SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કૃતજ્ઞ છીએ ? આપણા ધર્મને જીવિત રાખવા આપણને વીરચંદ ગાંધી જેવા અનેક વિદ્વાનોની જરૂર છે. હજી જૈન ધર્મ વિશ્વમાં એટલો જાણીતો નથી, કારણ કે આપણે વીરચંદજી જેવા દીર્ઘદ્રષ્ટાઓની સાથે દૂરવ્યવહાર કર્યો. તેમનાં કામ અને તેમની પ્રતિભાના અભ્યાસી આપણે, આજની પેઢી પ્રેરણા મેળવીને વિશ્વભરમાં જૈન ધર્મની મશાલ લઈને ફરી વળી શકે છે. આત્મનંદજી મહારાજ પ્રત્યેનું આપણું સન્માન વીરચંદ ગાંધીજીના યોગદાનની ગણતરી લીધા વગર અધૂરું છે. તે મીટિંગમાં પહેલી વાર જૈનો દ્વારા વીરચંદ ગાંધીને યાદ કરાયા અને તેમનું સન્માન કરાયું. સ્થાનિક અખબારો અને સામાયિકોએ પણ આ ખબર પ્રકાશિત કરી, જેના કારણે વીરચંદ ગાંધીનું નામ ઘરે ઘરે પહોંચ્યું. પણ ચિત્રભાનુજી માટે તે પૂરતું ન હતું. તેઓ વીરચંદજીના ધ્યેય ને લક્ષ ને પુનઃજીવિત જોવા માગતા હતા પણ એમને ખબર ન હતી કે એ કેવી રીતે કરે. ❖❖❖ તે પછીના વર્ષે મુનિજી અને તેમના ટેકેદારો એક પગલું આગળ વધ્યા. તેમણે મુંબઈમાં સ્થાનિક સ્તરે ચૂંટાયેલા લોકોને આખા વર્ષમાં કુલ આઠ દિવસ માટે કતલખાનાંઓ બંધ કરવા અરજી કરી. ગુરુદેવે સૂચવ્યું કે મહાવીર જયંતી ઉપરાંત બુદ્ધ જયંતી, કૃષ્ણ જયંતી, રામ જયંતી, ગાંધી જયંતી, શિવાજી જયંતી, સંવત્સરિ અને દિવાળીના દિવસે પણ નિર્દોષ પશુઓને જીવતદાન મળવું જોઈએ. આ ધારો અમલમાં આવે તે પહેલાં મેયર બંદૂકવાલા નિવૃત્ત થઈ ચૂક્યા હતા. સદનસીબે તેમના પછી મેયર તરીકે આવેલા બી.પી. દિગ્વી પણ એક ઉત્સાહી સહાયક હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર જીવરાજ મહેતાના સક્ષમ ટેકાને કારણે આ ધારો પણ પસાર થયો. આ ધારો પણ ૨૩મી જુલાઈ, ૧૯૬૪ના રોજ પસાર થયો. એવું હંમેશાં જોવામાં આવ્યું છે કે એક સારું કામ હકારાત્મક માહોલ, તંત્ર ખડું કરે છે જેના પગલે અનેક સારાં કાર્યો પાર પડે છે. બીએમસીના આ નર્ણયને કારણે પણ એવી જ અસર થઈ. બીએમસીનો આ નિર્ણય બીજાં ઘણાં શહેરો અને રાજ્ય સરકાર માટે પ્રેરણાત્મક બની રહ્યો. જેમ કે ગુજરાતમાં રાધનપુર શહેરમાં આઠ નહીં પરંતુ ૧૯ દિવસ માટે કતલખાનાંઓ બંધ કરવાનો ધારો પસાર થયો. સિધપુરના મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું કે આખા વર્ષ દરમિયાન ૧૨ દિવસ સુધી કતલખાનાંઓ બંધ રહેશે. આચાર્ય શ્રી વિજય સમુદ્રજીના પ્રયત્નોને કારણે પંજાબમાં ઘણાં મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું કે કતલખાનાઓ પૂરા બાર દિવસ બંધ રહેશે. યુગપુરુષ - ૮૨ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy