થીઓ અલગ અલગ ૬૬ દેશમાંથી ઉત્સાહપૂર્વક આ પહેલી આવૃત્તિમાં ભાગ લેવા માટે હાજર રહ્યા હતા. આ કૉન્ફરન્સ પાછળનો મુખ્ય હેતુ અને વિચાર માનવના પરિવારનું જે માળખું છે તેના પાયારૂપ ઐક્યને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાનો હતો અને સાથે એક એવી સંસ્થા ઊભી કરવાનો પણ હતો કે જે સ્પિરિચ્યુંઅલ યુનાઈટેડ નેશન્સ તરીકે કામ કરે. કૉન્ફરન્સના આયોજકોને ચિત્રભાનુજી વિશે ઉદ્યોગપતિ શ્રી એમ. કે. બીરલા મારફતે જાણવા મળ્યું હતું. જે ઈન્ટરનેશનલ કમિટીના અધ્યક્ષ હતા. પરંતુ કેટલાંક પહેલેથી નિશ્ચિત કાર્યોને લીધે ચિત્રભાનુજી પોતે કલકત્તા ન જઈ શક્યા. તેમણે પોતે ન જતાં તેમનાં શિષ્યા કુમારી વત્સલા અમીનને કલકત્તા મોકલ્યાં. તેઓ વ્યવસાયે ખૂબ કાબેલ વકીલ હતાં અને તેમણે કૉન્ફરન્સમાં ગુરુજીનું એક પ્રવચન વાંચ્યું. કૉન્ફરન્સમાં તેમની રજૂઆત એટલી બધી પ્રભાવી હતી કે ઘણા બધા પ્રતિનિધિને - ૯૧ - ચિત્રભાનુજી Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વચિંતન અને ધર્મ અંગે વધારે ને વધારે જાણવાની પ્રેરણા મળી. આ પ્રતિનિધિમાં એક હતા થોમસ મેર્ટોન. થોમસ મેર્ટોન અમેરિકન લેખક હતા. અને કેથલિક સંપ્રદાયને અનુસરનાર સાધુ અને ખૂબ માનનીય આધ્યાત્મિક ગુરુ પણ હતા. વત્સલાના વક્તવ્ય અંગે તેમણે પોતાની એશિયન જર્નલમાં નોંધ લખી કે, “મુંબઈથી આવેલી યુવા જૈન સ્ત્રી વત્સલા અમીને ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિંગની કૉન્ફરન્સમાં જૈન ધર્મનો સંદેશો રજૂ કર્યો. આ સ્ત્રી ખૂબ સુંદર અને આધ્યાત્મિક વ્યક્તિ છે. તેના આ પ્રવચનથી હું ખૂબ પ્રભાવિત થયો અને મને સાંજે તેમની સાથે ખૂબ લાંબી વાતચીત કરવાનો મોકો મળ્યો. અમે ધ્યાન અને તેમના ગુરુ શ્રી ચિત્રભાનુજી વિશે વાત કરી. મને પણ શ્રી ચિત્રભાનુજીને મળવાની ઇચ્છા છે જો હું મુંબઈ જઈ શકું તો. આ ઉપરાંત કઈ રીતે વત્સલા, હિમાલયમાં એકાંતમાં વર્ષો પસાર કરવા માગે છે અને તે અંગેની તેની યોજનાઓ અંગે પણ અમે વાત કરી.’’ વત્સલા અમીનની આંખો બુદ્ધિશાળી અને માયાળુ છે, સફેદ સાડી, જોશ અને ગંભીરતા, હૂંફ અને આધ્યાત્મિક ઝુકાવ. તે પોતાના ગુરુની તસવીર સમક્ષ ધ્યાન ધરે છે એ એવી તસવીર છે જેમાં તેમનું માથું અને દાઢી સાફ કરેલા છે. જૈન ગુરુઓ વર્ષે એક વાર મુંડન કરતા હોય છે. વત્સલા કહે છે કે જો તેઓ આટલા પરફેક્ટ હોઈ શકે તો હું પણ હોઈ શકું. આજે તેઓ મુંબઈ જવા નીકળી ગયા. અને હું મારી વાત કરું તો હું એની શુદ્ધતા અને સંપૂર્ણતાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તેણે મને સુખડનો એક હાર આપ્યો કારણ કે હું તેનો ખાસ મિત્ર છું. તેણે બીજો સુખડનો હાર મૅનહૅટનવિલથી આવેલાં સીસ્ટર બાર્બરા મીશેલને આપ્યો. શ્રીમાન રશીદ જે કૉન્ફરન્સમાં ભાગ લેવા આવેલા એક મુસ્લિમ અગ્રણી હતા, તેઓ વત્સલાની રજૂઆતથી પ્રભાવિત થયા અને પ્રેરિત થઈને તેમણે ચિત્રભાનુજીને મળવા મુંબઈની એક વિશેષ યાત્રા કરી. પોતે ઈઝરાયેલ જવા નીકળે તે પહેલાં તેઓ મુંબઈ ગયા. ૧૯૬૯માં શ્રીમતી સરલાજી બિરલાએ ચિત્રભાનુજીને ટૅમ્પલ ઑફ અંડરસ્ટેન્ડિંગ’ના ઈન્ટરનૅશનલ કમિટીના સભ્યપદ માટે આમંત્રણ આપ્યું. એપ્રિલ, ૧૯૭૦માં જીનિવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે બીજી સ્પિરિચ્યુઅલ સમિટ કૉન્ફરન્સ યોજાવાની હતી. આ સમયે શ્રીમતી જ્યુડીથ હૉલીસ્ટર અને શ્રી પીટર ડન જે ટેમ્પલના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર હતાં તેઓએ મુંબઈ આવીને ચિત્રભાનુજીને આ કૉન્ફરન્સમાં હાજરી આપવા વ્યક્તિગત વિનંતી કરી. બિરલા કુટુમ્બે પણ તેમને આજીજી કરી અને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ છે. જરૂરી છે કે તમે તેમાં હાજરી આપો. એ સમય આવી ગયો છે કે હવે પૂર્વ-પશ્ચિમને મળે. પણ એ જેટલું લાગતું હતું એટલું સરળ ન હતું. હજારો વર્ષોથી પ્રસ્થાપિત થયેલ જૈન તત્ત્વ ચિંતન મુજબ અને તેના અનુયાયીઓએ હંમેશાં કેટલાક યુગપુરુષ - ૯૨ - Page #112 -------------------------------------------------------------------------- ________________ આકરા કાયદાઓનો અમલ કર્યો હતો. કોઈ પણ જૈન મુનિ કે સાધુએ આ પહેલાં ક્યારેય પણ ભારતની સરહદ પાર નહોતી કરી. સ્વદેશની સરહદ પાર કરવી એ સાધુત્વના નિયમનું ગંભીર ઉલ્લંઘન ગણાતું. આ નિયમો પાછળ પણ વાસ્તવિક સંદર્ભો રહ્યા હતા. પૌરાણિક કાળમાં લાંબી મુસાફરી પ્રાણીઓના ઉપયોગ વગર કે તેમને ત્રાસ આપ્યા વગર કરવી જાણે મુશ્કેલ હતી. અને આ માટે જ હંમેશાં સાધુઓ તો પગપાળા જ પ્રવાસ કરતા. આ નિયમ સૈકાઓથી લાગુ કરાયેલો હતો અને જયારે ઔદ્યોગિક ક્રાંતિ પણ આવી, જયારે સાધનો અને વાહનોના આધુનિક ઉપયોગ થવા માંડ્યાં અને જયારે એ સ્પષ્ટ હતું કે માણસ મુસાફરી કરશે ત્યારે તેમાં પશુઓ પર કોઈ જ અત્યાચાર કરવામાં નહીં આવે. પરંતુ આ પરિવર્તન આવે ત્યાં સુધીમાં તો જૂના નિયમો એટલા બધા ઊંડા ઊતરી ગયા હતા કે કોઈ પણ બદલવાનું ન હતું. સાધુઓ માટે દરિયાપારનો પ્રવાસ નિષેધ હતો અને સામાન્ય માણસ માટે પણ જૈન તત્ત્વ ચિંતન અનુસાર બહુ મોટું કલંક ગણાતું. મુસાફરીને આ રીતે ટાળવાની પાછળ વિશ્વના બીજા હિસ્સાઓ અંગે નિરસતા અને નિરુત્સાહ હતો એ પણ કહી શકાય. કદાચ એટલા માટે કે જૈન ધર્મ ક્યારે પણ ધાર્મિક પરિવર્તન કરનારો ધર્મ નથી રહ્યો. ચિત્રભાનુજી મુક્ત આત્મા ધરાવતા અને મોકળા મિજાજના સાધુ હતા, જેમણે આ સદીઓ જૂનું બંધન તોડવાનો નિર્ણય કરી લીધો હતો. વિદેશીઓ જેમણે પોતે ક્યારેય પણ મહાવીરની અહિંસા વિશે નહોતું જાણું; તેમને આ વિશે જાણકારી આપવાની વાતથી જ ચિત્રભાનુજી ખૂબ છલકાઈ ઊઠ્યા હતા. તેમને ખ્યાલ આવ્યો હતો કે તે પશ્ચિમના લોકો સાથે આ રીતે વાત કરીને જૈન ધર્મ સાથે તેમનો સીધો મેળાપ કરાવી શકશે અને પશ્ચિમના ઉપભોક્તાવાદી અને યુદ્ધથી ઘેરાયેલા વિચારો સામે આ ખરેખર સાચો નવો વિકલ્પ ખડો કરશે. શક્ય બને કે જૈન ધર્મને પગલે તેઓને અત્યંત શાંતિનો અનુભવ થાય. અને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોને પગલે તેમને દરેક જીવ પ્રત્યે માનની લાગણી પણ પેદા થાય. સ્વાભાવિકપણે જ ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વૈશ્વિક ધર્મ પરિષદમાં જૈન ધર્મને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરનાર જૈન વિદ્વાન વીરચંદ રાઘવજી ગાંધી જે ચિત્રભાનુજીના પણ પ્રિય પ્રેરણાદાયી નાયક હતા. તેમણે ગુરુજીને ખૂબ ઉત્સાહ અને પ્રેરણા આપ્યાં હતાં. ચિત્રભાનુજીને ખૂબ સારી રીતે ખબર હતી કે વીરચંદ ગાંધીના શિકાગો મિશનને પગલે તેમને વતનમાં જૈન સમાજનો ભારે રોષ વેઠવો પડ્યો હતો. દરિયાઈ સફર કરીને વિદેશ ગયેલા વીરચંદ ગાંધીને ખૂબ ટીકા વહોરવી પડી હતી. કારણ કે એ સમયે કોઈ પણ સામાન્ય માણસ પણ જો વિદેશપ્રવાસ કરે તો તે અપવિત્ર ગણાતો. વીરચંદ ગાંધી ૧૯૦૧માં ૩૭ વર્ષની વયે ગુજરી ગયા હતા. અને ત્યાર બાદ તે જૈન વિદ્વાનોની કેટલીયે પેઢીઓ માટે આદર્શ સાબિત થયા હતા. તેમના માનમાં જ ડિવાઈન નૉલેજ - ૯૩ - ચિત્રભાનુજી Page #113 -------------------------------------------------------------------------- ________________ સોસાયટીએ હર્બર્ટ વોરનનું પુસ્તક “જૈનીઝમ” પુનઃ પ્રકાશિત કર્યું હતું. ચિત્રભાનુજીને વિદેશ જવા માટેનું બીજું પ્રેરક બળ મળ્યું જ્યારે એક પિતાએ એકાંતમાં ચિત્રભાનુજી સાથે થયેલી મીટિંગમાં પુત્રએ લખેલો પત્ર ચોધાર આંસુએ વાંચી સંભળાવ્યો. મુંબઈ સ્થિત આ સજ્જનનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે પોતાના પિતાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે એવો સમાજ કે જ્યાં શાકાહાર નહીંવત ઉપલબ્ધ હોય છે ત્યાં શાકાહારી તરીકે રહેવું કેટલું મુશ્કેલ હતું. આ સાથે તેણે પત્રમાં લખેલું તેના પરથી એમ પણ સ્પષ્ટ થતું હતું કે પશ્ચિમના રંગે રંગાઈ ગયેલા આ યુવકને ત્યાંનો ઉપભોક્તાવાદ સદી ગયો હતો અને તેને કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક પોષણમાં જરાય રસ ન હતો, એ પણ એવા સમયમાં જ્યારે એ એના જીવનનો ખૂબ અગત્યનો સમય ગણાય. ચિત્રભાનુજીને એ હકીકત સમજાઈ ગઈ હતી કે ૨૦મી સદીની શરૂઆતમાં ઘણા બધા જૈનો બર્મા અને સિંગાપોર જેવા પૂર્વીય દેશોમાં તથા આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેમને યાદ આવ્યું કે ૨૦ વર્ષ પહેલાં પંજાબ કેસરી આચાર્ય વિજયવલ્લભસૂરી જે આચાર્ય શ્રી આત્માનંદજીના શિષ્ય હતા તેમણે ભાખ્યું હતું કે ભવિષ્યમાં જૈન સાધુઓએ પરંપરા તોડીને વિદેશનો પ્રવાસ કરવો જ પડશે. તેમણે મોમ્બાસામાં જૈન સમુદાયના એક અગ્રણી શ્રી મેઘજીભાઈને કહ્યું હતું કે જ્યારે પણ અને જ્યાં પણ મહાવીરના સંદેશાની જરૂર હશે ત્યારે જૈન સાધુએ તેની ફરજ બજાવવા માટે પ્રવાસ કરવો જ રહ્યો. પરંતુ જ્યારે ચિત્રભાનુજી જે પોતે પહેલાં ૩૦ વર્ષ દરમિયાન આખા ભારતનો પગપાળા પ્રવાસ ૩૦ હજાર માઈલ સુધી કરી ચૂક્યા હતા એમણે જ્યારે વિદેશપ્રવાસ કરવાનો નિર્ણય લીધો ત્યારે એ ખરેખર ક્રાંતિકારીનો નિર્ણય હતો. વીરચંદ ગાંધી ચોક્કસ એક વિદ્વાન નાગરિક હતા. પરંતુ તે જૈન મુનિ ન હતા. વળી, ચિત્રભાનુજી જે ઉપનામે લખતા તેના કારણે તેઓ કોઈ ઑડિટોરિયમમાં શ્રોતાઓ ભેગા થાય એના કરતાં તો કંઈક ગણા વધારે લોકો સુધી પહોંચી ચૂક્યા હતા. જીનિવા જવાનો આ નિર્ણય આખા વિશ્વમાં મહાવીરનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ હતો. વળી, પોતે એક ચોક્કસ પંથના જૈન મુનિ હોવાને કારણે તેમને મંદિરના પરિસરના કેટલાક આકરા નિયમોને પણ અનુસરવાના હતા. જો તેમનો અવાજ હજારો-લાખો સુધી આખી દુનિયામાં પહોંચાડવાનો હોય, તેમને આખા માનવ સમુદાય સાથે જો વાત કરવાની હોય તો તેમને બધાં જ બંધનો તોડી ને લોકો સુધી પહોંચવાનું હતું. આધુનિક વિશ્વ અને માનવ સમાજની જરૂરિયાતો જોતાં એ સમય આવી ગયો યુગપુરુષ - ૯૪ - Page #114 -------------------------------------------------------------------------- ________________ હતો જ્યારે જૈન મુનિને મુસાફરી કરવાની ના પાડતા જૈન અને સંકુચિત અભિગમને તોડવો પડે. મુનિ શ્રી ચિત્રભાનુજીને મહાવીરનો સંદેશ મંદિરના પરિસરમાં આવનારા જૈનો સુધી જ નહીં પરંતુ વિશ્વ આખામાં શાંતિ માટે ભૂખ્યા થયેલા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો. અને આમ ચિત્રભાનુજીએ હજારો વર્ષ જૂની જૈન પરંપરા તોડવાનું નક્કી કર્યું. જેમ અપેક્ષિત હતું તેમ જ ચિત્રભાનુજીનો જીનિવા જવાનો નિર્ણય જેમ જાહેર થયો તરત જ ખૂબ બધા વિવાદ ઊભા થયા. ઘણા લોકો માટે ચિત્રભાનુજી ખૂબ ક્રાંતિકારી અને સ્વતંત્ર વિચારધારા ધરાવનારા હતા. તેમને ડર હતો કે તેમના શિક્ષણ અને નિયમો જેના પગલે તેમના આ ધર્મ અને વિશ્વાસની સ્થાપના થઈ હતી, વ્યાખ્યા ઘડાઈ હતી તે પશ્ચિમમાં ડોહળાઈ જશે. આ ઉપરાંત અન્ય એક એવો વર્ગ હતો જે ચિત્રભાનુજીને ખૂબ પ્રેમ કરતો હતો એટલો બધો કે થોડા સમય માટે પણ તેઓ તેમનાથી દૂર જાય તે તેમને પસંદ ન હતું. છતાં પણ એવા બધા જૈન અને બિન જૈન લોકો હતાં જે ચિત્રભાનુજીના વિશાળ હેતુને સમજી શક્યા. તેઓ વિશ્વના વિવિધ ભાગોમાં વસતા લોકો વિશે સમજણનો સેતુ ઘડતા ચિત્રભાનુજીને જોવા ઉત્સુક હતા. ✩ ✩ ૨૯ માર્ચ, ૧૯૭૦ એ જૈન ઇતિહાસનાં પુસ્તકોમાં જાણે કંડારાયેલો દિવસ છે. શહેરની મધ્યે આવેલા બિરલા ક્રીડા કેન્દ્રમાં મુંબઈ લેજિસ્લેટર હાઉસના સ્પીકર શ્રી ભરાડેએ એક સંમેલનનું આયોજન કર્યું. તેમણે ચિત્રભાનુજીને તેમના પ્રવાસ માટે ખૂબ શુભકામનાઓ આપી. ચિત્રભાનુજીએ પોતે જીનિવા જવાના છે તે મિશન અંગે લોકોને એક ખૂબ સરસ અને જોશીલું વક્તવ્ય આપ્યું. મુનિ ચિત્રભાનુજીએ અમદાવાદના કેદીઓને જે પ્રવચન આપ્યું હતું તેનું તે જ દિવસે પુસ્તક “બંધન અને મુક્તિ” રૂપે પ્રકાશન પણ થયું. કેટલી મઝાની વાત છે કે જે સંદેશ કેદીઓ માટે યોગ્ય હતો તે બહારના વિશ્વ માટે પણ સચોટ હતો. સળિયાઓ, દીવાલો અને ઈંટોથી બંધાયેલી એક જેલ હોય છે અને બીજી માનસિક જેલ હોય છે જે સમાજના નિયમને આધારે બનેલી હોય છે. આ નિયમો ત્યારે જ જેલ બને છે જ્યારે આપણે એ નિયમોના સળિયા પાછળ આપણા આત્માને કેદ થવા દઈએ છીએ. વ્યક્તિ પોતે જ બંધન સ્વીકારી શકે છે અથવા તો મુક્તિ ઇચ્છી શકે છે. અહિંસાનો સંદેશો પ્રસરાવવા માટે વિદેશ જનારા ચિત્રભાનુજી જૂના સંકુચિત વિચારોથી મુક્તિ મેળવી રહ્યા હતા. તે દિવસે મુનિ ચિત્રભાનુજી પહેલા એવા જૈન સાધુ થયા જેમણે પગે રબરના સૅન્ડલ પહેર્યાં અને વાહનમાં પ્રવાસ કર્યો. જ્યાં ચિત્રભાનુજી પોતાના પ્રવાસ પહેલાંનું ઍરપૉર્ટ જતાં પહેલાં છેલ્લું પ્રવચન આપી રહ્યા હતા તે ઓડિટોરિયમની બહાર વિરોધ કરવા માટે મોટું ટોળું ભેગું થયું હતું. - ૯૫ - ચિત્રભાનુજી Page #115 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચિત્રભાનુજીના પ્રવચન પછી બહાર ભેગું થયેલું ટોળું આકુળવ્યાકુળ થઈ ગયું અને તેમણે બૂમ પાડવાની શરૂઆત કરી દીધી. એ સ્પષ્ટ હતું કે લોકોનું આ ટોળું ચિત્રભાનુજીને વાનમાં પગ પણ મૂકતાં રોકશે. બોમ્બના પોલીસ કમિશનરે આ વિરોધનો ક્યાસ મેળવી લીધો હતો અને તેમણે એ ઈમારતની આસપાસ વધારે પોલીસ ટુકડી તહેનાત કરી હતી. આ આખી ધાંધલધમાલ દરમિયાન ચિત્રભાનુજી બિલકુલ શાંત રહ્યા. તે હસતા હતા અને તેમણે સતત સ્વસ્થતા જાળવી રાખી. તેમણે તેમના નિકટના શિષ્યો જે પોતે વિરોધીઓની સામે જવા તૈયાર હતા તેમને કહ્યું ચાલો આપણે જઈએ અને એમનો સામનો કરીએ. તેમણે કીધું કે એ લોકો આપણને કોઈ જ નુકસાન નહીં કરે. યુરોપમાં તેમના પ્રવાસ દરમિયાન તેમની સાથે જનારા એક નિકટના વ્યક્તિ શાંતિલાલ ઝાટકિયાએ તેમને ખૂબ સ્પષ્ટતાપૂર્વક રોક્યા કે ના ગુરુદેવ લોકોના આ માનવમહેરામણમાંથી પસાર થવું અશક્ય હશે. એ દિવસે ઘણી બધી નવી બાબતોનો જાણે ચીલો ચીતર્યો. જ્યાં એક જ દિશામાં ટ્રાફિક જઈ રહ્યો હતો તેવા રસ્તા પર શહેરના પોલીસ કમિશનરે જાતે વાન વિરુદ્ધ દિશામાં ચલાવી. આ પહેલાં તેમને ચિત્રભાનુજીને ઑડિટોરિયમના પાછલા દરવાજેથી બહાર કાઢ્યા અને ઍરપોર્ટ જવાનો વખત થયો ત્યાં સુધી એક મિત્રને ત્યાં આરામ કરવા પહોંચાડ્યા. એ સ્થળે ગુરુજી રાત્રે એક વાગ્યા સુધી હતા. આ દરમિયાન દસ દસ બસ ભરીને લોકોના ટોળેટોળાં હાથમાં પત્થર લઈને એરપોર્ટ પહોંચ્યા હતાં. જાણે તેઓ ચિત્રભાનુજીને જણાવી દેવા માગતા હોય કે તે પોતે તેમના વિરોધની બાબતે કેટલા ગંભીર હતા અને એરપોર્ટમાં પ્રવેશ પણ ન કરી શકાય એવી સ્થિતિ ખડી કરવા પણ તૈયાર હતા. આ કારણે ચિત્રભાનુજીને જુદા જ રસ્તે ઍરપૉર્ટ લઈ જવાયા. નિરાંતની વાત એ હતી કે જે મકાનમાં ચિત્રભાનુજી આરામ ફરમાવી રહ્યા હતા તેની આસપાસના વિસ્તારને ચોકીપહેરામાં રખાયો હતો. જેને કારણે લોકોનું ટોળું ત્યાં પહોંચી શક્યું ન હતું. માનવમહેરામણના દેખાવોની અરાજકતાભરી સ્થિતિમાં પણ ચિત્રભાનુજીએ પોતાની માનસિક સ્થિરતા ન ગુમાવી, તે શાંત જ રહ્યા. તેમને પ્રશંસા કે ટીકા, કટાક્ષ કંઈ પણ વિચલિત ન કરી શકતું. તેમને સમજાઈ ગયું હતું કે આ વિરોધ ક્ષણિક હતો અને આપમેળે શાંત પડી જશે. તેમને કોઈકે સવાલ કર્યો કે તમને વિદેશ જતાં કેવી લાગણી થાય છે. તેમણે જવાબ વાળ્યો કે જાણે આધ્યાત્મની પાંખો મને જાતે જ ઊંચકીને વિશ્વ સાથે ભાગ લેવા લઈ જતી હોય તેવો. યુગપુરુષ - ૯૯ - Page #116 -------------------------------------------------------------------------- ________________ જીનિવાના આયોજકોને મુંબઈમાં થયેલા વિવાદની જાણ હતી. તેમને આ અંગે તાર મોકલવામાં આવ્યો હતો. ત્યાંના આયોજકો આ સ્થિતિમાં પણ જીનિવા આવવા નીકળેલા ચિત્રભાનુજીના કૃતજ્ઞી હતા. જેમણે પરંપરાને પડકારી હતી અને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા પોતાના જ અનુયાયીઓનો ક્રોધ વહોરી લીધો હતો. ચિત્રભાનુજી જીનિવામાં તેમના એક જૂના અનુયાયી એન. એમ. શાહ તથા તેમની દીકરી દક્ષાને ઘરે રહ્યા હતા. આ પરિવાર વર્ષોથી જીનિવામાં હતો. મુંબઈમાં એક વખત લૂંટાઈ ચૂકેલી સોરેલાને ચિત્રભાનુજીએ મદદ કરી હતી. તે પણ ખાસ મ્યુનિચથી ચિત્રભાનુજીને મળવા આવી હતી. મુનિ ચિત્રભાનુજીના ફ્રેંચ શિષ્ય ગિલ્બર્ટ જે સ્વામી હંસાનંદ તરીકે ઓળખાતા હતા તે પોતાના ૧૨ શિષ્યો સાથે પોતાના ગુરુને મળવા આવ્યા હતા. વિશાળ કૉન્ટિનૅન્ટલ હોટલમાં થઈ રહેલી આ કૉન્ફરન્સનો પ્રારંભ કરવાનું સન્માન ચિત્રભાનુજીને અપાયું હતું. આ ખરેખર જ એક ઐતિહાસિક ક્ષણ હતી. પહેલી વાર વીરચંદ ગાંધીએ શિકાગોમાં ૭૦ વર્ષ પહેલાં વૈશ્વિક ધર્મ પરિષદને સંબોધી તે પછી આજે પહેલી વાર એક જૈન અગ્રણી પશ્ચિમી ધાર્મિક ગુરુઓના સંઘને સંબોધવા જઈ રહ્યા હતા. જ્યુડીથ હૉલિસ્ટરે મુનિશ્રીને તેમના સુજ્ઞજનોથી ભરપૂર શ્રોતાઓ સાથે પરિચય કરાવ્યો. શ્રોતાઓમાં વિદ્વાનો, ધર્મગુરુઓ અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓ હતા. જ્યુડીથે ચિત્રભાનુજી મુંબઈથી નીકળ્યા તે પહેલાં ત્યાં જે અરાજક્તાની સ્થિતિ સર્જાઈ હતી તે વિશે પણ શ્રોતાઓને જણાવ્યું. તેણે કહ્યું કે અહીં એક એવો માણસ ઉપસ્થિત છે કે જે માણસજાતની વૈશ્વિક એકતાની જે પૃચ્છા છે, તેને સમજે છે. આ જ એક સપનું છે જેના કારણે આપણે તેમના સુધી પહોંચ્યાં છીએ અને તેઓ આપણા સુધી. સફેદ વસ્ત્રો પરિધાન કરીને ઉપસ્થિત ચિત્રભાનુજીએ સૌથી પહેલાં નવકાર મંત્રનું ઉચ્ચાક કરીને જાગ્રત આત્માની એ ઊર્જાને સજાગ કરી, જેથી ત્યાં હાજર દરેક વ્યક્તિ તે સ્થળ અને એ પવિત્ર અને શુભ કાર્યક્રમને આશીર્વચન આપી શકે. તેમના ફ્રેંચ શિષ્યો પણ તેમની સાથે જોડાયા. આ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સંવાદનું એક અત્યંત જોશભર્યું અને સક્ષમ દૃશ્ય હતું. યુરોપિયનોને જ્યારે નવકાર મંત્રની નવ પંક્તિઓ પ્રાકૃત ભાષામાં બોલતા સાંભળ્યા ત્યારે તે સાંભળીને શ્રોતાઓ અભિભૂત થઈ ગયા હતા. કૉન્ફરન્સનો મુખ્ય વિષય હતો “ધી પ્રેક્ટિકલ રિક્વાયરમૅન્ટ ઑફ વર્લ્ડ પીસ” એટલે કે “વિશ્વશાંતિ માટેની વાસ્તવવાદી જરૂરિયાતો” આ વિષય પર બોલવા માટે ચિત્રભાનુજીનો વારો બીજા દિવસે આવ્યો. થોડીક ક્ષણો માટે એ સહેજ વધારે સભાન થઈ ગયા, કારણ કે અંગ્રેજીમાં વાત કરવાની તેમને તેટલી ફાવટ ન હતી. તેમને નવાઈ લાગી અને તેમને વિચાર આવ્યો કે આ પ્રબુદ્ધ શ્રોતાજનો શું મને ચિત્રભાનુજી ૯૭ - Page #117 -------------------------------------------------------------------------- ________________ કે સમજી શકશે ? તેમણે માત્ર પોતાની આંખો બંધ કરી અને બોલવાની શરૂઆત કરી. અહિંસાના વિચાર અંગે હું ઉપદેશ આપું તેના કરતાં તેને અનુસરવામાં મારો વધુ દૃઢ વિશ્વાસ છે. હું અહીં ઉપસ્થિત દરેકને એ કહેવા માગીશ કે મેં તેને અનુસરીને જ તેનો અનુભવ કર્યો છે. જીવન પ્રત્યે દોસ્તી એ જ મારો સંદેશ છે. એટલા માટે જ દોસ્તી, મિત્રતામાં ક્યારેય ધિક્કાર ન હોઈ શકે. અને જ્યારે ધિક્કાર જ ન હોય ત્યારે યુદ્ધ હત્યાઓ માટે કોઈ પણ શક્યતા કઈ રીતે હોઈ શકે? શાંતિ અંગે તેમણે કહ્યું કે આત્મતિરસ્કારને પગલે જ યુદ્ધનાં બીજ રોપાય છે. એ કેવી રીતે રોકવાં ? આ પ્રશ્નનો જૈન ઉકેલ છે કે, શાંતિનાં બીજ રોપવાં જેથી વ્યક્તિની લાગણી બદલાય અને તેને જીવન પ્રત્યેની ભક્તિની નદીમાં તથા દરેક માટે માન, સન્માન, પૂજ્યભાવમાં ફેરવી શકાય અને આ લાગણી જાત પ્રત્યે પણ ખડી થાય. એક એવું જીવન જીવીએ જેમાં પશુ પંખીઓનાં જીવન પ્રત્યે પણ આદર જળવાય તથા માણસનાં જીવન પ્રત્યે પણ આદર જળવાય. વ્યક્તિ બીજાને હાનિ ન પહોંચાડે તેવો અભિગમ વિકસાવે છે. એવું દરેક માણસ જે એક લાચાર પ્રાણીને ઈજા પહોંચાડવાની ના પાડશે તે કુદરતી રીતે જ, આપમેળે જ યુદ્ધમાં ભાગ લેવાની પણ ના પાડશે. માતાઓ પોતાનાં સંતાનોને પ્રેમ અને શાંતિનો સંદેશો આપી આગામી પેઢી ઘડી શકે છે. તેમણે જૈન ધર્મના સિદ્ધાંત અનેકાંતવાદની પણ વાત કરી. અનેકાંતવાદ એવો સિદ્ધાંત છે, જેમાં કોઈ હઠાગ્રહ નથી. તે બહુમતવાદી છે અને તે જિંદગી પ્રત્યેનો એવો વાજબી અભિગમ છે જેમાં એક વ્યક્તિ સામી વ્યક્તિના અલગ દૃષ્ટિકોણને પોતાના વિચારનો પૂરક ગણે છે. મુનિશ્રીએ કહ્યું કે દૃષ્ટિકોણમાં રહેલી વિવિધતાઓ આપણને સમૃદ્ધ બનાવે છે તથા આપણને એક બીજા માટેની સંપૂર્ણ સમજણ આપે છે. આ માટે બીજી વ્યક્તિ જ્યારે આપણી સાથે સંમત ન થાય ત્યારે તેની પર હુમલો કરવાને બદલે આપણે તેની સાથે હાથ જોડવા જોઈએ. ઘાસનું તણખલું એકલું હોય ત્યારે તો નબળું હોય છે. પરંતુ જ્યારે ખૂબ બધા ઘાસને એક સાથે એક દોરડામાં બાંધવામાં આવે છે ત્યારે એ મોટામસ હાથી માટે પણ ઘણા મજબૂત થઈ પડે છે. એ આખા અઠવાડિયા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ચિત્રભાનુજીને જોવા અને સાંભળવા કૉન્ફરન્સ હોલની અંદર અને સ્વિસ કન્ટ્રીસાઈડના બહારના હિસ્સાઓમાં ભેગા થતા. તેમને અસંખ્ય સવાલોનો મારો કરાતો. જૈન ધર્મ શું છે? તેની સ્થાપના ક્યારે થઈ? શા માટે અમે ક્યારેય મહાવીર વિશે નથી સાંભળ્યું. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું છે ? ચિત્રભાનુજીએ તે દરેકને ખૂબ ધીરજપૂર્વક જવાબ આપ્યા અને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ દૂર કરી. કૉન્ફરન્સના આ સપ્તાહ દરમિયાન ચિત્રભાનુજી ઘણા લોકોને મળ્યા. તેમાંના એક હતા હોલીવુડના એક પ્રોડ્યુસર. તેઓ ચિત્રભાનુજીનાં યુગપુરુષ - ૯૮ - Page #118 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્યો આખા અમેરિકામાં આર્થિક વળતર સાથે યોજવા માંગતા હતા. તેમની વિનંતીને નમ્રતાપૂર્વક નકારાઈ દેવાઈ. ઘણાં સ્થાનિક અને વિદેશનાં અખબારોએ, ટેલિવિઝન ચૅનલોએ ચિત્રભાનુજીનો ઇન્ટરવ્યુ લીધો. ધી વૉઈસ ઑફ અમેરિકા અને બીબીસીએ તેમના સંદેશાને આખી દુનિયામાં પ્રદર્શિત કર્યો. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઘણા પ્રતિનિધિઓએ તેમને ઇંગ્લેન્ડમાં તેમના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે આમંત્રણ આપ્યું. ચિત્રભાનુજીએ આ આમંત્રણ ખુશીથી સ્વીકાર્યું. ઇંગ્લૅન્ડ જતાં પહેલાં તેમણે આ મુસાફરી ફ્રાંસથી શરૂ કરવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજી અને શાંતિલાલજીની બે હજાર માઈલની આલ્પાઈનના રમણીય પ્રદેશોમાંથી થનારી આ મુસાફરીમાં સ્વામી હંસાનંદ પણ જોડાયા. ચિત્રભાનુજીને એવું લાગ્યું કે જાણે કુદરત પણ નવકાર મંત્રનો પડઘો પાડી રહી હતી. સૌથી પહેલાં તેઓ ફ્રાન્સનાં મુખ્ય ગણાતાં શહે૨ લીઓનમાં રોકાયા. ચિત્રભાનુજી એ સમયે ફીલોસૉફીના કેટલાક વિદ્યાર્થીઓને મળ્યા, જેમાંના કેટલાક શાકાહારી બની ચૂક્યા હતા. તેઓ ચિત્રભાનુજી પાસેથી અહિંસા વિશે સાંભળવા તત્પર હતા. તેમણે પોતાના પ્રભાવી વક્તવ્યથી બધાને ખુશ કરી દીધા. ત્યાર બાદ તેઓ સ્વામી હંસાનંદના સુંદર આશ્રમ સૅન્ટર ઓમ પર પહોંચ્યા, જ્યાં સ્વામી હંસાનંદના વિદ્યાર્થીઓ આખરે તેમના ગુરુના ગુરુને મળ્યા અને ‘નમો અરિહંતાણં મંત્રથી તેમનું સ્વાગત કર્યું. તેઓ ફ્રાન્સમાં એકબીજાને બૉંજૂર કહેવાને બદલે હવે આ જ રીતે એકબીજાનું અભિવાદન કરતા હતા. આશ્રમનાં શાંત વાતાવરણમાં મુનિ ચિત્રભાનુજીને ખ્યાલ આવ્યો કે મહાવીરના વૈશ્વિક સિદ્ધાંતો વિશ્વમાં કોઈ પણ ખૂણે એક સમાન શાંતિ સાથે પાળી શકાય છે, અનુસરણ કરી શકાય છે. ત્યાર બાદ તેઓ મેન્ડી ઓમ નામની એક જગ્યાએ ગયા જ્યાં ખૂબ થોડાક જ પુરુષો એકલા રહી રહ્યા હતા અને સાધુજીવન, આધ્યાત્મિક જીવન અનુસરી રહ્યા હતા. સ્વામી હંસાનંદે સૂચવ્યું કે મુનિશ્રી તેમના આશ્રમમાં રહે અને ભવિષ્યમાં તે સ્થળનો ધ્યાનના સ્થળ તરીકે ઉપયોગ કરે. ચિત્રભાનુજીએ તેમના આ ઉદાર અને તત્કાલીન આપેલા પ્રસ્તાવ બદલ આભાર માન્યો. થોડા દિવસો પછી તેઓ માર્સેલના યોગ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ પ્રવચનો કરવા નીકળી પડ્યા. આ પછીનું આગલું સ્થળ હતું પૅરિસ. તેમને સાંભળવા મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. આવા જ એક નાના સંમેલનમાં પૅરિસના યોગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી ૧૬ યુવતીઓ પણ ચિત્રભાનુજીના આશીર્વાદ લેવા અને તેમનાં દર્શન કરવા આવી હતી. પૅરિસ છોડીને લંડન ગયા તેના એક દિવસ પહેલાં ચિત્રભાનુજી તથા · ૯૯ - - ચિત્રભાનુજી Page #119 -------------------------------------------------------------------------- ________________ રામકૃષ્ણ મિશનના સ્વામી રંગનાથઆનંદે રિસર્ચ ઍન્ટરમાં વિશાળ સંખ્યામાં શ્રોતાજનોને વક્તવ્યો આપ્યાં હતાં. બધાં જ સંમેલનોમાં વૈશ્વિક પ્રેમનો સક્ષમ છતાંય સરળ સંદેશો અપાયો તથા ચિત્રભાનુજીની તેજોમય પ્રતિભાને પગલે અગણિત લોકો તેમની તરફ આકર્ષાયા. ચિત્રભાનુજી લંડન પહોંચ્યા ત્યારે તેમને અનેક જૈન અને જૈન ન હતા તેવા લોકોએ પણ આવકાર્યા; તેમાંનાં કેટલાંય લોકો લાંબા અંતરેથી માત્ર ચિત્રભાનુજીનાં દર્શન કરવા તથા તેમનાં પ્રવચન સાંભળવા આવ્યાં હતા. માનવમેદનીમાંથી ‘જય મહાવીર’ અને ‘જય ચિત્રભાનુજી'ના અવાજો સતત ગુંજ્યા કરતા હતા. લંડનનાં સ્થાનિક રહેવાસી જૈનોમાં ખૂબ ઉત્સાહ હતો. તેમના વક્તવ્યના વિષય મુખ્યત્વે જૈન ધર્મ તથા માનવતાની આસપાસ વણાયેલા રહેતા. ચિત્રભાનુજીને જે રીતે પ્રશસ્તિ મળી રહી હતી તેના પ્રતિભાવમાં તેમણે ઝડપથી જ એ બાબતની ચોખવટ કરી હતી કે તેઓ તો ભગવાન મહાવીરના સંદેશવાહક હતા. યુ.કે.ના તેમના પ્રવાસનું એક હકારાત્મક પરિણામ એ હતું કે જલદી જ જૈન સંઘની સ્થાપના થઈ અને ત્યાં દેરાસર બાંધવાનો નિર્ણય પણ લેવાયો. લંડનમાં તેમના એક સપ્તાહના રહેવાસ દરમિયાન ચિત્રભાનુજીએ સાત જાહેર પ્રવચનો આપ્યાં. તેમાંનાં મોટા ભાગનાં અંગ્રેજીમાં હતાં. લંડનની બહાર તેમણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઝમાં પણ ભાષણો આપ્યાં. વિદેશની ઠંડીએ ચિત્રભાનુજીના વ્યસ્ત કાર્યક્રમોમાં કોઈ અવરોધ પેદા ન કર્યો. તેમણે પ્રવચનો આપ્યાં, જેમાંનાં કેટલાંક બીબીસી પરથી ટીવી પર પ્રસારિત કરાયાં. ચિત્રભાનુજીને કેન્દ્રમાં રાખીને રેડિયો કૅનેડાએ પણ એક વિશેષ પ્રોગ્રામ ઘડ્યો. લંડનથી તેઓ એમસ્ટરડૅમ અને મ્યુનિચ ગયા જ્યાં તેમણે બીજાં બે જાહે૨ પ્રવચનો આપ્યાં. રોમ તેમના વિદેશપ્રવાસનું આખરી સ્થળ હતું, જ્યાં તેઓ પોપ પોલ છઠ્ઠાને મળ્યા. જ્યારે કૉન્ફરન્સમાં ભાગ લેનારા કેટલાક લોકોને ખબર પડી કે ચિત્રભાનુજી પોપ પોલ છઠ્ઠાને મળવાના છે, ત્યારે તેમણે મુનિશ્રીને કેટલાક વિવાદી પ્રશ્નોની ચર્ચા પોપ સાથે કરવા વિનંતી કરી. મુનિ ચિત્રભાનુજીએ પોપ સાથેની તેમની આ બેઠકમાં એ મુદ્દાઓની પણ વાત કરી. તેમણે પોપને એ અંગે પૃચ્છા કરી કે શું તેઓ સ્વૈચ્છિક રીતે લોકો ગર્ભનિરોધકોનો ઉપયોગ કરે તેમાં કોઈ મૂલ્ય જુએ છે? તેમણે માનવતા આધારિત વૈશ્વિક વિચારસરણી અનુસરીને આ નાજુક વિષયની વાત કરતાં કહ્યું કે જે જન્મ્યા નથી તેને પણ તો યોગ્ય જનમ લેવાનો અધિકાર છે. યુગપુરુષ - ૧૦૦ - Page #120 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીએ પાદરીઓનાં લગ્ન કરવાની પરવાનગી અંગે પણ ચર્ચા કરી. પોપને આ વિષયો પર વાત નહોતી કરવી. તેઓ આ અંગે કોઈ પણ પરિવર્તન નહોતા ઇચ્છતા. જોકે પોપ સાથેની આ મુલાકાત સારી રહી. બંનેએ પરસ્પર મૈત્રીની લાગણી અનુભવી. પોપ પોલ છઠ્ઠી સાથેની આ મુલાકાત એ ચિત્રભાનુજીની છ અઠવાડિયાંની મુસાફરીનો આખરી પડાવ હતો. હવે તેમને માટે ભારત પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. પોપ સાથે ચર્ચા - ૧૦૧ - ચિત્રભાનુજી Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવતરનું ભણતર જીવન સ્વયં એક મહાકાવ્ય છે. જેને સમજવા, તેની મહાનતાનો અનુભવ કરવા આપણે લાગણીશીલ અંતઃદૃષ્ટિ વડે તેનો અભ્યાસ કરવો રહ્યો. આત્મજ્ઞાન, શાંતિ અને આનંદ આપણી પાસે જ હશે જો આપણે જીવનનાં મહાકાવ્યને પ્રેમાળ લાગણી થકી જીવીશું. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૧ઃ નવાં જીવનને પ્રતિબદ્ધ ત્રભાનુજીએ યુરોપમાં પહેલી વિદેશયાત્રાનાં છ અઠવાડિયાં પસાર કર્યા પછી, તેઓ માનવતા સાથે પ્રચંડ સ્કૂર્તિ અને એકાત્મ ભાવ અનુભવી રહ્યા હતા. તેમણે આત્મસમૃદ્ધિ અને આત્મસૌંદર્યને વહેંચ્યાં હતા. અને આ તક અને અનુભવ તેમને બમણા, અનેક ગણા થઈને પાછા મળ્યા હતા. આ મુલાકાતથી તેઓ ખૂબ પ્રસન્ન હતા અને નવીન પ્રેરણા અને આનંદ આકંઠ છલકાઈ રહ્યાં હતાં. તેમનાં મનમાં ત્યારે આ પ્રકારે વિચારો ઘુમરાઈ રહ્યા હતા “હવે મને સમજાય છે કે વિશ્વમાં સ્વતંત્ર રીતે વિહાર કરવો એટલે શું મેં મારાં જીવનમાં જે પણ મેળવ્યું છે તે લોકો શું વિચારશે એવા ડર વિના વહેંચવું એટલે શું આ છ અઠવાડિયામાં માત્ર અન્યો જ બદલાયા હશે તેમ નથી, હું પણ ખૂબ બદલાયો તેમને અનુભૂતિ થઈ કે તેઓ પોતાના દેશના સાથીઓને જે વહેંચી રહ્યા હતા તે જ હવે આખી દુનિયા સાથે વહેંચવા તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા. તેઓના વૈશ્વિક સંદેશાઓને કે બ્રહ્મ શિક્ષાને કોઈ એક દેશ કે દુનિયાનાં ખૂણાની મર્યાદામાં બાંધવાની - ૧૦૩ - ચિત્રભાનુજી Page #123 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા જ નથી. તેમના ઉપદેશોના માધ્યમથી વિશ્વના અન્ય સંસ્કૃતિ અને હિસ્સામાં વસતા લોકોમાં સ્પર્ધા, વિવાદ અને યુદ્ધ અંગે જે અભિગમ પ્રવર્તમાન હતાં તેની સામે એક ખૂબ સક્ષમ વિકલ્પ હાજર હતો. તેઓ થકી મળેલા નવીન જ્ઞાન મારફતે બીજા દેશોના અગણિત લોકો પણ હવે પોતાનાં જીવનમાં જુદા જ પ્રકારની પસંદગીઓ કરવા માટે સજ્જ હતા. એ જ સમયે ચિત્રભાનુજીને પણ એ અનુભવાયું કે વિદેશમાં અલગ અલગ સ્વભાવના મુમુક્ષુઓ સાથે સંવાદ સાધીને પણ તેઓને આધ્યાત્મિક વિકાસમાં તો લાભ થશે જ પરંતુ સ્વયંની આધ્યાત્મિક ઉન્નતિ અને શુદ્ધિમાં તીવ્રતા આવશે. પોતે જે નિર્ણય લેવા જઈ રહ્યા હતા તે સંવેદનશીલતા અને વિવાદને કાંઠે જ ઊભો છે એમ જાણવા છતાં તેઓએ મન મક્કમ કરી લીધું હતું. આ નિર્ણયના પ્રથમ તબક્કારૂપે તેમણે મનોમન અંગત રીતે અને પોતાના આત્મીય સ્તરે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના ઉચ્ચ પદનો ત્યાગ કરશે અને સાધુત્વમાંથી નિવૃત્તિ લઈ લેશે. પોતાની વધતી જતી અસંબદ્ધ અમાન્ય પ્રવૃત્તિઓ થકી લોકો જ ઉત્તરોત્તર જાણી જશે તેમ માની પોતાનો આ નિર્ણય જાહેર કરવાની તેમને કોઈ જરૂર ન લાગી તેમણે આફ્રિકામાં વસતાં જૈનોની સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો. તેઓ તેમને ઘણા સમયથી આફ્રિકા આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. ૨૦મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતીયો આફ્રિકા સ્થળાંતર કરી રહ્યા હતા ત્યારે વીસા ઓસવાલ જ્ઞાતિના જૈનો કેન્યા આવ્યા હતા. તેમણે ચિત્રભાનુજીને એવી પણ વિનંતી કરી હતી કે તેઓ ત્યાં જ આવીને સ્થાયી થાય તથા તેમના આધ્યાત્મિક ગુરુ બને. મુનિશ્રી જાણતા હતા કે હવે તેમને મળવાનો સમય પાકી ગયો હતો. આ સાથે તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૧માં હેગમાં યોજાનારી વિશ્વ શાકાહારી કોંગ્રેસમાં હાજરી આપવાનું નિમંત્રણ પણ સ્વીકારવાનું નક્કી કર્યું. હેગ સાઉથ હોલેન્ડનું પાટનગર હતું. હવે ચિત્રભાનુજી પોતાની જાત સાથે નિરાવરણ અને વધારે પ્રામાણિક બની રહ્યા હતા. પોતાના લાગણીમય જીવનમાં આવી રહેલા બદલાવ સાથે સંવાદ સાધવા તેઓ તૈયાર હતા. તેઓ હવે એક એવા બીજથી પરિચિત થઈ રહ્યા હતા જે તેમના આત્માની અંદર અંદાજે સાત વર્ષથી પોતાની હાજરીની અનુભૂતિ કરાવી રહ્યું હતું. ચિત્રભાનુજીએ વિશાળ અનુયાયીઓનો વર્ગ અને પ્રતિબદ્ધ જૈન મુનિ હોવાને કારણે આ બીજ પાંગરવા ન દીધું. પણ સત્યને નકારી ન શકાય. લાંબા સમયથી શિષ્યા બનેલ પ્રમોદા શાહ માટેની સ્વીકારી અને નકારી ન શકાય તેવી અનુભૂતિને તેમણે યુગપુરુષ – ૧૦૪ - Page #124 -------------------------------------------------------------------------- ________________ ઓળખવાનું શરૂ કરી દીધું હતું. પરિચયની શરૂઆતથી જ તેઓને તેની સાથે ખૂબ ઊંડું જોડાણ અનુભવાતું. અપરિપક્વ, નાજુક અને અણિશુદ્ધ પ્રેમની હકારાત્મક ઊર્જાથી ભરપૂર હતી આ લાગણી. તેમને હવે સમજાયું હતું કે આ સંબંધ બીજું કાંઈ નહીં પણ પ્રેમનો સતત વહેતો સ્વયં ઉભરો હતો. તેમને એવું લાગતું હતું કે પોતાના કૉલેજ જીવનમાં જે યુવતીને પોતાની જનમ જનમની સાથી માનતા હતા કે જે મેલેરિયામાં મૃત્યુ પામી હતી તે પ્રમોદારૂપે તેમના જીવનમાં પાછી ફરી હતી. પરંપરા, સંપ્રદાય અને દેશની સીમા ઓળંગી લીધી હોઈ તેઓ હવે પોતાના આત્મામાંથી અવિરત પ્રેમનો આ પ્રવાહ વહેવડાવી શકે તેમ હતા. લાગણીનાં જબરજસ્ત પુર દ્વારા તે જાણી ગયા હતા કે જીવન બદલનારી આ પ્રક્રિયાને ઓળખીને સ્વીકારવાનો સમય હવે આવી ગયો હતો. આ તેમના જીવનનું એવું એક મૂળભૂત પાસું હતું જેને પરિપૂર્ણ કરવું જરૂરી હતું. પહેલાંની માફક જ ધરમૂળ પરિવર્તનનો આ તબક્કો પણ ભરપૂર સાંકેતિક સપનાઓથી પરિપૂર્ણ હતો. ચિત્રભાનુજીને સપનામાં બે બાળકોની ઝાંખી થઈ. જે બારણે ટકોરા દઈ જાણે કહી રહ્યાં હતાં કે મુનિશ્રી તેમના જીવનનો હિસ્સો બને. ચિત્રભાનુજીને અંતઃ સ્ફુરણા થઈ કે આ બાળકો અનેક જન્મોથી તેમની સાથે જોડાયેલાં હતાં. તેમને લાગ્યું કે હવે કદાચ વાસ્તવિક જીવનમાં પણ આ બાળકો સાથે મૂર્ત સબંધ સ્થપાવાનો સમય આવી ગયો હતો. પ્રમોદા શાહ ગુજરાતના માંગરોળમાં એક સુસંસ્કૃત જૈન પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનો પરિવાર જથ્થાબંધ તથા છૂટક ચા વેચતા. વેપારીઓ સાથે તેમનો ચાનો વ્યવસાય આખા દેશમાં પ્રસરેલો હતો. જેનું મુખ્ય કાર્યાલય કલકત્તામાં હતું. તેમણે મુંબઈની જયહિંદ કૉલેજમાંથી મનોવિજ્ઞાનમાં બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની સુંદરતા, અંગ્રેજી પરનું પ્રભુત્વ, સિતારવાદન જેવી વિશેષતાઓ ઉપરાંત ધનાઢ્ય કુટુંબનાં હોવાને કારણે તેઓ માટે અનેક માંગાં આવતાં હતાં. જોકે પ્રમોદાને હંમેશાંથી આધ્યાત્મિક જીવન અને આત્મખોજમાં રસ હતો. નાની વયે પણ તેમણે પાર્ટી કે પિકનિકમાં જવાને બદલે જૈન મંત્રોનું રટણ કરવામાં વધારે આનંદ આવતો. તેમના વાલીઓને દેખાઈ રહ્યું હતું કે તેમની પુત્રીની આ આધ્યાત્મિક ઇચ્છાઓ સાચી અને મજબૂત હતી. માટે તેમણે ક્યારેય તેને લગ્ન કરવાનો આગ્રહ ન કર્યો. તે જ સમયે પ્રમોદાજીને સંન્યાસ લેવાની ઇચ્છા તો ઘણી હતી, પણ પોતાના વાલીઓ પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે તેમણે ક્યારેય દીક્ષા લઈ લેવાની તૈયારી ન બતાવી. - ૧૦૫ - ચિત્રભાનુજી Page #125 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તેઓ ચિત્રભાનુજીને મળ્યાં ત્યારે તેમને પણ ખૂબ મજબૂત જોડાણની લાગણી થઈ. પોતાના ગુરુ પ્રત્યેનો આદરભાવ અને આધ્યાત્મિક હેતુની કટિબદ્ધતાને પગલે પ્રમોદાજી પોતાના ગુરુ સાથે અંતર જાળવતાં તથા મૌન રહેતાં. તેઓના શાંત સ્વભાવે પણ ઘણી મદદ કરી. ગુરુજીનાં પ્રવચનો સાંભળવા માટે તે હંમેશાં ઑડિટોરિયમના છેલ્લા ભાગમાં જ બેસતાં. ધાર્મિક યાત્રાઓ, કાર્યવિશેષ તથા ડિવાઈન નૉલેજ સોસાયટીના માસિક સામાયિકની તૈયારી જેવાં કાર્યોમાં તેઓ હંમેશાં ચિત્રભાનુજીની મૂકસેવા કરતાં. | વિચારો અને લાગણીઓની નવીન સ્પષ્ટતાને કારણે પ્રેરિત થઈ એક વાર જ્યારે પ્રમોદાજી પોતાના પરિવાર સાથે ચિત્રભાનુજીને મળવા થાણે આવ્યાં હતાં ત્યારે ચિત્રભાનુજીએ તેમની સાથે વાત કરી. તેમણે સપનાની ઝાંખી તથા અર્ધજાગ્રત મનમાં પણ જે સંકેતો મળતા હતા તેની વિગતે વાત કરી. જ્યારે તેણીને એ સમજાયું કે ચિત્રભાનુજીના અંગત આભાસોમાં તે બંનેનું સહજીવન હતું ત્યારે પરમાનંદ અને તેમના કાર્મિક જોડાણની ઉન્નત ખોજ સહિત પૂરી સમજણ સાથે પ્રતિભાવ આપ્યો. પહેલી વાર પ્રમોદાજી ખુલ્લા દિલે તેમની સાથે સીધી વાત કરી શક્યાં. એકબીજાની આત્મોન્નતિના સતત પૂરક બની રહેવાની પ્રક્રિયાને સ્વીકારી સહજીવનને સહમતી આપી. એક સાથે હવે તેઓ બિનશરતી પ્રેમના પરિશુદ્ધ તબક્કા તરફ પ્રવાસ કરવાનાં હતાં. આફ્રિકા જવા રવાના થયા તેના થોડા સમય પહેલાં ૧૯૭૧ના શરૂઆતના તબક્કામાં તેમણે સાદગીથી લગ્ન કર્યા. પારંપારિક રીતે કોઈ પણ જૈન સાધુને લગ્ન કરવાની છૂટ નથી હોતી. તથા વિહાર (પગપાળા પ્રવાસ) સિવાય તેઓ અન્ય રીતે પ્રવાસ નથી કરી શકતા. વિદેશપ્રવાસના નિર્ણયથી ખિન્ન અનુયાયીઓ પ્રત્યે કરુણા રાખી ગુરુજીએ આ આખી ઘટનાને ખૂબ અંગત પ્રસંગ બનાવ્યો. બહાદુરી દાખવીને કે બીજી કોઈ પણ રીતે પોતાના અનુયાયીઓ અને ચાહકોના રોષ કે અણગમાને પ્રોત્સાહન આપવું તેમને વાજબી ન લાગ્યું. તેઓ જાણતા હતા કે એક દિવસ જ્યારે તેમની આ ઉગ્ર લાગણીઓ શાંત પડી જશે અને જ્યારે તેઓ વાસ્તવવાદથી વિચારશે ત્યારે તેઓ આ સમાચાર સ્વીકારવા માટે તૈયાર હશે. આ કારણસર ચિત્રભાનુજીએ કોઈ પણ જાહેરાત ન કરી. તેઓએ અને પ્રમોદાજીએ ગાંધર્વ વિવાહ કર્યા. એવાં હિન્દુ લગ્ન કે જેમાં કોઈ પણ વિધિવિધાન હોતાં નથી, ન તો કોઈ કુટુંબીજનોની હાજરી હોય છે. આ ગાંધર્વ વિવાહ બે અંગત મિત્રોની હાજરીમાં સાંકેતિક રીતે મીણબત્તીઓ, અગરબત્તી, ફૂલો, પરસ્પરના કપાળે તિલક અને હાર પહેરાવીને ગાંધર્વ વિવાહ સમ્પન્ન કરાયાં. આમ આ પ્રસંગ યુગપુરુષ - ૧૦૬ - Page #126 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીની હંમેશાથી બદલાવવાની અને ઘટનાસભર જિંદગીના અર્થપૂર્ણ પ્રકરણની શરૂઆત બની રહ્યો. ૪ જૂલાઈ, ૧૯૭૧ના દિવસે ચિત્રભાનુજી આફ્રિકા પહોંચ્યા અને ત્યાં બાવન દિવસ સુધી રહ્યા. તેમનો મોટા ભાગનો સમય કેન્યામાં પસાર થયો. કેન્યામાં હજી પણ ઘણા બધાં જૈન કુટુંબો હતાં. તેઓ યુગાન્ડા અને તાન્ઝાનિયાના પ્રવાસે પણ ગયા. ત્રણેય દેશોમાં તેમની મુલાકાત અને વક્તવ્યોનો ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. તેમના પ્રવચનોમાં હજારો લોકોએ હાજરી આપી. ઘણા બધા રાજકારણીઓ અને રાજદૂતોએ પણ આ કાર્યક્રમોમાં હાજરી આપી. અને આ ભારતીય મુનિ સાથે તસવીરો પડાવી. તેમણે મોટા ભાગે મૈત્રી એટલે કે દોસ્તીના ધર્મની વાત કરી. જુલાઈ ૧૯૭૧માં મુનિશ્રીનું નૈરોબી, કેન્યા ખાતે આગમન તેમણે કહ્યું કે વિશ્વને આજે કોઈ બાબતની જો સૌથી વધારે જરૂર હોય તો તે છે મૈત્રીની લાગણી, મૈત્રી ભાવની. આ પ્રકારના બિનશરતી પ્રેમ અને અન્યો પ્રત્યેના - ૧૦૭ - ચિત્રભાનુજી Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉદાર અભિગમ સિવાય કોઈ પણ શાંતિ કે સંતુષ્ટિની લાગણી શક્ય નથી. અને શાંતિ વગર બીજું કંઈ નહીં પણ માત્ર સ્પર્ધા જ બાકી રહી જાય છે. આપણને મૈત્રીની દૃષ્ટિની જરૂર છે. જેના થકી આપણે આંતરિક સમૃદ્ધિ મેળવી શકીએ, નવું વિશ્વ ઘડી શકીએ. મૈત્રીની આ દૃષ્ટિ થકી જ આપણે અન્ય રાષ્ટ્ર, જાતિ અને ધર્મોના લોકો સહિત આપણી જાતને પણ એક વૈશ્વિક કુટુંબ તરીકે જોઈ શકીશું. કેન્યાના જનજીવનમાં જૈન જ્ઞાતિનો હંમેશાં બહુ મોટો ફાળો રહ્યો હતો. ઉદ્યોગો અને વેપાર સિવાય પણ જૈનો ઘણી કલ્યાણકારી યોજનાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા હતા. ચિત્રભાનુજીની મુલાકાત પછી આફ્રિકાના જૈનો તેમના સાથી આફ્રિકનો સાથે વધારે કરુણામય બન્યા. પરિણામરૂપે ત્યાં વીસા ઓસવાલ આઈ ક્લિનિક શરૂ કરવામાં આવી. અહીં મફત તબીબી સારવાર, વાહનવ્યવહાર, ખોરાક અને રહેવાની વ્યવસ્થા અપાતી હતી. જ્યાં એકસાથે લગભગ ૮૦૦ જેટલા જરૂરિયાતમંદ આંખના દર્દીઓને દર વર્ષે સેવા અપાતી હતી. કેન્યાના પાટનગર નૈરોબીથી ચિત્રભાનુજી લંડન ગયા. તેઓએ ત્યાં એક આખું અઠવાડિયું હજારો લોકોને ધર્મલાભ આપ્યો, જેમાં એશિયન્સ અને પશ્ચિમીઓ બંને પ્રકારના શ્રોતાઓનો સમાવેશ થતો હતો. તેઓએ પૂર્વના તત્ત્વચિંતનને પશ્ચિમના તકનિકી વિકાસ સાથે જોડવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી. એવા લોકો જે માત્ર ભૌતિક સિદ્ધિઓ ઇચ્છે છે તેઓ ત્યાં જ પહોંચે છે જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે “માણસને એક મશીન તરીકે જોનારા તેમનો પોતાનો જ વિનાશ નોતરે છે. જોકે જેમણે તકનિકી પ્રગતિને અવગણીને માત્ર આત્મા પર જ ધ્યાન આપ્યું છે તેવા લોકો પણ ટૂંકી દૃષ્ટિ ધરાવનારા છે. આમ કરીને આવા લોકો બીજાની દારુણતા પ્રત્યે અજ્ઞાની અને ઉદાસીન બની જવાનું જોખમ સેવી રહ્યા છે. વિચારવાના અને જીવવાના બે અલગ અલગ માર્ગને એક કરીને આધુનિક માણસ ઉત્ક્રાંતિની ટોચે પહોંચી શકે છે તથા માનવીય ગુણોના શ્રેષ્ઠતમ સ્વરૂપને મેળવી શકે છે.” હેગ તેઓનો આગલો મુકામ હતો. તેઓએ વિશ્વ શાકાહારી કોંગ્રેસમાં વક્તવ્ય આપ્યું. અહીં ઉપસ્થિત શ્રોતાઓ પર તેમના વક્તવ્યનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો. તેમનું આ વક્તવ્ય બાદમાં એક નામના પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. તેમણે આ વક્તવ્યમાં શાકાહારી જીવનશૈલી વિશેના પોતાના વિચારો અને દૃષ્ટિકોણની વાત કરી હતી. તેમણે પોતાનાં પ્રવચનમાં આધ્યાત્મિક વિકાસ, નૈતિકતા, સ્વાથ્ય, સૌંદર્ય અને પર્યાવરણ આ તમામ પાસાંઓને આવરી લેતા દૃષ્ટિકોણની વિવિધતા ચર્ચા. યુગપુરુષ - ૧૦૮ - Page #128 -------------------------------------------------------------------------- ________________ હેગમાં વિશ્વ શાકાહારી પરિષદ તેમનું વક્તવ્ય જીવન પ્રત્યેની વૈશ્વિક સંવેદના અને અર્થતંત્ર પ્રત્યેના વ્યવહારુ વિચારોનું સુંદર મિશ્રણ હતું: “હંમેશાં એમ કહેવાય છે કે જો બધા જ માણસો શાકાહારી બની જશે તો ખોરાકના પુરવઠાની ભારે તંગી ઊભી થશે. પણ શું તમને એમ લાગે છે કે આ પરિવર્તન રાતોરાત થઈ જશે ? આ પરિવર્તન ખૂબ ધીમું હશે, સમયાંતરે હશે અને અનેક દાયકાઓની આરપાર વહેંચાયેલું હશે. કદાચ આવું થતાં સદીઓ પણ લાગી જાય અને શું ત્યાં સુધી એવું શક્ય નહીં બને કે આખાએ વિશ્વમાં જે કરોડો એકર જમીન છે તેને કોઈ ને કોઈ રીતે ખેડી શકાય ?” તેમણે પૂછ્યું. તેમણે ઉમેર્યું કે “માણસો પોતાના સર્જનહાર પાસે દયાની આશા રાખે છે. દયા માંગે છે. પણ જે માણસ હંમેશાં ક્રૂરતાપૂર્વક અન્ય પશુઓનાં માંસ પર જીવ્યો હોય તે કઈ રીતે ઈશ્વર પાસે દયાની આશા રાખી શકે ?” હેગથી ચિત્રભાનુજી અમેરિકા ગયા. તેમણે આ દરમિયાન ફિલાડેલ્ફિયા, ન્યુ યૉર્ક, શિકાગો અને છેલ્લે લૉસ ઍન્જલિસમાં પોતાના દિવસો ગાળ્યા. તેઓ હવે અમૅરિકા આવ્યા હતા. આ એ જ રાષ્ટ્ર હતું જે આવનારા દિવસોમાં તેમનું બીજું ઘર બનવાનું હતું. લોસ ઍન્જલિસથી તેઓ મુંબઈ પાછા ફર્યા. - ૧૦૯ = ચિત્રભાનુજી Page #129 --------------------------------------------------------------------------  Page #130 -------------------------------------------------------------------------- ________________ આકાંક્ષા આકાંક્ષા જ્યારે રાગ અને દ્વેષનાં બંધનોમાંથી મુક્ત થાય છે ત્યારે તે માનવીય આત્માની સૌથી ઉમદા ઇચ્છાને અપનાવીને આપણને પ્રગતિના અને આત્મોન્નતિના ઉચ્ચ માર્ગે લઈ જઈ શકે છે. -ચિત્રભાનુજી પ્રકરણ ૧૨: અમેરિકામાં આગમન ત્રભાનુજી ભારત પાછા ફર્યા ત્યાં તો તેમને માટે હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં થનારી ત્રીજી આધ્યાત્મિક પરિષદમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ વાટ જોતું બેઠું હતું. તેમની પસંદગી મુખ્ય વક્તા - કી-નોટ સ્પીકર તરીકે થઈ હતી. હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલના ડિનનું અંગત નિમંત્રણ તથા અમેરિકા જવા માટે | વિમાનની ટિકિટ તેમની સંમતિની રાહ જોઈ રહ્યાં હતાં. થોડા દિવસ મુંબઈમાં આરામ કર્યા પછી ચિત્રભાનુજી ફરી એક વાર ન્યુ યૉર્કની ફ્લાઈટમાં બેઠા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૭૧ના દિવસે તેઓ જે.એફ. કેનેડી એરપોર્ટ પર પહોંચ્યા, પરંતુ ચિત્રભાનુજીએ ત્યાં પોતાની જાતને સાવ એકલોઅટૂલી ઊભેલી જાણી. ભારતમાં તો તેમનું અભિવાનદન કરવા માટે તે જ્યાં પણ જતા ત્યાં લોકોના ટોળેટોળાં ઊભરી આવતાં. તેમને લેવા માટે જે પણ વ્યક્તિને ઍરપોર્ટ આવવાનું હતું તે ક્યાંય પણ દેખાતી ન હતી. ચિત્રભાનુજી આમ તો વૈશ્વિક નાગરિક બની ગયા હતા, પણ હજી પણ તેઓ સાધુ તરીકે જીવતા હતા. આનો અર્થ એમ કે તેમની પાસે કોઈ પણ દુન્યવી ચીજ-વસ્તુઓ ન હતી. હવે જે આધ્યાત્મિક ગુરુએ અસંખ્ય લોકોને આધ્યાત્મિક ખોજથી જાગૃતિ તરફ દિશા બતાડી હતી તે પોતે ભારે ભીડ અને કોલાહલની વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત શહેરના ઍરપોર્ટ પર પોતાની જાતને ખોવાયેલી અનુભવી રહ્યા હતા. તેમણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો જાણે ધ્યાન ધરતા હોય, થોડો સમય પસાર થયો ત્યાં એક યુવતી જે પોતે એક સ્વયંસેવક હતી તેમણે સફેદ વસ્ત્રો પરિધાન - ૧૧૧ - ચિત્રભાનુજી Page #131 -------------------------------------------------------------------------- ________________ કરેલી આ વ્યક્તિને જોઈ. એવી વ્યક્તિ કે જે પોતે જ શાંતિનું સ્વરૂપ હોય તેવી લાગતી હતી અને આખાએ સ્થળથી ક્યાંક બહારની હોય તેવી પણ જણાતી હતી. તે સ્ત્રીને વિચાર આવ્યો, ‘આ પુરુષ, આ માણસ કોણ હશે ?' તેણે તેમની પાસે જઈને પૂછ્યું કે તેમને મદદની જરૂર છે કે નહીં. તે સ્ત્રીને એ જાણીને ખૂબ નવાઈ લાગી કે તે વ્યક્તિએ ક્યારે પણ ટેલિફોન બૂથનો ઉપયોગ નહોતો કર્યો. અને અત્યારે ફોન કરવા માટે તેની પાસે કોઈ જ પ્રકારનું નાણું ન હતું. તે સ્ત્રીએ મુનિશ્રીને પૂછ્યું કે તેમની પાસેનું ભારતીય નાણું જો એ તેને આપે તો તેને વિદેશી નાણાંમાં ફેરવી આપી શકશે જેથી તે ફોન કરી શકશે. પરંતુ ચિત્રભાનુજીએ તેને જણાવ્યું કે પોતે જૈન સાધુ છે અને માટે તેમની પાસે કોઈ જ પ્રકારના રોકડા નથી. તે યુવા સ્ત્રી આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પણ આ વ્યક્તિએ જે રીતે પોતાનું આચરણ અને વ્યવહાર સ્વસ્થ રાખ્યાં હતાં, શાંત રાખ્યાં હતાં તે જોઈને તે ખૂબ પ્રભાવિત થઈ. તે સ્ત્રીને એ જાણવાની ઉત્સુકતા હતી કે મુનિશ્રી ત્યાં કયાં કારણોસર આવ્યા હતા. ચિત્રભાનુજીએ તેને ટૂંકમાં બધું જ સમજાવ્યું તે સ્ત્રી માની ન શકી કે એક એવી વ્યક્તિ કે જેને હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં ત્રીજી આધ્યાત્મિક પરિષદમાં વક્તવ્ય આપવાનું હતું, એક એવી વ્યક્તિ જેનામાં આટલું બધું આધ્યાત્મિક તેજ હતું તેની પાસે ફોન કરવા પૂરતા પણ પૈસા ન હતા. વળી, ચિત્રભાનુજીને જરાય ખ્યાલ ન હતો કે તેમને ક્યાં જવાનું હતું. તે સ્ત્રીએ જાતે કેટલાક ફોન કૉલ્સ કર્યા, પોતાના પૈસા વાપરીને, અને આખરે જૈન સોસાયટી ઑફ ન્યુ યૉર્કના પ્રમુખ ડૉ.શેઠી તથા પ્રવીણ કોરડિયાને શોધી કાઢ્યા. આ એ વ્યક્તિઓ હતી જે ચિત્રભાનુજીને ત્યાં લેવા માટે આવી પહોંચી. ઍરપૉર્ટ છોડતાં પહેલાં તે સ્ત્રીએ ચિત્રભાનુજીના કાર્યક્રમની બધી જ વિગતો નોંધી લીધી. તેણે ચિત્રભાનુજીને ખાતરી આપી કે તે તેમના કાર્યક્રમમાં હાજરી આપવા અચૂક બૉસ્ટન આવશે. ત્યાર પછી તે સ્ત્રીએ હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં થયેલું તેમનું પ્રવચન અને ત્યાર બાદ ન્યુ યૉર્કમાં થયેલાં તેમના અન્ય પ્રવચનમાં પણ હાજરી આપી. તે અઠવાડિયા દરમિયાન ચિત્રભાનુજીએ કૉન્સ્યુલેટ ઑફ ઇન્ડિયામાં ભારતના યુ.એન. ઍમ્બેસેડર સ્વ. શ્રી ઍન.પી. જૈન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું. આ ઉપરાંત તેમણે મૅનહૅટનમાં આવેલ યોગ સૅન્ટરમાં તથા વૉશિંગ્ટન ડી.સી.માં આવેલ લોયેલા કૉલેજમાં પણ વક્તવ્યો આપ્યાં. ઍરપૉર્ટ પર તેમને આ રીતે મળેલી તે મહિલા અમૅરિકામાં ચિત્રભાનુજીની સૌથી પહેલી ભક્ત અનુયાયી બની. ચિત્રભાનુજી માટે આ એક નવી શરૂઆત હતી. યુગપુરુષ - ૧૧૨ - Page #132 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં વિવિધ શહેરમાં અહિંસા યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. તેમણે પોતાની જાતની ઓળખ સાધુ તરીકે આપવાનું બંધ કરી દીધું. તેમણે જાહેરાત કરી કે “હવે કોઈ સાધુ કે મુનિ નથી. માત્ર એક ગુરુ છું.” ખળભળાટભર્યા ૬૦ના દાયકાને કારણે તથા ભારતીયોના તપતા સૂરજને કારણે પશ્ચિમની સંસ્કૃતિમાં “ગુરુ” શબ્દ ખૂબ પ્રચલિત હતો. અને ત્યાં સુધીમાં તે અંગ્રેજી ભાષા અને સજાગતાનો એક ભાગ બની ચૂક્યો હતો. ચિત્રભાનુજી આ રીતે એક આદરણીય ગુરુ અથવા ગુરુદેવ તરીકે અમેરિકન્સમાં ઓળખાતા થવા લાગ્યા. આ તેમનું એ નામ કે બિરુદ બની ગયું જેના થકી તે આખા વિશ્વમાં ઓળખાયા. પ્રિન્સ્ટન થિયોલૉજિકલ સેમીનરી અને ટૅમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિંગના સંયુક્ત ઉપક્રમે ત્રીજી આધ્યાત્મિક પરિષદનું આયોજન થયું. વિવિધ ધર્મોના એક કે બે પ્રતિનિધિઓએ હાર્વર્ડની કૉન્ફરન્સમાં અલગ અલગ કાર્યશાળાઓ સંભાળી લીધી. આ શ્રેણીનો સૌથી પહેલો મુકામ વેનરાઈટ હાઉસ, રાય, ન્યુ યૉર્કમાં હતો. ચિત્રભાનુજી તથા સ્વામી રંગનાથઆનંદ સપ્તાહના અંતે યોજાયેલા આ આશ્રય સ્થાનમાં સાથે ઓક્ટોબરની પહેલીથી ત્રીજી તારીખ દરમિયાન સમય પસાર કર્યો. તેમણે પછીથી પર્સેઝમાં આવેલ મૈનહેટનવીલ કૉલેજમાં બે દિવસ પસાર કર્યા. વેનરાઈટ હાઉસ આશ્રય સ્થાનમાં ચિત્રભાનુજીનું વક્તવ્ય સાંભળીને એલિઝાબેથ કટેલ નામની એક સ્ત્રી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેણે તેમના વિશે લખ્યું, “હું મારા મિત્રની માંદગી અને અન્ય એક મિત્રનાં મૃત્યુ પછી ખૂબ જ અસ્વસ્થ મન સાથે વનરાઈટ હાઉસમાં ગઈ હતી. જેમ જેમ ગુરુદેવ બોલ્યા તેમ તેમ મને પૂર્વવત અને ચેતનવંત લાગ્યું. તેમણે અમને ધ્યાન ધરવા કહ્યું. ગુરુદેવ ખરેખર એ જેમ પોતાની જાતને કહે છે તેમ અનંતના અતિથિ છે. તેમના સફેદ પોશાકમાં તેમની સિંહ જેવી શક્તિશાળી હાજરી, તેઓ તેમની સાચી ઉંમર કરતાં જાણે ૨૦ વર્ષ નાના લાગે છે. તેમનામાંથી સતત શાંતિ અને પરમાનંદ પ્રતિબિંબિત થયા કરે છે. ખરેખર એ ખૂબ નસીબની વાત છે કે અમારે હિમાલય સુધી નથી જવું પડતું પણ આમ કહીએ તો હિમાલય જ જાણે ન્યુ યૉર્કમાં આવી ગયો છે. અત્યારે અમારા વિજ્ઞાનથી ભરપૂર પશ્ચિમી વિશ્વમાં આવા એક દષ્ટાંતની તાતિ જરૂર છે. ગુરુદેવ એ માણસાઈનો એક એવો આદર્શ છે જે અમારી આશાઓ અને આત્મવિશ્વાસને પૂર્વવત કરી શકે છે. ગુરુદેવ અમે અત્યારે જે છીએ અને જે બનીશું તે માટેની પ્રેરણા છે. વળી, ગુરુજી તેમના અનુભવની ઊંડાઈઓમાંથી તે બધું જ અન્યોના લાભ માટે વહેંચી શકે છે.” - ૧૧૩ - ચિત્રભાનુજી Page #133 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજી, એલિઝાબેથ કટેલ સાથે એલિઝાબેથ કટેલ, ગુરુદેવ ચિત્રભાનુજી તથા પ્રમોદાજીની આજીવન મિત્ર બની રહી અને તેણે મેનહટનમાં તેમને પોતાના ઘરમાં રહેવાનું આમંત્રણ આપ્યું. એલિઝાબેથ કટેલ રિલિજિયસ સોસાયટી ઑફ ફ્રેન્ડસનાં સભ્ય હતાં. એટલે કે તે ક્વેકર તરીકે ઓળખાતાં. આ એક એવો ધર્મ છે જે ઇંગ્લેન્ડમાં ૧૬મી સદીના મધ્ય ભાગમાં થયેલા ધાર્મિક ઊહાપોહના સમય દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો. અને આજે પણ તે | વિવિધ રીતે વિશ્વના જુદા જુદા ખૂણે અનુસરાય છે. તેમણે ગુરુદેવ ચિત્રભાનુજીની ઓળખાણ ક્વેકર્સ સાથે કરાવી જેમણે ૧૯૭૪ની સાલમાં ન્યુ યૉર્ક ઈથાકામાં ફ્રેન્સ જનરલ કૉન્ફરન્સના ઉદઘાટન નિમિત્તે તેમને આમંત્રણ આપ્યું. એલિઝાબેથે બાદમાં જૈન માસ્ટર ચિત્રભાનુજી સ્પીક્સ ટુ વન વર્લ્ડ” નામે એક પુસ્તક પણ લખ્યું. હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં યોજાયેલ ત્રીજી ધાર્મિક પરિષદ ખરા અર્થમાં આંતરધર્મિય પરિષદ હતી. જેમાં આખા વિશ્વના અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓએ નવા યુગમાં ધર્મ અંગે ચર્ચા કરી હતી. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે મુનિ ચિત્રભાનુજી અને સ્વામી રંગનાથઆનંદ સાથે સ્વામી ચિન્મયાનંદ અને ફાધર મેસન પણ આવી પહોંચ્યા હતા. આ કૉન્ફરન્સમાં શિખ, કનફ્યુશિયસ, તાઓ, બૌદ્ધ, ખ્રિસ્તી એમ અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓ હતાં. આ ઉપરાંત ઘણા બધા આફ્રિકન દેશોના ધર્મગુરુઓ, મિડલ ઈસ્ટના ધર્મગુરુઓ અને અમેરિકાના ધર્મગુરુઓ પણ હાજર હતા. મેસેપ્યુસેટ્સના ગવર્નર સાર્જન્ટ શ્રાઇવર આ પરિષદના મુખ્ય અતિથિ હતા. વિવિધ અખબારોએ અને મિડિયા હાઉસે આ પરિષદનો વિસ્તારપૂર્વક અહેવાલ આપ્યો. યુગપુરુષ - ૧૧૪ - Page #134 -------------------------------------------------------------------------- ________________ ગવર્નર સાર્જન્ટ શ્રાઇવર દ્વારા મુનિશ્રીનું બહુમાન બૉસ્ટન ગ્લોબના એક પત્રકારે પરિષદના પહેલા દિવસ બાદ લખ્યું : “આજના દિવસના સૌથી લોકપ્રિય વક્તા ભારતના જૈન ધર્મના યુવા મુનિ હતા. મુનિશ્રી ચિત્રભાનુજીએ તેમના શ્રોતાઓને કહ્યું કે તેમણે ઈશ્વર પર નહીં પણ પોતાની જાત પર આધાર રાખવો જોઈએ. તેમણે કહ્યું કે આખી દુનિયામાં થનારી બધી જ પ્રાર્થનાઓ પણ વિયેટનામના યુદ્ધને નહીં રોકી શકે, પરંતુ પ્રેસિડન્ટ નિક્સન માત્ર એક શબ્દથી જ તે અટકાવી શકશે. તમે માણસની શક્તિ જુઓ, માણસ જ બ્રહ્માંડની ઊર્જાનો માલિક છે. માણસ ધારે તે કરી શકે છે. અને તે થયેલું બદલી પણ શકે છે. જો માણસ આ હકીકતનો સામનો નહીં કરે તો આપણે હંમેશાં એકબીજાનો સમય જ વેડફતા રહીશું. માણસ હવે એટલો બધો શક્તિશાળી થઈ ચૂક્યો છે કે તે જ વિશ્વ પર નિયંત્રણ રાખે છે. અમે જૈનો માણસ જાતને સંપૂર્ણ પરફેક્ટ બનાવવાના પ્રયાસમાં છીએ.” કૉન્ફરન્સના છેલ્લા દિવસે પ્રતિનિધિઓને બસમાં બેસાડીને બૉસ્ટનના પ્રવાસે લઈ જવાયા. આ પ્રવાસનો છેલ્લો મુકામ સ્ટેટ હાઉસ હતો. જ્યાં ગવર્નર ફ્રાન્સીસ ડબ્લ્યુ. સાર્જન્ટે તે સૌનું અભિવાદન કર્યું. આ અનઔપચારિક કૉન્ફરન્સીસ વિવિધ ચિત્રભાનુજી ૧૧૫ - Page #135 -------------------------------------------------------------------------- ________________ શાળાઓ, કૉલેજો અને ઈસ્ટ કોસ્ટના વિવિધ ચર્ચોમાં ચાલતી રહી. સ્વામી રંગનાથઆનંદ અને સ્વામી ચિન્મયાનંદની સાથે મુનિ શ્રી ગુરુદેવે ગ્રીનીચ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ૧૫મી ઑક્ટોબરે વક્તવ્ય આપ્યું. તે દિવસે સાંજે ગ્રીનીચના એક રેડિયો એનાઉન્સર મીસીસ બૅટી કાર્પે ચિત્રભાનુજીનો ઇન્ટરવ્યુ કર્યો. તેમણે ચિત્રભાનુજીને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો, કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મ અંગે ઘણા બધા સવાલ કર્યા. હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં વિવિધ ધર્મના વડાઓ સાથે ૧૯મી ઑક્ટોબરના દિવસે ચિત્રભાનુજીએ ‘જૈન ટ્રાન્સફરમેશન ઈન થોટ્સ એન્ડ એક્શન’ના વિષય પર પ્રિન્સ્ટન થિયોલોજિકલ સેમીનરીમાં વક્તવ્ય આપ્યું. બીજા દિવસે તેમણે અને સ્વામી રંગનાથઆનંદે સૅરા લૉરેન્સ કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ૨૪મી ઑક્ટોબરે ચિત્રભાનુજીએ ન્યુ યૉર્કમાં યુનિવર્સલિસ્ટ યુનિટેરિયન ચર્ચમાં વક્તવ્ય આપ્યું. આવનારાં વર્ષોમાં તેઓ આ ઉદારમતવાદી સંસ્થા થકી ઘણા બધા વક્તવ્યો આપવાના હતા. ❖❖❖ ટેમ્પલ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ માટેની આ વક્તવ્યથી ભરપૂર સફર પૂરી કરીને ચિત્રભાનુજી શિકાગો ગયા. પ્રમોદાજી એક દિવસ પહેલાં જ ત્યાં ભારતથી આવી યુગપુરુષ ૧૧૬ - Page #136 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યાં હતાં. ચિત્રભાનુજીએ યુરોપ, આફ્રિકા અને અમેરિકાનો છેલ્લા ચાર મહિનામાં ખૂબ લાંબો પ્રવાસ ખેડ્યો હતો. હવે તેઓ બંને નવા દેશને, નવા વાતાવરણ અને નવા મિત્રોને અપનાવી રહ્યાં હતાં. ચિત્રભાનુજીના એક પહેલાંના વિદ્યાર્થી તથા તેમની પત્ની, ચિત્રભાનુજી તથા પ્રમોદાજી સાથે એક જ ઘરમાં રહી રહ્યાં હતાં. તેમનું પહેલું બાળક આવતર્યું તેની રાહ જોવાના ત્રણ મહિના સુધી તેમણે આ સંજોગોમાં ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેમને ત્યાં પુત્ર આવ્યો જે ૨૬મી જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ ભારતના ૨૨મા પ્રજાસત્તાક દિવસે જન્મ્યો અને તેનું નામ રાજીવ રખાયું. ચિત્રભાનુજીએ તે વર્ષની શરૂઆતમાં મુંબઈના ચોપાટી બીચ પર થનારી એક આંતરધાર્મિક બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ વિવિધ ધર્મગુરુઓ તરફથી સ્વીકાર્યું હતું. તેમને લાગ્યું કે આ યોગ્ય તક હતી જ્યારે તે પોતાના શિષ્યો તથા ડિવાઈન નૉલેજ સોસાયટીના ટ્રસ્ટીઓ સાથે પોતે તાજેતરમાં લીધેલા વિવિધ નિર્ણયોની જાહેરાત કરે. તેમણે આ તમામ સાથે ખૂબ સ્થિરતા, કરુણા અને સીધી સ્પષ્ટ શબ્દોમાં વાત કરી. તેમણે પોતે જે પણ કર્યું હતું તેની પાછળનાં કારણો વાસ્તવિકતા અને હેતુની સાથે તેમને સમજાવ્યાં. તેમના વિદેશપ્રવાસ અને તેમનાં લગ્નને લઈને જે લોકોને આઘાત લાગ્યો હતો, જે લોકોએ વિરોધ કર્યો હતો તે લોકો જલદી જ શાંત થઈ ગયા હતા. તેમણે પોતાના કેટલાક વિશ્વાસુ અનુયાયીઓને મુંબઈમાં ડિવાઈન નોલેજ સોસાયટીમાં થઈ રહેલી પ્રવૃત્તિઓની જવાબદારી સોંપી. ત્યાર પછી તેમણે એક જાહેર પત્ર લખ્યો જે વિવિધ અખબારોમાં પ્રકાશિત થયો હતો. જેના દ્વારા જાહેર જનતાને જાણ થઈ હતી કે ચિત્રભાનુજીએ ડિવાઈન નૉલેજ સોસાયટીની જવાબદારીમાંથી પોતાની જાતને મુક્ત કર્યા હતા. અને એક સ્વતંત્ર વૈશ્વિક નાગરિક તરીકે નવાં જીવનની શરૂઆત કરી હતી. હવે ચિત્રભાનુજી અહિંસાનો સંદેશો આખી દુનિયામાં પ્રસરાવનારી વ્યક્તિ બની ચૂક્યા હતા. આ દરમિયાન અમેરિકામાં પ્રમોદાજી તેમના છ અઠવાડિયાંના પુત્રને લઈને પહેલાંની ગોઠવણ મુજબ ન્યુ યોર્ક પહોંચ્યાં. ગુરુદેવને અને તેમના કુટુંબને પોતાની સાથે મેનહેટનમાં રહેવા માટે ઍલિઝાબેથ કટેલે ખુલ્લે આમંત્રણ આપ્યું હતું જે ગુરુદેવ અને પ્રમોદાજીએ સ્વીકાર્યું હતું. ઍલિઝાબેથ કેટલે ખૂબ ઉમળકાથી આ યુવા માતા અને તેના પુત્રને ઍરપૉર્ટ પર આવકાર્યા. તેમને પોતાના ઘરમાં રાખીને એલિઝાબેથ ખૂબ રાજી હતાં. - ૧ ૧ ૭ - ચિત્રભાનુજી Page #137 -------------------------------------------------------------------------- ________________ માર્ચ ૧૯૭૨માં મુનિ ચિત્રભાનુજી નવી જ ઊર્જા સાથે અમેરિકા પહોંચ્યા. તેમની પાસે કોઈ યોજના ન હતી. ભવિષ્ય કંઈ મોટામસ પુરમાં ધસમસતું નથી આવતું, તેમ તેમણે એક વાર કહ્યું હતું. પણ માત્ર નાની નાની ક્ષણોનાં બિંદુઓમાં આવે છે. ધ્યાનનો અર્થ છે કે તમે ઍક્સિલેટર પરથી થોડીક ક્ષણો તમારી ગતિ વધારી ઍક્સિલેટર પરથી પગ ઉઠાવી લો, તમારી જાતને જુઓ. અને તમારી જાતને મુક્ત કરો. જો તમે સતત હલનચલન કરતા રહો અને અરાજકતામાં હો તો તમે કઈ રીતે આ જોઈ શકશો? તેઓ પોતાના પરિવાર સાથે એલિઝાબેથ કટેલના ઘરમાં ૧૫ મહિના સુધી રહ્યાં. એલિઝાબેથ કટેલે રાજીવને હંમેશાં પોતાના પૌત્ર તરીકે જોયો. ૧૯૭૩માં પ્રમોદાજીએ તેમના બીજા પુત્ર દર્શનને જન્મ આપ્યો. ચિત્રભાનુજી અને પ્રમોદાજી માતૃત્વ અને પિતૃત્વની દૈવી લાગણીઓથી સમૃદ્ધ હતાં. જોકે આ જીવન ખૂબ આર્થિક કઠિણાઈઓથી ભરાયેલું હતું. અમેરિકામાં સ્થળાંતર થયેલા કોઈ પણ નવા કુટુંબની માફક તેમને પણ ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. ગુરુદેવ વિવિધ સ્થળોએ યુનિવર્સિટીમાં જે વક્તવ્ય આપતા હતા તેની જે ફી આવતી હતી તે એકમાત્ર તેમની આવક હતી. પ્રમોદાજીએ ન્યુ યૉર્કની આ સાદી જિંદગી કોઈ પણ ફરિયાદ વગર હસતાં મોઢે સ્વીકારી લીધી હતી. ગુરુદેવ ન્યુ યૉર્કના પર્સેઝમાં એક કૉલેજમાં ધ્યાન શીખવતા. આ રાતપાળીની નોકરી હતી. જેમાં તેમણે બબ્બે વાર ટ્રેન બદલીને જવું પડતું. તેઓ મોટે ભાગે ઘરે રાતે દસ વાગ્યા પછી જ પહોંચતા. થોડા મહિનાઓ માટે દર શુક્રવારે સાંજે વેસ્ટ ૭૨ સ્ટ્રીટના યોગ સેન્ટરમાં તે વક્તવ્ય આપતા. મનરો ન્યુ યૉર્કના આનંદ આશ્રમમાં પણ તેમણે વક્તવ્યો આપ્યાં. ૧૯૭૩માં વૈશ્વિકતા અને શાંતિને અર્પિત એવા સ્થળ ધી યુનાઈટેડ નેશન્સ ચેપલમાં ગુરુદેવે મહાવીર જયંતીની ઉજવણી કરી. આ રીતે આખી દુનિયાના લોકોને અહિંસાના પિતામહ વિશે જાણકારી મળી. એક વ્યક્તિ કે જે જે.એફ.કે.ના ઍરપોર્ટ પર ગજવામાં એક પણ રૂપિયા વિના પહોંચ્યો હતો તેણે અમેરિકામાં પોતાના વસવાટનું બીજું વર્ષ પૂરું થાય તે પહેલાં તો પોતાની હાજરીનો પ્રભાવ ખૂબ મોટા સ્તરે સ્થાપ્યો હતો. ૧૮મી ડિસેમ્બર, ૧૯૭૩માં ધ ન્યુ યોર્ક ટાઇમ્સ તેમના વિશે એક વિગતવાર અહેવાલ પ્રગટ કર્યો. આ અહેવાલમાં જ્યોર્જ ડ્યુગને લખ્યું હતું, “મુનિ શ્રી ચિત્રભાનુજીના અનુયાયીઓ તેમને જૈન ધર્મના પોપ જોન કહે છે. કારણ કે તેઓ કહે છે કે સ્વ. જોન ૨૩માએ જે રીતે વિશ્વાસની યુગપુરુષ - ૧૧૮ - Page #138 -------------------------------------------------------------------------- ________________ બારીઓ ખોલીને તાજી હવા આવવા દીધી હતી તેવું જ ચિત્રભાનુજીએ પણ કર્યું છે. ચિત્રભાનુજી કોઈ એવી વ્યક્તિ નથી જે અનુયાયીઓને જૈન ધર્મ અપનાવવા કહે કે જૈન ધર્મમાં પરિવર્તન કરવા કહે. ચિત્રભાનુજી અનુયાયીઓને શરીરથી, મનથી અને આત્માથી એટલા મજબૂત બનવા કહે છે કે તેઓ પોતાની આધ્યાત્મિક મુસાફરીનું સુકાન સંભાળી શકે. તેઓ પોતાના અનુયાયીઓને પોતાની ઊર્જા આત્મસૂઝ માટે તથા અહિંસા થકી તમામને થતા લાભ અને દરેક જીવ માટે આદર ઉત્પન્ન કરવા તથા આદરથી વિચારવા માટે સૂચન આપે છે. મારે લોકોને તેમની ફરજ કે ધર્મના સિદ્ધાંતો નથી શીખવવા. તે કહેતા કે મારે તો લોકોને તેમનાં હૃદયથી ઉચ્ચ સ્તરે લઈ જવાં છે. ખરેખર તો ચિત્રભાનુજીએ અમૅરિકામાં પગ મૂક્યો તે પહેલાં જ તેમના એક ભક્ત, એક પ્રશંસક ડૉ. ધીરજ શાહ થકી પોતાની હાજરી તે દેશમાં જાણે ખડી કરી હતી. ૭૦ના દાયકામાં અર્મેરિકા વિયેટનામમાં થયેલાં કપરા મિલિટરી ઓપરેશન્સમાં જાણે ખરાબ રીતે ફસાઈ ચૂક્યું હતું. યુ.એસ. મિલિટરી કમાન્ડન્ટ વધારે ને વધારે ટુકડીઓ મંગાવી રહ્યા હતા. મિલિટરીની મર્યાદા પૂરી થઈ ચૂકી હતી અને યુ.એસ. એ. સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમ માટે અરજી કરી હતી. આ પહેલાં વિશ્વ યુદ્ધની એક ભેટ હતી જે ૧૯૧૭થી લડાઈમાં અમલમાં મુકાઈ હતી. આ સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમ અનુસાર મોટા ભાગના અમેરિકન નાગરીકો, ખાસ કરીને પુરુષો તથા સ્થળાંતર કરીને આવેલા પુરુષો જેમની ઉંમર ૧૮થી ૨૫ વર્ષની હોય તેમણે પોતાની અઢારમી વર્ષગાંઠના ૩૦ દિવસની અંદર અંદર જ આર્મીમાં નામ નોંધાવવાનું રહેતું. આ નિયમ અનુસાર જો કોઈ મૅડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિને નોંધણી કરાવવાની હોય તો તે માટે તેની વયમર્યાદા ૩૫ વર્ષ હતી. ૧૯૭૯ની ૨૬મી નવેમ્બરના રોજ મૅસિડન્ટ નીક્સને મિલિટરી સિલેક્ટિવ સર્વિસના એક એવા કરારનામા પર મંજૂરી આપી હતી જે ધારા થકી લોટરીને આધારે મિલિટરીમાં કોણે જોડાવું તે નક્કી થતું. ૧૯૭૧માં મિલિટરી સિલેક્ટિવ સર્વિસ એક્ટ (સિલેક્ટિવ સર્વિસ એક્ટ ૧૯૪૮)માં સુધારો કરાયો અને મિલિટરીમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી. જેનો અર્થ હતો કે વિયેટનામમાં યુદ્ધક્ષેત્રે ફરજ બજાવવાનો વખતઃ કોઈનો પણ આવી શકે. ૧૯૭૦માં ઓહાયો ક્લિવલૅન્ડમાં ત્યારે જ તાજેતરમાં ભારતથી સ્થળાંતર કરીને આવેલા ડો. ધીરજ શાહને મિલિટરીમાં જોડાવવા માટે ડ્રાફ્ટ નોટિસ મળી. તેમને વન એ સ્ટેટસ આપવામાં આવ્યું હતું તેનો અર્થ હતો કે તેમને ગમે ત્યારે સૈન્યમાં હાજરી આપવાનો કોલ મળી શકે છે. તેમની પાસે આ આમંત્રણ સ્વીકારીને વિયેટનામમાં સૈન્યમાં સેવા આપવાનો વિકલ્પ હતો અથવા તો દેશ છોડી દેવો. ઘણા યુવકોએ ચિત્રભાનુજી – - ૧૧૯ - Page #139 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા છોડી દઈને કૅરૅડા ચાલ્યા જવાનું નક્કી કર્યું હતું, જેથી તેમને સૈન્યમાં ફરજિયાતપણે ન જવું પડે. જ્યારે ડૉક્ટર ધીરજ શાહને તેમના શહે૨ ક્લીવલૅન્ડમાં આર્મી રિક્રૂટિંગ સેન્ટરમાં જઈને રિપોર્ટ કરવાનો હુકમ મળ્યો ત્યારે તેમણે મિલિટરીના આ આદેશની સામે દલીલ કરવાનું, પોતાની રીતે લડત આપાવનું નક્કી કર્યું. ધીરજ શાહ જૈન હતા તથા ડૉક્ટર હતા. એટલે તે તો પોતાની જાતને એવી કોઈ સ્થિતિમાં કલ્પી ન શકતા કે તેઓ કોઈ પ્રાણીની પણ હત્યા કરે. એટલે આ સંજોગોમાં માણસની હત્યા કરવાનો તો કોઈ પ્રશ્ન જ ખડો નહોતો થતો. ડો. ધીરજ શાહ સિલેક્ટિવ સર્વિસના સ્થાનિક મુખ્ય કેન્દ્રમાં પોતે ગયા અને તેમનું સ્ટેટસ વન એથી વન ઓ કરવા માટે વિનંતી કરી. વન ઓ એટલે કે કૉન્શિયંસસ ઑબ્જેક્ટર સ્ટેટસ. એક એવું સ્ટેટસ જેમાં તેમને યુદ્ધ સંબંધિત કોઈ પણ ફરજ ન અપાય. તેમણે આ કામ માટે કોઈ વકીલ સાથે નહોતો રાખ્યો. તેમની સુનાવણીનું આયોજન કરાયું હતું. સુનાવણી સમયે ન્યાયાધીશે ધીરજ શાહને પૂછ્યું કે કયાં ધારાધોરણો હેઠળ તેમને વન ઓ સ્ટેટસ મળવું જોઈએ. ધીરજ શાહે દલીલ કરી કે હું જૈન છું, હું અહિંસામાં માનું છું. હું જિંદગી બચાવવામાં મદદ કરી શકું છું, પણ યુદ્ધમાં ભાગ નહીં લઉં. કોર્ટે પૂછ્યું કે જૈન શું છે? અમે તો તેના વિશે ક્યારેય નથી સાંભળ્યું. આ તબક્કે ડો. ધીરજ શાહે ગુરુદેવ ચિત્રભાનુજીનાં લખાણો કોર્ટમાં જમા કરાવ્યાં. સૈન્યના ન્યાયાધીશને આ વાતમાં રસ પડ્યો. તેમણે આ પુસ્તકો અને લખાણો વાંચવા માટે થોડા દિવસનો સમય લીધો. સદનસીબે એ પુસ્તકો અંગ્રેજીમાં હતાં અને જજ એક યોગ્ય અને સ્વીકારી શકાય તેવો નિર્ણય લઈ શક્યા. કોર્ટે ડૉ. ધીરજ શાહની દલીલ સમજી અને જાહેર કર્યું કે કોઈ પણ જૈનને હવેથી તેની ઇચ્છા વિરુદ્ધ સૈન્યમાં કોઈ પણ પ્રકારની ફરજ પર નહીં મૂકી શકાય. ૧૯૭૩માં યુ.એસ.માં ડ્રાફ્ટ સિસ્ટમનો અંત આવ્યો, પણ કોર્ટે જાહેર કરેલો આ ચુકાદો આજે પણ યુ.એસ.ની મિલિટરી રેકોર્ડનો હિસ્સો છે. આમ ભારતની બહાર પગ મૂકતાં પહેલાં જ ચિત્રભાનુજીનો સંદેશ યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં પહોંચી ગયો હતો અને ઘણાની જિંદગી પર ઘણી બધી રીતે પરિવર્તન પણ લાવી ચૂક્યો હતો. મૅનહૅટનમાં સ્થપાયેલ જૈન ઈન્ટરનેશનલ મૅડિટેશન સૅન્ટર એક બીજું સીમાચિહ્ન હતું. ચિત્રભાનુજીના ઘણા બધા વિદ્યાર્થીઓએ તેમનાં વક્તવ્યો અને શાકાહારી ભોજન સમારંભો પોતાનાં ઘરે યોજ્યાં હતાં. જેથી કરીને તેઓ ગુરુજી અને પ્રમોદાજીને પોતાના મિત્રો સાથે મેળવી શકે. હવે ગુરુજીના શિષ્યોને એક સંસ્થા ખડી કરવાની હતી જે જૈન મૂલ્યોની વાત કરે તથા પોતાના ગુરુ સાથે અન્ય લોકો પણ ભણી શકે તેવી સવલત યુગપુરુષ - ૧૨૦ - Page #140 -------------------------------------------------------------------------- ________________ આપે. તેમણે તેમાંના આ નવા પ્રોજેક્ટને ‘ન્યુ લાઈફ નાઉ'નું નામ આપ્યું. જોકે ૧૯૭૪ના ઉનાળાના દિવસો સુધી ગુરુદેવ જે સ્થળે પોતાની આકરી મહેનતની કમાણીથી ભાડું ભરતા હતા તે ગુરુજીના સતત વધી રહેલા શ્રોતાજનોને માટે પૂરતી ન હતી. તેઓ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અહીં વક્તવ્ય આપતા. નવી જગ્યાની શોધ કરાઈ. ૧૨૦ ઈસ્ટ ૮૬ સ્ટ્રીટમાં એક સ્થળ શોધાયું, જે પહેલાં એક નર્સરી સ્કૂલ હતી. જે હવે ધ્યાન કેન્દ્ર માટે એક આદર્શ સ્થળ સાબિત થયું. નવી જરૂરિયાત પ્રમાણે એ ઈમારતમાં બદલાવ કરવામાં આવ્યા. એક વર્ષમાં તો જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સૅન્ટરની કાર્યવાહી શરૂ થઈ ગઈ. જે.એમ.આઈ.સી. અથવા તો ‘ધી સૅન્ટર’. આ રીતે એ તમામ લોકો માટે અગત્યનું સ્થળ બની ગયું, જે આંતરિક શાંતિ અને કાયમી આનંદ ખોજી રહ્યા હતા. સમયાંતરે જે.એમ.આઈ.સી.માં વિવિધ પ્રવૃત્તિઓ પણ થવા માંડી અને જૈનો પણ આવતા થયા. સૅન્ટરના એક સભ્ય ભદ્રી લોઢાયાએ પંદર ઇંચની એક મહાવીર સ્વામીની આરસની પ્રતિમા જે.એમ.આઈ.સી.માં મૂકી. આમ ચિત્રભાનુજીએ અમેરિકામાં જૈન પ્રાર્થનાનું સૌથી પહેલું સ્થળ શરૂ કર્યું. તેમણે અનેક વાર પોતાના આ મિશનને વીરચંદ ગાંધીની કામગીરી સાથે સરખાવ્યું. તેઓ કહેતા કે વીરચંદે અમેરિકામાં જૈન ધર્મની પતાકા લહેરાવી હતી. પણ જે લોકો વીરચંદના પગલાને અનુસરવા માંગતા હતા તેમને માટે વીરચંદ કોઈ એક આશ્રમ કે સંસ્થા નહોતા સ્થાપી શક્યા. જે.એમ.આઈ.સી.ના દરવાજા ભારતથી આવનારા નવા જૈન સંશોધનકર્તાઓ અને વિદ્વાનો માટે પણ ખુલ્લા હતા. થોડા જ સમયમાં બીજા મહાન જૈન ધર્મગુરુ આચાર્ય શ્રી સુશીલ મુનિજી ચિત્રભાનુજીના સંગાથમાં જોડાવા ત્યાં આવી પહોંચ્યા. તે તો જાણે ઉત્તર અમૅરિકાના જૈનો માટે આશીર્વાદ સમાન જ હતા. ગુરુદેવે એક વાર કહ્યું કે અમેરિકા એક યૌવનયુક્ત ભૂમિ છે. જેમાં ખૂબ બધી યુવાન ઊર્જા છે. અમેરિકામાં કોઈ પણ વિચારો-શરતો કે કોઈ લાંબા ઇતિહાસનો બોજ નથી. આ ઊર્જાને કારણે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો છે. ઘણો બધો ફાળો મળ્યો છે. જેની હું ખૂબ પ્રશંસા કરું છું. પણ યોગ્ય દિશાનાં માર્ગદર્શનને અભાવે આ દેશ પોતાનો જ વિનાશ નોતરશે. જિંદગી પ્રત્યેના આદરભાવના પ્રકાશ વચ્ચે આભાસી ન હોય તેવું શિક્ષણ આ દેશ માટે આવશ્યક છે. અમેરિકા આવ્યા પછી ચિત્રભાનુજીએ ધર્મ અને ધ્યાન ઉપર જે પણ પુસ્તકો લખ્યાં તથા તેમનાં વક્તવ્યોની જે વિડિયો ટેપ અને સીડી બની તે ધીરે ધીરે ખૂબ જ પ્રચલિત થઈ ગઈ હતી. લોકોને ખબર પડી ગઈ હતી કે એક એવો માણસ છે જેની - ૧૨૧ - - ચિત્રભાનુજી Page #141 -------------------------------------------------------------------------- ________________ વાત તેમને પોતાની જિંદગી પૂરી રીતે બદલી નાખવા માટે પ્રેરણા આપી શકે છે તથા તેમના અસ્તિત્વનો નવો અર્થ શોધવામાં તેમને મદદ કરી શકે છે. ગુરુજીએ એક વાર કહ્યું કે “મારે દરેક જીવને પ્રેરણા આપવી છે, જેથી તે પોતાના સ્વભાવને સમજી શકે. પોતાનાં મૂળમાં આવી શકે તથા જિંદગીના આદરભાવના શિક્ષણને પણ મેળવી શકે.” ખરેખર તો આ પ્રેરણા આજે પણ ચિત્રભાનુજીની અમેરિકાની જિંદગીના હૈયે રહેલી છે. યુગપુરુષ - ૧ ૨ ૨ - Page #142 -------------------------------------------------------------------------- ________________ અવરોધો અને માર્ગ ક્રોધની આગને ઓલવવા સમભાવની શાતા શોધવી. મગરૂરીના પથ્થરોને તોડવા, વિનમ્રતાની મદદ લેવી. આભાસોનાં છેતરામણાં અંધારાંને વિખેરવા નિષ્ઠાવાન બની જવું અને સ૨ળતાનું અજવાળું વાપરવું. લાલચની ખાડીને પાર ઉતરવા સંતુષ્ટિનો અભ્યાસ કરવો. પ્રકરણ ૧૩: ધ્યાન માટે નિમંત્રણ – ચિત્રભાનુજી ચિ ત્રભાનુજીએ સાધુ જીવન ત્યજી દઈને ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું તથા હવે તે વૈશ્વિક નાગરિક બની ચૂક્યા હતા, છતાં પણ તેઓ સમયની માંગ પ્રમાણેની દુન્યવી કે ભૌતિક પ્રકારની ચિંતાઓથી ક્યારેય નિરાશ ન થતા કે અકળાઈ ન જતા. તેમને હંમેશાં એ બાબતની જાણ રહેતી કે તેમની ઘણી મોટી જવાબદારીઓ હતી. તેમનાં દૃષ્ટિકોણ મુજબ જે.એમ.એમ.આઈ.સી. તેમનો પાયો હતો. અને આખી દુનિયા જાણે તેમની જવાબદારી હતી. સાધુ જીવન ત્યજી દીધા પછી પણ આત્મખોજનો તથા પોતાને ઓળખવાની શોધનો તેમનો સંદેશ, જેની તેમણે આગામી ૩૦ વર્ષો સુધી વાત કરી હતી તે વધુ ને વધુ મજબૂત બની રહ્યો હતો. તેમને લાગતું હતું કે હવે તે દુનિયા સાથે આ સંદેશ વહેંચવા માટે તૈયાર છે. તેમનાં પ્રવચનો, તેમનાં લખાણો અને તેમના મૌનના તબક્કાઓ દરમિયાન તેમના અંગત માર્ગદર્શન થકી તેમણે નિર્ણય લીધો હતો કે તેઓ તેમના વિદ્યાર્થીઓને ઉજાગર કરશે. પછી ભલે તેઓ પોતાની આધ્યાત્મિક જિંદગીના કોઈ પણ તબક્કામાં હોય, તેઓ પોતાના વિદ્યાર્થીઓને તેમની આગવી દૈવી ઊર્જા શોધવામાં મદદ કરશે. તેમનું આ માર્ગદર્શન તેમના પોતાના જ અનુભવોની અભિવ્યક્તિ બનવાનું હતું. આધ્યાત્મિક અભ્યાસની ઊંડાઈઓમાંથી કાઢેલાં આ રત્નો હતાં. તેમાં તેમનાં ચિત્રભાનુજી - ૧૨૩ - Page #143 -------------------------------------------------------------------------- ________________ પહેલાંનાં સાધુ જીવનના તમામ અનુભવોનો નિચોડ હશે. તેમના આંતરસૂઝવાળાં લખાણો તથા તેમની હાલની મનની મોકળાશ, નવી મુસાફરીઓ તથા દષ્ટિકોણ પણ તેમની આ આધ્યાત્મિક સમજમાં આવરી લેવાવાની હતી. ગુરુજી એ દઢતાપૂર્વક માનતા હતા કે જીવન પ્રત્યેનો સાંપ્રદાયિક અભિગમ પાર કરી શકાય છે. તે માનતા હતા કે પૂર્વ અને પશ્ચિમ બંને એક થઈ શકે છે અને માણસ આધ્યાત્મિક ઉજાગરતાના ઉચ્ચ સ્તરે રહીને પણ હાલમાં અહીં રોજિંદી જિંદગી પણ જીવી શકે છે. જૈન મૅડિટેશન ઈન્ટરનૅશનલ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જૈન મૅડિટેશન ઈન્ટરનૅશનલ ઍન્ટરના ઉદઘાટન પ્રસંગે ન્યુ યૉર્કમાં ચિત્રભાનુજીએ જૈન શબ્દની વ્યુત્પતી અંગે ચર્ચા કરી. જૈન શબ્દ સાચા અર્થમાં તો કોઈ પણ ધર્મ કે માન્યતાનું પ્રતીક નથી. તે એક જીવન જીવવાની ફિલૉસોફી છે. મૂળ તે શબ્દ ક્રિયાપદ જી” જેનો અર્થ છે વિજય મેળવવો તેમાંથી ઉત્પન્ન થયો છે. જીના શબ્દનો અર્થ થાય છે વિજય મેળવનાર, પરંતુ આ કોઈ બાહ્ય વિજયની વાત નથી. જૈન એક એવી વ્યક્તિ છે જે હંમેશ માટે પોતાના આંતરિક શત્રુઓને જીતવાનો અઘરો પથ પકડે છે અને તેની પર જ ચાલે છે. જૈનને બહારની દુનિયામાં કોઈ પણ શત્રુઓ નથી દેખાતા. તે યુગપુરુષ ૧ ૨૪ - Page #144 -------------------------------------------------------------------------- ________________ તેની અંદર દેખા દેતા શત્રુઓને જ પારખે છે. હકીકતમાં આપણે બહાર જે જોઈએ છીએ તે આપણી આંતરિક દુનિયાનું જ પ્રતિબિંબ હોય છે. આ માટે આપણે પહેલાં આપણી જાતને અને આપણા દૃષ્ટિકોણને સાફ કરવાની જરૂર હોય છે. જૈન સિદ્ધાંતોનો અભ્યાસ એ અનુભવ છે, પણ તે તેના સારાંશનો અનુભવ છે, તેના હોવાનો કે તેના માળખાનો નહીં. તે કોઈ રીતરિવાજ નહીં પણ આચરણ છે. આપણા અંદરના શત્રુઓ એ છે જે આપણને દુઃખી બનાવે છે, જે બેચેન બનાવે છે. બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં પણ માણસો દુઃખી અને અસંતોષી રહે છે. માણસની અંદર રહેલો આ ખાલીપો એટલા માટે હોય છે કારણ કે સમૃદ્ધ, આંતરિક જીવન પ્રત્યેની જાગૃતિ હજી આવી નથી હોતી. આ જાગૃતિની ખામીને કારણે જ આ ખાલીપો વર્તાય છે. કારણ અને અસરના બાહ્ય વિશ્વમાં રચ્યોપચ્યો માણસ હંમેશાં દુઃખી જ રહે છે. એક ઇચ્છા પૂરી થાય ન થાય ત્યાં તો સપાટી પર બીજી ઇચ્છા આવવા માંડે છે. આપણી અપેક્ષાઓ આપણને ક્યાંય પહોંચાડતી નથી. આપણે આ સમજવું રહ્યું અને જેના કારણે આપણે અલગ અલગ દિશાઓમાં ખેંચાઈ જઈએ છીએ તેને જાણીને તેનાથી પર થવું રહ્યું. આપણે પડછાયા પાછળ દોટ મૂકવા નથી આવ્યા પણ વાસ્તવિકતા જોવા માટે આવ્યા છીએ. એક વાર તમે તે જોઈ લેશો પછી તમે તેની સાથે એક થઈ જશો. પછી તમે કોઈથી ભાગતા નથી, કોઈની પાછળ નથી પડતા કે કોઈનો વાંક નથી જોતા. તમે તમારી જાતને માણો છો. જે વસ્તુ અંગે તમને સવાલ છે તેની પ્રકૃતિને જુઓ છો. તમને તમારા જીવનની દિશા ખબર હોય છે. જૈન ફિલસુફી બે વિરોધી અને અંતિમવાદી લાગણીઓ, ગમો અને અણગમાને જીતવાની દિશામાં જ કાર્ય કરે છે. એ હકીકત છે કે માણસ જે આ બંને છેડાની વચ્ચે ખેંચાઈને જીવ્યા કરે છે તેને ક્યારેય શાંતિ નહીં મળે. આધ્યાત્મિક સ્તરે સંવેદનાત્મક સમજણ અને મનની સ્પષ્ટતાનો અર્થ એ છે કે આ બે વિરોધી બળોને સમજી લઈ તેમની નોંધ લઈને તેમને એ રીતે કાબૂમાં લેવાં કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સંતુલન જાળવી શકે. આકર્ષણ અને અણગમા વચ્ચે લોલકની જેમ ઝૂલતો માણસ ક્યારેય કોઈ પણ સ્થિતિમાં ખુશ નથી રહી શકતો. આવી પરિસ્થિતિને સ્વતંત્રતા ન કહી શકાય. માણસજાતનો હેતુ છે સમજણ કેળવવી અને આંતરિક ક્ષમતાનો વિકાસ કરવો. માણસ જાતના ઇતિહાસના આ તબક્કે હવે એ સમય આવી ગયો છે જ્યારે માણસ પોતે કાર્ય કરે, પ્રતિક્રિયા ન આપે. કારણ અને અસરના ગાળિયામાં સતત ફસાઈ રહીએ તો તેનો અર્થ આપણે એક ક્યારેય ન અટકનારા ચક્રવ્યુહમાં છીએ તેમ થાય - ૧૨૫ - ચિત્રભાનુજી Page #145 -------------------------------------------------------------------------- ________________ આને બદલે જો આપણે આપણી જાતને કોઈ એક ચોક્કસ ધર્મ, માન્યતા કે આદર્શોનાં બંધનોમાંથી મુક્ત કરવાનો નિર્ણય લઈએ અને માત્ર ને માત્ર જાત ઉપર વિજય મેળવવા ઉપર જ ધ્યાન આપીએ તો આપણને ખૂબ આનંદ આપનારી સ્વતંત્રતાનો, પરિશુદ્ધિનો અનુભવ થશે. ત્યાં પહોંચવા માટે આપણને ધ્યાન જ માર્ગ બતાવી શકશે. આપણી અંદરના શત્રુઓને જીતવા માટે આપણે જો ધ્યાન વિના પ્રયત્ન કરીશું તો તે પ્રયત્ન નિષ્ફળ જશે. કારણ કે પ્રાર્થના તો ઘણી વાર શબ્દોનાં રટણમાં સીમિત થઈ જાય છે. પણ જ્યાં ધ્યાન હોય છે ત્યાં ક્યાંય પણ જાતની સાથે કોઈ પણ પ્રકારનું છળ કે કોઈ જ ખોટા વિચારોને સ્થાન નથી હોતું. ધ્યાનનું મુખ્ય કામ છે જાત સાથે પૂર્વવત સંતુલન કેળવવું. આ માટે જ આપણે આપણી વૈશ્વિક જાતથી છૂટા પડી શકીએ છીએ. અને સમયાંતરે વૈશ્વિક આધ્યાત્મિકતા જે આપણાં બધામાં વહે છે તેની સાથે તાલ મેળવી શકીએ છીએ. ધ્યાન આપણને એક સાપેક્ષતા કેળવવામાં પણ મદદ કરે છે. અને આપણી પોતાની આધ્યાત્મિક પ્રગતિ અંગે પણ દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. પોતાનાં જ ચિત્રને જોઈ રહેલા કલાકારની માફક આપણે આપણી જાતને ચકાસવા અને આપણી જાતની પ્રશસ્તિ કરવા માટે સહેજ પાછા જઈને ઊભા રહેવું પડે. જો એમ ન કરીએ તો આપણે પીંછીઓ અને રંગોમાં ખોવાઈ જઈએ પણ આખા કેન્વાસને એટલે કે આપણી જિંદગીને જોવાનું ચૂકી જઈએ છીએ. ચિત્રકારની જેમ આપણે પણ આપણાં જીવનના ચિત્રને એક દીર્ધદષ્ટિથી જોવું રહ્યું. ધ્યાન આપણને સંપૂર્ણ ચિત્ર જોવાની ક્ષમતા આપે છે. આપણાં જીવનનું ચિત્ર વર્તમાન તથા આધ્યાત્મિક ધ્યાન આપણને એ મોકો આપે છે કે આપણે દિવસ દરમિયાન શું કર્યું છે. સર્જનાત્મક બનવા માટે, સંતુલન મેળવવા માટે અથવા તો રોજિંદી જિંદગીની તાણને દૂર કરવા માટે આપણે શું છીએ અને આપણે શું કર્યું છે તે આપણે જોવું જ રહ્યું. રોજ બે વાર આપણે આપણી વિચારોની પ્રક્રિયા અને આપણાં કાર્યોનું અવલોકન કરવું જોઈએ. સવારે ઊઠતી વેળા અને દિવસનો અંત થાય ત્યારે ઊંઘતાં પહેલાં આ કરવું રહ્યું. આપણે જ્યારે આપણી જાતને તાલીમ આપીએ અથવા તો ધ્યાન ધરવા આપણે સ્વને દૂરથી નિહાળી શકીએ એટલા અંતરથી કે તેમાં આખા દિવસના વિચારોના કોલાહલ ન હોય, ત્યારે આપણે કદાચ લાગણીઓના અને વિચારોના ઉતાર-ચઢાવનો પણ અનુભવ કરીએ. આ સ્થિતિને આપણે પડકારવી જોઈએ. જોકે તેની પ્રક્રિયા સરળ નથી, આરામદાયક નથી. દૃઢતાપૂર્વક આપણે આ કોલાહલને સંબોધવો જોઈએ. તેમને તમારે આવું કહેવું જોઈએ કે, આટલા બધા કામના કલાકો દરમિયાન તમે મારી સાથે હતા હવે તમે મને મારી જાત સાથે રહેવાનો સમય આપો. કામના વિચારો દિવસ દરમિયાન આપણી અગત્યની જરૂરિયાત હોય છે, પરંતુ ધ્યાન દરમિયાન આપણે વિચારોને આરામ આપવો રહ્યો. વિચારો જે પણ ચોખવટ યુગપુરુષ - ૧૨૬ - Page #146 -------------------------------------------------------------------------- ________________ કે કારણ આપે તેનાથી દૂર રહીને આપણે આપણી જાતને એક જ મૂળભૂત પ્રશ્ન પૂછવો રહ્યો કે એવાં ક્યાં કાર્યો કર્યા જે આપણને સુખ અને શાંતિ આપે? ઘણી વાર આપણે માનસિક ઇચ્છાઓ, લાલચ, આકર્ષણો અને અણગમાથી અંધ થઈ જઈએ છીએ. ધ્યાનમાં આ પડદો ઊઠી જાય છે અને એકદમ નાજુક તાજી લાગણીઓ અને વિચારો પેદા થાય છે, જે વાસ્તવિક મન ચૂકી જાય છે. આ બિલકુલ તાજી લાગણીઓ આંતરિક સ્થિરતા મેળવી ચૂકેલી વ્યક્તિ માટે જાણે પ્રવાહી બની જાય છે. જ્યારે આપણી લાગણીઓ આપણા દષ્ટિકોણ પર પરત નથી જમાવતી, જ્યારે આપણા ગમા અને અણગમા વિવિધ તરંગો પેદા નથી કરતાં ત્યારે આપણને ધ્યાન અનંતની પૂર્ણ ઝલક મેળવવા મદદ કરે છે. માત્ર માનવ જીવન જ આ ઝલક મેળવવા માટે સક્ષમ છે. માત્ર માણસ જાત જ પૂછી શકે છે કે હું કોણ છું. બીજા બધા જ પ્રકારના જીવો ઇચ્છાઓને આધીન જીવન જીવે છે. ઘણી વાર અનંતની આ ઝલક કોઈ જાહેરાત વગર કોઈ ચમત્કૃતિની જેમ આપણી સામે આવે છે. પણ આપણે આવી વાસ્તવિકતા પરની ક્ષણોને ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે આપણી જાતને અપૂર્ણ ઇચ્છાઓના ગુલામ બનાવી દઈએ છીએ. જે આપણા દૃષ્ટિકોણ ઉપર કોઈ વાદળની માફક છવાઈ જતી હોય છે. પરંતુ જો આપણે આવી એકાદ ક્ષણિક ઝાંખીને પકડી રાખીએ તો એમ બને કે ભૌતિક દુનિયા અને આપણા પોતાનાં શરીર પ્રત્યેની આપણી જાગૃતિ આપમેળે જ નાબૂદ થવા માંડે. આપણી ઇન્દ્રિયોની અનિવાર્યતાઓ દૂર થવા માંડે. અને આપણને સમજાય એવો ખ્યાલ આવે કે આપણી આ દુન્યવી જાત સિવાય પણ આપણામાં ઘણું બધું છે. ' મેડિટેશન એ જાદુઈ પાસવર્ડ છે જે અનંતતાના દરવાજા ખોલી શકે છે. આ મૂલ્યવાન અનુભવોમાં બધા જ ભય જાણે રાખમાં ફેરવાઈ જાય છે. આ સ્થિતિમાં મૃત્યુનો ભય કોઈ માનસિક આભાસ જ લાગવા માંડે છે. જ્યારે આપણે બધા ડરથી દૂર થઈ જઈએ ત્યારે આપણને પરમાનંદની અનુભૂતિ થાય છે. પરમાનંદ જેમાં આપણે દૈવી તરંગો જે હાલમાં બ્રહ્માંડમાં છે તેની સાથે ઐક્ય અનુભવીએ છીએ. આપણે જ્યારે ધ્યાન ધરીને વિજય મેળવીએ ત્યારે આપણે બધાં જ બંધનો તોડી દઈને અનંતમાં આગળ વધીએ છીએ. પરમાનંદનો ખરો આનંદ એ નીડરતા છે. તમે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બની જાઓ છો. સ્વ અને તુજનાં બધાં જ બંધનો, બધી મર્યાદાઓ તૂટી જાય છે. તમે કેન્દ્રમાં છો અને તમે જ સ્વનું સુકાન પણ છો. તમે હવે કોઈ ધાર પર નથી, તમે હાંસિયામાં નથી, તમે એ ચકડોળ ને મૂકી દો છો. પરમાનંદની આ સ્થિતિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના પ્રયત્નો અંગે કોઈ પણ શંકા ન રાખવી જોઈએ. પોતાના અભિગમ અંગે તેને કોઈ પણ પ્રશ્ન ન હોવો - ૧ ૨૭ - ચિત્રભાનુજી Page #147 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. પૂરી એકાગ્રતા સાથે આપણે આપણી જાતને કહેવું રહ્યું કે આપણે કેન્દ્રમાં પહોંચીશું જ. આપણે ચાર પગલાં અનુસરીને આ કરી શકીએ છીએ. એક આપણી નિમ્ન જાતને જીતવી, ધ્યાન દરમિયાન આપણી ઉચ્ચ જાતની ઝલક મેળવવી, વૈશ્વિક બનવું અને દરેક જીવો માટે આદર કેળવવો. આ લાગણીઓ આપણી જિંદગી દરમિયાન પ્રતિબિંબિત થવી જોઈએ. આપણી અણિશુદ્ધ ભાવનાઓ અન્યની જિંદગીઓને સ્પર્શવી જોઈએ અને તેની પાછળ તેમને બદલી નાખવાનો નહીં પણ તેમની સાથે કંઈક સારું વહેંચવાનો આશય હોવો જોઈએ. સૌથી પહેલાં આપણને આપણો પોતાનો અનુભવ પરમાનંદ થવો જોઈએ અને પછી જ તે આનંદ આપમેળે અન્યોને આકર્ષશે. ત્યાં સુધી આપણે આપણા અંદરના શત્રુઓને જોતા રહેવા જોઈએ અને આકર્ષણ અને અણગમાના અંતિમ સ્તંભના કેન્દ્રમાં આવવું જોઈએ. જેમ આપણે વિકાસ કરીશું તેમ આપણો પરમાનંદ બહારની તરફ પ્રકાશમય થશે. ચિત્રભાનુજીએ તેમના વિદ્યાર્થીઓને કહ્યું કે આ સેન્ટરને તમારું પોતાનું જ ગણજો. તેને તમારી જાત માટેનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેજો . તેના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે. હું તમારી સાથે કામ કરીશ, પ્રાર્થના કરીશ અને તમારી સાથે ધ્યાન પણ ધરીશ. યુગપુરુષ યુગપુરુષ - ૧૨૮ - - ૧ ૨૮ - Page #148 -------------------------------------------------------------------------- ________________ ભીતરની તપાસ તમે બહાર કોની ભાળ મેળવશો? ભીતર પગલું ભરો. અંતરમનને જુઓ. તમે જેને પાપી ભૂતાવળ કહીને વખોડો છો તે તમારા જ ચૈતન્યનો હિસ્સો બનીને તમારી ભીતર બેઠી છે. તમે જેને પરોપકારી આત્મા તરીકે પૂજો છો તે પણ તમારી અંદર જ છે, બસ ક્યારેક તે નિદ્રાધીન હોય છે. પ્રેમ અને સારપની ઊર્જાઓને તેમની સુષુપ્તાવસ્થામાંથી ઉજાગર કરો. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૪: એક અને એક અગિયાર પણ થઈ શકે યૉર્કમાં ચિત્રભાનુજીની પ્રવૃત્તિની વાત અને પ્રભાવ દૂર દિલ્હી સુધી પથરાઈ રહ્યાં હતાં. પંજાબથી મુનિ શ્રી સુશીલ કુમારજીએ ચિત્રભાનુજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને અમૅરિકામાં તેમની કામગીરીનાં વખાણ કર્યા. તેઓ એ હકીકતથી ખૂબ આશ્ચર્ય પામ્યા હતા કે પશ્ચિમના લોકોને મહાવીરના અહિંસાના સંદેશમાં આટલો બધો રસ હતો, તથા અમૅરિકામાં વસતા જૈનો પણ આધ્યાત્મિકતા માટે આટલા તરસ્યા હતા. મુનિ શ્રી સુશીલ કુમારજી એક જૈન સાધુ હતા. જેમના ઉત્તર ભારતમાં ખૂબ અનુયાયીઓ હતા. તેઓ એક પ્રભાવી જૈન મુનિ હતા, જેમણે ૧૫ વર્ષની ઉંમરે સ્થાનકવાસી પરંપરાથી દીક્ષા લીધી હતી. તેઓ વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજિયન્સના સ્થાપક હતા, જેની સ્થાપના ૧૯૫૦માં થઈ હતી. આ એક એવી સંસ્થા હતી જે વિશ્વ શાંતિના સંદેશને પ્રોત્સાહન આપતી, તેનો પ્રચાર-પ્રસાર કરતી અને આ માટે તે અગ્રણી નૈતિક અને આધ્યાત્મિક નેતાઓની સાથે ગઠબંધન કરતી. મુનિ શ્રી સુશીલ કુમારજી વર્લ્ડ કૉન્ફરન્સ ફોર રિલિજિયન્સ ફોર પીસના પણ માનદ પ્રમુખ હતા. ૧૯૭૦થી તેમણે દર વર્ષે ત્રિ-દિવસીય કાર્યક્રમ વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજિયન્સનું - ૧૨૯ - ચિત્રભાનુજી Page #149 -------------------------------------------------------------------------- ________________ આયોજન કરવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિશ્વના ખૂબ સન્માનનીય ધાર્મિક વડા, શાંતિવાદીઓ, વિદ્વાનો અને ફિલસૂફ આખા વિશ્વમાંથી હાજરી આપવા આવતા. તેમની સાથે ભારતના પણ અગ્રણીઓ તેમાં દર વર્ષે હાજર રહેતા. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સહિત સંપૂર્ણ સહકાર આચાર્ય શ્રી સુશીલ કુમારજી આપતા. ૧૯૭૪નું સાલ મહાવીર સ્વામીનું ૨૫૦૦મું નિવણ વર્ષ હતું. આખાય ભારતમાં આ પ્રસંગે અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો થવાના હતા. મુનિ સુશીલ કુમારજી ઇચ્છતા હતા કે તેઓ આ વર્ષે દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં પાંચમી વર્લ્ડ રિલિજિયન્સ કૉન્ફરન્સ યોજીને મહાવીર જયંતીની ઉજવણી કરે. આ પ્રસંગે વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ પણ પરિષદમાં પોતે વક્તવ્ય આપવા સંમતિ આપી હતી. મુનિ સુશીલા કુમારજીએ ચિત્રભાનુજીને પરિષદના વાઈસ પ્રેસિડન્ટ તરીકે નીમ્યા તથા તેમને ત્યાં હાજર રહીને પરિષદને સંબોધવા પણ કહ્યું. ચિત્રભાનુજીએ આ આમંત્રણ સ્વીકારી લીધું તથા તેમના ઘણા બધા અમેરિકન શિષ્યોની સાથે પરિષદમાં હાજરી આપી. તેમના આ અમૅરિકન શિષ્યો ભારતના ૧૯ દિવસના પ્રવાસ પર હતા. તેમનો આ પ્રવાસ એક તીર્થયાત્રા સમાન હતો. જેમાં તેઓ ગુજરાત તથા રાજસ્થાનનાં વિવિધ દેરાસરોની મુલાકાતે જવાનાં હતાં. ત્યાર બાદ અજંતા ઈલોરાની ગુફા, પાલીતાણા, માઉન્ટ આબુ, રાણકપુર અને આગ્રા પણ જવાના હતા. ચિત્રભાનુજીના અમેરિકન શિષ્યોએ જ્યારે મંચ પર જઈને નવકાર મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કર્યું ત્યારે તે જોઈને પરિષદમાં આવેલા ઘણા બધા મહેમાનો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સુશીલ કુમારજી પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ચિત્રભાનુજીને પૂછ્યું કે તેઓ અમેરિકા આવીને મહાવીરનો સંદેશો વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેમની મદદ કરવા આવી શકે ખરા? તેમણે ચિત્રભાનુજીને સૂચન કર્યું કે જો તેઓ બંને સાથે કામ કરશે તો હાલમાં ચિત્રભાનુજી જેટલું કામ કરી રહ્યા છે તેના કરતાં બમણું કામ કરી શકશે. આ સૂચનથી ચિત્રભાનુજીને ખૂબ આનંદ થયો. તેમણે પોતાનો હકારાત્મક અને આશાવાદી અભિગમ જાળવતાં આ આખા વિચારને આવકારી લીધો. તેમણે કહ્યું કે તમે અને હું મળીને એક અને એક બે નહીં પણ એક અને એક અગિયાર થઈશું. તેમણે આચાર્ય સુશીલ કુમારજીના આ સૂચનને ખૂબ જ ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો. ચિત્રભાનુજીએ મુનિ સુશીલ કુમારજી જ્યારે પણ અમેરિકા આવે ત્યારે તેમને પૂરી મદદ કરવાની ખાતરી આપી તથા જૈન ધર્મ માટે અમેરિકામાં તેઓ સાથે કામ કરશે તેનું પણ વચન આપ્યું. ગુરુદેવ તથા અન્ય જૈન કેન્દ્રો તરફથી મળેલા સ્પોન્સર લેટરને પગલે મુનિ સુશીલ કુમારજી ૧૯૭૫ની સાલમાં અમેરિકા પહોંચ્યા. ન્યુ યૉર્ક યુગપુરુષ - ૧૩૦ - Page #150 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યા. પછી ચિત્રભાનુજીએ તેમની અન્ય ધર્મ ગુરુઓ સાથે ઓળખાણ કરાવી તથા બંને ગુરુઓએ પોતાની જાતને જૈન ધર્મની એકતાને માટે સમર્પિત કરી દીધી. ન્યુ યૉર્કમાં મુનિશ્રી સુશીલકુમારજી, યોગી ભજન, સ્વામી ચિદાનંદજી સાથે તેઓ બંનેએ સાથે મળીને અદ્ભુત કામગીરી પાર પાડી. ૧૯૯૧ની સાલમાં આ બંને આધ્યાત્મિક ગુરુઓ તથા અન્ય જૈન અગ્રણીઓનો જૈન સૈન્ટર ઑફ સધર્ન કૅલિફોર્નિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. તેમની આગળ એક પ્રસ્તાવ મુકાયો જેમાં યુ.એસ. અને કૅનૈડાના જૈનોને એક કરવાની વાત હતી. થોડા મહિનાઓની ચર્ચાઓ પછી ચિત્રભાનુજી અને મુનિ સુશીલ કુમારજીના સક્ષમ માર્ગદર્શન હેઠળ એક બિનસાંપ્રદાયિક “જૈના” સંસ્થાની રચના થઈ. જેના અંતર્ગત બીજાં બધાં જ જૈન કેન્દ્રો અને જૈન સંસ્થાનોની પરિકલ્પના કરાઈ. જેમ કે ચિત્રભાનુજીનું જે.એમ.આઈ.સી. હતું, તેમ જૈન સેન્ટર ઓફ સધન કૈલીફોર્નીઆના અગ્રણીઓએ ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન્સની રચના કરવાના એક મોટા વિચારની ચર્ચા કરી. સ્થાનિક કેન્દ્રો જે-તે સ્થળે વ્યક્તિગત રીતે કામ પાર પાડશે એ પણ તેમને અન્ય મોટા મુદ્દાઓ જેમ કે વિવિધ સ્થળોએ પાઠશાળાઓ ખડી કરવી અથવા તો જૈન ધર્મનો એક સમાન સંદેશો લોકો સુધી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય - ૧૩૧ - ચિત્રભાનુજી Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્તરે પહોંચાડવો જેવા નિર્ણયોમાં ફેડરેશનનું માર્ગદર્શન મળે. બંને આધ્યાત્મિક ગુરુઓના આશીર્વાદ અને અન્ય જૈન ગુરુઓના સલાહ સૂચન મુજબ જે.સી.એસ. સી.એ ત્રણ દિવસનું રાષ્ટ્રીય કન્વેન્શન યોજયું. આ કન્વેન્શન મે, ૧૯૮૧માં લૉસ ઍન્જલિસ ખાતે યોજાયું હતું. તેમાં ભાગ લેવા માટે ચિત્રભાનુજી અને સુશીલ કુમારજી ઉપરાંત યુ.એસ. અને કેનૈડાના વિવિધ ૧૫ જૈન કેન્દ્રના અગ્રણીઓને આમંત્રણ અપાયું. વિદ્વાનોમાં યુ.સી. બર્કલીના પ્રોફેસર પદ્મનાભ જૈની તથા યુનિવર્સિટી ઑફ હવાઈના પ્રોફેસર જગદીશ પ્રસાદ શર્મા તથા બીજા ઘણા જૈન સેન્ટરના રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કન્વેન્શન ટી.આર.ડબ્લ્યુ.ના વિશાળ અને આધુનિક હૉલમાં યોજવામાં આવ્યું હતું. જેનો કોઈ પણ ખર્ચ લેવામાં નહોતો આવ્યો. કન્વેન્શનમાં બંને આધ્યાત્મિક ગુરુઓ, શિક્ષણવિદ તથા જૈન સમુદાયના અગ્રણીઓએ વાત કરી જેને પગલે ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન્સ ઈન નોર્થ અમેરિકા એટલે કે “જૈન”ની રચનાને સંમતિ મળી. આ કન્વેન્શનમાં થયેલાં હકારાત્મક પરિવર્તનોની અસર વર્ષો સુધી અમેરિકા અને કૅનૈડાના જૈનોની એકજૂટતામાં, સંગઠનમાં વર્તાતી રહી. બે વર્ષ પછી આવું એક બીજું સંમેલન ન્યુ યૉર્કમાં જૈન સેન્ટર ઑફ અમેરિકા દ્વારા જૈનાના બંધારણને માન્યતા આપવા માટે યોજાયું. તે સમયે અમૅરિકામાં જે પણ જૈન સંસ્થાનો હતાં તેના અગ્રણીઓ માટે આ આખોય કાર્યક્રમ ખૂબ અર્થસભર બની રહ્યો. મોડી રાત સુધી ચર્ચાઓ થતી તથા ચિત્રભાનુજી તથા મુનિ સુશીલ કુમારજી સાથેની વાતચીતો બાદ આખરે વૈશ્વિક સંમતિને આધારે જૈનાનું બંધારણ તૈયાર થયું. બંને બાહોશ, કાબેલ અને નિઃસ્વાર્થ ગુરુઓની પ્રેરણા અને નેતૃત્વને કારણે જ જૈનોનું આ બંધારણ થઈ શક્યું હતું. ૧૯૮૩ના વર્ષમાં જ સુશીલ કુમારજીએ ન્યુ જર્સીના પોકોનોસમાં ૧૨૦ એકરનો આશ્રમ સિદ્ધાચલમ શરૂ કર્યો. આ પ્રસંગે ફરી એક વાર સુશીલ કુમારજીએ પોતાની સાહજિક લવચીકતા ધરાવતા સ્વભાવની મોકળાશનો પરિચય આપ્યો. તેઓ પોતે સ્થાનકવાસી મુનિ હોવાથી મંદિરો બાંધવામાં નહોતા માનતા છતાં પણ તેમણે સિદ્ધાચલમમાં ઉત્તર અમૅરિકાના બધા જ જૈનોને ધ્યાનમાં રાખીને ભવ્ય દેરાસર બંધાવ્યું. તેઓ ઇચ્છતા હતા કે અમેરિકાનું આ સિદ્ધાચલમ જૈન તીર્થસ્થાન બની રહે. સુશીલ કુમારજીનાં સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આખોય જૈન સમુદાય એક થઈને આગળ આવ્યો. અને આજે સિદ્ધાચલમ માત્ર ઉત્તર અમૅરિકામાં જ નહીં પણ આખા વિશ્વમાંથી અમૅરિકા જનારા જૈનો માટે એક તીર્થસ્થાન બની ચૂક્યું છે. ચિત્રભાનુજી અને સુશીલ કુમારજી અમૅરિકાના જૈન સમુદાયના ઘણાય અનુયાયીઓ માટે બે સૌથી આદરણીય ગુરુ તરીકે ઓળખાવા માંડ્યા. આ બંને ગુરુઓએ સાથે ખૂબ યુગપુરુષ - ૧૩૨ - Page #152 -------------------------------------------------------------------------- ________________ કામ કર્યું. તેઓ હંમેશાં કાર્યક્રમોમાં સાથે જતા. મહત્ત્વનાં જૈન કેન્દ્રોનાં ઉદ્દઘાટનો કે વાર્ષિક ઉત્સવોમાં પણ સાથે હાજરી આપતા. તેમણે આ પ્રકારે અમૅરિકા અને કેનેડામાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી. સિદ્ધાચલમમાં જૈન એકતા વિશે ગોષ્ઠિ આ ગુરુઓના દીર્ધદષ્ટિપૂર્ણ નેતૃત્વને કારણે જ “જૈના'ની સ્થાપના જ નહીં પણ વિકાસ પણ ખૂબ થયો. ૨૦૧૯ સુધીમાં જૈનાના ૭૦ કેન્દ્રો બની ચૂક્યાં હતાં. જે એક લાખ વીસ હજાર જેટલા જૈનોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. અને તેમના થકી યુ.એસ. અને કૅનૈડામાં ૫૦ કરતાં વધુ દેરાસરો બંધાઈ ચૂક્યાં હતાં. બે ગુરુઓના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ જૈન દેરાસરો ખરેખર અમૅરિકા માટે એક અનોખી ઘટના બની રહ્યાં હતાં. કારણ કે આ તમામ દેરાસરોમાં શ્વેતાબંર, દિગમ્બર અને સ્થાનકવાસી બધા જ પંથના જૈનો એક જ છત હેઠળ ભેગા થતા. જ્યારે ભારતમાં આવું થવું લગભગ અશક્ય હતું, કારણ કે સંપ્રદાયોમાં ભેદભાવ અને કડવાશ રહેતાં. જૈન એકતાનું આ સ્વરૂપ તો હજી આજે પણ ભારતમાં ખડું નથી થયું. જૈનોની આ એકતાનો પૂરેપૂરો શ્રેય આ બે ગુરુઓના દૃષ્ટિકોણને જ જાય છે. આ બે ગુરુઓની સહદષ્ટિ ભારતના અને અન્ય દેશોના જૈનો માટે એક ઝળહળતું ઉદાહરણ છે. કામ પ્રત્યેની તેમની કટિબદ્ધતા જ તેમને માટે અગત્યની રહી, પછી - ૧૩૩ – ચિત્રભાનુજી Page #153 -------------------------------------------------------------------------- ________________ ભલે ને તે બંનેની પૃષ્ઠભૂમિ જુદી હોય. આ બંને ગુરુઓમાંથી એક શ્વેતાબંર અને એક સ્થાનકવાસી, એક ભારતની ઉત્તરેથી તો એક દક્ષિણેથી, છતાં પણ તેઓએ સાથે મળીને એક ઉચ્ચ ધ્યેય ઘડવાનો નિર્ણય કર્યો અને બધા જ જૈનોને એક કરી સાથે કામ આચાર્ય શ્રી સુશીલ કુમારજી ૧૯૯૪ની સાલમાં અણધાર્યા જ કાળધર્મ પામ્યા અને ત્યારે સિદ્ધાચલમ આશ્રમના ટ્રસ્ટીઓએ એક ઉદારતાસભર ચેષ્ટા કરી. તેમણે ચિત્રભાનુજીને ૧૨૦ એકરમાં પથરાયેલા સુંદર સિદ્ધાચલમ આશ્રમનો વહીવટ સંભાળવા માટે વિનંતી કરી. બંને ગુરુઓ વચ્ચેના સંબધોને કારણે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ ચિત્રભાનુજીએ આ વિશાળ પ્રસ્તાવને ન સ્વીકાર્યો. આ આખીય ઘટના બે ગુરુઓ વચ્ચેની મૈત્રી, પરસ્પર પર સમભાવ અને સન્માનનું દષ્ટાંત યુગપુરુષ - ૧૩૪ - યુગપુરુષ - ૧૩૪ - Page #154 -------------------------------------------------------------------------- ________________ સમયની રેત ઘડિયાળ દિવસના અંતે રોજ આ મનન કરો... આપણે રોજ કેટલા કલાકો ખાવા અને ઊંઘવામાં પસાર કરીએ છીએ? રોજની દોડધામ અને કામકાજમાં અને અન્ય કાર્યોમાં તથા રમતગમતમાં? તેની સરખામણીએ કેટલા કલાક પ્રેરણાદાયી વિચારો કરવામાં, ઉન્નત કાર્ય કરવામાં તથા સચેત આત્મવિશ્લેષણ કરવામાં પસાર થાય છે? – ચિત્રભાનુજી પ્રકરણ ૧૫ઃ જૈન ગુરુ અને વિશ્વ ૯૭૦ના દાયકાના મધ્યમાં જૈન મેડિટેશન સેન્ટર અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું એક અગત્યનું સ્થળ બની ચૂક્યું હતું. પહેલાં તો સપ્તાહના દિવસોમાં સાંજના ઇ કાર્યક્રમો, પછી ધ્યાન અને ત્યાર બાદ ચિત્રભાનુજી સાથેની વાતચીતો યોજાતી. શનિ-રવિ દરમિયાન વિશેષ કાર્યક્રમો યોજાતા. ઘણી વાર આ કાર્યક્રમો મેરીલેન્ડના ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિગમાં અથવા તો ફિલાડેલ્ફિયાના એક પરામાં આવેલા અમૃત દેસાઈના એક યોગાશ્રમમાં યોજાતા. ચિત્રભાનુજી અને તેમના વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક દરેક અલગ અલગ સંસ્થાઓમાં આવકાર મળતો. આ સંસ્થાઓમાં તેમની સાથે એવો વ્યવહાર કરાતો જાણે ખૂબ નિકટના મિત્ર સાથે ઉમળકાભેર વ્યવહાર થતો હોય. જે.એમ.આઈ.સી. દ્વારા પણ આ જ લાગણીનો પડઘો પડાતો. સેન્ટર દ્વારા ધ્યાન, ફિલોસોફી, સમાંતર ધર્મ, શાકાહારી વાનગીઓ તથા પોષણ વગેરેના વર્ગોમાં સાકલ્યવાદી અભિગમ અપનાવાયો હતો. સેન્ટરના પ્રકાશન વિભાગ દ્વારા ન્યુઝ લેટર બહાર પાડવામાં આવતું જેમાં જૈન જીવન અંગેના લેખો પ્રકાશિત થતા અને તેમાં ચિત્રભાનુજીના વક્તવ્યના અંશ પણ રજૂ થતા. આ સંસ્થા સાથે પુસ્તકોની સમાલોચના તથા અંગત વાતચીતના પ્રસંગો પણ યોજાતા. સેન્ટરની શરૂઆત અમેરિકન વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. પરંતુ ધીરે ધીરે ન્યુ યૉર્કના જૈનો પણ આ સ્થળ વિશે જાણવા માંડ્યા અને ત્યાં નિયમિતપણે આવીને વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવાની તેમણે શરૂઆત કરી. કોઈ પણ વર્ગ ન યોજાતા હોય તો પણ વિદ્યાર્થીઓ સેન્ટરમાં - ૧૩૫ - ચિત્રભાનુજી Page #155 -------------------------------------------------------------------------- ________________ આવતા. કારણ કે તેઓ કોઈ ને કોઈ રીતે ચિત્રભાનુજીની હાજરીના ભાગીદાર બનવા ઇચ્છતા હતા. તેમને દરેક વ્યક્તિ ગુરુદેવ કહીને બોલાવતી. ચિત્રભાનુજીને પોતે શું કરવાનું હતું તે અંગે પૂરેપૂરી સ્પષ્ટતા હતી. તે કહેતા કે ગુરુ તો એક ઠંડાં પીણાંમાં પડેલા બરફના ટુકડા જેવો હોય છે. તે તમારી ચેતનાને શાંત પાડે છે અને પછી અદશ્ય થઈ જાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારક બનવાની પ્રેરણા આપી. તેમના વિચારોથી પ્રેરિત થઈ વિદ્યાર્થીઓએ ન્યુઝ લેટર શરૂ કર્યું. સૌથી પહેલું ન્યુઝ લેટર ૧૯૭૫માં બહાર પડ્યું. જેને ધી સેન્ટર ઇન્ફોર્મેશનનું નામ અપાયું. સેન્ટરની શરૂઆતના પહેલા જ વર્ષે સપ્તાહના દિવસો દરમિયાન સાંજે અને શનિ-રવિ દરમિયાન નિયમિતપણે હઠ યોગના વર્ગો પણ યોજાતા. પહેલા અઠવાડિયા માટે આ વર્ગો નિઃશુલ્ક હતા. ત્યાર પછી વિદ્યાર્થીઓને આ વર્ગો માટે પોતાની ક્ષમતા પ્રમાણે વળતર ચૂકવવાની વિનંતી કરાતી. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ આર્થિક કારણોસર પાછો મોકલવામાં નહોતો આવ્યો. ગુરુદેવ સિવાય જે.એમ.આઈ.સી.ના વિવિધ વર્ગો ડૉ. નિલ સ્મિથ (નવીન) દ્વારા યોજાતા. ડૉ. નિલ સ્મિથ મેમોરિયલ સ્લોન કૅટરિંગ કેન્સર સેન્ટર સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત પિટર ફલૅડ નામના એક થિયેટર ડિરેક્ટર પણ ત્યાં હાજર રહેતા, જેઓ લાગણીઓની અભિવ્યક્તિ કરવાના નવા માર્ગ શોધી રહ્યા હતા તથા ઊર્જાને કઈ રીતે બહેતર સંવાદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેની ઉપર પણ કામ કરી રહ્યા હતા. ૧૯૭૩ના વર્ષ દરમિયાન ગુરુદેવે ભારતનાં જૈન મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કર્યું. જે.એમ.આઈ.સી.ના વિદ્યાર્થીઓમાં આ તીર્થયાત્રા એટલી પ્રચલિત થઈ ગઈ કે ગુરુદેવે ભારતનાં જૈન મંદિરોની મુલાકાતે જવું એને એક વાર્ષિક કાર્યક્રમ બનાવી દીધો. આ પરંપરા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે વર્ષો સુધી ચાલી. મોટે ભાગે પાનખરના સમયમાં ગુરુદેવ આખાય અમેરિકાના વિવિધ શિષ્યોને લઈને ભારતની પંદર દિવસની તીર્થયાત્રા કરાવતા. તેમના આ પ્રવાસમાં બે સ્થળો નિશ્ચિત રહેતાં. પાલીતાણાના શત્રુંજય પર્વતની મુલાકાત અને આબુની મુલાકાત. તીર્થયાત્રીઓનો વિશેષ રસ પાલીતાણા નજીક તળાજામાં આવેલી ગુફામાં રહેતો, જ્યાં ચિત્રભાનુજી મુનિ તરીકે ધ્યાન ધરવા બેસતા. આ ઉપરાંત તીર્થયાત્રાળુઓને માઉન્ટ આબુ પર પણ જવાની ખૂબ ઇચ્છા રહેતી, જ્યાં ચિત્રભાનુજીએ અમર થઈ ગયેલું સ્તવન રચ્યું હતું. મોટે ભાગે તીર્થયાત્રાનો પહેલો મુકામ મુંબઈ ખાતે રહેતો. એક વર્ષ એવું થયું હતું કે તેમણે પહેલો મુકામ યુ.કે.માં કર્યો કે જ્યાં વિદ્યાર્થીઓએ ઓસવાલ જૈનો સાથે સંવાદ સાધ્યો. તથા લંડનના અન્ય જૈનોના સમુદાય સાથે પણ વાતચીત કરી. મુંબઈમાં યુગપુરુષ - ૧૩૬ - Page #156 -------------------------------------------------------------------------- ________________ તેઓ સ્થાનિક સામાજિક સંસ્થાનો તથા જૈન પરિવારોની મુલાકાત લેતા. મુંબઈમાં ડિવાઈન નૉલેજ સોસાયટીના ગુરુદેવના શિષ્યો તેમને ખૂબ ઉમળકાથી આવકારતા. જેને પગલે દેશનાં અન્ય શહેરોમાં પણ ગુરુના આવકારની જાણે તૈયારી થઈ જતી. મુંબઈમાં તેઓ સર્વોદય પાર્શ્વનાથ મંદિર અને સર્વોદય હોસ્પિટલની મુલાકાત લેતા જે ગુરુદેવના શિષ્ય કાંતિભાઈએ બાંધ્યાં હતાં. ગુજરાતમાં ઘણી વાર તીર્થયાત્રાળુઓ ભાવનગરમાં બિધરો માટે આવેલી શાળાની મુલાકાત લેતા. જે શાળામાં જે.એમ.આઈ.સી. દ્વારા ભંડોળ અપાયું હતું. અમદાવાદમાં તેઓ સ્વાધ્યાય મંદિરની મુલાકાત લેતા જે એક ધ્યાન કેન્દ્ર હતું. જે ગુરુદેવના પિતા મુનિ ચંદ્રકાંત સાગરજીને અર્પણ કરાયું હતું. વળી, તેઓ સાબરમતીના કાંઠે આવેલા ગાંધી આશ્રમની પણ મુલાકાત લેતા. બે મહત્ત્વનાં જૈન તીર્થોની મુલાકાત ઉપરાંત વિદ્યાર્થિઓને દેશના વિવિધ ભાગોમાં પણ લઈ જવાતા. તેમાં ખાસ કરીને શ્રાવણ બેલગોલાનો સમાવેશ થતો. જ્યાં એક જ મોટા પથ્થરમાંથી બાહુબલીનું ૫૭ ફૂટનું પૂતળું ખડું કરાયું હતું. ત્યાર બાદ મૈસુરના વૃંદાવન ગાર્ડનની મુલાકાત લેવાતી. દરેક તીર્થયાત્રાળુને ભારત પ્રવાસ દરમિયાન અસંખ્ય અનુભવ થતા અને તે તેમને માટે અનોખા રહેતાં. દિલ્હીમાં તેમને જે તે સમયનાં વડાં પ્રધાનો ઇંદિરા ગાંધી કે મોરારજી દેસાઈ સાથે પણ મુલાકાત કરવાનો મોકો મળતો. ૨૦૦૫ની સાલમાં જે.એમ.આઈ.સી. અને જૈનાએ સંયુક્ત ઉપક્રમે તીર્થયાત્રાળુઓના આ ગ્રુપને કલકત્તા નજીક આવેલા શ્રી સમેત શિખરજીની પણ મુલાકાત કરાવી. બીજી એક વખત ૨૦૦૬ની સાલમાં વિદેશથી આવેલા આ તીર્થયાત્રાળુઓને ગોવા ખાતે યોજાયેલી વર્લ્ડ વેજિટેરિયન કૉંગ્રેસમાં જવાનો મોકો મળ્યો જ્યાં ગુરુદેવ વક્તવ્ય આપવાના હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ જે.એમ.આઈ.સી.ની આ તીર્થયાત્રા રૂપે અનેક વાર ભારત આવ્યા. લેક વ્હીટમોર મિશીગનમાં લાઈટ હાઉસ સૅન્ટર સ્થાપનારાં ચેતના ફ્લોરીડાએ પોતાના અનુભવ અંગે આ રીતે લખ્યું, “ગુરુદેવ ચિત્રભાનુજી અને પ્રમોદાબહેન સાથેનો આધ્યાત્મિક તીર્થયાત્રા પ્રવાસ હંમેશાં જાણે મને તો પહેલી વારનો હોય તેવો જ લાગે છે. ભારતના અલગ અલગ હિસ્સા જોવાનો મોકો મળે છે એ કારણોસર આ લાગણી નથી થતી. જ્યારે પણ હું ભારત પાછી ફરું છું ત્યારે મને લાગે છે કે હું મારી ચેતનાના, મારી સજાગતાના એક જુદા જ સ્તર પર છું. આ રીતે આ અનુભવ મારી અંદર ઊંડો ઉતરે છે કે હું દર વખતે વિકાસના એક નવા સ્તરે હોઉં છું. આ સમયે ગ્રુપમાં જે લોકો હતા તે અલગ અલગ વાતાવરણમાંથી આવ્યા હતા. પણ તે બધા જ એક સાથે નવી સમજ અને નવો બોધ મેળવવાની દિશામાં ચાલી રહ્યા હતા.’’ - ૧૩૭ - ચિત્રભાનુજી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૧માં જે.એમ.આઈ.સી.ની લીઝને રિન્યુ કરવાનો સમય થયો હતો. તે સમયે તેના માલિકોએ સંસ્થાને જણાવ્યું કે નવી લીઝ મુજબ તેમનું ભાડું અત્યાર કરતાં ત્રણ ગણું થશે. આટલાં બધાં ભાડાંનો બોજ ઉપરાંત સંસ્થાના પરિસરનો વહીવટ અને સાચવણી ગુરુદેવ માટે બહુ મોટી જવાબદારી બની જાય તેવું હતું. ગુરુદેવ તો માત્ર શીખવવા માગતા હતા. કોઈ મિલકતનો વહીવટ કરવા નહોતા માગતા અને ન તો તેમને તેમના અનુયાયીઓ અંગેના કોઈ વિખવાદમાં વચેટિયા તરીકે કામ કરવું હતું. એવો નિર્ણય લેવાયો કે આ જૂનું સંસ્થાનું પરિસર છોડી દેવાશે તથા તમામ પ્રવૃત્તિઓ હવે અલગ અલગ સ્થળે જુદા જુદા દિવસે જરૂરિયાત પ્રમાણે યોજવામાં આવશે. ગુરુદેવ અને તેમના પરિવારે પણ ભારત પાછા ફરવાનો નિર્ણય કરી લીધો હતો. રાજીવ અને દર્શનની વય માત્ર દસ અને નવ વર્ષ જ હતી. તેમને મુંબઈની સ્કૂલમાં ઍડમિશન અપાવાયું. તેમને માટે આ બદલાવ ખાસ કરીને ભાષાને કારણે અને બદલાયેલી સંસ્કૃતિને કારણે અઘરો હતો. પણ પ્રમોદાબહેન જાણતાં હતાં કે ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સંતાનોને ઉછે૨વાનું મૂલ્ય શું હોય. તેમણે પોતાના પુત્રો માટે પિતા અને માતા બંનેની જવાબદારી ઉપાડી લીધી. સમય જતાં બંને પુત્રો કૉલેજ પણ ગયા અને મુંબઈમાં તેમણે કામ પણ શોધ્યું. ચિત્રભાનુજીએ પોતાની કામગીરી ચાલુ રાખી. તે મેથી ઑક્ટોબરનો સમય અમૅરિકામાં ગાળતા તથા નવૅમ્બરથી એપ્રિલ સુધીના છ મહિના ભારતમાં પસાર કરતા. પ્રમોદાબહેન અને તેમના પુત્રો પણ અવારનવાર જ્યારે પણ શક્ય હોય ત્યારે ન્યુ યૉર્કની મુલાકાતે જતાં. જ્યારે ચિત્રભાનુજી લાંબા સમય માટે મુંબઈ હોય ત્યારે તેમને દર અઠવાડિયે કોઈ ને કોઈ સંસ્થામાં વક્તવ્ય આપવાનું આમંત્રણ મળતું. મુંબઈની વૅજિટેરિયન સોસાયટી સહિત રોટરી ક્લબના વિવિધ ચૅપ્ટર્સ તથા જૈન સોશિયલ ગ્રુપ્સથી માંડીને જૈન અને બિનજૈન સંસ્થાઓ તેમને બોલાવતી. તેઓ અવારનવાર અમદાવાદ અને વડોદરા જઈ વિવિધ જૈન જૂથને વક્તવ્ય આપતા. તેમણે અન્ય ધર્મના ગુરુઓ સાથે પણ તેમના કાર્યક્રમોમાં હાજરી આપી, તેમની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. ગુરુદેવે તેમના વિદ્યાર્થીઓ સાથે જે જોડાણ કેળવ્યું હતું તે વિશેષ હતું. ૮૦ના દાયકામાં જે.એમ.આઈ.સી.માં ગુરુદેવ જે પત્રવ્યવહાર કરતા તેનો આંકડો ૧૨૦૦થી પણ વધુ હતો. જે.એમ.આઈ.સી.ના ઘણા વિદ્યાર્થીઓ હવે ન્યુ યૉર્કથી નોકરી અથવા તો ઉચ્ચ અભ્યાસ ખાતર અન્ય શહેરોમાં વસવા ચાલ્યા ગયાં હતાં. ગુરુદેવ ન્યુ યૉર્કમાં હોય કે મુંબઈમાં તેમના શિષ્યો હંમેશાં તેમના સંપર્કમાં રહેવા માગતાં હતાં. તેઓ પોતાની જિંદગીમાં કયા તબક્કે પહોંચ્યા છે, તેમણે શું સિદ્ધિઓ મેળવી છે તે અંગે તે ગુરુજીને પત્રમાં જણાવતા હતા. આ પત્રના જવાબમાં ગુરુજીએ એક ખૂબ સરસ આદત યુગપુરુષ ૧૩૮ - Page #158 -------------------------------------------------------------------------- ________________ કેળવી હતી. તેઓ તેમના વિદ્યાર્થીઓને તેમના અનુયાયીઓને હાથે લખેલા અર્થપૂર્ણ સંદેશાઓ અને આશીર્વાદવાળા પત્રો પાઠવતા. વિદ્યાર્થીઓને આનાથી ખૂબ નવાઈ લાગતી. મોટે ભાગે વિદ્યાર્થીઓ આ આશીર્વાદના જવાબમાં ખૂબ લાગણીસભર અને અંગત પત્રો લખતા. આ પત્રોમાં તેઓ પોતાની કારકિર્દી, કુટુંબ જીવન અને વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા. ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક વિનાકારણ ચાલી રહેલાં યુદ્ધો અથવા તો અમેરિકામાં ચાલતા હિંસક ગન કલ્ચર અંગે પોતાના રાજકીય અભિપ્રાય વિશે લખતા. ગુરુદેવના શિષ્યો વિશ્વમાં ચાલતી આવી અરાજકતાની સામે પોતે જે શાંતિનો બોધ મેળવ્યો હતો તેને મૂકીને ચર્ચા કરતા. ઘણા વિદ્યાર્થીઓ તેમના પત્રની શરૂઆતમાં જય જીનેન્દ્ર લખતા, તો ઘણા ગુરુદેવને પ્રિય ગુરુદેવ કહીને સંબોધતા. અમુક પત્રો સરસ ટાઈપ કરેલા હોય તો કેટલાક કેલીગ્રાફીની માફક અણિયાળા અક્ષરો કાઢેલા હોય. અમુક હાથે લખેલા પત્રો તો દસ બાર કાગળો જેટલા લાંબા હોય તો ક્યારેક સાદા પોસ્ટ કાર્ડ હોય તો ક્યારેક જન્મદિવસની શુભેચ્છા પત્રો પણ હોય. ઘણા વિદ્યાર્થીઓ પત્રમાં લખતા કે ગુરુદેવ તેમને સપનામાં આવ્યા અને તેમણે શીખવેલી વાતો પર ફરી ભાર મૂકતા હોય તેવી વાત કરી. ગુરુદેવનાં નવાં પ્રવચનોની ઓડિયો કેસેટ અને તેમણે લખેલાં નવા પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓ પત્રોની સાથે ચેક પણ બીડતા. ઘણા ભવિષ્યની યોજનાઓ માટે અથવા તો કૌટુંબિક પ્રશ્નો અંગે ગુરુજી પાસે માર્ગદર્શન મેળવવાની પણ પૃચ્છા કરતા. ઘણા વિદ્યાર્થીઓએ પોતે જે શહેરના હોય તે જૈન સેન્ટર્સમાં સંપર્ક કેળવ્યો હતો અને ત્યાં યોજાનારી મહાવીર જયંતી અથવા તો દિવાળીના કાર્યક્રમોમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. ગુરુજીના અન્ય પ્રશંસકોએ સ્થાનિક અખબારો અથવા તો સામાયિકોમાં ધ્યાન ઉપર લેખો લખ્યા હતા. મોટા ભાગના પત્રોમાં આ શિષ્યો ધ્યાન અને શાકાહાર અંગેની તેમની ચિંતાઓ પણ વ્યક્ત કરતા. એક યુવતીએ લખેલા પત્રમાં તેણે જણાવ્યું હતું કે એક વાર તો તે પોતાના શાકાહારના નિયમ પરથી ચૂકી ગઈ હતી. પણ આ પત્ર બાદ તેણે ફરી એક વાર શાકાહારનો નિયમ લીધો હતો. યુવાનોને હંમેશાં એમ લાગતું કે તેઓ પોતાના આ પરોપકારી આધ્યાત્મિક ગુરુની સમક્ષ કોઈ પણ સંકોચ વિના પોતાના કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરી શકે છે. ન્યુ યૉર્કમાં ચિત્રભાનુજીની યોગશિક્ષક તરીકેની છાપ પણ દિવસે દિવસે ઘેરી બનતી ગઈ. ઘણી બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે પોતાની તાણભરી જિંદગીમાં શાતા મેળવવા ઇચ્છતી હતી તેમણે આ અંગે અંગત સલાહ પણ લેવાની શરૂઆત કરી. કેટલાક તો ગુરુજીને સીધો ફોન કરતા તો કેટલાક તેમનાં રહેઠાણ પર આવીને તેમની સાથે વાત કરતા. એક પ્રખ્યાત અવકાશયાત્રી જે ચન્દ્રની સપાટી પર ચાલીને ધરતીએ - ૧૩૯ - ચિત્રભાનુજી Page #159 -------------------------------------------------------------------------- ________________ પાછો ફર્યો હતો, તેને આ સફર પછી બ્રહ્માંડની ઊર્જાના અનુભવ પછી પૃથ્વી પરના એક વ્યક્તિ તરીકે પોતાના જે પણ વિચારો અને રાજકીય ઝુકાવ હતા તે બધા જ ક્ષુલ્લક લાગવા માંડ્યા હતા. તેણે જ્યારે પોતાના સ્પેસ ક્રાફટમાંથી ધરતીને જોઈ હતી ત્યારે વિશાળ બ્રહ્માંડમાં એક નાનકડો ગોળો ફરતો હોય તેવો જ તેને આભાસ થયો હતો. તે અવકાશયાત્રીને ઉપરથી ક્યાંય કોઈ સરહદ નહોતી દેખાઈ. આ અનુભવ પછી તે અવકાશયાત્રીએ વિશ્વની વિવિધ સત્તાઓ વચ્ચે સરહદને લઈને જે શત્રુતાઓ હતી, જે માન્યતાઓ હતી તે તમામ પર પ્રશ્ન થવા લાગ્યા હતા. ઊંડે સુધી હલી ગયેલા આ અવકાશયાત્રીને ભારે નિરાશાનો અનુભવ થવા લાગ્યો હતો. આ સમયે તે ફલોરિડામાં રહેતો હતો. અને તેના આર્થિક સલાહકારે ચિત્રભાનુજી વિશે તેમને વાત કરી હતી. સમયાંતરે આ આર્થિક સલાહકારે ચિત્રભાનુજીને લૉરિડા આવીને આ અવકાશયાત્રી સાથે વાત કરવા માટે મનાવી લીધા. ચિત્રભાનુજીએ એક મહિનાથી પણ ઓછા સમયમાં આ અવકાશયાત્રી સાથે ઘણી બધી મુલાકાતો કરી અને આખરે આ હતાશ થયેલા આત્માને એક નવા જ રસ્તા પર ફરી પહોંચાડ્યો હતો. ચિત્રભાનુજી સાથે કામ કરનારાં અનેક નિઃસ્વાર્થ લોકોમાં મમતા ભાગલાનો પણ સમાવેશ થતો હતો. મમતા યાગલ્લા એક નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા અને ગુરુદેવનાં સેક્રેટરી તરીકે ૩૫ વર્ષથી પણ વધારે સમયથી કામ કરતાં હતાં. તેઓ ગુરુદેવ કરતાં ઉમંરમાં એક વર્ષ મોટાં હતાં. તેઓ ઘણી વાર સેન્ટરની ઓફિસના ખર્ચા જેવા કે સ્ટેશનરી, પોસ્ટેજ વગેરે માટે પોતાનાં અંગત નાણાંનો ઉપયોગ કરતાં. તેઓ એક ભક્ત તો હતાં જ પણ કામમાં ખૂબ ચોક્કસ હતાં. આ માટે યુ.