SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રામકૃષ્ણ મિશનના સ્વામી રંગનાથઆનંદે રિસર્ચ ઍન્ટરમાં વિશાળ સંખ્યામાં શ્રોતાજનોને વક્તવ્યો આપ્યાં હતાં. બધાં જ સંમેલનોમાં વૈશ્વિક પ્રેમનો સક્ષમ છતાંય સરળ સંદેશો અપાયો તથા ચિત્રભાનુજીની તેજોમય પ્રતિભાને પગલે અગણિત લોકો તેમની તરફ આકર્ષાયા. ચિત્રભાનુજી લંડન પહોંચ્યા ત્યારે તેમને અનેક જૈન અને જૈન ન હતા તેવા લોકોએ પણ આવકાર્યા; તેમાંનાં કેટલાંય લોકો લાંબા અંતરેથી માત્ર ચિત્રભાનુજીનાં દર્શન કરવા તથા તેમનાં પ્રવચન સાંભળવા આવ્યાં હતા. માનવમેદનીમાંથી ‘જય મહાવીર’ અને ‘જય ચિત્રભાનુજી'ના અવાજો સતત ગુંજ્યા કરતા હતા. લંડનનાં સ્થાનિક રહેવાસી જૈનોમાં ખૂબ ઉત્સાહ હતો. તેમના વક્તવ્યના વિષય મુખ્યત્વે જૈન ધર્મ તથા માનવતાની આસપાસ વણાયેલા રહેતા. ચિત્રભાનુજીને જે રીતે પ્રશસ્તિ મળી રહી હતી તેના પ્રતિભાવમાં તેમણે ઝડપથી જ એ બાબતની ચોખવટ કરી હતી કે તેઓ તો ભગવાન મહાવીરના સંદેશવાહક હતા. યુ.કે.ના તેમના પ્રવાસનું એક હકારાત્મક પરિણામ એ હતું કે જલદી જ જૈન સંઘની સ્થાપના થઈ અને ત્યાં દેરાસર બાંધવાનો નિર્ણય પણ લેવાયો. લંડનમાં તેમના એક સપ્તાહના રહેવાસ દરમિયાન ચિત્રભાનુજીએ સાત જાહેર પ્રવચનો આપ્યાં. તેમાંનાં મોટા ભાગનાં અંગ્રેજીમાં હતાં. લંડનની બહાર તેમણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઝમાં પણ ભાષણો આપ્યાં. વિદેશની ઠંડીએ ચિત્રભાનુજીના વ્યસ્ત કાર્યક્રમોમાં કોઈ અવરોધ પેદા ન કર્યો. તેમણે પ્રવચનો આપ્યાં, જેમાંનાં કેટલાંક બીબીસી પરથી ટીવી પર પ્રસારિત કરાયાં. ચિત્રભાનુજીને કેન્દ્રમાં રાખીને રેડિયો કૅનેડાએ પણ એક વિશેષ પ્રોગ્રામ ઘડ્યો. લંડનથી તેઓ એમસ્ટરડૅમ અને મ્યુનિચ ગયા જ્યાં તેમણે બીજાં બે જાહે૨ પ્રવચનો આપ્યાં. રોમ તેમના વિદેશપ્રવાસનું આખરી સ્થળ હતું, જ્યાં તેઓ પોપ પોલ છઠ્ઠાને મળ્યા. જ્યારે કૉન્ફરન્સમાં ભાગ લેનારા કેટલાક લોકોને ખબર પડી કે ચિત્રભાનુજી પોપ પોલ છઠ્ઠાને મળવાના છે, ત્યારે તેમણે મુનિશ્રીને કેટલાક વિવાદી પ્રશ્નોની ચર્ચા પોપ સાથે કરવા વિનંતી કરી. મુનિ ચિત્રભાનુજીએ પોપ સાથેની તેમની આ બેઠકમાં એ મુદ્દાઓની પણ વાત કરી. તેમણે પોપને એ અંગે પૃચ્છા કરી કે શું તેઓ સ્વૈચ્છિક રીતે લોકો ગર્ભનિરોધકોનો ઉપયોગ કરે તેમાં કોઈ મૂલ્ય જુએ છે? તેમણે માનવતા આધારિત વૈશ્વિક વિચારસરણી અનુસરીને આ નાજુક વિષયની વાત કરતાં કહ્યું કે જે જન્મ્યા નથી તેને પણ તો યોગ્ય જનમ લેવાનો અધિકાર છે. યુગપુરુષ - ૧૦૦ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy