SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને નિયમો અને સિદ્ધાંતો અંગે વાત કરવા આમંત્રણ આપતા. તેમના વક્તવ્ય દ્વારા તેમણે દરેક પરંપરાઓ અને સંસ્કૃતિનાં લોકોને જિંદગી પ્રત્યેના અહોભાવની લાગણીથી એક કરવાનો પ્રયત્ન કર્યો. મુંબઈના હરિજનોએ સાંભળ્યું હતું કે કઈ રીતે ચિત્રભાનુજી અને તેમના પિતાએ ગરીબ લોકો સાથે ભાવનગરમાં કેવો ઉષ્માભર્યો સબંધ બાંધ્યો હતો. દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારની કામા હોસ્પિટલમાં પોતાની કૉલોનીમાં તેમણે ચિત્રભાનુજીને વક્તવ્ય આપવા બોલાવ્યા. અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા તેમને મદદ કરવા તેવા આ આધ્યાત્મિક ગુરુએ તરત જ તેમનું આ આમંત્રણ સ્વીકારી લીધું. તેમનું પ્રેરણાત્મક વક્તવ્ય સાંભળીને ઘણા લોકોએ શરાબ છોડી દેવાનો નિર્ણય લીધો. ઘણા લોકોએ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા બંધ કરવાનો પણ નિર્ણય લીધો. જેમ જેમ ચિત્રભાનુજીની ખ્યાતિ વધતી ગઈ તેમ તેમ તેમને સાંભળવા આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. અને તેમણે એક વધુ પ્રયોગાત્મક પગલું ભર્યું. તેમના જૂથમાં ક્યારેય કોઈ સાધુએ માઈક્રોફોનનો ઉપયોગ કરવાનું વિચાર્યું નહોતું. માઈકનો ઉપયોગ કરવો એ પરંપરાની સાથે બંધબેસતું નથી એમ મનાતું. ચિત્રભાનુજી માઈકનો ઉપયોગ કરનારા સૌપ્રથમ સાધુ બન્યા. પ્રજાસત્તાક દિનના જાહેર સમારોહમાં ચિત્રભાનુજીનો પરિચય આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી કે. કે. શાહે કહ્યું કે “તે એક વિશ્વમાનવ છે. તે આખી દુનિયાના નાગરિક છે. એટલે જ હજારો લોકો તેમને સાંભળવા માટે તત્પર હોય છે. તેમની કરુણતા દરેક સુધી પહોંચી છે. આજે એમણે આપણી સાથે પ્રિન્સેસ સ્ટ્રીટ પર પ્રજાસત્તાક દિન ઊજવવાનું નક્કી કર્યું છે. તે આપણા જાહેર જીવનને શુદ્ધ કરે છે.” ચિત્રભાનુજીને જાણનારા અને સમજનારા દરેકને કે. કે. શાહના આ શબ્દો બિલકુલ સાચા લાગ્યા. મુંબઈના મેયર અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નેતાઓ અનેક વાર એમનું પ્રવચન સાંભળવા આવતા હતા. તેમણે પોતાના મંચ પર પણ ઘણી વાર ચિત્રભાનુજીને નિમંત્રણ આપ્યું. ૧૯૬૨ અને ૧૯૬૫માં ભારતે અનુક્રમે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કર્યો. ચિત્રભાનુજીએ આ સમય દરમિયાન પોતાના વક્તવ્યમાં કહ્યું કે “યુદ્ધ રાષ્ટ્રની સરકારો દ્વારા નથી લડાતાં તે તમારા અને મારા દ્વારા લડાય છે. એ દરેક ક્ષણે જ્યારે જ્યારે આપણે સરખામણી કરીએ છીએ કે જે આપણું નથી. આપણે આપણો વિચાર કે આદર્શની હઠ પકડીને બેસી જઈએ છીએ. ખરો શત્રુ અજાગ્રત મનની અંદર જ રહેલો છે. જે લોકો પોતાના અંદરના આ શત્રુનો સામનો યુગપુરુષ - ૭૪ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy