SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ને સમૂહોને બોલાવ્યા. ચિત્રભાનુજી ઇચ્છતા હતા કે તેઓ સમજે કે ઉજવણીનો ખરો અર્થ એકતામાં જ રહેલો છે. તેમણે સંકુચિત માનસિકતા ધરાવતા જૈનોને પોતાનો વિચાર સમજાવ્યો કે જૈનોએ તો હંમેશાંથી વર્ણ વ્યવસ્થાને એક માનસિક પ્રક્ષેપણ ગયું છે. “જાતને માણસની વાસ્તવિકતા સાથે કંઈ લેવાદેવા નથી. દરેક જીવમાં દિવ્યતાનું આગવું બીજ હોય છે. જાત અને જ્ઞાતિને કારણે જીવનમાં વિવાદ થાય છે. શું આપણે આ અલ્પકાલ્પિક અને ક્ષણિક લેબલોને કારણે આપણી જીવન પ્રત્યેની લાગણીને મર્યાદામાં બાંધી દેવી જોઈએ? દરેકને પોતાના હૈયાના અવાજનો પડઘો પાડવાની, તે સાંભળવાની પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. આપણે બધાં ભાઈ-બહેનોની જેમ રહીએ.” તેમણે કહ્યું. તેમના શબ્દોને પગલે બન્ને જૂથો વચ્ચે સંપ અને પરસ્પર કલ્યાણકારી વિચારોનો એક અદશ્ય સેતુ બંધાયો. ભક્તિપૂર્ણ ભાવસારોએ દરેકની સાથે ઉજવણી વહેંચી. તે દિવસથી લઈને આજ સુધી ભાવનગરના ભાવસાર અને જૈનો વચ્ચે પરસ્પર સન્માન અને સમજને પગલે જ તેમના સંબંધો વ્યાખ્યાતીત થયા છે. ચિત્રભાનુજીના ઘણા ભક્તોમાં એક મોટો વર્ગ હતો કુંભારોનો. કુંભારોને નિમ્ન જાતિના ગણાતા હોવા છતાં ચિત્રભાનુજી અને તેમના પિતાએ કુંભારોએ રાંધેલું અન્ન સ્વીકારવાનું આમંત્રણ માન્ય રાખ્યું હતું. તેઓ કુંભારોનાં ઘરને આશીર્વાદ આપી પવિત્ર કરવા જવા તૈયાર થયા. કુંભારોને સાધુઓ અને સામાન્ય માણસો માટે વહેલી સવારનો મોટો સમારોહ યોજવાનો લાભ પણ અપાયો જેની પછી પ્રીતિભોજન આયોજાયું હતું. આવા વિકાસશીલ નિર્ણયને પગલે સંકુચિત માનસવાળા જૈનોમાં વિખવાદ થવાની પૂરી શક્યતાઓ હતી. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે આવા પ્રસંગો મોટે ભાગે ધનવાન જૈન આશ્રયદાતાઓને ત્યાં જ યોજાતા. જોકે ચિત્રભાનુજીએ કોઈ પણ નકારાત્મકતા કે તાણ ન ખડાં થવા દીધાં. તેમણે બિનશરતી પ્રેમના વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું કે લોકોની સાચી લાગણીને માન આપો અને દૈવી બીજને પોષણ આપો, જીવનને મદદ કરવાનો આ જ તો રસ્તો છે, ખરુંને? બીજાની લાગણીની પરવા કર્યા વિના પરંપરા અનુસરવી એ તો જિંદગીને હાનિ પહોંચાડવાની રીત છે. એકબીજાના વિકાસમાં મદદ કરીને આપણે જાતનો વિકાસ કરી શકીએ છીએ.' લોકોને ચિત્રભાનુજીના આશય પાછળ રહેલો હેતુ પણ સમજાયો. તે પ્રસંગ ખૂબ સરસ રીતે પાર પડ્યો. આ વક્તવ્યો અને સંવાદોમાં ચિત્રભાનુજીએ અન્ય સાધુઓની ટીકા વેઠીને પણ વેશ્યાઓ સાથે વાત કરવાની નૈતિક હિંમત દાખવી. તેમણે આવી ઘણી સ્ત્રીઓ પર - ૫૯ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy