SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ચાલુ હોવાથી નીચે રાહ જોવાનુ પસંદ કર્યું. ગુરુદેવે ત્યાર બાદ ખૂબ સરસ પ્રવચન આપ્યું. તેમના વક્તવ્ય દરમિયાન અને તે સાંભળ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે તેમના શબ્દો સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેકને એમ જ લાગતું હતું જાણે આ દરેક શબ્દ તેમને માટે જ કહેવાઈ રહ્યો હતો, આ એ જ હતું જે તેમને સાંભળવાની જરૂર હતી. થોડા મહિનાઓ પછી સપ્ટેમ્બર, ૧૯૮૮માં કૅથરીન અને તેના ત્રણ વિદ્યાર્થીઓ - લ્યુસિલ ડોક, પેટ થિએલ અને જુલિયા વોર્ડ - તેમને શિકાગોમાં મળ્યાં જ્યાં જૈન દેરાસરનું ભૂમિપૂજન થઈ રહ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકો સાથે આ તમામ લાઈટ હાઉસ શિષ્યોની ઓળખાણ કરાવીને કહ્યું કે તે તેમની સાથે પાલીતાણા જવાના છે. કૅથરીન અને તેના વિદ્યાર્થીઓએ ક્યારેય પાલીતાણા વિશે નહોતું સાંભળ્યું પણ તેઓ ગુરુદેવ સાથે ત્યાં સુધી પ્રવાસ માંડવાના હતા એ નિશ્ચિત હતું. તેમની શિકાગોની આ સફર એ તમામ મુલાકાતો અને પ્રવાસમાંની સૌથી પહેલી હતી જે બાદમાં વિવિધ જૈન કેન્દ્રો, દેરાસરોમાં થવાની હતી. તેઓ ભવિષ્યમાં વિવિધ ઉજવણીઓ અને નવા મંદિરની જાહેરાતના કાર્યક્રમોમાં સામેલ થવાનાં હતાં. જ્યારે પણ ગુરુદેવ કોઈ પણ જૈન કેન્દ્રની મુલાકાતે જવાના હોય ત્યારે કૅથરીન અને તેના વિદ્યાર્થીઓ એવો પ્રયત્ન કરતાં કે પોતે ગુરુદેવના વક્તવ્યમાં હાજરી આપી શકે. તેમને માટે આ જૈન ધર્મ તથા જૈન પરંપરાઓ વિશે જાણવાની તક હતી. ગુરુદેવે પહેલી વાર લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લીધી. પછી દર વર્ષે તેઓ અને પ્રમોદાજી ત્યાં જાય એવી પ્રથા શરૂ થઈ. ગુરુદેવ જે છ મહિના અમૅરિકામાં ગાળતા તે દરમિયાન તેઓ પ્રમોદાજી સાથે એક વાર લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લેતા. ગુરુદેવની દરેક મુલાકાતની ખાસ વાતમાં તેમનાં પ્રવચનનો સમાવેશ થતો જે પ્રેરણાત્મક અને ધરતીની વાસ્તવિકતા સાથે જકડાયેલા હતા, જેમાં અનેક વાર્તાઓ રહેતી જે સૌનાં હૈયાંને સ્પર્શતી તથા સ્મૃતિમાં પણ અકબંધ રહેતી. ગુરુદેવે થોડાં વર્ષ લાઈટ હાઉસ સૅન્ટરની મુલાકાત લીધી. પછી કૅથરીને તેમને લાઈટ હાઉસની પત્રિકા બિકનમાં યોગદાન આપવા સૂચન કર્યું. ૧૯૯૦ની પાનખરમાં આવેલી પત્રિકામાં ગુરુદેવનો પહેલો સંદેશો હતો, ‘એક્સટિરીયર, ઇન્ટિરિયર, ટ્રાન્સેનડૅન્ટલ’ જેમાં આત્માની સફર વિશે વાત હતી. આવનારાં વર્ષોમાં તેમણે ‘અવર જૈન હેરિટેજ-ટ્રાન્સફોર્મિંગ એન્ડ ઈવોલ્ડિંગ', નવકાર મંત્ર, પર્યુષણ, ધ્યાન તથા તેવા દરેક જેને શબ્દ, કર્મ કે મનથી આપણે દુભવ્યા હોય તેવા દરેકની ક્ષમા યાચવી તથા જેણે આપણને દુભવ્યા હોય તેવાને ક્ષમા આપવી જેવા વિષયો પર લેખ લખ્યા. - ૧૭૧ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy