SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસ્તિવચન આપવા માટે ફરી એક વાર સિંગાપોરના મહેમાન બન્યા. આ કૉમ્યુનિટી હોલને જૈન સ્થાનક નામ અપાયું હતું અને તે ત્રણ મિલિયન યુ.એસ. ડોલર્સના ખર્ચે બનાવાયો હતો. ગુરુદેવ ચિત્રભાનુ અને પ્રમોદાબહેન જે આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ હતાં, તેઓ આ પ્રસંગે ખાસ કરીને યુવાનોની હિસ્સેદારીથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. ૨૦૦૪માં જ્યારે સિંગાપોરની ઈન્ટર રિલિજિયસ ઓર્ગેનાઈઝેશન (આઈઆરઓ) દ્વારા જૈન ધર્મને સિંગાપોરના દસમા અધિકૃત ધર્મ તરીકે માન્યતા મળી, ત્યારે ઉજવણી દરમિયાન પણ ગુરુદેવ અને કુમારપાળ દેસાઈ ત્યાં હાજર હતા. ૨૦૧૦માં ગુરુદેવે સિંગાપોરના જૈનોને ઉપાશ્રયના સેન્ટ્રલ હોલમાં મહાવીર સ્વામીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે સફળતાપૂર્વક મનાવી લીધા અને આમ વિવિધ જૈનોને એક જ છત નીચે તેઓ લાવી શક્યા. પારંપારિક રીતે સ્થાનકવાસી જૈનો પ્રતિમાની પૂજા નથી કરતા કે ન તો તેઓ દેરાસર બાંધે છે, પણ મહાવીર સ્વામીની પ્રતિમાના પ્રતિષ્ઠાન દરમિયાન અનોખી એકતા જોવા મળી, કારણકે આ મૂર્તિ સ્થાનકવાસી ઉપાશ્રયમાં જ મુકાઈ હતી, જે જૈન સમાજ માટે બહુ જ વિશેષ ઘટના કહેવાય. યુ.એસ. બાદ જો ક્યાંય પણ મોટી સંખ્યામાં જૈનોનું સ્થળાંતર થયું હોય તો તે યુ.કે.માં છે. જીનિવામાં થયેલી બીજી આધ્યાત્મિક પરિષદ બાદ ચિત્રભાનુજી ૧૯૭૦ની સાલમાં પહેલી વાર યુ.કે. ગયા હતા. સમયાંતરે તેમણે યુ.કે.ની વધારે મુલાકાત પણ લીધી. ૧૯૭૮માં તેમણે લંડન જઈને ત્યાંના ઓસવાલ એસોસિયેશન ઑફ યુ.કે.ને ઓસવાલ હાઉસ ખરીદવાની પ્રેરણા આપી જે સમયાંતરે ઓસવાલ સેન્ટર બન્યું. ૧૯૮૦ની સાલમાં નૈરોબીની વીસા ઓસવાલ જ્ઞાતિનું આમંત્રણ સ્વીકારીને આફ્રિકાની બીજી મુલાકાત લીધી. આ વખતે પ્રમોદાજી પણ તેમની સાથે ગયાં. ત્યાં કેન્યામાં અંદાજે ૧૩OOO જૈન અનુયાયીઓ હતા. માત્ર નૈરોબીમાં જ જૈનોની સંખ્યા ૭000 પર પહોંચી હતી. બાકીના જૈનો મોમ્બાસા, કિસમુ, થિકા અને મુરાંગા જેવા મુખ્ય શહેરી વિસ્તારોમાં વહેંચાયેલા હતા. કેન્યાના રાષ્ટ્રીય વિકાસ અને સ્વતંત્રતામાં ઓસવાલ જૈનોનો ફાળો બહુ મોટો રહ્યો છે. વેપારી વિશ્વમાં ઓસવાલ જાણીતા છે. તેઓ ટેક્સટાઈલ, હાર્ડવૈર અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોમાં કાર્યરત રહ્યા છે. તેઓ મેડિસિન, કાયદો અને શિક્ષણ જેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. ઉરુના સંઘર્ષ દરમિયાન ઓસવાલ જ્ઞાતિનાં લોકોએ સામ્રાજ્યવાદી સત્તાઓનાં દબાણ છતાં પણ આફ્રિકીઓને નૈતિક સ્તરે અને આર્થિક યુગપુરુષ - ૧૫૮ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy