________________
બિહારમાં જરૂરિયાતમંદોની સેવાની સાથે સાથે દુકાળની પરિસ્થિતિમાં પણ પ્રાણીઓની જાળવણી થતી હતી તેમનું ધ્યાન રખાતું હતું. ચિત્રભાનુજી અને જયપ્રકાશ નારાયણના સ્વયંસેવકોની ટુકડીએ સફળતાપૂર્વક ભૂખે ટળવળતા ઢોરો માટે બિહારના રાજગીરીમાં ઘાસચારાનાં આશ્રયસ્થાનો ખડા કર્યા. મિસ્ટર જે. શંકર હ્યુમેનીટેરિયન લીગના જનરલ સેક્રેટરી અને વર્લ્ડ ચૅજિટેરિયન કોંગ્રેસના વાઈસ ઍસિડેન્ટ ડિવાઈન નોલેજ સોસયટીમાં ખૂબ મોટું દાન કર્યું.
ચિત્રભાનુજી રવિશંકર મહારાજ સાથે
યુગપુરુષ
- ૮૬ -