SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અને લોકોના પ્રશ્નોના જવાબ આપવાનું પણ શરૂ કરશે. આ વક્તવ્ય અને પ્રવચનોથી મુનિશ્રીને પોતાને પણ ઘણો લાભ થયો. ભાષાનો યોગ્ય ઉપયોગ કરવાની તેમની આવડત વધારે તીવ્ર બની, તેમના વિચારો અને સૂઝ વધારે સ્પષ્ટ થયાં અને તેઓ શબ્દોનાં બારીક તથા ગૂઢાર્થને વધારે સારી રીતે સમજતા થયા. યુવા સાધુને જૈન મુનિની વિચરતી જિંદગીમાં અભિવ્યક્તિનો અને સંવાદ સાધવાનો નવો આનંદ પ્રાપ્ત થયો. મુનિશ્રી બનારસમાં સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ શીખ્યા. તે પછીનાં વર્ષોમાં તેમનો મોટા ભાગનો પગપાળા વિહાર તેમના પિતા અને ગુરુ સાથે પાલીતાણા અને ખંભાતનાં પ્રદેશમાં થયો હતો. ખંભાતમાં યુવાનો, મુનિશ્રીની વાતોના ખૂબ હકારાત્મક પ્રભાવમાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ તીવ્ર બન્યો હતો. મુનિશ્રીએ અમદાવાદના રોષે ભરાયેલા અને વ્યાકુળ યુવાનો સાથે વાત કરી. તેમણે હિંસા અને અહિંસાનો પોતાનો અનુભવ તેમની સાથે વહેંચ્યો. તેમણે કહ્યું, “મેં બહુ પહેલાં જ શીખી લીધું કે હિંસા કરનારાને વળતરમાં પણ હિંસા જ મળે છે. તેનાથી કિંઈ વધારે કે ઓછું નહીં. મારા ઘા એનો પુરાવો છે.” મુનિશ્રીની ઉંમરના યુવાનો પોતાની જાતને મુનિશ્રી સાથે સાંકળી શક્યા. તેમણે તેમને ધ્યાનપૂર્વક સાંભળ્યા. તેઓ ઘણી વાર તેમની વાતથી એટલા પ્રભાવિત થઈ જતા કે તેઓ પોતાનો વહેવાર અને વિચારશૈલી બદલી નાખતા. સાધુ જીવનનાં શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં મુનિશ્રીએ મૌન પાળવામાં ઘણો લાંબો સમય ગાળ્યો હતો. તેમને પાલીતાણામાં શત્રુંજયના ઢાળ પર આવેલી એક ગુફા વિશે ખબર હતી. વહેલી સવારથી મોડી સાંજ સુધી તે ગુફાની બહારના ખડકો પર પદ્માસનમાં બેસીને ધ્યાન ધરતા. રાતે તેઓ ગુફાની અંદર પોતાનું વસ્ત્ર પાથરીને યોગ નિદ્રા અને ધ્યાન એમ બન્નેમાં સમય વ્યતીત કરતા. દર બીજા દિવસે તેઓ થોડા માઈલ દૂર આવેલાં ગામમાં જઈને ગૌચરી રૂપે ખોરાક એકઠો કરીને સમય બગાડ્યા વિના પોતાની ગુફામાં પાછા ફરતા. મૌન અને એકલતાના આ લાંબા કલાકોને પગલે તેઓ આત્મજ્ઞાનના નવા સ્તરે પહોંચ્યા. દીક્ષા લીધાનાં પાંચ વર્ષ પછી તેમને સંસ્કૃત શબ્દ “મુનિ' એટલે કે આંતરિક સત્ય શોધવા માટે જેણે બાહ્ય દુનિયાને ત્યજી દીધી છે તેવી વ્યક્તિનો, અર્થ સારી પેઠે સમજાવા લાગ્યો હતો. પોતાની જાતમાં ઊંડે સુધી એક કેન્દ્રીયતા સાથે સતત પહોંચીને તે પોતાની જાતનાં મધ્યબિંદુ સુધી પહોંચી શક્યા હતા. તેમણે પોતાની જાત ખોળી યુગપુરુષ - ૫૪ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy