________________
પહોંચ્યાં હતાં. ચિત્રભાનુજીએ યુરોપ, આફ્રિકા અને અમેરિકાનો છેલ્લા ચાર મહિનામાં ખૂબ લાંબો પ્રવાસ ખેડ્યો હતો. હવે તેઓ બંને નવા દેશને, નવા વાતાવરણ અને નવા મિત્રોને અપનાવી રહ્યાં હતાં.
ચિત્રભાનુજીના એક પહેલાંના વિદ્યાર્થી તથા તેમની પત્ની, ચિત્રભાનુજી તથા પ્રમોદાજી સાથે એક જ ઘરમાં રહી રહ્યાં હતાં. તેમનું પહેલું બાળક આવતર્યું તેની રાહ જોવાના ત્રણ મહિના સુધી તેમણે આ સંજોગોમાં ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેમને
ત્યાં પુત્ર આવ્યો જે ૨૬મી જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ ભારતના ૨૨મા પ્રજાસત્તાક દિવસે જન્મ્યો અને તેનું નામ રાજીવ રખાયું.
ચિત્રભાનુજીએ તે વર્ષની શરૂઆતમાં મુંબઈના ચોપાટી બીચ પર થનારી એક આંતરધાર્મિક બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ વિવિધ ધર્મગુરુઓ તરફથી સ્વીકાર્યું હતું. તેમને લાગ્યું કે આ યોગ્ય તક હતી જ્યારે તે પોતાના શિષ્યો તથા ડિવાઈન નૉલેજ સોસાયટીના ટ્રસ્ટીઓ સાથે પોતે તાજેતરમાં લીધેલા વિવિધ નિર્ણયોની જાહેરાત કરે. તેમણે આ તમામ સાથે ખૂબ સ્થિરતા, કરુણા અને સીધી સ્પષ્ટ શબ્દોમાં વાત કરી. તેમણે પોતે જે પણ કર્યું હતું તેની પાછળનાં કારણો વાસ્તવિકતા અને હેતુની સાથે તેમને સમજાવ્યાં. તેમના વિદેશપ્રવાસ અને તેમનાં લગ્નને લઈને જે લોકોને આઘાત લાગ્યો હતો, જે લોકોએ વિરોધ કર્યો હતો તે લોકો જલદી જ શાંત થઈ ગયા હતા. તેમણે પોતાના કેટલાક વિશ્વાસુ અનુયાયીઓને મુંબઈમાં ડિવાઈન નોલેજ સોસાયટીમાં થઈ રહેલી પ્રવૃત્તિઓની જવાબદારી સોંપી. ત્યાર પછી તેમણે એક જાહેર પત્ર લખ્યો જે વિવિધ અખબારોમાં પ્રકાશિત થયો હતો. જેના દ્વારા જાહેર જનતાને જાણ થઈ હતી કે ચિત્રભાનુજીએ ડિવાઈન નૉલેજ સોસાયટીની જવાબદારીમાંથી પોતાની જાતને મુક્ત કર્યા હતા. અને એક સ્વતંત્ર વૈશ્વિક નાગરિક તરીકે નવાં જીવનની શરૂઆત કરી હતી. હવે ચિત્રભાનુજી અહિંસાનો સંદેશો આખી દુનિયામાં પ્રસરાવનારી વ્યક્તિ બની ચૂક્યા હતા.
આ દરમિયાન અમેરિકામાં પ્રમોદાજી તેમના છ અઠવાડિયાંના પુત્રને લઈને પહેલાંની ગોઠવણ મુજબ ન્યુ યોર્ક પહોંચ્યાં. ગુરુદેવને અને તેમના કુટુંબને પોતાની સાથે મેનહેટનમાં રહેવા માટે ઍલિઝાબેથ કટેલે ખુલ્લે આમંત્રણ આપ્યું હતું જે ગુરુદેવ અને પ્રમોદાજીએ સ્વીકાર્યું હતું. ઍલિઝાબેથ કેટલે ખૂબ ઉમળકાથી આ યુવા માતા અને તેના પુત્રને ઍરપૉર્ટ પર આવકાર્યા. તેમને પોતાના ઘરમાં રાખીને એલિઝાબેથ ખૂબ રાજી હતાં.
-
૧ ૧
૭
-
ચિત્રભાનુજી