એસ. અને કેનેડાના સેન્ટરના ઘણાબધા વહીવટની તેઓ સંભાળ લેતાં. તેઓ ગુરુદેવનું અમેરિકાનું શિડ્યુલ પણ સંભાળતાં. જે છ મહિના ગુરુદેવ ભારતમાં રહેતા તે દરમિયાન મમતાજી જે. એમ.આઈ.સી.માં આવતા દરેક પત્રવ્યવહાર અંગે તેમને જાણ કરતાં અને ગુરુદેવની ઇચ્છા પ્રમાણે દરેક સંદેશાનો જવાબ પણ વાળતાં. તેમની અન્ય જવાબદારીઓની સાથે તેઓ જે.એમ.આઈ.સી.ના ન્યુઝ લેટરનું એડિટિંગ કરતાં અને તેનું પ્રકાશન પણ કરતાં. નિવૃત્ત સ્કૂલ શિક્ષક તરીકે એ ખૂબ ચીવટ રાખતાં કે ન્યુઝ લેટરમાં ક્યાંય પણ કોઈ પણ જોડણીની કે વ્યાકરણની ભૂલો ન જાય. ભારે વ્યસ્તતા છતાં પણ અમેરિકામાં હોય ત્યારે ગુરુજી જે રીતે સરળતાથી ખૂબ બધા લોકો સાથે વાત કરતા, પોતાનાં લખાણો લખતા, અંગત સંદેશાઓ પહોંચાડી શકતા, આ બધાની પાછળ મમતાજીનો ખૂબ મોટો ફાળો હતો. ૨૦૧૬ની સાલમાં એક નર્સિંગ હોમમાં એક વર્ષ ગાળ્યા પછી મમતાજી ચિરયાત્રાએ ચાલી નીકળ્યાં. તેઓ ૯૫ વર્ષનાં હતાં અને કોઈ પણ પ્રકારની પીડા વિના તેમણે ઊંઘમાં જ વિદાય લીધી. તેઓ ખૂબ નસીબદાર હતાં કે છેલ્લા દિવસો સુધી ગુરુદેવ અને પ્રમોદાજીએ તેમની સાથે મુલાકાતો કરી હતી. યુગપુરુષ - ૧૪૦ - Page #160 -------------------------------------------------------------------------- ________________ અમેરિકન શિષ્યો સાથે ગુરુજીને ખાસ સંબધ હતો. તેમના બધા જ વિદ્યાર્થીઓને ભારતીય કોઈક ને કોઈ આધ્યાત્મિક નામ અપાયું હતું. જેમ કે પ્રેમા અથવા તો અનંતશ્રી અથવા તો સુબોધ. આ બધાં જ નામો તેમની નવી ઓળખાણનાં પ્રતીક હતાં. આ તમામ વિદ્યાર્થીઓ ધ્યાન અને શાકાહાર અનુસરતા હતાં અને તેમનાં પ્રખર અનુયાયી હતા. આમાંથી ઘણાં બધાં વિદ્યાર્થીઓ ગુરુદેવની સાથે ભારતમાં શત્રુંજય પાલીતાણાની તીર્થયાત્રા કરી ચૂક્યાં હતાં. આવાં અનેક વિદ્યાર્થીઓનાં પત્રોના અંશો અહીં આગળ ટાંક્યા છે. જેમાં પ્રેમ, વિશ્વાસ, આદર એ બધું જ જે તેઓ તેમના ગુરુદેવમાં અને આધ્યાત્મિક સલાહકાર માટે અનુભવતા તે દેખાઈ આવે છે. તેઓ ગુરુદેવ આગળ મન ખુલ્લું કરતા અને તેમના બિલકુલ અંગત વિચારો, ડર અને આશાઓ તેમને જણાવતા. કેટલાક પોતાના બિઝનસ પ્લાન્સની ચર્ચા કરતા તો કેટલાક પોતે કઈ રીતે ધ્યાનના ગ્રુપ શરૂ કરવા માગે છે તેની વાત કરતા. કેટલાક શિષ્યો પોતે કોઈ પુસ્તક લખ્યું હોય તો તેનું પ્રકરણ મોકલતા તો કોઈક પોતાની કવિતાઓ મોકલતા, જેને તે પુસ્તક તરીકે પ્રકાશિત કરવા માગતા હતા. ચિત્રભાનુજી હંમેશાં તેમના વિદ્યાર્થીઓના પત્રનો જવાબ પોતાના હાથે પત્ર લખીને આપતા. તેઓ દરેકેદરેક વ્યક્તિને એવો અનુભવ કરાવતા કે તે તેમના વિચારો અને પ્રાર્થનાઓમાં હંમેશાં રહે છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓને ધ્યાન કરવાનું પ્રોત્સાહન આપતા અને અવારનવાર તેમને પોતાના વક્તવ્યના ઓડિયો મોકલતા અથવા તો પોતાનાં પુસ્તકો મોકલતા. એ કલ્પના કરવી જ અશક્ય છે કે ગુરુજીને આટલા બધા વિદ્યાર્થીઓ સાથે વિશ્વના જુદા જુદા હિસ્સાઓમાં પત્રવ્યવહાર કરવાનો સમય કેવી રીતે મળી જતો. આવા જ કેટલાક પત્રવ્યવહારોની નોંધ અહીં આગળ રજૂ કરી છે. ન્યુ યૉર્કના એક લેખક અને તંત્રી ગુરુદેવને ‘ડિયર સૅલ્ફ ઑફ માયસૅલ્ફ' એમ કહીને સંબોધતા. તેણે ગુરુદેવને એમ જણાવતો પત્ર લખ્યો હતો કે હવે તેમને શ્રમણ સંઘષ્ય શાંતિય ભવતુંનો શ્લોક બરાબર યાદ રહી ગયો છે. અને તે તેનો અનુવાદ જાણવા માગે છે. તેમણે કેટલાક હાઈકુ અને કવિતાઓ પણ ગુરુદેવને મોકલ્યા હતા. તેણે ગુરુજીને લખ્યું હતું કે હું તમને ખાસ તો આ એટલા માટે લખી રહી છું કે મારો પ્રિય મિત્ર અને મારો ભાઈ તેને સિદ્ધભગવંતના તેજની અને તમારા તરફથી પ્રેમના તરંગોની જરૂર છે. તેને ઓપન હાર્ટ સર્જરી કરવાની છે. અને તે એક બહુ જ સર્જનાત્મક ગીતકાર, કવિ, યોગી, શાકાહારી, ખૂબ પ્રેમાળ અને જિંદગીને પ્રેમ કરનાર વ્યક્તિ છે. કોલોરાડોના એક ડૉક્ટરલના વિદ્યાર્થીએ પોતાની નોકરી વિશે, પોતાના પરિવાર અને ભણતર વિશે પત્રમાં જણાવ્યું હતું. એક એડલ્ટ ફીટનેસ પ્રોગ્રામમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી આ યુવતી હવે પોતાની માતાનું પણ ધ્યાન રાખી રહી હતી, કારણ ચિત્રભાનુજી - ૧૪૧ - Page #161 -------------------------------------------------------------------------- ________________ કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ડૉક્ટરલ પ્રોગ્રામ ભણતાં ભણતાં સાથે સાથે તે ડિઝર્ટેશન માટેની અઘરી પરીક્ષાની પણ તૈયારી કરી રહી હતી અને તે પોતાના ડિઝર્ટેશનમાં શાકાહારનાં પાસાં અંગે લખવાની હતી. ન્યુ યૉર્કની એક મહિલાએ પત્રમાં ગુરુદેવને જણાવ્યું હતું કે તેણે લખેલા એક નાટકનો હવે ૭૮મો ડ્રાફ્ટ તૈયાર થયો હતો અને તે કોઈ પ્રખ્યાત બ્રોડવેના દિગ્દર્શકને તે વંચાવવાના પ્રયત્નોમાં હતી. તેણે ગુરુદેવને પોતાની લખેલી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ મોકલી જે ગુરુદેવના શિક્ષણને આધારે રચાઈ હતી. તેણે ગુરુદેવને પત્રમાં વિનંતી કરી કે તેની કવિતાઓ પ્રકાશિત કરવામાં તેને મદદ કરે. જર્મનીથી એક બીજા શિષ્યએ પત્ર લખ્યો હતો, જેમાં તેણે ગુરુદેવ અને પ્રમોદાજીને દિવાળીની શુભેચ્છાઓ મોકલી હતી. ઘેરાપિસ્ટ બનવાનો અભ્યાસ કરનારી આ વિદ્યાર્થિનીએ પોતાના અભ્યાસમાં યોગનાં જ્ઞાનનો પણ ઉપયોગ કર્યો છે. તે પત્રમાં આશ્ચર્ય વ્યક્ત કરતાં લખે છે કે શું હું આ રીતે અભ્યાસ કરીને પૂર્વ અને પશ્ચિમને એક કરી શકીશ ખરી. તે ગુરુદેવના અમર ગુજરાતી સ્તવન “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંના અંગ્રેજી અનુવાદની રાહ જોઈ રહી છે. થોડાં વર્ષો પછી આ વિદ્યાર્થિનીએ ગુરુજીને પત્રમાં જણાવ્યું કે હવે સાયકોલૉજિસ્ટ તરીકે કામ કરી રહી છે અને આ ઉપરાંત થેરાપ્યુટિક એજયુકેશનમાં આગળ પણ વધી રહી છે. ઑસ્ટ્રિયાથી એક મહિલાએ લખેલા પત્રમાં તેણે જણાવ્યું હતું કે તેની ભારતની છેલ્લી મુલાકાત બાદ તે હવે થિયોસોફિકલ સોસાયટીમાં વક્તવ્ય આપવાની છે. તેણે ભારત પ્રવાસ દરમિયાન કરેલા જૈન તીર્થોની મુલાકાતનો પણ તેણે આમાં ઉલ્લેખ કર્યો છે. તેણે ગુરુજીને જણાવ્યું છે કે તે આગલી મુલાકાતમાં બિહારમાં આવેલા સમેત શિખરજીના જૈન યાત્રા સ્થળની પણ મુલાકાત લેવાનું વિચારી રહી છે. જર્મનીના એક પ્રતિષ્ઠિત લેખકે ગુરુજીને પોતાની ભારતની પાંચ મુલાકાતો પછી અહિંસા પર લખેલું પુસ્તક મોકલ્યું. તેને એવી આશા હતી કે તેના આ પુસ્તક દ્વારા જર્મનો જૈન ધર્મ વિશે વધુ જાણી શકશે. તે જર્મનીમાં પ્રાણીઓ પર થતા અત્યાચારના વિરોધમાં જે ડૉક્ટરો હોય છે તેના સમૂહના સભ્ય હતા. તેણે પત્રમાં યુરોપના અન્ય ભાગોમાં તેના જે મિત્રો છે અને જે જૈન ધર્મમાં રસ ધરાવે છે તેના વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ગુજરાતનાં જૈન તીર્થ યાત્રાસ્થળો, બિહારના સમેત શિખરજી અને દક્ષિણ ભારતના શ્રવણ બેલગોલાની તેણે મુલાકાત લીધી હતી અને તેના અનુભવની વાત તેણે આ પત્રમાં કરી હતી. આ ઉપરાંત તેણે પત્રમાં આચાર્ય ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજીના પ્રોફેસર માલવણિયા સાથેની વાતચીત અંગે પણ આ 0 પાળ૨ સુરીજી, ભાયા કયાણા સાથa યુગપુરુષ - ૧૪૨ - Page #162 -------------------------------------------------------------------------- ________________ પત્રોમાં ઉલ્લેખ કર્યો હતો. તેણે પત્રના અંતમાં પોતે ગુરુદેવને કોઈ એક દિવસ મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ડ્યુરીચથી લખેલા એક પત્રમાં વિદ્યાર્થીએ પોતે કઈ રીતે ઑફિસમાં કોઈ પ્રેરણાદાયી સંદેશાવાળું પોસ્ટર લગાડવા માગે છે તેવું લખ્યું હતું. આ સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે ઝુરીચનાં મ્યુઝિયમના પ્રદર્શનમાંથી તેને એક સરસ મઝાનું મોટું પોસ્ટર મળી ગયું હતું. આ પોસ્ટર ૧૯૭૪ની સાલમાં સ્વીટ્ઝર્લૅન્ડમાં થયેલા જૈનીઝમ પરના એક પ્રદર્શનમાં મૂકાયું હતું. આ કાર્યક્રમ મહાવીર સ્વામીને મોક્ષ મળ્યાના અઢી હજાર વર્ષની ઉજવણી તરીકે યોજાયો હતો. લિડ્ઝ યુનિવર્સિટીના એક ગણિતના પ્રોફેસરે સાયન્ટિફિક બેસીસ ઑફ જૈનીઝમ વિષયની પોતાની મૅન્યુ સ્ક્રીપ્ટ ગુરુજીને આશીર્વાદ આપવા તથા ટિપ્પણીઓ જણાવવા માટે મોકલી હતી. એક ઝેકોસ્લોવાક્યાના પેન્ટરે ગુરુજીને અંદાજે ૩૦ વર્ષ સુધી પત્રો લખ્યા. તે ગુરુદેવને ૧૯૬૭માં પાલીતાણાની મુલાકાત પછી મુંબઈમાં મળ્યા હતા. તેણે જૈન દેરાસરોનાં જે પેઇન્ટિંગ કર્યાં તે પ્રાગમાં પ્રદર્શિત કરાયાં હતાં. આ ઉપરાંત તેણે વિદેશના રેડિયો પર પાલીતાણાની પોતાની મુલાકાતનો અનુભવ પણ જણાવ્યો હતો. તે ચેકોસ્લોવાક્યામાં ગુરુદેવ વિશે અને તેમના જૈન બોધ વિશે અવારનવાર લખ્યા કરે છે. તેણે પત્રમાં જણાવ્યું હતું કે તે પોતે જે પણ તીર્થયાત્રાએ ગયો છે તે તમામ સ્થળોએ અને તેનાં પેઇન્ટિંગની સાથે એક પુસ્તક પ્રગટ કરવા માગે છે. તેણે ગુરુદેવને પૃચ્છા કરી હતી કે શું એ પુસ્તક તેઓ અંગ્રેજીમાં અનુવાદિત કરાવીને અમેરિકામાં પ્રકાશિત કરી શકશે? તેણે છેલ્લાં ૨૭ વર્ષમાં પોતાની નિયમિત મુલાકાત દરમિયાન ભારતને જે રીતે બદલાતો જોયો તે અંગે ખેદ પણ વ્યક્ત કર્યો અને ભારતની કુદરતી સુંદરતા ઘટી રહી છે તે અંગે પણ અફસોસ આ પત્રમાં વ્યક્ત કર્યો છે. તેણે પતંજલીની એફોરીઝમ્સ ઑફ યોગા પુસ્તકનો અનુવાદ કર્યો છે. અને તેની પ્રસ્તાવનામાં આ આખી કૃતિ પાછળ ક્યાંક જૈન સ્રોત રહેલો છે તેવું પણ જણાવેલ છે. આ ચિત્રકારનો છેલ્લો પત્ર લગભગ મે, ૧૯૯૭ની આસપાસ આવ્યો હતો. તે ચિત્રકાર આગામી ચાર દિવસોની અંદર કોઈ સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ થવાનો હતો. જોકે એ પત્રમાં પણ તેણે ગુરુદેવને કારણે જે માર્ગ પસંદ કર્યો હતો તેની પર જ આગળ વધવાની વાત કરી છે. તેણે તેમાં ઉમેર્યું છે કે જો હું પાછો આવીશ તો હું ફરી તમારો સંપર્ક કરીશ અને મારા ભવિષ્યના કામ અંગે તમને જણાવીશ. મને ધી મૅસેજ ટુ ધી થર્ડ મિલૅનિયમ ઑફ ધી હ્યુમૅનિટી'ના વિષય પરના મારા કામ અંગે તમારું પ્રોત્સાહન જોઈએ છે. - ૧૪૩ - ચિત્રભાનુજી Page #163 -------------------------------------------------------------------------- ________________ કૅલિફોર્નિયાથી એક વ્યક્તિએ ગુરુદેવને જે પત્ર લખ્યો તેમાં તેણે જણાવ્યું કે અનેક વાર ગુરુજીનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન નિષ્ફળ જતાં તે રાત્રે ત્રણ વાગ્યે તેમને પત્ર લખવા બેઠી છે. તેણે કબૂલાત કરી છે કે તેની પાસે સારા અને ખરાબ બંને સમાચાર છે. પત્રમાં તે જણાવે છે કે સારા સમાચાર એ હતા કે તેના મગજમાં કૅન્સર હોવાની વાત બાદ જે છેલ્લે સ્કેન કરાવ્યો હતો તેમાં કોઈ પણ દર્દ જોવા નથી મળ્યું; અને તેના ચહેરાની ડાબી બાજુમાં ફરી હલન-ચલન થવા માંડી છે. ખરાબ સમાચાર એ હતા કે તેનો કૅન્સર તેના લિવર સુધી અને જમણાં ફેફસાં સુધી પહોંચ્યો હતો. અને ડૉક્ટરે તેના કૅન્સરને જીવલેણ ઠેરવ્યું હતું. જોકે પત્રમાં તે ખુશી ખુશી જણાવે છે કે આ સ્થિતિમાં પણ મેં વિશ્વાસ નથી છોડ્યો. હું ખૂબ બધા જ્યુસ પીઉં અને ચાઈનીઝ તથા પશ્ચિમી જડીબુટ્ટીઓ લઉં છું. તેણે ગુરુજીનાં માર્ગદર્શનની અને તેમની પ્રાર્થનાઓની ઇચ્છા કરી હતી. બીજી એક યુવતીએ હાથે લખેલા આઠ પાનાંના કાગળ પર તેણે ગુરુદેવના આધ્યાત્મિક માર્ગદર્શન માટે આભાર માન્યો. તેણે ગુરુદેવને કહ્યું છે કે જ્યારે તે ન્યુ યૉર્કથી કૅલિફોર્નિયા જઈ રહી હતી ત્યારે તેને ખૂબ જ હકારાત્મક લાગતું હતું, તેણે બધા જ નકારાત્મક વિચારો બંધ કરી દીધા હતા. તેણે લખ્યું છે કે દૈવી ઊર્જા અને કાળજી આ બંને માટે હું હંમેશાં તમારી ઋણી રહીશ. એક ક્ષણે હું મારા પિતાના નિરુત્સાહી અને આકરા શબ્દોને કારણે ખૂબ હતાશ થઈ ગઈ હતી, પણ મને જ્યારે આધ્યાત્મિક મદદ મળી ત્યારે મને ખબર હતી કે ગુરુદેવ તમારો પ્રકાશ મને હંમેશાં પ્રોત્સાહન આપવા માટે, મારી ઊર્જા અને ઉત્સાહ વધા૨વા માટે મારી સાથે જ હશે. તેણે પત્રમાં નોંધ્યું છે કે જે દિવસે તેણે પોતાના ભૂતકાળની સાથેનો સબંધ તોડ્યો અને કૅલિફોર્નિયા ચાલી ગઈ ત્યારે એ દિવસ મહાવીર સ્વામીની ઉજવણીનો દિવસ હતો. તે ૭મી નવમ્બર હતી. તેણે ટાંક્યું કે એ જ્યારે વાહન ચલાવીને કૅલિફોર્નિયા જઈ રહી હતી ત્યારે સતત મહાવીર સ્વામીની હાજરી તેને એક સમજ આપી રહી હતી. અને સજાગતા બક્ષી રહી હતી. તે દિવસે મને લાગ્યું કે હું દિવ્ય સાથે એક થઈ ગઈ છું. અને જો મારે તે ક્ષણે પણ મારું શરીર છોડવું પડે તો તે ક્ષણે પણ હું પરમાનંદ અને મુક્તિથી ત્યજી શકીશ. મને જિંદગીના કોઈ પણ પડકાર નહીં બાંધી શકે. પરંતુ હવે મને સમજાયું છે કે એ આપણી ફરજ છે કે દિવ્યતાની એ હયાતીને આપણે આપણાં કાર્યોમાં ઉતારીએ. તથા જેને પણ આપણે સ્પર્શી શકીએ તેવી તમામ જિંદગીને લાભ થાય તે પ્રકારે કામ કરીએ. આ સમજ મળ્યા પછી મેં નક્કી કર્યું છે કે જીવવું એ મારો હેતુ છે. અને મારે મારું શ્રેષ્ઠ આપવું જ રહ્યું. હું સતત ધ્યાન ક્રૂ છું કે મને મારી અંદર સિદ્ધનો સંગાથ મળે. મને ખાતરી છે કે મારા પિતાનો મારા પરનો ગુસ્સો કોઈ એવા જૂના પ્રસંગને કારણે હશે જ્યારે મેં કોઈક અયોગ્ય વસ્તુઓ કહી હશે. આંતરિક યુગપુરુષ ૧૪૪ - Page #164 -------------------------------------------------------------------------- ________________ સૂઝ અને સહાનુભૂતિની ચમક સાથે તે પત્રમાં ઉમેરે છે કે તેના પિતા પોતાની જાતને કે અન્યને માણસાઈને ખાતર પણ માફ કરતાં ઘણો લાંબો સમય લે છે. કેનૈડાના એક વિદ્યાર્થીએ જે.એમ.આઈ.સી.ની કૅરૅડામાં સ્થાપના કરી અને હંમેશાં ગુરુજીની સાથે સંપર્ક જાળવી રાખ્યો. તે ગુરુદેવની ડિવાઈન નૉલેજ સોસાયટી, મુંબઈ માટે પણ ખૂબ બધું દાન મોકલતો. ગુરુજીને આવતા આ ઢગલાબંધ પત્રો પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે ગુરુજીની અસર પણ કેટલા બધા સ્તરે થતી. ૮૦ તથા ૯૦ના દાયકા દરમિયાન ગુરુદેવનાં પ્રવચનો અને ધ્યાન અંગેની તેમની વાત પરની તેમની ઑડિયો કેસેટ ખૂબ જ પ્રચલિત હતી. જ્યારે ગુરુદેવના શિષ્યો ન્યુ યોર્કથી અમેરિકા અને કેનેડાના વિવિધ હિસ્સાઓમાં જતા ત્યારે તેઓ ગુરુજીનો સંદેશ પોતાની સાથે લઈ જતા. તેમના નવા ઘરેથી તેઓ ગુરુદેવને પત્ર લખતા તથા કઈ રીતે તેમને નવા સ્થળે જૈન સેન્ટર શોધવામાં અથવા તો શાકાહારી રેસ્ટોરાં શોધવામાં તકલીફ પડે છે તેનો અનુભવ પણ જણાવતા. આમ ગુરદેવના બધા જ શિષ્યો એવાં શહેરોમાં ગુરુદેવના પ્રતિનિધિ બન્યા હતા જ્યાં પહેલાં કોઈ ક્યારેય ધ્યાન કેન્દ્રો હતાં જ નહીં. ભારતના કેટલાક કહેવાતા ગુરુઓએ યોગ અને ધ્યાન કેન્દ્રોને એક વ્યાપાર બનાવી દીધો હતો. પરંતુ ચિત્રભાનુજીના શિષ્યો પોતાનાં ઘરોમાં ધ્યાન શીખવતા અને જાહેરમાં ગુરુદેવની ઑડિયો ટેપ અને પુસ્તકો દ્વારા ધ્યાન અંગે વાત કરતા. તેમનો હેતુ પૈસા ભેગા કરવાનો ન હતો. તેઓ ગુરુદેવ પ્રત્યેના પ્રેમને તથા માનવની સેવાને પ્રેમની અભિવ્યક્તિ ગણતા. એક પહેલાંના વિદ્યાર્થીએ ગુરુદેવ પ્રત્યે ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં લખ્યું કે મારા પ્રિય મિત્ર આપણે ફરી મળીએ ત્યાં સુધી તમે બ્રહ્માંડને વધુ ને વધુ તેજોમય બનાવતા રહો. તમે મારી જિંદગી બદલી છે અને આ માટે હું હંમેશાં તમારો ઋણી રહીશ. ગુરુજીને લખાયેલાં ઘણાં પત્રો તત્ત્વચિંતન અને વાસ્તવિકતા વચ્ચેના યુદ્ધનો જાણે દષ્ટાંત હતાં. ગુરુજીની એક પહેલાંની વિદ્યાર્થિનીએ તેમને જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં લેબ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. નેટિવ એમેરિકન્સની સાથે કામ પાર પાડવામાં તેને ઘણા આંતરિયાળ વિસ્તારોમાં જવું પડતું. તેના એક સહકાર્યકરે તેને સલાહ આપી કે આંતરિયાળ વિસ્તારોના ડુંગરાળ પ્રદેશોમાં સિંહ અને વર જેવાં જાનવરો અવારનવાર જોવા મળે છે અને માટે તેને સાથે એક બંદૂક રાખવી જોઈએ. સૌથી પહેલાં તો તરત જ આ સાંભળીને તેણે ના પાડી દીધી. પણ પછી તેના અન્ય સાથી કર્મચારીઓએ પણ તેને આ સૂચન આપ્યું. સતત મળતાં સૂચનને કારણે - ૧૪૫ - ચિત્રભાનુજી Page #165 -------------------------------------------------------------------------- ________________ તેણે આત્મરક્ષણ માટે એક બંદૂક ખરીદવાનું વિચાર્યું. તેના મનમાં સતત વિચારોમાં આવેલું આ પરિવર્તન પણ ખૂબ ખૂંચ્યા કરતું હતું. થોડા દિવસો પછી અકસ્માતે તે જ્યારે પોતાનું ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેની ડાબા હાથની એક આંગળી પર ખૂબ જોરથી ચપ્પ વાગ્યું. તેણે પોતાની નસમાં ઊંડો ઘા કર્યો હતો અને તેને ટાંકા પણ લેવા પડ્યા. આ આખી ઘટના તેના માટે ખૂબ દર્દનાક હતી. ડાબા હાથે થયેલા ઘા ને કારણે તે કામ પણ પતાવી નહોતી શકી. આ સમયે તેને એવો ખ્યાલ આવ્યો કે હાથ પર થયેલા ઘામાં તેને જે દુખાવો થઈ રહ્યો છે તે કોઈ મૂંગાં પ્રાણી પર જો બંદૂકથી હુમલો કરાય ત્યારે તેને જે દુખાવો થાય તેના કરતાં તો કંઈક ગણો ઓછો છે. તેને નવાઈ લાગી કે કઈ રીતે તેણે બંદૂક ખરીદવાનો વિચાર પણ કર્યો. તેણે ચિત્રભાનુજીએ કરેલી વાર્તા યાદ આવી કે જ્યારે મહાવીર સ્વામીને એક નાગે ડંખ માર્યો હતો. મહાવીર સ્વામીએ ખૂબ શાલીનતાથી આ ઘટનામાં વ્યવહાર કર્યો હતો અને માફીની શક્તિ દર્શાવી હતી. આ વિદ્યાર્થિનીને નવાઈ લાગી કે તેનો આ ઘા કદાચ તેને એ યાદ અપાવવા માટે હતો કે તે પોતાના નિયત આધ્યાત્મિક રસ્તેથી ફંટાઈ રહી હતી. મહિનાભર ચાલેલા તેના ઘાના દુખાવાના સમયમાં તેને પોતાની ભૂલો પર વિચાર કર્યો. તેને સમજાયું કે તે શું કરવા જઈ રહી હતી. તેણે પોતાના આ અનુભવ અંગે ગુરુજીની ટિપ્પણીઓ પૂછી હતી. સ્કાર્સડલથી એક સ્ત્રીએ ગુરજીને જણાવ્યું હતું કે તેની રેડીએશન થેરપીમાં તેને શું અનુભવ થઈ રહ્યો હતો. હજી આઠ થેરપી સૅશન્સ બાકી હતાં. તેણે ગુરુદેવે પાઠવેલા માયાળુ પત્ર અને કાળજી બદલ આભાર માન્યો. હું આખાય સમય દરમિયાન ખૂબ ડરમાં રહેતી હતી. તમે મને ટેલિફોન પર જે વાત કહી તેનાથી મને બહુ મદદ મળી. મેં જયારે પણ તમને ફોન કર્યો ત્યારે હું મારી પાસે એક નોટબુક રાખતી અને તમે જે પણ બોલતા એ હું નોંધી લેતી. કારણ કે ફોન મૂક્યા પછી પણ હું એ શબ્દો પર વિચાર કરી શકું, તેનો અર્થ પામી શકું; અને શક્ય હોય તેટલા તેને મારામાં ઊંડા ઉતારી શકું. મારા સૌથી કપરા સમય દરમિયાન તમે મને વર્ષો પહેલાં આપેલી મોતીની માળા લઈને મેં અવારનવાર મને શાંતિ ન મળી ત્યાં સુધી નવકાર મંત્રનો જાપ કર્યો. હું હજી પણ “ચત્તારી મંગલમ' દિવસમાં ત્રણ વાર રહું છું. તથા દિવસમાં બે વાર નિયમિતપણે ધ્યાન પણ ધરું છું. મેં કૅલિફોર્નિયાથી ૧૬ જેટલા વિદ્યાર્થીઓ માટે મારા બૌદ્ધ શિક્ષકને પણ બોલાવ્યા છે. આ આખા પ્રૉજેક્ટની સારસંભાળ મારા પતિ લઈ રહ્યા છે. આ આખી યોજનાને પગલે હું મારી પીડામાંથી જાણે દૂર થઈ ગઈ અને મને બહુ ફરક લાગ્યો, કારણ કે હું મારું પોતાનું શીખેલું એ લોકોને આપી રહી હતી જે લોકોને એ આપમેળે નહોતું મળવાનું. યુગપુરુષ - ૧૪૬ - Page #166 -------------------------------------------------------------------------- ________________ અન્ય એક અનુયાયીએ ડેટ્રોઈટમાં ગુરુદેવ સાથે પર્યુષણ સપ્તાહમાં હાજરીની વાત કરતાં પત્ર લખ્યો છે. તેણે આ સપ્તાહના દસ દિવસ પહેલાં જ માંસાહાર છોડવાનો પ્રયત્ન કર્યો. તેને નહોતું લાગતું કે તે પર્યુષણ દરમિયાન શાકાહારી રહી શકશે. પણ તેને પૂરી સફળતા મળી. ત્યાર બાદ તેણે માંસાહાર કાયમ માટે છોડી દીધો. તેણે પત્રમાં લખ્યું છે કે તે ઘણી વાર સેમી-ફાસ્ટ એટલે કે દિવસમાં માત્ર ત્રણ પ્રોટીન ઝિંક સિવાય બીજું કંઈ જ ન લઈને પણ ઉપવાસ કરે છે. તેને પોતાની નવી નોકરી તથા નવું ઘર મળવાનો આનંદ છે. એવું ઘર કે જ્યાં ધ્યાન ધરવા માટે એક અલગ ઓરડો પણ રખાયો છે. એક વિદ્યાર્થી ન્યુ યૉર્કથી જઈને સ્વાથ્યવર્ધક ખોરાક બનાવવાનો વ્યાપાર કરે છે. તેણે ગુરુદેવને આઠ વર્ષ સુધી પત્રો લખ્યા અને ગુરુદેવની સલાહ માગી. તે ગુરુદેવ પાસેથી જાણવા માગતો હતો કે તે પોતાનો બિઝનેસ જે રીતે કરી રહ્યો છે તે યોગ્ય છે કે નહીં. તેણે પોતાના પત્રમાં એક સ્થળે એફ.ડી.એ. દ્વારા તેના પર થયેલા કેસની વિગતો લખી છે. સાથે તેના વકીલે તેની સાથે કઈ રીતે દગો કર્યો. કઈ રીતે તેણે નાદારી ભોગવી એ તમામ વિશે વાત કરી છે. પણ તેણે પત્રોમાં એમ પણ લખ્યું છે કે આખરે તે તેની મુશ્કેલીમાંથી બહાર આવ્યો અને પોતાની કંપની વેચીને ઘણું બધું કમાઈ શક્યો. આ બધા જ સંઘર્ષના સમય દરમિયાન તેણે ધ્યાન ધરવાનું ક્યારેય ન રોક્યું અને તેણે પોતાને સાચા માર્ગે લઈ જવા ગુરુજીનો ખૂબ આભાર માન્યો. ન્યુ યૉર્કની એક મહિલા ગુરુદેવને ખૂબ અજંપામાં પત્ર લખીને જણાવે છે કે તેના ઘરમાં જ તેની સાથે બળાત્કારનો પ્રયત્ન થયો અને ચોરી પણ થઈ. તેણે પત્રમાં પોતાની પર હુમલો કરનાર સાથે કેવું વર્તન કર્યું, તેનું વર્ણન કરતાં લખ્યું છે કે મેં નવકાર મંત્ર બોલવાનું તો બંધ જ નહોતું કર્યું. હું સતત નવકાર મંત્ર બોલતી ગઈ અને સાથે સાથે મેં પેલી વ્યક્તિને સમજ આપી. હા, તેનું વી.સી.આર. ચોરાઈ ગયું પણ તેને ઊની આંચ ન આવી. તેણે આ પત્ર થકી ચિત્રભાનુજીને જણાવ્યું કે મંત્રની શક્તિમાં તેનો વિશ્વાસ વધી ગયો છે. ઑરેંજ કૅલિફોર્નિયાથી સેન હોઝે જતી ફ્લાઈટમાં આઇલમાં બેઠેલી એક મહિલાએ ગુરદેવને જોયા અને નક્કી કર્યું કે તે ફ્રી મૉન્ટમાં તેમનું વક્તવ્ય સાંભળવા ચોક્કસ જશે. ગુરુદેવના શબ્દોને કારણે તેની પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. તેણે ગુરુદેવનાં પુસ્તકો મંગાવ્યાં અને જે દિવસે તેને પુસ્તકો મળ્યાં તે એને માટે એક ખાસ દિવસ બની રહ્યો. તેને ચાર બાળકો હતાં અને અરાજકતાથી ભર્યું લગ્ન જીવન હતું. પરંતુ ગુરુદેવનાં પુસ્તકો વાંચીને તેણે છૂટાછેડા લેવાનો વિચાર માંડી વાળ્યો. તેણે પત્રમાં લખ્યું છે કે હું મારા સ્મરણ દ્વારા તમારી આંખો જોઉં છું અને તમારો અવાજ - ૧૪૭ - ચિત્રભાનુજી Page #167 -------------------------------------------------------------------------- ________________ સાંભળું છું જે મને સતત કહી રહ્યો છે કે તું તેને બસ પ્રેમ કર. તમે પ્રેમનું એક ઝળહળતું પ્રતીક છો તે બદલ હું તમારી આભારી છું. તમે મને દિવ્ય પ્રેમનો જે બોધ આપ્યો છે તેનું મહત્ત્વ હું હંમેશાં યાદ રાખીશ. હું તમારી માત્ર વિદ્યાર્થિની છું. ગુરુદેવના અમુક શિષ્યોએ તો પત્ર લખવાથી આગળ વધીને કંઈક ઘણું જુદું કર્યું. આવા અનેક વિદ્યાર્થીઓમાંના એક હતાં ક્લેર રોઝનફેલ્ડ. તે અપસ્ટેટ ન્યુ યૉર્કનાં હતાં. તેમણે “ગુરુદેવશ્રી ચિત્રભાનુ અ મેન વિથ અ વિઝન'ના ટાઈટલ હેઠળ ૧૯૮૦ના દાયકામાં ચિત્રભાનુજી પર ૩૦૦ પાનાંનું પુસ્તક લખ્યું. ગુરુદેવજીના જીવનચરિત્રને અંગ્રેજીમાં વિગતવાર લખવાનો આ પહેલો પ્રસંગ હતો. મુંબઈના એક ભક્ત પ્રોફેસર હસમુખ શેઠે બાદમાં આ પુસ્તક ગુજરાતીમાં અનુવાદિત કરાવ્યું હતું. એ જ વર્ષે અન્ય એક વિદ્યાર્થી હાર્વર્ડ બેનો (અભય)એ ભક્તિ કાવ્યોનું ૧૦૦ પાનાનું એક પુસ્તક “સ્વીટ ટાઈમ એટ ધી ટીચર્સ ફીટ' પ્રકાશિત કર્યું અને તે પુસ્તક તેણે ગુરુદેવને અર્પિત કર્યું. અન્ય વિદ્યાર્થીઓએ ગુરુદેવના જીવનના નાના નાના પ્રસંગો એકઠા કર્યા તથા તેમને વિવિધ સામાયિકો અને ન્યુઝ લેટર્સમાં છપાવ્યા. એક નવોદિત કલાકારે ૮૦ કેલિગ્રાફિક પાનાં ધરાવતી એક રંગીન ડાયરી તૈયાર કરી, જેમાં ખૂબ સરસ ગ્રાફિક હતાં અને કવિતાઓ હતી અને તે બધું જ ગુરુદેવને સમર્પિત હતું. આ પણ ગુરુદેવ પ્રતિના પ્રેમ અને ભક્તિનું પ્રતીક હતું. એલબર્ટા હીન્સન જેમણે ગુરુદેવ સાથે તીર્થયાત્રાઓ કરી હતી તેમણે કાળી શાહીમાં મંડલાઝનો એક વિશેષ પોર્ટફોલિયો તૈયાર કર્યો. જેને તેણે નામ આપ્યું “માય પાલીતાણા'. લેક વિહટમોરમાં આવેલ લાઈટ હાઉસ દ્વારા “જર્ની ટુ ઍનલાઈટનમૅન્ટ ઑન ધી વિંગ્સ ઑફ લાઈટ એન્ડ લવ’ના બે ભાગ પ્રકાશિત થયા. તેમાં ગુરુદેવનાં વિવિધ પ્રવચનો, લેખો વગેરેનું સંકલન કરાયું. ગુરુદેવના આ લેખો ‘લાઈટ હાઉસ બિકન” નામનાં ન્યુઝ લેટરમાં પ્રકાશિત થયા હતા. નવી પેઢી માટે આ લેખો તથા વક્તવ્યો બે પુસ્તકોમાં સરસ રીતે વહેંચાયાં છે. આ પુસ્તકો વર્ષો સુધી ગુરુદેવે અમેરિકામાં પોતાના વિદ્યાર્થીઓને આપેલા સંદેશાઓનું સંકલન કહેતાં દસ્તાવેજીકરણ જ છે. ગુરુદેવના અનુયાયીઓ અને વિદ્યાર્થીઓએ તેમની સાથે વહેંચેલા આ કેટલાક ઉષ્માભર્યા અને જીવનથી ભરપૂર અનુભવો અને પ્રસંગો છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે ગુરુદેવે એ બધાનાં જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આણવામાં કેટલો મોટો ફાળો આપ્યો છે. યુગપુરુષ - ૧૪૮ - Page #168 -------------------------------------------------------------------------- ________________ જીવનનો સિદ્ધાંત વાહનચાલકને ટ્રાફિક સિગ્નલનો અવરોધ નથી. એ તો સલામત વાહન ચાલનની સ્વતંત્રતા આપે છે. જે ચાલક જીવનના સિદ્ધાંતોના લાલ સિગ્નલને વણદેખ્યું કરી ધસી જાય છે તે જાતને અને બીજાને માટે જોખમ ખડું કરે છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૬: ક્યારેક ઉપેક્ષા પણ થાય ૧ એક વિષાદમાં સપડયા. એ વર્ષે નવેમ્બરમાં શિસભાનુ તેમના અમેિરકાના જૂથોએ તેમનો સંપર્ક કર્યો. અહીં ૧૮૦ વર્ષ જૂના શાંતિનાથ દેરાસરનો પ્રશ્ન હતો. આ દેરાસર મુંબઈના પાયધુની વિસ્તારમાં શેઠ મોતીશાએ બંધાવ્યું હતું. મુંબઈમાં બંધાયેલાં ત્રણ ભવ્ય દેરાસરોમાંનું આ એક ગણાતું હતું. અને મોતીશા શેઠ એક દીર્ઘદ્રષ્ટા અને એક ઉદાર વ્યાપારી હતા જે આગલી સદીમાં થઈ ગયા હતા. આ એ જ દેરાસર હતું જેના ટ્રસ્ટીઓએ ૧૯૬૦ના દાયકામાં ચિત્રભાનુજીની મદદ લીધી હતી. તે સમયે મંદિરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી ગઈ હતી અને એને તાત્કાલિક નવા ભંડોળની જરૂર હતી. ટ્રસ્ટીઓને લાગ્યું હતું કે ચિત્રભાનુજીની છાપ એવી છે કે તેમના કહેવાથી આ પરિસ્થિતિ ઉકેલાઈ જશે, સચવાઈ જશે. ચિત્રભાનુજીએ એક ખાસ બેઠક બોલાવીને મંદિર સાથે સંકળાયેલા લોકોને એક ખૂબ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું તથા દેરાસરની જાળવણીની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. ચિત્રભાનુજીના એક જ વક્તવ્યએ ભારે અસર કરી હતી. અને ટ્રસ્ટીઓને પૂરતું ભંડોળ પ્રાપ્ત થયું હતું અને આમ મંદિરની આર્થિક કટોકટી સચવાઈ ગઈ હતી. ઇતિહાસમાં થયેલી આ ઘટનાને કારણે જ કદાચ બે વિરોધી જૂથોને લાગ્યું હતું કે ફરી એક વાર મંદિરનો જે પ્રશ્ન ખડો થયો છે તેમાં ચિત્રભાનુજી તેમને સચોટ માર્ગદર્શન આપી શકશે. આ વખતે એક જૂથ ઇચ્છતું હતું કે મંદિરને સમારકામની ચિત્રભાનુજી - ૧૪૯ - Page #169 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે જ્યારે ટ્રસ્ટીઓ એમ માનતા હતા કે જૂના મંદિરને જમીનદોસ્ત કરીને ત્યાં નવું મંદિર બનવું જોઈએ. એ જ સમયે ઇન્ડિયા હેરિટેજ સોસાયટી(આઈએચએસ) જેની જવાબદારી મુંબઈના જૂનાં બાંધકામોની જાળવણીની હતી, કારણ કે જૂની ઈમારતો સાંસ્કૃતિક વારસો ગણાય. તેમણે કુલ ૬૨૪ ઈમારતોની યાદી બનાવી હતી. આ યાદીમાં દસ જૈન દેરાસરોને પણ સમાવવામાં આવ્યાં હતાં. આ દસ દેરાસરોને ઐતિહાસિક ઈમારતો ગણવામાં આવ્યાં હતાં. તથા તેને રાષ્ટ્રીય વારસા તરીકે મહત્તા અપાઈ હતી. આઈએચએસે શાંતિનાથ દેરાસરના અમુક હિસ્સાને તોડી પાડવાની સામે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. આ સ્ટે ઓર્ડરને પગલે તે મંદિરના ટ્રસ્ટીઓ મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વિના મૂળ ઈમારતમાં કોઈ પણ ફેરફાર કરી શકે નહીં. જે બાબતોને પોતે પવિત્ર ગણતા હોય અને જે બાબતો માત્ર ને માત્ર તેમના સમુદાયને લાગતીવળગતી હોય તેવી બાબતોમાં સરકારની દખલગીરી જૈનોને જરાય પસંદ નહોતી આવી. મોટા મોટા ટાઉન હોલમાં જુદા જુદા સંપ્રદાયોની મિટિંગ ભરાતી હતી. તેઓ ધર્મની બાબતે સરકારની દખલગીરીનો વિરોધ કરવા એકઠા થઈ રહ્યા હતા. સ્થાનિક અખબારોમાં ધમકીઓ, ચેતવણીઓ અને મોટી સંખ્યામાં ઉપવાસ અભિયાનોની વાતો સતત છપાયા કરતી હતી. આ વિવાદ દિવસે દિવસે વણસી રહ્યો હતો જેના કારણે કોમી ભેદભાવ પણ ખડાં થઈ રહ્યા હતા. એક જૈન સાધુએ તો એવી જાહેરાત કરી કે જો હેરિટેજ સોસાયટી પોતાનો આ સ્ટે ઓર્ડર ખસેડી નહીં લે અને જો તેમને મંદિરનો જિર્ણોદ્ધાર કરવા દેવામાં નહીં આવે તો તે આમરણાંત ઉપવાસ કરશે. મુંબઈની હેરિટેજ સોસાયટીના વડા એક પારસી ઉદ્યોગપતિ મિસ્ટર ગોદરેજ હતા. આ આખી વાતમાં મિસ્ટર ગોદરેજનું હોવું પારસી ધર્મગુરુઓને પણ પસંદ ન હતું, કારણ કે તેઓ આ ઘોષણાને મુંબઈની અગિયારીઓની દખલ તરીકે જોતા હતા. શાંતિનાથ દેરાસરને મામલે જે રીતે પરિસ્થિતિ વિવાદી થઈ રહી હતી તે જોતાં જ્યારે ચિત્રભાનુજીને માર્ગદર્શન માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલાં આખાય મુદ્દાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે રાજસ્થાનમાં થયેલા એક કોર્ટના ચુકાદાને શોધી કાઢ્યો. જેમાં માઉન્ટ આબુના મંદિરના જિર્ણોદ્ધાર સંબંધિત સરકારની દખલગીરીને નકારી દેવાઈ હતી. તેમણે વિવિધ સંસ્થાનો પાસેથી એવા આવેદન પત્રો મેળવ્યાં જેમાં સરકારની આ દખલગીરીને નકારવી જરૂરી છે તેવું કહેવાયું હોય. તેમણે જૈનોને પણ કહ્યું કે મંદિરનો વહીવટ જ્ઞાતિના હાથમાં જ હોવો જોઈએ અને તેની કોઈ પણ પ્રકારની કામગીરી સરકારના હાથમાં ન જવી જોઈએ. આ ઉપરાંત ચિત્રભાનુજીએ યુગપુરુષ - ૧૫O - Page #170 -------------------------------------------------------------------------- ________________ સરકારે પસંદ કરેલાં બીજાં જૈન દેરાસરોના ઐતિહાસિક દરજ્જા માટે પણ પ્રશ્ન કર્યો. ચિત્રભાનુજીએ કહ્યું કે આ દેરાસરોમાંથી સાત તો એવાં હતાં કે જેને ઐતિહાસિક ન કહી શકાય, કારણ કે તે માંડ ૨૦ વર્ષ જૂનાં હતાં. આખરે ચિત્રભાનુજી ઇન્ડિયન હેરિટેજ સોસાયટીના મુંબઈ ચેપ્ટરના ચેરમેનને મળ્યા. ચિત્રભાનુજી સાથેની આ મિટિંગ પછી મિસ્ટર ગોદરેજે એક જાહેરનામું બાહર પાડ્યું જેમાં આઈ.એચ.એસ.નો નિર્ણય સ્પષ્ટ કરાયો હતો. આઈ.એચ.એસ.ને જૈન દેરાસરમાં થતાં કોઈ પણ સમારકામ સામે વાંધો નથી પણ સમારકામ એવી રીતે થવું જોઈએ કે તેનું ઐતિહાસિક મૂલ્ય જળવાઈ રહે અને મંદિરનો સાંસ્કૃતિક વારસો મહત્તમ સ્તર સુધી સચવાયેલો રહે. જરૂર પડે આઈ.એચ.એસ. સક્ષમ સત્તાધીશોને આ પ્રકારના સમારકામ કરવાની સારામાં સારી રીતો અંગે સલાહ આપવા હાજર છે, પરંતુ કોઈ પણ તબક્કે આઈ.એચ.એસ. કોઈ પણ ધર્મમાં દખલગીરી કરવા નથી ઇચ્છતી. ચિત્રભાનુજીએ દરેકને ખૂબ શાંતિથી સત્તાધીશો સાથે કામ પાર પાડવા સલાહ આપી. ચિત્રભાનુજીએ કહ્યું કે કામગીરી આઈ.એચ.એસ. કરેલી ચોખવટ પ્રમાણે થવી જોઈએ. તેમણે પરિસ્થિતિનો સર્જનાત્મક વિકલ્પ શોધવા માટે કહ્યું. જેમાં કોઈ પણ પ્રકારની જડતા અથવા તો ખોટું જોમ ન રહેલું હોય. તેમણે સરકારની કહેવાતી દખલગીરી સામે અમુક જૈન સાધુએ જાહેર કરેલા ઉપવાસી વિરોધને પણ વખોડ્યો. ચિત્રભાનુજીને આ વાતે આચાર્ય અભય મુનિના વૈચારિક શબ્દનો ટેકો મળ્યો કે ઉપવાસ શુદ્ધિકરણ માટે હોય છે, માંગણી પૂરી કરવા માટે નથી હોતો. સરકારની દખલગીરીની વાતે ભલે ચિત્રભાનુજીએ પોતાની જ્ઞાતિના લોકોને જ ટેકો આપ્યો હતો. છતાં પણ તેમણે પોતાના ધર્મના લોકોને સલાહ આપી કે દેરાસરની જૂની દીવાલોને સાચવવી. એ દીવાલો જેનું ઐતિહાસિક મહત્ત્વ હતું. તેની પર દોરાયેલાં ચિત્રોનું પણ મહત્ત્વ હતું. અને આ સાથે તેમણે શેઠ મોતીશાએ બનાવેલા આ ભવ્ય મંદિરને તોડી પાડવાનો પણ વિરોધ કર્યો. શેઠ મોતીશાએ આ ઉપરાંત બનાવેલાં અન્ય બે દેરાસર તો આમ પણ પૂરી રીતે બાંધકામમાં બદલાઈ ચૂક્યાં હતાં. ચિત્રભાનુજી ઇચ્છતા હતા કે આ એક મંદિર તો જળવાવું જ જોઈએ. તેમણે દરેકને કહ્યું કે મંદિરનો જિર્ણોદ્ધાર તેના પુનઃ બાંધકામ કરતાં પણ આર્થિક રીતે યોગ્ય વિકલ્પ રહેશે. તેમણે કહ્યું કે ધાર્મિક રીતે જોઈએ તો નવું દેરાસર બાંધવા કરતાં જૂના દેરાસરને સાચવવામાં વધારે યોગ્યતા રહેલી છે. જેમણે પવિત્ર મંત્રો બોલીને આ દેરાસરની પ્રતિષ્ઠા સ્થાપના કરી હતી, તેના પવિત્ર તરંગોને ભાવિ પેઢી માટે સાચવી રાખવા જોઈએ. તેમણે કહ્યું કે જૈનોનો શેઠ મોતીશા પ્રત્યે એટલો તો ઋણસ્વીકાર થવો જ જોઈએ. આ એ જ શેઠ મોતીશા હતાં જેમણે પાલીતાણાના ડુંગરો પર ખૂબ મોટા ખર્ચે દેરાસર બંધાવ્યાં હતાં અને જેને આજે પણ તીર્થયાત્રાળુઓ ખૂબ માને છે. તેમણે - ૧૫૧ - ચિત્રભાનુજી Page #171 -------------------------------------------------------------------------- ________________ પોતાના અનુયાયીઓને એમ પણ કહ્યું કે આપણે શાંતિનાથની વાત કરી રહ્યાં છીએ જે ૧૬મા તીર્થંકર હતા. જેમનું નામ શાંતિ એટલે જેના નામમાં જ શાંતિ રહેલી છે. ચિત્રભાનુજીએ સૂચવ્યું કે પારંપારિક જૈન પ્રથા પ્રમાણે જૈન ધર્મમાં માનનારા વચ્ચેનો વિખવાદ યાદ – વાદથી જ ઉકેલાવો જોઈએ. સ્યાદવાદ એટલે કે વિવિધ અભિપ્રાયોનું એકીકરણ. તેમણે અગ્રણી સ્ટ્રક્વરલ ડિઝાઈનર અને સિવિલ એન્જિનિયર્સના અભિપ્રાયો મેળવ્યા અને તેમની પાસેથી ખાતરી મેળવી કે મંદિરનો જિર્ણોદ્ધાર લાંબા સમય સુધી તેને સલામત રાખશે. આ બધાં જ પાસાંઓને ગણતરીમાં લીધા પછી ચિત્રભાનુજીએ ઉકેલ આપ્યો કે ભીંતચિત્રો સાથેની જૂની દીવાલો, લાકડાના સ્તંભો તથા ઝીણવટભરી કારીગીરીવાળી છત યથાવત રહેશે અને દેરાસરના ગર્ભગૃહની પાછળની દીવાલ જ ફરીથી બાંધવામાં આવશે. તેમણે રાષ્ટ્રીય સ્તરે જૈન હેરિટેજ કન્ઝર્વેશન કમિટી સ્થાપવાનું નક્કી કર્યું. જેના અંતર્ગત આખાય દેશના બધા જ જૈન સ્મારકોની સાચવણી થઈ શકે. આ પગલું ખાસ કરીને એટલા માટે જરૂરી હતું કારણ કે જૈનોને એમ લાગતું હતું કે સરકાર બધું હસ્તગત કરી લેશે. જે મૂળ તો ટ્રસ્ટીઓ દ્વારા રમાતું એક એવું પાનું હતું જેના દ્વારા તેઓ દેરાસરને જ ધ્વસ્ત કરી દેવા માગતા હતા. કેટલાક જૈન સાધુઓએ એવી દલીલ કરી હતી કે ચિત્રભાનુજીએ જે ભીંતચિત્રોને અગત્યનાં કહ્યાં તે તો જૈન પરંપરા માટે અપમાન સમાન છે. કારણ કે તે બનાવનારા તમામ મુસ્લિમ કાર્યકરો હતા. જૈન સાધુઓએ કહ્યું કે આ ભીંતચિત્રો તો મુગલ કળાની પરંપરા ગણાય. અને જ્યારે આ કામ સોંપાયું ત્યારે કોઈ જૈન સાધુને પૂછવામાં નહોતું આવ્યું. આ વિવાદમાં ભાગ લેવા બદલ ચિત્રભાનુજી સામે ખૂબ બધો રોષ હતો. ચિત્રભાનુજીને બહારની વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા. કારણ કે તેઓ અમેરિકામાં ખૂબ સમય પસાર કરતા હતા. કેટલાક જૈન સાધુઓએ ચિત્રભાનુજીનો બહિષ્કાર કરવાની પણ વાત કરી. અને તેમાંના કેટલાક તો એ હદ સુધી ગયા કે તેમને ક્યારેય કોઈ પણ જૈન કાર્યક્રમમાં હાજરી ન આપવા દેવી. અંતે તો ચિત્રભાનુજીની સલાહની અવગણના કરાઈ અને મંદિર ધ્વસ્ત કરાયું. ચિત્રભાનુજી માટે આ ક્ષણ તેમના જ અમર સ્તવનના શબ્દોનો સંદેશો આપી ધ્યાન ધરવાની હતી. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું કરે ઉપેક્ષા એ મારગની તોય સમતા ચિત્ત ધરું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે યુગપુરુષ - ૧૫ર – Page #172 -------------------------------------------------------------------------- ________________ મૌન મૌન આપણા અંતરને ઊર્જાસભર બનાવે છે. તે ઊર્જાને કેન્દ્રસ્થ કરે છે. તે વાણીમાં અકથ્ય આનંદ ઉમેરે છે. મૌન દ્વારા અંતઃદષ્ટિ થાય છે જે મનને સહજ શાંતિના સંગીતમાં ઢાળી વાણીને છટાદાર અભિવ્યક્તિ આપે છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૭: અહિસાયાત્રાનો પ્રારંભ ૯૭૧ની સાલમાં તેઓએ અમેરિકામાં પગ મૂક્યો ત્યારથી માંડીને ૨૦૧૪ સુધી ચિત્રભાનુજી લેખનપ્રવૃત્તિ, આખા અમેરિકામાં આવેલાં વિવિધ જૈન છે કેન્દ્રોની મુલાકાતો, વક્તવ્યો અને બોધજ્ઞાનમાં ખૂબ જ વ્યસ્ત રહ્યા હતા. મોટે ભાગે ગુરુદેવ ચિત્રભાનુજી વર્ષના છ મહિના ન્યુ યૉર્ક જે.એમ.આઈ.સી.માં પસાર કરતા અને બાકીનો સમય ભારતમાં પસાર કરતા. યુ.એસ.એ.માં તેઓ હોય તે દરમિયાન તે યુ.એસ., યુ.