SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે તેઓ ચિત્રભાનુજીને મળ્યાં ત્યારે તેમને પણ ખૂબ મજબૂત જોડાણની લાગણી થઈ. પોતાના ગુરુ પ્રત્યેનો આદરભાવ અને આધ્યાત્મિક હેતુની કટિબદ્ધતાને પગલે પ્રમોદાજી પોતાના ગુરુ સાથે અંતર જાળવતાં તથા મૌન રહેતાં. તેઓના શાંત સ્વભાવે પણ ઘણી મદદ કરી. ગુરુજીનાં પ્રવચનો સાંભળવા માટે તે હંમેશાં ઑડિટોરિયમના છેલ્લા ભાગમાં જ બેસતાં. ધાર્મિક યાત્રાઓ, કાર્યવિશેષ તથા ડિવાઈન નૉલેજ સોસાયટીના માસિક સામાયિકની તૈયારી જેવાં કાર્યોમાં તેઓ હંમેશાં ચિત્રભાનુજીની મૂકસેવા કરતાં. | વિચારો અને લાગણીઓની નવીન સ્પષ્ટતાને કારણે પ્રેરિત થઈ એક વાર જ્યારે પ્રમોદાજી પોતાના પરિવાર સાથે ચિત્રભાનુજીને મળવા થાણે આવ્યાં હતાં ત્યારે ચિત્રભાનુજીએ તેમની સાથે વાત કરી. તેમણે સપનાની ઝાંખી તથા અર્ધજાગ્રત મનમાં પણ જે સંકેતો મળતા હતા તેની વિગતે વાત કરી. જ્યારે તેણીને એ સમજાયું કે ચિત્રભાનુજીના અંગત આભાસોમાં તે બંનેનું સહજીવન હતું ત્યારે પરમાનંદ અને તેમના કાર્મિક જોડાણની ઉન્નત ખોજ સહિત પૂરી સમજણ સાથે પ્રતિભાવ આપ્યો. પહેલી વાર પ્રમોદાજી ખુલ્લા દિલે તેમની સાથે સીધી વાત કરી શક્યાં. એકબીજાની આત્મોન્નતિના સતત પૂરક બની રહેવાની પ્રક્રિયાને સ્વીકારી સહજીવનને સહમતી આપી. એક સાથે હવે તેઓ બિનશરતી પ્રેમના પરિશુદ્ધ તબક્કા તરફ પ્રવાસ કરવાનાં હતાં. આફ્રિકા જવા રવાના થયા તેના થોડા સમય પહેલાં ૧૯૭૧ના શરૂઆતના તબક્કામાં તેમણે સાદગીથી લગ્ન કર્યા. પારંપારિક રીતે કોઈ પણ જૈન સાધુને લગ્ન કરવાની છૂટ નથી હોતી. તથા વિહાર (પગપાળા પ્રવાસ) સિવાય તેઓ અન્ય રીતે પ્રવાસ નથી કરી શકતા. વિદેશપ્રવાસના નિર્ણયથી ખિન્ન અનુયાયીઓ પ્રત્યે કરુણા રાખી ગુરુજીએ આ આખી ઘટનાને ખૂબ અંગત પ્રસંગ બનાવ્યો. બહાદુરી દાખવીને કે બીજી કોઈ પણ રીતે પોતાના અનુયાયીઓ અને ચાહકોના રોષ કે અણગમાને પ્રોત્સાહન આપવું તેમને વાજબી ન લાગ્યું. તેઓ જાણતા હતા કે એક દિવસ જ્યારે તેમની આ ઉગ્ર લાગણીઓ શાંત પડી જશે અને જ્યારે તેઓ વાસ્તવવાદથી વિચારશે ત્યારે તેઓ આ સમાચાર સ્વીકારવા માટે તૈયાર હશે. આ કારણસર ચિત્રભાનુજીએ કોઈ પણ જાહેરાત ન કરી. તેઓએ અને પ્રમોદાજીએ ગાંધર્વ વિવાહ કર્યા. એવાં હિન્દુ લગ્ન કે જેમાં કોઈ પણ વિધિવિધાન હોતાં નથી, ન તો કોઈ કુટુંબીજનોની હાજરી હોય છે. આ ગાંધર્વ વિવાહ બે અંગત મિત્રોની હાજરીમાં સાંકેતિક રીતે મીણબત્તીઓ, અગરબત્તી, ફૂલો, પરસ્પરના કપાળે તિલક અને હાર પહેરાવીને ગાંધર્વ વિવાહ સમ્પન્ન કરાયાં. આમ આ પ્રસંગ યુગપુરુષ - ૧૦૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy