SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતરનું ભણતર જીવન સ્વયં એક મહાકાવ્ય છે. જેને સમજવા, તેની મહાનતાનો અનુભવ કરવા આપણે લાગણીશીલ અંતઃદૃષ્ટિ વડે તેનો અભ્યાસ કરવો રહ્યો. આત્મજ્ઞાન, શાંતિ અને આનંદ આપણી પાસે જ હશે જો આપણે જીવનનાં મહાકાવ્યને પ્રેમાળ લાગણી થકી જીવીશું. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૧ઃ નવાં જીવનને પ્રતિબદ્ધ ત્રભાનુજીએ યુરોપમાં પહેલી વિદેશયાત્રાનાં છ અઠવાડિયાં પસાર કર્યા પછી, તેઓ માનવતા સાથે પ્રચંડ સ્કૂર્તિ અને એકાત્મ ભાવ અનુભવી રહ્યા હતા. તેમણે આત્મસમૃદ્ધિ અને આત્મસૌંદર્યને વહેંચ્યાં હતા. અને આ તક અને અનુભવ તેમને બમણા, અનેક ગણા થઈને પાછા મળ્યા હતા. આ મુલાકાતથી તેઓ ખૂબ પ્રસન્ન હતા અને નવીન પ્રેરણા અને આનંદ આકંઠ છલકાઈ રહ્યાં હતાં. તેમનાં મનમાં ત્યારે આ પ્રકારે વિચારો ઘુમરાઈ રહ્યા હતા “હવે મને સમજાય છે કે વિશ્વમાં સ્વતંત્ર રીતે વિહાર કરવો એટલે શું મેં મારાં જીવનમાં જે પણ મેળવ્યું છે તે લોકો શું વિચારશે એવા ડર વિના વહેંચવું એટલે શું આ છ અઠવાડિયામાં માત્ર અન્યો જ બદલાયા હશે તેમ નથી, હું પણ ખૂબ બદલાયો તેમને અનુભૂતિ થઈ કે તેઓ પોતાના દેશના સાથીઓને જે વહેંચી રહ્યા હતા તે જ હવે આખી દુનિયા સાથે વહેંચવા તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા. તેઓના વૈશ્વિક સંદેશાઓને કે બ્રહ્મ શિક્ષાને કોઈ એક દેશ કે દુનિયાનાં ખૂણાની મર્યાદામાં બાંધવાની - ૧૦૩ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy