________________
હાઉસ સૅન્ટરના નામે એક ગ્રુપ રચાયું જેમાં દર બે સપ્તાહે સમૂહ ધ્યાન યોજાતું, મહિને એક વાર હિલિંગ નાઈટ થતી સાથે લાઈટ હાઉસ બિકન નામની પત્રિકા પણ શરૂ થઈ અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પણ નિમાયા. કૅથરીન કહે છે, ‘જે રીતે વહાણોને દીવાદાંડી રસ્તો બતાડે છે તે જ રીતે પ્રકાશ ઇચ્છતા આત્માઓને બિકન પત્રિકાથી માર્ગદર્શન મળશે.’ પત્રિકાના નામમાં આવતો શબ્દ બિકન એ ગુરુદેવના ‘ધી બિકન’ નામના પુસ્તકનો પ્રભાવ દર્શાવતો હતો, આ પુસ્તક ડિવાઈન નૉલેજ સોસાયટી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરાયું હતું અને ગુરુદેવના બધા જ વિદેશી વિદ્યાર્થીઓએ તે વાંચ્યું હતું.
વિદ્યાર્થી કે પ્રાધ્યાપક, ડૉક્ટર અને વકીલ, સામાજિક કાર્યકરો, મનોવિજ્ઞાનીઓ, ઉદ્યોગકારો અને ગૃહિણીઓ એમ તમામે આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેઓ ધ્યાનમાં
ભાગ લેતા અને ચર્ચાઓમાં પણ ભળતા. મિશિગનની વિટમોર લેક પાસે તેઓએ એક જગ્યા ભાડે લીધી કારણ કે કૅથરીનનાં દીવાનખંડમાં આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવા શક્ય નહોતા. કૅથરીને ચિત્રભાનુજીની ‘સાયકોલોજી ઑફ એનલાઈટનમેન્ટઃ મેડિટેશન્સ ઓન ધી સેવન એનર્જી સેન્ટર્સ'ને આધારે ચક્ર મૅડિટેશનના વર્ગમાં શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૯માં તેમની સંસ્થા ધી લાઈટ હાઉસ સેંન્ટર ઈન્ક તરીકે સમાવેશ પામી.
કૅથરીનની એક વિદ્યાર્થિની જુલયા વોર્ડ જ્યારે ન્યુ યૉર્કમાં ગુરુદેવનાં સેક્રેટરી મમતાજીને તેમનાં પુસ્તકો મંગાવવાનો ઓર્ડર આપી રહી હતી ત્યારે અચાનક જ ગુરુદેવની ધી લાઈટ હાઉસ સૅન્ટરની પહેલી મુલાકાત કોઈ ચમત્કારની માફક યોજાઈ ગઈ.
‘ગુરુદેવ ૧૦ જુલાઈ, ૧૯૮૮ના રોજ ડેટ્રોઈટના જૈનો સાથે સમય ગાળશે.' મમતા જે જે.એમ.આઈ.સી.નાં સૅક્રેટરી હતાં. તેમણે જણાવ્યું અને પૂછ્યું કે ‘ધી લાઈટ હાઉસની તે મુલાકાત લેશે તેવી ત્યાંના સભ્યોની ઇચ્છા ખરી?'
સ્વાભાવિક રીતે આ સવાલનો જવાબ તો હા જ હતો. લાઈટ હાઉસ સૅન્ટરનો માહોલ અવર્ણનીય ઉત્સાહ અને ઉલ્લાસથી ઊભરાઈ રહ્યો હતો. કૅથરીન પણ તેનો આનંદ અને એ ખુશખુશાલ બેચેની વ્યક્ત કરી શકે તેમન હતી.
કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. ૧૧ જુલાઈ, ૧૯૮૮ના રોજ વિટમોર લેકના ફાય૨ હોલમાં લાઈટ હાઉસના ૭૧ વિદ્યાર્થીઓ ધ્યાન ધરવા અને ગુરુદેવને આવકા૨વા તૈયાર હતા. તેઓ પોતાના શિષ્ય વિકાસ સાથે આવી પહોંચ્યા પણ તેમણે વિદ્યાર્થીઓનું
યુગપુરુષ
-
૧૭૦ -