SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ માળખાના વિરોધમાં ઘણા લેખ લખ્યા. તેમણે ખાસ કરીને મંદિરના ગર્ભગૃહમાં કેન્દ્રમાં નવકાર મંત્રની તષ્ઠી મૂકવા પર વિરોધ નોંધાવ્યો. આખરે જૈનાની રૂપરેખા પાછી ખેંચી લેવાઈ અને શરૂઆતના અમુક પ્રતિષ્ઠાન જૈનાનાં માર્ગદર્શન પ્રમાણે થયા પણ ત્યાર બાદ કોઈ નવાં દેરાસર તે રીતે ન બન્યાં. તેને બદલે બધાં નવાં મંદિરો વિવિધ સંપ્રદાયોની ઇચ્છા અને ધાર્મિક માન્યતોની કાળજીને ગણતરીમાં લઈને બનાવાયાં. અંગત બાબતોમાં પણ ચિત્રભાનુજીએ ક્યારેય પણ પારંપારિક બાબતોને વગર વિચાર્યું કે આંધળુકિયા કરીને નહોતી અનુસરી. ડિસેમ્બર, ૧૯૯૭માં ચિત્રભાનુજીના મોટા પુત્ર રાજવે રૂચિકા સાથે મુંબઈમાં લગ્ન કર્યા. ભારતમાં મોટા ભાગનાં લગ્નો હિંદુ વિધિથી થાય છે પણ આ લગ્ન જુદી રીતે થવાનાં હતાં. આ વિધિ જૈન પરંપરા પ્રમાણે થવાની હતી. બે હજાર મહેમાનો હાજર રહ્યા હતા. તેમાં ચિત્રભાનુજીના ૪૦ વિદ્યાર્થીઓ હતા જે અમૅરિકાથી ગુજરાત અને રાજસ્થાનમાં જૈન તીર્થોની યાત્રા કરવા આવ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર કોઈ પણ શુભ પ્રસંગ મુહૂર્ત પ્રમાણે જ કરવામાં આવે છે. સૌથી લાભદાયી રીતે ગોઠવાયેલા ગ્રહો અને નક્ષત્રોને આધારે જ તિથિ તથા તારીખ નક્કી કરાય છે. જ્યોતિષે જે દિવસનું મુહૂર્ત આપ્યું તે વધુ પડતો જ શુભ દિવસ સાબિત થયો અને ત્યારે શહેરમાં બધા હૉલ, બેંક્વેટ્સ અને પંડિતો વ્યસ્ત હતા. પરિવારે બહુ પ્રયત્નો કર્યા પણ લગ્ન માટે સ્થળ મળવું મુશ્કેલ હતું. જ્યારે ચિત્રભાનુજીએ આ વાત સાંભળી ત્યારે તેમણે કહ્યું કે શુભ દિવસના બીજા દિવસે લગ્ન રાખવાં. રાજીવે પૂછ્યું, “પણ શું તે શુભ દિવસ છે ખરો?” “જે દિવસે તારું હૃદય પ્રેમમય હોય તે શુભ દિવસ જ હોય.” તેવો સમજુ જવાબ પિતા તરફથી મળ્યો અને આમ એ પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. શુભ દિવસના બીજા દિવસે લગ્નપ્રસંગ યોજાયો. પણ થયું એમ કે કુદરતને તે દિવસની પવિત્રતા સાથે કંઈ લેવા દેવા નહોતી અને તે દિવસે શહેરમાં કમોસમી વરસાદ પડ્યો અને ટ્રાફિક વગેરેને કારણે અરાજકતા થઈ. શહેરમાં આસપાસ જે પણ પ્રસંગો હતા ત્યાં મહેમાનોને વરસાદ નડ્યો. નસીબજોગે બીજા દિવસે ઉઘાડ અને સૂર્યપ્રકાશ હતો. રાજીવનાં લગ્નમાં આવેલા મહેમાનોએ પોતાના સિતારાઓનો પાડ માન્યો અને લગ્ન બહુ સાંગોપાંગ પાર પડ્યાં. છતાં પણ ચિત્રભાનુજી સમક્ષ ટીકાનાં બાણ વરસતા રહેતાં. ૨૦૦૦ની સાલથી જ્યારથી તેઓ વિગનિઝમની ફિલસૂફી તરફ વળ્યા ત્યારથી તેમણે માત્ર આ જ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું. દઢતાપૂર્વક એમ મનાય છે કે તમે દૂધ તથા યુગપુરુષ - ૨૦૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy