SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવી હતી. તેઓ તેમના વિદ્યાર્થીઓને તેમના અનુયાયીઓને હાથે લખેલા અર્થપૂર્ણ સંદેશાઓ અને આશીર્વાદવાળા પત્રો પાઠવતા. વિદ્યાર્થીઓને આનાથી ખૂબ નવાઈ લાગતી. મોટે ભાગે વિદ્યાર્થીઓ આ આશીર્વાદના જવાબમાં ખૂબ લાગણીસભર અને અંગત પત્રો લખતા. આ પત્રોમાં તેઓ પોતાની કારકિર્દી, કુટુંબ જીવન અને વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા. ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક વિનાકારણ ચાલી રહેલાં યુદ્ધો અથવા તો અમેરિકામાં ચાલતા હિંસક ગન કલ્ચર અંગે પોતાના રાજકીય અભિપ્રાય વિશે લખતા. ગુરુદેવના શિષ્યો વિશ્વમાં ચાલતી આવી અરાજકતાની સામે પોતે જે શાંતિનો બોધ મેળવ્યો હતો તેને મૂકીને ચર્ચા કરતા. ઘણા વિદ્યાર્થીઓ તેમના પત્રની શરૂઆતમાં જય જીનેન્દ્ર લખતા, તો ઘણા ગુરુદેવને પ્રિય ગુરુદેવ કહીને સંબોધતા. અમુક પત્રો સરસ ટાઈપ કરેલા હોય તો કેટલાક કેલીગ્રાફીની માફક અણિયાળા અક્ષરો કાઢેલા હોય. અમુક હાથે લખેલા પત્રો તો દસ બાર કાગળો જેટલા લાંબા હોય તો ક્યારેક સાદા પોસ્ટ કાર્ડ હોય તો ક્યારેક જન્મદિવસની શુભેચ્છા પત્રો પણ હોય. ઘણા વિદ્યાર્થીઓ પત્રમાં લખતા કે ગુરુદેવ તેમને સપનામાં આવ્યા અને તેમણે શીખવેલી વાતો પર ફરી ભાર મૂકતા હોય તેવી વાત કરી. ગુરુદેવનાં નવાં પ્રવચનોની ઓડિયો કેસેટ અને તેમણે લખેલાં નવા પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓ પત્રોની સાથે ચેક પણ બીડતા. ઘણા ભવિષ્યની યોજનાઓ માટે અથવા તો કૌટુંબિક પ્રશ્નો અંગે ગુરુજી પાસે માર્ગદર્શન મેળવવાની પણ પૃચ્છા કરતા. ઘણા વિદ્યાર્થીઓએ પોતે જે શહેરના હોય તે જૈન સેન્ટર્સમાં સંપર્ક કેળવ્યો હતો અને ત્યાં યોજાનારી મહાવીર જયંતી અથવા તો દિવાળીના કાર્યક્રમોમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. ગુરુજીના અન્ય પ્રશંસકોએ સ્થાનિક અખબારો અથવા તો સામાયિકોમાં ધ્યાન ઉપર લેખો લખ્યા હતા. મોટા ભાગના પત્રોમાં આ શિષ્યો ધ્યાન અને શાકાહાર અંગેની તેમની ચિંતાઓ પણ વ્યક્ત કરતા. એક યુવતીએ લખેલા પત્રમાં તેણે જણાવ્યું હતું કે એક વાર તો તે પોતાના શાકાહારના નિયમ પરથી ચૂકી ગઈ હતી. પણ આ પત્ર બાદ તેણે ફરી એક વાર શાકાહારનો નિયમ લીધો હતો. યુવાનોને હંમેશાં એમ લાગતું કે તેઓ પોતાના આ પરોપકારી આધ્યાત્મિક ગુરુની સમક્ષ કોઈ પણ સંકોચ વિના પોતાના કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરી શકે છે. ન્યુ યૉર્કમાં ચિત્રભાનુજીની યોગશિક્ષક તરીકેની છાપ પણ દિવસે દિવસે ઘેરી બનતી ગઈ. ઘણી બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે પોતાની તાણભરી જિંદગીમાં શાતા મેળવવા ઇચ્છતી હતી તેમણે આ અંગે અંગત સલાહ પણ લેવાની શરૂઆત કરી. કેટલાક તો ગુરુજીને સીધો ફોન કરતા તો કેટલાક તેમનાં રહેઠાણ પર આવીને તેમની સાથે વાત કરતા. એક પ્રખ્યાત અવકાશયાત્રી જે ચન્દ્રની સપાટી પર ચાલીને ધરતીએ - ૧૩૯ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy