________________
કોઈ ફરક નથી પડતો. જૈનોએ આ વાત બહુ પહેલાં જ કહી હતી, “દરેક જીવને જીવવાનું ગમે છે. દરેકમાં આનંદ, ધિક્કાર, પીડા દરેક લાગણી હોય છે. દરેકને જીવન વહાલું હોય છે.”
૨૦૦૯માં ગેરીને સધર્ન કેલિફોર્નિયાના જૈન કેન્દ્રમાં થયેલા જૈનાના કન્વેન્શનમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રણ અપાયું. કન્વેન્શનનો વિષય હતો “ઈકોલોજી – ધી જૈન વે'. ગેરીએ તેના વક્તવ્યમાં ‘વિગનિઝમ એન્ડ જૈન ઈમ્પરેટિવ’ વિષયને આવરી લીધો અને વક્તવ્યને અંતે તેમને પ્રતિસાદ રૂપે હોલમાં ઊભેલા લોકોનો તાળીઓનો ગડગડાટ મળ્યો.
યુ.એસ. અને કેનેડાના યુવા પેઢીના જૈનો વિગન અભિયાનમાં આગળ પડતો ભાગ ભજવે છે અને તે બધા જ ચિત્રભાનુજીના અનુયાયીઓ હતા. મેરીલેન્ડના સૌરભ દલાલ વિગન ચળવળના સૌથી વરીષ્ઠ ભારતીય છે એમ કહી શકાય. સાનફ્રાન્સિસ્કોના ડૉ. જિના શાહ જે ફિઝિશિયન તથા પબ્લિક હેલ્થ રિસર્ચર છે તે પણ વિગન છે, જે અમૅરિકા અને યુરોપમાં વિગનિઝમના વિચારનો પ્રચાર-પ્રસાર કરતા રહે છે. તેમણે વિગન ડાયેટ ખાવાથી અમુક પોષક તત્ત્વો ઓછાં મળે છેના પ્રશ્નનો ઉત્તર આપતાં અનેક વક્તવ્યો આપ્યાં અને કઈ રીતે વિગનિઝમ અનુસરીને, વિશેષ ખોરાક પર વધુ પડતો ખર્ચો કર્યા સિવાય સ્વસ્થ-તંદુરસ્ત રહી શકાય છે તે પણ જણાવતા. તેઓ વિગનર્જન્સ.કોમ નામનો બ્લોગ પણ ચલાવે છે. બૉસ્ટનના સંજય જૈન પણ એક અગત્યના વિગન કાર્યકર છે અને વિગતે જૈન્સ સાથે કામ કરે છે. ટોરન્ટોના ડૉ. તુષાર મહેતા પણ વિગનિઝમ વિશે લખતા રહે છે, વક્તવ્યો આપે છે અને બ્લોગિંગ પણ કરે છે.
આજે વિશ્વભરમાં વિગનિઝમ એક જરૂરી ફિલસૂફી બની ચૂક્યું છે. જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત અહિંસા હોવાથી એ સ્વાભાવિક છે અને તેવી અપેક્ષા પણ રખાય છે કે વિશ્વભરના વધુ ને વધુ જૈનો અન્ય સમુદાયો કે જ્ઞાતિઓ કરતાં વધુ ઉત્સાહથી વિગનિઝમને અપનાવશે. ગેરી ફ્રાન્સિઓને પોતાના એક લેખમાં લખ્યું છે, “જૈન ધર્મ અહિંસાના વિચારને જેટલી ગંભીરતાથી લે છે એટલી ગંભીરતાથી અન્ય કોઈ ધર્મ નથી લેતો. જૈન ધર્મ એટલે જ અહિંસા. શ્વેતાંબર અને દિગંબર બન્ને સ્પષ્ટ છે અને એ બાબતે સંમત થાય છે કે કોઈ પણ જીવ પર ક્રૂરતા અને બળજબરીથી મોતને ઘાટ ઉતારવા એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. મને આશા છે કે વધુ ને વધુ જૈનો એ જોશે અને જાણશે કે અહિંસા અને વિગનિઝમ અલગ કરવાં શક્ય નથી અને તે એક બીજાને ટેકો આપનારાં છે.”
યુગપુરુષ
- ૧૯૮ -