કે., નૈધરલેન્ડ્ઝ, એન્ટવર્પ, કેન્યા અને સિંગાપોરમાં વસતા જૈનોના આધ્યાત્મિક ગુરુ બની રહેતા. વિવિધ જૈન કેન્દ્રો દ્વારા તેમને દેરાસરોના ઉદ્દઘાટન પ્રસંગે, પર્યુષણના આઠ દિવસ દરમિયાન અથવા કોઈ ધાર્મિક સેમિનારમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ મળતાં રહેતાં. અમેરિકામાં તેઓ વર્ષમાં વીસથી વધુ જૈન કેન્દ્રોની મુલાકાત લેતા. લૉસ એન્જલિસ, હ્યુસ્ટન, ચેરી હિલ, ન્યુ જર્સીનાં જૈન કેન્દ્રોએ તેમને દેરાસરોની સ્થાપના કરવા માટે ભંડોળ એકઠું કરવા હેતુ પણ આમંત્રણ આપ્યાં હતાં. એ સ્થાપિત થઈ ચૂક્યું હતું કે ગુરુદેવ તેમનાં કેન્દ્રની મુલાકાત લે ત્યારે કેન્દ્રમાં વધુમાં વધુ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા. તેઓ સરળ અને સમજી શકાય તે રીતે અંગ્રેજીમાં જૈન ધર્મનો સંદેશ સમજાવી શકતા હોવાને કારણે યુવાનોને તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ચિત્રભાનુજીને વિવિધ ચર્ચ અને સંસ્થાઓ જે શાંતિના પ્રચાર-પ્રસાર માટે કામ કરતાં તે પણ પોતાને ત્યાં આવવા આમંત્રણ આપતાં. તેઓ મોટે ભાગે ધ્યાન અથવા તો શાકાહારના વિષયો પર વાત કરવાનું પસંદ કરતા. જૈનાના જ્યારે પણ દ્વિવાર્ષિક સંમેલનો થતાં ત્યારે બે મુખ્ય પ્રેરણાદાયી વક્તાઓમાંથી એક વક્તા તરીકે હંમેશાં ચિત્રભાનુજીને આમંત્રણ મળતું. આ - ૧૫૩ - ચિત્રભાનુજી Page #173 -------------------------------------------------------------------------- ________________ સંમેલનોમાં ભારતના ઘણા જૈન વિદ્વાનો પણ ભાગ લેવા આવતા અને ચિત્રભાનુજી તેમની સાથે સંવાદ સાધીને વિચારોનું આદાનપ્રદાન કરતા. ૧૯૯૧ની સાલમાં જૈનોની યુવા પાંખે યંગ જૈન્સ ઑફ અમૅરિકા – વાય.જે.એ.ની સ્થાપના કરી, જેમાં ૧૪-૨૯નાં વય જૂથનો સમાવેશ કરાયો હતો. ૧૯૯૪ની સાલમાં તેમનો પહેલો કાર્યક્રમ યોજાયો અને દર વૈકલ્પિક વર્ષે તેઓ અંદાજે ૬૫૦ જેટલા યુવાનોને આકર્ષતા ત્રિદિવસીય સંમેલનો યોજવા માંડ્યા. આ સંમેલનોમાં ચિત્રભાનુજીને વક્તા તરીકે હંમેશાં આમંત્રણ અપાતું. ગુરુદેવના વિદ્યાર્થીઓએ એંશી અને નેવુંના દાયકા દરમિયાન યુ.એસ. અને કૅરૅડામાં યોગ અને ધ્યાન કેન્દ્રો શરૂ કર્યા હતાં; આમાં પિટ્સબર્ગ, નાયગ્રાફોલ્સ, મોન્ટક્લેર, મનરો, મિડલટાઉન, ગ્લેન હેડ, લોંગઆયલેંડ, રિવરડેલ-બ્રોક્સ અને પ્રોવિડન્સનો સમાવેશ થતો હતો. આ દરેક કેન્દ્ર જે.એમ.આઈ.સી.ની શાખા તરીકે ઓળખાતું. ગુરુદેવ વર્ષે એક વાર આ કેન્દ્રોની મુલાકાત લેતા. કેન્દ્રો શાખાની માફક જ કામ કરતાં અને જે.એમ.આઈ.સી.માં સ્વૈચ્છિક દાન-ભંડોળ મોકલતાં. જે.એમ. આઈ.સી.ના ન્યુઝલેટર્સમાં દરેક કેન્દ્રના કાર્યક્રમોની વિગત પ્રકાશિત કરાતી. બીજી ઑક્ટોબર ૨૦૧૨ના રોજ કેલિફોર્નિયાની ક્લેરમૉન્ટલિંકન યુનિવર્સિટીએ ગાંધી જયંતીની ઉજવણી અહિંસા દિવસ તરીકે કરી અને તેમણે આ શરૂઆતનો અહિંસા એવોર્ડ ચિત્રભાનુજી તથા પ્રમોદાજીને એનાયત કર્યો. ચિત્રભાનુજીની અહિંસા યાત્રા જે ૧૯૭૨માં પૂર્વીય અમૅરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ થઈ હતી તે હવે પશ્ચિમી અમૅરિકાની યુનિવર્સિટીમાં પહોંચી ચૂકી હતી. ચાર દાયકાના આ સમયમાં આ યાત્રા અનેક સ્થળેથી અહિંસાનો સંદેશો ફેલાવતી અગણિત તકો સાથે પસાર થઈ હતી અને તેને દરેકે દરેક ક્ષણે સતત આશીર્વાદ જ મળ્યા હતા. જે.એમ.આઈ.સી. એ લૅરમૉન્ટ લિંકન યુનિવર્સિટીમાં કેમ્પસ પર જૈન કૉન્ફરન્સ યોજવા હેતુ ૧૫ હજાર ડોલર્સનું દાન કર્યું. સાધુ જીવન ત્યાગીને ચિત્રભાનુજીએ જ્યારે વિદેશની ધરતી પર પગ માંડ્યો હતો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે આ અજાણ્યો પથ તેમને ક્યાં લઈ જશે અને આ યાત્રા કેટલી ચાલશે. તેમને ખ્યાલ આવ્યો હતો કે વિશ્વ પરસ્પર સંમત સૌહાર્દનાં શાતા આપતાં ઝરણાં માટે ભૂખ્યું હતું. યુદ્ધો અને ઉપભોગતાવાદને કારણે શાંતિ અને માનવ કલ્યાણ નહોતાં ઉત્પન્ન થયાં અને હવે શાંતિને મોકો આપવાનો સમય પાક્યો હતો. વૈશ્વિક સ્તરે ચિત્રભાનુજીએ કેવી કેવી વિશાળ ઘટનાઓમાં કે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેનો ચિતાર આપવા માટે કોઈ કેનવાસ કે ફલક પૂરતા નથી. અહીં અત્રે યુગપુરુષ - ૧૫૪ - Page #174 -------------------------------------------------------------------------- ________________ જે જણાવ્યું છે તે અમેરિકામાં તેમની પ્રવૃત્તિઓની ઝલક માત્ર છે. ૧૯૭૫માં યુ.એન. ચૅપલમાં ભગવાન મહાવીર નિર્વાણની ૨૫મી શતાબ્દીની ઉજવણી કરાઈ હતી. યુ.એન. ચેપલ, ન્યુ યૉર્કમાં અહિંસા વિશે વક્તવ્ય આપનારા તે પહેલા વક્તા હતા. ૧૯૯૫ની સાલ એટલે ગુરુદેવને અમૅરિકા આવ્યાનાં ૨૫ વર્ષની જયંતી તથા તેમનો ૭૫મો જન્મદિવસ. યુએનમાં ભારતના પૂર્વ એલચી એવા ડૉ. એન.પી. જૈને ‘ધ વેવ ઑફ બ્લિસ – ઈમ્પેક્ટ ઑફ ચિત્રભાનુ ઑન ધી વૅસ્ટર્ન વર્લ્ડ' પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં ગુરુદેવના વિદ્યાર્થીઓના અનુભવો ટાંકવામાં આવ્યા હતા અને સાથે જૈન સિદ્ધાંતો જીવનમાં કઈ રીતે ઉતારી શકાય તેનાં દૃષ્ટાંતો, દષ્ટિકોણ, આદત, માનસિકતા અને આધ્યાત્મિક વિકાસની સાથે થનારા બદલાવની સમજણની વાત હતી. તે જ વર્ષે ઓહાયો હાઉસ ઑફ રૅપ્રિžટેટિવ્સ દ્વારા ચિત્રભાનુજીના શાંતિ તથા ભાઈચારા માટે કરાયેલા કામની પ્રશસ્તિ કરતો ઠરાવ પસાર કરાયો. ડલાસ શહેરે ચિત્રભાનુજીની અહિંસા યાત્રાની પ્રશસ્તિ કરતો ઠરાવ પસાર કર્યો. જૈના દ્વારા એક વિશેષ સમિતિ ઘડાઈ જે ગુરુદેવના ૭૫મા જન્મદિવસ તથા અમૅરિકામાં તેમના ૨૫મા વર્ષની ઉજવણીની કાળજી લેવાની હતી. આ સમિતિના ચેરમેન તરીકે લોંગ આઈલેન્ડના અરવિંદ વોરાની ન્યુ યૉર્કમાં નિમણૂંક કરાઈ. આ બન્ને પ્રસંગોની ઉજવણી અમેરિકા અને કૅરૅડાનાં અન્ય જૈન કેન્દ્રોએ પણ કરી. લોકોએ એવો વિચાર પણ વ્યક્ત કર્યો કે જો ચિત્રભાનુજી સાધુ જીવન જ ગાળત અને અમેરિકા ન આવત તો જૈન ધર્મનો માર્ગ અમેરિકામાં કોણ જાણે કેવી રીતે કંડારાયો હોત. બૉસ્ટનનાં પરાં શેર્બોર્નની પિસ ઍબી એક એવું સંકુલ છે જે જ્ઞાતિના વંચિત યુવકો અને કિશોરો માટે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને પ્રાણીઓ માટે પણ માનવીય પ્રવૃત્તિઓ કરે છે. ત્યાં ગાંધીજીનું સ્મારક પણ છે. ૧૯૯૭માં આ સંકુલે ચિત્રભાનુજીને કરેજ ઑફ કૉન્શિયંસ ઍવૉર્ડ'થી નવાજ્યા અને તેમને શાંતિદૂત સમા કબૂતરના આકારનો ઍવૉર્ડ આપ્યો જે અહિંસાના સંદેશાને કટિબદ્ધ થઈને આજીવન પ્રસરાવવા બદલ એનાયત કરાયો હતો. ભારતમાં તે છ મહિના હોય તે દરમિયાન પણ તેમને ભારે આવકાર રહેતો. તેમને આખા ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રવચન આપવા માટે આમંત્રણ મળતાં. મંદિરો, આશ્રમ, જૈન સોશિયલ ગ્રુપનાં વિવિધ ચૅપ્ટર્સ, સ્થાનિક રોટરી ક્લબ, શાકાહારનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાઓ, વડીલોની સંસ્થા, શાળા અને કૉલેજીસ દ્વારા તેમને આમંત્રણ અપાતાં. એ ભારત આવતા ત્યારે જે પ્રતિસાદ મળતો તે જોઈ ચિત્રભાનુજી - ૧૫૫ - Page #175 -------------------------------------------------------------------------- ________________ લાગતું જાણે તેમણે ક્યારેય ભારત છોડ્યું જ નથી. તેમને આંતરરાષ્ટ્રીય આમંત્રણો પણ મળતાં રહેતાં. કૅનાડા, સિંગાપોર, કેન્યા, યુ.કે., બૅલ્શિયમ, હોંગકોંગ વેગેરેના જૈનો હંમેશાં તેમને ત્યાંનાં દેરાસર-મંદિરોમાં પર્યુષણના આઠ દિવસ દરમિયાન શોભામાં અભિવૃદ્ધિ કરવા બોલાવતા, જેથી તેમની જ્ઞાતિને વધુ ને વધુ ઊર્જા મળી રહે. આ મંદિરોના વાર્ષિક મહોત્સવ તથા સેમિનારોમાં હાજરી આપવા પણ તેમને આમંત્રણ મળતાં. ચિત્રભાનુજી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય તમામ નિયંત્રણોને ખૂબ જ એકાગ્રતાથી પાર પાડતા. તેઓ માનતા કે આ આમંત્રણો તેમને પોતાનો ધ્યેય પાર પાડવામાં મદદરૂપ થઈ રહ્યાં હતાં. તેમને લાગતું હતું કે દરેક આશીર્વાદની તેમને જરૂર હતી. મહાવીરનો સંદેશો પ્રસરાવવો તે જ તેમનું લક્ષ્ય હોવાથી તેમને સતત પ્રવાસ કરવામાં ક્યારેય કોઈ અડચણ ન આવતી. યુગપુરુષ ૧૫૬ - Page #176 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની ઝંખના આપણે ઘણી વાર આપણા ભૂતકાળની ઝંખનાના કેદી બની જઈએ છીએ. હંમેશાં વટથી કહીએ છીએ કે જે જૂનું હતું તે જ સારું હતું; જે કંઈ નવું છે તે નરસું છે અને વર્તમાન ઉદાસીન છે. સમજદાર મન જૂના અને નવા વચ્ચે પસંદગી કરીને કહે છે, “આ બન્નેમાંથી જે સારું છે તે મારું છે.” – ચિત્રભાનુજી પ્રકરણ ૧૮ઃ અહિંસાની વૈશ્વિક જાગૃતિ ત્રભાનુજીએ જૈન સમુદાય સાથે નિકટનો સંપર્ક કેળવીને દૂરદેશાવરના આ પ્રવાસો કર્યા. સિંગાપોરની જૈન સોસાયટીના વીસ વર્ષ સુધી પ્રેસિડન્ટ ઇ રહેલા નગીનભાઈ દોશીને કારણે તેમણે અનેક વાર સિંગાપોરનો પ્રવાસ કર્યો. તેમણે સૌથી પહેલી વાર એક ઉપાશ્રયની શરૂઆત સમયે ૧૯૭૮માં સિંગાપોરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ૧૯૮૦ અને ૧૯૯૦માં પર્યુષણની ઉજવણી સમયે તેમને ફરી ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે જ્યારે ૧૯૯૦ની સાલમાં શ્રી સુશીલ મુનિ, જિનચંદ્રજી અને શ્રી કુમારપાળ દેસાઈ સહિત ભારત, કેન્યા અને યુ.કે.ના ૧૦૦ પ્રતિનિધિઓ સાથે સિંગાપોરમાં યોજાયેલ એશિયા જૈન કોન્ફરન્સની મુલાકાત લીધી ત્યારે ત્યાંના જૈનોને તેમના પ્રત્યે ખૂબ કૃતજ્ઞતાની લાગણી થઈ હતી. હોંગકોંગની ત્રણ દિવસની સફર પછી તેઓ ફરી એક વાર ૧૯૯૫ના માર્ચ મહિનામાં સિંગાપોર ગયા હતા. સિંગાપોરની જૈન રિલિજિયસ સોસાયટીએ ત્રણ દિવસીય સેમિનાર પેસિવ રીસ રિસોર્ટમાં યોજ્યો હતો – આ સ્થળ વિચારોની આપલે કરવા, ધ્યાન ધરવા તથા આત્મસંશોધન માટે સુંદર પરિસર અને શાંત વાતાવરણ ધરાવતું હતું. ચિત્રભાનુજીએ જૈન સમુદાય સાથે મળીને ખૂબ જ ખંતપૂર્વક કામ કરીને સિંગાપોરની સરકારને પત્રો લખ્યા જેથી જૈન ધર્મને સિંગાપોરમાં અધિકૃત ઓળખ પ્રાપ્ત થાય. ૧૯૯૯ના ફેબ્રુઆરીમાં ગુરુદેવ કૉમ્યુનિટી હોલના ઉદ્ઘાટન પ્રસંગે - ૧૫૭ – ચિત્રભાનુજી Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિવચન આપવા માટે ફરી એક વાર સિંગાપોરના મહેમાન બન્યા. આ કૉમ્યુનિટી હોલને જૈન સ્થાનક નામ અપાયું હતું અને તે ત્રણ મિલિયન યુ.એસ. ડોલર્સના ખર્ચે બનાવાયો હતો. ગુરુદેવ ચિત્રભાનુ અને પ્રમોદાબહેન જે આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ હતાં, તેઓ આ પ્રસંગે ખાસ કરીને યુવાનોની હિસ્સેદારીથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. ૨૦૦૪માં જ્યારે સિંગાપોરની ઈન્ટર રિલિજિયસ ઓર્ગેનાઈઝેશન (આઈઆરઓ) દ્વારા જૈન ધર્મને સિંગાપોરના દસમા અધિકૃત ધર્મ તરીકે માન્યતા મળી, ત્યારે ઉજવણી દરમિયાન પણ ગુરુદેવ અને કુમારપાળ દેસાઈ ત્યાં હાજર હતા. ૨૦૧૦માં ગુરુદેવે સિંગાપોરના જૈનોને ઉપાશ્રયના સેન્ટ્રલ હોલમાં મહાવીર સ્વામીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે સફળતાપૂર્વક મનાવી લીધા અને આમ વિવિધ જૈનોને એક જ છત નીચે તેઓ લાવી શક્યા. પારંપારિક રીતે સ્થાનકવાસી જૈનો પ્રતિમાની પૂજા નથી કરતા કે ન તો તેઓ દેરાસર બાંધે છે, પણ મહાવીર સ્વામીની પ્રતિમાના પ્રતિષ્ઠાન દરમિયાન અનોખી એકતા જોવા મળી, કારણકે આ મૂર્તિ સ્થાનકવાસી ઉપાશ્રયમાં જ મુકાઈ હતી, જે જૈન સમાજ માટે બહુ જ વિશેષ ઘટના કહેવાય. યુ.એસ. બાદ જો ક્યાંય પણ મોટી સંખ્યામાં જૈનોનું સ્થળાંતર થયું હોય તો તે યુ.કે.માં છે. જીનિવામાં થયેલી બીજી આધ્યાત્મિક પરિષદ બાદ ચિત્રભાનુજી ૧૯૭૦ની સાલમાં પહેલી વાર યુ.કે. ગયા હતા. સમયાંતરે તેમણે યુ.કે.ની વધારે મુલાકાત પણ લીધી. ૧૯૭૮માં તેમણે લંડન જઈને ત્યાંના ઓસવાલ એસોસિયેશન ઑફ યુ.કે.ને ઓસવાલ હાઉસ ખરીદવાની પ્રેરણા આપી જે સમયાંતરે ઓસવાલ સેન્ટર બન્યું. ૧૯૮૦ની સાલમાં નૈરોબીની વીસા ઓસવાલ જ્ઞાતિનું આમંત્રણ સ્વીકારીને આફ્રિકાની બીજી મુલાકાત લીધી. આ વખતે પ્રમોદાજી પણ તેમની સાથે ગયાં. ત્યાં કેન્યામાં અંદાજે ૧૩OOO જૈન અનુયાયીઓ હતા. માત્ર નૈરોબીમાં જ જૈનોની સંખ્યા ૭000 પર પહોંચી હતી. બાકીના જૈનો મોમ્બાસા, કિસમુ, થિકા અને મુરાંગા જેવા મુખ્ય શહેરી વિસ્તારોમાં વહેંચાયેલા હતા. કેન્યાના રાષ્ટ્રીય વિકાસ અને સ્વતંત્રતામાં ઓસવાલ જૈનોનો ફાળો બહુ મોટો રહ્યો છે. વેપારી વિશ્વમાં ઓસવાલ જાણીતા છે. તેઓ ટેક્સટાઈલ, હાર્ડવૈર અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોમાં કાર્યરત રહ્યા છે. તેઓ મેડિસિન, કાયદો અને શિક્ષણ જેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. ઉરુના સંઘર્ષ દરમિયાન ઓસવાલ જ્ઞાતિનાં લોકોએ સામ્રાજ્યવાદી સત્તાઓનાં દબાણ છતાં પણ આફ્રિકીઓને નૈતિક સ્તરે અને આર્થિક યુગપુરુષ - ૧૫૮ - Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્તરે મદદ કરી હતી. સ્વાહીલીમાં ઉહુનો અર્થ સ્વતંત્રતા થાય છે. ઓસવાલ જ્ઞાતિએ આફ્રિકન અને સ્થળાંતર કરીને આવેલા સમુદાયોના ટકી શકે તેવા વિકાસ અને આર્થિક સદ્ધરતાના ઘડતરમાં નોંધનીય ભાગ ભજવ્યો. આફ્રિકાના આઠ દિવસના પ્રવાસ દરમિયાન ગુરુદેવે શ્રોતાઓથી ભરચક ઘણી સભાઓ સંબોધી. “મને ઇચ્છા વગરના સ્તરે પહોંચવાની જ ઇચ્છા છે,” તેમનું આ પ્રખ્યાત વાક્ય આ સભાઓમાંની એકમાં ઉચ્ચારાયું હતું. તેમણે પ્રમોદાજી સાથે પ્રેસિડન્ટ ડેનિયલ અરાપ મોઈની મુલાકાત લઈ તેમને આશીર્વાદ આપ્યા. ગુરુદેવે, પ્રેસિડન્ટની શાંતિ, પ્રેમ અને એકતાની ફિલૉસૉફી વિશે ઘણું સાંભળ્યું હતું અને તે વિશે વાંચ્યું હતું. તેમણે પ્રેસિડન્ટને નૈરોબીના વિસા ઓસવાલ દ્વારા માનવીય કલ્યાણના કાર્યો કરવા માટે ૧૦૦,૦૦૦ શિલિંગનો ચેક ભેટ આપ્યો. પાર્કલેન્ડ, નૈરોબીમાં જે રીતે જૈન દેરાસર બની રહ્યું હતું તેનાથી ગુરુદેવને ખૂબ સંતોષ થયો. ૧૯૮૩માં આ બાંધકામ પૂર્ણ થયું અને આમ તે દેશમાં જૈન ધર્મના પાયા મજબૂત બન્યા. ઓસવાલના ઍજ્યુકેશન અને વૈલફેર બોર્ડ દ્વારા થનારી પ્રવૃત્તિઓ અંગે પણ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. એ સમયે બોર્ડ દ્વારા બે માધ્યમિક શાળાઓ, બે પ્રાથમિક શાળાઓ અને એક બાલમંદિર ચલાવાઈ રહ્યું હતું. આ ઉપરાંત બોર્ડ દ્વારા કન્યા અને કુમાર છાત્રાલય પણ સ્થપાયાં હતાં. આ ઉપરાંત આખા દેશમાં જ્યાં પણ જૈનો વસતા હતા ત્યાં વિવિધ શૈક્ષણિક સંસ્થાનો ચાલી રહ્યાં હતાં. બૉર્ડ દ્વારા પોતાના લોકોની કાળજી તો લેવાતી જ હતી પણ ઈસ્ટ આફ્રિકાના સામાન્ય લોકોને પણ તેઓ મદદ કરતા હતા. દરેક શાળામાં ભણનારામાંથી પચાસ ટકા વિદ્યાર્થીઓ બિન-જૈન સમુદાયના હતા. પોતાનાથી અલગ હોય તેવા લોકોની કાળજી રાખવાની જૈનોની વૃત્તિનું બીજું ઉદાહરણ વિસા ઓસવાલ આઈ કેમ્પ હતો, જે ગુરુદેવ નૈરોબી પહોંચ્યા તે પહેલાં શરૂ કરાયો હતો જેમાં અન્ય નાગરિકોને માટે પણ સેવાઓ હતી. ભારતથી બોલાવાયેલા ડૉક્ટર્સ દ્વારા આ કેમ્પમાં કામ થતું હતું અને આંખની તકલીફ ધરાવનારા કેન્યાના ઘણા લોકોને ત્યાં આવવા માટે વાહનની વ્યવસ્થા, ખાણીપીણી અને રહેવાની વ્યવસ્થા કરી અપાઈ હતી. એ કૅમ્પમાં અંદાજે ૭૦૦૦ લોકોની તપાસ થઈ હતી અને ૮00 જણાનાં ઑપરેશન થયાં હતાં. અમે ધર્માતરણમાં નથી માનતા” ગુરુદેવે નૈરોબી પાર્કલેન્ડમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું. “વ્યક્તિ પોતાનો ધર્મ બદલ્યા વિના પણ જૈન હોઈ શકે છે. દરેક માણસે આ જીવન પ્રત્યેના આદર તથા અન્ય વ્યક્તિઓ પ્રત્યેના પ્રેમ ખાતર આ કરવું જ રહ્યું.” - ૧પ૯ - ચિત્રભાનુજી Page #179 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ અને પ્રમોદાજીની આફ્રિકાની મુલાકાત અંગે મુખ્ય અખબારોમાં વિગતવાર અહેવાલ છપાયો. આ પ્રવાસ દરમિયાન યુ.એસ.ના પિટ્સબર્ગ પ્રેસ સાથે જોડાયેલા અગ્રણી પત્રકાર મેરલીન મેન્ડેવીટે પ્રમોદાજીનો ઈન્ટરવ્યુ લીધો. મેરલીને પોતાના પહેલાંના અવલોકન અને અનુભવને આધારે જાણ્યું હતું કે શાકાહારીઓ વધારે શાંત હોય છે અને તેમણે પણ તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પ્રમોદાજી આ અવલોકનનું ઉતકૃષ્ટ ઉદાહરણ લાગતાં હતાં, તેમની સુંદરતા અને લાવણ્ય' એમ મેરલીને લખ્યું હતું. તેમણે પ્રમોદાજીને શાકાહાર વિશે અનેક સવાલો કર્યા હતા. તેમના સવાલના જવાબ આપતાં પ્રમોદાજીએ જૈન ધર્મ અને શાકાહાર વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરી હતી. “અમારા ખોરાકમાં એકધારાપણું ટાળવા માટે અમે મસાલાનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદ તૈયાર કરીએ છીએ. તેમણે કહ્યું હતું, “અને અમે દૂધ તથા દૂધની બનાવટોનો ઉપયોગ કરીએ છીએ.' આ શબ્દો બોલાયા ત્યારે પ્રમોદાબહેનને લગીરેય ખ્યાલ નહોતો કે તેઓ એક સમયે પાકાં વિગન બની જશે અને દૂધ તથા દૂધની બનાવટો તેમના આહારનો ભાગ નહીં હોય. આફ્રિકામાં વસતા જૈનો સાથે એટલી નિકટતા કેળવાઈ કે પ્રમોદાજી અને ગુરુદેવે ૧૯૮૭ અને ૧૯૯૭માં ફરી તે ખંડની મુલાકાત લીધી. ૧૯૮૭માં તેમની ચાર દિવસની આ સફર દારેસલામથી શરૂ થઈ જે તાન્ઝાનિયાનું સૌથી મોટું અને ધનવાન શહેર છે. વિકાસને આગળ ધપાવવા માટે માણસજાતે યુદ્ધ રોકવું જ રહ્યું.” ગુરુદેવે પ્રવચનમાં ભાર દઈને કહ્યું. “ધર્મ એ યુદ્ધ માટે નથી પણ તે લોકોને એક કરવા માટે છે.' તેમણે કહ્યું કે લોકોએ નશો, ગુસ્સો, હિસ્સા અને શરાબથી દૂર રહેવું જોઈએ. લોકોને એ સમજ નથી પડતી કે તેઓ શું છે.” તેમણે સમજાવ્યું, “જો આપણે જાતને ઓળખતા હોઈએ તો આપણને મળેલી જિંદગીની ભેટનો આપણે દુરુપયોગ નહીં કરીએ.” ૨૦૦૦ની સાલમાં ચિત્રભાનુજીએ દુબઈ અને મસ્કતના જૈનોની મુલાકાત લીધી. દુબઈના જૈનોએ તેમની સાથે ચર્ચા કરી કે તેઓ પ્રાર્થના કરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા છે જ્યાં તેઓ મહાવીર સ્વામીની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરશે. બધા ધર્મનાં મૂળ તરીકે ચિત્રભાનુજીએ પોતાના સંદેશામાં “અહિંસા પરમોધર્મના વિચાર પર ભાર મૂક્યો. આ મૂળભૂત વિચારધારા જ બધા મહાન ધર્મોમાં કરુણા અને જીવન પ્રત્યેનો કાળજીભર્યો અભિગમ વિકસાવવા માટે અનિવાર્ય છે. યુગપુરુષ - ૧૬૦ - Page #180 -------------------------------------------------------------------------- ________________ મસ્કતમાં સ્થાનિક જૈનોએ તેમનાં ઘણાં જાહેર પ્રવચનો રાખ્યાં જેમાં જૈનો ઉપરાંત હિંદુ, શીખ અને અન્ય લોકોએ હાજરી આપી. ચિત્રભાનુજીએ આ તમામનો આભાર માન્યો, કારણ કે તેમણે રણ પ્રદેશમાં આ શહેરને સુંદર બનાવવા માટે ત્યાંના લોકોને સહાય આપી હતી અને રેતાળ પ્રદેશને શાંતિ અને રમણીયતા બક્ષી હતી. એટલું જ નહીં પણ તેમણે દરિયાના પાણીને મીઠું બનાવ્યું હતું જમીનમાં પણ મીઠાશ ભેળવી દીધી હોવા માટે તમામનો આભાર માન્યો હતો. તેમણે ત્યાં ઉપસ્થિત જૈનોને તેમની સિદ્ધિઓ બદલ વખાણ્યા અને કરુણા અને મૈત્રીને પ્રસરાવવાની સલાહ પણ આપી. એ જ વર્ષે ચિત્રભાનુજી જૈન સંઘ ઑફ નૈરોબીના મુનિસુવ્રત સ્વામી દેરાસરની સ્થાપનાની ૧૬મી જયંતી નિમિત્તે નૈરોબી ગયા. આ મંદિર માઉન્ટ આબુમાં આવેલા દેલવાડાના દેરાની વિશાળ અને સુંદર પ્રતિકૃતિ હતું. ૧૯૯૪ના ઑગસ્ટમાં માધવાણી કુટુંબે આધ્યાત્મિક એકતાનો ઉત્સવ માંડ્યો. ૩૦ હજારથી વધુ લોકોથી ખીચોખીચ સભામાં ગુરુજીએ મન હચમચાવી દે તેવું પ્રભાવી વક્તવ્ય આપ્યું જેમાં આખા વિશ્વના અગ્રણીઓ અને અગત્યના લોકો હાજર હતા. યુ.કે.માં મોટી સંખ્યામાં જૈનો વસતા હોવાથી ગુરુદેવ ત્યાં અવારનવાર જતા. ઑગસ્ટ ૧૯૭૯માં ચિત્રભાનુજી ત્યાં લેસેસ્ટરમાં નવા દેરાસરના પ્રારંભ સમયે હાજર હતા. તે આખા યુરોપનું પહેલું જૈન દેરાસર હતું. લેસેસ્ટર જૈન સમાજના ડૉ.નટુભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓએ એક જૂના દેવળનો જિર્ણોદ્ધાર કરીને આ જૈન આધ્યાત્મિક કેન્દ્રની રચના ૬૫ હજાર પાઉન્ડના ખર્ચે કરી હતી. તેઓ તે વર્ષે સપ્ટેમ્બરમાં ૩૬ શિષ્યો સાથે ભારતમાં જૈન તીર્થોના પ્રવાસ હેતુ પાછા ફર્યા. એપ્રિલ, ૧૯૮૩માં ગુરુદેવ અને તેમનું કુટુંબ મુંબઈથી લંડન પહોંચ્યું. ઓસવાલ સમુદાયના લોકોએ તેમને ખૂબ ઉષ્માભેર આવકાર્યા. - ૧૬૧ - ચિત્રભાનુજી Page #181 -------------------------------------------------------------------------- ________________ JORLD JAIN CONGRESS THL NIL JAIN SAMALFUROPE AND JAIN SOCIAL GROUPS FEDERATION) લૅમૅસ્ટર(યુ.કે.)માં વિશ્વ જૈન પરિષદને સંબોધન - ૧૯૮૮ ગુરુદેવે ત્યાં અગ્રણીઓ સાથે આધ્યાત્મિક ચર્ચાઓ તથા લાંબી યોજનાલક્ષી બેઠકો કરી. તે વર્ષે જ સપ્ટેમ્બરમાં ગુરુદેવ ન્યુ યૉર્કથી “ફેસ્ટિવલ ઑફ ફરગીવનેસ'ની ઉજવણી માટે લંડન જૈન સોસાયટીનાં આમંત્રણને પગલે લંડન આવ્યા. લંડન જૈન સોસાયટીએ લંડનની ઉત્તરે ૪૫૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે જમીનનો મોટો વિસ્તાર ખરીદ્યો હતો. ગુરુદેવે પર્યુષણના છેલ્લા પાંચ દિવસ લંડનમાં પસાર કર્યા. ઑગસ્ટ, ૨૦૦૫માં ઓસવાલ એસોસિયેશન ઑફ યુ.કે.એ ગુરુદેવને પોટર્સ બારમાં ભારતીય શૈલીથી બંધાયેલા – કારીગરી અને જૈન સ્થાપત્ય શૈલી – દેરાસરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું. ગુલાબી સેન્ડ સ્ટોનમાં અને આરસમાંથી બનેલા આ મંદિરની મધ્ય છત દેવતાઓની છબીવાળી ઝીણી કારીગરીથી સુશોભિત કરાયેલી હતી. આખી દુનિયાના જૈનો આ દસ દિવસની ઉજવણી માટે ભેગા થયા હતા. લંડનના ૩૦ હજાર જૈનો માટે આ નવું આધ્યાત્મિક આશ્રયસ્થાન – ઘર હતું. યુગપુરુષ - ૧૬૨ - Page #182 -------------------------------------------------------------------------- ________________ તક આપણા પર તક અવતરણ કરે એની આપણે રાહ ન જોઈ શકીએ. તે આપણી વ્યાપક દષ્ટિની દૂરંદેશી દ્વારા આપણે જાતે જ મેળવવી જોઈએ. તક એવા પડકારો છે જેને આપણે વિકાસ અને સફળતા માટે ભેટીએ છીએ. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૯: ઇંદિરા ગાંધી ત્રભાનુજીની ફિલસૂફી અને બોધનું આકર્ષણ સામાન્ય લોકો સુધી સીમિત નહોતું, પણ ભારતનાં સૌથી વધુ પ્રભાવશાળી રાજકારણી અને પહેલાં મહિલા વડા પ્રધાન ઇંદિરા ગાંધી પણ ચિત્રભાનુજીનાં પ્રશંસક હતાં તથા તેમના શાંતિ સંદેશને વખાણતાં હતાં. ચિત્રભાનુજી જ્યારે મુનિ હતા ત્યારે ઇંદિરા ગાંધી તેમને પહેલી વાર મળ્યાં હતાં. ૧૯૫૬માં તેમણે ચિત્રભાનુજી વિશે કહ્યું હતું, કોઈ જ્યારે ઈસુ ખ્રિસ્તને કહ્યું ત્યારે જેવું ચિત્ર ખડું થાય તેવો જ તેમનો પ્રભાવ હતો અને તેમણે મને ઘેરી શાંતિની છાપ પણ આપી.' ચિત્રભાનુજીએ તેમને કહ્યું હતું કે તેમણે પોતાના પર આવનારી મોટી જવાબદારી સંભાળવાની તૈયારી કરી લેવી જોઈએ. ઇંદિરા ગાંધી સાથે ચિત્રભાનુજીને સારા ઉષ્માભર્યા સંબંધ હતા. ઇંદિરા ગાંધી ત્રણ ટર્મ સુધી ભારતનાં વડાં પ્રધાન રહ્યાં હતાં અને ૧૯૮૪માં તેમની રાજકીય હત્યા થઈ ત્યાં સુધી તેમણે આ ફરજ બજાવી હતી. ચિત્રભાનુજી અને ઇંદિરા ગાંધી વચ્ચે ૨૪ વર્ષ સુધી પત્રવ્યવહાર અને સંપર્ક રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ ગુરુદેવને લખેલો પહેલો પત્ર ૧૯પ૬માં હિંદીમાં લખાયો હતો તેમ જોવા મળે છે. ત્યારે ગુરુદેવ ૩૪ વર્ષના હતા અને ગુજરાતમાં રહેતા હતા. ત્યાર બાદ ઇંદિરા ગાંધીએ ગુરુદેવને હિંદીને બદલે અંગ્રેજીમાં પત્ર લખવાની શરૂઆત કરી હતી. - ૧૬૩ - ચિત્રભાનુજી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૪માં દિલ્હી ખાતે ‘વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજયંસ'માં ઇંદિરા ગાંધી સાથે ઇંદિરા ગાંધી આખી દુનિયામાં શક્તિશાળી રાજકારણી તરીકે જાણીતાં હતાં. તે તેમની રાજકીય કઠોરતા અને સત્તાના કેન્દ્રીકરણ માટે પ્રખ્યાત હતાં અને તેમને ભારતની આયર્ન લેડી – લોખંડી સ્ત્રી તરીકે ઓળખવામાં આવતાં. તે ગુરુદેવ કરતાં સાડાચાર વર્ષ મોટા હોવા છતાં પણ તે ગુરુદેવ પ્રત્યે ખૂબ આદર રાખતાં અને તેમને આધુનિક ભારતના અગત્યના આધ્યાત્મિક ગુરુ તરીકે જોતાં. આપણે જાણીએ છીએ કે સમયાંતરે ઇંદિરા ગાંધી જાહેર જીવનના દબાણને વેઠી શકવાની પોતાની ક્ષમતાઓ પર શંકા કરતાં થયાં હતાં. તેમણે કબૂલાત કરી હતી કે તેઓ ધારે તો વાંચન અને લેખનની પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે. તેમણે માઉન્ટ આબુ પર અનુભવાતી શાંતિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ પોતે પણ તેનો અનુભવ કરવા માગે છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમના પ્રવાસની વ્યસ્તતાને લીધે તેઓ આબુ નહીં આવી શકે. જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ના રોજ ઇંદિરા ગાંધીએ ભારતનાં વડા પ્રધાન તરીકે શપથ લીધા. એ જ વર્ષે ગુરુદેવે બિહારના દુકાળગ્રસ્ત પ્રદેશો માટે રાહત ફાળો યુગપુરુષ - ૧૬૪ – Page #184 -------------------------------------------------------------------------- ________________ - ઉઘરાવવાની શરૂઆત કરી હતી. ચિંતિત અને કાળજી લેનાર માતા તરીકે ઇંદિરાએ ગુરુદેવને પોતાના પુત્ર રાજીવ વિશે લખ્યું - તેમનો મોટો દીકરો જેને ઍપૅન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું, ઇંદિરાએ આવી સ્થિતિમાં પોતાની લાચારી દર્શાવીને પોતાના પુત્ર માટે ગુરુદેવના આશીર્વાદની ઇચ્છા કરી હતી. ૧૯૭૧માં ગુરુદેવ વૈશ્વિક નાગરિક બન્યા કારણ કે તેઓ અમૅરિકા સ્થળાંતર કરી ગયા હતા. ઇંદિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટીએ તે વર્ષે ચૂંટણીમાં જબ્બર જીત મેળવી ત્યારે ઇંદિરા ગાંધી બીજી વાર ભારતનાં વડા પ્રધાન બન્યાં. ૧૯૭૫-૭૭ની સાલમાં ભારત દેશ ઐતિહાસિક કટોકટીના ૨૧ મહિનાનો સાક્ષી બન્યો. આ સમયે ઇંદિરા ગાંધી પાસે સર્વોપરી સત્તા હતી. માર્ચ ૨૪, ૧૯૭૭ના રોજ વડા પ્રધાન તરીકે તેમનો છેલ્લો દિવસ હતો. ત્યાર પછી મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા. તે પણ ગુરુદેવના પ્રશંસક હતા તથા તેમને ઘણી વાર મળ્યા હતા. ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ પક્ષ ફરી એક વાર જાન્યુઆરી, ૧૯૮૦માં સત્તા પર આવ્યો અને તેઓ ત્રીજી વાર ભારતનાં વડાં પ્રધાન બન્યાં. એ જ વર્ષે તેમણે ભારે અંગત આઘાત પણ અનુભવ્યો. ઇંદિરા ગાંધીના ૩૪ વર્ષના પુત્ર સંજય જે સંસદ સભ્ય પણ હતા તે એક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા. પુત્રના મૃત્યુ પછી ઇંદિરા ગાંધીએ ગુરુદેવને પત્ર લખીને તેમણે પાઠવેલી દિલગીરી બદલ આભાર માન્યો હતો. થોડા દિવસો પછી ઇંદિરા ગાંધી ગુરુદેવ અને તેમના ૪૦ તીર્થયાત્રી વિદેશી વિદ્યાર્થીઓને ૨૩મી ડિસેમ્બર, ૧૯૮૦ના દિવસે પોતાની ઑફિસમાં મળ્યાં હતાં. થોડાં વર્ષો પછી ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪નાં રોજ તેમના જ બે સુરક્ષાકર્મીઓએ તેમના સરકારી નિવાસ્થાન પાસે ગોળી મારીને તેમની હત્યા કરી. એ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો. દેશના સૌથી અગત્યના આધ્યાત્મિક ગુરુ અને સૌથી શક્તિશાળી રાજકારણી વચ્ચેનો સંબંધ પરસ્પર સન્માન, કાળજી અને ગિરમાથી બંધાયો હતો. - ૧૬૫ - ચિત્રભાનુજી Page #185 --------------------------------------------------------------------------  Page #186 -------------------------------------------------------------------------- ________________ સુખ સુખ એ ચંચળ પ્રાણી છેઃ જે કશું નથી માગતા તેની પાસે તે દોડી જાય છે અને જે લોકો સતત તેની પાછળ દોડતા રહે છે તેનાથી દૂર રહે છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૦ લાઈટ હાઉસ સેન્ટર ‘ચિત્રભાનુજી? એ કોણ છે? મેં તો તેમના વિશે ક્યારેય નથી સાંભળ્યું? રે કૅથરીન ફ્લોરીડાએ ચિત્રભાનુજીનું નામ પહેલી વાર સાંભળ્યું ત્યારે તેમનો આ જ પ્રતિભાવ હતો. ૧૯૭૦માં કૅથરીન, એક વિધવા અને બે સંતાનોની માતા મિશીગન ઓલિવેટમાં સ્પિરિચ્યુંઅલ ફંટિયર્સ ફેલોશિપની વિકએંડ રિટ્રીટમાં ગઈ હતી. તેમણે મિત્ર (રેવર.... રોબ ગારેન)નું વક્તવ્ય સાંભળ્યું. કૅથરીનને સ્વપ્ન પણ કલ્પના નહોતી કે આ વક્તવ્ય આખરે તેને ગુરુદેવ સુધી દોરી જશે જે બદલામાં તેની પર એટલો ઊંડો પ્રભાવ પાડશે કે તેનું જીવન હંમેશ માટે બદલાઈ જશે. તે સમયે હજી કેથરીન પોતાના પહેલા પતિના મૃત્યુના શોકમાંથી બહાર આવવા મથામણ કરી રહી હતી. તે વેયન સ્ટેટ યુનિવર્સિટીની નર્સિગ કૉલેજમાં એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તેમના પતિને તે શાળામાં ભણતા હતા ત્યારે મળી હતી અને બન્ને પ્રેમમાં પડ્યાં અને પરણ્યાં હતાં, પણ કમનસીબે સાવ ૨૯ વર્ષની વયે તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. કૅથરીનની દુનિયા સાવ વિખેરાઈ ગઈ હતી. આ કારણે જ તેને ધ્યાન શીખવાની અંતરથી ઇચ્છા હતી. તે પોતાની લાગણીમય જાતને બચાવવા ઇચ્છતી હતી. તે બહુ આકળી થઈને જીવનનો અર્થ શોધવા મથી રહી હતી. અને મૃત્યુનો પણ... ગુણાતીત મંત્રથી તેણે ધ્યાન ધરવાની શરૂઆત કરી. એક તબક્કે પાંચ વર્ષ સુધી - ૧૬૭ - | ચિત્રભાનુજી Page #187 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનો રોજ અભ્યાસ કર્યા પછી તેને એવી લાગણીનો અનુભવ થવા માંડ્યો જેને વર્ણવવી શક્ય નહોતી. તેણે મેટાફિઝિક્સ અને દૈહિકથી વિપરીત માનસિક આધ્યાત્મિકતાની જાગૃતિના વર્ગો ભરવાની શરૂઆત કરી. તેના શિક્ષકે એક વાર કહ્યું, ‘આ તો તારે શીખવવાનું હોય, શીખવાનું ન હોય.’ જોકે કૅથરીનને પોતાના શિક્ષક શું કહી રહ્યા છે તેનો ખ્યાલ ન આવ્યો પણ તેને આ ટિપ્પણીમાં રસ ચોક્કસ જાગ્રત થયો. આ જ સમય દરમિયાન તેને ઓલિવેટમાં વિકએંડ રિટ્રીટમાં જવાનું થયું. પોતાના પ્રવચનમાં મિત્ર, ચક્ર મૅડિટેશનની વાત કરી રહ્યા હતા. શરીરના ગૂઢ સ્તરમાં ચક્રો ઊર્જાનાં કેન્દ્ર હોય છે. કૅથરીનને લાગ્યું કે મિત્ર પ્રવચનમાં જે પણ કહી રહ્યા હતા તે બધા સમક્ષ પોતાનું હૃદય જાણે ખૂલી રહ્યું હતું. તે એ બધી બાબતો સાથે જાતને સાંકળી શકી કારણ કે ક્યાંક કોઈ સ્તરે તે આ બધું જાણતી જ હતી. પ્રવચન પછી તેણે મિત્ર પર સવાલોનો વરસાદ વરસાવ્યોઃ ‘તમે આ ક્યાંથી શીખ્યા ? તમને આ કેવી રીતે ખબર પડી ? તમને આ કોણે શીખવ્યું ?' મિત્રએ જવાબ આપ્યો, ‘હું ચક્ર વિશે ચિત્રભાનુજી પાસેથી શીખ્યો.' આ નામ કૅથરીન માટે સાવ નવું હતું. તેને ચિત્રભાનુજી વિશે વધારે જાણવું હતું. ‘તે મારા ગુરુ છે, એક વખતના જૈન સાધુ. તે ભારતથી આવ્યા છે અને ન્યુ યૉર્કમાં રહે છે.' મિત્રે તેની સાથે ચિત્રભાનુજી વિશે વધારે વિગતવાર વાત કરી. રિટ્રીટ પછી કૅથરીને ચક્રોની માહિતી આપતી મિત્રની બધી ઑડિયો ટેપ્સ બહુ ધ્યાનથી સાંભળી. તેને ગુરુદેવને મળવાની પ્રેરણા મળીઃ ‘તમે એમને ગમે ત્યારે મળી શકો' મિત્રે જવાબ આપ્યો. ‘એ ઈસ્ટર દરમિયાન ડેટ્રોઈટમાં જ હશે, તું જઈને તેમને મળી શકીશ.’ આ મુલાકાત થઈ તે પહેલાં કૅથરીને ‘ડુ સમથિંગ ડિફ્રન્ટ' શીખવવાની શરૂઆત કરી દીધી હતી. આ એવા છ વર્ગોની શ્રેણી હતી જેમાં મેટાફિઝિકલી જીવન જીવવાની રીત દર્શાવાતી હતી ખાસ કરીને એક્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શનને વિકસાવવાની રીત. તે સમયે મેટાફિઝિક્સને મુખ્ય પ્રવાહનો વિષય ન ગણવામાં આવતો. તે મનનાં બંધ યુગપુરુષ - ૧૬૮ - Page #188 -------------------------------------------------------------------------- ________________ બારણાં પાછળ સંતાયેલી બાબત હતી. કૅથરીનને જલદી જ સમજાઈ ગયું કે તેનામાં અંતઃસ્ફર્ણાની ક્ષમતા રહેલી છે. જો કે તે વિશેષ ભેટ કે વિશેષ લોકોમાં નહોતી માનતી. તે માનતી કે તે ગુણવત્તા કે ઊર્જા દરેકમાં રહેલી હોય છે. તે મૂળે તો લોકોને તેમનામાં રહેલી, માનસિક એવી દૈહિકથી વિપરીત આધ્યાત્મિકતા સાથે ઓળખાણ કરાવતી. આખરે કૅથરીન ગુરુદેવને સાક્ષાત મળી. તે જૈન સેન્ટર ફાર્મિંગટન હિલ્સ, ડેટ્રોઈટમાં થઈ રહેલા પ્રવચનમાં પોતાની એક મિત્ર સાથે ગઈ. પ્રવચનને અંતે ગુરુદેવ આશીર્વાદ આપી રહ્યા હતા. કૅથરીનને ખૂબ જ પ્રેરણાત્મક લાગી રહ્યું હતું અને તેણે પોતાની મિત્રને કહ્યું કે “મને પણ એ આશીર્વાદ જોઈએ છે.” જયારે તેને આશીર્વાદ પ્રાપ્ત થયા એ તેના આત્માને જ સ્પર્યા અને તેને ખાતરી થઈ ગઈ કે પોતાની અને ગુરુદેવની વચ્ચે કોઈ ખાસ કડી જોડાયેલી છે. વર્ષો પછી તેમણે ગુરુદેવ સાથેની પહેલી મુલાકાત યાદ કરતાં કહ્યું, “મેં તેમનું પ્રવચન સાંભળ્યું પછી જાણે એ બધી જ માહિતી મારી અંદર ભળી ગઈ. ચિત્રભાનુજીએ માત્ર એટલું જ કહ્યું કે “કારણ કે તે આ બધું જ કોઈ બીજા જન્મમાં પણ અનુભવ્યું છે.' તેમણે કહ્યું, “એ તું જાણે છે. એ તારું સત્ય છે. તું એ બધું મારા વિના, કોઈ પુસ્તક વિના શીખવી શકી.” ગુરુદેવના બોધથી તથા તેમની સાથેની મુલાકાતથી કેથરીન માટે ઘણી બધી બારીઓ ખૂલી ગઈ – હવે તેને પોતાની જ સમજણનું યોગ્ય માળખું મળી ગયું. મને હું જે કરતી હતી તે માટે જાણે ભાષા મળી. હું એ અંતઃસ્ફર્ણાથી કામ કરતી કે કંઈક છે જે યોગ્ય છે. એક પશ્ચિમી મનની પશ્ચિમી ભાષાથી હું કામ પાર પાડતી અથવા સાધારણ ભાષા વાપરતી. હું પહેલાં તો એ શીખી કે પશ્ચિમી માણસને ધ્યાન કેવી રીતે શીખવવું. ભારતમાં ગુરુ કહે, ધ્યાન ધરો, મંત્ર બોલો, આમ કરો અને તેમ કરો,” અને ભારતીયો એ જ કરશે જે તેમના ગુરુએ કહ્યું છે. ભારતીયો આ કરશે પણ પશ્ચિમીઓ “આમ કેમ?' એવો સવાલ કરશે.' સમયાંતરે તેમણે મનરો કોમ્યુનિટી કૉલેજ, ઓકલેન્ડ કોમ્યુનિટી કૉલેજ, મેરી ગ્રોવ કૉલેજ, લેન્સિગ કોમ્યુનિટી કોલેજ તથા તે વિસ્તારની કેટલીક શાળાઓમાં ધ્યાન શીખવ્યું હતું. તેમના કોર્સ ડ સમથિંગ ડિફ્રન્ટ'ના વર્ગો પછી પેટ્રીશિયા થિએલ સહિતના તેમનાં ત્રણ વિદ્યાર્થીઓ તેમના ઘરે આવ્યાં, કારણ કે તેઓ આ અંગે વધુ શીખવા માંગતા હતાં અને આમ કૅથરીને પોતાના ઘરે વિદ્યાર્થીઓ સાથે ધ્યાન અને અન્ય બેઠકો શરૂ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે વધુ ને વધુ લોકો, ખાસ કરીને એના આર્બર અને યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી કૅથરીનનાં દર મહિને થતાં ધ્યાન અંગેનાં પ્રાથમિક પ્રવચનોમાં હાજરી આપવા આવવા મંડ્યાં. આખરે ૧૯૮૨માં ધી લાઈટ - ૧૬૯ - ચિત્રભાનુજી Page #189 -------------------------------------------------------------------------- ________________ હાઉસ સૅન્ટરના નામે એક ગ્રુપ રચાયું જેમાં દર બે સપ્તાહે સમૂહ ધ્યાન યોજાતું, મહિને એક વાર હિલિંગ નાઈટ થતી સાથે લાઈટ હાઉસ બિકન નામની પત્રિકા પણ શરૂ થઈ અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પણ નિમાયા. કૅથરીન કહે છે, ‘જે રીતે વહાણોને દીવાદાંડી રસ્તો બતાડે છે તે જ રીતે પ્રકાશ ઇચ્છતા આત્માઓને બિકન પત્રિકાથી માર્ગદર્શન મળશે.’ પત્રિકાના નામમાં આવતો શબ્દ બિકન એ ગુરુદેવના ‘ધી બિકન’ નામના પુસ્તકનો પ્રભાવ દર્શાવતો હતો, આ પુસ્તક ડિવાઈન નૉલેજ સોસાયટી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરાયું હતું અને ગુરુદેવના બધા જ વિદેશી વિદ્યાર્થીઓએ તે વાંચ્યું હતું. વિદ્યાર્થી કે પ્રાધ્યાપક, ડૉક્ટર અને વકીલ, સામાજિક કાર્યકરો, મનોવિજ્ઞાનીઓ, ઉદ્યોગકારો અને ગૃહિણીઓ એમ તમામે આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેઓ ધ્યાનમાં ભાગ લેતા અને ચર્ચાઓમાં પણ ભળતા. મિશિગનની વિટમોર લેક પાસે તેઓએ એક જગ્યા ભાડે લીધી કારણ કે કૅથરીનનાં દીવાનખંડમાં આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવા શક્ય નહોતા. કૅથરીને ચિત્રભાનુજીની ‘સાયકોલોજી ઑફ એનલાઈટનમેન્ટઃ મેડિટેશન્સ ઓન ધી સેવન એનર્જી સેન્ટર્સ'ને આધારે ચક્ર મૅડિટેશનના વર્ગમાં શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૯માં તેમની સંસ્થા ધી લાઈટ હાઉસ સેંન્ટર ઈન્ક તરીકે સમાવેશ પામી. કૅથરીનની એક વિદ્યાર્થિની જુલયા વોર્ડ જ્યારે ન્યુ યૉર્કમાં ગુરુદેવનાં સેક્રેટરી મમતાજીને તેમનાં પુસ્તકો મંગાવવાનો ઓર્ડર આપી રહી હતી ત્યારે અચાનક જ ગુરુદેવની ધી લાઈટ હાઉસ સૅન્ટરની પહેલી મુલાકાત કોઈ ચમત્કારની માફક યોજાઈ ગઈ. ‘ગુરુદેવ ૧૦ જુલાઈ, ૧૯૮૮ના રોજ ડેટ્રોઈટના જૈનો સાથે સમય ગાળશે.' મમતા જે જે.એમ.આઈ.સી.નાં સૅક્રેટરી હતાં. તેમણે જણાવ્યું અને પૂછ્યું કે ‘ધી લાઈટ હાઉસની તે મુલાકાત લેશે તેવી ત્યાંના સભ્યોની ઇચ્છા ખરી?' સ્વાભાવિક રીતે આ સવાલનો જવાબ તો હા જ હતો. લાઈટ હાઉસ સૅન્ટરનો માહોલ અવર્ણનીય ઉત્સાહ અને ઉલ્લાસથી ઊભરાઈ રહ્યો હતો. કૅથરીન પણ તેનો આનંદ અને એ ખુશખુશાલ બેચેની વ્યક્ત કરી શકે તેમન હતી. કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. ૧૧ જુલાઈ, ૧૯૮૮ના રોજ વિટમોર લેકના ફાય૨ હોલમાં લાઈટ હાઉસના ૭૧ વિદ્યાર્થીઓ ધ્યાન ધરવા અને ગુરુદેવને આવકા૨વા તૈયાર હતા. તેઓ પોતાના શિષ્ય વિકાસ સાથે આવી પહોંચ્યા પણ તેમણે વિદ્યાર્થીઓનું યુગપુરુષ - ૧૭૦ - Page #190 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ચાલુ હોવાથી નીચે રાહ જોવાનુ પસંદ કર્યું. ગુરુદેવે ત્યાર બાદ ખૂબ સરસ પ્રવચન આપ્યું. તેમના વક્તવ્ય દરમિયાન અને તે સાંભળ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે તેમના શબ્દો સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેકને એમ જ લાગતું હતું જાણે આ દરેક શબ્દ તેમને માટે જ કહેવાઈ રહ્યો હતો, આ એ જ હતું જે તેમને સાંભળવાની જરૂર હતી. થોડા મહિનાઓ પછી સપ્ટેમ્બર, ૧૯૮૮માં કૅથરીન અને તેના ત્રણ વિદ્યાર્થીઓ - લ્યુસિલ ડોક, પેટ થિએલ અને જુલિયા વોર્ડ - તેમને શિકાગોમાં મળ્યાં જ્યાં જૈન દેરાસરનું ભૂમિપૂજન થઈ રહ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકો સાથે આ તમામ લાઈટ હાઉસ શિષ્યોની ઓળખાણ કરાવીને કહ્યું કે તે તેમની સાથે પાલીતાણા જવાના છે. કૅથરીન અને તેના વિદ્યાર્થીઓએ ક્યારેય પાલીતાણા વિશે નહોતું સાંભળ્યું પણ તેઓ ગુરુદેવ સાથે ત્યાં સુધી પ્રવાસ માંડવાના હતા એ નિશ્ચિત હતું. તેમની શિકાગોની આ સફર એ તમામ મુલાકાતો અને પ્રવાસમાંની સૌથી પહેલી હતી જે બાદમાં વિવિધ જૈન કેન્દ્રો, દેરાસરોમાં થવાની હતી. તેઓ ભવિષ્યમાં વિવિધ ઉજવણીઓ અને નવા મંદિરની જાહેરાતના કાર્યક્રમોમાં સામેલ થવાનાં હતાં. જ્યારે પણ ગુરુદેવ કોઈ પણ જૈન કેન્દ્રની મુલાકાતે જવાના હોય ત્યારે કૅથરીન અને તેના વિદ્યાર્થીઓ એવો પ્રયત્ન કરતાં કે પોતે ગુરુદેવના વક્તવ્યમાં હાજરી આપી શકે. તેમને માટે આ જૈન ધર્મ તથા જૈન પરંપરાઓ વિશે જાણવાની તક હતી. ગુરુદેવે પહેલી વાર લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લીધી. પછી દર વર્ષે તેઓ અને પ્રમોદાજી ત્યાં જાય એવી પ્રથા શરૂ થઈ. ગુરુદેવ જે છ મહિના અમૅરિકામાં ગાળતા તે દરમિયાન તેઓ પ્રમોદાજી સાથે એક વાર લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લેતા. ગુરુદેવની દરેક મુલાકાતની ખાસ વાતમાં તેમનાં પ્રવચનનો સમાવેશ થતો જે પ્રેરણાત્મક અને ધરતીની વાસ્તવિકતા સાથે જકડાયેલા હતા, જેમાં અનેક વાર્તાઓ રહેતી જે સૌનાં હૈયાંને સ્પર્શતી તથા સ્મૃતિમાં પણ અકબંધ રહેતી. ગુરુદેવે થોડાં વર્ષ લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લીધી. પછી કૅથરીને તેમને લાઈટ હાઉસની પત્રિકા બિકનમાં યોગદાન આપવા સૂચન કર્યું. ૧૯૯૦ની પાનખરમાં આવેલી પત્રિકામાં ગુરુદેવનો પહેલો સંદેશો હતો, ‘એક્સટિરીયર, ઇન્ટિરિયર, ટ્રાન્સેનડૅન્ટલ’ જેમાં આત્માની સફર વિશે વાત હતી. આવનારાં વર્ષોમાં તેમણે ‘અવર જૈન હેરિટેજ-ટ્રાન્સફોર્મિંગ એન્ડ ઈવોલ્ડિંગ', નવકાર મંત્ર, પર્યુષણ, ધ્યાન તથા તેવા દરેક જેને શબ્દ, કર્મ કે મનથી આપણે દુભવ્યા હોય તેવા દરેકની ક્ષમા યાચવી તથા જેણે આપણને દુભવ્યા હોય તેવાને ક્ષમા આપવી જેવા વિષયો પર લેખ લખ્યા. - ૧૭૧ - ચિત્રભાનુજી Page #191 -------------------------------------------------------------------------- ________________ I લાઇટ હાઉસ સેન્ટરની શરૂઆત - જૂન, ૧૯૯૦ સ્વાભાવિક રીતે જ લાઈટ હાઉસ સૅન્ટરમાં થતી અનેક પ્રવૃત્તિઓ જૈન ધર્મના બોધ સાથે મેળ ખાતી હતી. કૅથરીને દર રવિવારે એક કલાક સુધી નવકાર મંત્રના રટણના કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી. આશા શેઠ જે પોતાનાં બચપણથી, મુંબઈના દિવસોથી ગુરુદેવનાં શિષ્ય હતાં તથા ગ્રેટર ડેટ્રોઈટનાં જૈન સૈન્ટરનાં પાઠશાળાના શિક્ષક હતાં તેમણે વિદ્યાર્થીઓને વિવિધ જૈન મંત્રો શીખવવાનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં ચત્તારી મંગલમ, ખામિયા, શિવમસ્તુ, મંગલમ, મૈત્રીભાવનું, ઉવાસાગ્ગાહમ સ્તોત્ર, પંચપરમેષ્ઠી સ્તોત્ર વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા મંત્રો સેન્ટરમાં દર અઠવાડિયે થતા કેન્ડલલાઈટ મેડિટેશનનો હિસ્સો બની ગયા. સેન્ટરે તૈયાર કરેલાં પુસ્તકોમાં દરેક મંત્રનો અર્થ સમજાવાયો હતો અને મંત્રો અંગ્રેજી લિપિમાં લખાતા. સૅન્ટરમાં થતા બધા કાર્યક્રમો ધ્યાનથી શરૂ થતા અને ધ્યાન હંમેશાં નવકાર મંત્ર અને ચત્તારી મંગલમથી શરૂ થતું. જૈન ધર્મ સિવાય ધી લાઈટ હાઉસ સૈન્ટરમાં તાઓ, બૌદ્ધ, હિંદુ, જુડાઈક તથા મુસ્લિમ દૃષ્ટિકોણને પણ એક સમાન પ્રતિભાવ અને આવકાર મળતા. ગુરુદેવની શિષ્યા બન્યા બાદ કૅથરીને જૈન ધર્મ અપનાવ્યો હતો, સેન્ટરમાં પણ જૈન પરંપરાનો બહોળો પ્રભાવ હતો, પણ લાઈટ હાઉસ સેન્ટરના કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ પોતાનો ધર્મ ત્યજવાનું ન કહેવાતું. આ આખરે તો શાંતિ ઇચ્છનારા લોકોનો સમૂહ હતો જે સ્વતંત્ર આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી રહ્યા હતા. સ્વસ્થ મોકળાશના માહોલમાં લાઈટ હાઉસ સેન્ટરના સભ્યોએ જૈન ધર્મના તત્ત્વચિંતનને સહર્ષ સ્વીકારી લીધું હતું. યુગપુરુષ - ૧૦૨ - Page #192 -------------------------------------------------------------------------- ________________ એક એવો સમુદાય જેનું કોઈ ચોક્કસ ઉદ્દગમ સ્થાન નહોતું તેની હાજરી હવે અમેરિકાના આધ્યાત્મિક મંચ પર વર્તાવા લાગી હતી. કૅથરીન હું ચોક્કસ ઇચ્છું છું કે તું અમારી સાથે પાલીતાણા આવે પણ એક શરત છે', ગુરુદેવે કહ્યું. અને તે શરત શું છે?” કૅથરીને ઉત્સુકતાથી પૂછ્યું. “તારે ધૂમ્રપાન છોડવું પડશે.' ના ગુરુદેવ... પ્લીઝ' તેણે વિનંતી કરતાં કહ્યું, ‘તમે મને બીજું કંઈ પણ કરવાનું કહેશો તો ચોક્કસ કરીશ પણ મને સિગારેટ વગર તો નહીં જ ચાલે. ના, ધૂમ્રપાન તો મારી નબળાઈ છે.” “એમ જ હોય તો તું શત્રુંજયના પવિત્ર પર્વત પર નહીં આવી શકે ગુરુદેવે બહુ શાંતિથી જવાબ આપ્યો. “તારે તારી નબળાઈથી પર થવું પડશે.” ગુરુદેવનો સંદેશો એકદમ સ્પષ્ટ હતો. કૅથરીને નક્કી કરી લીધું : જે થાય તે મારે સિગારેટ છોડવી જ પડશે. હું ભારતનાં એ પવિત્ર પહાડ પર ચઢવા માટે બનતું બધું જ કરવા તૈયાર છું. અને તેણે તેમ જ કર્યું ! આ આદત છોડવી તેને માટે બહુ જ કપરું કામ હતું અને તે સત્યાવીસ વર્ષથી લાગેલી લત હતી. પણ તેણે નિશ્ચય કરી લીધો હતો. તે કોઈ પણ નબળાઈની ગુલામ બનવા નહોતી ઇચ્છતી. તેની આંતરિક હિંમત અને શક્તિને કારણે જ તે જાતને આ ટેવમાંથી છોડાવી શકી. એક દિવસ તેણે ખુશી ખુશી પોતાના ગુરુને કહ્યું, ‘ગુરુદેવ લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે. સિગારેટ હવે મારા જીવનનો કે મારા તંત્રનો ભાગ નથી. હું હવે તો તીર્થયાત્રા માટે એકદમ તૈયાર છું.” ગુરુદેવે તેને સંતુષ્ટિભર્યું સ્મિત આપ્યું, તે બહુ જ ખુશ હતા અને તેમને કૅથરીન પર ગર્વ થયો. - ૧૭૩ - ચિત્રભાનુજી Page #193 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ સાથે ભારત જઈ પાલીતાણાની તીર્થયાત્રાની યોજના બની રહી હતી. ડિસેમ્બર, ૧૯૯૧માં લાઈટ હાઉસના ૧૨ સભ્યો સાથે ન્યુ યૉર્ક અને અમેરિકાના અન્ય કેન્દ્રોના વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા અને ગુરુદેવ, પ્રમોદાજી તથા તેમના પુત્ર દર્શનને મળ્યાં. કૅથરીનના શબ્દોમાં કહીએ તો, ‘ભારતની આ તીર્થયાત્રા ચેતાતંત્ર માટે એક ઝાટકો બની રહી.” પાલીતાણાનો પ્રવાસ એક પરિવર્તનશીલ અનુભવ બની રહ્યો- દરેકને શત્રુંજય પર્વતની ટોચે આધ્યાત્મિક નામ અપાયાં. સવાબે મામલ સુધીનું પર્વતનું ચઢાણ કરીને, અંદાજે ૩૦૦૦ પગથિયાં ચઢીને, ઓમ શ્રી શત્રુંજય આદિત્યનાથ નમનું રટણ કરતાં કૅથરીનને ચેતના નામ અપાયું અને તે ગુરુદેવની ત્યારે પહેલી વિદ્યાર્થી બની. આ ઉપરાંત લાઈટ હાઉસના અન્ય નવ શિષ્યોને પણ આધ્યાત્મિક નામ મળ્યાં અરુણા, અસ્મિતા, ભારતી, જિતેન, લલિતા, નૈના, પ્રાચી, સમતા અને વંદના. આ સંદર્ભે કૅથરીને બાદમાં બહુ વિચારીને કહ્યું હતું, “દરેકનાં બે નામ હોય છે, એક નામ તમારો આધ્યાત્મિક ભાગ હોય છે, તમારી દૈવી જાત માટે હોય છે, એ ભાગ માટે જે તમારા આત્માનો પ્રતિનિધિ છે. અને બીજું નામ તમને પૃથ્વી પર આપવામાં આવે છે. જો તમે યોગ્ય સ્થિતિમાં હો, જો યોગ્ય સંજોગો પ્રાપ્ત થાય તો તમને એવું કોઈ મળશે જે તમારા આત્માનાં નામને પારખી શકશે. આમ ગુરુદેવ આત્માના નામને પારખે છે અને તે અમને જણાવે છે, આ નામ થકી અમારે જે કાર્ય કરવાનું છે તે અમે કરી શકીએ છીએ. ચેતનાનો અર્થ થાય છે શુદ્ધ બોધનાવસ્થાની શુદ્ધ જાગૃતિ. આમ જે પણ મારી દૃષ્ટિના માર્ગમાં અવરોધ બને છે તે દૂર થાય છે. દરેક નામનો એક અર્થ હોય છે.' આ તીર્થાળુઓને ખબર પડી કે જૈન સાધુ અને સાધ્વીઓ ત્રીસ-ચાલીસ દિવસમાં નવ્વાણું વાર શત્રુંજય પર્વત ચઢવા અને ઊતરવા આવે છે. નવ્વાણુંનું આ તપ લેવામાં વિદ્વાનો, સામાન્ય માણસો, સ્ત્રીઓ અને સાવ આઠ વર્ષનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. લલિતા લ્યુસિલ ડોકે પોતાના અનુભવ વિશે બિકનના આગામી અંકમાં લખ્યું: “દેરાસરોમાં જે રીતે ઘેરા આદર સાથે ગાતા ધ્વનિઓ વહી રહ્યા હતા તે સૌથી ગૂઢ અને સુંદર અનુભવ હતો. જાગ્રત આત્માઓ તરફથી અમારા પ્રતિ ઊર્જા વહી રહી હતી અને વળતા તેમાં પ્રેમ, જતન, સારપ, ક્ષમા, સ્વીકાર, સમજ અને કરુણાનો તાલમેલ થઈ રહ્યો હતો, જાણે બધા એ જાણતા હતા કે હવે જિંદગી પહેલા જેવી નથી રહેવાની; લોકો એ જાણતા હતા કે હવે પોતે પોતાના બધા આંતરિક શત્રુઓ પર વિજય મેળવવાની ઇચ્છા કરી શકે તેમ હતા.” યુગપુરુષ - ૧૭૪ - Page #194 -------------------------------------------------------------------------- ________________ કૅથરીન અને લાઈટ હાઉસ સેન્ટરના અન્ય વિદ્યાર્થીઓએ ત્યાર પછી ગુરુદેવ સાથે કરેલા બીજા છ ભારત પ્રવાસમાંથી આ પહેલો પ્રવાસ હતો. વધારે શિષ્યો આધ્યાત્મિક નામ મેળવવા ઇચ્છતા હતા અને ભારતની ચસ્કૃતિઓનો અનુભવ કરવા માંગતા હતા, અમુક શિષ્યો પોતાની સમજણને વધારે ગહેરી બનાવવા પાછા આવ્યા હતા. તે બધાંને ગુરુદેવની હાજરીનો અનુભવ જોઈતો હતો, તેમના પ્રેમાળ તરંગનો સ્વાનુભવ કરવો હતો અને મૂદુ માર્ગદર્શન પણ જોઈતું હતું. જેસલમેર, માઉન્ટ આબુ, બેંગલૉરના પ્રવાસ ઉપરાંત મુંબઈમાં ગુરુદેવના દીકરાનાં લગ્નમાં હાજરી સાથે બિહારમાં વિરાયતન અને શિખરજીની યાત્રા પણ રહેતી જ્યાં બધા તીર્થકરનાં મંદિરો હતાં અને પછી ગોવામાં ઈન્ટરનેશનલ વેજિટેરિયન કૉન્ફરન્સમાં પણ તેઓ હાજરી આપતા અને સાથે દિલ્હીમાં થયેલી ધર્મ પરિષદમાં જઈ વડા પ્રધાનને પણ મળતા. સમયાંતરે વધારે ને વધારે વિદ્યાર્થીઓને આધ્યાત્મિક નામ જોઈતું હતું, પણ તે દરેક માટે ભારત યાત્રા શક્ય નહોતી. આ સ્થિતિમાં ગુરુદેવે લાઈટ હાઉસ સેન્ટરમાં જઈને વિદ્યાર્થીઓને આધ્યાત્મિક નામ આપવાની શરૂઆત કરી. આધ્યાત્મિક નામ મેળવવા માટે શિષ્યોએ અમુક બાબતોનું અનુસરણ કરવું પડતું નવકાર મંત્ર બોલી શકતો હોવો જોઈએ, ધ્યાન તથા અહિંસાનું પાલન અને શાકાહાર. ૨૦૧૭માં લાઈટ હાઉસના ઘણાં શિષ્યોને આધ્યાત્મિક નામ મળી ચૂક્યું હતું. કૅથરીને ધી ક્રેઝી વિઝડમ કોમ્યુનિટી જર્નલમાં આ પરંપરા વિશે કહ્યું. “જ્યારે ચિત્રભાનુજી નામ આપે ત્યારે તે ઇચ્છતા હોય છે કે લોકો એ સમજે કે તે નામ શા માટે છે અને તેનો અર્થ શું થાય તથા ધ્યાનનો અનુભવ મેળવે અને તમે કઈ દિશામાં વધી રહ્યા છો તે પણ સમજો. આમ આ એક વચન છે.' સેન્ટરના ઘણા સભ્યો અને શિષ્યો શાકાહારી બની ચૂક્યા હતા. ૨૦૧૩માં ચિત્રભાનુજીની વિનંતીને પગલે લાઈટ હાઉસ એક વિગન સેન્ટર બન્યું જેમાં વિગન જીવન શૈલીનો પ્રચાર પ્રસાર કરાતો. જો કોઈ દૂધ વગેરેમાંથી બનેલી મીઠાઈ ભૂલથી લાવતું તો ગુરુજીની લાગણીને માન આપીને તેનો અસ્વીકાર કરાતો. વર્ષોનાં વહાણાં સાથે કેથરીનના વ્યક્તિત્વમાં આવેલું પરિવર્તન બહુ જ નોંધનીય હતું. શોકગ્રસ્ત વિધવામાંથી તે હવે એક અસાધારણ માનસિક શક્તિ ધરાવનાર સ્ત્રી બની હતી. જેના હૈયે દયા હતી, તે ઉચ્ચ ઊર્જાનું માધ્યમ હતી તથા વધી રહેલા આધ્યાત્મિક સમુદાય માટે પ્રેરણા અને માર્ગદર્શક સાબિત થઈ હતી. ગુરુદેવ સાથે પણ તેના સબંધો સમયાંતરે વધારે ગાઢ થયા. તે ગુરુદેવને નિયમિતપણે “પ્રિય ગુરુદેવના સંબોધન સાથે પત્રો લખતી અને અંતે નમસ્તે કૅથીનું અભિવાદન લખતી. તે ગુરુદેવને લાઈટ હાઉસ સેન્ટરમાં થતી પ્રવૃત્તિઓ વિશે તથા અંગત જીવન વિશે પણ માંડીને - ૧૭૫ - ચિત્રભાનુજી Page #195 -------------------------------------------------------------------------- ________________ લખતી. તેનાં બાળકો પણ ગુરુદેવને સ્વતંત્ર રીતે પોતાના કુટુંબની વાતો લખતાં અને તેમના આશીર્વાદની ઇચ્છા કરતાં. ૨ જાન્યુઆરી, ૧૯૯૧માં તેણે ગુરુદેવને એક લાગણીસભર પત્ર લખ્યો. તે પત્ર અહીં પ્રસ્તુત છે: ‘તમારી પ્રત્યે મારા શિક્ષક અને મિત્ર તરીકેનો મારો પ્રેમ અને પ્રશંસા સતત વધી રહ્યાં છે અને હું જયારે તમારી આસપાસ હોઉં કે તમારી સાથે વાત કરું ત્યારે પ્રેમની અને પ્રશંસાની આ લાગણી કૂદકે ને ભૂસકે વધે છે! મેં પહેલાં ક્યારેય પણ આવું કંઈ મારી જિદંગીમાં નથી અનુભવ્યું... જાણે મારું હૃદય આનંદથી ફાટફાટ થઈ રહ્યું હોય છે અને મારે જાણે બહાર જઈને દરેકને હું જે અનુભવું છું તેવા આ આનંદમાં સામેલ કરવા હોય છે. હું જયારે તમારી આસપાસ હોઉં છું, ત્યારે પછી તે પશ્ચિમી વિચારધારાની બેઠક હોય કે પછી જૈન બેઠકોમાં હાજરી આપવાનો ઉત્સાહ હોય, આ તમામ ક્ષણે મને પરમાનંદ અનુભવાય છે. તમને જે પણ મળે તે દરેકને તમે પ્રેમની અનુભૂતિ સાથે તે વ્યક્તિ ખાસ છે તેવી લાગણીનો અહેસાસ પણ કરાવો છો. હું તમારી એટલી પ્રશસ્તિ કરું છું કે...' | લાઈટ હાઉસ બિકન પત્રિકામાં મેસેજ ફ્રોમ કૅથી બદલાઈને મેસેજ ફ્રોમ ચેતનાના નામથી પ્રકાશિત થવા માંડ્યા હતા. લાઈટ હાઉસ બિકનના ૧૯૯૨ના ફોલના અંક (વોલ્યુમ ૧૦)માં તેમણે ચિત્રભાનુજીનાં નામનું વિશ્લેષણ કર્યું અને તેની આગવી શૈલીમાં ગુરુદેવની ભવ્ય પ્રતિભાની પોતાની હયાતી પર અસરને વર્ણવી: C - Creativity - સર્જનાત્મકતા - તમે મને સર્જનાત્મક હોવાની મારી પોતાની શક્તિનો પરિચય કરાવ્યો H - Help - મદદ – મારે કપરા સમયમાં જે મદદની જરૂર હતી તે તમે મને આપી. 1 - Integrity - પૂર્ણતા - અન્યો સાથે કામ કરાવવામાં કેવી પૂર્ણતા અનુભવી શકાય છે તેનું તમે મારે માટે દષ્ટાંત બન્યા. T - Truth - સત્ય - તમારી જાગૃતિના પ્રકાશને કારણે હું સત્ય અંગે વધારે જાગ્રત બની. યુગપુરુષ - ૧૭૬ - Page #196 -------------------------------------------------------------------------- ________________ R - Reconciliation - સમાધાન - લોકો સાથેના મારા દરેક ભેદભાવનું સમાધાન કરતાં શીખી જેથી હું રાઈનો પહાડ ન બનાવું. B - Better to best - સારાથી શ્રેષ્ઠ – કઈ રીતે સારી રીતે બહેતર બનીને જીવવું તે શીખવ્યું જેથી હું શ્રેષ્ઠ બની શકું. H - Healing - રૂઝ અથવા દર્દ મટાડવું – તમે મને શીખવ્યું કે આંતરિક જાગૃતિનાં પ્રકાશથી કઈ રીતે કોઈ પણ દર્દ મટાડી શકાય છે. A - Adoration - પૂજ્ય ભાવ - જીવન પ્રત્યે અને તમારા પ્રત્યે પણ ગુરુદેવ. N - Not - નહીં - તમે અમને શીખવ્યું છે કે જીવનમાં શેને માટે મથામણ કરવી તેને પગલે હું શેને માટે મથામણ ન કરવી તે પણ શીખી છું. U - Un-limitedness - અસીમ – આપણે શું છીએ તેની ખરેખર ખબર પડે ત્યારે જે અનુભવ થાય છે તે. કૅથરીને એક વાર કહ્યું કે “હું ગુરુદેવની આટલી પ્રશંસા કરું છું, કારણ કે તે મારે માટે તથા બીજા ઘણા માટે માર્ગદર્શક પ્રકાશ બન્યા છે અને તે કેથલીક ચર્ચના પોપ સમાન છે. જૈન સમુદાયમાં તેમનું પણ એ જ સ્થાન છે.” ગુરુદેવ અને કૅથરીન વચ્ચે પરસ્પર આ જ હેત હતું તેનો કૅથરીનને બમણો આનંદ હતો. દર વર્ષે જ્યારે પણ ગુરુદેવ લાઈટ હાઉસ સેન્ટર આવતા તેમનો જન્મદિવસ ઊજવવામાં આવતો. ૧૯૯૬ની સાલમાં લાઈટ હાઉસના ઘણા શિષ્યો તેમનો ૭૪મો જન્મ દિવસ ઊજવવા તથા અમેરિકામાં તેમને ૨૫ વર્ષ પૂરાં થયાં હોવાની ઉજવણી માટે ન્યુ યોર્ક ગયા હતા. આ ઉજવણીમાં ચેતનાએ વક્તવ્ય આપવાનું હતું અને તેણે જે કહ્યું તેના અંશ અહીં પ્રસ્તુત છેઃ “મને લાગે છે કે આપણામાંના દરેકે તેમના પ્રેમ અને સમજનો અનુભવ કર્યો છે, કારણ કે તેમની પાસે એવો પ્રેમ છે જે મોસમ સાથે અટકતો કે બદલાતો નથી અથવા ક્ષુલ્લક કારણે થોભતો નથી. તેમનો પ્રેમ સતત ચાલ્યા કરે છે અને જે પણ તેને સ્વીકારવા માટે મોકળાશ રાખે છે તે તમામને સ્પર્શે છે. તે કોઈ ને કોઈ રીતે - ૧૭૭ – ચિત્રભાનુજી Page #197 -------------------------------------------------------------------------- ________________ દરેકને પ્રેમની અનુભૂતિ કરાવે છે અને તેઓ જેવા છે-જે પણ છે તેમાં પણ વિશેષ છે, તેવી લાગણીની પ્રતીતિ પણ કરાવે છે. ઘણી વાર આપણે મનનાં અંધારાંઓમાં ખોવાઈ જઈએ છીએ અને થોડા સમય માટે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણે કેટલા વિશેષ છીએ, આપણને આધ્યાત્મિક સ્મૃતિભ્રંશ થાય છે. જ્યારે આમ થાય છે ત્યારે ગુરુદેવ માનસિક અને શારીરિક સ્તરે આપણને પ્રેમ મોકલે છે, બિનશરતી પ્રેમ જે આપણને એ પ્રકાશ આપે છે જેના થકી આપણે સ્પષ્ટતાથી ફરી જોઈ શકીએ. પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ.' ચેતના માટે અને લાઈટ હાઉસ સેન્ટરના દરેક સભ્ય માટે ચિત્રભાનુજી આધ્યાત્મિક પિતા, ગુરુ અને મિત્ર હતા. જેમ જેમ લાઈટ હાઉસમાં જૈન શિક્ષણ અને બોધથી શિષ્યો પરિચિત થતા ગયા તેમ તેમ તેમને આ વિશે વધારે માહિતી જોઈતી હતી. ચેતનાએ પ્રમોદાજીને પૂછ્યું કે શું તેઓ ત્યાં આવીને શીખવશે? પ્રમોદાજીએ આ આમંત્રણ સ્વીકારી લીધું અને જુલાઈ, ૨૦OOમાં તેમણે લાઈટ હાઉસના શિષ્યોને જૈન ધર્મ વિશે વિગતવાર શીખવવાની શરૂઆત કરી દીધી. થોડા દિવસોનાં પ્રવચન અને પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે આત્માની પ્રકૃતિ, સજાગતાની પ્રકૃતિ, કર્મના સિદ્ધાંતોની જૈન થિયરી, પુણ્ય અને પાપ વિશે વાત કરી. તેમણે કહ્યું, “જૈન તત્ત્વચિંતન એક જીવનશૈલી છે. આપણે જે છીએ તેની સાથે તે આપણને સાંકળે છે. આપણને જાણવું હોય છે કે આપણો હેતુ શું છે? આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ? જૈન સિદ્ધાંત અને બોધે આપણને આ સવાલના જવાબ મેળવવામાં મદદ કરી છે.” પ્રમોદાજીનાં સંમેલનોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તે સમયે ચેતનાએ લખ્યું: પ્રમોદાજીની શિક્ષણશૈલી વિશે હું પૂરતું વર્ણવી શકું તેમ જ નથી, તે બધું જ અમારી પશ્ચિમી માનસિકતાને દોરવા માટે હતું તે રીતે જ હતું. તેમણે રોજ નવી માહિતીઓ આપી અને આગલા દિવસની સમીક્ષા પણ કરી. તેમણે અમારા બધા જ સવાલોના ધીરજપૂર્વક જવાબ વાળ્યા. તેમણે સ્પષ્ટતા કરી અને અહિંસા, શાકાહાર, વિચારોની સાપેક્ષતા, જીવન પ્રત્યેનો આદર અને કર્મ જેવા તમામ જૈન બોધ અંગેની અમારી જાગૃતિ અને સમજને વિસ્તારી છે. અમારા આત્મા આ બધું જાણવા માટે તરસ્યા હતા અને તેમણે અમારી આ તરસ છિપાવી છે. અમે રાહ જોઈએ છીએ કે પ્રમોદાજી ફરી અહીં આવીને અમારી સાથે વધારે ને વધારે વાત વહેંચે.' | ઉનાળામાં પ્રમોદાજી જ્યારે પાછાં ફર્યા ત્યારે વધારે શિષ્યો જોડાયા. તેમણે આ સમયે વધારે સંકુલ વિષયો જેવા કે જૈન મેટાફિઝિક્સનાં અગત્યનાં નવ તત્ત્વ જેવા વિષય પર વાત માંડી અને સાથે આત્મા અને પદાર્થની ગુરુદેવની ફિલસૂફીની પણ વાત કરી. યુગપુરુષ - ૧૭૮ - Page #198 -------------------------------------------------------------------------- ________________ આશા શેઠ લાઈટ હાઉસ સેન્ટરની નજીક જ રહેતાં હતાં. તેઓ મુંબઈમાં ઉછર્યા હતાં અને બાળપણથી જ ગુરુદેવના ભક્ત હતાં. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યાં હતાં અને તેઓ મધુર અવાજવાળાં બાહોશ ગાયિકા અને લાઈટ હાઉસ ઍન્ટરનાં પડોશી હોવાને નાતે કેન્દ્રને તેઓનો ઘણો લાભ મળ્યો. તેઓ આ બધાં વર્ષો દરમિયાન લાઈટ હાઉસ સેન્ટરમાં શિક્ષા આપવા આવતાં અને પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં. તેઓ પોતાના ઘરે વ્યક્તિગત અને સમૂહમાં શાકાહારી ભોજનના વર્ગો પણ ચલાવતાં. તેમના પતિ નરેન્દ્ર શેઠ પણ લાઈટ હાઉસ સૅન્ટરની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે. ગુરુદેવ લાઈટ હાઉસ સેન્ટરમાં જૈન શિક્ષણ બોધ તો લાવતા જ હતા પણ સાથે સાથે અન્ય જૈન કેન્દ્રોમાં લાઈટ હાઉસની વાત પણ લઈ જતા. જ્યારે પણ તેઓ કોઈ પણ જૈન કેન્દ્રની મુલાકાતે જતા ત્યારે કેથરીન અને તેના શિષ્યો તેમનું પ્રવચન સાંભળવા હાજરી આપવાનો ચોક્કસ પ્રયાસ કરતાં. ઘણી વાર તેઓ શિષ્યોને ઊભા કરીને નવકાર મંત્ર અને ચત્તારી મંગલમ ગાવા કહેતા; શ્રોતાઓને આ સાંભળીને નવાઈ લાગતી અને તેઓ જાણવા માગતા કે આ વિદેશીઓને કઈ રીતે આ મંત્રો આવડે છે. આ શિષ્યોને હંમેશાં આવકાર મળતો, સ્વાદિષ્ટ જૈન સાત્વિક ભોજન મળતું અને ઘણી વાર સ્ત્રીઓ અન્ય સ્ત્રી શિષ્યોને કુર્તા અને સલવારનો ડ્રેસ પણ ભેટ આપતી. સમયાંતરે લાઈટ હાઉસના વિદ્યાર્થીઓ અને ચેતનાએ શિકાગો, ડેટ્રોઈટ અને ડેટન વગેરે શહેરોમાં થયેલી દેરાસરોના ભૂમિપૂજનની અનેક વિધિ-ઉજવણીઓમાં તથા દેરાસર બંધાઈ જાય પછીના અર્પણ સમારોહમાં પણ હાજરી આપી. તેઓ એક વાર ઑન્ટેરિયો મિસિસાગામાં દેરાસરના અર્પણ સમારોહમાં પણ ગયા હતા. બીજા કેન્દ્રના જૈનો પણ લાઈટ હાઉસના સભ્યોને આવકારતા. શરૂઆતમાં જ લાઈટ હાઉસને ઓહાયોની જૈન સોસાયટી તરફથી તેમના બિલ્ડિંગ માટે ભંડોળ મળ્યું હતું. કેટલાક જૈનો લાઈટ હાઉસ સેન્ટરના સભ્ય બન્યા હતા. પર્યુષણ અને અન્ય ઉજવણીમાં તથા ગુરુદેવને મળવા માટે ગ્રેટર ડેટ્રોઈટના સેન્ટરમાં આવતા લાઈટ હાઉસ શિષ્યોને ઉમળકાભેર આવકાર મળતો. ફિલાડેલ્ફિયાના દેવેન્દ્ર પીરે મહાવીર અને નાગનું સુંદર ચિત્ર પણ લાઈટ હાઉસને ભેટ આપ્યું હતું જે ત્યાં મુકાયું પણ હતું. ગુરુદેવે “જૈન” દ્વારા પણ લાઈટ હાઉસ સેન્ટરને જૈનો સાથે જોડવામાં મદદ કરી હતી. દર બે વર્ષે આખા અમેરિકાનાં જૈન કેન્દ્રો દ્વારા ચાર દિવસનો સમારોહ વિવિધ સ્થળોએ યોજાતો. લાઈટ હાઉસના શિષ્યો ફિલાડેલ્ફિયા, ડેટ્રોઈટ, સાન ફ્રાંસિસ્કો, - ૧૭૯ - ચિત્રભાનુજી Page #199 -------------------------------------------------------------------------- ________________ હ્યુસ્ટન, અને એટલાન્ટાના સમારોહમાં ભાગ લેવા જતા. આ સમારોહમાં ભાગ લેતી વખતે લાઈટ હાઉસના શિષ્યોને લાગતું જાણે તેઓ ભારતનો નાનકડો પ્રવાસ કરી રહ્યા છે. જૈન સિદ્ધાંતોમાં તરબોળ, સમારોહનાં સ્થળે બનેલાં દેરાસરોની મુલાકાત, શાકાહાર અને વિગન ભારતીય ખોરાક, જૈન સાધ્વીઓ સાથે યોગ કરવા, ચિત્રભાનુજી અને પ્રમોદાજી સહિત અનેકનાં પ્રવચનો સાંભળવાં. લાઈટ હાઉસના શિષ્યોને પણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા કહેવાતું. મંત્રોચ્ચાર અને પ્રેઝન્ટેશન કરતા. “જૈના'ના ફિલાડેલ્ફિયાના સમારોહમાં ચેતનાએ જૈન યુવાનોને ધ્યાન ઉપર વક્તવ્ય આપ્યું હતું. અમેરિકામાં વસતા જૈનોને લાઈટ હાઉસ ઍન્ટર વિશે વધુ જાણવું હતું માટે સેન્ટરનાં અત્યારનાં ડિરેક્ટર નિર્મલા હેકે દ્વારા લૉસ એન્જલિસમાં જૈન ડાયાસ્ફોરા ટ્રેકના ભાગરૂપે વિશેષ વક્તવ્ય અપાયું હતું. તેના બે વર્ષ પછી નમ્રતા લિસા અબ્રામ્સ હ્યુસ્ટનમાં વક્તવ્ય આપ્યું. તાજેતરમાં જ ડેટ્રોઈટમાં થયેલા જયનાના સમારોહમાં લાઈટ હાઉસના ૧૭ શિષ્યોએ હાજરી આપી હતી. છ સભ્યોએ સમારોહમાં શનિવારની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં મંત્રોચ્ચાર ક્ય અને નિર્મલા હાંકે એ “પીસ એઝ ગ્લોબલ રિયાલિટી' નામના વિષય પર થયેલી આંતર-ધાર્મિક ચર્ચામાં જૈન દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતાં ભાગ લીધો. એડિસન, ન્યુ જર્સીમાં “જૈનાના સમારોહમાં નિર્મલાએ “એમ્પાવરમેન્ટ ઑફ વિમનઃ સ્પિરિટ્યુઆલિટી' વિષયની ચર્ચામાં ભાગ લીધો હતો. કૅથરીનની તરફ આકર્ષિત ન થવું અશક્ય હતું અને તેના અવાજની મૃદુતા અને આગ્રહી શક્તિની મીઠાશથી આનંદ ન થાય તેવું પણ શક્ય નહોતું, તેની આસપાસ ઊર્જાનું એક અવર્ણનીય ક્ષેત્રે રહેલું હોય છે બિલી ઝીરિસ્કીએ જ્યારે કૅથરીનનો “ધી ક્રેઝી વિઝડમ કોમ્યુનિટી કેલેન્ડર' માટે ૨૦૦૨માં ઈન્ટરવ્યુ કર્યો ત્યારે આમ લખ્યું હતું. તે ખૂબ સ્વતંત્ર, મોકળાશભર્યા મિજાજવાળા અને પ્રામાણિક, મૃદુ અને રમતિયાળ હોવાની સાથે સાથે ખૂબ જ નમ્ર પણ છે. આ એક એવી સ્ત્રી હતી જેણે પોતાની જિંદગીમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. એક સ્ત્રી જે કોઈ પણ દંભ વિના કે કોઈ બૌદ્ધિક દેખાડા વિનાની હતી – માતૃત્વથી ભરપૂર અને ખૂબ સાદી.” એ ખરેખર નસીબની બલિહારી કહેવાય કે જે સ્ત્રીમાં આટલી બધી કરૂણા અને પ્રેમ ભરેલાં હતાં. તેને ૨૦૦૦ની શરૂઆતમાં હૃદયની તકલીફ હોવાનું બહાર આવ્યું. ગુરુદેવને ચેતનાના સ્વાસ્થની ભારે ફિકર હતી. તેમને જ્યારે ચેતનાના સ્વાથ્ય વિશે ખબર પડી ત્યારે તેઓ ભારતમાં ઉદયપુર ખાતે હતા. તેમણે ચેતના સાથે લાંબી વાત કરી અને તેને અમુક વનસ્પતિઓનું સેવન કરવા અને અમુક ચોક્કસ રીતે ધ્યાન ધરવા યુગપુરુષ - ૧૮૦ - Page #200 -------------------------------------------------------------------------- ________________ સૂચન કર્યું. પણ ચેતનાનું શરીર ઘસાઈ રહ્યું હતું. તેણે મિનેસોટા રોચેસ્ટરની મેયો ક્લિનિકમાં સર્જરી કરાવવાનું નક્કી કર્યું. શું આ બહુ દર્દનાક હશે?' સ્ટ્રેચર પર ઑપરેશન થિયેટરમાં લઈ જવાઈ રહી હતી ત્યારે તેણે વ્યથિત થઈને ડૉક્ટરને પૂછ્યું. કૅથરીન ચિંતા ન કરશો.ડૉક્ટરે જવાબ આપ્યો, ‘તમને પીડાનો ખ્યાલ પણ નહીં આવે. ઓપરેશન દરમિયાન તમે મુછિત સ્થિતિમાં હશો, ઊંડી નિદ્રામાં.” કમનસીબે ચેતના તે ઊંડી નિદ્રામાંથી ક્યારેય બેઠી ન થઈ. હૃદયનું ઑપરેશન નિષ્ફળ નીવડ્યું. ચેતનાના આત્માએ તેનું શરીર ચૂપચાપ ત્યજી દીધું. તે રજી એપ્રિલ, ૨૦૦૩નો દિવસ હતો, તે ૬૧ વર્ષનાં હતાં. ગુરુદેવ ત્યારે જ ભારતથી અમેરિકા પાછા ફર્યા હતા અને તેમને ચેતનાએ ભૌતિક વિશ્વની મર્યાદા ઓળંગી લીધી હોવાના સમાચાર મળ્યા. તેઓ ૮ એપ્રિલે યોજાયેલી ચેતનાની શ્રધ્ધાંજલિ સભા માટે લાઈટ હાઉસ સેન્ટર આવ્યા અને ચેતનાની ચિરવિદાય બદલ શોક કરતા દરેક સભ્યોને તેમણે આશ્વાસન આપ્યું. તેમનાં પ્રવચનમાં ગુરુજીએ કહ્યું: આપણે તેને યાદ કરીએ છીએ, આપણને શોકની લાગણી થાય છે, ક્યારેક આંખમાંથી આંસુ પણ સરી આવે છે પણ એ જ સમયે આપણે તેને પ્રેમ, ઉજાસ અને શાંતિની પાંખો પર ઊડતાં જોઈએ છીએ... આજે આપણે અહીં એક એવા આત્માને જોઈ રહ્યા છીએ જે પોતાના શરીરને ત્યજીને ઉજાસ અને પ્રેમની પાંખોએ સવાર છે. આ માટે આપણે બધા એક ક્ષણ માટે સ્વસ્થ થઈને, પ્રેમનો અનુભવ કરતાં ચેતનાની યાદમાં નિશ્ચય કરીએ કે આપણે પ્રેમભરી જિંદગી જીવીશું. હું મદદ કરીશ, ઈજા નહીં લાઈટ હાઉસના બહારના હિસ્સામાં ઉનાળા દરમિયાન યોજાયેલી સ્મૃતિ સભામાં ભાગ લેવા માટે ગુરુદેવ અને પ્રમોદાજી ફરી આવ્યાં. ચેતનાની ચિરવિદાય પછી દિવસો અને મહિનાઓ સુધી શિષ્યોને ટેકો અને માર્ગદર્શન આપવા તેઓ બધા માટે કોઈ પણ સમયે હાજર હતા, કારણ કે દરેક જણ ચેતના જે પ્રેમ અને ઉજાસ હતી તેને ખુદમાં જીવંત રાખવા પ્રયત્નશીલ હતું. કૅથરીન ઉર્ફે ચેતનાએ સાર્થક જીવન પસાર કર્યું હતું. તેમના દુન્યવી અસ્તિત્વની - ૧૮૧ - ચિત્રભાનુજી Page #201 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી ક્ષણો સુધી તે ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા અનુભવતા હતા. કૅથરીનની વિદાયને ૧૬ વર્ષ થઈ ગયાં હોવા છતાં પણ લાઈટ હાઉસ સેન્ટર હજી પણ ૧૦૦થી વધુ સભ્યોથી ચહેકે છે અને દર વર્ષે ગુરુદેવ અને પ્રમોદાજી તેની મુલાકાત લે છે. “જર્ન ટુ ઍનલાઈટનમૅન્ટ ઓન ધી વિંગ્સ ઑફ લાઈટ એન્ડ લવ'ના બે ભાગ સૈન્ટરે પ્રકાશિત કર્યા છે જેમાં બીજો ભાગ જે ડૉ. નિર્મલા હાંકેએ સંપાદિત કર્યો છે તેમાં ચેતનાની વિદાય પછી બિકનમાં છપાયેલા ગુરુદેવના બધા જ સંદેશાઓનું સંકલન છે. આજે પણ લાઈટ હાઉસ સેન્ટરમાં બધા જ ધર્મના લોકો જઈ શકે છે અને ત્યાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના જૈન સિદ્ધાંતોનો બોધ પણ અનુસરાય | લાઈટ હાઉસ સેન્ટરની વેબસાઈટ www.lighthouse.org પર ચિત્રભાનુજીના વક્તવ્યને આધારે તેમના બ્લોગ તૈયાર કરાયા છે. નવા વર્ષે લાઈટ હાઉસ દ્વારા આઉટરિચ પ્રોગ્રામ કરાય છે, જેની શરૂઆત ડેટ્રોઈટ મેટ્રો એરિયામાં રહેતા મુસ્લિમો સાથે કામ કરીને થાય છે અને આમ યુવા પેઢી દ્વારા લાઈટ હાઉસના સભ્યોની સંખ્યા પણ વધારાઈ રહી છે. હંમેશની માફક લાઈટ હાઉસના શિષ્યો ગુરુદેવ અને પ્રમોદાજીની મુલાકાતની પ્રતીક્ષા કરે છે. કૅથરીન ફ્લોરીડાનું વ્યક્તિત્વ, પાશ્ચાત્યોની વિશાળ વસ્તીનું એક એવું પ્રતિનિધિ દૃષ્ટાંત છે જે દર્શાવે છે કે ગુરુદેવના પારસ સ્પર્શને કારણે કેટલી હદે લોકોની જિંદગી પૂરેપૂરી બદલાઈ છે. ગુરુદેવના મોટા ભાગના અમેરિકન શિષ્યોનાં જીવનમાં સંઘર્ષ અને પડકારો રહ્યા છે - તેઓ કાં તો વિદ્યાર્થી છે કાં તો વ્યવસાયી, કોઈ ઘર ચલાવનારા જે કામ શોધતા ફરતા હોય. તેઓ જ્યાં પણ રહેતા હોય તેઓ ગુરુદેવના કાર્યક્રમોને અનુસરે છે પછી તે ભારતમાં હોય, યુરોપમાં કે ન્યુ યૉર્કમાં. તેઓ બધા જ મોકો મળે ત્યારે ગુરુદેવની એક ઝલક કે મુલાકાત ઝંખતા હોય છે. તેમાંના ઘણાને ધ્યાન અને શાકાહાર કરતા હોવાને કારણે ગુરુદેવ તરફથી આધ્યાત્મિક ભારતીય નામ પણ મળ્યું છે. આમાંના ઘણા ગુરુદેવ સાથે પાલીતાણાની તીર્થયાત્રાએ પણ ગયા છે. યુગપુરુષ - ૧૮૨ - Page #202 -------------------------------------------------------------------------- ________________ એકાંત એકાંતનો ડર એ જાતનો જ સામનો કરવાનો ડર હોય છે. માનસના અવાજને અવરોધવા આપણે ઢોલ નગારાંના અવાજમાં ભળી જઈએ છીએ. છતાંય એ કમનસીબી છે કે આપણે માનસના મૂદુ અવાજની કાળજી લેવામાં નિષ્ફળ જઈએ છીએ. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૧ઃ લાસ વેગાસમાં આત્મમંથન મૅરિકાના આ એકદમ ઉપભોગતાવાદી શહેરની આખી દુનિયામાં ખ્યાતિ તો ત્યાંનાં વૈભવી જુગારખાનાં અને હોટેલ્સને કારણે છે જ્યાં લોકો રંગીન આ રાતોમાં, અનહદ જુગાર રમે છે, મનોરંજનનાં જાતભાતનાં સ્વરૂપો પણ અહીં ઉપલબ્ધ છે. પણ શહેરની આ જ ફિતરતને પગલે પ્રમોદાજી અને ચિત્રભાનુજીને વધારે કડક નિયમોવાળી જિંદગી જીવવાની પ્રેરણા મળી. ૧૯૯૦ના દાયકાના પૂર્વાર્ધમાં ચિત્રભાનુજી અને પ્રમોદાજીને લાસ વેગાસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. તેમના એક યજમાને માત્ર સ્ત્રીઓ માટે લંચનું આયોજન કર્યું હતું. યોજના પ્રમાણે તેમને એક સરસ રેસ્ટોરાંમાં લઈ જવાયાં. યજમાન અને ઉપસ્થિત અન્ય સ્ત્રીઓ પ્રમોદજીનાં અહોભાવમાં-પ્રભાવમાં હતાં કારણ કે તે જાણીતાં આધ્યાત્મિક વ્યક્તિ હતાં અને તેમણે દાયકાઓ સુધી ઘણા વૈચારિક પ્રવચનો આપ્યાં હતાં. બધાં રેસ્ટોરાંમાં બેઠાં પછી ખોરાકનો ઓર્ડર આપવાનો સમય આવ્યો... ‘તમે શું લેશો?' પ્રમોદાજીને નમ્રતાથી પૂછવામાં આવ્યું. લાસ વેગાસમાં વિશેષ ખાણીપીણી જાણીતી છે પણ પ્રમોદાજી શાકાહારી હતાં અને તેમની પસંદગી પરથી તે જણાઈ આવતું. - ૧૮૩ – ચિત્રભાનુજી Page #203 -------------------------------------------------------------------------- ________________ હું વેનીલા આઈસક્રીમવાળો મિલ્કશેક લઈશ', તેમણે કહ્યું. આ સાંભળી ઘણી સ્ત્રીઓને આશ્ચર્ય થયું અને તે ભાવ તેમના ચહેરા પરથી સાફ દેખાઈ આવતો હતો. પ્રમોદાજીએ તેમના ચહેરાના બદલાયેલા હાવભાવ જોયા. તેમને આ બદલાવ પાછળનું કારણ ન સમજાયું. વેનીલા આઈસક્રીમ અને મિલ્કશેકનો ઓર્ડર અજુગતો હતો કે શું? “એટલે તમે દૂધ અને દૂધનાં ઉત્પાદનો ખાવ છો?” એક સ્ત્રીએ સવાલ કર્યો. હાસ્તો.” પ્રમોદાજીએ નિઃશંકપણે જવાબ આપતાં કહ્યું, “મારી ઘણી વાનગીઓમાં દૂધ, દહીં, ચીઝ, ઘી વગેરે હોય છે. હું રસોઈમાં આ બધી ચીજોનો છૂટથી ઉપયોગ કરું છું.” “ઓહ લાગે છે કે તમને ખ્યાલ નથી કે આ દૂધ ઉત્પાદનોની બનાવટ પાછળ ખરેખર શું થતું હોય છે? અને ગરીબડા વાછરડાંઓની કેવી હાલત થતી હોય છે.” પ્રમોદાજીને કંઈ ખબર નહોતી. તે ચૂપ હતા. ‘તમે અહિંસા અને કરુણાની વાત કરો છો ખરુંને?” એક સ્ત્રીએ કહ્યું, “એમ હોય તો પછી કઈ રીતે તમે દૂધની બનાવટો ખાઈ જ શકો?' પ્રમોદાજી બિલકુલ ગૂંચવાઈ ગયાં. તેમને કલ્પના પણ નહોતી કે અહિંસા, કરુણા અને દૂધની બનાવટો વચ્ચે શું સંબંધ છે. તમે શેની વાત કરો છો?' આખરે તેમણે પૂછ્યું, “તમે શું કહેવા માંગો છો?” આ વિષયની વાત છેડવા બદલ મને માફ કરજો પણ મને લાગે છે કે વિગનિઝમની વાત કરવા માટે આ યોગ્ય સમય નથી.” વિગનિઝમ ! જલદી જ વિષય બદલી નખાયો અને સ્ત્રીઓએ પોતાનું સેશન ચાલુ રાખ્યું. જોકે પ્રમોદાજીનું ધ્યાન એ વાતોમાં ન હતું. આ સ્ત્રીઓની અછડતી વાતથી તેઓ વિચલિત થઈ ગયાં હતાં. તેમને ઘરે જઈને વિગનિઝમ વિશે વાંચી તેને વિશે બધી જ માહિતી મેળવવી હતી. યુગપુરુષ - ૧૮૪ - Page #204 -------------------------------------------------------------------------- ________________ તેઓ ન્યુ યોર્ક પાછાં ફરવા સુધી રાહ ન જોઈ શક્યાં અને તેમણે ઈન્ટરનેટ પર આ અંગે ઘણા લેખો તથા પુસ્તકો જોયાં, તેઓ ચોંકી ગયાં હતાં. વિગનિઝમ એ જીવન જીવવાની એવી રીત છે જેમાં શક્ય હોય ત્યાં સુધી બધી જ રીતે ખોરાક, પોશાક કે અન્ય કોઈ પણ હેતુ માટે પ્રાણીઓ પર થયેલી ક્રૂરતાને ટાળવી. વિગનિઝમને અનુસરનારને વિગન કહેવાય છે. વિગન્સ માંસ, માછલી, ઇંડાં કે પોસ્ટ્રી નથી ખાતા. શાકાહારી હોવા ઉપરાંત વિગન્સ પ્રાણીજ પેદાશો જેમ કે દૂધ, દહીં, માખણ, ઘી, ચામડું, ફર, સિલ્ક, ઊન, પ્રસાધનો વગેરેનો ઉપયોગ પણ નથી કરતા. લોકો સ્વાથ્ય, પર્યાવરણ અને નૈતિક કારણોસર વિગનિઝમને અનુસરે છે. ડેરી ઉદ્યોગમાં રહેલી છૂપી કૂરતાનાં સત્યથી પ્રમોદાજી હચમચી ગયાં હતાં. તેમને ખાતરી થઈ કારણ કે જે રીતે માંસ ઉદ્યોગ, માંસ ખાનારાઓને કારણે ચાલે છે તે જ રીતે ડેરી ઉદ્યોગ ડેરીનાં ઉત્પાદન ખરીદનારાઓને કારણે ચાલે છે. આ આખી બાબતની હકીકત રૂંવાડા ખડાં કરી દે તેવી હતી; એક વાર ડેરીમાં દૂધ આપતી ગાય કે ઇંડાં આપતી મરઘી ઘરડાં થઈ જાય પછી તેમને માંસ તરીકે વેચી નાખવામાં આવતાં અને નર વાછરડું દૂધ ન આપતું હોવાથી તેને માત્ર ને માત્ર વીલ (નાજુક વાછરડાનું માંસ) માટે જ અથવા તેને અન્ય ઉત્પાદન માટે ઉછેરવામાં આવે છે. ડેરી ઉદ્યોગની આ અંધારી બાજુ વિશે જાણીને પ્રમોદાજીને ખૂબ જ અફસોસ થયો. હે ભગવાન, આટલાં વર્ષોથી હું અહિંસાનો પ્રચાર-પ્રસાર કરું છું, પણ આ બધા સમય દરમિયાન મેં જે આહાર લીધો છે તેનું મૂળ હિંસામાં રહેલું છે. મેં આ કઈ રીતે થવા દીધું? હું આને મંજૂરી જ કેવી રીતે આપી શકી?” જ્યારે મને આ સત્ય સમજાયું ત્યારે અંદરથી જ પરિવર્તન થવા માંડ્યું.' પ્રમોદાજીએ એક વાર જૈનાના ડેટ્રોઈટના સમારોહમાં આ વાત કરી. “મેં તો હંમેશાં અહિંસામાં એક વિચાર નહીં પણ સજાગ મનની કટિબદ્ધતા તરીકે વિશ્વાસ રાખ્યો છે. જ્યારે સજાગતાને ખાતરી થઈ ત્યારે બધું આપમેળે જ ગોઠવાઈ ગયું.” આ ઘટના પછી આકરું આત્મવિશ્લેષણ શરૂ થયું. પ્રમોદાજીએ એક હેલ્થ ફૂ. સ્ટોરની મુલાકાત લીધી જ્યાં તેઓ નિયમિતપણે જતાં. તેમણે અચાનક જ એ રેક્સ જોયા જ્યાં નૉન-ડેરી ઉત્પાદનો મૂક્યાં હતાં, તેમણે પહેલાં આ તરફ ધ્યાન જ નહોતું - ૧૮૫ - ચિત્રભાનુજી Page #205 -------------------------------------------------------------------------- ________________ આપ્યું. તેમણે મેનેજરને પૂછ્યું કે શું આ ચીજો હમણાં હમણાંથી જ સ્ટોરમાં મુકાયા માંડી છે કે શું? મેનેજરે કહ્યું કે તે વર્ષોથી અહીં મુકાય છે જે સાંભળીને પ્રમોદાજીને ભારે આશ્ચર્ય થયું. આ પ્રમોદાજી માટે વધુ એક આઘાત હતો. તેમને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ વિચાર કે આદર્શને તમે પૂરી રીતે સ્વીકારો ત્યારે પરિવર્તન આપમેળે જ શરૂ થાય છે. આમ જ્યારે તેમણે પોતાના રસોડામાંથી દૂધ તથા અન્ય ડેરી ઉત્પાદનો દૂર કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈ ચમત્કૃતિથી તેના વિકલ્પો તેમની નજર સામે આવીને ઊભા રહી ગયા. લાસવેગાસની એ મુલાકાત દરમિયાન ગુરુદેવને પણ પહેલી વાર વિગનિઝમના વિચારનો પરિચય થયો. તેમની સાથે પણ તે આકસ્મિક ઘટના જ હતી. વક્તવ્ય પછી પ્રશ્નોત્તરીનો સમય હતો. એક અમેરિકને તેમને પૂછ્યું, ‘ગુરુદેવ તમે અગ્રણી જૈન ગુરુ છો અને જૈન ધર્મ અહિંસા પર બહુ ભાર મૂકે છે તો તમે માત્ર શાકાહારી કેવી રીતે હોઈ શકો?” ગુરુદેવને આ સવાલ ન સમજાયો. તેમણે કહ્યું, “હું શાકાહારી છું, કારણ કે હું માંસાહાર નથી કરતો.” ‘પણ તમે દૂધ અને દૂધની અન્ય બનાવટો તો ખાવ છો, ખરુંને?” હા.' “તો પછી તમે અહિંસાના પ્રચારક કેવી રીતે હોઈ શકો? તમને ખ્યાલ નથી કે ડેરી ઉત્પાદનો અને દૂધ વગેરે માટે કેટલી બધી ક્રૂરતા આચરવામાં આવે છે?' આ સવાલ બહુ સીધો હતો અને કોઈ દોષારોપણ સમાન હતો. આખા હોલમાં એક વિચિત્ર ચુપકીદી છવાઈ ગઈ. “મારા મિત્ર, મને ડર છે કે તમે જે વાત કરી રહ્યા છો તેનો મને પૂરો ખ્યાલ નથી. પણ હું ખાતરી આપું છું કે હું મારી જાતને આ બાબતથી ચોક્કસ પરિચિત કરાવીશ.” યુગપુરુષ - ૧૮૬ - Page #206 -------------------------------------------------------------------------- ________________ આ એક શરૂઆત હતી. ન્યુ યૉર્ક પાછા ફરીને ગુરુદેવે પોતાની જાતને ડેરી ઉદ્યોગની વરવી બાજુની બધી જ માહિતીથી જ્ઞાત કરી. સ્વાભાવિક છે કે આ વિષય પર પ્રમોદાજી સાથે પણ લાંબી ચર્ચા થઈ. ખરેખર સ્વતંત્ર મિજાજની વ્યક્તિ હોય તે હંમેશાં નવી દ્રષ્ટિ અને જ્ઞાન માટે મન મોકળું રાખે છે. ગુરુદેવે એ સ્વીકાર્યું કે તેમની સમક્ષ નવી હકીકતો આવી હતી અને તેઓ તેમની પહેલાંની માન્યતાઓને પડકારે તેવી હતી. શરૂઆતી આંચકા પછી તેમને પોતાની જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનો કરવામાં કોઈ જ વાંધો ન હતો. આમ વિગનિઝમ તેમની આધ્યાત્મિક અને દુન્યવી જિંદગીની કાયમ પ્રગતિ પામતી સફરનો નવો સિદ્ધાંત બન્યો. ગુરુદેવ એમ માનતા હતા કે તમે પોતે જ્યાં સુધી કોઈ બાબત ન અનુસરતા હો ત્યાં સુધી તે વિશે ઉપદેશ આપવું યોગ્ય નથી. એક વાર વિગનિઝમના સિદ્ધાંતો તેમણે પૂરેપૂરી રીતે ગ્રહણ કરી લીધા અને તેમનાં જીવનમાં ગોઠવાઈ ગયા પછી પ્રમોદાજી અને ગુરુદેવ માટે અન્યને તેમની સફરના આ નવા પાસાની વાત કરવાનો વખત પાક્યો હતો. તેમણે વિગનિઝમ વિશે તેમનાં વક્તવ્યો, પુસ્તકો અને મુલાકાતો દ્વારા પ્રચાર કરવાનું નક્કી કર્યું. તેમને ખાતરી હતી કે અહિંસાના સિદ્ધાંતનું પૂરેપૂરું પાલન, કરુણા અને જૈન ધર્મ ત્યારે જ પૂરી રીતે ગ્રાહ્ય ગણાય જ્યારે વિગનિઝમનું પાલન થતું હોય. સાધુ જીવનનો ત્યાગ અને વિદેશગમન કરીને ચિત્રભાનુજીએ બે દાયકા પહેલાં ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. હવે તેઓ એક બીજા ક્રાંતિકારી માર્ગે જવા તૈયાર હતા – લોકોને વિગનિઝમ પ્રત્યે સજાગ બનાવવા માટે. તેમને લગીરેય ખ્યાલ નહોતો કે જૈન સમુદાયમાંથી જ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડશે. છતાંય નક્કર પ્રતીતિને પગલે વિગનિઝમનો પ્રચાર-પ્રસાર આજે પણ તેમના જીવનનો અથાક પ્રયત્નશીલ હિસ્સો બનેલો છે. દૂધ કોઈ છોડ પર નથી ઊગતું. તે કુદરતનું સૌથી સુંદર આશ્ચર્ય છે. પોતાની આગવી છટામાં બોલતાં ગુરુદેવ ઉમેરે છે, “MILK' શબ્દનો વિસ્તાર કરીએ તો મધર્સ ઈનફાઈનાઈટ લવ એન્ડ કાઈન્ડનેસ. દૂધ માણસ કે પ્રાણીઓમાં માતામાં ઉત્પન્ન થાય છે. જયારે કોઈ પણ માદા પછી તે માનવી હોય કે પ્રાણી જ્યારે સગર્ભા થાય છે, એક જીવને જન્મ આપે છે ત્યારે જ તેનું લોહી દૂધમાં ફેરવાય છે. આ એટલા માટે થાય છે કે તે સર્જનહાર તરીકેની પોતાની જવાબદારી નિભાવે છે. તે પોતાની જાતમાં - ૧૮૭ - ચિત્રભાનુજી Page #207 -------------------------------------------------------------------------- ________________ રહેલા બીજા જીવને પોષણ, રક્ષણ, કાળજી અને પ્રેમ આપે છે અને તેમ કરવામાં તે પોતાને પડતી તકલીફ ભૂલી જાય છે, પોતાની પીડા ભૂલી જઈને નવા સર્જનને ઘડે છે, તેને જીવ આપે છે. તેનો પ્રેમ, કરુણા અને દયા આ જીવ તરફ વહે છે અને તે સ્વાભાવિક રીતે જ તેનું સર્જન વિશ્વમાં આવે ત્યારે લોહીના અનિવાર્ય પ્રમાણને દૂધમાં ફેરવે છે. દૂધ માત્ર આ નવજાત શિશુઓ માટે હોય છે અને તે પણ મર્યાદિત સમય માટે, તેના પોષણ અને વિકાસ માટે. દૂધ એ કુદરતની નાજુક બાળકને અપાયેલી ભેટ છે. લાલ લોહી સફેદ દૂધમાં એક બાળક માટે ફેરવાઈ જાય તે કુદરતનો ચમત્કાર છે.' ગુરુદેવ કહે છે કે જે પણ લોકો દૂધ પીએ છે એ બધા જ માણસો પર કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. એક જીવના જીવનમાંથી દૂધ લઈને પીવું તેને લીધે કર્મના સિદ્ધાંતને આધારે ત્રણ પ્રકારની અસરો થાય છેઃ આપણે જ્યારે ગાયનાં વાછરડાં માટેનું દૂધ લઈ લઈએ છીએ ત્યારે ગાય અને તેના વાછરડાંના વલોપાતના તરંગો આપણી પર અસર કરે છે અને તે આપણા જીવનમાં અલગાવ પેદા કરનારા સાબિત થાય છે. આપણે અન્યોમાં જ્યારે દુઃખ રોપીએ ત્યારે જે તરંગોને લીધે આપણે આપણા પ્રિયજનોથી દૂર થવું પડે છે તે જ કર્મની અસર છે. કોઈ પણ ગાય ૨૫ વર્ષ જીવે છે. માણસો આ આયુષ્યને તેની કતલ કરીને અથવા તો વીલ ઉદ્યોગ માટે ઓછું કરી દે છે. કોઈ સજીવનું જીવન ટૂંકું કરનારાઓને કર્મનો સિદ્ધાંત એ રીતે નડે છે કે તેનાં પ્રિયજનોની જિંદગી પણ ટૂંકી થઈ જાય છે. વળી, તેમનું મૃત્યુ અકુદરતી રીતે કે હિંસક રીતે થાય તેમ પણ બને. એમ પણ થાય કે તેમનો અકસ્માત થાય અથવા કોઈ કાયમી ખોડખાંપણ રહી જાય. આપણે ગાય પાસેથી તેનું બાળક છીનવી લઈએ અને વાછરડા માટેનું દૂધ પણ લઈ લઈએ ત્યારે તે ગાયની મંજૂરી વિના થયેલું કૃત્ય છે. આ દાનને અદત્ત દાન કહે છે જેમાં તે દાતા થકી નથી થયું. આમાં બીજાની ચીજ તેની પરવાનગી વિના લઈ લેવાઈ છે. આમ કરનારાએ પોતાની મિલક્ત, ધન કે સ્વજનને ગુમાવવાની તૈયારી રાખવી જોઈએ. ૧૯૯૫ની સાલમાં પ્રમોદાજીએ “ધી બુક ઑફ કંપૅશન-રેવરન્સ ફોર ઓલ લાઈફ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તક તેમણે પ્રવીણ કે. શાહ સાથે મળીને સંપાદિત કર્યું હતું. પ્રવીણ શાહ નોર્થ કેરોલિનાના જૈન કેન્દ્રના અધ્યક્ષ હતા. પુસ્તકની પ્રસ્તાવનામાં તે બન્ને જણે ટાંક્યું હતું કે: યુગપુરુષ - ૧૮૮ - Page #208 -------------------------------------------------------------------------- ________________ ‘પૂર્વના ધર્મોમાં અહિંસા સૌથી અગત્યનો આદર્શ છે. પદ્મ પુરાણ (૧:૩૧:૨૭)માં લખ્યું છે, ‘અહિંસા પરમો ધર્મ’ એટલે કે અહિંસા એ સર્વોચ્ચ કર્તવ્ય છે. આ પૂર્વના દેશોના ધર્મોએ લોકોને કરુણા શીખવી છે અને તેમણે પારંપારિક રીતે જ પ્રાણીઓનો પણ આદર કર્યો છે. આમાંથી મોટા ભાગનાં લોકો માંસ, માછલી, ઇંડાં અને મદિરા પાન નથી કરતા અને પ્રાણીઓ પ્રત્યેની તેમની કાળજી શાકાહારથી કંઈક ગણી વધારે હોય છે. તેમના ગ્રંથોમાં પ્રાણીઓ પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ દેખાય છે. પ્રાણીઓના પ્રતીકો અને વાર્તાઓ હંમેશાંથી તેમની પરંપરાઓનો ભાગ રહ્યાં છે. સદીઓ સુધી ખાસ કરીને જૈનોએ ગુજરાતમાં ઘણી પાંજરાપોળ અને પ્રાણીઓનાં દવાખાનાંઓ શરૂ કરીને પ્રાણીઓની રક્ષા અને જતન કર્યાં છે. જોકે આજકાલના તકનિકી આધુનિકરણને લીધે લોકોને પ્રાણીઓ સાથે થતી ક્રૂરતાનો ખ્યાલ નથી આવતો. કતલ માટે પ્રાણીઓ સાથે જે વહેવાર અને શોષણ થાય છે તે આપણી કલ્પના કરતાં કંઈક ગણું વધારે છે. વળી, ભારતમાં મોટા ભાગના લોકો શાકાહારી હોવા છતાં દૂધની બનાવટો, સિલ્ક અને ઊનનો ઉપયોગ હજી પણ કરે છે. ઉપરાંત પ્રાણીજ ઉપ પેદાશોને કુકીઝ, કૅન્ડીઝ, વસ્ત્રો, પગરખાં, ઘર સાફ કરવાની ચીજો, પ્રસાધન, દવાઓમાં ઉપયોગમાં લેવાય છે અને રોજેરોજ ઘણા પ્રાણીઓનાં બલિ પણ ચઢાવાય છે.’ ડેરી ઉત્પાદનોના ઉપયોગને કારણે આપણે સીધી રીતે પ્રાણીઓ સાથે થતી હિંસાને ટેકો આપીએ છીએ. વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે લાગણી નહિ પણ એ વિચારથી દૃષ્ટિ કેળવવી જોઈએ કે માણસ અને પ્રાણીઓ બન્નેને પોતાના જીવનનો માર્ગ કંડારવાની સ્વતંત્રતા હોય છે અને તેઓ એ રીતે જ આત્મરચિત વિધિના લેખને પૂર્ણ કરે છે.’ આખી દુનિયામાં અને વિવિધ સંસ્કૃતિઓમાં દૂધ રોજિંદા જીવનનો એટલો અગત્યનો ભાગ છે કે લોકોને દૂધનો ઉપયોગ કરતાં અટકાવવા એ સિંહ-કાર્ય છે. પરંતુ પ્રમોદાજી અને ગુરુદેવે નિશ્ચય કર્યો છે કે તેઓ દૂધ પ્રત્યેના લોકોના પારંપારિક અભિગમને સમજીને, તે સંપૂર્ણ આહાર છે તેવી માન્યતા પણ ભાંગશે, ખાસ કરીને શાકાહારીઓ માટે. ‘આપણને નાનપણથી જ શીખવ્યું છે કે દૂધ પોષક છે અને તે હાડકાં માટે જરૂરી છે.’ પ્રમોદાજી નોંધે છે. ‘હા માતાનું દૂધ ચોક્કસ ફાયદાકારક છે. પણ કોણ કહે છે કે આપણને આખી જિંદગી સુધી કોઈ બીજાં પ્રાણીનાં દૂધની જરૂર પડે છે. શા માટે માણસો આખી જિંદગી દૂધ પીવાનું ચાલુ રાખે છે? શું એ જરૂરી છે, કે પછી આપણે વર્ષોથી ચાલતી આવતી પ્રથા કે આદતને પગલે જ તે કરીએ છીએ ?’ - ૧૮૯ - ચિત્રભાનુજી Page #209 -------------------------------------------------------------------------- ________________ બહુ ઓછા લોકોને સમજાય છે કે તેમના ટેબલ પર પડેલો દૂધનો ગ્લાસ ખરેખર તો કોઈ વાછ૨ડા માટેના દૂધનો હિસ્સો છે. ‘જો તમારા બાળકને માતાનું દૂધ આપવાની મનાઈ ફરમાવાય તો તમને કેવું લાગશે?' પ્રમોદાજી પૂછે છે. ‘આપણે આવી સમસ્યાઓને પ્રાણીવિશ્વ સાથે નથી સાંકળતા. જાણે કે પ્રાણીઓ માણસ દ્વારા શોષણ થાય એ માટે જ પેદા થયા હોય અને માટે આપણે તેમની પર ત્રાસ ગુજારતા રહીએ છીએ. આપણે જે દૂધ પીએ છીએ તે અત્યાચારનો ભોગ બનેલી ગાય અને ભેંસોમાંથી આવે છે. આપણાં જીવનમાં જ્યારે હિંસા હોય ત્યારે આપણે અહિંસાની વાત કેવી રીતે કરી શકીએ ? નોબલ પ્રાઈઝ વિજેતા લેખક આઈસેક સિંગરે લખ્યું હતું, ‘આપણે બીજા પર દયા ન કરી શકીએ તો ઈશ્વર પાસેથી દયા કેવી રીતે માગી શકીએ ? આપણે બીજાને આનંદ આપીશું તો આપણને પણ આનંદ મળશે, પણ પીડાના બદલામાં તો પીડા જ મળશે.’ જો સામાન્ય માણસને ડેરી ઉદ્યોગ પ્રત્યેના તેના ખોટા ખ્યાલો દૂર કરવા માટે સમજવા પડે, ઢોળ ચઢાવવો પડે એમ હોય તો ડેરી ઉદ્યોગમાં દૂધ મેળવવા માટે દૂધાળાં પશુઓ-ગાયને કેટલી વિકટ પરિસ્થિતિમાં દોહવામાં આવે છે તેની પર પ્રકાશ પાડવો જરૂરી છે. અહીં આગળ મેનકા ગાંધીના પુસ્તક ‘હેડ્ઝ એન્ડ ટેલ્સ’ના અંશો રજૂ કર્યા છે. મેનકા ગાંધી પ્રખ્યાત એનિમલ એક્ટિવિસ્ટ, રાજકારણી અને ઇંદિરા ગાંધીનાં પુત્રવધૂ છે. તેમણે આ પુસ્તકમાં ગાયોની કપરી પરિસ્થિતિ વર્ણવી છે. ગાયોનું માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બીજા હિસ્સાઓમાં પણ બહુ ક્રૂર રીતે શોષણ કરાય છે. તેના અંશો આ મુજબ છેઃ ડેરીની ગાય પાસેથી સતત દૂધ મેળવવા માટે તેને દર વર્ષે સગર્ભા બનાવાય છે જે બે વર્ષની થાય ત્યારથી કરાય છે અને તેની ગર્ભાવસ્થા નવ મહિના સુધી ચાલે છે. ગાય વાછરડાને જન્મ આપે પછી દસ મહિના સુધી તેને દોહવામાં આવે છે- પણ તેના ત્રીજા મહિને જ તેને કૃત્રિમ રીતે વીર્યથી ફરી સગર્ભા બનાવાય છે અને બાકીના સાત મહિના તેના પેટમાં વછેરું હોય તો પણ તેને દોહવામાં આવે છે. બે વારની સગર્ભાવસ્થા વચ્ચે તેને માત્ર છથી આઠ સપ્તાહનો સમય અપાય છે. તેને દિવસમાં બે કે તેથી વધુ વાર દોહવામાં આવશે અને ભારતીય ડેરી ઉદ્યોગમાં વપરાતી ગાય આજે પહેલાં કરતાં પાંચ ગણું વધારે દૂધ આપે છે કારણ કે તેમનો જેનેટિકલી ઉછેર કરાયો હોવાથી તેમનાં આંચળ વધુ મોટા અને નાજુક હોય છે. વધારે ઊપજ આપી શકે તે માટે ગાયને સોયાબીન અને સિરિયલ્સની ગોળીઓ અપાય છે. પણ તે પછી પણ દૂધની સતત માગ તેની ક્ષમતા પાર કરી જાય છે તે વધારે દૂધ ઉત્પન્ન કરવા પોતાના કોષનો જ નાશ કરે છે જેને પગલે તેને કેટોસિસ નામની બીમારી લાગુ પડે છે. યુગપુરુષ ૧૯૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ દર વર્ષે વીસ ટકા જેટલી આ ડેરીની ગાયોને અફળદ્રુપ હોવાને કારણે અથવા તો અન્ય કોઈ રોગને કારણે બહાર કઢાય છે. આ ગાયોને ખટારામાં ભરીને કતલખાને મોકલી દેવાય છે અને આમ ગૌમાંસ મેળવાય છે. દૂધ ઉત્પાદન માંસના વ્યાપાર સાથે સમાંતર ચાલે છે. કોઈ પણ ગાય પોતાની સામાન્ય આવરદા પૂરી નથી કરતી. તેને દોહવામાં આવે છે અને પછી કતલખાને ધકેલી દેવાય છે. વછેરા સાથે શું થાય છે? દરેક વાછરડાને જન્મના ત્રણ જ દિવસ પછી પોતાની માથી અલગ કરી દેવાય છે. જો વાછરડું સ્વસ્થ માદા હોય તો તેને દૂધના વિકલ્પો પર જિવાડાય છે અને આગામી વર્ષોમાં તે દૂધાળી ગાય અને તેની રાહ જોવાય છે. નર વાછરડાને છ મહિનામાં જ વીલ મેળવવા માટે કતલખાને મોકલી દેવાય છે. કેટલાકને ચીઝ ઉદ્યોગમાં વેચાય છે કારણ કે તેમના પેટને તે જીવતા હોય ત્યારે જ ચીરીને રેનેટ એસિડ મેળવાય છે, જેનો ઉપયોગ ચીઝ બનાવવામાં થાય છે. કેટલાક વછેરાઓને આખલા તરીકે પસંદ કરાય છે અને તેમને બાકીની જિંદગી એકાંતમાં રખાય છે તથા જરૂર પડે કૃત્રિમ રીતે વીર્ય સેચન માટે તેમનો ઉપયોગ કરાય છે. ગાયનો મૂળ સ્વભાવ શું છે? પોતાનાં નાનકડાંઓની કાળજી રાખવી, શાંતિથી ચરવું અને વાગોળવું તથા ધીરજથી તેનાં વીસ વર્ષને કુદરતના સાંનિધ્યમાં પસાર કરવાં. તે કોઈ ચાર પગનું દૂધાળું મશીન નથી જેને અનાથ બનાવી, ઉછેરી, ખવડાવી, દવાઓ આપી, વીર્યસેચન કરીને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે દૂધ મેળવવા એક માત્ર સ્વાર્થી હેતુ માટે શોષણ કરાય. તમે ક્યારેય વર્ષોથી ચાલી આવતી ડેરી ઉદ્યોગની પ્રથા ફુકણ જોઈ છે?કાયદાકીય રીતે તે ગેરમાન્ય છે પણ હજી પણ હજારો ગાયો પર તેનો પ્રયોગ કરાય છે. ગાયનું દૂધ જેમ ઓછું થવા માંડે ત્યારે એક લાકડી તેનાં ગર્ભાશયમાં નાખીને એ રીતે ફેરવાય છે કે તેને ખૂબ જ પીડા થાય - આમ કરવા પાછળ એમ મનાય છે કે આવું કરવાથી ગાયને થતી તાણને કારણે તેના આંચળમાંથી વધારે દૂધ બહાર આવશે. આ પદ્ધતિને કારણે ગાયને આંતરડામાં ચાંદા પડે છે. એક ગ્લાસ દૂધ પીવાથી જો શરીરમાં આયર્ન ભળતા અટકવાનું હોય તો લીલાં શાકભાજી ખાવાનો શો અર્થ છે? તમારા શરીરની વાત સાંભળો. તમે ક્યારેય નોંધ્યું છે કે તમે જરાક પણ માંદા પડો તો દૂધના વિચાર માત્રથી પણ ઉબકા આવે છે અને ડૉક્ટરો પણ એમ કહે છે સાજા ન થાય ત્યાં સુધી દૂધ ન પીવું. આ એટલા માટે કારણ કે ચાર વર્ષની ઉંમર પછી મોટા ભાગના લોકો લેક્ટોઝ પચાવવાની શક્તિ ગુમાવી બેસે છે, લેક્ટોઝ એ દૂધમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ છે. આ કારણે મોટે ભાગે ઝાડા, - ૧૯૧ - ચિત્રભાનુજી Page #211 -------------------------------------------------------------------------- ________________ ગેસ અને પેટના દુખાવાની તકલીફ થાય છે. (જ્યાં સુધી પ્રોટીનનો સવાલ છે દૂધ પણ શાકભાજી જેટલું જ પ્રોટીન આપે છે અને અમુક શાકભાજીમાંથી તો દૂધમાંથી મળે તેના કરતાં વધુ પ્રોટીન મળે છે.) માણસને રોજની કૅલેરીમાંથી ચાર કે પાંચ ટકા પ્રોટીનની જરૂર હોય છે. કુદરતે આહારની એવી વ્યવસ્થા કરી છે કે તમે રોટલી અને બટેટાનું ડાયેટ ખાશો તો પણ તમને તે પ્રમાણ કરતાં વધારે પ્રોટીન મળશે. ડેરી ઉપ્તાદનોના વિકલ્પ તરીકે સોયાનો ઉપયોગ થાય છે જેમાં વિટામિન હોય છે અને સ્વાદમાં તે દૂધ જેટલું જ સારું (કે ખરાબ) હોય છે. તેમાંથી બહુ સરસ દહીં, પનીર, આઈસક્રીમ, બટર અને મિલ્ક ચોકલેટ બને છે. આ બધા વિકલ્પો દૂધ કરતાં સસ્તા હોય છે. આ બધી વસ્તુઓ ગણતરીમાં લઈએ તો એ ન ગણકારી શકાય કે દૂધ પીવું એ બિનજરૂરી અને અનૈતિક ચોરી જેવું છે. તમને એમ લાગે છે કે વાછરડાને કોઈ સ્ત્રીના દૂધથી ફાયદો થશે? ના નહીં થાય. તો કઈ રીતે માણસનાં શિશુને ગાયના દૂધથી ફાયદો થાય? મોટા ભાગના સાઉથ ઈસ્ટ એશિયા તથા મિડલ ઈસ્ટના લોકો તેને હાથ પણ નથી લગાડતા અને તે યોગ્ય છે. બધા અભ્યાસોએ દર્શાવ્યું છે કે એશિયન લોકોમાં લેક્ટોઝનું સૌથી વધુ ઈન્ટૉલરન્સ હોય છે. ભારતમાં આપણને બહુ આકરા માર્કેટિંગ અને પશ્ચિમી જાહેરાતોની મદદથી દૂધના ફાયદાઓનો વિચાર વેચવામાં આવે છે. ખરેખર તો કુદરતનો સંપૂર્ણ આહાર' તેનાથી સાવ જ વિપરીત છે - તે કોઈ પ્લિસબો એટલે કે એવી દવા જે માનસિક લાભાર્થે અપાય છે પણ તેની કોઈ શારીરિક અસર હોતી જ નથી અને જોખમી પણ છે. ઉપરાંત દૂધનો દરેક ગ્લાસ, દરેક આઈસક્રીમ, બટરનો લચકો બધું જ એક નાજુક પ્રાણી તથા તેનાં બચ્ચા પર થયેલી ક્રૂરતાને કાયમી કરનાર સાબિત થાય છે. દૂધ તથા ડેરી ઉપ્તાદનોની અવગણના વિગનીઝમનો છેડો નથી તેનાં બીજાં પણ ઘણાં પાસાં છે. જોકે જૈન દેરાસરોમાં દૂધનો ઉપયોગ આજે પણ પ્રમોદાજી અને ગુરુદેવ માટે ચિંતાનો વિષય છે. યુગપુરુષ - ૧૯૨ - Page #212 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થનું પ્રમાણ જે પોતાના પર થયેલા ઉપકારની પ્રશંસા કરે તે ઉમદા માણસ છે. જે અજાણી વ્યક્તિ પર ઉપકાર કરે છે તે ઘણો બધો ઉમદા માણસ છે. પણ જે પોતાની સાથે બૂરું કરનારા ૫૨ ઉપકાર કરે છે, એ સર્વોત્તમ ઉમદા વ્યક્તિત્વ છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૨: વિગન તરફની યાત્રા રુદેવને મંદિરોમાં દૂધનો ઉપયોગ ખૂબ જ વ્યાકુળ કરે છે. પ્રાચીન પ્રથા મુજબ હિંદુ અને જૈનો મંદિરની વિધિ માટે ઘી તથા દહીંનો ઉપયોગ કરતા આવ્યા છે. આ પરંપરાને વિરોધાભાસી અને વિકૃત માનીએ તો તે સ્વાભાવિક છે, કારણ કે ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતા કહેવાય છે. પારંપારિક રીતે ભારતીયો ગાયને પોતાના કુટુંબનો હિસ્સો ગણે છે. માણસો પહેલાં ગાયનું દૂધ ત્યારે જ પિતા જ્યારે એક વાર તેના વછેરાએ દૂધ પી લીધું હોય. આ કારણોસર જ દૂધ તથા દૂધની પેદાશોને જૈન પ્રતોમાં વર્જ્ય કે હિંસક નહોતા ગણતા. ગુ જૈન પ્રતો અનુસાર માણસને જીવવા માટે એકેન્દ્રિય આત્માઓ જેમ કે શાકભાજી-વનસ્પતિ, પાણી, અગ્નિ, ધરતી અને હવા વગેરે ૫૨ શ્રાવકો અને શ્રાવિકાઓ તરફથી મર્યાદિત હિંસાની મંજૂરી મળી છે', ગુરુદેવ સમજાવતાં કહે છે. ‘છતાં પણ કોઈ પણ સંજોગોમાં બે કે પાંચ ઇન્દ્રિયોવાળા જીવો જેમ કે પશુ, પંખી, જીવ, જંતુ અને માણસો પરની હિંસાની મંજૂરી કોઈને પણ નથી. વૈરાગીઓએ પૂરેપૂરા અને તમામ જીવો પ્રત્યે અહિંસક હોવું જોઈએ, જેમાં વનસ્પતિ, પાણી, અગ્નિ, હવા અને ધરતીનો પણ સમાવેશ થાય છે.’ ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમાજમાં જીવનશૈલી બદલાઈ હોવાને કારણે દૂધ તથા તેની બનાવટોનો મંદિરના વિધિ-વિધાનમાં ઉપયોગ થાય છે, તેની પર વિચાર કરવાનો વખત પાક્યો છે. ગુરુદેવ આગળ કહે છે કે ‘આપણે પરંપરાઓનું આંધળું અનુસરણ ન કરવું જોઈએ. ગાય એ પંચેન્દ્રિય પ્રાણી છે જેને મન પણ છે. પંચેન્દ્રિય પ્રાણી પ્રત્યેની ચિત્રભાનુજી - ૧૯૩ - Page #213 -------------------------------------------------------------------------- ________________ હિંસા જૈન પ્રતોમાં સૌથી મોટું પાપ ગણાય છે. અહિંસાના સૌથી પવિત્ર એવા જૈન સિદ્ધાંત સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન ન થવું જોઈએ.” સ્પષ્ટ છે કે વિધિ-વિધાન અંતે તો આપણે આધ્યાત્મિક વહેવાર અને કર્મ ખપાવવા માટે જ કરાતા હોય છે. આધુનિક વિશ્વમાં આ હેતુ સાવ એળે જાય છે જયારે મશીનો અને નફાના સમયમાં દૂધ અને દૂધની બનાવટો ક્રૂર રીતે મેળવાય છે તથા તેનો ઉપયોગ ધર્મને નામે કરાય છે. આપણે દૂધને બદલે સાદા પાણી કે સોયા દૂધના વિકલ્પ અજમાવવા જોઈએ, દીવો કરવા માટે ઘીને બદલે વનસ્પતિના ઘીનો ઉપયોગ કરવો જોઈએ, મીઠાઈઓ સૂકા મેવામાંથી બનેલી હોવી જોઈએ અને ધાર્મિક સમારોહમાં માત્ર વિગન ખોરાક જ પીરસવો જોઈએ.” તેમ ગુરુદેવ સૂચવે છે, “આપણું યુવાધન આવા વિધિ-વિધાનમાં આવતાં પરિવર્તનોની ચોક્કસ પ્રસંશા કરશે.' વિગનિઝમ અંગે જે પણ પ્રચાર-પ્રસાર કરી શકે તેવા તમામને ગુરુદેવે પ્રોત્સાહન આપ્યું. ગુરુદેવથી પ્રેરાઈને નૉર્થ કેરોલિનાના પ્રવીણ શાહ જે જૈના ઍજ્યુકેશન કમિટીના અધ્યક્ષ છે તેમણે ૧૯૯પમાં બલિંગટન, વર્મોન્ટમાં આવેલા ડેરી ફાર્મની મુલાકાત લીધી. આ ડેરીમાં અંદાજે દોઢસો ગાયો હતી. પ્રવીણ શાહે તે ફાર્મમાં જે જોયું તે જોઈને તે કંપી ઊઠ્યા. ત્યાર બાદ એક લાંબા નિબંધ “માય વિઝિટ ટુડેરીફાર્મમાં તેમણે પોતાનાં અવલોકનો ટાંક્યાં, જેના અંશો અહીં પ્રસ્તુત છે. આ કાર્યોમાં સૌથી વધુ ક્રૂરતા રહેલી છે જે ભારત, યુ.એસ.એ. અને વિશ્વના બાકી હિસ્સાઓમાં પણ ચાલે છેઃ ગાયોને સતત સગર્ભા રાખવી, ૮૦થી ૯૦% નર વાછરડાને પહેલા છ મહિનામાં જ વિલ ઉદ્યોગ માટે કતલ કરવા અથવા પાંચ વર્ષ પછી બીફ ઉદ્યોગ માટે કતલ કરવા અને ગૌમાતાને તેમની ફળદ્રુપ જિંદગીનાં પાંચ વર્ષ પછી કતલ કરવી જયારે તેમની આવરદા ૧૫ વર્ષ જેટલી હોય છે. ડેરી ઉદ્યોગમાં થઈ રહેલી ક્રૂરતાને અંગે જાણીને મેં જ્યારે તે જોઈ ત્યારે તેની પર વિશ્વાસ કરવો મારે માટે અશક્ય હતો. અંગત રીતે મને એ વાતનો ડર હતો કે મારે માટે ડેરી ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરીને વિગન થઈ જવું અશક્ય હશે. હું કઈ રીતે મારા ભોજનમાંથી દૂધ, દહીં, માખણ, ઘી અને ચીઝ બંધ કરીશ? વિગન બનવું એટલે હું દૂધવાળી ચા ન પી શકું, ભારતીય મીઠાઈઓ ન ખાઈ શકું, પિત્રા, મિલ્ક ચોકલેટ, આઈસક્રીમ અને ઇંડાં વગરની પણ દૂધનાં ઉત્પાદનોથી બનેલી કેક ન ખાઈ શકું અને બીજી ઘણી વસ્તુઓનો મારે ત્યાગ કરવો પડે. યુગપુરુષ - ૧૯૪ - Page #214 -------------------------------------------------------------------------- ________________ છતાંય ડેરી ફાર્મની આ મુલાકાતને પગલે હું તાત્કાલિક જ વિગન થઈ ગયો. પ્રવીણ શાહે ભારતમાં મુંબઈ નજીક આવેલા એક ડેરી ફાર્મની મુલાકાત પણ લીધી. તેમણે અહીં પણ લગભગ એવી જ ક્રૂરતા નિહાળી. વળી, આમ જોતાં તો અહીં કોઈ પ્રકારના નિયમો પણ નથી અનુસરતા. ભારતમાં ગૌમાંસ પર અમુક રાજ્યોમાં પ્રતિબંધ હોવા છતાં અને ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં તે સસ્તું હોવાને કારણે ગરીબો તે ખાય છે અને ભારતમાંથી મોટા ભાગનાં ગૌમાંસની નિકાસ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ કરતો દેશ છે. વિગનિઝમના સિદ્ધાંતોને સમજવાની તેમની સફરમાં ગુરુદેવ પેટા - પીપલ ફૉર ધી ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સના પ્રમુખ અને સહસ્થાપક ઈન ગ્રીડ ન્યુકર્ક તથા ફિઝિશિયન કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસીન(પી.સી.આર.એમ.)ના સ્થાપક, સંશોધક, લેખક તથા સ્વાથ્ય પ્રણેતા ડૉ. નીલ બર્નાર્ડથી બહુ જ પ્રભાવિત થયા હતા. પીટા'ના કાર્યકરોએ ડેરી ફાર્મ અંગે ઘણાં સંશોધનો કર્યા હતાં. તેમનાં વર્ણનો તથા પ્રમોદાજી અને પ્રવીણ શાહે કરેલી રજૂઆતોમાં ટાળી ન શકાય તેવી સમાનતાઓ છે. પી.સી.આર.એમ.નાં સંશોધનોમાં તો વધુ આકરી ટીકા છે. તેમાં દૂધ ઉત્પાદનો ખાવાથી થતા ફાયદાઓને પડકાર્યા છે અને સાથે તેનાથી ખડાં થતાં સ્વાથ્ય પરનાં જોખમોની પણ વાત કરાઈ છે. પી.સી.આર.એમ.ની વેબસાઈટ પરથી કેટલીક બાબતો અહીં રજૂ કરી છેઃ અમુક ખોરાકમાં કુદરતી રીતે જ વિટામિન ડી રહેલું હોય છે અને કોઈ પણ ડેરી પેદાશમાં આ વિટામિન કુદરતી રીતે નથી હોતું. આ માટે ફોર્ટીફાઈડ સિરિયલ્સ, ધાન, બ્રેડ, ઓરેન્જ જ્યુસ, સોયા અથવા રાઈસ મિલ્ક ઉપલબ્ધ છે જે વિટામિન ડી આપે છે. ઉપરાંત વિટામિન ડીના સપ્લીમેન્ટ પણ મળે છે. ચરબીનું પ્રમાણ અને હૃદયનાં દર્દો - ચીઝ, આઈસક્રીમ, દૂધ, માખણ અને દહીં જેવી ડેરી પેદાશોમાં નોંધપાત્ર પ્રમાણમાં કોલેસ્ટ્રોલ અને સેમ્યુરેટેડ ફેટ્સ હોય છે. ચરબી વધારે હોય તેવા ડાયેટ અને ખાસ કરીને સેમ્યુરેટેડ ફેટને કારણે હૃદયરોગનું જોખમ વધે છે અને તેના કારણે અન્ય સ્વાથ્યલક્ષી સમસ્યા પણ ખડી થાય છે. કૅન્સર - ડેરી પેદાશો ખાવાનો સંબંધ કૅન્સરની શક્યતાઓ સાથે પણ જોડવામાં આવે છે. ખાસ કરીને પ્રજનન તંત્ર, પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરનાં જોખમ ડેરી પેદાશો સાથે સંકળાયેલાં હોવાનું કહેવાય છે. - ૧૯૫ - ચિત્રભાનુજી Page #215 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિઓ – દૂધમાં એવી અશુદ્ધિઓ હોય છે જે હોર્મોન્સથી માંડીને જંતુનાશક હોઈ શકે છે. દૂધમાં કુદરતી રીતે જ ગાયના શરીરમાં પેદા થતા હોર્મોન્સ અને વિકાસ માટે જરૂરી તત્ત્વો તો હોય છે. આ ઉપરાંત ગાય વધુ દૂધ આપે તે માટે રિકોમ્બિનન્ટ બોવાઈન હોર્મોન જેવા સિન્ટેટિક હોર્મોનનો ઉપયોગ થતો હોવાથી તે પણ દૂધમાં હોય છે. માણસના શરીરમાં ભળીને આ હોર્મોન માનવી હોર્મોનની કામગીરી પર અસર કરી શકે છે. જ્યારે પણ ગાયને માસ્ટીટીસ કે આંચળમાં બળતરા જેવી સમસ્યા માટે દવા આપવામાં આવે છે ત્યારે ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે. આ ઍન્ટિબાયટિક્સનાં અંશ દૂધ તથા ડેરી ઉત્પાદનોમાં અમુક પ્રસંગે જોવા મળ્યા છે. દૂધ ઉત્પાદનોની બનાવટ સમયે તેમાં અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. જેમ કે મેલેમાઈન જે ઘણી વાર પ્લાસ્ટિક્સમાં જોવા મળે છે અને જે કીડની અને મૂત્રમાર્ગ પર માઠી અસર કરે છે કારણ કે તેમાં ખૂબ જ નાઈટ્રોજન હોય છે તથા એફ્લેટોક્સીન્સ સહિતનાં કાર્સિનોજનિક ટોક્સિન્સ પણ આ પેદાશોમાં જોવા મળે છે. નિષ્કર્ષ: દૂધ તથા ડેરીની પેદાશો ડાયટ માટે જરૂરી નથી અને તે ખરેખર તો સ્વાથ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અનાજ, ફળ, શાકભાજી, કઠોળ, દાળ અન્ય સિરિયલ્સ અને જ્યુસ જેવા ફોર્ટિફાઈડ આહાર ધરાવતું સ્વસ્થ ડાયેટ લેવું જ ઉત્તમ છે. આ પોષક તત્ત્વોથી ભરપૂર આહારને કારણે તમને કેલ્શિયમ, પોટેશિયમ, રિબોફ્લાવિન અને વિટામિન ડી જેવી શરીરની તમામ જરૂરિયાતો સરળતાથી મળી રહેશે તથા દૂધનાં ઉત્પાદનો સાથે સંકળાયેલા કોઈ પણ જોખમ પણ લાગુ નહિ પડે. વળી, ગાયનું દૂધ પીવાથી ખોરાકને કારણે થતી એલર્જી પણ વધુ જોવા મળે છે, ખાસ કરીને બાળકોમાં. ગાયનાં દૂધનાં સેવનને કારણે બાળકોમાં સતત કબજિયાતની ફરિયાદ પણ જોવા મળી છે. વીતતાં વર્ષો સાથે ગુરુદેવે ‘પીટા’નાં ઈનગ્રીડ ન્યુકર્ક તથા પી.સી.આર.એમ.ના ડૉ. નિલ બર્નાર્ડની સાથે ગાઢ કાર્યલક્ષી સંબંધ વિકસાવ્યા. ઈનગ્રીડ ન્યુકર્ક તથા ડૉ. નિલ બર્નાર્ડને કારણે તેઓ વિગનિઝમના સિદ્ધાંતને ઘડનારાં ઘણાં નાજુક અને અગત્યનાં પાસાં અને મુદ્દાને જાણી શક્યા. ગુરુદેવ સાથેના સારા સંબંધને કારણે આ બન્ને વ્યક્તિઓ પણ અમેરિકાનાં જૈન વર્તુળોમાં ખૂબ પ્રચલિત થઈ. ગુરુદેવે એની તકેદારી રાખી કે જૈનાનાં કન્વેન્શન્સમાં આ બન્ને વ્યક્તિઓ ચાવીરૂપ વક્તવ્ય આપે. ઈન ગ્રીડ અને નીલના કામને આધારે મળેલી માહિતીઓનો ઉપયોગ ગુરુદેવ વિગનિઝમ અંગેના વક્તવ્યોમાં કરતા. યુગપુરુષ – ૧૯૬ - Page #216 -------------------------------------------------------------------------- ________________ ડૉ. વીલ ટટલ જેમણે “વર્લ્ડ પીસ ડાયટ' પુસ્તક લખ્યું હતું તથા વર્લ્ડ વાઈડ પ્રેયર ફોર એનિમલ્સના સહસંસ્થાપક હતા, તેમની સાથે પણ ગુરુદેવનો સંવાદ અવારનવાર થતો. ૨૦૦૯માં ડૉ. ટટલે લૉસ ઍન્જલિસમાં જૈનાનાં કન્વેન્શનમાં વક્તવ્ય પણ આપ્યું હતું. તેઓ ગુરુદેવથી તથા તિક નેટ હન નામનાં બૌદ્ધ સાધુ જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે સૂચવાયું હતું તેમનાથી ખૂબ જ પ્રભાવિત હતા. ૨૦OOના દાયકામાં ગુરુદેવની ઓળખાણ ડૉ. ગૅરી ફ્રાન્સિઓન સાથે થઈ જે અમૅરિકાના એક કાયદાકીય વિદ્વાન છે તથા પ્રાણીહક માટે કરેલા તેમના કામ માટે પ્રતિષ્ઠિત છે. આ વિષયને અમેરિકન લૉ સ્કૂલમાં શીખવનારા તે પહેલા શિક્ષણવિદ હતા. તેમનું કામ ત્રણ મુદ્દાઓ પર કેન્દ્રિત હતું. પ્રાણીઓને મિલકત ગણવાની વાત, પ્રાણીઓના અધિકાર અને કલ્યાણ વચ્ચેનો તફાવત અને ઇન્દ્રિયોની સંવેદનશીલતા એટલે કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ પર આધારિત પ્રાણીઓનાં અધિકારની થિયરી. ત્રીજો મુદ્દો એવા કોઈ પણ સજીવને લાગુ પડે છે જે પોતાના અસ્તિત્વ વિશે જાણી શકતું હોય. તેમણે પોતાના પુસ્તક “ઈટ લાઈક યુ કૅરઃ ઍન ઍક્ઝામિનેશન ઓફ ધ મોરાલિટી ઓફ ઈટિંગ એનિમલ્સ'માં લખ્યું છે, “પ્રાણીઓ પોતાની જાતના અસ્તિત્વ પ્રત્યે સભાન નથી હોતાં તે ખોટો વિચાર એ ધારણા પર આધારિત છે કે જાત પ્રત્યે સભાન હોવાનો એક માત્ર રસ્તો છે કે તમે એક વયસ્ક મનુષ્ય હો. પણ આ એક માત્ર રસ્તો નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન મેળવવું એ સાતત્યવાળા અસ્તિત્વનો અંત છે. ભાવાવેશ ધરાવતાં કે મનોભાવ ધરાવતાં પ્રાણીઓ તેમની આ લાક્ષણિકતાને કારણે જીવવામાં રસ ધરાવે છે. એટલે કે તેઓ જીવવા માગે છે, જીવન જીવવું તેમની ઇચ્છા છે.” ગેરીની દલીલ છે કે પ્રાણીઓને એક જ અધિકારની જરૂર છે અને તે અધિકાર છે કે તેમને મિલકત કે જણસ તરીકે ન જોવા અને નૈતિક વિગનિઝમ એ પ્રાણી અધિકાર ચળવળનો નૈતિક પાયો છે. વિચારોની સામ્યતાને કારણે ગુરુદેવ અને ગેરીના રસ્તા એક થવાના હતા તે સ્વાભાવિક હતું. તેમણે પોતાના પુસ્તકમાં પણ લખ્યું: સંવેદનશીલ જીવને મૃત્યુથી હાનિ નથી થતી એ વાત એ વિચારને રદિયો આપે છે કે તે જીવન જીવવામાં રસ છે, જે સંવેદનશીલ ઇન્દ્રિયો દ્વારા મળેલા જ્ઞાનને કારણે કાયમી રહેતી લાગણી કે બાબત છે. આ તો એને મળતી વાત છે કે આંખ ધરાવતા જીવને જોવામાં કે આંખને થતા નુકસાનમાં કે તેને અંધ બનાવી દેવાય તો - ૧૯૭ – ચિત્રભાનુજી Page #217 -------------------------------------------------------------------------- ________________ કોઈ ફરક નથી પડતો. જૈનોએ આ વાત બહુ પહેલાં જ કહી હતી, “દરેક જીવને જીવવાનું ગમે છે. દરેકમાં આનંદ, ધિક્કાર, પીડા દરેક લાગણી હોય છે. દરેકને જીવન વહાલું હોય છે.” ૨૦૦૯માં ગેરીને સધર્ન કેલિફોર્નિયાના જૈન કેન્દ્રમાં થયેલા જૈનાના કન્વેન્શનમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રણ અપાયું. કન્વેન્શનનો વિષય હતો “ઈકોલોજી – ધી જૈન વે'. ગેરીએ તેના વક્તવ્યમાં ‘વિગનિઝમ એન્ડ જૈન ઈમ્પરેટિવ’ વિષયને આવરી લીધો અને વક્તવ્યને અંતે તેમને પ્રતિસાદ રૂપે હોલમાં ઊભેલા લોકોનો તાળીઓનો ગડગડાટ મળ્યો. યુ.એસ. અને કેનેડાના યુવા પેઢીના જૈનો વિગન અભિયાનમાં આગળ પડતો ભાગ ભજવે છે અને તે બધા જ ચિત્રભાનુજીના અનુયાયીઓ હતા. મેરીલેન્ડના સૌરભ દલાલ વિગન ચળવળના સૌથી વરીષ્ઠ ભારતીય છે એમ કહી શકાય. સાનફ્રાન્સિસ્કોના ડૉ. જિના શાહ જે ફિઝિશિયન તથા પબ્લિક હેલ્થ રિસર્ચર છે તે પણ વિગન છે, જે અમૅરિકા અને યુરોપમાં વિગનિઝમના વિચારનો પ્રચાર-પ્રસાર કરતા રહે છે. તેમણે વિગન ડાયેટ ખાવાથી અમુક પોષક તત્ત્વો ઓછાં મળે છેના પ્રશ્નનો ઉત્તર આપતાં અનેક વક્તવ્યો આપ્યાં અને કઈ રીતે વિગનિઝમ અનુસરીને, વિશેષ ખોરાક પર વધુ પડતો ખર્ચો કર્યા સિવાય સ્વસ્થ-તંદુરસ્ત રહી શકાય છે તે પણ જણાવતા. તેઓ વિગનર્જન્સ.કોમ નામનો બ્લોગ પણ ચલાવે છે. બૉસ્ટનના સંજય જૈન પણ એક અગત્યના વિગન કાર્યકર છે અને વિગતે જૈન્સ સાથે કામ કરે છે. ટોરન્ટોના ડૉ. તુષાર મહેતા પણ વિગનિઝમ વિશે લખતા રહે છે, વક્તવ્યો આપે છે અને બ્લોગિંગ પણ કરે છે. આજે વિશ્વભરમાં વિગનિઝમ એક જરૂરી ફિલસૂફી બની ચૂક્યું છે. જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત અહિંસા હોવાથી એ સ્વાભાવિક છે અને તેવી અપેક્ષા પણ રખાય છે કે વિશ્વભરના વધુ ને વધુ જૈનો અન્ય સમુદાયો કે જ્ઞાતિઓ કરતાં વધુ ઉત્સાહથી વિગનિઝમને અપનાવશે. ગેરી ફ્રાન્સિઓને પોતાના એક લેખમાં લખ્યું છે, “જૈન ધર્મ અહિંસાના વિચારને જેટલી ગંભીરતાથી લે છે એટલી ગંભીરતાથી અન્ય કોઈ ધર્મ નથી લેતો. જૈન ધર્મ એટલે જ અહિંસા. શ્વેતાંબર અને દિગંબર બન્ને સ્પષ્ટ છે અને એ બાબતે સંમત થાય છે કે કોઈ પણ જીવ પર ક્રૂરતા અને બળજબરીથી મોતને ઘાટ ઉતારવા એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. મને આશા છે કે વધુ ને વધુ જૈનો એ જોશે અને જાણશે કે અહિંસા અને વિગનિઝમ અલગ કરવાં શક્ય નથી અને તે એક બીજાને ટેકો આપનારાં છે.” યુગપુરુષ - ૧૯૮ - Page #218 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ દ્વારા થતું મૂલ્યાંકન ઘણી વાર દુનિયા બે મોવાળી દેવી જેનસ જેવી હોય છે જે તમને એક ક્ષણે કૃપાળુ લાગે અને બીજી જ ક્ષણે દુષ્ટ લાગે. જ્યારે પણ વિશ્વ તમને સારા કે ખરાબ કહે ત્યારે તમારી જિંદગીને સવાલ કરો. આખરે જાગ્રત આત્મ-ચેતના ગણ્યા-ગાંઠ્યા લોકોની ધૂનકી કરતાં વધારે અગત્યની છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૩: નવી ઝુંબેશ રી ઇચ્છા છે કે વિગનિઝમનું અભિયાન આધ્યાત્મિક પણ બને જેથી આપણને નક્કર પાયો મળશે. મારે માટે વિગનિઝમ પ્રાણીજ પેદાશોનો ઉપયોગ અટકાવવાથી કંઈ ગણું વધારે છે.” ગુરુદેવના વિગનિઝમના વિચારમાં સર્વાગીપણું હતું. આપણો આહાર પર્યાવરણ પર પણ અસર કરે છે. ગાયોનો ઉછેર કરવા માટેનો આપણો પર્યાવરણિક ખર્ચ જાણે લથડિયા ખાઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની ૧૩૦ કરોડ ગાયો વર્ષે ૧૦ કરોડ ટન જેટલો મિથેન પેદા કરે છે - એક શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ જેના અણુએ અણુમાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૨૫ ગણી વધારે સૌર ઊર્જા હોય છે. પશુધન (ઢોર, વાછરડાં, ડુક્કર વગેરે)નાં પાલન અને ઉત્પાદન પાછળ યુ.એસ.એ.માં ઉપયોગમાં લેવાતાં તમામ પાણીનાં અડધાં કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ થાય છે. ઉત્તર અમેરિકાનો ત્રીજો ભાગ ચરાઈનાં ખેતરોને અપાયેલો છે. અમેરિકાની અડોઅડધ ખેતીની જમીન પર માંસ અને ડેરી ઉદ્યોગ માટે જરૂરી એવા ઢોરોને ખવડાવવું પડે એ ધાન ઉગાડાય છે. યુ.એસ.એ.ની ૨૨ કરોડ એકર જમીન પરથી પશુ ઉત્પાદન અને ઉછેરના કારણે જંગલો સાફ કરી દેવાયાં છે. બ્રાઝિલમાં અઢી કરોડ એકર જમીન (આ કદ ઑસ્ટ્રિયા દેશ જેટલું છે), મધ્ય અમૅરિકામાં અડધોઅડધ જંગલ પણ બીફ પ્રૉડક્શન માટે સાફ કરી દેવાયા છે. પશુસંવર્ધન કરીને તેમાં જે ખાવાલાયક માંસ મેળવાય છે તેના લીધે પેદા થતા કાચા માલનું મૂલ્ય અમૅરિકામાં વપરાતા ક્રૂડ ઓઈલ, ગેસ અને કોલસા કરતાં કંઈક ગણું વધારે છે. ધાન, શાકભાજી અને ફળો ઉછેરવા માટે જરૂરી કાચો - ૧૯૯ - ચિત્રભાનુજી Page #219 -------------------------------------------------------------------------- ________________ માલ એ માંસ અને ડેરી ઉદ્યોગ માટે જરૂર પડતા કાચા માલના પાંચ ટકા કરતાં પણ ઓછો છે. હવે કંઈ સારા સમાચાર પણ જાણીએ. ૨૦૦૦ની સાલથી લોકોને વિગનિઝમમાં વધુ ને વધુ રસ પડતો ગયો છે. વિગન ફૂડ ઘણા દેશોનાં સુપર માર્કેટ અને રેસ્ટોરેન્ટ્સમાં મળવા માંડ્યો. અમેરિકામાં વિગન્સની સંખ્યા ૫ મિલિયન પર પહોંચી છે. જર્મન વૅજિટેરિયન સોસાયટીને મતે ૨૦૧૩માં જર્મનીમાં (અંદાજે ૮.૨ કરોડની વસતિમાંથી) ૮૦૦,૦૦૦ વિગન્સ હતા. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓએ જ્યારે વિગન ડાયટ માટેનો ઉત્સાહ દર્શાવ્યો, જ્યારે જસ્ટિન ટીંબરલેક જેવી સેલિબ્રિટીઝ ‘સ્પ્રિંગ ઈટ ઓન ટુ વિગન વિલ' ગીત ગાય ત્યારે લાગે છે કે વિગનિઝમ હવે મુખ્ય પ્રવાહમાં પ્રવેશી રહ્યું છે. ઈઝરાયલમાં ડોમીનોઝે પોતાનો સૌથી પહેલો વિગન પિત્ઝા લૉન્ચ કર્યો. જેમ્સ કેમેરુન જેવા હોલીવુડના અતિ પ્રતિષ્ઠિત ડિરેક્ટર જેમણે એવેટાર અને ટાઈટેનિક જેવી ફિલ્મો બનાવી છે તે પણ વિગન છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી દ્વારા જેમને સ્પોર્ટ્સમેન ઑફ ધી સેન્ચ્યુરીનો ખિતાબ મળ્યો છે તેવા અમેરિકન ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ કાર્લ લુઈસ પણ વિગન છે. તેમના પ્રખ્યાત શબ્દો છે, ‘ટ્રેક સ્પર્ધાનું મારું ઉત્તમ વર્ષ એ હતું જ્યારે મેં વિગન ડાયટ શરૂ કર્યું હતું. વળી, વિગન ડાયટને કારણે મારું વજન પણ કાબૂમાં રહે છે. હું જેવો દેખાઉં છું તે મને ગમે છે. મને ખાવાની વધારે મજા આવે છે અને મને બહુ સારું પણ લાગે છે.’ એવા ઘણા વૈશ્વિક પ્રતિષ્ઠિત લોકો અને સેલિબ્રિટીઝ છે જે હવે વિગન ડાયટ જ અનુસરે છે. વળી, કાલ્પનિક કથાઓની શાંત અને નૈસર્ગિક સમાજવ્યવસ્થામાં પણ લોકો વિગન નહિ તો શાકાહારી તો હોય જ છે. આર્થર સી ક્લાર્કના પુસ્તક ‘૩૦૦૦: ધી ફાઈનલ ઑડિસી’માં ભાવિ માનવસમાજ સંપૂર્ણ રીતે શાકાહારી દર્શાવાયો છે કારણ કે પશુઉછેર માટે મેદાનો તથા પાણીની અછત છે. તે કથાના સમાજના લોકોને પશુનો ખોરાક તરીકેનો ઉપયોગ પણ જુગુપ્સાપ્રેરક લાગે છે. શાકાહારી સમાજના ૧૦૦૦ વર્ષથી ભાગ છે તેવી એક વ્યક્તિ માંસને ‘મડદાનું ખાણું’ એટલે કે ‘કૉર્પ્સ ફૂડ’ તરીકે ઓળખાવે છે અને કહે છે કે તે હવે નથી ખવાતું. ક્લાર્કની ટૂંકી વાર્તા ‘ધી ફૂડ ઑફ ધી ગૉડ્ઝ'માં માંસના સ્વાદને મળતો આવે એ રીતે સિન્થેટિક ખોરાક તૈયાર કરાય છે, તેનો ઉલ્લેખ સુજ્ઞ સમાજમાં નથી કરાતો. યુગપુરુષ - ૨૦૦ - Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૨માં ગુરુદેવ ચિત્રભાનુજીની ૯૦મી વર્ષગાંઠ આખા અમેરિકાનાં અનેક જૈન કેન્દ્રોમાં ઊજવવામાં આવી. મુંબઈથી ગાયક અને સંગીતકાર કુમાર ચેટર્જીને ગુરુજીના પ્રિય આનંદઘનજીનાં ભજન પ્રસ્તુત કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક કેન્દ્રમાં ગુરુજીનું સન્માન થયું હતું અને આગામી ૧૦ વર્ષ પછી તેમનો ૧૦૦મો જન્મ દિવસ ઊજવવાનું તેમને ખૂબ ગમશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી. “હું આજે અહીં તમારી શુભેચ્છા અને આશીર્વાદ મેળવવા હાજર છું”, ગુરુજીએ કૃતજ્ઞતાની લાગણી સાથે કહ્યુ હતું. “મારે સો વર્ષ કે તેથી વધુ વર્ષો જીવવું એવી મારી કોઈ ઇચ્છા નથી. નેવું પણ માત્ર આંકડો છે અને ૧૦૦ પણ માત્ર આંકડો છે. આંકડાઓમાં કોઈ જાદુ નથી. તમે એ વર્ષો કેવી રીતે પસાર કર્યાં તે જાણવામાં ખરો જાદુ રહેલો છે. તમે કેટલા આશીર્વાદ મેળવ્યા તેની ગણતરી રાખવી વધારે અગત્યની છે. જીવનનું માપ તે જ હોવું જોઈએ, તમે કેટલાં વર્ષ જીવ્યા તે નહીં. જીવનમાં એક જ બાબત નિશ્ચિત છે મૃત્યુ. એટલે દર રાતે હું જ્યારે પણ ઓશિકે મારું માથું મૂકું છું ત્યારે હું એ જ ગણતો હોઉં છું કે મારા નૈતિક ખાતામાં મેં શું જમા કર્યું. આજે મેં શું સારું કર્યું. શું મેં આજે કોઈની લાગણીઓ દુભાવી ?’’ — જ્યારે ૨૦૧૪ની સાલમાં પાલિતાણા આખા વિશ્વમાં સૌથી પહેલું પૂરેપૂરું શાકાહારી શહેર બન્યું ત્યારે ગુરુદેવે આનંદ વ્યક્ત કર્યો હતો. આ ક્રાંતિકારી પરિવર્તન આણવા માટે ૨૦૦ જૈન મુનિઓએ ભૂખ હડતાળ કરી હતી તથા શહેરમાં ચાલતાં કતલખાનાંઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ભૂખહડતાળ સફળ રહી અને ગુજરાત સરકારે પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકીને ઇંડાં તથા માંસનું વેચાણ પણ ગેરકાયદે ઠેરવ્યું હતું. ભારતનાં ૫૦ લાખ જૈનો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. વિગનિઝમ એ શાકાહારનો આગલો સ્તર છે. ગુગલ ટ્રેન્ડ પ્રમાણે આજકાલ જાહેર જનતામાં વિગનિઝમ પ્રત્યે રુચિ વધી છે. ભારતમાં ઘણાં શહેરોમાં વિગન ક્લબ અને વિગન ગ્રુપ ચાલે છે જે વિગન ખોરાકનો પ્રચાર-પ્રસાર કરે છે. ધીરે ધીરે પણ મક્કમ પગલે ‘ગ્રીન જૈનીઝમ'નો વિસ્તાર વધી રહ્યો છે અને સતત નવા અનુયાયીઓ પણ આ વિચારને મળી રહ્યા છે. ઘણા અમેરિકન જૈનો હવે વિગન પર્યુષણ પર ભાર મૂકે છે. તેના એક લેખમાં ગેરી ફ્રાન્સિઓને લખ્યું છે, ‘જેમને અચાનક જ વિગનિઝમ અનુસરવું અઘરું લાગે છે તેમણે તબક્કાવાર વિગન થવું જોઈએ. જેમ કે એક કે બે અઠવાડિયા સુધી નાસ્તામાં કોઈ પણ પ્રકારના પ્રાણીજ ખોરાક ન લો. ત્યાર બાદ બપોરનાં જમવામાં વિગન પસંદગી કરો અને તે અઠવાડિયા માટે અનુસરો અને આખરે ચિત્રભાનુજી ૨૦૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ તમારા સાંજના વાળુમાંથી પણ પ્રાણીજ ખોરાક દૂર કરી દો. તમે જોશો કે વિગન બનવું આસાન છે. તેમાં કોઈ બલિદાન નથી રહેલું અને જીવનમાંથી હિંસા દૂર કરવાથી તમને પણ ખૂબ ફાયદો થશે.’ વિશ્વભરની ઘણી એરલાઈન્સ પણ હવે પોતાના ગ્રાહકોને વિગન ફૂડનો વિકલ્પ આપે છે. વિશ્વમાં વિગન રેસ્ટોરાંની સંખ્યા પણ દિવસે દિવસે વધી છે. ‘હવે વિગન ચળવળ લોકોએ હાથમાં લઈ લીધી છે.’ ગુરુદેવ કહે છે, ‘આ અંગેની સજાગતા દિવસે દિવસે વધી રહી છે. એક વાર તેમને દૂધના ધંધાની વરવી બાજુ ખબર પડે છે પછી તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભવિષ્યમાં દુનિયામાં વિગન્સની સંખ્યા વધવાની જ છે, તેમાં કોઈ બેમત નથી.’ યુગપુરુષ - ૨૦૨ - Page #222 -------------------------------------------------------------------------- ________________ વિકાસ માટે અનિવાર્ય સત્યને શોધનાર એ હોય છે જે જાણે છે સારી સોબત, ઉપદેશ અને સજાગતા. એ ત્રણેય સ્વાસ્થ્ય માટે સારાં પાસાં છે જે મનને લલચાવનારા પતનથી દૂર રાખે છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૪: ઇચ્છાવિહીન પરમાનંદાવસ્થા ૨ ૦૧૯માં ૯૬ વર્ષની ઉંમરે પહોંચેલા ચિત્રભાનુજીનું સ્વાસ્થ્ય પ્રમાણમાં ઘણું સારું છે. તે પોતાના આયુષ્યનો શ્રેય ધ્યાન, રોજિંદા ત્રણ-ચાર કલાકનાં મૌન વિગન તથા સાત્વિક આહારને આપે છે. તેઓ જાણે છે કે પોતે વ્યસ્ત અને ભરપૂર જિંદગી જીવ્યા છે અને સાથે હજારો લાખો શુભેચ્છા અને આશીર્વાદ પણ તેમણે એકઠા કર્યા છે. તેઓ પોતાની જાત, પોતાના પરિવાર અને વિશ્વ તમામ સ્તરે શાંતિ અને શાતા અનુભવે છે. તેમણે આગળનો વિચાર કરીને જાહેર જીવનમાંથી પોતાની જાતને દૂર કરવાનું નક્કી કર્યું. તેમણે અગણિત લોકોને જે સલાહ આપી છે તે તેઓ અનુસરી રહ્યા છેઃ વિશ્વની નાગરિકતાનો ત્યાગ કરવો અને આમ તેઓ હવેથી પોતાના આત્મા માંહી વધુ વસવાટ કરી રહ્યા છે. મનની સ્પષ્ટતા, હિંમત અને આત્મવિશ્વાસ થકી જે સિદ્ધ થઈ શકે તેનો પુરાવો એટલે તેમનું જીવન ! તેમના લાંબા અને ઘટનાસભર જીવનમાં એક પણ વાર તેઓ અંધશ્રદ્ધાને તાબે ન થયા કે ન તેમણે કોઈ પ્રચલીત માગણીઓને પગલે પોતાની કટિબદ્ધતા કે મનોબળને જતાં કર્યાં. હવે તેમને લાગે છે કે તેમણે જીવનનો ધ્યેય પાર પાડ્યો છે અને હવે આગામી પેઢીએ અહિંસાનો સંદેશો આગળ ધપાવવાનો છે. તેમના ઘણા વિદ્યાર્થીઓ આખા અમેરિકામાં વિવિધ હિસ્સાઓમાં ધ્યાન શીખવે છે તથા શાકાહાર અને વિગનિઝમનો પ્રચાર-પ્રસાર કરે છે. યુરોપમાં તેમના વિદ્યાર્થીઓ, ફ્રાંસમાં આદિનાથ અને જર્મનીમાં તૃપ્તિ - ધ્યાન કેન્દ્રો ચલાવે છે. ચિત્રભાનુજીને એ વાતનો આનંદ છે કે તેમના મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ધ્યાન શીખવે છે તેઓ આ સ્વૈચ્છિક રીતે કરે છે અને વ્યાપાર તરીકે નથી કરતા. ચિત્રભાનુજી = - ૨૦૩ - Page #223 -------------------------------------------------------------------------- ________________ તેમના એક કેનેડિયન વિદ્યાર્થી ડૉ. બ્રુસ કોસ્ટેઈન - શ્રી ભદ્રબાહુએ “એપ્લાઈડ જૈનીઝમ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે જે તેમના ડિઝર્ટેશન અને પીએચડીના માસ્ટર થિસિસ ભેગા કરીને તૈયાર કરાયું હતું. પુસ્તકની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે જે ચિત્રભાનુજીના પ્રભાવનો પુરાવો છે. તેમના જીવનના વિકાસશીલ અને આધ્યાત્મિક અભિગમનાં કેટલાક પાસાં અહીં રજૂ કર્યા છે: ૧૯૬૬માં જ્યારે તેઓ મુનિ ચંદ્રપ્રભસાગર હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે આટલા સારા ઉપદેશક હોવા છતાં તેમના શિષ્યો કેમ ન હતા? તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના વક્તવ્યમાં ધર્મનાં પારંપારિક પાસાંઓ જેમાં મોક્ષની પ્રાપ્તિ ઇચ્છનાર મુનિનો માર્ગ પણ વણાયેલો હોય છે તેના કરતાં માનવતાની વાત પર કેમ વધારે ભાર મૂકવામાં આવે છે? લોકો જાણવા માગતા હતા કે તે સાધુત્વ કે દીક્ષાની તરફેણમાં છે કે વિરોધમાં? હંમેશની માફક જ તેમણે શાલીનતા તથા સ્પષ્ટતાથી આખી વાતનો જવાબ આપ્યો હતોઃ “મને નથી ખબર કે હું શ્રેષ્ઠ ઉપદેશક છું કે નથી; મને તો એટલું ખબર છે કે હું શિક્ષક છું. તમે એમ પૂછો છો કે મારે શિષ્ય કેમ નથી, પણ તમારે તો એમ પૂછવું જોઈએ કે હું શિષ્યો કેમ બનાવતો નથી.” સત્ય એ રીતનું છે કે મારા માર્ગદર્શન હેઠળ દીક્ષા લેવા માટે તો ઘણા લોકોએ મને અરજ કરી. પણ મને લાગે છે કે ગુરુ બનવું એ કોઈ પણ ગુરુના આત્મા પર બહુ મોટો બોજ છે. હું અખબારોમાં રોજ કોઈના ને કોઈના સાધુ બનવાના, દીક્ષા લેવાના સમાચાર વાંચું છું, દીક્ષાવિધિનાં વખાણ પણ વાંચું છું, તે માટે ભેગા થયેલા ભંડોળ વિશે પણ જાણું છું અને જે ગુરુએ તે વ્યક્તિને દીક્ષા લેવા પ્રેરણા આપી તેમને વિશે પણ વાંચું છું. આગામી વર્ષોમાં તે ગુરુ કે શિષ્યનું શું થયું તેની કોઈને પરવા નથી હોતી કે તે અંગે ઉત્સુકતા નથી હોતી. ઘણી વાર કોઈ સામર્થ્યહીન ગુરુ પોતાની લાગણીઓની જરૂરિયાતને પગલે કોઈને શિષ્ય તરીકે સ્વીકારે છે. નવા શિષ્યને ગુરુની સેવા-ચાકરીમાં રહેવાનું હોય છે. ધાર્મિક જ્ઞાન આપવાને બદલે અથવા તો શિષ્યને ધ્યાનના કડક નિયમો શિખવવાને બદલે તેને લોકપ્રિયતા પર ધ્યાન આપવાનું કહેવાય છે. થોડાં વર્ષોમાં તે પોતાના ગુરુને કોરાણે મૂકીને પોતાની સફર શરૂ કરે છે અને પોતાના શિષ્યો શોધે છે જેથી તે પોતાની જાતને શિષ્યમાંથી ગુરુમાં ફેરવી નાખે ! યુગપુરુષ - ૨૦૪ - Page #224 -------------------------------------------------------------------------- ________________ આવા મુક્તાત્મા ધરાવતા ગુરુઓના પોતાના શિષ્યો પર કોઈ કાબૂ કે સત્તા નથી હોતાં. જૈન સાધુઓ માટે દશ વૈકાલિક સૂત્ર અનુસાર આકરા નિયમો લેખાયેલા છે અને ગુરુ-શિષ્ય પરંપરા પર પણ ભાર મુકાયો છે જે ૨૬૦૦ વર્ષ પહેલાં મહાવીર સ્વામીના સમયથી નિયત છે. આ પરંપરામાં ગુરુ પર તેના શિષ્યના આચરણની બહુ મોટી જવાબદારી હોય છે. આ જવાબદારી પાર પાડવા માટે નાની નાની બાબતો પર પણ ખૂબ ધ્યાન આપવાનું રહે છે. જ્યારે મને લાગશે કે મારામાં તે પ્રકારની શક્તિ, વૈર્ય અને તે માટે જરૂરી સમય ફાળવવાની સવલત છે જે ગુરુ તરીકેના કર્તવ્ય માટે જરૂરી છે ત્યારે હું પણ શિષ્ય સ્વીકારીશ. ત્યાં સુધી હું આજે જેવો છું તેવો જ રહીશ.” આટલી સીધી વાત કરનાર અને સ્ફટિક સમી પ્રામાણિકતા ધરાવનાર સાધુ મળવા અશક્ય છે. તેઓ પોતાની વાત જલદી જ સાફ રીતે કરી દેતાઃ મેં પોતે જ્યારે સાધુત્વનો રસ્તો પસંદ કર્યો હોય ત્યારે કોઈ બીજું પણ આ માર્ગે આવવા માગતું હોય તો એનો હું વિરોધ કેવી રીતે કરી શકું? દીક્ષા જરૂરી, પવિત્ર અને એવી બાબત છે જેને હળવાશથી ન લઈ શકાય. પણ દીક્ષાની સાર્થકતા તેની ઉપયોગિતા માનવતાના મંચ તરીકે થાય તેમાં છે.” ચિત્રભાનુજી માનવતા અને સર્વાગી ઐક્યના હિમાયતી જ હતા તેમ નથી તેમણે તમામ માટે નવી કેડીઓ રચવાની હિંમત પણ દાખવી છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકાનાં જૈન દેરાસરોમાં નવી પ્રથા શરૂ થઈ. તેમાંની એક હતી કે હિંદુ અને જૈન મંદિર એક સાથે હોય, ખાસ કરીને એવા સ્થળે જ્યાં જૈનોની સંખ્યા ઓછી હોય. ગુરુજીએ આ વિચારને આત્માની ઉદારતા તરીકે આવકાર્યો. તેઓ આ વ્યવસ્થાને ઈશ્વરોની સંસદ' કહેતા. ઘણા સંકુચિત માનસનાં જૈનો હિંદુ જૈન મંદિર ભેગા હોવાની આ વાતને ચિત્રભાનુજીના ટેકાથી નારાજ હતા, પણ તેમણે આવાં ઘણાં મંદિરોનાં ઉદ્ઘાટનને માન્યતા આપી હતી. જેના દ્વારા અન્ય એક નવો ચીલો ચીતરવામાં આવ્યો. બધા જૈનો વચ્ચે એકતા રહે તે માટે જૈનોએ એવાં નવાં મંદિરોની રચનાની વાત કરી હતી જેમાં શ્વેતાંબર અને દિગંબર મૂર્તિઓ સહિત મધ્યમાં નવકાર મંત્રની તપ્તી હોય. ભારતમાં આવું જવલ્લે જ થાય છે. જૈનોને એક કરવાની ઇચ્છાથી આવાં ભેગાં મંદિરો બનાવવાં તે અલગ સંપ્રદાયના આગવા નિયમોનો ભંગ હતો. આ પ્રસ્તાવને પગલે લોકો જે રીતે પ્રાર્થના કરતા તેમાં નાછૂટકે પરિવર્તન કરવું પડ્યું. એમાં માનવામાં આવ્યું કે અલગ અલગ સંપ્રદાયના નિયમોના ઉલ્લંઘન વિના કોઈ અન્ય રીતે પણ એકતા લાવી શકાશે. ચિત્રભાનુજીએ આવા પૂર્વનિશ્ચિત જૈનાના - ૨૦૫ - ચિત્રભાનુજી Page #225 -------------------------------------------------------------------------- ________________ માળખાના વિરોધમાં ઘણા લેખ લખ્યા. તેમણે ખાસ કરીને મંદિરના ગર્ભગૃહમાં કેન્દ્રમાં નવકાર મંત્રની તષ્ઠી મૂકવા પર વિરોધ નોંધાવ્યો. આખરે જૈનાની રૂપરેખા પાછી ખેંચી લેવાઈ અને શરૂઆતના અમુક પ્રતિષ્ઠાન જૈનાનાં માર્ગદર્શન પ્રમાણે થયા પણ ત્યાર બાદ કોઈ નવાં દેરાસર તે રીતે ન બન્યાં. તેને બદલે બધાં નવાં મંદિરો વિવિધ સંપ્રદાયોની ઇચ્છા અને ધાર્મિક માન્યતોની કાળજીને ગણતરીમાં લઈને બનાવાયાં. અંગત બાબતોમાં પણ ચિત્રભાનુજીએ ક્યારેય પણ પારંપારિક બાબતોને વગર વિચાર્યું કે આંધળુકિયા કરીને નહોતી અનુસરી. ડિસેમ્બર, ૧૯૯૭માં ચિત્રભાનુજીના મોટા પુત્ર રાજવે રૂચિકા સાથે મુંબઈમાં લગ્ન કર્યા. ભારતમાં મોટા ભાગનાં લગ્નો હિંદુ વિધિથી થાય છે પણ આ લગ્ન જુદી રીતે થવાનાં હતાં. આ વિધિ જૈન પરંપરા પ્રમાણે થવાની હતી. બે હજાર મહેમાનો હાજર રહ્યા હતા. તેમાં ચિત્રભાનુજીના ૪૦ વિદ્યાર્થીઓ હતા જે અમૅરિકાથી ગુજરાત અને રાજસ્થાનમાં જૈન તીર્થોની યાત્રા કરવા આવ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર કોઈ પણ શુભ પ્રસંગ મુહૂર્ત પ્રમાણે જ કરવામાં આવે છે. સૌથી લાભદાયી રીતે ગોઠવાયેલા ગ્રહો અને નક્ષત્રોને આધારે જ તિથિ તથા તારીખ નક્કી કરાય છે. જ્યોતિષે જે દિવસનું મુહૂર્ત આપ્યું તે વધુ પડતો જ શુભ દિવસ સાબિત થયો અને ત્યારે શહેરમાં બધા હૉલ, બેંક્વેટ્સ અને પંડિતો વ્યસ્ત હતા. પરિવારે બહુ પ્રયત્નો કર્યા પણ લગ્ન માટે સ્થળ મળવું મુશ્કેલ હતું. જ્યારે ચિત્રભાનુજીએ આ વાત સાંભળી ત્યારે તેમણે કહ્યું કે શુભ દિવસના બીજા દિવસે લગ્ન રાખવાં. રાજીવે પૂછ્યું, “પણ શું તે શુભ દિવસ છે ખરો?” “જે દિવસે તારું હૃદય પ્રેમમય હોય તે શુભ દિવસ જ હોય.” તેવો સમજુ જવાબ પિતા તરફથી મળ્યો અને આમ એ પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. શુભ દિવસના બીજા દિવસે લગ્નપ્રસંગ યોજાયો. પણ થયું એમ કે કુદરતને તે દિવસની પવિત્રતા સાથે કંઈ લેવા દેવા નહોતી અને તે દિવસે શહેરમાં કમોસમી વરસાદ પડ્યો અને ટ્રાફિક વગેરેને કારણે અરાજકતા થઈ. શહેરમાં આસપાસ જે પણ પ્રસંગો હતા ત્યાં મહેમાનોને વરસાદ નડ્યો. નસીબજોગે બીજા દિવસે ઉઘાડ અને સૂર્યપ્રકાશ હતો. રાજીવનાં લગ્નમાં આવેલા મહેમાનોએ પોતાના સિતારાઓનો પાડ માન્યો અને લગ્ન બહુ સાંગોપાંગ પાર પડ્યાં. છતાં પણ ચિત્રભાનુજી સમક્ષ ટીકાનાં બાણ વરસતા રહેતાં. ૨૦૦૦ની સાલથી જ્યારથી તેઓ વિગનિઝમની ફિલસૂફી તરફ વળ્યા ત્યારથી તેમણે માત્ર આ જ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું. દઢતાપૂર્વક એમ મનાય છે કે તમે દૂધ તથા યુગપુરુષ - ૨૦૬ - Page #226 -------------------------------------------------------------------------- ________________ દહીં, માખણ જેવાં દૂધનાં ઉત્પાદનોનો જ્યાં સુધી ત્યાગ નથી કરતા ત્યાં સુધી શાકાહાર કે વિગનિઝમ કે અહિંસાની વાત કરવી નિરર્થક છે. અમૅરિકામાં ઘણા જૈનોને લાગ્યું કે ગુરુદેવનો વિગનિઝમ પરનો ભાર મૂકવાનો અભિગમ તેમને થકવી રહ્યો હતો, વધુ પડતો લાગી રહ્યો હતો. હકીકત એ હતી કે તેઓ દૂધનો ત્યાગ કરવા નહોતા માગતા અને માટે પોતાને માટે તકલીફદાયક એવા તેમના વિચારોને દૂર કરવા માગતા હતા. જ્યારે તેમને પુછાયુ કે શું તેઓ પોતાનો સંદેશ હળવો બનાવશે અથવા તો બીજા વિષયની વાત કરશે ત્યારે ચિત્રભાનુજીએ હસીને સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો હતો, ‘મને લોકપ્રિયતાની સ્પર્ધામાં કોઈ રસ નથી. જૈનોને અહિંસક જીવન પ્રત્યે ઉજાગર કરવા મારો ધ્યેય છે.’ આજે પણ ભારતમાં એવા જૈનો છે જે ચિત્રભાનુજીએ કરેલા વિદેશપ્રવાસ અને લગ્નને કારણે તેમને ક્ષમા નથી આપી શકતા. આ બાબતે સવાલ કરનારાઓ સામે ચિત્રભાનુજી માત્ર સ્મિત કરે છે. રસપ્રદ બાબત તો એ છે કે ૧૯૭૦ની સાલમાં મુંબઈ ઍરપૉર્ટ પર થયેલા દેખાવોમાં ભાગ લેનાર એક વ્યક્તિ ૨૦૧૭માં અમેરિકાની મુલાકાતે આવી હતી. ઉત્તર અમૅરિકાના જૈનો માટે ચિત્રભાનુજીએ જે કર્યું છે તે જોઈને તેનું હૃદય જાણે હચમચી ગયું. ચિત્રભાનુજીએ જેને પ્રેરણા આપી હતી તેવા સિદ્ધાચલમ અને જૈન કેન્દ્રની પણ તેણે મુલાકાત લીધી અને ૧૦૦ જણ સાથે એક ઘરમાં થયેલી ધાર્મિક વિધિમાં ભાગ લીધો, જૈન મિત્રોના ઘરે જૈનાના કૅલૅન્ડર્સ જોયા - આ મુલાકાતી ખૂબ લાગણીવશ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે તે જ્યારે ભારત પાછો ફ૨શે ત્યારે ચિત્રભાનુજીને મળશે તથા પચાસ વર્ષ પહેલાં કરેલાં વિરોધ અંગે માફી માગી તેમને પૂરતા સન્માનથી નવાજશે. મુનિ તરીકે ચિત્રભાનુજી માત્ર જૈનોને જ ઉપદેશ આપતા હતા, પણ ગુરુ તરીકે તેમણે મહાવી૨નો સંદેશો આખી દુનિયામાં એ લોકો સુધી પહોંચાડ્યો જેઓ જૈન ધર્મ વિશે જાણતા પણ નહોતા. જ્યાં સુધી લગ્નની વાત છે તેઓ માને છે કે તે કર્મને પગલે થયેલી ઘટના છે. તેઓ લોકોને એ પણ યાદ કરાવે છે કે ૨૪ તીર્થંકરોમાંથી માત્ર નેમિનાથ અને મલ્લીનાથ બે જ એવા છે જેમણે લગ્ન નહોતાં કર્યાં. સ્વીકૃત અભિપ્રાયની વિરુદ્ધ જઈ તે દર્શાવે છે કે લગ્ન વ્યક્તિનાં જીવનમાં શિસ્ત અને નિયંત્રણ આણે છે. આ કારણોસર પણ લગ્નને આધ્યાત્મિક સફરના અવરોધ તરીકે ન જોવાં જોઈએ. - ૨૦૦ - ચિત્રભાનુજી Page #227 --------------------------------------------------------------------------  Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પરિષદ ધર્મનો મર્મ પામવા, એક સીડી ચઢો, સંયમ અને કરુણાની, સાથે સાથે અહિંસા અને બીજાના મતને સન્માન આપવાની. આ પછી જ ધર્મના મર્મને, આત્મવિશ્વાસ અને આનંદથી અનુભવી શકાશે. પ્રકરણ ૨૫: યુ.એસ.માં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં પ્રાર્થના – ચિત્રભાનુજી ૨૦૦૧માં ગુરુદેવને યુ.એસ.એ.માં હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવ્ઝમાં પ્રારંભિક પ્રાર્થનાના સંબોધન માટે આમંત્રણ મળ્યું હતું કારણ કે તે વર્ષ મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મ જયંતી વર્ષ હતું. પહેલાં મેરીલેન્ડ, ઓહાયો અને વર્જીનિયાની જનરલ ઍસૅમ્બ્સિમાં જૈન પ્રાર્થનાઓ થઈ હતી. પરંતુ વૉશિંગ્ટનમાં હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવમાં કોઈ ભારતીય ધર્મગુરુ માટે આ સર્વપ્રથમ પ્રસંગ હતો. અમેરિકન જૈનો માટે આ ઇતિહાસનું સર્જન હતું. આખા અમેરિકા તથા કૅનેડાના જૈનોમાંથી ૧૪૦ પ્રતિનિધિઓ, ભારતીય દૂતાવાસના પ્રતિનિધિઓ સાથે આવ્યા હતા અને તેમણે યુ.એસ. હાઉસ ઑફ રૅપ્રિઝન્ટેટિવની ગૅલૅરીમાંથી આ અદ્ભુત દશ્ય નિહાળ્યું હતું. શ્રી માણેક મુનિ, જૈનાના તત્કાલ પ્રમુખ તથા પૂર્વ છ પ્રમુખો, અમેરિકાનાં કેટલાક જૈન કેન્દ્રોનાં પ્રમુખો તથા જૈનાની ઍક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો હાજર હતા. આ પ્રસંગ મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. - ૨૦૯ - ચિત્રભાનુજી Page #229 -------------------------------------------------------------------------- ________________ Let us all join our hands, heads and hearts together and bow to all perfect and liberated souls, and to all spiritual teachers Let us pray that all elected representatives of the people of this Nation be guided in their thoughts, words and actions to achieve the greatest good for all. Let them have a high sense of responsibility and be free from temptations of selfish interests. Let them be filled with knowledge and wisdom so that resolutions adopted and laws enacted may meet the standards for the good of our people. May the blessings be on our country, our government, our elected leaders in this House of Congress, and on all living beings of the world. May the entire universe attain bliss. May all beings be interested in one another's well being. May all faults be eliminated. May people be happy everywhere. Om Shanti ! Shanti ! Shanti ! પ્રાર્થના પછી કોંગ્રેસમૅન ફ્રેંક પલોને, જુનિયર ઑફ ન્યુ જર્સી, જે આ પ્રસંગના પ્રસ્તુતકર્તા હતા તેમણે જૈન ફિલસૂફી તથા અહિંસાની સમૃદ્ધિની વાત કરી. તે ઉપરાંત ઉત્તર અમેરિકાના જૈન સંપ્રદાયને આ પ્રસંગના આયોજન બદલ પણ ખૂબ આભાર માન્યો. તેમણે કહ્યું, “મને લાગે છે કે તમે એક રીતે કહી શકો કે મહાવીર સ્વામી તેમના સમયથી ઘણા આગળ હતા, જેમણે ત્યારે કહ્યું હતું કે બધા માણસો, સ્ત્રી કે પુરુષ, ગરીબ કે તવંગર એક સમાન છે. તેમણે હાઉસ ચેપ્લિનને તે દિવસે જૈનત્વની ઉજવણી કરવા માટે હાઉસની પસંદગીને મંજૂરી આપી તે માટે પણ આભાર માન્યો હતો. યુગપુરુષ - ૨૧૦ – Page #230 -------------------------------------------------------------------------- ________________ વૉશિંગ્ટનમાં જૈન સમુદાય કૉંગ્રેસમેન ફ્રેંક પોલન સાથે પ્રસંગ બાદ ચેપ્લિન ફાધર કફલિન સાથે મળીને કૉંગ્રેસમેન ફ્રેંક પલોને પોતાની ઑફિસમાં તમામ જૈન પ્રતિનિધિઓ માટે નાનકડું સંમેલન રાખ્યું અને તેમનાં એક વરિષ્ઠ કર્મચારીએ સર્વેને કૅપિટલ હિલની સફર પણ કરાવી. - ૨૧૧ - ચિત્રભાનુજી Page #231 --------------------------------------------------------------------------  Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર જિં દગીને તેનો આગવો તાલ અને ગતિ હોય છે. તેમાં ઘણા ઉતાર-ચઢાવ, પ્રયાસો અને વાવાઝોડાં, આનંદ, પરમાનંદ, સફળતા, નિષ્ફળતા, સિદ્ધિઓ અને ખિન્નતાના તબક્કાઓ આવ્યા કરે છે. ૨૦૧૨માં ઉત્તર અમેરિકામાં જૈનો અંતર્ગત ૬૫થી વધુ જૈન કેન્દ્રોની સ્થાપનામાં સહાય કર્યા બાદ, આખા વિશ્વની વિવિધ યુનિવર્સિટીઝમાં હજારો વક્તવ્યો અને ધ્યાનનાં સેશન્સ, કોન્ફરન્સીઝ, મંદિરો, ધાર્મિક સ્થળો, સિમ્પોઝિયા અને સંમેલનોમાં હાજરી આપી ચૂકેલા ગુરુદેવની ૯૦મી વર્ષગાંઠ તેમના અનુયાયીઓએ ખૂબ મોટા પાયે ઊજવી. ૨૦૧૫માં ફૉર્બ્સ મૅગેઝિન માટે ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને પ્રશંસક માઈકલ તોબાયસને આપેલા ઈન્ટરવ્યુમાં ગુરુજીએ કહ્યું, ‘હું અત્યારે મારા જીવનના ૯૨મા વર્ષમાં છું, તમે કહી શકો છો કે મારી જિંદગી અનેક રીતે બદલાઈ છે. આજે મારી પાસે સુંદર પરિવાર છે જે મારા પ્રેરણાદાયી જીવનસાથી પ્રમોદાજીથી શરૂ થયો હતો. પ્રમોદાજી પોતાની આગવી રીતે જૈન ધર્મનાં અગ્રણી વક્તા છે અને હું તેમની સાથેના પરસ્પર થતા સમૃદ્ધ સંવાદો ખૂબ માણું છું. તેમની સાથે અમારું કુટુંબ, અમારાં સંતાનો અને તેમના સંતાનો એમ મોહર્યું છે. છતાંય હું નથી બદલાયો કારણ કે હું હજી પણ સાદગી તથા વ્યક્તિની પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય સાથે જ જીવું છું જે ચાળીસ વર્ષ પહેલાં હું સાધુ તરીકે જીવતો હતો ત્યારે પણ એમ જ હતું. આજે બીજું જે પાસું બદલાયું છે તે છે મારો શ્રોતાગણ. આજે હું વધારેને વધારે આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ સાથે સંવાદ સાચું છું જે પહેલાં માત્ર ભારતીય શ્રોતાઓ સુધી સીમિત હતું. ૭૦, ૮૦ અને ૯૦ના દાયકામાં મારી મોટા ભાગની ઊર્જા સંસ્થાકીય ઘડતરમાં ખર્ચાઈ હતી, એવું સંસ્થાકીય માળખું જે ભારતીય સીમાઓની પાર પણ જૈન ધર્મ માટે ટકાઉ અને અનંતના માર્ગનું સર્જન કરે. આજે યુ.એસ.એ. અને કૅરૅડામાં અમારા ૭૦થી પણ વધુ જૈન કેન્દ્રો છે અને તે ખૂબ સારી રીતે કાર્યરત છે. યુરોપ, આફ્રિકા, સિંગાપોર, હોંગકોંગ અને મલેશિયામાં એવાં જૈન દેરાસરો છે જેમને મેં પ્રેરણા પૂરી પાડી છે. આ સંસ્થાનો સ્વાવલંબી છે અને બધા જ સ્તરે ત્યાં કાબેલ નેતૃત્વ છે. સારાંશમાં મેં મારું કામ પૂરું કર્યું છે. આ ખીલી રહેલી અને પાંગરી રહેલી જ્ઞાતિ અને સમુદાયને જોવામાં મને આનંદ મળે છે. પરિણામે મેં હવે મારા જાહેર જીવનને મર્યાદિત કરી દીધું છે અને મારી આંતરિક દુનિયાના આનંદ અને ઉલ્લાસને હું માણું છું.’ ચિત્રભાનુજી જે પણ હજ્જારો લોકોને મળ્યા છે તેમની પર તેમણે અમીટ છાપ છોડી છે. આવા લોકો દ્વારા કહેવાયેલી વાતોથી દળદાર પુસ્તકોનાં થોથાં ભરાઈ શકે ચિત્રભાનુજી - ૨૧૩ - Page #233 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ જે તેમની ખૂબ જ નિકટ રહ્યા છે - તેમનાં કુટુંબીજનો પાસે તેમને વિષે, જે જીવન તે જીવ્યા છે તે અંગે કહેવા માટે ખૂબ જ રસપ્રદ, હંમેશાં મનમાં રહી જાય તેવી અને મધુર વાતો છે. અહીં કેટલાક અંશો રજૂ કર્યા છે જેમાં ચિત્રભાનુજી વિશે તેમના વિચારો પ્રસ્તુત છે: પ્રમોદાબહેન તેઓ દીર્ઘદ્રષ્ટા, સાહસિક અને નીડર છે... તેમણે અહિંસા અને જીવન પ્રત્યેના આદરનો સંદેશો પ્રસરાવવા માટે પરંપરાઓ તોડી છે.. રાજીવ: (મોટો પુત્ર) આમ તો પિતા શબ્દ એવા ઈશ્વર માટે વપરાતો હોય છે જે અઢળક, સનાતન, શાશ્વત હોય અને જેમાં અનંત શક્તિ હોય અને દાનવીરતા પણ એવી હોય કે સામાન્ય માણસ તેને સમજી પણ ન શકે... હું મોટો થતો હતો ત્યારે એવી ઘણી બાબતો હતી જેની સાથે હું સંમત નહોતો... પણ પછીથી મેળવેલી સમજણ અનુસાર તે વિરોધ તેમના તર્કની શક્તિને કારણે નહોતો, પરંતુ મારી અંદર રહેલી નબળાઈને કારણે હતો. તે પિતા છે જે ગુરુ છે કે પછી ગુરુ છે જે પિતા છે? એક ક્ષણ પછી વિચારીએ તો શું આ જવાબ કે વિચારથી કંઈ ફેર પડે છે ખરો ? રુચિકા : (પુત્રવધૂ) હું આ કુટુંબમાં માત્ર ૧૪ વર્ષથી છું અને મેં તમને જાહેર જીવન અને અંગત જીવનમાં જોયા છે. આ બન્ને જીવનમાં તમે જે સંતુલન અને ઐક્ય લાવો છો તે ભાગ્યે જ કોઈ કરી શકે. તમારી સાદગી, વિચારોની સ્પષ્ટતા અને વિચારોની કરુણાને કારણે મારા જીવનમાં પણ ઘણાં પરિવર્તન આવ્યાં છે. દિયા : (૯ વર્ષની પૌત્રી) મને તમારી કેટલી બધી બાબતો બહુ ગમે છે. મને ગમે છે કે તમારી પાસે તમારી પોતાની કેટલી ઓછી વસ્તુઓ છે. ઓછી વસ્તુઓ હોવાનો ફાયદો એ છે કે તમારું પેકિંગ ફટાફટ થઈ જાય અને તમે કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ યાદ પણ રહે. તમારી દૃઢનિશ્ચયી-મક્કમ મનોબળ પણ મને બહુ ગમે છે. ત્રિશલા : (સાત વર્ષની પૌત્રી) મને તમારી બે બાબતો બહુ પ્રિય છે, એક તો તમે બહુ પ્રેમાળ છો અને તમને હંમેશાં એ વાત યાદ રહે છે કે મને શું ગમે છે. તમે સ્વસ્થ વસ્તુઓ ખાવ છો એટલે તમે બહુ મજબૂત પણ છો. મને પણ તમારા જેવા થવું છે. તમારી સાથે સમય પસાર કરવાનું મને ગમે છે કારણ કે મને તમારી પાસેથી બહુ બધું શીખવા મળે છે. | દર્શનઃ (નાનો પુત્ર) જ્યારે પણ મેં જીવનના કોઈ પ્રશ્ન અંગે તેમની સાથે વાત કરી છે ત્યારે મને યાદ નથી કે તેમણે મને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો હોય. મને એ યાદ છે કે તે બહુ ધીરજ અને કાળજીથી સાંભળતા, મારા ચહેરાના હાવભાવ નોંધતા યુગપુરુષ - ૨૧૪ - Page #234 -------------------------------------------------------------------------- ________________ અને મને એવા માળખામાં જવાબ આપતા કે મારા પોતાના જ વિચારોને પ્રોત્સાહન મળે. ઘણી વાર મને સંતોષ ન થતો અને હું લાંબા જવાબ મેળવવા મથામણ કરતો. પણ તેઓ હંમેશાં અલગ અલગ પસંદગીઓની અસર શું હોઈ શકે તેની જ વાત કરતા. “જો આમ કરીશ તો આમ થશે અને તેમ કરીશ તો પરિણામ એવું આવશે. હવે તું નક્કી કર...' એક વાર મેં તેમને પૂછયું કે તેમને કેવી રીતે ખબર પડતી કે તે બીજાને સાચી સલાહ આપી રહ્યા છે, “તમે ખોટા પડશો તો શું?’ તેમણે હસીને મને જવાબ આપ્યો હતો કે તેમનું હૃદય સ્પષ્ટ હતું અને તેઓ બીજાના ભલા સિવાય બીજું કંઈ પણ ઇચ્છતા નહોતા માટે તેમની સલાહ ક્યારેય ખોટી ન પડતી, હંમેશાં સચોટ સાબિત થતી. દ્રષ્ટિ ચિત્રભાનુ : (પુત્રવધૂ) ચિત્રભાનુજી. જયારે હું આ નામનો વિચાર કરું છું, ત્યારે મને મનમાં તેમને માટે અહોભાવ અને ખૂબ બધા સન્માન તથા પ્રેમની લાગણી જ જન્મે છે. જ્યારે હું પરણીને આ ઘરમાં આવી તે પહેલાં હું દિલ્હીમાં વસનારી દિગંબર જૈન હતી. મને ખબર નહોતી કે તે કેટલી મહાન વ્યક્તિ છે. પણ હવે તેમની સાથે પંદર વર્ષ રહ્યા પછી મને ખબર છે – અને મને કોઇએ કહેવાની ય જરૂર નથી કે એ ખરા અર્થમાં ‘મહાત્મા’ છે'. તેમણે હંમેશા મારી નાનામાં નાની જરૂરિયાતની કાળજી રાખી છે, તેમણે મને એટલો પ્રેમ આપ્યો છે અને મને એ રીતે સ્વિકારી છે જાણે હું બિલકુલ આ ઘરની જ દીકરી હોઉં. તેમણે મને સરળ અને રમતિયાળ વાતો થકી ખૂબ બધું શિખવ્યું છે. આજે મને થાય છે કે હું ખરેખર ભાગ્યશાળી છું કે હું આ કુટુંબનો હિસ્સો બની શકી. તે મારા એવા પિતા છે જેમણે મને શિખવ્યું છે કે આ દોડતી-ભાગતી દુનિયામાં કઈ રીતે ન ખોવાઈ જવું. તેમણે મને જે પણ આપ્યું છે અને જે પણ શિખવ્યું છે તે બદલ હું તેમનો ક્યારેય પુરતો આભાર નહીં માની શકું. મારા નસીબને અને આ આશીર્વાદને શબ્દોમાં વર્ણવવાં મારે માટે શક્ય નથી અને તેમનો આભાર માનવો હોય આખું આયખું ઓછું પડે. આરુષી ચિત્રભાનુ (૯ વર્ષ) મને લાગે છે કે દાદુ બહુ વિશેષ વ્યક્તિ છે. તેમણે માત્ર માનવજાત નહીં પણ પ્રાણીઓને પણ ઘણીબધી રીતે તેમનાં આખા જીવન દરમિયાન મદદ કરી છે. તેમણે પશ્ચિમનાં વિર્ધાથીઓ તથા અન્યોને સારો આત્મા હોવું એટલે શું અને જૈન ધર્મનો અર્થ પણ સમજાવ્યો છે. આજે પણ તેઓ સૌની એટલી જ કાળજી લે છે જેટલી તે વર્ષો પહેલાં સૌની કાળજી લેતા. જો કે આજે આ ઉંમરે તેમનું ધ્યાન રાખવાનું હોય, એ હજી ય અમારું ધ્યાન રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. “તમને શું જોઈએ છે?, તમે કેમ છો, શું ચાલે છે અને તમે ખુશ છો ને?", આ સવાલો એ અમને ઘણીવાર પુછતા હોય છે. આ બતાડે છે તે કેટલા વિચારશીલ, - ૨૧૫ - ચિત્રભાનુજી Page #235 -------------------------------------------------------------------------- ________________ માયાળુ અને મૃદુ છે. જીવન કેવી રીતે શાંતિમય અને આનંદમય જીવી શકાય એ દરેકને શીખવીને, દર્શાવીને તેમણે વિશ્વમાં પરિવર્તન આપ્યું છે. સોહમ ચિત્રભાનુ : (૭ વર્ષ) મારા દાદા બહુ મહાન અને કાળજી લેનારી વ્યક્તિ છે. તેમણે ઘણાં બધાં લોકોને વિગન લાઇફસ્ટાઇલના ફાયદા સમજવામાં મદદ કરી છે. તેઓ માને છે કે પ્રાણીઓનાં પણ માણસોની માફક બધા જ અધિકાર હોવા જોઇએ. તેમણે લોકોને એ સમજાવામાં મદદ કરી છે કે બીજાઓ પ્રત્યેની હિંસા પહેલાં તો જાતને જ ઇજા પહોંચાડે છે. ૯૭ વર્ષથી તેઓ એમ જ વિચારતા રહ્યા છે કે કઈ રીતે જીવનને બધાં જ જીવો વધારે ન્યાયી બનાવી શકાય અને તેમણે અહિંસા અંગે ઘણાં પ્રભાવી વક્તવ્યો પણ આપ્યાં છે. ઉઘાડા પગે હજારો માઇલ્સનું અંતર કાપીને તેમણે તે પણ દર્શાવ્યું છે કે કઈ રીતે જ્યારે કોઈ માણસ કંઇપણ ધારે ત્યારે તે પ્રયાસ કરે અને નિરાશ થઈને કામ પડતું ન મૂકે. તેમના થકી આ વિશ્વ એક બહેતર સ્થળ બન્યું છે. ર૬મી જુલાઈ, ૧૯૨૨ના દિવસે રાજસ્થાનની ઉત્તર-પશ્ચિમી બાજુએ આવેલા શાંત તખ્રગઢ ગામમાં ધાર્મિક જૈન દંપતી છોગાલાલ અને ચુનીબાઈના ઘરે એક દૂબળોપાતળો દીકરો જન્મ્યો હતો. રૂપ રાજેન્દ્ર શાહ તરીકે જીવન શરૂ કરીને આધ્યાત્મિક ખોજ માટે મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીમાં પરિવર્તન પામનાર અને અંતે મહાવીરના વૈશ્વિક દૂત ગુરુદેવ ચિત્રભાનુજી બનનારા આ માણસની સફર કેટલી અસાધારણ રહી છે. આજે પણ તેઓ જાતને મહાવીરના સંદેશવાહક તરીકે જ ઓળખાવે છે. જિંદગીમાં હંમેશાં ઉતાર-ચઢાવ આવે છે”, સ્થિરતા સાથે ગુરુદેવ જણાવે છે. “જ્યારે કંઈ ઠીક ન હોય ત્યારે નિરુત્સાહ થવાની જરૂર નથી અને જ્યારે સારો સમય હોય ત્યારે એ ચમકદમક સાથે જોડાઈ જવાની પણ જરૂર નથી. તમારે જેની ઇચ્છા રાખવાની છે એ છે દૈવી સંપૂર્ણતા, આનંદ અને પૂર્ણતાની લાગણી - જે તમારી અંદર જ છે. તેને બહારની દુનિયામાં શોધવાની જરૂર નથી. જયારે તમારા આત્માને ઉચ્ચ સ્તરીય શુદ્ધતા પ્રાપ્ત થાય છે ત્યારે તે પરમાત્મા એટલે કે સ્વયં બ્રહ્મ બની જાય છે. આપણા દરેકમાં શુદ્ધ દૈવી ચેતન રહેલું છે. એક વાર તમને એ સમજાશે પછી દરેકમાં રહેલા દૈવી ચેતનને પણ તમે પારખી શકશો. આ વિશ્વ પાસે તમારે માટે ઘણું છેઅગણિત અનુભવો અને ભેટ સોગાદો. તે બધું જ માણવું, પણ કશાય પર આધાર ન રાખવો એ જ સુખ અને આનંદનું રહસ્ય છે. માટે દુનિયામાં જીવો, માણો, તેની પ્રશંસા કરો પણ તેની સાથે બંધાઈ ન જાવ.” યુગપુરુષ - ૨૧૬ - Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૯માં ગુરુદેવ ૯૬ વર્ષની વયે શરીરથી સહેજ નબળા પણ આધ્યાત્મિક સ્તરે બિલકુલ સજાગ, સભર છે અને તેઓ પોતાનો સંદેશો પ્રસરાવી રહ્યા છે અને પ્રસરાવતા રહેશે. તે દરેક જીવનની ગરિમા તથા આદરની પ્રશંસા કરવાની અનિવાર્યતા પર ભાર મૂકતો તથા વૈશ્વિક શાંતિનો અનંત સંદેશ છે. નમો અરિહંતાણં અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો સિદ્ધાણં સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. નમો આયરિયાણં આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ઉવઝાયાણં ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લોએ સવ્વસાહૂણે રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર. એસો પંચન મુક્કારો આ પાંચને કરેલો નમસ્કાર. સવ પાવપ્પણાસણો સર્વ પાપોનો નાશક છે. મંગલાણં ચ સવ્વસિં અને સર્વ મંગલોમાં પઢમં હવઈ મંગલ. પ્રથમ મંગલ છે. - ૨૧૭ - ચિત્રભાનુજી Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ I ૨૬ જુલાઈ, ૧૯૨૨, ચિત્રભાનુજીનો જન્મ થયો તે ઘર યુગપુરુષ - ૨ ૧૮ - Page #238 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી કિશોરાવસ્થામાં - ૨૧૯ - ચિત્રભાનુજી Page #239 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યુવાવસ્થામાં યુગપુરુષ - ૨ ૨૦ - Page #240 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી લાક્ષણિક મુદ્રામાં - ૨ ૨ ૧ - ચિત્રભાનુજી Page #241 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા યુગપુરુષ - ૨ ૨ ૨ - Page #242 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણામાં મનન આચાર્યશ્રી સમુદ્રવિજયજી, પૂન્યવિજયજી અને બીજા મુનિઓ સાથે ૨૨૩ - ચિત્રભાનુજી Page #243 -------------------------------------------------------------------------- ________________ ઇંદિરા ગાંધી સાથે (વડાપ્રધાન થયા તે પહેલા) નૈરોબીમાં આગમન - ૧૯૭૧ યુગપુરુષ - ૨ ૨૪ - Page #244 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવ તરફ મૈત્રી કાર્સ એસોસિયેશન તન : વર્ધમાના નગર, કરતા માને 42 . જાણે રતાળ (રોનક શિક્ષા કરી ? અla dયોગી જોવામાં આવે છે આવી VARDHMAN NAGARI કરતા ની રજા VARDMAN NAGAR TO and is m and a NA MAANA એક રેલી યોજી, Ne NY કચ્છ-ભૂજમાં ભૂકંપપીડીતો માટે બનાવેલ ૨૫૦ આવાસોના લોકાર્પણ પ્રસંગે - ૨ ૨ ૨ - ચિત્રભાનુજી Page #245 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રાપ્તિના પ્રણેતાને વિનયભરી વંદના જૈન સાસાયટી ઑફ મેટ્રોપોલિટન શિકાગોની સ્થાપના ૧૯૭૦ની સાલમાં માત્ર થોડાઘણાં કુટુંબોએ સાથે મળીને કરી હતી. ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી શરૂઆતથી જ કેન્દ્રનાં આધ્યાત્મિક માર્ગદર્શક રહ્યાં છે. એંશીનાં દાયકાનાં અંતમાં, જૈન સોસાયટીએ શિકાગોનાં બાર્ટલેટમાં દેરાસર માટે ચૌદ એકર જગ્યા ખરીદી. ચિત્રભાનુજી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં ૧૯૯૩માં દેરાસરનું ઉદ્ધાટન થયું હતું. તે પ્રસંગે ચિત્રભાનુજીએ જૈન સોસાયટીને ૧૮૯૩ની સાલમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા શિકાગો પધારેલા શ્રી વીરચંદ ગાંધીની શિકાગો મુલાકાત તથા જૈન ધર્મની પતાકા અમેરિકામાં લહેરાયાનાં પ્રસંગની ૧૦૦મી જયંતીની ઉજવણી રૂપે તેમની પ્રતિમાનું સ્થાપન કરવા પ્રેરણા આપી હતી. જૂન ૨૦૧૮માં શિકાગોનાં ૧૯00 જૈન કુટુંબોનાં સભ્યોએ દેરાસરની ૨૫મી તીથિ ઉજવી. આ પ્રસંગે દસ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન થયું હતું જ્યાં સંતો અને વિદ્વાનો આ આનંદ મહોત્સવમાં જોડાયા હતા. આ સમયે જૈન સોસાયટીએ ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીની આરસની પ્રતિમા, શ્રી વિરચંદ ગાંધીની પ્રતિમાની બાજુમાં સ્થાપિત કરીને જીવંત સ્મારકની રચના કરવાનો નિર્ણય લીધો. વયને કારણે ગુરુદેવ ચિત્રભાનુજી આ પ્રસંગે હાજર ન રહી શક્યા પણ પ્રમોદાબહેન તથા તેમના પુત્ર દર્શન ચિત્રભાનુએ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. યુગપુરુષ - ૨ ૨૬ - Page #246 -------------------------------------------------------------------------- ________________ 11 સપ્ટેમ્બર, 1971 સુતરાઉ, ધોળો ઝભ્ભો પહેરેલી એક વ્યક્તિ ન્યુયોર્કનાં જે.અેફ. કૅનેડી ઍરપોર્ટની બહાર આવે છે. આ વ્યક્તિએ અહીં આવવા માટે પોતાની જમીન, વતન છોડ્યાં છે, સાત સમુદ્ર પાર કર્યા છે. આમ કરવામાં, તેણે એક અત્યંત પવિત્ર પરંપરાનો ભંગ કર્યો છે, એવી પરંપરા જે 2500 વર્ષોથી પણ વધારે સમયથી ચાલી આવતી હતી. પણ અત્યારે ઍરપોર્ટની અરાઇવલ લાઉન્જમાં આ ચહેરો સાવ એકલો છે. જે લોકો તેમને લેવા આવવાના હતા તેઓ ક્યાંય દેખાઈ નથી રહ્યા. આ વ્યક્તિ, જેના થકી હજારો લોકોને પોતાના આધ્યાત્મિક પ્રવાસનાં ઉજાસ તરફ આગળ ધપાવ્યાં હતાં તે અત્યારે અજાણ્યાં લોકોનાં ટોળાં અને ક્યારેય ન થોભતા શહેરનાં ઘોંઘાટમાં જાતને ખોવાયેલી અનુભવે છે. પણ છતાં ય તેમના ચહેરા પર ન તો કોઈ ચિંતાની રેખા છે, ન તાણ, તેમની અત્યંત શાંતિપૂર્ણ સ્વસ્થતા આ ઘોંઘાટીયા એરપોર્ટમાં ય તેમને ભીડથી જુદા પાડે છે. માફ કરજો મહાશય, તમને કોઈ મદદ જોઈએ છે?'', એક અમેરિકન મહિલા આ સ્થિર તેજને તથા પરદેશી ચહેરાને જોઈને ત્યાં થોભીને આ સવાલ કરે છે. હા! મને એરપોર્ટ પર જે લોકો લેવા આવવાના હતા તેમને માટે ફોન કરવો છે પણ મારી પાસે કૉલ કરવા માટે પૈસા નથી.” મહિલા તેમને તેમનું નાણું અમેરિકન નાણામાં ફેરવી આપવાનો પ્રસ્તાવ મૂકે છે. “મારી પાસે પૈસા જ નથી. આ પ્લેનની ટિકીટ સિવાય બીજું કંઈ જ નથી મારી પાસે.” આ સાંભળી મહિલા ચોંકી જાય છે; તેને આ વાત માન્યમાં નથી આવતી અને તે એકીટશે તેમનો ચહેરો જોયા કરે છે. આ માણસ જે પરિસ્થિતિમાં છે એમાં એ કઈ રીતે આટલો બધો સ્વસ્થ, અકળામણ વિનાનો અને બિલકુલ શાંત-સ્થિર રહી શકે છે? કોણ છે આ માણસ ? ISBN No.: 978-93-88116-21-3 { 325/ I789388II11621