________________
એકાંત
એકાંતનો ડર એ જાતનો જ સામનો કરવાનો ડર હોય છે. માનસના અવાજને અવરોધવા આપણે ઢોલ નગારાંના અવાજમાં
ભળી જઈએ છીએ.
છતાંય એ કમનસીબી છે કે આપણે માનસના મૂદુ અવાજની
કાળજી લેવામાં નિષ્ફળ જઈએ છીએ.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૨૧ઃ લાસ વેગાસમાં આત્મમંથન
મૅરિકાના આ એકદમ ઉપભોગતાવાદી શહેરની આખી દુનિયામાં ખ્યાતિ
તો ત્યાંનાં વૈભવી જુગારખાનાં અને હોટેલ્સને કારણે છે જ્યાં લોકો રંગીન આ રાતોમાં, અનહદ જુગાર રમે છે, મનોરંજનનાં જાતભાતનાં સ્વરૂપો પણ અહીં ઉપલબ્ધ છે. પણ શહેરની આ જ ફિતરતને પગલે પ્રમોદાજી અને ચિત્રભાનુજીને વધારે કડક નિયમોવાળી જિંદગી જીવવાની પ્રેરણા મળી.
૧૯૯૦ના દાયકાના પૂર્વાર્ધમાં ચિત્રભાનુજી અને પ્રમોદાજીને લાસ વેગાસમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. તેમના એક યજમાને માત્ર સ્ત્રીઓ માટે લંચનું આયોજન કર્યું હતું. યોજના પ્રમાણે તેમને એક સરસ રેસ્ટોરાંમાં લઈ જવાયાં. યજમાન અને ઉપસ્થિત અન્ય સ્ત્રીઓ પ્રમોદજીનાં અહોભાવમાં-પ્રભાવમાં હતાં કારણ કે તે જાણીતાં આધ્યાત્મિક વ્યક્તિ હતાં અને તેમણે દાયકાઓ સુધી ઘણા વૈચારિક પ્રવચનો આપ્યાં હતાં. બધાં રેસ્ટોરાંમાં બેઠાં પછી ખોરાકનો ઓર્ડર આપવાનો સમય આવ્યો...
‘તમે શું લેશો?' પ્રમોદાજીને નમ્રતાથી પૂછવામાં આવ્યું.
લાસ વેગાસમાં વિશેષ ખાણીપીણી જાણીતી છે પણ પ્રમોદાજી શાકાહારી હતાં અને તેમની પસંદગી પરથી તે જણાઈ આવતું.
- ૧૮૩ –
ચિત્રભાનુજી