SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ડૉક્ટરલ પ્રોગ્રામ ભણતાં ભણતાં સાથે સાથે તે ડિઝર્ટેશન માટેની અઘરી પરીક્ષાની પણ તૈયારી કરી રહી હતી અને તે પોતાના ડિઝર્ટેશનમાં શાકાહારનાં પાસાં અંગે લખવાની હતી. ન્યુ યૉર્કની એક મહિલાએ પત્રમાં ગુરુદેવને જણાવ્યું હતું કે તેણે લખેલા એક નાટકનો હવે ૭૮મો ડ્રાફ્ટ તૈયાર થયો હતો અને તે કોઈ પ્રખ્યાત બ્રોડવેના દિગ્દર્શકને તે વંચાવવાના પ્રયત્નોમાં હતી. તેણે ગુરુદેવને પોતાની લખેલી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ મોકલી જે ગુરુદેવના શિક્ષણને આધારે રચાઈ હતી. તેણે ગુરુદેવને પત્રમાં વિનંતી કરી કે તેની કવિતાઓ પ્રકાશિત કરવામાં તેને મદદ કરે. જર્મનીથી એક બીજા શિષ્યએ પત્ર લખ્યો હતો, જેમાં તેણે ગુરુદેવ અને પ્રમોદાજીને દિવાળીની શુભેચ્છાઓ મોકલી હતી. ઘેરાપિસ્ટ બનવાનો અભ્યાસ કરનારી આ વિદ્યાર્થિનીએ પોતાના અભ્યાસમાં યોગનાં જ્ઞાનનો પણ ઉપયોગ કર્યો છે. તે પત્રમાં આશ્ચર્ય વ્યક્ત કરતાં લખે છે કે શું હું આ રીતે અભ્યાસ કરીને પૂર્વ અને પશ્ચિમને એક કરી શકીશ ખરી. તે ગુરુદેવના અમર ગુજરાતી સ્તવન “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંના અંગ્રેજી અનુવાદની રાહ જોઈ રહી છે. થોડાં વર્ષો પછી આ વિદ્યાર્થિનીએ ગુરુજીને પત્રમાં જણાવ્યું કે હવે સાયકોલૉજિસ્ટ તરીકે કામ કરી રહી છે અને આ ઉપરાંત થેરાપ્યુટિક એજયુકેશનમાં આગળ પણ વધી રહી છે. ઑસ્ટ્રિયાથી એક મહિલાએ લખેલા પત્રમાં તેણે જણાવ્યું હતું કે તેની ભારતની છેલ્લી મુલાકાત બાદ તે હવે થિયોસોફિકલ સોસાયટીમાં વક્તવ્ય આપવાની છે. તેણે ભારત પ્રવાસ દરમિયાન કરેલા જૈન તીર્થોની મુલાકાતનો પણ તેણે આમાં ઉલ્લેખ કર્યો છે. તેણે ગુરુજીને જણાવ્યું છે કે તે આગલી મુલાકાતમાં બિહારમાં આવેલા સમેત શિખરજીના જૈન યાત્રા સ્થળની પણ મુલાકાત લેવાનું વિચારી રહી છે. જર્મનીના એક પ્રતિષ્ઠિત લેખકે ગુરુજીને પોતાની ભારતની પાંચ મુલાકાતો પછી અહિંસા પર લખેલું પુસ્તક મોકલ્યું. તેને એવી આશા હતી કે તેના આ પુસ્તક દ્વારા જર્મનો જૈન ધર્મ વિશે વધુ જાણી શકશે. તે જર્મનીમાં પ્રાણીઓ પર થતા અત્યાચારના વિરોધમાં જે ડૉક્ટરો હોય છે તેના સમૂહના સભ્ય હતા. તેણે પત્રમાં યુરોપના અન્ય ભાગોમાં તેના જે મિત્રો છે અને જે જૈન ધર્મમાં રસ ધરાવે છે તેના વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ગુજરાતનાં જૈન તીર્થ યાત્રાસ્થળો, બિહારના સમેત શિખરજી અને દક્ષિણ ભારતના શ્રવણ બેલગોલાની તેણે મુલાકાત લીધી હતી અને તેના અનુભવની વાત તેણે આ પત્રમાં કરી હતી. આ ઉપરાંત તેણે પત્રમાં આચાર્ય ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજીના પ્રોફેસર માલવણિયા સાથેની વાતચીત અંગે પણ આ 0 પાળ૨ સુરીજી, ભાયા કયાણા સાથa યુગપુરુષ - ૧૪૨ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy