SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ તેની અંદર રહેલા સદ્ગુણોના ખજાનાની ઝલક પણ મેળવી રહ્યો હતો. એક દિવસ રૂપે બેંગલૉરથી ૬૦ માઈલ દૂર, મૈસુરની દક્ષિણે આવેલા શ્રવણ બેલગોલાના જૈન મંદિરની મુલાકાત લીધી. દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરનારા આચાર્ય ભદ્રબાહુએ જે ટેકરી ચઢી હતી તેની પર જ રૂપ પણ ચઢ્યો. જોકે આચાર્ય ભદ્રબાહુને પોતાનો દેહ છોડ્યાને બસ્સો વર્ષ થઈ ચૂક્યાં હતાં. રૂપને વિશ્વની અજાયબીઓમાંની એક એવી બાહુબલીની ૫૬ ફુટની ગંજાવર મૂર્તિ જોવી હતી. બાહુબલી ભગવાન આદિનાથના દ્વિતીય પુત્ર. ઈ.સ. પૂર્વે ૯૮૩માં દીર્ઘદ્રષ્ટા શિલ્પી અરીસ્થાનેમી થઈ ગયા. જેમણે એક મોટામસ પથ્થરમાંથી આ મૂર્તિ કંડારી હતી. ટેકરીનાં પગથિયાં ચઢીને રૂપ શિખરે પહોંચી અને બાહુબલીના વિશાળ શિલ્પ સામે ઊભો રહ્યો. રૂપને ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું માથું માંડ એ શિલ્પના ટેરવા સુધી પહોંચતું હતું. ભગવાન આદિનાથ, ઋષભદેવ તરીકે પણ ઓળખાતા અને તે આ કાળના સર્વપ્રથમ તીર્થંકર ગણાય - તીર્થંકર એટલે એ વિભૂતિ જે તમને જન્મ અને પુનર્જન્મની ઘટમાળથી ભરેલા વિશ્વના સમુદ્રની પાર લઈ જઈ શકે. તે એક પ્રણેતા હતા. તેઓ લોકોને પથ્થર યુગમાંથી બહાર કાઢીને કૃષિ યુગ તરફ લઈ ગયા, ઉત્ક્રાંતિ થકી ઉચ્ચ સ્તરે અને જાગૃતિ તરફ લઈ ગયા. જેને કારણે લોકોને તેમની પ્રત્યે ખૂબ પૂજ્યભાવ હતો. આદિ એટલે સર્વપ્રથમ અને નાથ એટલે ઈશ્વર; ચોવીસ તીર્થંકરોમાં આદિનાથ સૌથી પહેલા હતા અને અહિંસા, પૂજ્યભાવ અને તમામ પ્રત્યે અનુરાગ રાખીને જીવન જીવવાની રીત શીખવવાની શરૂઆત કરવાનો શ્રેય તેમને જ જાય છે. તીર્થંકર એ વ્યક્તિ છે જે જીવન-મૃત્યુની ઘટમાળની પાર થઈ ચૂકી હોય છે તથા માનવજાતને સંસારથી મોક્ષ ભણી પહોંચવા માટે સેતુ પૂરો પાડે છે. તે શિલ્પની વિશાળતા અને સુંદરતાથી રૂપ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. તેને એ શિલ્પની શક્તિશાળી ઊર્જા સાથે ઐક્યની અનુભૂતિ થઈ. ભવ્ય શિલ્પ સામે નજર માંડતાં જ જાણે તેને માણસના આત્માની ક્ષમતાનો પરિચય થયો. એ મુલાકાત પછી રૂપને જ્યારે પણ કોઈ નબળી ક્ષણનો સામનો કરવો પડતો ત્યારે તે તરત એ શિલ્પનું સ્મરણ કરતો અને તેનામાં જાણે શક્તિનાં ઘોડાપુર ઊભરાઈ આવતાં. મનોવિજ્ઞાનને મુખ્ય વિષય રાખીને રૂપે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ તે બેંગલૉર છોડીને તુમકુર પિતા પાસે પાછો ફર્યો. એક સાંજે ઘરની આસપાસના બગીચામાં લાંબો સમય ચાલ્યા પછી તેને એક પગના સ્નાયુમાં સહેજ દુખાવો થયો. યુગપુરુષ - ૩૦ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy