________________
કૅથરીન અને લાઈટ હાઉસ સેન્ટરના અન્ય વિદ્યાર્થીઓએ ત્યાર પછી ગુરુદેવ સાથે કરેલા બીજા છ ભારત પ્રવાસમાંથી આ પહેલો પ્રવાસ હતો. વધારે શિષ્યો આધ્યાત્મિક નામ મેળવવા ઇચ્છતા હતા અને ભારતની ચસ્કૃતિઓનો અનુભવ કરવા માંગતા હતા, અમુક શિષ્યો પોતાની સમજણને વધારે ગહેરી બનાવવા પાછા આવ્યા હતા. તે બધાંને ગુરુદેવની હાજરીનો અનુભવ જોઈતો હતો, તેમના પ્રેમાળ તરંગનો સ્વાનુભવ કરવો હતો અને મૂદુ માર્ગદર્શન પણ જોઈતું હતું. જેસલમેર, માઉન્ટ આબુ, બેંગલૉરના પ્રવાસ ઉપરાંત મુંબઈમાં ગુરુદેવના દીકરાનાં લગ્નમાં હાજરી સાથે બિહારમાં વિરાયતન અને શિખરજીની યાત્રા પણ રહેતી જ્યાં બધા તીર્થકરનાં મંદિરો હતાં અને પછી ગોવામાં ઈન્ટરનેશનલ વેજિટેરિયન કૉન્ફરન્સમાં પણ તેઓ હાજરી આપતા અને સાથે દિલ્હીમાં થયેલી ધર્મ પરિષદમાં જઈ વડા પ્રધાનને પણ મળતા.
સમયાંતરે વધારે ને વધારે વિદ્યાર્થીઓને આધ્યાત્મિક નામ જોઈતું હતું, પણ તે દરેક માટે ભારત યાત્રા શક્ય નહોતી. આ સ્થિતિમાં ગુરુદેવે લાઈટ હાઉસ સેન્ટરમાં જઈને વિદ્યાર્થીઓને આધ્યાત્મિક નામ આપવાની શરૂઆત કરી. આધ્યાત્મિક નામ મેળવવા માટે શિષ્યોએ અમુક બાબતોનું અનુસરણ કરવું પડતું નવકાર મંત્ર બોલી શકતો હોવો જોઈએ, ધ્યાન તથા અહિંસાનું પાલન અને શાકાહાર. ૨૦૧૭માં લાઈટ હાઉસના ઘણાં શિષ્યોને આધ્યાત્મિક નામ મળી ચૂક્યું હતું. કૅથરીને ધી ક્રેઝી વિઝડમ કોમ્યુનિટી જર્નલમાં આ પરંપરા વિશે કહ્યું. “જ્યારે ચિત્રભાનુજી નામ આપે ત્યારે તે ઇચ્છતા હોય છે કે લોકો એ સમજે કે તે નામ શા માટે છે અને તેનો અર્થ શું થાય તથા ધ્યાનનો અનુભવ મેળવે અને તમે કઈ દિશામાં વધી રહ્યા છો તે પણ સમજો. આમ આ એક વચન છે.' સેન્ટરના ઘણા સભ્યો અને શિષ્યો શાકાહારી બની ચૂક્યા હતા. ૨૦૧૩માં ચિત્રભાનુજીની વિનંતીને પગલે લાઈટ હાઉસ એક વિગન સેન્ટર બન્યું જેમાં વિગન જીવન શૈલીનો પ્રચાર પ્રસાર કરાતો. જો કોઈ દૂધ વગેરેમાંથી બનેલી મીઠાઈ ભૂલથી લાવતું તો ગુરુજીની લાગણીને માન આપીને તેનો અસ્વીકાર કરાતો.
વર્ષોનાં વહાણાં સાથે કેથરીનના વ્યક્તિત્વમાં આવેલું પરિવર્તન બહુ જ નોંધનીય હતું. શોકગ્રસ્ત વિધવામાંથી તે હવે એક અસાધારણ માનસિક શક્તિ ધરાવનાર સ્ત્રી બની હતી. જેના હૈયે દયા હતી, તે ઉચ્ચ ઊર્જાનું માધ્યમ હતી તથા વધી રહેલા આધ્યાત્મિક સમુદાય માટે પ્રેરણા અને માર્ગદર્શક સાબિત થઈ હતી. ગુરુદેવ સાથે પણ તેના સબંધો સમયાંતરે વધારે ગાઢ થયા. તે ગુરુદેવને નિયમિતપણે “પ્રિય ગુરુદેવના સંબોધન સાથે પત્રો લખતી અને અંતે નમસ્તે કૅથીનું અભિવાદન લખતી. તે ગુરુદેવને લાઈટ હાઉસ સેન્ટરમાં થતી પ્રવૃત્તિઓ વિશે તથા અંગત જીવન વિશે પણ માંડીને
- ૧૭૫ -
ચિત્રભાનુજી