________________
તેણે આત્મરક્ષણ માટે એક બંદૂક ખરીદવાનું વિચાર્યું. તેના મનમાં સતત વિચારોમાં આવેલું આ પરિવર્તન પણ ખૂબ ખૂંચ્યા કરતું હતું. થોડા દિવસો પછી અકસ્માતે તે જ્યારે પોતાનું ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેની ડાબા હાથની એક આંગળી પર ખૂબ જોરથી ચપ્પ વાગ્યું. તેણે પોતાની નસમાં ઊંડો ઘા કર્યો હતો અને તેને ટાંકા પણ લેવા પડ્યા. આ આખી ઘટના તેના માટે ખૂબ દર્દનાક હતી. ડાબા હાથે થયેલા ઘા ને કારણે તે કામ પણ પતાવી નહોતી શકી. આ સમયે તેને એવો ખ્યાલ આવ્યો કે હાથ પર થયેલા ઘામાં તેને જે દુખાવો થઈ રહ્યો છે તે કોઈ મૂંગાં પ્રાણી પર જો બંદૂકથી હુમલો કરાય ત્યારે તેને જે દુખાવો થાય તેના કરતાં તો કંઈક ગણો ઓછો છે. તેને નવાઈ લાગી કે કઈ રીતે તેણે બંદૂક ખરીદવાનો વિચાર પણ કર્યો. તેણે ચિત્રભાનુજીએ કરેલી વાર્તા યાદ આવી કે જ્યારે મહાવીર સ્વામીને એક નાગે ડંખ માર્યો હતો. મહાવીર સ્વામીએ ખૂબ શાલીનતાથી આ ઘટનામાં વ્યવહાર કર્યો હતો અને માફીની શક્તિ દર્શાવી હતી. આ વિદ્યાર્થિનીને નવાઈ લાગી કે તેનો આ ઘા કદાચ તેને એ યાદ અપાવવા માટે હતો કે તે પોતાના નિયત આધ્યાત્મિક રસ્તેથી ફંટાઈ રહી હતી. મહિનાભર ચાલેલા તેના ઘાના દુખાવાના સમયમાં તેને પોતાની ભૂલો પર વિચાર કર્યો. તેને સમજાયું કે તે શું કરવા જઈ રહી હતી. તેણે પોતાના આ અનુભવ અંગે ગુરુજીની ટિપ્પણીઓ પૂછી હતી.
સ્કાર્સડલથી એક સ્ત્રીએ ગુરજીને જણાવ્યું હતું કે તેની રેડીએશન થેરપીમાં તેને શું અનુભવ થઈ રહ્યો હતો. હજી આઠ થેરપી સૅશન્સ બાકી હતાં. તેણે ગુરુદેવે પાઠવેલા માયાળુ પત્ર અને કાળજી બદલ આભાર માન્યો.
હું આખાય સમય દરમિયાન ખૂબ ડરમાં રહેતી હતી. તમે મને ટેલિફોન પર જે વાત કહી તેનાથી મને બહુ મદદ મળી. મેં જયારે પણ તમને ફોન કર્યો ત્યારે હું મારી પાસે એક નોટબુક રાખતી અને તમે જે પણ બોલતા એ હું નોંધી લેતી. કારણ કે ફોન મૂક્યા પછી પણ હું એ શબ્દો પર વિચાર કરી શકું, તેનો અર્થ પામી શકું; અને શક્ય હોય તેટલા તેને મારામાં ઊંડા ઉતારી શકું. મારા સૌથી કપરા સમય દરમિયાન તમે મને વર્ષો પહેલાં આપેલી મોતીની માળા લઈને મેં અવારનવાર મને શાંતિ ન મળી ત્યાં સુધી નવકાર મંત્રનો જાપ કર્યો. હું હજી પણ “ચત્તારી મંગલમ' દિવસમાં ત્રણ વાર રહું છું. તથા દિવસમાં બે વાર નિયમિતપણે ધ્યાન પણ ધરું છું. મેં કૅલિફોર્નિયાથી ૧૬ જેટલા વિદ્યાર્થીઓ માટે મારા બૌદ્ધ શિક્ષકને પણ બોલાવ્યા છે. આ આખા પ્રૉજેક્ટની સારસંભાળ મારા પતિ લઈ રહ્યા છે. આ આખી યોજનાને પગલે હું મારી પીડામાંથી જાણે દૂર થઈ ગઈ અને મને બહુ ફરક લાગ્યો, કારણ કે હું મારું પોતાનું શીખેલું એ લોકોને આપી રહી હતી જે લોકોને એ આપમેળે નહોતું મળવાનું.
યુગપુરુષ
- ૧૪૬ -