SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા. કારણ કે તેઓ કોઈ ને કોઈ રીતે ચિત્રભાનુજીની હાજરીના ભાગીદાર બનવા ઇચ્છતા હતા. તેમને દરેક વ્યક્તિ ગુરુદેવ કહીને બોલાવતી. ચિત્રભાનુજીને પોતે શું કરવાનું હતું તે અંગે પૂરેપૂરી સ્પષ્ટતા હતી. તે કહેતા કે ગુરુ તો એક ઠંડાં પીણાંમાં પડેલા બરફના ટુકડા જેવો હોય છે. તે તમારી ચેતનાને શાંત પાડે છે અને પછી અદશ્ય થઈ જાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારક બનવાની પ્રેરણા આપી. તેમના વિચારોથી પ્રેરિત થઈ વિદ્યાર્થીઓએ ન્યુઝ લેટર શરૂ કર્યું. સૌથી પહેલું ન્યુઝ લેટર ૧૯૭૫માં બહાર પડ્યું. જેને ધી સેન્ટર ઇન્ફોર્મેશનનું નામ અપાયું. સેન્ટરની શરૂઆતના પહેલા જ વર્ષે સપ્તાહના દિવસો દરમિયાન સાંજે અને શનિ-રવિ દરમિયાન નિયમિતપણે હઠ યોગના વર્ગો પણ યોજાતા. પહેલા અઠવાડિયા માટે આ વર્ગો નિઃશુલ્ક હતા. ત્યાર પછી વિદ્યાર્થીઓને આ વર્ગો માટે પોતાની ક્ષમતા પ્રમાણે વળતર ચૂકવવાની વિનંતી કરાતી. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ આર્થિક કારણોસર પાછો મોકલવામાં નહોતો આવ્યો. ગુરુદેવ સિવાય જે.એમ.આઈ.સી.ના વિવિધ વર્ગો ડૉ. નિલ સ્મિથ (નવીન) દ્વારા યોજાતા. ડૉ. નિલ સ્મિથ મેમોરિયલ સ્લોન કૅટરિંગ કેન્સર સેન્ટર સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત પિટર ફલૅડ નામના એક થિયેટર ડિરેક્ટર પણ ત્યાં હાજર રહેતા, જેઓ લાગણીઓની અભિવ્યક્તિ કરવાના નવા માર્ગ શોધી રહ્યા હતા તથા ઊર્જાને કઈ રીતે બહેતર સંવાદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેની ઉપર પણ કામ કરી રહ્યા હતા. ૧૯૭૩ના વર્ષ દરમિયાન ગુરુદેવે ભારતનાં જૈન મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કર્યું. જે.એમ.આઈ.સી.ના વિદ્યાર્થીઓમાં આ તીર્થયાત્રા એટલી પ્રચલિત થઈ ગઈ કે ગુરુદેવે ભારતનાં જૈન મંદિરોની મુલાકાતે જવું એને એક વાર્ષિક કાર્યક્રમ બનાવી દીધો. આ પરંપરા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે વર્ષો સુધી ચાલી. મોટે ભાગે પાનખરના સમયમાં ગુરુદેવ આખાય અમેરિકાના વિવિધ શિષ્યોને લઈને ભારતની પંદર દિવસની તીર્થયાત્રા કરાવતા. તેમના આ પ્રવાસમાં બે સ્થળો નિશ્ચિત રહેતાં. પાલીતાણાના શત્રુંજય પર્વતની મુલાકાત અને આબુની મુલાકાત. તીર્થયાત્રીઓનો વિશેષ રસ પાલીતાણા નજીક તળાજામાં આવેલી ગુફામાં રહેતો, જ્યાં ચિત્રભાનુજી મુનિ તરીકે ધ્યાન ધરવા બેસતા. આ ઉપરાંત તીર્થયાત્રાળુઓને માઉન્ટ આબુ પર પણ જવાની ખૂબ ઇચ્છા રહેતી, જ્યાં ચિત્રભાનુજીએ અમર થઈ ગયેલું સ્તવન રચ્યું હતું. મોટે ભાગે તીર્થયાત્રાનો પહેલો મુકામ મુંબઈ ખાતે રહેતો. એક વર્ષ એવું થયું હતું કે તેમણે પહેલો મુકામ યુ.કે.માં કર્યો કે જ્યાં વિદ્યાર્થીઓએ ઓસવાલ જૈનો સાથે સંવાદ સાધ્યો. તથા લંડનના અન્ય જૈનોના સમુદાય સાથે પણ વાતચીત કરી. મુંબઈમાં યુગપુરુષ - ૧૩૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy