SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ દરેકને પ્રેમની અનુભૂતિ કરાવે છે અને તેઓ જેવા છે-જે પણ છે તેમાં પણ વિશેષ છે, તેવી લાગણીની પ્રતીતિ પણ કરાવે છે. ઘણી વાર આપણે મનનાં અંધારાંઓમાં ખોવાઈ જઈએ છીએ અને થોડા સમય માટે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણે કેટલા વિશેષ છીએ, આપણને આધ્યાત્મિક સ્મૃતિભ્રંશ થાય છે. જ્યારે આમ થાય છે ત્યારે ગુરુદેવ માનસિક અને શારીરિક સ્તરે આપણને પ્રેમ મોકલે છે, બિનશરતી પ્રેમ જે આપણને એ પ્રકાશ આપે છે જેના થકી આપણે સ્પષ્ટતાથી ફરી જોઈ શકીએ. પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ.' ચેતના માટે અને લાઈટ હાઉસ સેન્ટરના દરેક સભ્ય માટે ચિત્રભાનુજી આધ્યાત્મિક પિતા, ગુરુ અને મિત્ર હતા. જેમ જેમ લાઈટ હાઉસમાં જૈન શિક્ષણ અને બોધથી શિષ્યો પરિચિત થતા ગયા તેમ તેમ તેમને આ વિશે વધારે માહિતી જોઈતી હતી. ચેતનાએ પ્રમોદાજીને પૂછ્યું કે શું તેઓ ત્યાં આવીને શીખવશે? પ્રમોદાજીએ આ આમંત્રણ સ્વીકારી લીધું અને જુલાઈ, ૨૦OOમાં તેમણે લાઈટ હાઉસના શિષ્યોને જૈન ધર્મ વિશે વિગતવાર શીખવવાની શરૂઆત કરી દીધી. થોડા દિવસોનાં પ્રવચન અને પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે આત્માની પ્રકૃતિ, સજાગતાની પ્રકૃતિ, કર્મના સિદ્ધાંતોની જૈન થિયરી, પુણ્ય અને પાપ વિશે વાત કરી. તેમણે કહ્યું, “જૈન તત્ત્વચિંતન એક જીવનશૈલી છે. આપણે જે છીએ તેની સાથે તે આપણને સાંકળે છે. આપણને જાણવું હોય છે કે આપણો હેતુ શું છે? આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ? જૈન સિદ્ધાંત અને બોધે આપણને આ સવાલના જવાબ મેળવવામાં મદદ કરી છે.” પ્રમોદાજીનાં સંમેલનોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તે સમયે ચેતનાએ લખ્યું: પ્રમોદાજીની શિક્ષણશૈલી વિશે હું પૂરતું વર્ણવી શકું તેમ જ નથી, તે બધું જ અમારી પશ્ચિમી માનસિકતાને દોરવા માટે હતું તે રીતે જ હતું. તેમણે રોજ નવી માહિતીઓ આપી અને આગલા દિવસની સમીક્ષા પણ કરી. તેમણે અમારા બધા જ સવાલોના ધીરજપૂર્વક જવાબ વાળ્યા. તેમણે સ્પષ્ટતા કરી અને અહિંસા, શાકાહાર, વિચારોની સાપેક્ષતા, જીવન પ્રત્યેનો આદર અને કર્મ જેવા તમામ જૈન બોધ અંગેની અમારી જાગૃતિ અને સમજને વિસ્તારી છે. અમારા આત્મા આ બધું જાણવા માટે તરસ્યા હતા અને તેમણે અમારી આ તરસ છિપાવી છે. અમે રાહ જોઈએ છીએ કે પ્રમોદાજી ફરી અહીં આવીને અમારી સાથે વધારે ને વધારે વાત વહેંચે.' | ઉનાળામાં પ્રમોદાજી જ્યારે પાછાં ફર્યા ત્યારે વધારે શિષ્યો જોડાયા. તેમણે આ સમયે વધારે સંકુલ વિષયો જેવા કે જૈન મેટાફિઝિક્સનાં અગત્યનાં નવ તત્ત્વ જેવા વિષય પર વાત માંડી અને સાથે આત્મા અને પદાર્થની ગુરુદેવની ફિલસૂફીની પણ વાત કરી. યુગપુરુષ - ૧૭૮ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy