SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પાછો ફર્યો હતો, તેને આ સફર પછી બ્રહ્માંડની ઊર્જાના અનુભવ પછી પૃથ્વી પરના એક વ્યક્તિ તરીકે પોતાના જે પણ વિચારો અને રાજકીય ઝુકાવ હતા તે બધા જ ક્ષુલ્લક લાગવા માંડ્યા હતા. તેણે જ્યારે પોતાના સ્પેસ ક્રાફટમાંથી ધરતીને જોઈ હતી ત્યારે વિશાળ બ્રહ્માંડમાં એક નાનકડો ગોળો ફરતો હોય તેવો જ તેને આભાસ થયો હતો. તે અવકાશયાત્રીને ઉપરથી ક્યાંય કોઈ સરહદ નહોતી દેખાઈ. આ અનુભવ પછી તે અવકાશયાત્રીએ વિશ્વની વિવિધ સત્તાઓ વચ્ચે સરહદને લઈને જે શત્રુતાઓ હતી, જે માન્યતાઓ હતી તે તમામ પર પ્રશ્ન થવા લાગ્યા હતા. ઊંડે સુધી હલી ગયેલા આ અવકાશયાત્રીને ભારે નિરાશાનો અનુભવ થવા લાગ્યો હતો. આ સમયે તે ફલોરિડામાં રહેતો હતો. અને તેના આર્થિક સલાહકારે ચિત્રભાનુજી વિશે તેમને વાત કરી હતી. સમયાંતરે આ આર્થિક સલાહકારે ચિત્રભાનુજીને લૉરિડા આવીને આ અવકાશયાત્રી સાથે વાત કરવા માટે મનાવી લીધા. ચિત્રભાનુજીએ એક મહિનાથી પણ ઓછા સમયમાં આ અવકાશયાત્રી સાથે ઘણી બધી મુલાકાતો કરી અને આખરે આ હતાશ થયેલા આત્માને એક નવા જ રસ્તા પર ફરી પહોંચાડ્યો હતો. ચિત્રભાનુજી સાથે કામ કરનારાં અનેક નિઃસ્વાર્થ લોકોમાં મમતા ભાગલાનો પણ સમાવેશ થતો હતો. મમતા યાગલ્લા એક નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા અને ગુરુદેવનાં સેક્રેટરી તરીકે ૩૫ વર્ષથી પણ વધારે સમયથી કામ કરતાં હતાં. તેઓ ગુરુદેવ કરતાં ઉમંરમાં એક વર્ષ મોટાં હતાં. તેઓ ઘણી વાર સેન્ટરની ઓફિસના ખર્ચા જેવા કે સ્ટેશનરી, પોસ્ટેજ વગેરે માટે પોતાનાં અંગત નાણાંનો ઉપયોગ કરતાં. તેઓ એક ભક્ત તો હતાં જ પણ કામમાં ખૂબ ચોક્કસ હતાં. આ માટે યુ.એસ. અને કેનેડાના સેન્ટરના ઘણાબધા વહીવટની તેઓ સંભાળ લેતાં. તેઓ ગુરુદેવનું અમેરિકાનું શિડ્યુલ પણ સંભાળતાં. જે છ મહિના ગુરુદેવ ભારતમાં રહેતા તે દરમિયાન મમતાજી જે. એમ.આઈ.સી.માં આવતા દરેક પત્રવ્યવહાર અંગે તેમને જાણ કરતાં અને ગુરુદેવની ઇચ્છા પ્રમાણે દરેક સંદેશાનો જવાબ પણ વાળતાં. તેમની અન્ય જવાબદારીઓની સાથે તેઓ જે.એમ.આઈ.સી.ના ન્યુઝ લેટરનું એડિટિંગ કરતાં અને તેનું પ્રકાશન પણ કરતાં. નિવૃત્ત સ્કૂલ શિક્ષક તરીકે એ ખૂબ ચીવટ રાખતાં કે ન્યુઝ લેટરમાં ક્યાંય પણ કોઈ પણ જોડણીની કે વ્યાકરણની ભૂલો ન જાય. ભારે વ્યસ્તતા છતાં પણ અમેરિકામાં હોય ત્યારે ગુરુજી જે રીતે સરળતાથી ખૂબ બધા લોકો સાથે વાત કરતા, પોતાનાં લખાણો લખતા, અંગત સંદેશાઓ પહોંચાડી શકતા, આ બધાની પાછળ મમતાજીનો ખૂબ મોટો ફાળો હતો. ૨૦૧૬ની સાલમાં એક નર્સિંગ હોમમાં એક વર્ષ ગાળ્યા પછી મમતાજી ચિરયાત્રાએ ચાલી નીકળ્યાં. તેઓ ૯૫ વર્ષનાં હતાં અને કોઈ પણ પ્રકારની પીડા વિના તેમણે ઊંઘમાં જ વિદાય લીધી. તેઓ ખૂબ નસીબદાર હતાં કે છેલ્લા દિવસો સુધી ગુરુદેવ અને પ્રમોદાજીએ તેમની સાથે મુલાકાતો કરી હતી. યુગપુરુષ - ૧૪૦ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy