________________
મૂક્યો, પરસ્પર માનની લાગણી કેળવી તેને પગલે તે બન્નેની વચ્ચે બિનશરતી પ્રેમના અસ્મલિત પ્રવાહ સિવાય બીજું કંઈ જ નહોતું. ચિત્રભાનુજીએ બિનશરતી પ્રેમના આ નિયમને જીવનમાં નજરોનજર જોયો, અનુભવ્યો અને તે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. ચિત્રભાનુજીએ પોતે જંગલમાં વિહાર કરતા હોય ત્યારે ઘણી વાર ઝેરી નાગ અને અન્ય જંગલી પશુઓનો સામનો કર્યો હતો પણ તેમને ક્યારેય કોઈ પ્રાણીએ ઈજા ન પહોંચાડી.
ચિત્રભાનુજીને એ બાબતે કોઈ શંકા ન હતી કે કોઈ પણ પ્રાણીથી ક્યારેય ડરવા જેવું હોતું જ નથી. એક પ્રસંગે જ્યારે તે પોતાના પિતા અને અન્ય સાત સાધુ-સંતો સાથે ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદેથી દાહોદથી માળવા જઈ રહ્યા હતા ત્યારે ભીલ પ્રજાતિનાં લૂંટારાઓએ તેમની પર હુમલો કરી દીધો હતો. ચિત્રભાનુજીએ તેમની સાથે ખૂબ ઉષ્મા અને પ્રેમથી વાત કરી, તેમની વાત સાંભળી અને ગેરસમજ જોતજોતામાં દૂર પણ થઈ ગઈ. એ સંવાદ પછી સાધુઓ અને ભીલોની ટુકડીએ વાતો કરતાં કરતાં રસ્તો કાપ્યો. આખરે જ્યારે છૂટા પડવાનો વખત આવ્યો ત્યારે તેમનાં હૈયાં પરસ્પર આનંદ અને કરુણાથી ભરાઈ ચૂક્યાં હતાં.
લુટારુનો એક બીજો પણ બનાવ બન્યો હતો. ગુજરાતના દસાડા ગામે મુલાકાતે ગયેલા ચિત્રભાનુજી કુખ્યાત ગુનેગાર જીવા રેવાળને મળ્યા. ચિત્રભાનુજીએ તેની સાથે પ્રેમથી વાત તો કરી જ પણ નાટકીય રીતે તેની જિંદગી પણ બદલી નાખી. કાયદા તોડનારો જીવો, પોતાનાં ગામમાં કાયદાનું પાલન કરાવતો થઈ ગયો. ઠેર ઠેર છુપાઈને રહેતા બીજા લૂટારાઓ જીવાથી ડરતા અને તેમણે કાયદાનું પાલન કરાવતા જીવાને પગલે પોતાનું કામ બંધ કરી દીધું. લોકોમાં ફેલાતો આતંક આમ આપમેળે જ બંધ થઈ ગયો. જીવાને લોકોએ બિરદાવ્યો અને ખૂબ પ્રેમ પણ આપ્યો.
ચિત્રભાનુજી એવા ધાર્મિક અગ્રણી હતા જે કોઈ પણ સમાજના કે જાતિના લોકો સાથે વાત કરે ત્યારે તેમને સંકુચિત કે જડ પરંપરાઓ તેમની પર થોપી ન દેતા. ઘણા પ્રસંગોમાં તેમની માનવતા, વાસ્તવવાદ અને ઉદાર અભિગમનો પરિચય થાય છે. ૧૯૫૬ની સાલમાં તેમના એક વક્તવ્ય માટે તેમને ભાવનગર જવાનું થયું. વિવિધ ક્ષેત્રના લોકો ત્યાં ભેગાં થયાં હતાં . એક સમુહ ભાવસારનો હતો જે જૈન ધર્મ અનુસરતાં હતાં. પર્યુષણના આઠમા દિવસે, પહેલા સાત દિવસ ઉપવાસ ન કર્યા હોય તેવા લોકો પણ ઉપવાસ રાખીને મૌન પાળવાના હતા. બીજા દિવસે સ્વામીવાત્સલ્યની મિજબાની અંતર્ગત આ ઉપવાસનાં પારણાં થવાનાં હતા. સ્વામી વાત્સલ્ય દરેક માટે પ્રેમની ઉજવણી સમાન પ્રસંગ હતો. જ્યારે ચિત્રભાનુજીને ખબર પડી કે જૈનો અને ભાવસાર અલગ અલગ મિજબાની કરવા ઇચ્છતા હતા ત્યારે તેમણે
યુગપુરુષ
- ૫૮ -