________________
લખતી. તેનાં બાળકો પણ ગુરુદેવને સ્વતંત્ર રીતે પોતાના કુટુંબની વાતો લખતાં અને તેમના આશીર્વાદની ઇચ્છા કરતાં.
૨ જાન્યુઆરી, ૧૯૯૧માં તેણે ગુરુદેવને એક લાગણીસભર પત્ર લખ્યો. તે પત્ર અહીં પ્રસ્તુત છે:
‘તમારી પ્રત્યે મારા શિક્ષક અને મિત્ર તરીકેનો મારો પ્રેમ અને પ્રશંસા સતત વધી રહ્યાં છે અને હું જયારે તમારી આસપાસ હોઉં કે તમારી સાથે વાત કરું ત્યારે પ્રેમની અને પ્રશંસાની આ લાગણી કૂદકે ને ભૂસકે વધે છે! મેં પહેલાં ક્યારેય પણ આવું કંઈ મારી જિદંગીમાં નથી અનુભવ્યું... જાણે મારું હૃદય આનંદથી ફાટફાટ થઈ રહ્યું હોય છે અને મારે જાણે બહાર જઈને દરેકને હું જે અનુભવું છું તેવા આ આનંદમાં સામેલ કરવા હોય છે. હું જયારે તમારી આસપાસ હોઉં છું, ત્યારે પછી તે પશ્ચિમી વિચારધારાની બેઠક હોય કે પછી જૈન બેઠકોમાં હાજરી આપવાનો ઉત્સાહ હોય, આ તમામ ક્ષણે મને પરમાનંદ અનુભવાય છે. તમને જે પણ મળે તે દરેકને તમે પ્રેમની અનુભૂતિ સાથે તે વ્યક્તિ ખાસ છે તેવી લાગણીનો અહેસાસ પણ કરાવો છો. હું તમારી એટલી પ્રશસ્તિ કરું છું કે...'
| લાઈટ હાઉસ બિકન પત્રિકામાં મેસેજ ફ્રોમ કૅથી બદલાઈને મેસેજ ફ્રોમ ચેતનાના નામથી પ્રકાશિત થવા માંડ્યા હતા.
લાઈટ હાઉસ બિકનના ૧૯૯૨ના ફોલના અંક (વોલ્યુમ ૧૦)માં તેમણે ચિત્રભાનુજીનાં નામનું વિશ્લેષણ કર્યું અને તેની આગવી શૈલીમાં ગુરુદેવની ભવ્ય પ્રતિભાની પોતાની હયાતી પર અસરને વર્ણવી:
C - Creativity - સર્જનાત્મકતા - તમે મને સર્જનાત્મક હોવાની મારી પોતાની શક્તિનો પરિચય કરાવ્યો
H - Help - મદદ – મારે કપરા સમયમાં જે મદદની જરૂર હતી તે તમે મને આપી.
1 - Integrity - પૂર્ણતા - અન્યો સાથે કામ કરાવવામાં કેવી પૂર્ણતા અનુભવી શકાય છે તેનું તમે મારે માટે દષ્ટાંત બન્યા.
T - Truth - સત્ય - તમારી જાગૃતિના પ્રકાશને કારણે હું સત્ય અંગે વધારે જાગ્રત બની.
યુગપુરુષ
- ૧૭૬ -