________________
દિલીપ વી. શાહ પોતે શારીરિક તકલીફોમાંથી પસાર થતા હોવાને પગલે આ પુસ્તક લખવું તેમને માટે પણ આસાન કામ ન હતું. તેઓ જૈન સંઘ, ચેરી હીલ, ન્યુ જર્સીના પ્રવૃત્ત સભ્ય છે અને જૈનાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે ભારતમાં આવેલા જૈન ધર્મ સ્થળોની નવ વાર્ષિક તીર્થયાત્રાઓ ગોઠવી છે, જેને કારણે હજ્જારો ઉત્તર અમેરિકી જૈનોને લાભ થયો છે. ઉત્તર અમેરિકામાં જૈન ધર્મના પ્રચાર પ્રસાર ક્ષેત્રે તેમનાં યોગદાન તથા નેતૃત્વ બદલ તેમને જૈના તરફથી “જૈન રત્ન સન્માન પણ એનાયત કરાયું છે. જૈનોની આગામી પેઢીઓ માટે આ પુસ્તક એક એવો ઐતિહાસિક દસ્તાવેજ બની રહેશે જેના થકી તેઓ જાણી શકશે કે કઈ રીતે અમેરિકાની ધરતી પર જૈન ધર્મની પતાકા લહેરાઈ તથા, તેના થકી કઈ રીતે અમેરિકી ધાર્મિક ચિત્રમાં પરિવર્તન આવ્યું.
ધીરજ હ. શાહ (એમ.ડી.) માજી પ્રમુખ, JAINA
ડલાસ, ટેક્સસ