SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. વીલ ટટલ જેમણે “વર્લ્ડ પીસ ડાયટ' પુસ્તક લખ્યું હતું તથા વર્લ્ડ વાઈડ પ્રેયર ફોર એનિમલ્સના સહસંસ્થાપક હતા, તેમની સાથે પણ ગુરુદેવનો સંવાદ અવારનવાર થતો. ૨૦૦૯માં ડૉ. ટટલે લૉસ ઍન્જલિસમાં જૈનાનાં કન્વેન્શનમાં વક્તવ્ય પણ આપ્યું હતું. તેઓ ગુરુદેવથી તથા તિક નેટ હન નામનાં બૌદ્ધ સાધુ જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે સૂચવાયું હતું તેમનાથી ખૂબ જ પ્રભાવિત હતા. ૨૦OOના દાયકામાં ગુરુદેવની ઓળખાણ ડૉ. ગૅરી ફ્રાન્સિઓન સાથે થઈ જે અમૅરિકાના એક કાયદાકીય વિદ્વાન છે તથા પ્રાણીહક માટે કરેલા તેમના કામ માટે પ્રતિષ્ઠિત છે. આ વિષયને અમેરિકન લૉ સ્કૂલમાં શીખવનારા તે પહેલા શિક્ષણવિદ હતા. તેમનું કામ ત્રણ મુદ્દાઓ પર કેન્દ્રિત હતું. પ્રાણીઓને મિલકત ગણવાની વાત, પ્રાણીઓના અધિકાર અને કલ્યાણ વચ્ચેનો તફાવત અને ઇન્દ્રિયોની સંવેદનશીલતા એટલે કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ પર આધારિત પ્રાણીઓનાં અધિકારની થિયરી. ત્રીજો મુદ્દો એવા કોઈ પણ સજીવને લાગુ પડે છે જે પોતાના અસ્તિત્વ વિશે જાણી શકતું હોય. તેમણે પોતાના પુસ્તક “ઈટ લાઈક યુ કૅરઃ ઍન ઍક્ઝામિનેશન ઓફ ધ મોરાલિટી ઓફ ઈટિંગ એનિમલ્સ'માં લખ્યું છે, “પ્રાણીઓ પોતાની જાતના અસ્તિત્વ પ્રત્યે સભાન નથી હોતાં તે ખોટો વિચાર એ ધારણા પર આધારિત છે કે જાત પ્રત્યે સભાન હોવાનો એક માત્ર રસ્તો છે કે તમે એક વયસ્ક મનુષ્ય હો. પણ આ એક માત્ર રસ્તો નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન મેળવવું એ સાતત્યવાળા અસ્તિત્વનો અંત છે. ભાવાવેશ ધરાવતાં કે મનોભાવ ધરાવતાં પ્રાણીઓ તેમની આ લાક્ષણિકતાને કારણે જીવવામાં રસ ધરાવે છે. એટલે કે તેઓ જીવવા માગે છે, જીવન જીવવું તેમની ઇચ્છા છે.” ગેરીની દલીલ છે કે પ્રાણીઓને એક જ અધિકારની જરૂર છે અને તે અધિકાર છે કે તેમને મિલકત કે જણસ તરીકે ન જોવા અને નૈતિક વિગનિઝમ એ પ્રાણી અધિકાર ચળવળનો નૈતિક પાયો છે. વિચારોની સામ્યતાને કારણે ગુરુદેવ અને ગેરીના રસ્તા એક થવાના હતા તે સ્વાભાવિક હતું. તેમણે પોતાના પુસ્તકમાં પણ લખ્યું: સંવેદનશીલ જીવને મૃત્યુથી હાનિ નથી થતી એ વાત એ વિચારને રદિયો આપે છે કે તે જીવન જીવવામાં રસ છે, જે સંવેદનશીલ ઇન્દ્રિયો દ્વારા મળેલા જ્ઞાનને કારણે કાયમી રહેતી લાગણી કે બાબત છે. આ તો એને મળતી વાત છે કે આંખ ધરાવતા જીવને જોવામાં કે આંખને થતા નુકસાનમાં કે તેને અંધ બનાવી દેવાય તો - ૧૯૭ – ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy