SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકન શિષ્યો સાથે ગુરુજીને ખાસ સંબધ હતો. તેમના બધા જ વિદ્યાર્થીઓને ભારતીય કોઈક ને કોઈ આધ્યાત્મિક નામ અપાયું હતું. જેમ કે પ્રેમા અથવા તો અનંતશ્રી અથવા તો સુબોધ. આ બધાં જ નામો તેમની નવી ઓળખાણનાં પ્રતીક હતાં. આ તમામ વિદ્યાર્થીઓ ધ્યાન અને શાકાહાર અનુસરતા હતાં અને તેમનાં પ્રખર અનુયાયી હતા. આમાંથી ઘણાં બધાં વિદ્યાર્થીઓ ગુરુદેવની સાથે ભારતમાં શત્રુંજય પાલીતાણાની તીર્થયાત્રા કરી ચૂક્યાં હતાં. આવાં અનેક વિદ્યાર્થીઓનાં પત્રોના અંશો અહીં આગળ ટાંક્યા છે. જેમાં પ્રેમ, વિશ્વાસ, આદર એ બધું જ જે તેઓ તેમના ગુરુદેવમાં અને આધ્યાત્મિક સલાહકાર માટે અનુભવતા તે દેખાઈ આવે છે. તેઓ ગુરુદેવ આગળ મન ખુલ્લું કરતા અને તેમના બિલકુલ અંગત વિચારો, ડર અને આશાઓ તેમને જણાવતા. કેટલાક પોતાના બિઝનસ પ્લાન્સની ચર્ચા કરતા તો કેટલાક પોતે કઈ રીતે ધ્યાનના ગ્રુપ શરૂ કરવા માગે છે તેની વાત કરતા. કેટલાક શિષ્યો પોતે કોઈ પુસ્તક લખ્યું હોય તો તેનું પ્રકરણ મોકલતા તો કોઈક પોતાની કવિતાઓ મોકલતા, જેને તે પુસ્તક તરીકે પ્રકાશિત કરવા માગતા હતા. ચિત્રભાનુજી હંમેશાં તેમના વિદ્યાર્થીઓના પત્રનો જવાબ પોતાના હાથે પત્ર લખીને આપતા. તેઓ દરેકેદરેક વ્યક્તિને એવો અનુભવ કરાવતા કે તે તેમના વિચારો અને પ્રાર્થનાઓમાં હંમેશાં રહે છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓને ધ્યાન કરવાનું પ્રોત્સાહન આપતા અને અવારનવાર તેમને પોતાના વક્તવ્યના ઓડિયો મોકલતા અથવા તો પોતાનાં પુસ્તકો મોકલતા. એ કલ્પના કરવી જ અશક્ય છે કે ગુરુજીને આટલા બધા વિદ્યાર્થીઓ સાથે વિશ્વના જુદા જુદા હિસ્સાઓમાં પત્રવ્યવહાર કરવાનો સમય કેવી રીતે મળી જતો. આવા જ કેટલાક પત્રવ્યવહારોની નોંધ અહીં આગળ રજૂ કરી છે. ન્યુ યૉર્કના એક લેખક અને તંત્રી ગુરુદેવને ‘ડિયર સૅલ્ફ ઑફ માયસૅલ્ફ' એમ કહીને સંબોધતા. તેણે ગુરુદેવને એમ જણાવતો પત્ર લખ્યો હતો કે હવે તેમને શ્રમણ સંઘષ્ય શાંતિય ભવતુંનો શ્લોક બરાબર યાદ રહી ગયો છે. અને તે તેનો અનુવાદ જાણવા માગે છે. તેમણે કેટલાક હાઈકુ અને કવિતાઓ પણ ગુરુદેવને મોકલ્યા હતા. તેણે ગુરુજીને લખ્યું હતું કે હું તમને ખાસ તો આ એટલા માટે લખી રહી છું કે મારો પ્રિય મિત્ર અને મારો ભાઈ તેને સિદ્ધભગવંતના તેજની અને તમારા તરફથી પ્રેમના તરંગોની જરૂર છે. તેને ઓપન હાર્ટ સર્જરી કરવાની છે. અને તે એક બહુ જ સર્જનાત્મક ગીતકાર, કવિ, યોગી, શાકાહારી, ખૂબ પ્રેમાળ અને જિંદગીને પ્રેમ કરનાર વ્યક્તિ છે. કોલોરાડોના એક ડૉક્ટરલના વિદ્યાર્થીએ પોતાની નોકરી વિશે, પોતાના પરિવાર અને ભણતર વિશે પત્રમાં જણાવ્યું હતું. એક એડલ્ટ ફીટનેસ પ્રોગ્રામમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી આ યુવતી હવે પોતાની માતાનું પણ ધ્યાન રાખી રહી હતી, કારણ ચિત્રભાનુજી - ૧૪૧ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy