SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ માયાળુ અને મૃદુ છે. જીવન કેવી રીતે શાંતિમય અને આનંદમય જીવી શકાય એ દરેકને શીખવીને, દર્શાવીને તેમણે વિશ્વમાં પરિવર્તન આપ્યું છે. સોહમ ચિત્રભાનુ : (૭ વર્ષ) મારા દાદા બહુ મહાન અને કાળજી લેનારી વ્યક્તિ છે. તેમણે ઘણાં બધાં લોકોને વિગન લાઇફસ્ટાઇલના ફાયદા સમજવામાં મદદ કરી છે. તેઓ માને છે કે પ્રાણીઓનાં પણ માણસોની માફક બધા જ અધિકાર હોવા જોઇએ. તેમણે લોકોને એ સમજાવામાં મદદ કરી છે કે બીજાઓ પ્રત્યેની હિંસા પહેલાં તો જાતને જ ઇજા પહોંચાડે છે. ૯૭ વર્ષથી તેઓ એમ જ વિચારતા રહ્યા છે કે કઈ રીતે જીવનને બધાં જ જીવો વધારે ન્યાયી બનાવી શકાય અને તેમણે અહિંસા અંગે ઘણાં પ્રભાવી વક્તવ્યો પણ આપ્યાં છે. ઉઘાડા પગે હજારો માઇલ્સનું અંતર કાપીને તેમણે તે પણ દર્શાવ્યું છે કે કઈ રીતે જ્યારે કોઈ માણસ કંઇપણ ધારે ત્યારે તે પ્રયાસ કરે અને નિરાશ થઈને કામ પડતું ન મૂકે. તેમના થકી આ વિશ્વ એક બહેતર સ્થળ બન્યું છે. ર૬મી જુલાઈ, ૧૯૨૨ના દિવસે રાજસ્થાનની ઉત્તર-પશ્ચિમી બાજુએ આવેલા શાંત તખ્રગઢ ગામમાં ધાર્મિક જૈન દંપતી છોગાલાલ અને ચુનીબાઈના ઘરે એક દૂબળોપાતળો દીકરો જન્મ્યો હતો. રૂપ રાજેન્દ્ર શાહ તરીકે જીવન શરૂ કરીને આધ્યાત્મિક ખોજ માટે મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીમાં પરિવર્તન પામનાર અને અંતે મહાવીરના વૈશ્વિક દૂત ગુરુદેવ ચિત્રભાનુજી બનનારા આ માણસની સફર કેટલી અસાધારણ રહી છે. આજે પણ તેઓ જાતને મહાવીરના સંદેશવાહક તરીકે જ ઓળખાવે છે. જિંદગીમાં હંમેશાં ઉતાર-ચઢાવ આવે છે”, સ્થિરતા સાથે ગુરુદેવ જણાવે છે. “જ્યારે કંઈ ઠીક ન હોય ત્યારે નિરુત્સાહ થવાની જરૂર નથી અને જ્યારે સારો સમય હોય ત્યારે એ ચમકદમક સાથે જોડાઈ જવાની પણ જરૂર નથી. તમારે જેની ઇચ્છા રાખવાની છે એ છે દૈવી સંપૂર્ણતા, આનંદ અને પૂર્ણતાની લાગણી - જે તમારી અંદર જ છે. તેને બહારની દુનિયામાં શોધવાની જરૂર નથી. જયારે તમારા આત્માને ઉચ્ચ સ્તરીય શુદ્ધતા પ્રાપ્ત થાય છે ત્યારે તે પરમાત્મા એટલે કે સ્વયં બ્રહ્મ બની જાય છે. આપણા દરેકમાં શુદ્ધ દૈવી ચેતન રહેલું છે. એક વાર તમને એ સમજાશે પછી દરેકમાં રહેલા દૈવી ચેતનને પણ તમે પારખી શકશો. આ વિશ્વ પાસે તમારે માટે ઘણું છેઅગણિત અનુભવો અને ભેટ સોગાદો. તે બધું જ માણવું, પણ કશાય પર આધાર ન રાખવો એ જ સુખ અને આનંદનું રહસ્ય છે. માટે દુનિયામાં જીવો, માણો, તેની પ્રશંસા કરો પણ તેની સાથે બંધાઈ ન જાવ.” યુગપુરુષ - ૨૧૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy