________________
મગી હવે નથી રહી? મગી?
પણ એ તો કેવી રીતે બને? હજી થોડા દિવસ પહેલાં તો એ તુમકુરથી ગઈ ત્યારે આપણી નજર સામે સાજીસમી હતી.
આ વ્યર્થ પ્રશ્નો મનમાં ઊઠતા બંધ થવામાં અને આ આકરી વાસ્તવિક્તા ગળે ઉતરતાં ઘણો લાંબો સમય લાગ્યો. પછી બેચેન કરનારા સંતાપનો સમય શરૂ થયો.
અરે, આપણે તો એને છેલ્લી ક્ષણોમાં જોઈ પણ ન શક્યા. - જ્યારે એના કુમળા દેહને અગ્નિસંસ્કાર અપાયો ત્યારે આપણે તેની નજીક નહોતા.
લાચારીની આ ભાવના અસહ્ય હતી.
જ્યારે મા ગુજરી ગઈ ત્યારે એ ખોટ અને પીડાને સમજવા માટે રૂપ ઘણો નાનો હતો. ત્યારે પિતા તથા લાગણીશીલ વડીલ કાકા, ગજરાફઈ વગેરેના પ્રેમને કારણે તે આઘાતમાંથી બહાર આવી શક્યો હતો. ઉપરાંત ત્યારે મળી પણ હતી જેની પર પણ માની ગેરહાજરીની અસર થઈ હતી. પણ આ વખતે રૂપ કિશોરાવસ્થાને ઉંબરે હતો, જીવન અને મૃત્યુ અંગેની એની સમજ વિકસી ચૂકી હતી અને એ આટલા મોટા આઘાત માટે જરાય તૈયાર ન હતો. આ વખતે પહેલી વાર સચેત રહીને તેણે માનવજીવનની નિરર્થકતાનો વિચાર કરવાનું શરૂ કર્યું.
આ વખતે રૂપ તેના પિતાની લાગણીઓ સાથે તાદમ્ય અનુભવી શક્યો. માતા ગુજરી ગયાં ત્યારે તે માત્ર ચાર વર્ષનો હતો. એ સમયે પિતા કેટલા પીડાદાયક તબક્કામાંથી પસાર થયા હતા તે તેણે નહોતું જોયું કઈ રીતે સતત પ્રાર્થના અને આકરા ઉપવાસ કરીને પિતાએ પોતાની આ ખોટ સામે સ્વસ્થતા કેળવી હતી.
પણ આ વખતે તે પિતાનાં અને પોતાનાં બન્નેનાં દુઃખથી સજાગ હતો. તેણે જોયું કે કઈ રીતે છોગાલાલજી ત્રણ દિવસ સળંગ ઉપવાસ પર ઊતરી ગયા, તેમણે કંઈ અન્ન તો ન જ લીધું પણ પાણી પણ ન પીધું. તેમને માટે આમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ હતું. મગી તેમને માટે માત્ર દીકરી ન હતી પણ પોતાને મૂકીને બહુ વહેલી ચાલી નીકળેલી સ્વર્ગસ્થ પત્ની ચુનીબાઈની નાનકડી વહાલી લાગે તેવી છબી હતી. તેમને પોતાની દીકરીને લીધે હૈયે શાતા વળતી પણ હવે તો એ પણ નહોતી રહી.
જ્યારે ચુનીબાઈ ગુજરી ગયાં ત્યારે છોગાલાલજી પોતાનાં સંતાનો પ્રત્યેની પોતાની જવાબદારીને સ્પષ્ટ રીતે નજર સામે રાખીને એ પીડામાંથી બહાર આવ્યા
યુગપુરુષ
- ૧ ૨
-