SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક ગાન – જૈન સ્તવન તરીકે ઓળખ મેળવશે. આ સ્તવન પણ અગણિત ઘરોમાં, સભાઓમાં અને ધાર્મિક સંસ્થાનોમાં આજે પણ ગવાય છે. એક દિવસ ચિત્રભાનુજીએ આ સ્તવનનો અનુવાદ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કર્યો. તેમના એક નિકટના શિષ્ય શ્રીમાન બાકઝાએ તેના કેટલાક શબ્દોમાં ફેરફાર કર્યો અને સ્તવનનો અર્થ ન બદલાય તે રીતે તેનું સંપાદન કર્યું. આ રીતે આ અમર સ્તવન દેશ - દેશાવર સુધી પહોંચ્યું. તેણે દેશ જ નહીં પણ વિશ્વના ખંડ પણ પાર કર્યા અને તે આખા વિશ્વમાં પ્રેમ અને શાંતિના પ્રતિનિધિ તરીકે ગુંજતું રહ્યું. * * * ભલે ને કોઈ પણ વ્યક્તિએ વર્ષોની ઉપાસના પછી આધ્યાત્મિક વયસ્કતા કે સમજણ કેળવી હોય પણ જ્યારે પણ કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એક ક્ષણે આઘાત જીરવવાની ક્ષમતા કોઈ પણ સ્તરે આવી શકતી નથી. ગુરુદેવ માટે તેમના પિતાજીને અલવિદા કહેવાનો સમય પાકી ગયો હતો. ૨૬મી જુલાઈ, ૧૯૫૮, ચિત્રભાનુજીની ૩૬મી વર્ષગાંઠની સવાર હતી. નવરંગપુરાના નવા ઉપાશ્રયમાં ઘણા બધા લોકો ચિત્રભાનુજીને પ્રેમ અને અભિવાદન આપવા ભેગા થયા હતા. ચિત્રભાનુજી અને તેમના પિતા તે જ ઉપાશ્રયમાં રહેતા હતા. નિયમ પ્રમાણે સવારે નવ વાગ્યે ઉપાશ્રયમાંથી કોઈ પણ એક સાધુને પ્રાર્થના અને પ્રવચનમાં લઈ જવામાં આવતા. તે દિવસે ગુરુદેવના પિતાએ પોતાના પુત્રના જન્મદિવસના માનમાં વક્તવ્ય આપવાનો નિર્ણય લીધો. તેમણે ભગવાન શ્રી મહાવીરની ચિરવિદાયની વાત કરી અને કઈ રીતે તેમનું જવું તેમના સૌથી નિકટના શિષ્ય ગૌતમ પર કેવી અસર છોડતું ગયું તેની પણ વાત કરી. તેમના શિષ્ય ગૌતમ તે સમયે ૮૦ વર્ષના હતા. મુનિ ચંદ્રકાંત સાગરજીએ એટલી સરસ રીતે વાત કરી કે ત્યાં બેઠેલા દરેકેદરેક વ્યક્તિનું હૃદય તેમના શબ્દોથી હલી ગયું. ખાસ કરીને તેમના પુત્ર ચિત્રભાનુજીનું. તેમને ખ્યાલ પણ ન આવ્યો કે પિતા આડકતરી રીતે પુત્રને જ વિશેષ સંદેશો આપી રહ્યા છે. મુનિ ચંદ્રકાંત સાગરજીએ હંમેશાં એક સ્વપ્ન સેવ્યું હતું. તેમને નવરંગપુરામાં એક નવું બંધાયેલું મંદિર જોવું હતું જ્યાં લોકો ધ્યાન ધરી શકે, સ્વાધ્યાય માટે આવી શકે. એ દિવસે શહેરના અગ્રણીઓ મંદિરના પ્રોજેક્ટનો પ્લાન લઈને હાજર થયા. મુનિ ચંદ્રકાંત સાગરજીને પોતાનું લાંબા સમયથી જોયેલું સપનું સાચું પડવાનું છે તે જાણીને ખૂબ આનંદ થયો. તેમનું સપનું વાસ્તવિકતામાં ફેરવાવાનું હતું. સૂર્યાસ્ત પહેલાં જ સાધુઓએ તેમનું એ દિવસનું છેલ્લું વાળું લીધું. મુનિ ચંદ્રકાંતસાગરજીએ પોતાના દીકરાને પાણીનો પ્યાલો આપ્યો. પિતાપુત્ર વચ્ચે થયેલો એ આખરી સંવાદ હતો. હળવું ભોજન લીધા પછી તેઓ શિષ્યોના જૂથ સાથે બેઠા. થોડીક ક્ષણો પછી તેમણે પોતાના પુત્રને કીધું કે તેમને થાક લાગે છે અને છાતીમાં દુખાવો થાય છે. ચિત્રભાનુજીએ પિતા મુનિ ચંદ્રકાંત સાગરજીને પોતાના યુગપુરુષ - ૬૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy