SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્કતમાં સ્થાનિક જૈનોએ તેમનાં ઘણાં જાહેર પ્રવચનો રાખ્યાં જેમાં જૈનો ઉપરાંત હિંદુ, શીખ અને અન્ય લોકોએ હાજરી આપી. ચિત્રભાનુજીએ આ તમામનો આભાર માન્યો, કારણ કે તેમણે રણ પ્રદેશમાં આ શહેરને સુંદર બનાવવા માટે ત્યાંના લોકોને સહાય આપી હતી અને રેતાળ પ્રદેશને શાંતિ અને રમણીયતા બક્ષી હતી. એટલું જ નહીં પણ તેમણે દરિયાના પાણીને મીઠું બનાવ્યું હતું જમીનમાં પણ મીઠાશ ભેળવી દીધી હોવા માટે તમામનો આભાર માન્યો હતો. તેમણે ત્યાં ઉપસ્થિત જૈનોને તેમની સિદ્ધિઓ બદલ વખાણ્યા અને કરુણા અને મૈત્રીને પ્રસરાવવાની સલાહ પણ આપી. એ જ વર્ષે ચિત્રભાનુજી જૈન સંઘ ઑફ નૈરોબીના મુનિસુવ્રત સ્વામી દેરાસરની સ્થાપનાની ૧૬મી જયંતી નિમિત્તે નૈરોબી ગયા. આ મંદિર માઉન્ટ આબુમાં આવેલા દેલવાડાના દેરાની વિશાળ અને સુંદર પ્રતિકૃતિ હતું. ૧૯૯૪ના ઑગસ્ટમાં માધવાણી કુટુંબે આધ્યાત્મિક એકતાનો ઉત્સવ માંડ્યો. ૩૦ હજારથી વધુ લોકોથી ખીચોખીચ સભામાં ગુરુજીએ મન હચમચાવી દે તેવું પ્રભાવી વક્તવ્ય આપ્યું જેમાં આખા વિશ્વના અગ્રણીઓ અને અગત્યના લોકો હાજર હતા. યુ.કે.માં મોટી સંખ્યામાં જૈનો વસતા હોવાથી ગુરુદેવ ત્યાં અવારનવાર જતા. ઑગસ્ટ ૧૯૭૯માં ચિત્રભાનુજી ત્યાં લેસેસ્ટરમાં નવા દેરાસરના પ્રારંભ સમયે હાજર હતા. તે આખા યુરોપનું પહેલું જૈન દેરાસર હતું. લેસેસ્ટર જૈન સમાજના ડૉ.નટુભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓએ એક જૂના દેવળનો જિર્ણોદ્ધાર કરીને આ જૈન આધ્યાત્મિક કેન્દ્રની રચના ૬૫ હજાર પાઉન્ડના ખર્ચે કરી હતી. તેઓ તે વર્ષે સપ્ટેમ્બરમાં ૩૬ શિષ્યો સાથે ભારતમાં જૈન તીર્થોના પ્રવાસ હેતુ પાછા ફર્યા. એપ્રિલ, ૧૯૮૩માં ગુરુદેવ અને તેમનું કુટુંબ મુંબઈથી લંડન પહોંચ્યું. ઓસવાલ સમુદાયના લોકોએ તેમને ખૂબ ઉષ્માભેર આવકાર્યા. - ૧૬૧ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy