SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારિક શક્તિ હતી. કેટલાક પ્રસંગોને પગલે લોકોની આ માન્યતા દૃઢ થઈ હતી. તેમના ઉત્સાહી અનુયાયીઓએ તેમને ચમત્કારિક મુનિનું નામ આપ્યુ હતું પણ ચિત્રભાનુજીએ પોતે ક્યારેય આ નામને કોઈ મહત્ત્વ નહોતું આપ્યું. તેમણે પોતાને સાંભળનારા દરેકને ચમત્કારનો અર્થ સમજાવવાની કોશિશ કરી. ચમત્કાર એ બીજું કંઈ નહિ પણ આપણે જે જીવીએ છીએ એ જ છે. આપણી સામે જિવાતી જિંદગી એ જ ચમત્કાર છે. આપણી અંદરથી બહાર આવતા તરંગો જ ચમત્કાર છે. મોટે ભાગે આપણે તેની નોંધ નથી લેતા પણ જ્યારે તેની ૫૨ આપણું ધ્યાન જાય છે ત્યારે આપણે તેને ચમત્કાર કહીએ છીએ તેમ તેમણે સમજાવ્યું. ✩ ✩ એક દિવસ ચિત્રભાનુજી અને તેમના પિતા એક વ્યાપારીનાં કુટુંબનાં ઘરે નિમંત્રણને પગલે પધાર્યા હતા. મધ્યાહને ચિત્રભાનુએ કુટુંબનાં સભ્યો અને ગામનાં લોકોને વક્તવ્ય આપ્યું. આંગણામાં મોટો માંડવો બાંધવામાં આવ્યો હતો જેથી લોકો આકરા તાપમાં બચીને ત્યાં બેસીને વક્તવ્ય સાંભળી શકે. સાધુ-સંતો માટે ઘરના ત્રીજા માળે આવેલા એક ઓરડામાં વિશ્રામ કરવાનો હતો. કુટુંબનાં તેરેતેર જણ ઘરના બીજા માળે ઊંઘી રહ્યા હતા. એ કુટુંબનો વસ્ત્રોનો વેપાર હતો જેને કારણે ત્યાં પહેલા માળે હાથશાળ અને વણાટનાં સાધનો મુકાયેલાં હતાં. વહેલી સવારે અચાનક ચિત્રભાનુજીની આંખ ઊઘડી ગઈ. તેમણે આગ આગની બૂમો સાંભળી. પહેલા માળે આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી અને બીજા માળે પ્રસરી રહી હતી. ચિત્રભાનુજી જે ઓરડામાં હતા ત્યાં જ બાલ્કની હતી. કુટુંબના બે માણસો દોડીને ત્રીજા માળે પહોંચ્યા અને ડરના માર્યા દોડીને બાલ્કનીની રેલિંગ પરથી તે નીચે બાંધેલા માંડવા પર કુદ્યા જે સ્વાભાવિક રીતે જ ચિરાઈ ગયો. હજી ઘરમાં નવ સ્રીઓ અને બે બાળકો હતાં જે દોડીને ચિત્રભાનુજીના ઓરડામાં આવ્યાં. ચિંતા વધી રહી હતી. લોકોએ બહારથી બાલ્કની પાસે નિસરણી ગોઠવી તો ખરી, પણ તે ચાર-પાંચ ફૂટ નાની હતી. ચિત્રભાનુજીનાં મગજમાં ઝડપથી વિચાર આવ્યો કે જો અહીંથી નીકળાશે નહીં તો બધાં જ જીવતાં બળી મરશે. કૂદીશું તો તે પણ મોતને નોતરવા જેવું હશે. ચિત્રભાનુજીને જાણે ખબર હતી કે શું કરવાની જરૂર હતી. જૈન સાધુઓને સ્ત્રીઓને સ્પર્શવાની છૂટ નથી હોતી, પણ આ કટોકટીની ક્ષણમાં જીવન નિયમ કરતાં વધારે અગત્યનું હતું. તેમણે તાત્કાલિક દરેક સ્ત્રીને અને બાળકને એક પછી એક બાલ્કનીની રેલિંગ પરથી નિસરણીનાં પગથિયાં સુધી તેમનો પગ પહોંચી શકે તે રીતે લટકાવવાની શરૂઆત કરી. તેમણે માણસોના વજનની પરવા કર્યા વિના આ કર્યું. ચિત્રભાનુજી - ૬૧ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy